Daily Current Affairs 25-30 June 2025: List of Important Days
CALENDAR
- 25 June 2025
- વિશ્વ પાંડુરોગ દિવસ (World Vitiligo Day)
- International Day for the Seafarers
- સંવિધાન હત્યા દિવસ (Constitution Assassination Day)
- તાજેતરમાં ભારતમાં 25 જૂનના રોજ ‘સંવિધાન હત્યા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
- 2024માં કેન્દ્ર સરકારે જાહેરાનામુ બહાર પાડીને 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
- આ દિવસ વર્ષ 1975ની કટોકટી સાથે સંબંધિત છે.
- 25 જૂન, 1975ના રોજ ભારતમાં કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી. 25 જૂન, 1975 થી 21 માર્ચ, 1977 સુધીનો સમયગાળો કટોકટીનો સમયગાળો હતો.
- 26 June 2025
- International Day Against Drug Abuse & Illicit Trafficking
- International Day in Support of Victims of Torture
- World Refrigeration Day
- 27 June 2025
- Micro, Small, and Medium-sized Enterprises (MSME) Day
- 29 June 2025
- National Statistics Day
- International Day of the Tropics
- 30 June 2025
- International Asteroid Day
- World Social Media Day
- International Day of Parliamentarism (also known as World Parliament Day)
Table of Contents
Daily Current Affairs 25-30 June 2025
# સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર અને બાળ પુરસ્કાર, 2025
AWARDS
તાજેતરમાં સાહિત્ય અકાદમી દ્વારા ‘સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર’ અને ‘બાળ પુરસ્કાર’ 2025ની જાહેરાત કરવામાં આવી હતી. જેની બેઠક 18 જૂન, 2025ના રોજ સાહિત્ય અકાદમીના પ્રમુખ શ્રી માધવ કૌશિકની અધ્યક્ષતામાં મળી હતી.
સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2025
- સાહિત્ય અકાદમી દ્વારા કુલ 24 ભાષાઓમાં અપાતા પુરસ્કારમાંથી 23 ભાષાના પુરસ્કારની જાહેરાત કરી હતી.
- આ વર્ષે ડોગરી ભાષામાં કોઈ પુરસ્કાર આપવામાં આવ્યો નથી.
- ગુજરાતી ભાષાના યુવા પુરસ્કાર માટે મૂળ જૂનાગઢના વતની અને લેખક-પત્રકાર શ્રી મયુર ખાવડુને તેમના નિબંધ સંગ્રહ ‘નરસિંહ ટેકરી’ માટે પસંદગી કરવામાં આવી છે.
- હિન્દી ભાષાના યુવા પુરસ્કાર માટે સુશ્રી પાર્વતી તિર્કીને તેમના કવિતા સંગ્રહ ‘ફિર ઉગ્ના’ માટે પસંદગી કરવામાં આવી છે.
- અંગ્રેજી ભાષાના યુવા પુરસ્કાર માટે શ્રી અદવૈત કોટ્ટારીને તેમની નવલકથા ‘Siddhartha: The Boy Who Became the Buddha’ માટે પસંદગી કરવામાં આવી છે.
બાળ સાહિત્ય પુરસ્કાર 2025
- સાહિત્ય અકાદમી દ્વારા કુલ 24 ભાષાના બાળ સાહિત્ય પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી.
ભાષા | વિજેતા/લેખક | કૃતિ/શીર્ષક |
અંગેજી | નીતિન કુશલપ્પા એમ. પી. | Dakshin: South Indian Myths and Fables Retold (વાર્તા) |
ગુજરાતી | કીર્તિદા બ્રહ્મભટ્ટ | ટિંચક (કાવ્યસંગ્રહ) |
હિન્દી | સુશીલ શુક્લા | Ek Batey Bara (ટૂંકી વાર્તા) |
See the List of all Winners: Click Here
સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર
- સાહિત્ય અકાદમી દ્વારા 2011માં યુવા પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી.
