Daily Current Affairs in Gujarati 11 May 2026 for GPSC & UPSC

Gyangoshthi is your daily learning partner for GPSC, UPSC, and other competitive exams. Get Daily Current Affairs, MCQs, Quizzes, PDFs, Government Job Updates, and exam-oriented study materials in simple Gujarati language to boost your preparation and stay ahead in every exam.

If you are preparing for competitive exams like GPSC (Class 1/2 & 3), UPSC, and other competitive exams, then reading daily current affairs in Gujarati is essential. Here are the important current affairs for 11 May 2026, explained in simple Gujarati language for better understanding.

Daily Current Affairs in Gujarati – 11 May 2026 is specially prepared for students preparing for competitive exams like GPSC, UPSC, and other government exams. In this article, you will get important national, international, Gujarat, economy, science, sports, and award-related current affairs in easy Gujarati language. This post also includes important MCQs, one-liner revision points, and PDF notes to help students revise quickly and improve exam preparation. Stay connected with Gyangoshthi for daily exam-oriented current affairs updates in Gujarati.

➤ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ (National Technology Day)

  • ભારતમાં દર વર્ષે 11 મેના રોજ “રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ” ઉજવવામાં આવે છે.
  • આ દિવસ 11 મે, 1998ના ઓપરેશન શક્તિ હેઠળ થયેલા ‘પોખરણ-II પરમાણુ પરીક્ષણો’ની યાદમાં ઉજવવામાં આવે છે.
  • 11 મે, 1998ના રોજ ભારતે સફળતાપૂર્વક ત્રણ પરમાણુ પરીક્ષણો કર્યા હતા.
    • ત્યારબાદ વધુ બે પરીક્ષણો સાથે ભારત પરમાણુ શક્તિસંપન્ન રાષ્ટ્ર બન્યું.
    • એ જ દિવસે સ્વદેશી હંસા-૩ એરક્રાફ્ટનું સફળ પરીક્ષણ પણ થયું હતું.
  • સત્તાવાર જાહેરાત: 1999માં વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા
  • હેતુ: વિજ્ઞાન, ટેકનોલોજી, AI, અવકાશ વિજ્ઞાન અને ડિજિટલ વિકાસ દ્વારા સમાજના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગરના GIFT સિટી ખાતે “India Aircraft Leasing and Financing Summit (IALFS 2.0)”નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
    • આયોજન: Ministry of Civil Aviation, International Financial Services Centres Authority અને Federation of Indian Chambers of Commerce & Industry દ્વારા.
    • IALFS 2.0 ની અધ્યક્ષતા કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુ, MoCA દ્વારા કરવામાં આવી હતી.
    • મુખ્ય લક્ષ્ય:
      • ભારત 2035 સુધીમાં વિશ્વના ત્રીજા સૌથી મોટા નાગરિક ઉડ્ડયન બજાર તરીકે ઉભરી આવશે, જેમાં અંદાજે 2,250 વિમાનોનો કાફલો થવાનો અંદાજ વ્યક્ત કર્યો.
      • Seaplane કામગીરી ટૂંક સમયમાં કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં શરૂ થશે.
      • KPMG, MoCA અને FICCI દ્વારા “Advancing the aircraft leasing ecosystem in India – From reforms to powering future growth” નામનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો.
      • IFSCA, FICCI, Air India, IndiGo, Star Air, Bank of India અને Akasa Air વચ્ચે ઘણા વિવધ MoUs પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
  • 1 – 2 જૂન, 2026 દરમિયાન નવી દિલ્હીમાં “International Big Cat Alliance Summit 2026”નું આયોજન કરવામાં આવશે.
    • Theme: Big Cats, Save Humanity, Save Ecosystem
    • IBCA ની શરૂઆત “Project Tiger”ના 50 વર્ષ નિમિત્તે 2023માં કરવામાં આવી હતી.
      • સ્થાન: મૈસૂર, કર્ણાટક (Bandipur National Park)
    • વર્તમાન સભ્યો: 27+ દેશો (ઓગસ્ટ 2025 સુધી)
    • લક્ષ્ય દેશો: 95-97 Big Cat Range Countries
    • Seven Big Cat Species Covered by IBCA
      • Tiger
      • Lion
      • Leopard
      • Snow Leopard
      • Cheetah
      • Jaguar
      • Puma
    • મુખ્ય મથક: નવી દિલ્હી
    • ભારતે પ્રારંભિક બજેટ સહાય તરીકે ₹150 કરોડ (2023-24 થી 2027-28) પ્રતિબદ્ધ કર્યા છે.
    • સમિટમાં “Delhi Declaration” થવાની સંભાવના છે, જે Big Cat Conservation માટે વૈશ્વિક માળખું તૈયાર કરશે.
    • Conservation Status of Big Cats
      • Vulnerable: Lion, Cheetah, Snow Leopard, Leopard
      • Near Threatened: Jaguar
      • Least Concern: Puma
    • Legal Protection in India
      • ભારતમાં જોવા મળતી પાંચ મોટી બિલાડીની પ્રજાતિઓ Wildlife (Protection) Act, 1972 – Schedules I & IV હેઠળ સૂચિબદ્ધ છે.

