પ્રવાસન મંત્રાલય (Ministry of Tourism – MoT) દ્વારા 2009માં ‘Hunar Se Rozgar Tak Scheme’ (રોજગાર માટે કૌશલ્ય) નામની આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના પ્રમાણમાં ઓછી જાણીતી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય શાળા છોડી દેનારાઓ માટે રોજગાર અથવા સ્વ-રોજગાર માટે તાલીમ પૂરી પાડવાનો છે. તે અંદાજે ₹30 કરોડના વાર્ષિક બજેટ સાથે કાર્ય કરે છે.
Table of Contents
Hunar Se Rozgar Tak Scheme (હુનર સે રોજગાર તક)
- ‘હુનર સે રોજગાર તક’ આ યોજનાનો હેતુ 18-28 વર્ષની વયના બિન-સાક્ષર, અર્ધ-સાક્ષર અને શિક્ષિત બેરોજગાર યુવાનોને તેમનું કૌશલ્ય અને રોજગાર ક્ષમતા વધારવા માટે ટૂંકા ગાળાની વ્યાવસાયિક તાલીમ આપવાનું છે.
- આ કાર્યક્રમ હેઠળ 6-8 અઠવાડિયાના સમય મર્યાદામાં મફત તાલીમ આપવામાં આવે છે. જેમાં નિષ્ણાંત સંસ્થાઓની પસંદગી કરવામાં આવે છે.
- આ રોજગાર કાર્યક્રમની શરૂઆત 2009માં કરવામાં આવી હતી.
- હાલમાં મુખ્યત્વે આ યોજના ઉત્તરીય રાજ્યો (Northern States)ના લોકોને આકર્ષિત કરે છે.
Analysis of Hunar Se Rozgar Tak Scheme
- Strengths
- આ યોજનાની strength તેનું fancy નામ અને આ યોજનાનો સાર અને સિદ્ધાંત છે. આ નામ યુવાનોમાં તેના પ્રત્યે ઘણો રસ દર્શાવે છે.
- યોજનાના મુખ્ય સિદ્ધાંતો: આ યોજનાનો મુખ્ય સિદ્ધાંત ઓછા શિક્ષિત યુવાનોને વ્યવસાયિક તાલીમ અને રોજગારીની તકો પૂરી પાડવાનો છે.
- Weakness
- આ યોજના અમલદારશાહી વિલંભ (bureaucratic delays) અને સરકાર તેમ જ ખાનગી સંસ્થાઓ બંને તરફથી થતો વિલંભ પ્રગતિને અવરોધે છે.
- Stakeholders એ ઓનલાઈન પોર્ટલ દ્વારા પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવી જોઈએ.
- યોગ્ય પ્રચાર અને જાગૃતિ કાર્યક્રમોના સ્વરૂપમાં માહિતી (Information), શિક્ષણ (Education) અને સંચાર (Communication – IEC) પ્રવૃત્તિઓને વધારવાની જરૂર છે.
- IEC mechanismને વેગ આપવા માટે ભારતીય ભાષાના મીડિયાનો વ્યાપકપણે ઉપયોગ કરવાની જરૂર છે.
- ઘણી સંસ્થાઓ રસ દાખવતી નથી, કારણ કે વિવિધ ચેકપોઈન્ટને જોતાં માર્ગદર્શિકા એવી રીતે બનાવવામાં આવી છે કે યોજનાનો અમલ માત્ર સરકારી સંસ્થાઓ જેવી કે Tourist Management Institutes, Hotel Management Institutes અને અન્ય સમાન સંસ્થાઓમાં જ શક્ય છે.
- તાજેતરમાં યોજનાની માર્ગદર્શિકામાં તાલીમના અમલીકરણ પછી જ ચુકવણી કરવાની મંજૂરી આપવા માટે સુધારો કરવામાં આવ્યો છે.
- ચુકવણી પદ્ધતિના બે તબક્કા છે. 80% તાલીમ પૂર્ણ થયા પછી અને પૂર્ણતા પ્રમાણપત્રોના વિતરણ પર અને બાકીના 20% યુવાનોને રોજગાર/સ્વ-રોજગારની જોગવાઈ પર ચૂકવવામાં આવે છે.
Hunar Se Rozgar Tak Course
આ યોજના હેઠળ આપતા તમામ coursesની માહિતી અને તાલીમનો સમયગાળો નીચે આપેલ છે. આ કાર્યક્રમમાં આવતા તમામ course માં 6 weeks – 8 weeks સુધી યુવાનોને તાલીમ આપવામાં આવે છે. જે યુવાનો પોતાનો અભ્યાસ કોઈ કારણોસર પૂર્ણ ન કરી શક્યા હોય તેવા યુવાનો આ યોજનાનો લાભ લઈને તાલીમ મેળવી શકે છે અને રોજગાર પ્રાપ્ત કરી શકે છે. તાલીમ મેળવવા માટે વયમર્યાદા 18 – 28 વર્ષ છે.
Course | Duration |
Food Production | 8 Weeks |
Bakery & Confectionery | 8 Weeks |
F & B Service (Food and Beverage) | 6 Weeks |
Enterprenuer Development Programme | 6 Weeks |
Village Tourism | 6 Weeks |
Skill Testing Certification Course
Course | Duration |
Multi Cuisine Cook | 700 Hours |
Front office Associate | 540 Hours |
F & B Service -Steward | 500 Hours |
Room Attendant | 500 Hours |
Craft Baker | 200 Hours |
Revised Guidelines for the Hospitality Training Courses for HRST
Relevance For Prelims
Hunar se Rozgar Tak Scheme, India Skills Report 2024 And Skill Development In India, The Skill Requirements In The Job.
Relevance For Mains
Significance of Hunar se Rozgar Tak Scheme in tapping India’s tourism potential.