Daily Current Affairs in Gujarati 19 June 2026 for GPSC & UPSC

Gyangoshthi is your daily learning partner for GPSC, UPSC, and other competitive exams. Get Daily Current Affairs, MCQs, Quizzes, PDFs, Government Job Updates, and exam-oriented study materials in simple Gujarati language to boost your preparation and stay ahead in every exam.

If you are preparing for competitive exams like GPSC (Class 1/2 & 3), UPSC, and other competitive exams, then reading daily current affairs in Gujarati is essential. Here are the important current affairs for 19 June 2026, explained in simple Gujarati for better understanding.

Daily Current Affairs in Gujarati – 19 June 2026 is specifically designed for students preparing for competitive exams such as GPSC, UPSC, and other government exams. In this article, you will get important national, international, Gujarat, economy, science, sports, and award-related current affairs in easy Gujarati language. This post also includes important MCQs, one-liner revision points, and PDF notes to help students revise quickly and improve their exam preparation. Stay connected with Gyangoshthi for daily exam-oriented current affairs updates in Gujarati.

➤ World Sickle Cell Awareness Day

  • દર વર્ષે 19 જૂનના રોજ સિકલ સેલ નામના રોગ અંગે જાગૃતિ ફેલાવવા માટે ‘World Sickle Cell Awareness Day‘ની ઉજવણી કરવામાં આવે છે.
  • સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા 2008માં મંજુરી આપવામાં આવી હતી.
  • સૌપ્રથમ ઉજવણી: 2009
  • World Sickle Cell Awareness Day 2026 Theme: Closing the Survival Gap: Equity in Sickle Cell Disease“.

➤ International Day for the Elimination of Sexual Violence in Conflict

  • દર વર્ષે 19 જૂનના રોજ “International Day for the Elimination of Sexual Violence in Conflict” ઉજવવામાં આવે છે.
  • સ્થાપના: 19 જૂન, 2015ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા
  • 19 જૂન, 2008ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) દ્વારા Resolution 1820 પસાર કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ વખત સંઘર્ષમાં જાતીય હિંસાને યુદ્ધની રણનીતિ (Tactic of War) તરીકે માન્યતા આપી હતી.

રાજકોટ જિલ્લાની પરંપરાગત “જસદણ પટારી”ને સત્તાવાર રીતે પ્રતિષ્ઠિત GI ટેગ આપવામાં આવ્યો.

  • તે સાગના લાકડામાંથી બનેલી પરંપરાગત હાથથી બનાવેલી Wooden Chest (પટારા) છે. જે પિત્તળ, તાંબા અથવા સફેદ ધાતુકામથી શણગારેલી છે, અને પરંપરાગત રીતે દહેજ અને કૌટુંબિક કિંમતી વસ્તુઓ સંગ્રહવા માટે વપરાય છે.
  • જસદણ પટારી/પટારા (મોટા અને નાના શણગારેલા Wooden Chests અથવા Jewel Boxes)
  • મૂળ: જસદણ, રાજકોટ
  • Institutional Support: National Bank for Agriculture and Rural Development (NABARD) દ્વારા દ્વારા તેની ગ્રામ્ય વિકાસ નિધિ યોજના હેઠળ સમર્થન આપવામાં આવ્યું હતું.
  • ગ્રાઉન્ડ-લેવલ દસ્તાવેજીકરણ અને અરજી પ્રક્રિયાનું સંકલન Centre for Environment Education દ્વારા કરવામાં આવ્યું હતું.

Read PIB Press Release: Click Here

ઉઝબેકિસ્તાન New Development Bank માં જોડાનાર 10મો સભ્ય અને પ્રથમ મધ્ય એશિયાઈ દેશ બન્યો.

New Development Bank (NDB)