- આ વાર્ષિક પુરસ્કાર 35 વર્ષ કે તેથી ઓછી ઉંમરના યુવા ભારતીય લેખકોને સાહિત્ય અકાદમી દ્વારા માન્યતા પ્રાપ્ત 24 ભારતીય ભાષાઓ, જેમાં અંગ્રેજીનો પણ સમાવેશ થાય છે, તેમની મૌલિક સાહિત્યિક કૃતિઓ માટે ઓળખવામાં આવે છે.
- Eligibility Criteria: કાર્ય મૌલિક (સર્જનાત્મક અથવા વિવેચનાત્મક) હોવું જોઈએ, છેલ્લા 5 વર્ષમાં પ્રકાશિત થયેલ હોવું જોઈએ, અને ઓછામાં ઓછા 49 પાનાનું હોવું જોઈએ.
- દરેક ભાષા દીઠ લેખક દીઠ એકવાર એવોર્ડ આપવામાં આવે છે.
- આ પુરસ્કાર વિજેતા લેખકોને રોકડ ₹50,000, એક કોતરણીવાળી તાંબાની તકતી અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.
- અયોગ્ય કાર્યોમાં અનુવાદો, સંક્ષેપ, નિબંધો, ઈ-પુસ્તકો, મરણોત્તર પ્રકાશનો અને NRI, PIO અથવા દ્વિ-નાગરિક દ્વારા કૃતિઓનો સમાવેશ થાય છે.
- Selection Process: Public call for entries → Preliminary evaluation by referees → Final selection by a three-member language jury → Approval by Executive Board → Winners announced at a special function.
સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર
- સાહિત્ય અકાદમી દ્વારા 2010માં બાળ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી.
- આ એવોર્ડ વાર્ષિક ધોરણે અકાદમી દ્વારા માન્યતા પ્રાપ્ત 24 ભારતીય ભાષાઓમાં 9 થી 16 વર્ષની વયના વાચકો માટે ઉત્કૃષ્ટ બાળ સાહિત્યનું સન્માન કરવા માટે આપવામાં આવે છે.
- આ પુરસ્કાર વિજેતા લેખકોને રોકડ ₹50,000, એક કોતરણીવાળી તકતી, શાલ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.
સાહિત્ય અકાદમી વિશે
- તે એક સ્વાયત્ત સંસ્થા છે, જેની સ્થાપના 1952માં થઈ હતી અને 1954માં તેનું ઔપચારિક ઉદ્ઘાટન થયું હતું, જે ભારતની ભાષાઓમાં સાહિત્યના પ્રચાર માટે સમર્પિત છે. તે 1956માં સોસાયટી નોંધણી અધિનિયમ, 1860 હેઠળ એક સોસાયટી તરીકે નોંધાયેલ હતું.
- તેનું મુખ્ય કાર્યાલય દિલ્હીમાં અને પ્રાદેશિક કાર્યાલયો કોલકાતા, બેંગ્લોર, મુંબઈ, ચેન્નાઈ અને અગરતલામાં છે.
# Performance Grading Index 2.0
REPORT
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા 18 જૂન, 2025ના રોજ 2022-23 અને 2023-24 વર્ષ માટે ‘Performance Grading Index (PGI) 2.0’ બહાર પાડવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં શાળા શિક્ષણમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
Performance Grading Index (PGI) 2.0 શું છે?
- Performance Grading Index (PGI) 2.0 એ શિક્ષણ મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવેલ પુરાવા-આધારિત માળખું છે, જે માળખાગત અને ડેટા-આધારિત અભિગમ દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાળા શિક્ષણ પ્રણાલીનું મૂલ્યાંકન કરે છે.
- PGI મૂળ રૂપે 2017માં શરૂ કરવામાં આવ્યું હતું. National Education Policy (NEP) 2020 અને Sustainable Development Goals (SDGs) સાથે સંરેખિત કરવા માટે 2021માં PGI 2.0 તરીકે સુધારો કરવામાં આવ્યો હતો.
