Daily Current Affairs in Gujarati 13 May 2026 for GPSC & UPSC

Gyangoshthi is your daily learning partner for GPSC, UPSC, and other competitive exams. Get Daily Current Affairs, MCQs, Quizzes, PDFs, Government Job Updates, and exam-oriented study materials in simple Gujarati language to boost your preparation and stay ahead in every exam.

If you are preparing for competitive exams like GPSC (Class 1/2 & 3), UPSC, and other competitive exams, then reading daily current affairs in Gujarati is essential. Here are the important current affairs for 13 May 2026, explained in simple Gujarati language for better understanding.

Daily Current Affairs in Gujarati – 13 May 2026 is specifically designed for students preparing for competitive exams such as GPSC, UPSC, and other government exams. In this article, you will get important national, international, Gujarat, economy, science, sports, and award-related current affairs in easy Gujarati language. This post also includes important MCQs, one-liner revision points, and PDF notes to help students revise quickly and improve exam preparation. Stay connected with Gyangoshthi for daily exam-oriented current affairs updates in Gujarati.

ભારત સરકાર દ્વારા વિકાસ ભારત – રોજગાર અને આજીવિકા મિશન માટે ગેરંટી (VB-G RAM G) એક્ટ, 2025ની જાહેરાત કરવામાં આવી છે. આ નવો કાયદો સમગ્ર ભારતમાં 1 જુલાઈ,2026થી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA)નું સ્થાન લેશે.

  • મુખ્ય ફેરફારો અને વિશેષતાઓ
    • આ એક કેન્દ્ર પ્રયોજિત યોજના છે.
    • આ યોજના હેઠળ પાત્ર ગ્રામીણ પરિવારો માટે વાર્ષિક રોજગાર ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે.
    • વિઝન: આ કાર્યક્રમ “વિકસિત ભારત @2047” વિઝન સાથે સુસંગત છે.
    • Fund Sharing
      • ઉત્તર પૂર્વ અને હિમાલયના રાજ્યો માટે 90:10,
      • વિધાનસભા ધરાવતા અન્ય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે 60:40,
      • વિધાનસભા વિનાના કેન્દ્રશાસિત પ્રદેશો માટે 100% કેન્દ્રીય ભંડોળ.
    • કાયદા હેઠળ પરવાનગી આપેલ કાર્ય
      • જળ સુરક્ષા કાર્યો
      • મુખ્ય ગ્રામીણ માળખાગત સુવિધાઓ
      • આજીવિકા સંબંધિત માળખાગત સુવિધાઓ
      • આત્યંતિક હવામાન ઘટાડાના કાર્યો
    • બદલાવ: જ્યાં સુધી નવા ‘ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્ડ’ ઈશ્યૂ ન થાય, ત્યાં સુધી જૂના e-KYC વેરીફાઈડ MGNREGA કાર્ડ માન્ય રહેશે.
    • National Mobile Monitoring System (NMMS): કાર્યસ્થળો પર કામદારોની હાજરી રેકોર્ડ કરવા માટે ઉપયોગમાં લેવાતી મોબાઈલ આધારિત હાજરી સિસ્ટમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીતેલંગાણાના વારંગલ ખાતે ભારતના પ્રથમ કાર્યરત “પીએમ-મિત્ર પાર્ક”નું ઉદ્ઘાટન કર્યું.

  • 1,327 એકરમાં ફેલાયેલ આ પાર્ક આશરે 1695.54 કરોડના રોકાણ સાથે વિકસાવવામાં આવ્યો છે.
    • ઈન્ફ્રાસ્ટ્રક્ચર: આ સુવિધામાં વિશ્વ કક્ષાનું Plug-and-Play Infrastructure છે, જેમાં કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્થિર વીજ પુરવઠો અને વ્યવહાર ખર્ચ ઘટાડવા માટે અદ્યતન લોજિસ્ટિક્સ હબનો સમાવેશ થાય છે.
  • “5F” Vision for Textiles: ભારતને વૈશ્વિક Textile Hub બનાવવા માટે PM મોદીએ “5F” Formula પર ભાર મૂક્યો.
    • Farm ➝ Fibre ➝ Factory ➝ Fashion ➝ Foreign
      • આ વિઝન ખેડૂતો થી લઈને Export સુધી સમગ્ર Textile Industry ને મજબૂત બનાવશે.
      • Farm: તેલંગાણામાં કપાસના ખેડૂતોને ટેકો આપવો.
      • Fibre: કાચા માલનું સ્થાનિક સ્તરે પ્રોસેસિંગ
      • Factory: પાર્કમાં મોટા પાયે ઉત્પાદન.
      • Fashion: વૈશ્વિક વલણો માટે ઉચ્ચ-ગુણવત્તાવાળા વસ્ત્રોની ડિઝાઇન.
      • Foreign: વૈશ્વિક કાપડ નિકાસ બજારમાં ભારતનો હિસ્સો વધારવો.
  • વારંગલ જે પહેલાથી જ તેના “Kakatiya Mega Textile Park” માટે જાણીતું છે, તે હવે દક્ષિણ ભારતમાં એક પ્રાથમિક ટેક્સટાઈલ હબ તરીકે સ્થિત છે, જે “મેક ઇન ઈન્ડિયા” અને “વિકસિત ભારત 2047” પહેલ સાથે સંરેખિત છે.

