PM Kisan Samman Nidhi Yojana (પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના)

PM Kisan Samman Nidhi Yojana: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના એ એક કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂત પરિવારોને ચોક્કસ બાકાત માપદંડોને આધીન નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.

PM Kisan Samman Nidhi Yojana શું છે?

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક મહત્ત્વપૂર્ણ પહેલ છે.

  • PM કિસાન સમ્માન નિધિ યોજના જમીન ધરાવતા ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી.
  • આ યોજનાની શરૂઆત ડિસેમ્બર, 2018થી થઈ હતી.
  • આ યોજનાનો અમલ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યો છે.
  • PM કિસાન સમ્માન નિધિએ Central Sector Direct Benefit Transfer (DBT) યોજના છે.
    • Direct Benefit Transfer (DBT)એ વિવિધ ભારતીય કલ્યાણ યોજનાઓમાંથી મળતો સબસિડીનો લાભ સીધા લાભાર્થીઓના બેંક ખાતા પ્રાપ્ત થાય છે.
    • DBTનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ બેંક એકાઉન્ટને પોતાના આધાર નંબર સાથે લિંક કરેલું હોવું આવશ્યક છે.
  • આ યોજના હેઠળ 2 હેકટર સુધીની ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂત પરિવારોને વાર્ષિક ₹6000 એટલે ₹2000ના ત્રણ સમાન હપ્તામાં ખેડૂતના આધાર સાથે લિંક બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે.

PM કિસાન સમ્માન નિધિ યોજનાના ઉદ્દેશ્યો

  • સરકારે નાના અને સીમાંત ખેડૂતો (Small and Marginal Farmers – SMFs)ની આવક વધારવા માટે કેન્દ્રીય ક્ષેત્રની આ યોજના શરૂ કરી છે.
  • આ યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય SMFને કૃષિ ખર્ચ પૂરો પાડવા તેમજ ધિરાણકર્તાઓનો આશરો લેવાથી બચવાનો છે. આ નાણાકીય સહાય કરવાથી ખેડૂત સતત ખેતીની પ્રવૃત્તિઓમાં સંલગ્ન રહે છે.
  • PM કિસાન યોજના નાના ખેડૂતોની નાણાકીય જરૂરિયાતને સંબોધવા માટે તેમ જ શ્રેષ્ઠ પાક અને ઉપજ માટે આવશ્યક inputs મળી રહે.

PM કિસાન સમ્માન નિધિ યોજનાની વિશેષતાઓ

  • આ યોજના 12 કરોડ નાના અને સીમાંત ખેડૂતો (Small and Marginal Farmers – SMFs)ને લાભ આપવા માટે તૈયાર છે. આ કાર્યક્રમ ₹75,000 કરોડ વાર્ષિક ફાળવણી ધરાવે છે.
  • દરેક PM કિસાન યોજના લાભાર્થીને ફાળવેલ રકમ સીધા તેમના બેંક ખાતામાં પ્રાપ્ત થાય છે. આ રકમ ફાળવણીની રચના વાર્ષિક ત્રણ તબક્કામાં કરવામાં આવી છે. પ્રત્યેક તબક્કની રકમ ₹2000 છે.
  • PM કિસાનનો મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને લઘુત્તમ આવક મળી રહે, દર ચાર મહિને ત્રણ સમાન ભાગોમાં ₹6000 લાયક ખેડૂત પરિવારોને મળશે.
  • આ યોજના થકી પ્રાપ્ત થકી રકમ લાભાર્થી પોતાની જરૂરિયાત મુજબ ખર્ચ કરી શકે છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે ફરજિયાતપણે આધારકાર્ડ હોવું આવશ્યક છે. જેમની પાસે આધાર નથી તેઓ નજીક ના CSC (Common Service Centres) કેન્દ્રમાંથી પોતાની નોંધણી કરાવી શકે છે.
  • PM કિસાન મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ લાભાર્થી પોતાનું રજીસ્ટ્રેશન જાતે કરાવી શકે છે.

PM Kisan Mobile App

  • PM કિસાન મોબાઈલ એપનો ઉપયોગ કરીને ખેડૂત પોતાની નોંધણી કરવી શકે છે અને પોતાની અરજીની સ્થિતિ પણ ચકાસી શકે છે.
  • આ એપ થકી ખેડૂત પોતાની વ્યક્તિગત માહિતી અપડેટ કરી શકે છે.

રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો: Click Here

Leave a Comment

error: Content is protected !!