  • NDB એક બહુપક્ષીય વિકાસ બેંક (Multilateral Development Bank)છે, જે BRICS રાજ્યો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) દ્વારા સંયુક્ત રીતે સ્થાપિત કરવામાં આવી છે.
  • ફોર્ટાલેઝા, બ્રાઝિલમાં (2014) 6ઠ્ઠી BRICS સમિટ દરમિયાન સંમતિ પ્રાપ્ત થઈ હતી અને 2015માં તે સંપૂર્ણપણે કાર્યરત થઈ ગઈ હતી.
    • NDB એ તેની પ્રારંભિક અધિકૃત મૂડી USD 100 બિલિયન પર સ્થાપિત કરી હતી. આમાંથી, પ્રારંભિક સબસ્ક્રાઈબ કરેલી મૂડી USD 50 બિલિયન પર નિર્ધારિત કરવામાં આવી હતી, જે પાંચ સ્થાપક સભ્યો વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવી હતી.
  • મુખ્ય મથક: શાંઘાઈ, ચીન
  • ઉદ્દેશ્ય: BRICS અને અન્ય Emerging Market Economies and Developing Countries (EMDCs)માં માળખાગત સુવિધાઓ અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સ માટે સંસાધનો એકત્રિત કરવા.
  • Voting Power: વિશ્વ બેંકથી વિપરીત જ્યાં મતદાન શક્તિ (Voting Powe) મૂડી હિસ્સા (Capital Share) પર આધારિત છે, NDB સમાન મતદાનના ધોરણે કાર્ય કરે છે.
    • દરેક સભ્ય પાસે એક મત છે, અને કોઈપણ દેશ પાસે Veto નથી. જો કે, સ્થાપક BRICS સભ્યોનો સંયુક્ત મતદાન હિસ્સો ક્યારેય 55% થી નીચે આવી શકતો નથી.
  • Membership Expansion: NDB ના કરારના લેખો અનુસાર, સંયુક્ત રાષ્ટ્રના બધા સભ્યો બેંકમાં જોડાઈ શકે છે. 2021માં તેના વિસ્તરણની શરૂઆત કરીને, NDB તેના પાંચ સ્થાપક સભ્યોથી આગળ વધ્યું છે.
    • વર્તમાન સભ્યપદ
      • બાંગ્લાદેશ (2021)
      • સંયુક્ત આરબ અમીરાત (2021)
      • ઈજિપ્ત (2023)
      • અલ્જેરિયા (2025)
      • ઉઝબેકિસ્તાન (2026)
    • ઉરુગ્વે, કોલંબિયા અને ઈથોપિયાને NDB બોર્ડ ઓફ ગવર્નર્સ દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો છે અને તેઓ તેમના પ્રવેશ દસ્તાવેજો જમા કરાવ્યા પછી સત્તાવાર સભ્યો બનશે.
    • NDB સભ્યો વિશ્વની વસ્તીના 42%, વૈશ્વિક સપાટી વિસ્તારના 27% અને વૈશ્વિક GDPના 20%થી વધુ હિસ્સો ધરાવે છે.
  • BRICS અને NDBના સ્થાપક સભ્ય તરીકે ભારત ઉઝબેકિસ્તાનના સમાવેશને અનુકૂળ માને છે, તે ભારતની “Connect Central Asia Policy” સાથે એકીકૃત રીતે સુસંગત છે.

ભારત “Indian Ocean Rim Association”ની અધ્યક્ષતા કરી રહ્યું છે અને પશ્ચિમ એશિયા યુદ્ધ પછી દરિયાઈ સુરક્ષા એક મુખ્ય એજન્ડા છે.

  • Indian Ocean Rim Association (IORA) એ હિંદ મહાસાગર ક્ષેત્રમાં પ્રાદેશિક સહયોગ માટે એક આંતર-સરકારી સંગઠન છે.
  • Origin: IORA નું વિઝન 1995માં નેલ્સન મંડેલાની સામાજિક-આર્થિક સહયોગ અને શાંતિપૂર્ણ પ્રયાસો માટે ભારતની મુલાકાત દરમિયાન ઉદ્ભવ્યું હતું.
  • સ્થાપના: 1997
  • ઉદ્દેશ્ય: સભ્ય દેશો વચ્ચે આર્થિક સહયોગને સરળ બનાવવા અને પરસ્પર ફાયદાકારક સહયોગને વિસ્તૃત કરવાનો છે.
  • સભ્યો: IORA માં હાલમાં 23 સભ્ય દેશોનો સમાવેશ થાય છે.
    • ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, કોમોરોસ, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા, ઈરાન, કેન્યા, મેડાગાસ્કર, મલેશિયા, માલદીવ, મોરેશિયસ, મોઝામ્બિક, ઓમાન, સેશેલ્સ, સિંગાપોર, સોમાલિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, તાંઝાનિયા, થાઇલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યમન
  • Dialogue Partners: તેના 12 સત્તાવાર સંવાદ ભાગીદારો છે.
    • ચીન, ઇજિપ્ત, યુરોપિયન યુનિયન, જર્મની, ઈટાલી, જાપાન, રશિયા, સાઉદી અરેબિયા, તુર્કી, કોરિયા પ્રજાસત્તાક, યુનાઈટેડ કિંગડમ અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા
  • Headquarter: Cyber City, Ebene, Mauritius
  • મુખ્ય વિશેષતાઓ
    • Six Priority Areas: IORA 6 પ્રાથમિકતા ક્ષેત્રોમાં કામ કરે છે.
      • Maritime Safety & Security, Trade & Investment Facilitation, Fisheries Management, Disaster Risk Management, Tourism & Cultural Exchanges, and Academic, Science & Technology.
    • Cross-Cutting Issues: Blue Economy અને Women’s Economic Empowerment ને મહત્વપૂર્ણ ક્રોસ-કટીંગ મુદ્દાઓ તરીકે ઓળખવામાં આવે છે.
    • Institutional Structure
      • Council of Ministers: COM એ IORA ની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે અને તેમાં તમામ સભ્ય દેશોના વિદેશ પ્રધાનોનો સમાવેશ થાય છે.
      • Committee of Senior Officials: CSO COM હેઠળ કાર્ય કરે છે અને સહકાર કાર્યક્રમોના અમલીકરણ, સંકલન અને પ્રાથમિકતાઓની સમીક્ષા કરે છે.
      • TROIKA Mechanism: TROIKA માં વર્તમાન અધ્યક્ષ, ઉપ-અધ્યક્ષ અને અગાઉના અધ્યક્ષનો સમાવેશ થાય છે, અને તે સભ્ય દેશોને મહત્વપૂર્ણ બાબતો પર માહિતી રાખે છે.
      • IORA Chair and Secretariat: અધ્યક્ષ બેઠકો અને કાર્યસૂચિનું સંકલન કરે છે, જ્યારે સચિવાલય મોરેશિયસથી સંસ્થાના કાર્યને સમર્થન આપે છે.
    • ભારતની ભૂમિકા: ભારત 2025-2027 સમયગાળા માટે IORA નો અધ્યક્ષ છે અને 2027 સમિટ પહેલા ઘણી મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરશે.

