Daily Current Affairs 01 January 2025

  • 01 January 2025
    1. Global Family Day
      • દર વર્ષે 1 જાન્યુઆરીના રોજ Global Family Day ઉજવવામાં આવે છે.
      • આ દિવસની ઉજવણીની જાહેરાત 1997માં United Nations General Assembly દ્વારા કરવામાં આવી હતી.
      • સૌપ્રથમ ઉજવણી: 1 જાન્યુઆરી, 2000
      • Steve Diamond અને Robert Alan Silverstein દ્વારા લખાયેલ પુસ્તક “One Day in Peace”થી આ દિવસનો વિચાર પ્રેરિત થયો હતો.
    2. DRDO સ્થાપના દિવસ (DRDO Foundation Day)
      • 2025માં Defence Research and Development Organisation (DRDO)ના 67મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
      • 01 જાન્યુઆરી, 1958ના રોજ DRDOની સ્થાપના કરવામાં આવી હતી.
  • 01 January
    • 01 January 1995: વિશ્વ વ્યાપાર સંગઠન (WTO – World Trade Organization)ની સ્થાપના થઈ હતી.

Daily Current Affairs 01 January 2025

Kamya Karthikeyan

કામ્યા કાર્તિકેયન

  • મુંબઈની નેવી ચિલ્ડ્રન સ્કૂલની 12મા ધોરણમાં અભ્યાસ કરતી કામ્યા કાર્તિકેયને સૌથી નાની ઉંમરે સાત સૌથી ઊંચા શિખરો સર કરીને ઈતિહાસ રચ્યો છે.
  • 17 વર્ષીય કામ્યા કાર્તિકેયન 24 ડિસેમ્બરના રોજ તેના પિતા કમાન્ડર એસ. કાર્તિકેયન સાથે એન્ટાર્કટિકામાં માઉન્ટ વિન્સનની ટોચ પર પહોંચી હતી.

  • કામ્યાના રેકોર્ડ-બ્રેકિંગ કાર્યોમાં આફ્રિકામાં માઉન્ટ કિલિમંજારો, યુરોપમાં માઉન્ટ એલ્બ્રસ, ઓસ્ટ્રેલિયામાં માઉન્ટ કોસિયસઝ્કો, દક્ષિણ અમેરિકામાં માઉન્ટ એકોનકાગુઆ, ઉત્તર અમેરિકામાં માઉન્ટ ડેનાલી અને એશિયામાં માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાનું સામેલ છે, જે તેને માત્ર 16 વર્ષની ઉંમરમાં સર કરી લીધા હતા.

CPGRAMS દ્વારા 2022-204 દરમિયાન 70 લાખથી વધુ ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું છે, જેનાથી ભારતમાં વધુ પ્રતિભાવશીલ અને અસરકારક શાસન પ્રણાલીમાં ફાળો મળ્યો છે.

Centralized Public Grievance Redress and Monitoring System
Centralized Public Grievance Redress and Monitoring System

CPGRAMS

  • CPGRAMS એ નાગરિકો માટે સેવા વિતરણ સંબંધિત કોઈપણ વિષય પર જાહેર અધિકારીઓ સમક્ષ તેમની ફરિયાદો નોંધાવવા માટેનું 24*7 ઓનલાઈન પ્લેટફોર્મ છે.
  • શરૂઆત: 2007માં
  • Department of Administrative Reforms and Public Grievances, Ministry of Personnel અને Public Grievances & Pensions દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવે છે.
  • તે 92 કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો અને સંગઠનોને 36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે જોડે છે.
    • 73,000 થી વધુ સક્રિય ગૌણ વપરાશકર્તાઓ
    • 96,295 રજીસ્ટર સંસ્થાઓ
  • નાગરિક વેબ પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશન અથવા ઉમંગ એપ્લિકેશન દ્વારા ફરિયાદો નોંધાવી શકે છે.
  • દરેક ફરિયાદને એક યુનિક રજીસ્ટ્રેશન ID મળે છે, જે વપરાશકર્તાઓને તેની પ્રગતિને ટ્રેક કરવાની મંજૂરી આપે છે.
  • My Grievance App ફરિયાદો દાખલ કરવા અને ટ્રેક કરવા માટે એક સ્વતંત્ર પ્લેટફોર્મ તરીકે કામ કરે છે.
  • ફરિયાદ નિવારણ ટાઈમલાઈન – 21 દિવસ.
  • જો કોઈ નાગરિક નિરાકરણથી અસંતુષ્ટ હોય, તો તેઓ ફરિયાદ બંધ થયા પછી અપીલ દાખલ કરે છે.
  • ફરિયાદ તરીકે ન ગણાતા મુદ્દાઓ
    • માહિતી અધિકાર (RTI – Right to Information) મુદ્દાઓ
    • કોર્ટ સંબંધિત / સબજ્યુડિસ બાબતો
    • ધાર્મિક બાબતો
    • સૂચનો
    • સરકારી કર્મચારીઓની સેવા બાબતો