Keynote

 ઉદ્ઘાટન: 10 મે, 2026ના રોજ નરેન્દ્ર મોદી દ્વારા (વર્ચ્યુઅલી)

📍 સ્થાન: Kakatiya Mega Textile Park, વારંગલ

💰 ખર્ચ: ₹1695.54 કરોડ

🌍 વિસ્તાર: 1,327 એકર

🇮🇳 “5F” Vision for Textiles

🌾 Farm ➝ 🧵 Fibre ➝ 🏭 Factory ➝ 👗 Fashion ➝ 🌍 Foreign

પીએમ-મિત્ર પાર્ક યોજના

  • પીએમ મિત્ર (પ્રધાનમંત્રી મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ રિજન એન્ડ એપેરલ)
  • શરૂઆત: 21 ઓક્ટોબર, 2021
  • હેતુ: 2026-27 સુધીમાં ₹4,445 કરોડના કુલ ખર્ચ સાથે સાત મેગા ટેક્સટાઈલ પાર્ક સ્થાપિત કરવાનો છે.
    • તમિલનાડુ (વિરુધુનગર), તેલંગાણા (વારંગલ), ગુજરાત (નવસારી), કર્ણાટક (કાલબુર્ગી), મધ્યપ્રદેશ (ધાર), ઉત્તર પ્રદેશ (લખનૌ) અને મહારાષ્ટ્ર (અમરાવતી)

Also Read: 12 May 2026 Current Affairs

દુર્લભ હંટાવાયરસના શંકાસ્પદ પ્રકોપથી Cape Verde (પશ્ચિમ આફ્રિકામાં એક ટાપુ રાષ્ટ્ર)ના કિનારે Dutch ક્રુઝ જહાજ MV Hondius પર આશરે 150 લોકો ફસાયા છે.

  • ચેપગ્રસ્ત ઉંદરો તેમના પેશાબ, મળ અને લાળ દ્વારા વાયરસ ફેલાવે છે.
    • તેઓ સામાન્ય રીતે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતા નથી, જોકે Andes વાયરસ જેવી ચોક્કસ જાતો દ્વારા માનવથી માનવમાં ટ્રાન્સમિશનના દુર્લભ કિસ્સાઓ નોંધાયા છે.
  • હંટાવાયરસના અલગ-અલગ પ્રકારો વિશ્વના વિવિધ પ્રદેશોમાં જોવા મળે છે. દરેક પ્રકાર સામાન્ય રીતે એક ખાસ પ્રકારના ઉંદર દ્વારા ફેલાય છે.
  • સૌથી સામાન્ય હંટાવાયરસ, જે HPS (Hantavirus Pulmonary Syndrome) છે, તે મુખ્યત્વે હરણ ઉંદર (Deer Mouse) દ્વારા ફેલાય છે.
  • હંટાવાયરસથી થતો બીજો રોગ HFRS (Hemorrhagic Fever with Renal Syndrome) છે, જે ખાસ કરીને યુરોપ અને એશિયામાં વધુ જોવા મળે છે.
  • હંટાવાયરસનો વધારે જોખમ એવા લોકોને હોય છે, જે ઉંદરો વધુ હોય તેવા વિસ્તારોમાં રહે છે અથવા કામ કરે છે.
    • આમાં ખાસ કરીને:
      • ખેડૂતો
      • બાંધકામ કામદારો
      • જૂના અથવા બંધ મકાનો સાફ કરતા લોકો
      • ગોડાઉન અથવા સ્ટોરરૂમમાં કામ કરતા લોકો વગેરેનો સમાવેશ થાય છે.
  • લક્ષણો (Symptoms)
    • પ્રારંભિક લક્ષણો
      • ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે, જેમ કે:
      • તાવ
      • શરદી
      • સ્નાયુઓમાં દુખાવો
      • થાક
      • માથાનો દુખાવો
      • પેટમાં દુખાવો
    • ગંભીર તબક્કો (Advance Stage): ફેફસાંમાં પ્રવાહી ભરાઈ જતાં શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં જકડાઈ જવાની સમસ્યા થાય છે.
  • મૃત્યુદર: શ્વસન સંબંધિત ગંભીર લક્ષણો ધરાવતા લગભગ 38% લોકોનું મૃત્યુ થઈ શકે છે.
  • સારવાર: HPS માટે હાલમાં કોઈ ચોક્કસ ઈલાજ અથવા સારવાર ઉપલબ્ધ નથી.
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતમાં 165 વિશિષ્ટ લેબ્સનું નેટવર્ક સક્રિય કર્યું. આ લેબોરેટરીઓ RT-PCR ટેકનોલોજી દ્વારા વાયરસની સચોટ ઓળખ માટે સક્ષમ છે.