World Gold Council દ્વારા તેનો 2026 Central Bank Gold Reserves Survey બહાર પાડવામાં આવ્યો.

મુખ્ય તારણો

  • Rising Gold Reserve Expectations: સર્વેક્ષણ કરાયેલ 89% સેન્ટ્રલ બેંકો આગામી 12 મહિનામાં વૈશ્વિક સોનાના ભંડારમાં વધારો થવાની અપેક્ષા રાખે છે.
    • સર્વેક્ષણ કરાયેલ 45% સેન્ટ્રલ બેંકો તેમના પોતાના સોનાના ભંડારમાં વધારો થવાની અપેક્ષા રાખે છે.
  • Accelerated Gold Purchases: છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્રીય બેંકોએ વાર્ષિક આશરે 1,000 ટન સોનાની ખરીદી કરી છે, જે પાછલા દાયકામાં સરેરાશ 500 ટન હતી.
  • Shift Away from the U.S. Dollar: 74% લોકો માને છે કે આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક અનામતમાં US ડોલરનો હિસ્સો ઘટશે, જ્યારે સોનાનો હિસ્સો વધવાની ધારણા છે.
  • સોનાના હોલ્ડિંગમાં વધારો કરવાના કારણો
    • કટોકટી દરમિયાન Safe-haven Asset
    • પોર્ટફોલિયો વૈવિધ્યકરણ
    • ફુગાવા સામે રક્ષણ
    • ભૂ-રાજકીય જોખમો સામે રક્ષણ
  • ભારતની સ્થિતિ
    • RBI ના સોનાના ભંડારનું વિસ્તરણ: RBI નો સોનાનો ભંડાર 822.1 ટન (FY24)થી વધીને 879.58 ટન (FY25) અને 880.52 ટન (FY26) થયો.
    • Repatriation of Gold: RBI એ FY25 માં વિદેશી તિજોરીઓમાંથી ૧૦૦ ટનથી વધુ સોનું સ્થાનિક સંગ્રહમાં પાછું લાવ્યું.
    • સ્થાનિક સોનાના ભાવ પર અસર: કેન્દ્રીય બેંકો દ્વારા વધતી સોનાની ખરીદી, રૂપિયાના અવમૂલ્યન સાથે, છેલ્લા એક વર્ષમાં ભારતમાં સોનાના ભાવમાં લગભગ 40% નો વધારો થયો છે.
  • Storage Trends
    • Major Gold Storage Locations
      • Bank of England: 57%
      • Domestic storage: 49%
      • Bank for International Settlements (BIS): 16%
      • Diversification of Vaulting Strategy: મધ્યસ્થ બેંકો સોનાના ભંડાર સંગ્રહિત કરતા સ્થળોમાં વધુને વધુ વૈવિધ્યીકરણ કરી રહી છે.

World Gold Council વિશે

  • તે વિશ્વના અગ્રણી સોના ઉત્પાદકોનું એક બિન-લાભકારી સંગઠન છે.
  • સ્થાપના: 1987
  • મુખ્ય મથક: લંડન, યુનાઈટેડ કિંગડમ
  • Key Publications: Central Bank Gold Reserves (CBGR) Survey પ્રકાશિત કરે છે અને વૈશ્વિક સોનાની માંગ અને અનામત પર ડેટા જાળવે છે.