- Indicators & Grading Mechanism: PGI 2.0 2 શ્રેણીઓ (પરિણામો અને શાસન અને વ્યવસ્થાપન)માં 73 સૂચકાંકો દ્વારા શાળા શિક્ષણનું મૂલ્યાંકન કરે છે, જેને આગળ 6 ડોમેનમાં વિભાજિત કરવામાં આવ્યા છે.
- PGI 2.0 સ્કોર્સને 1,000 પોઈન્ટના સ્કેલ પર ગ્રેડ કરવામાં આવે છે, જે 10 પ્રદર્શન સ્તરોમાં વર્ગીકૃત કરવામાં આવે છે, જેમાં Daksh (ઉચ્ચતમ) થી Akanshi-3 (સૌથી નીચું) સુધીનો સમાવેશ થાય છે.

- Data Sources: National Achievement Survey (NAS) 2021, Unified District Information System for Education Plus (UDISE+), અને મધ્યાહન ભોજન કાર્યક્રમ (PM-POSHAN) પરની માહિતીના આધારે કરવામાં આવે છે.
2023-24 માટે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ (PGI) 2.0ના મુખ્ય તારણો શું છે?
- Top Performers: ચંદીગઢ 703ના સ્કોર સાથે ટોચ પર છે, ત્યારબાદ પંજાબ (631.1) અને દિલ્હી (623.7) આવે છે.
- ચંદીગઢ સતત ૩ વર્ષ સુધી ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.
- 581-640ની રેન્જમાં સ્કોર કરનારા અન્ય ઉચ્ચ પ્રદર્શનકર્તાઓમાં કેરળ, ગુજરાત, ઓડિશા, હરિયાણા, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
- No State in Top Grade: સૌથી વધુ પ્રદર્શન બેન્ડ (761–1,000 પોઈન્ટ)માં કોઈ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનો સ્કોર નથી.
- Bottom Performers: મેઘાલય 417.9 ના સ્કોર સાથે સૌથી નીચું સ્થાન ધરાવે છે, ત્યારબાદ અરુણાચલ પ્રદેશ (461.4), મિઝોરમ (464.2), નાગાલેન્ડ (468.6) અને બિહાર (471.9) આવે છે.
- Middle Performers: 521-580ની રેન્જમાં સ્કોર કરનારા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.
- Improvement Trend: 2022-23ની સરખામણીમાં 2023-24માં 36માંથી 25 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના PGI સ્કોરમાં સુધારો કર્યો છે.
- Widening Inter-State Disparity: સૌથી વધુ (719) અને સૌથી ઓછા (417) સ્કોર્સ વચ્ચે 300 થી વધુ પોઈન્ટનો તફાવત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાળા શિક્ષણ પ્રદર્શનમાં વ્યાપક અસમાનતા દર્શાવે છે.
- Best Improvements in Access: બિહાર અને તેલંગાણાએ શિક્ષણની ઍક્સેસ ક્ષેત્રમાં (નોંધણી, જાળવણી, સંક્રમણ, શાળા બહારના બાળકો) સૌથી વધુ સુધારો દર્શાવ્યો છે.
- Best Improvements in Infrastructure: દિલ્હી, જમ્મુ અને કાશ્મીર અને તેલંગાણાએ માળખાગત સુવિધાઓ અને સુવિધાઓ (શૌચાલય, સ્વચ્છ પાણી, વીજળી, ડિજિટલ સંસાધનો, વગેરે)માં સૌથી વધુ સુધારો નોંધાવ્યો છે.
# NAVYA પહેલ
GOVERNMENT INITIATIVES
ભારત સરકારે ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં Ministry of Women and Child Development (MWCD) અને Ministry of Skill Development and Entrepreneurship (MSDE) દ્વારા સંયુક્ત પાયલોટ પહેલ ‘NAVYA’ (Nurturing Aspirations through Vocational Training for Young Adolescent Girls) શરૂ કરી છે.
