Daily Current Affairs 26-31 January 2025

  • 26 January 2025
    1. પ્રજાસત્તાક દિવસ (Republic Day)
      • દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ (Republic Day) ઉજવવામાં આવે છે.
      • 26 જાન્યુઆરી, 1950ના ભારતના બંધારણ (Constitution of India)ને અપનાવવામાં આવ્યું હતું.
      • આ વર્ષે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
      • 2025 થીમ: “Swarnim Bharat: Virasat aur Vikas” (Golden India: Heritage and Development)
    2. International Customs Day
      • દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ International Customs Day ઉજવવામાં આવે છે.
      • 1953માં Customs Corporation Council (CCC)એ 26 જાન્યુઆરીને International Customs Day તરીકે ઉજવવાની પુષ્ટિ કરી હતી. આ સત્રનું ઉદઘાટન બેલ્જિયમના બ્રસેલ્સમાં થયું હતું. તે સત્રમાં 17 યુરોપિયન દેશોના સભ્યોએ હાજરી આપી હતી.
      • 1994માં CCCનું નામ બદલીને World Custom Organization કરવામાં આવ્યું હતું. હાલમાં વિશ્વભરમાં 182 સભ્ય દેશો ધરાવે છે.
      • International Customs Day 2025 થીમ: “Customs Delivering on its Commitment to Efficiency, Security, and Prosperity.”
    3. International Day of Clean Energy
      • જનરલ એસેમ્બલી (ઠરાવ A/77/327) દ્વારા 26 જાન્યુઆરીને International Day of Clean Energy તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
    4. વિશ્વ રક્તપિત્ત દિવસ (World Leprosy Day)
      • દર વર્ષે જાન્યુઆરીના છેલ્લા રવિવાર (26 January, 2025)ના રોજ વિશ્વ રક્તપિત્ત દિવસ મનાવવામાં આવે છે. ભારતમાં તે દર વર્ષે 30 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે.
  • 27 January 2025
    1. International Holocaust Remembrance Day
      • દર વર્ષે 27 જાન્યુઆરીના રોજ હોલોકોસ્ટના પીડિતોની યાદમાં International Holocaust Remembrance Day ઉજવવામાં આવે છે.
  • 28 January 2025
    1. Data Privacy Day
      • દર વર્ષે 28 જાન્યુઆરીના રોજ Data Protection અને Privacy વિશે જાગૃતિ લાવવા માટે Data Privacy Day (યુરોપમાં Data Protection Day તરીકે ઓળખાય છે) ઉજવવામાં આવે છે.
      • Data Privacy Day 2025 થીમ: “Take Control of Your Data”.
    2. લાલા લાજપતરાય જન્મજયંતિ
      • લાલા લાજપતરાયનો જન્મ 28 જાન્યુઆરી, 1865ના રોજ પંજાબના મોગા જિલ્લામાં થયો હતો.
      • 1886માં તેમણે લાહોર ખાતે દયાનંદ એંગ્લો-વૈદિક સ્કૂલ નામની રાષ્ટ્રવાદી શાળાની સ્થાપના કરી હતી.
      • 1921માં લાહોર ખાતે સર્વન્ટ ઓફ ધ પીપલ સોસાયટી નામના સંગઠનની સ્થાપના કરી.
      • તેમણે ઉર્દૂ દૈનિક ‘વંદે માતરમ્’ તથા અંગ્રેજી સાપ્તાહિક ‘પીપલ’ શરૂ કર્યા હતા.
      • મૃત્યુ: 17 નવેમ્બર, 1928
  • 29 January 2025
    1. Indian Newspaper Day
      • ભારત સ્વતંત્રતા પહેલાના યુગમાં પ્રથમ અખબારની રજૂઆતની યાદમાં દર વર્ષે 29 જાન્યુઆરીના રોજ Indian Newspaper Day ઉજવવામાં આવે છે.
      • તેને ‘National Newspaper Day’ તરીકે પણ ઉજવવામાં આવે છે.
      • Indian Newspaper Dayની ઉત્પત્તિ 29 જાન્યુઆરી, 1780માં થઈ હતી, જ્યારે James Augustus Hicky ભારતમાં પ્રથમ પ્રિંટેડ અખબાર ‘Hicky’s Bengal Gazette’ રજૂ કર્યું હતું. કલકત્તા જનરલ એડવર્ટાઇઝર તરીકે પણ ઓળખાય છે, આ સાપ્તાહિક પ્રકાશન બ્રિટિશ રાજ દરમિયાન કોલકાતા (તે સમયે કલકત્તા)માં શરૂ કરવામાં આવ્યું હતું.
      • Indian Newspaper Day 2025 થીમ: “Role of Print Media in the Digital Age”.
  • 30 January 2025
    1. શહીદ દિવસ (Martyrs’ Day)
      • દર વર્ષે મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ 30 જાન્યુઆરીના રોજ શહીદ દિવસ ઉજવવામાં આવે છે.
