Daily Current Affairs in Gujarati 23 May 2026 for GPSC & UPSC

Gyangoshthi is your daily learning partner for GPSC, UPSC, and other competitive exams. Get Daily Current Affairs, MCQs, Quizzes, PDFs, Government Job Updates, and exam-oriented study materials in simple Gujarati language to boost your preparation and stay ahead in every exam.

If you are preparing for competitive exams like GPSC (Class 1/2 & 3), UPSC, and other competitive exams, then reading daily current affairs in Gujarati is essential. Here are the important current affairs for 23 May 2026, explained in simple Gujarati language for better understanding.

Daily Current Affairs in Gujarati – 23 May 2026 is specifically designed for students preparing for competitive exams such as GPSC, UPSC, and other government exams. In this article, you will get important national, international, Gujarat, economy, science, sports, and award-related current affairs in easy Gujarati language. This post also includes important MCQs, one-liner revision points, and PDF notes to help students revise quickly and improve exam preparation. Stay connected with Gyangoshthi for daily exam-oriented current affairs updates in Gujarati.

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે નવી દિલ્હીના પૃથ્વી ભવન ખાતે Rare Genetic Disorders માટે “UMMID (Unique Methods of Management and Treatment of Inherited Disorders) Programme”નો તબક્કો-II શરૂ કર્યો.

UMMID Programme Phase II

  • આ કાર્યક્રમમાં અદ્યતન આનુવંશિક નિદાન અને પરામર્શ માટે NIDAN (National Inherited Diseases Administration) કેન્દ્રોની સ્થાપના, Clinician Training અને ક્ષમતા નિર્માણ, વંચિત પ્રદેશોમાં સમુદાય પહોંચ અને UMMID ડેશબોર્ડ દ્વારા રાષ્ટ્રવ્યાપી ડિજિટલ દેખરેખનો સમાવેશ થાય છે.
  • Expansion: તબક્કો-II માં 13 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં 25 વધારાના NIDAN કેન્દ્રો, તેમજ હૈદરાબાદ (તેલંગણા), બેંગલુરુ (કર્ણાટક) અને UT ચંદીગઢ (પંજાબ અને હરિયાણા)માં ત્રણ પ્રસ્તાવિત તાલીમ કેન્દ્રોનો સમાવેશ થાય છે.
  • ભારતની પ્રથમ વ્યાપક રાષ્ટ્રીય પહેલ ‘UMMID’ 23 સપ્ટેમ્બર, 2019ના રોજ MoS&T દ્વારા દુર્લભ રોગો માટે મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ રજૂ કરવા માટે શરૂ કરવામાં આવી હતી.

Read PIB Press Release: Click Here

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ દ્વારા “ભારત ટેક્સ 2026” લોન્ચ કરવામાં આવ્યું. તે સમગ્ર Textile Value Chain ને આવરી લેતા સૌથી મોટા અને સૌથી વ્યાપક વૈશ્વિક કાપડ પ્લેટફોર્મ તરીકે કલ્પના કરવામાં આવી છે.

  • આ કાર્યક્રમમાં Fibres and Yarns, Fabrics, Apparel and Fashion, Home Textiles, Technical Textiles, Handlooms, Handicrafts, અને Intelligent Manufacturing Technologies સહિત સંપૂર્ણ ટેક્સટાઈલ ઈકોસિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.
  • આ આવૃત્તિમાં 3,500થી વધુ બિઝનેસ પ્રદર્શકો, 140થી વધુ દેશોમાંથી 7,000થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને 1,30,000થી વધુ ટ્રેડ વિઝિટર્સની મોટા પાયે ભાગીદારી જોવા મળશે. 
  • આ કાર્યક્રમ 14-17 જુલાઈ, 2026માં નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે.
  • Circular Textiles, Technical Textiles, MSME Integration, Innovation, અને Global Market Access પર ખાસ ધ્યાન રહેશે.
  • ભારત ટેક્સ 2026 ભારતીય MSME, સ્ટાર્ટ-અપ્સ, ડિઝાઈનર્સ અને શિક્ષણવિદોને નવીનતાઓ પ્રદર્શિત કરવા, વૈશ્વિક ઉત્પાદકો અને ખરીદદારો સાથે જોડાવા, ઉચ્ચ-સ્તરીય ચર્ચાઓમાં જોડાવા અને વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે.
  • Industry‑Led Initiative: આ કાર્યક્રમ Bharat Tex Trade Federation દ્વારા આયોજિત કરવામાં આવશે. Textile Export Promotion Councils અને ઉદ્યોગ સંસ્થાઓનું એક જૂથ સરકાર અને ઉદ્યોગ હિસ્સેદારો વચ્ચે મજબૂત સહયોગને પ્રકાશિત કરશે.

પોખરણ ફાયરિંગ રેન્જ “વાયુ અસ્ત્ર-1”નું સફળતાપૂર્વક પરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું.

  • પુણે સ્થિત સંરક્ષણ ટેકનોલોજી કંપની Nibe Limited એ તેની સ્વદેશી Loitering Munition System “વાયુ અસ્ત્ર-1”નું પ્રથમ ટેકનિકલ પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધર્યું છે.
  • આ સિસ્ટમને No-Cost, No-Commitment (NCNC) પ્રદર્શન દ્વારા પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.
  • સ્થાન: રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં પોખરણ ફાયરિંગ રેન્જ ખાતે પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા.
  • Battlefield Capability: આ પ્રદર્શનમાં સ્વદેશી રીતે વિકસિત Loitering Munition Technology ની ક્ષમતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો.
    • પરીક્ષણો દરમિયાન વાયુ અસ્ત્ર-1 એ 10 કિલોગ્રામના વોરહેડનો ઉપયોગ કરીને Anti-Personnel Strike સફળતાપૂર્વક કર્યો, જેમાં એક જ પ્રયાસમાં 100 કિમી દૂર સ્થિત લક્ષ્યનો નાશ કરવામાં આવ્યો.
  • Advanced Technology: આ સિસ્ટમ અદ્યતન ઇઝરાયલી લોઈટરિંગ મ્યુનિશન ટેકનોલોજી પર આધારિત છે અને ભારતીય ઓપરેશનલ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેને અનુકૂલિત કરવામાં આવી છે.

One-Liner Current Affairs

⚡ Today’s Current Affairs in Gujarati 23 May 2026
માનવ શાહ US Open માટે ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય-અમેરિકન ગોલ્ફર બન્યો.
કેરળ કેબિનેટ Dedicated AI Portfolio સ્થાપિત કરનાર પ્રથમ ભારતીય રાજ્ય બન્યું.
Yang Shuang-zi એ “Taiwan Travelogue” પુસ્તક માટે પ્રતિસ્થિત International Booker Prize જીત્યો.
મિઝોરમમાં નવા Worm-Eating Snake ‘Trachischium lalremsangai’ની શોધ થઈ
ભારતીય મૂળના બે જાહેર આરોગ્ય વૈજ્ઞાનિકો ‘પ્રો. સલીમ અબ્દુલ કરીમ’ અને ‘પ્રો. કીર્તન ધેડા’ને પ્રિટોરિયામાં દક્ષિણ આફ્રિકાનો સર્વોચ્ચ નાગરિક સન્માન “Order of Mapungubwe”થી સન્માનિત કરવામાં આવ્યા.

Stay connected with Gyangoshthi for Daily Current Affairs in Gujarati, Current Affairs Quiz Gujarati, MCQs, PDFs and exam-oriented study materials updated daily.

Leave a Comment

error: Content is protected !!