10-Step Reforms

  • Integrated Platform
  • Whole of Government Approach
  • Nodal Officers
  • Feedback Call Centre
  • Grievance Cells
  • Grievance Redressal Assessment Index
  • Reduced Timelines
  • Training and Capacity Building
  • Escalation Process
  • Regular Review

Initiatives

  • 4th Sushasan Saptah & Prashasan Gaon ki Ore Campaign: તેનો ઉદ્દેશ્ય જાહેર ફરિયાદોનું નિરાકરણ અને સેવા વિતરણમાં સુધારો કરવાનો છે.
    • સેવા વિતરણ – 2.9 કરોડ અરજીઓનો નિકાલ
    • રાજ્ય પોર્ટલ – 14 લાખ ફરિયાદોનું નિરાકરણ
    • CPGRAMS – 3.4 લાખ ફરિયાદોનું નિરાકરણ
  • NextGen CPGRAMS: CPGRAMS 7.0 પર નિર્માણ, WhatsApp/ચેટબોટ દ્વારા ફરિયાદ ફાઈલિંગ, વોઈસ-ટુ-ટેક્સ્ટ લોજિંગ, ઈન્સ્ટન્ટ એલર્ટ અને ઓટો-એસ્કેલેશન જેવી સુવિધાઓ પ્રદાન કરે છે.
    • તે 1 જુલાઈ 2025ના રોજ શરૂ થવાનું છે.

તાજેતરમાં વિશ્વ બેંકે Ease of Doing Business Reportને બદલવા માટે Business Ready (B-READY) Report 2024 લોન્ચ કર્યો.

B-Ready Report વિશે

  • ઉદ્દેશ્ય
    • વ્યવસાયિક વાતાવરણનું વ્યાપક મૂલ્યાંકન પૂરું પાડવું.
    • કંપનીઓ માટે નિયમનકારી માળખા, જાહેર સેવાઓ અને તેમની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવું.
    • ખાનગી ક્ષેત્રના વિકાસને ટેકો આપવો અને વૈશ્વિક સ્તરે ઈન્વેસ્ટમેન્ટ ક્લાઈમેટમાં સુધારો કરવો.
  • મુખ્ય વિશેષતાઓ: કંપનીના જીવનચક્રના 10 ક્ષેત્રોને આવરી લે છે, જેમાં બિઝનેસ એન્ટ્રી, લેબર રેગ્યુલેશન્સ અને ઈન્ટરનેશનલ ટ્રેડનો સમાવેશ થાય છે.
  • વ્યવસાયિક પ્રવૃત્તિઓ શરૂ કરવા, ચલાવવા અને બંધ કરવા અથવા પુનર્ગઠન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
Business Ready Report 2024
  • Three Pillars of Assessment
    • Regulatory Framework
    • Public Services
    • Operational Efficiency
  • Key Themes of B-READY
    • Digital Adoption: સરકાર અને વ્યવસાયિક કામગીરીમાં ડિજિટલ એકીકરણના સ્તરનું મૂલ્યાંકન કરે છે. તે વ્યવસાયિક વાતાવરણને વધારવા માટે ટેકનોલોજીના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
    • Environmental Sustainability: વ્યવસાયિક કામગીરીને અસર કરતી નિયમનકારી જોગવાઈઓનું મૂલ્યાંકન ટકાઉપણાને પ્રાથમિકતા તરીકે કરે છે. તે પર્યાવરણીય રીતે જવાબદાર પ્રથાઓ અને નીતિઓને પ્રકાશિત કરે છે.
      • Gender Inclusivity: લિંગ-વિભાજિત ડેટાના સંગ્રહ અને ઉપયોગની સમીક્ષા કરે છે અને લિંગ-સંવેદનશીલ નિયમો અને કાર્યક્રમોના અમલીકરણની તપાસ કરે છે.
  • ભારત 2026માં B-READY રેન્કિંગમાં જોડાશે.

રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન (NMCG – National Mission for Clean Ganga)ની 59મી Executive Committee (EC) બેઠકમાં, અનેક રાજ્યોમાં ગંગાના પુનર્જીવન (Rejuvenation) માટે ₹794 કરોડના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.