QS Quacquarelli Symonds દ્વારા QS World University Rankings 2027 બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં Indian Institute of Technology, Delhi વૈશ્વિક સ્તરે 118મા ક્રમે ભારતની સર્વોચ્ચ ક્રમાંકિત સંસ્થા તરીકે ઉભરી આવ્યું.

Key Highlights

  • 106 દેશો અને પ્રદેશોમાંથી 1500થી વધુ સંસ્થાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.
  • Massachusetts Institute of Technology (USA)એ સતત 15મા વર્ષે વૈશ્વિક સ્તરે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું.
  • વિશ્વભરમાં ટોચની 5 યુનિવર્સિટીઓ
    • Massachusetts Institute of Technology (USA)
    • Stanford University (USA) (Joint 2nd)
    • Imperial College London (UK) (Joint 2nd)
    • University of Oxford (UK)
    • Harvard University (USA)
  • IIT-દિલ્હી વૈશ્વિક સ્તરે 118મા ક્રમે છે, પાંચ સ્થાન ઉપર આવીને ભારતની ટોચની સંસ્થા બની છે.
  • IIT-બોમ્બે ગયા વર્ષે 129મા ક્રમે હતું તેનાથી 134મા ક્રમે સરકી ગયું.
  • IIT-મદ્રાસ 170મા ક્રમે છે (180થી સુધરીને) અને વૈશ્વિક ટોચના 200માં એકમાત્ર ભારતીય સંસ્થા રહી છે.
  • અન્ય ટોચની ભારતીય સંસ્થાઓમાં IIT-ખડગપુર (205), IIT-કાનપુર (221), IISc બેંગલુરુ (221), દિલ્હી યુનિવર્સિટી (322), IIT-રૂરકી (335) અને IIT-ગુવાહાટી (349)નો સમાવેશ થાય છે.

India-Specific Findings

  • ભારતમાં વૈશ્વિક સ્તરે 52 યુનિવર્સિટીઓ ક્રમાંકિત છે, જે ગયા વર્ષના 54 કરતા થોડી ઓછી છે.
    • યુનાઈટેડ સ્ટેટ્સ, યુનાઈટેડ કિંગડમ, ચીન અને જર્મની પછી સંસ્થાઓની સંખ્યામાં ભારત વૈશ્વિક સ્તરે 5મા ક્રમે છે.
  • ભારતીય સંસ્થાઓની સંખ્યા 2017માં 14 થી વધીને 2027 માં 52 થઈ ગઈ છે, જે G20 દેશોમાં સૌથી ઝડપી પ્રમાણસર વૃદ્ધિ દર્શાવે છે.
  • 18 ભારતીય યુનિવર્સિટીઓએ તેમનું સર્વોચ્ચ રેન્કિંગ હાંસલ કર્યું છે, જેમાં 13 Non-IIT સંસ્થાઓનો સમાવેશ થાય છે.
  • આ વૃદ્ધિ છતાં કોઈ પણ ભારતીય સંસ્થા વૈશ્વિક ટોચના 100માં પ્રવેશી નથી.

આ પણ વાંચો: 18 જૂન, 2026 કરંટ અફેર્સ

Daily One-Liner Current Affairs

⚡ Today’s Current Affairs in Gujarati 19 June 2026
સ્મૃતિ મંધાના “TIME’s 100 Most Influential People in Sports 2026”ની યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય રમતવીર બની.
બે ભારતીય એરપોર્ટ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (ટર્મિનલ 1) અને ગુવાહાટીનું લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (ટર્મિનલ 2)ને પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ્સ દ્વારા 2026 માટે વિશ્વના સૌથી સુંદર એરપોર્ટ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પારદર્શિતા (Transparency) વધારવા માટે “Green Hydrogen Certification Portal” લોન્ચ કર્યું.
Startup Genome એ Global Entrepreneurship Network સાથે ભાગીદારીમાં Global Startup Ecosystem Report (GSER) 2026 બહાર પાડ્યો; બેંગલુરુ 15મા ક્રમે છે.
ભારતમાં AML/CFT માળખાને મજબૂત બનાવવા માટે National Industry Platform ‘ARIFAC’ શરૂ કરવામાં આવ્યું.
ગુજરાત સરકારે મેટ્રો, એક્સપ્રેસવે અને ધોલેરા પ્રોજેક્ટ્સ માટે HUDCO સાથે ₹1 લાખ કરોડના ભંડોળ કરાર પર હસ્તાક્ષર કર્યા.
NPCI એ એક ઓપન-સોર્સ બ્લોકચેન પ્લેટફોર્મ “Drunix” લૉન્ચ કર્યું.

Stay connected with Gyangoshthi for Daily Current Affairs in Gujarati, Current Affairs Quiz Gujarati, MCQs, PDFs and exam-oriented study materials updated daily.

Leave a Comment

error: Content is protected !!