Gujarati Current Affairs MCQs 13 May 2026

Practice exam-oriented MCQs and improve your preparation for GPSC (Class 1/2 & 3), UPSC, and other competitive exams.

Q1. નીચેના વિધાનો પર વિચાર કરો:
  1. VB-GRAM-G Act, 2025 એ MGNREGA ને બદલવા માટે રજૂ કરવામાં આવ્યો છે.
  2. આ કાયદા હેઠળ ગ્રામિણ પરિવારોને 125 દિવસનું રોજગાર ગેરંટી આપવામાં આવે છે.

ઉપરોક્ત પૈકી કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

✅ Correct Answer: 1 અને 2 બંને
Q2. “5F” વિઝનમાં નીચેમાંથી શાનો સમાવેશ થતો નથી?
✅ Correct Answer: Finance
Q3. હંટાવાયરસથી થતો HFRS રોગ મુખ્યત્વે કયા પ્રદેશોમાં જોવા મળે છે?
✅ Correct Answer: યુરોપ અને એશિયા
⚡ Today’s Current Affairs in Gujarati 13 May 2026
7 – 10 મે, 2026 દરમિયાન નવી દિલ્હી ખાતે ભારતીય વાયુસેના દ્વારા 88 કલાકની “ઓપરેશન સિંદૂર સ્મારક દોડ”નું આયોજન કરવામાં આવ્યું.
ભારત 11 – 17 મે દરમિયાન 1982 (44 વર્ષ) પછી પ્રથમ વખત ગાંધીનગર ખાતે “Asian Weightlifting Championships 2026”નું આયોજન કરશે.
11 મે, 2026ના રોજ ભારતની કોમલ કોહરે મહિલાઓની 48kg કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.
ભારતે Multiple Independently Targetable Re-entry Vehicle (MIRV) ટેકનોલોજી સાથે અદ્યતન અગ્નિ મિસાઇલ વેરિઅન્ટનું પરીક્ષણ કર્યું.
કુલજીત કૌર મરહાસ 2026 માટે “Fellow of The Meteoritical Society” તરીકે ચૂંટાનારી પ્રથમ ભારતીય મહિલા બન્યા.
‘Archaeological Survey of India’એ હજાર સ્તંભ મંદિરના કલ્યાણ મંડપમનું પુનઃનિર્માણ પૂર્ણ કર્યું.
હજાર સ્તંભ મંદિરને રુદ્રેશ્વર સ્વામી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તેલંગાણાના હનમકોંડામાં 12મી સદીનું હિન્દુ મંદિર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં 150 કરોડના ખર્ચે વિકસિત “સરદારધામ છાત્રાલય”નું ઉદ્ઘાટન કર્યું.
14 મે, 2026ના રોજ 79માં Cannes Film Festival માં ગુજરાતી ફિલ્મ “લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે”નું પ્રીમિયર યોજાશે.

Stay connected with Gyangoshthi for Daily Current Affairs in Gujarati, Current Affairs Quiz Gujarati, MCQs, PDFs and exam-oriented study materials updated daily.

Leave a Comment

error: Content is protected !!