Key Projects Approved

  • ઉત્તર પ્રદેશ: ચંદૌલી (45 MLD) અને માણિકપુર (15 KLD) માં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) માટે ₹272 કરોડ મંજૂર, લાંબા ગાળાના O&M સાથે સૌર ઉર્જા અને પર્યાવરણને અનુકૂળ કચરા વ્યવસ્થાપનને સંકલિત.
  • બિહાર અને પશ્ચિમ બંગાળ: બક્સર (50 MLD STP, સીવેજ નેટવર્ક) અને ઉત્તરપરા-કોટરુંગ (22 KLD ટ્રીટમેન્ટ પ્લાન્ટ) માટે ₹265 કરોડ મંજૂર, અદ્યતન મોડેલો અને માળખાગત સુવિધાઓ દ્વારા ટકાઉ કામગીરી સુનિશ્ચિત કરવી.

NMCG વિશે

  • જળ શક્તિ મંત્રાલય હેઠળ 2011માં રચાયેલ, NMCG રાષ્ટ્રીય ગંગા પરિષદની કાર્યકારી શાખા તરીકે કાર્ય કરે છે.
  • ઉદ્દેશ્ય: નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ પ્રદૂષણને સંબોધિત કરીને, ટકાઉ નદી બેસિન વ્યવસ્થાપન સુનિશ્ચિત કરીને અને તેના સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ કરીને ગંગા નદીને પુનર્જીવિત કરવી.
  • માળખું અને સભ્યો:
    • ડાયરેક્ટર-જનરલ: મિશનનું નેતૃત્વ કરે છે અને બધી પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરે છે.
    • એક્ઝિક્યુટિવ કમિટી (EC): મુખ્ય નિર્ણય લેતી સંસ્થા, જેમાં કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારો અને ટેકનિકલ નિષ્ણાતોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

One-Liner Current Affairs

  • પ્રધાનમંત્રી દ્વારા ‘મન કી બાત’ કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી કે ભારત 2025માં ગોવામાં પ્રથમ વખત વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES)નું આયોજન કરશે.
    • Ministry of Information and Broadcasting, Government of India અને Goa government દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવશે.
    • તે એક વૈશ્વિક પ્લેટફોર્મ છે, જેનો હેતુ મીડિયા અને મનોરંજન ઉદ્યોગ (Entertainment Industry)માં સંવાદ, વેપાર સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે.
  • ઉત્તર પ્રદેશ કેડરના 1993 બેચના IPS અધિકારી વિતુલ કુમારને 31 ડિસેમ્બર, 2024ના રોજ અનિશ દયાલ સિંહની નિવૃત્તિ બાદ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કાર્યકારી ડિરેક્ટર જનરલ (DG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • DBS બેંક ઈન્ડિયાના ઈન્સ્ટિટ્યૂશનલ બેંકિંગ ગ્રુપના વર્તમાન વડા રજત વર્માને DBS બેંક ઈન્ડિયાના નવા CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે 1 માર્ચ, 2025થી અમલમાં આવશે.
    • 2015થી પદ સંભાળી રહેલ સુરોજિત શોમની નિવૃત્તિ બાદ આ પદ સંભાળશે.
  • કેરળ ટીમે ચંદીગઢને 34-31થી હરાવીને સિનિયર નેશનલ મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
  • ભારતીય મોટરસ્પોર્ટમાં “Drag King” તરીકે જાણીતા હેમંત મુદ્દપ્પાએ Madras International Circuit (MIC) ખાતે MMSC FMSCI ઈન્ડિયન નેશનલ મોટરસાઈકલ ડ્રેગ રેસિંગ ચેમ્પિયનશિપના અંતિમ રાઉન્ડમાં ટ્રિપલ ક્રાઉન જીતીને અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે.
  • ગુજરાતનો સૌથી મોટો જંગલ સફારી પાર્ક અને બાયોડાયવર્સિટી પાર્ક અમદાવાદના ગ્યાસપુરમાં બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સફારી પાર્ક કરતા પણ મોટું હશે.
    • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગ્યાસપુર ખાતે 500 એકરમાં દેશનો બીજો સૌથી મોટો કૃત્રિમ જંગલ સફારી પાર્ક વિકસાવવાનું આયોજન કરી રહી છે.
  • દક્ષિણ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પ્રવેશ મેળવનાર સૌપ્રથમ ટીમ બની.
    • 2021માં WTCની પ્રથમ સીઝનની ફાઈનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડમાં ન્યૂઝીલેન્ડ જીત્યું હતું.
    • 2023ની બીજી સીઝનમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.
  • ગુજરાતીઓની પ્રતિષ્ઠિત સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખપદ માટેની ચૂંટણીમાં રાજસ્થાનના કોટામાં રહેતા ગોરધનભાઈ ધૂળાભાઈ પટેલનો વિજય થયો છે.

Leave a Comment

error: Content is protected !!