      • 30 જાન્યુઆરી, 1948ના રોજ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની, બિરલા હાઉસ, દિલ્હીમાં પ્રાર્થના સભામાં જતા સમયે હિંદુ રાષ્ટ્રવાદી નાથુરામ ગોડસે દ્વારા હત્યા કરવામાં આવી હતી.
    2. World Neglected Tropical Diseases Day
      • દર વર્ષે 30 જાન્યુઆરીના રોજ World Neglected Tropical Diseases Day ઉજવવામાં આવે છે.
      • World Health Assembly (WHA)74મી World Health Assembly માં 30 જાન્યુઆરીને World Neglected Tropical Diseases Day તરીકે માન્યતા આપી હતી.
      • આ દિવસ NTDs સામેની લડાઈમાં બે મહત્ત્વપૂર્ણ સીમાચિન્હો યાદ કરે છે: NTDs માટે પ્રથમ WHO રોડમેપ અને 2012 London Declaration on Neglected Tropical Diseases.
      • World Neglected Tropical Diseases Day 2025 થીમ: “Unite, Act, and Eliminate NTDs”.
      • WHO Roadmap for NTDs: Targets the control, elimination, and eradication of NTDs by 2030.
  • 31 January 2025
    1. International Zebra Day
      • દર વર્ષે ઝેબ્રાના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે 31 જાન્યુઆરીના રોજ International Zebra Day ઉજવવામાં આવે છે.
      • ઝેબ્રા પ્રજાતિઓ – તેઓ મૂળ આફ્રિકાના છે, કેન્યા, નામિબિયા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં જોવા મળે છે.
      • Threats – Habitat loss due to climate change and poaching.
      • 3 species & Conservation status
        • Grevy’s zebra – Endangered.
        • Mountain zebra – Vulnerable.
        • Plains zebra – Near-threatened
  • 26 January
    • 26 January 1963: મોરને ‘રાષ્ટ્રીય પક્ષી’ ઘોષિત કરવામાં આવ્યું.
      • વૈજ્ઞાનિક નામ: પાવો ક્રિસ્ટેટસ
  • 27 January
    • 27 January 1880: થોમસ એડિસનને ઈલેક્ટ્રિક લેમ્પ માટે પેટન્ટ આપવામાં આવી હતી.
      • 1878માં એડિસને વીજળીના બલ્બની શોધ કરી હતી.
    • 27 January 1967: નાસાના અવકાશયાત્રીઓ Virgil Grissom, Edward White અને Roger Chaffee Apollo 1 મિશનના પ્રી-લૉન્ચ ટેસ્ટ દરમિયાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.
  • 28 January
    • 28 January 1865: લાલા લાજપત રાયનો જન્મ પંજાબના મોગા જિલ્લાના ધુડિકેમાં થયો હતો.
      • તેઓ ‘શેર પંજાબ’ અથવા ‘પંજાબ કેસરી’ નામથી જાણીતા હતા.
      • તેઓ ‘Garam Dal’ના પ્રમુખ નેતાઓ ‘લાલ-બાલ-પાલ’માંથી એક હતા.
    • 28 January 1950: Old Parliament Building ના Chamber of Princes માં ભારતની સર્વોચ્ચ અદાલતનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
      • હરિલાલ જે. કનિયાએ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની સામે સર્વોચ્ચ અદાલતના પ્રથમ ન્યાયાધીશના તરીકે શપથ લીધી હતી.
  • 29 January
    • 29 January 1996: ફ્રાન્સના રાષ્ટ્રપતિ Jacques Chirac દ્વારા જાહેરાત કરવામાં આવી કે ફ્રાન્સ હવે પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ બંધ કરશે.
  • 30 January
    • 30 January 1948: નવી દિલ્હીના બિરલા હાઉસમાં મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી.
      • આ દિવસને Martyrs’ Day અથવા શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
  • 31 January
    • 31 January 1923: મેજર સોમનાથ શર્માનો જન્મ હિમાચલના કાંગડા જિલ્લામાં થયો હતો.
      • ભારત સરકાર દ્વારા મેજર શર્માને મરણોત્તર દેશના સર્વોચ્ચ લશ્કરી સન્માન ‘પરમવીર ચક્ર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ‘પરમવીર ચક્ર’ના પ્રથમ પ્રાપ્તકર્તા હતા.
    • 31 January 1958: યુનાઈટેડ સ્ટેટ્સ દ્વારા ફ્લોરિડાના કેપ કેનાવેરાલ (Cape Canaveral)થી પ્રથમ ઉપગ્રહ ‘Explorer 1’ લૉન્ચ કરવામાં આવ્યો હતો.