NAVYA પહેલ વિશે
- તે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહિસિકતા મંત્રાલય દ્વારા સંયુક્ત પાયલોટ પહેલ છે.
- તેનો ઉદ્દેશ્ય 16-18 વર્ષની કિશોરીઓ માટે ધોરણ 10ની લઘુત્તમ લાયકાત સાથે મુખ્યત્વે બિન-પરંપરાગત નોકરીઓની ભૂમિકાઓમાં વ્યાવસાયિક તાલીમ સાથે સજ્જ કરવાનો છે.
- અમલીકરણ અને મુખ્ય વિશેષતાઓ
- Pilot Phase: 19 રાજ્યોના ૨૭ જિલ્લાઓમાં અમલમાં મુકવામાં આવ્યો છે. આમાં મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને પૂર્વોત્તર રાજ્યોના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
- Training: MWCD દ્વારા છોકરીઓ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) અને PM વિશ્વકર્મા યોજના હેઠળ ટૂંકા ગાળાના કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમો દ્વારા તાલીમ મેળવશે.
- Skill Areas: તાલીમ વિવિધ કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- Graphic Design
- Telecom and Financial Services
- Smartphone and Drone Assembly
- Solar PV and CCTV Installation
- Hand Embroidery
- NAVYA પહેલનું મહત્વ
- Empowerment: NAVYA નો ઉદ્દેશ્ય યુવાન છોકરીઓમાં આત્મવિશ્વાસ, આર્થિક સ્વતંત્રતા અને ઉદ્યોગસાહસિક ભાવનાનું નિર્માણ કરવાનો છે.
- Alignment with National Goals: આ પહેલ Viksit Bharat@2047ના વિઝનને સમર્થન આપે છે, જેનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં સમાવિષ્ટ વિકાસ દ્વારા વિકસિત ભારત બનાવવાનો છે. તે મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસને પણ પ્રોત્સાહન આપે છે.
- Focus on Marginalized Sections: આ કાર્યક્રમ ગ્રામીણ, આદિવાસી અને અન્ય સીમાંત પ્રદેશોની છોકરીઓમાં કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપે છે.
- Future-Ready Workforce: NAVYA STEM અને ટેકનોલોજી-સંચાલિત ઉદ્યોગો સહિત ઉભરતા ક્ષેત્રોમાં કિશોરવયની છોકરીઓની ભાગીદારીને પ્રોત્સાહિત કરે છે, તેમને કૌશલ્ય ભારત મિશનમાં એકીકૃત કરે છે.
# Sustainable Development Report 2025
REPORT
UN સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક (SDSN) દ્વારા ‘સંયુક્ત રાષ્ટ્ર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2025’ બહાર પાડવામાં આવ્યો છે. 2025માં પ્રસિધ્ધ થયેલ આ રિપોર્ટ 10મી આવૃત્તિ છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2025માં 67ના સ્કોર સાથે ભારત 2025 SDG સૂચકાંકમાં 99મા ક્રમે છે.
સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2025 વિશે
- તે 2015માં 193 યુએન સભ્ય દેશો દ્વારા અપનાવવામાં આવ્યા પછી Sustainable Development Goals (SDGs) પર દર વર્ષે થયેલી પ્રગતિની સમીક્ષા કરે છે.
- તે U.N. Sustainable Development Solutions Network દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે.
- મુખ્ય મુદ્દાઓ
- ભારતે પ્રથમ વખત Sustainable Development Goals (SDGs) પ્રાપ્ત કરવામાં તેમની પ્રગતિ માટે ક્રમાંકિત 193 દેશોમાંથી ટોચના 100 દેશોમાં સ્થાન મેળવ્યું છે.
- વૈશ્વિક સ્તરે SDG પ્રગતિ અટકી ગઈ છે, 2015માં યુએન સભ્ય દેશો દ્વારા અપનાવવામાં આવેલા 17 લક્ષ્યોમાંથી માત્ર 17 ટકા લક્ષ્યો 2030 સુધીમાં પ્રાપ્ત થવાનો અંદાજ છે.