Read More Details: Click Here

  • શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાર શ્રમ સંહિતા કાર્યરત કરવા માટે અંતિમ કેન્દ્રીય નિયમોને સૂચિત કરવામાં આવ્યા.
    • મૂળભૂત પગાર, મોંઘવારી ભથ્થું અને જાળવણી ભથ્થું કુલ મહેનતાણું (CTC)ના ઓછામાં ઓછા 50% હોવા જોઈએ. લઘુત્તમ વેતનની ગણતરી માટે નિશ્ચિત સૂત્ર દૂર કરવામાં આવ્યું હતું.
    • કામના કલાકો દર અઠવાડિયે 48 કલાક સુધી મર્યાદિત કરવામાં આવ્યા છે, જેમાં 4-દિવસના કાર્ય સપ્તાહને સરળ બનાવવા માટે દૈનિક કલાકો 12 કલાક સુધી વધારવાની શક્યતા છે.
    • મહિલાઓ તેમની સંમતિથી સાંજે 7 થી સવારે 6 વાગ્યા સુધી કામ કરી શકે છે.
    • 20 કે તેથી વધુ કામદારો ધરાવતી સંસ્થાઓએ નોકરીદાતાઓ અને કામદારોના સમાન પ્રતિનિધિત્વ ધરાવતી ‘Grievance Redressal Committee’ની રચના કરવી જોઈએ.
    • પ્લેટફોર્મ એગ્રીગેટર્સે ચૂકવણીના 5% ની મર્યાદા સાથે, સામાજિક સુરક્ષા ભંડોળમાં ટર્નઓવરના 1-2% યોગદાન આપવું જોઈએ. રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા બોર્ડ ગિગ અને પ્લેટફોર્મ કામદારો માટે કલ્યાણનું સંચાલન કરશે.
    • દરેક નોકરીદાતાએ જોડાવા પર બધા કામદારોને લેખિત નિમણૂક પત્ર જારી કરવો જોઈએ.
    • 16 વર્ષ કે તેથી વધુ ઉંમરના અસંગઠિત કામદારોએ સામાજિક સુરક્ષા લાભો મેળવવા માટે આધાર કાર્ડ દ્વારા નોંધણી કરાવવી આવશ્યક છે.

Also Read: 10 May 2026 Current Affairs

Gujarati Current Affairs MCQs 11 May 2026

Practice exam-oriented MCQs and improve your preparation for GPSC (Class 1/2 & 3), UPSC, and other competitive exams.

Q1. નીચેના નિવેદનો પર વિચાર કરો:
  1. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ દર વર્ષે 11 મેના રોજ ઉજવાય છે.
  2. આ દિવસ પોખરણ-II પરમાણુ પરીક્ષણોની યાદમાં ઉજવાય છે.
  3. પોખરણ-II પરીક્ષણ 1989માં થયું હતું.

ઉપરોક્ત પૈકી કયા નિવેદન/નિવેદનો સાચા છે?

✅ Correct Answer: ફકત 1 અને 2
Q2. નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
  1. IALFS 2.0 મુંબઈમાં યોજાઈ હતી.
  2. ભારત 2035 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું Civil Aviation Market બનવાનું લક્ષ્ય ધરાવે છે.
  3. લક્ષદ્વીપમાં Seaplane સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ઉપરોક્ત પૈકી કયા નિવેદન/નિવેદનો સાચા છે?

✅ Correct Answer: ફકત 2 અને 3
Q3. IBCA મુખ્યત્વે કેટલા Big Cats ના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે?
✅ Correct Answer: 7
Q4. નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
  1. નવા Labour Rules મુજબ Basic Salary, DA અને Retaining Allowance મળીને કુલ CTC ના ઓછામાં ઓછા 50% હોવા જોઈએ.
  2. નવા નિયમો મુજબ પ્રતિ સપ્તાહ કામના કલાકોની મર્યાદા 60 કલાક નક્કી કરવામાં આવી છે.
  3. મહિલાઓ તેમની સંમતિથી સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કામ કરી શકે છે.
  4. 20 અથવા વધુ કામદારો ધરાવતી સંસ્થામાં Grievance Redressal Committee બનાવવી ફરજિયાત છે.

ઉપરોક્ત પૈકી કયા નિવેદન/નિવેદનો સાચા છે?

✅ Correct Answer: ફકત 1, 3 અને 4
⚡ Today’s Current Affairs in Gujarati 11 May 2026
ભારત સરકારે લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણીને 3rd “Chief of Defence Staff” અને વાઈસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનને 27th “Chief of the Naval Staff” તરીકે નિયુક્ત કર્યા.
CSIR-CRRI અને BPCL એ ભારતનું પ્રથમ Plastic Waste Geocell ‘Phoenix’ વિકસાવ્યું.
અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતા ‘Sardar Patel Cooperative Dairy Federation Limited’ના પ્રથમ ચેરમેન અને સંગ્રામ ચૌધરી વાઈસ-ચેરમેન તરીકે ચૂંટાયા.
ભારતના પેડમેન તરીકે જાણીતા અરુણાચલમ મુરુગનાથમને “Nobel Peace Prize 2026” માટે નામાંકિત કરવામાં આવ્યા.
11 મે 2026ના રોજ સોમનાથ મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થયા.
જસ્ટિસ સૂર્યકાંત દ્વારા સિક્કિમને સંપૂર્ણપણે “India’s First Paperless Judiciary State” જાહેર કરવામાં આવ્યું.

Stay connected with Gyangoshthi for Daily Current Affairs in Gujarati, Current Affairs Quiz Gujarati, MCQs, PDFs and exam-oriented study materials updated daily.

Leave a Comment

error: Content is protected !!