Daily Current Affairs 26-31 January 2025

76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિસ્થિત પદ્મ પુરસ્કારો પ્રાપ્યકર્તાઓની જાહેરાત કરવામાં આવી હતી. 2025 માટે રાષ્ટ્રપતિએ 1 Duo Case સહિત 139 પદ્મ પુરસ્કારો એનાયત કરવાની મંજૂરી આપી છે.

આ યાદીમાં 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. આ વર્ષે એવોર્ડ મેળવનારાોમાં 23 મહિલાઓ છે, 10 પુરસ્કાર મેળવનાર વિદેશી/NRI/PIO/OCI ની શ્રેણીના છે અને 13 મહાનુભાવોને મરણોપરાંત પુરસ્કારો પ્રાપ્ત થયા છે.

હ્યુ અને કોલીન ગેન્ટઝર (મરણોપરાંત)ની 1 જોડીને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

પદ્મ પુરસ્કાર વિશે

  • પદ્મ પુરસ્કારો એ ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંનો એક છે, જેને ત્રણ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવે છે.
    • પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી.
      • પદ્મ વિભૂષણ: અસાધારણ અને વિશિષ્ટ સેવાઓ માટે
      • પદ્મભૂષણ: ઉચ્ચ ક્રમની વિશિષ્ટ સેવાઓ માટે
      • પદ્મશ્રી: કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવાઓ માટે
  • પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિવસ (26મી જાન્યુઆરી)ના રોજ કરવામાં આવે છે.
  • સ્થાપના: 1954
    • 1978, 1979 અને 1993 થી 1997 દરમિયાન પુરસ્કારો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
  • આ પુરસ્કારો કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમત, નાગરિક સેવા જેવાં વિવિધ ક્ષેત્રોમાં આપવામાં આવે છે.

પદ્મ વિભૂષણ 2025ના વિજેતાઓ

પુરસ્કાર વિજેતા ક્ષેત્ર
દુવ્વુર નાગેશ્વર રેડ્ડીચિકિત્સા
જસ્ટિસ (નિવૃત્ત) શ્રી જગદીશસિંહ ખેહરસાર્વજનિક બાબતો
લક્ષ્મીનારાયણ સુબ્રમણ્યમકલા
કુમુદિની રજનીકાંત લાખિયાકલા
એમ. ટી. વાસુદેવન નાયર (મરણોપરાંત)સાહિત્ય અને શિક્ષણ
ઓસામુ સુઝુકી (મરણોપરાંત) – જાપાનવ્યાપાર અને ઉદ્યોગ
શારદા સિંહા (મરણોપરાંત)કલા

ગુજરાતના પદ્મ પુરસ્કાર 2025 વિજેતાઓ

  1. પદ્મ વિભૂષણ
    • કુમુદિની રજનીકાંત લાખિયા – કલા
  2. પદ્મ ભૂષણ
    • પંકજ પટેલ – વ્યાપાર અને ઉદ્યોગ
  3. પદ્મ શ્રી
    • ચંદ્રકાંત શેઠ (મરણોપરાંત) – સાહિત્ય અને શિક્ષણ
    • તુષાર દુર્ગેશભાઈ શુક્લ – સાહિત્ય અને શિક્ષણ
    • ચંદ્રકાંત સોમપુરા – અન્ય-આર્કિટેક્ટ
    • પરમાર લવજીભાઈ નગજીભાઈ – કલા
    • રાતનકુમાર પારિમૂ – કલા
    • સુરેશભાઈ હરિલાલ સોની – સામાજિક કાર્ય
  • કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં પહેલાથી જ નોંધાયેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન યોજના (UPS) લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
  • આ યોજના જૂની પેન્શન યોજના અને NPS બંનેના ઘટકોને જોડે છે, તેનો ઉદ્દેશ્ય નિવૃત્ત કર્મચારીઓને ગેરંટીડ પેન્શન આપવાનો છે.
  • 24 જાન્યુઆરી, 2025ના રોજ જારી કરાયેલા સરકારી જાહેરનામામાં જણાવાયું છે કે આ યોજના 1 એપ્રિલ, 2025થી લાગૂ થશે.
  • યુનિફાઈડ પેન્શન યોજના એવા કેન્દ્રીય કર્મચારીઓને લાગુ પડશે જેઓ પહેલાથી જ નેશનલ પેન્શન સિસ્ટમમાં નોંધાયેલા છે.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે કર્મચારીઓએ ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પૂર્ણ કરવી આવશ્યક છે.
  • જે કર્મચારીઓ ઓછામાં ઓછા 10 વર્ષની લાયકાત સેવા પૂર્ણ કર્યા પછી નિવૃત્ત થાય છે તેમને નિવૃત્તકાળની તારીખથી ખાતરીપૂર્વક ચુકવણી મળશે.
  • 28 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશાની મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ ‘ઉત્કર્ષ ઓડિશા-મેક ઈન ઓડિશા કોન્કલેવ 2025’નું ઉદઘાટન કરશે. આ કોન્કલેવનું આયોજન ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે કરવામાં આવશે.
  • ઓડિશા સરકાર દ્વારા આયોજિત આ બે દિવસીય કાર્યક્રમમાં પાંચ મુખ્ય ક્ષેત્રો – IT, નવીનીકરણ ઉર્જા, કાપડ, રસાયણો અને ખાદ્ય પ્રક્રિયામાં રાજ્યની ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં લગભગ 4000 થી 5000 રોકાણકારો ભાગ લે તેવી અપેક્ષા છે.
  • મુખ્ય કાર્યક્રમ પહેલા 27 જાન્યુઆરીના રોજ ભારતીય ઉદ્યોગ સંઘ પાંચ સત્રોનું આયોજન કરશે જેમાં લગભગ 200 ઉદ્યોગ સભ્યો ભાગ લેશે. આ કોન્કલેવમાં 40 વર્ષથી ઓછી ઉંમરના 60 યુવા ઉદ્યોગસાહસિકોની સિદ્ધિઓ દર્શાવવામાં આવશે જેઓ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.
  • 29 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી દરેક જિલ્લામાંથી બે યુવા ઉદ્યોગસાહસિકોને તેમના નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરશે.

One-Liner Current Affairs

  • કેન્દ્રીય શહેરી બાબતો અને ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે તેલંગણાના કરીમનગરમાં 24 કલાક પાણી પુરવઠા પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું.
    • 24 કલાક પીવાના પાણીનો પુરવઠો પુરો પાડતો આ પ્રકારનો પહેલો પ્રોજેક્ટ છે. આ પાયલોટ પ્રોજેક્ટને 18 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવ્યો છે. લગભગ 6 હજાર પાણીના જોડાણો 24 કલાક પીવાનું પાણી પૂરું પાડશે.

Leave a Comment

error: Content is protected !!