- વિશ્વના ઘણા ભાગોમાં સંઘર્ષો, માળખાકીય નબળાઈઓ અને મર્યાદિત નાણાકીય જગ્યા SDG પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે, એવું કહેવામાં આવે છે.
- યુરોપિયન દેશો, ખાસ કરીને નોર્ડિક રાષ્ટ્રો, SDG સૂચકાંકમાં ટોચ પર છે, જેમાં ફિનલેન્ડ પ્રથમ, સ્વીડન બીજા અને ડેનમાર્ક ત્રીજા ક્રમે છે.
- ઘણા યુરોપિયન દેશો આબોહવા અને જૈવવિવિધતા સંબંધિત પડકારોનો સામનો કરી રહ્યા છે, જે મુખ્યત્વે બિનટકાઉ વપરાશને કારણે છે.
- પૂર્વ અને દક્ષિણ એશિયાએ 2015 થી SDG પ્રગતિની દ્રષ્ટિએ મુખ્યત્વે ઝડપી સામાજિક-આર્થિક વિકાસને કારણે અન્ય તમામ વૈશ્વિક પ્રદેશો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.
- મોટાભાગના UN સભ્ય દેશોએ mobile broadband use (SDG 9), access to electricity (SDG 7), internet use (SDG 9), under-five mortality rate (SDG 3) અને neonatal mortality (SDG 3) સહિત મૂળભૂત સેવાઓ અને માળખાગત સુવિધાઓની પહોંચ સંબંધિત લક્ષ્યો પર મજબૂત પ્રગતિ કરી છે.
- પાંચ લક્ષ્યો 2015 થી પ્રગતિમાં નોંધપાત્ર ઉલટાવો (Reversals) દર્શાવે છે. આ obesity rate (SDG 2), press freedom (SDG 16), sustainable nitrogen management (SDG 2), the Red List Index (SDG 15) અને the Corruption Perceptions Index (SDG 16) છે.
- અહેવાલમાં જણાવાયું છે કે યુએન બહુપક્ષીયતા (Multilateralism) પ્રત્યે સૌથી વધુ પ્રતિબદ્ધ ટોચના ત્રણ દેશો Barbados (1), Jamaica (2) અને Trinidad and Tobago (3) છે.
- G20 દેશોમાં બ્રાઝિલ (25) સૌથી વધુ ક્રમે છે, જ્યારે ચિલી (7) OECD દેશોમાં આગળ છે.
# Sagarmala Finance Corporation Ltd (SMFCL)
Sagarmala Finance Corporation Ltd (SMFCL)ની સ્થાપના ભારતની પ્રથમ દરિયાઈ ક્ષેત્ર-વિશિષ્ટ Non-Banking Financial Company (NBFC) તરીકે કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય ભારતના દરિયાઇ ઈકોસિસ્ટમમાં નાણાકીય પહોંચને મજબૂત બનાવવાનો છે.
Sagarmala Finance Corporation Ltd (SMFCL) વિશે
- SMFCL એ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળનું એક Mini Ratna (Category-I) Central Public Sector Undertaking (CPSU) છે.
- તે અગાઉ Sagarmala Development Company Ltd. તરીકે ઓળખાતું હતું.
- Mandate and Beneficiaries
- SMFCL Port Authorities, Shipping Companies, Shipbuilding and Logistics Firms, MSMEs, Maritime Startups, Barge Operators, Cruise and Fishing Vessel Owners, and Maritime Educational and Research Institutions જેવા હિસ્સેદારોને ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના કસ્ટમાઈઝ્ડ ફાઈનાન્સિંગ પૂરું પાડે છે.
- તે ક્રુઝ ટુરિઝમ, મેરીટાઈમ શિક્ષણ, શિપબિલ્ડિંગ અને રિન્યુએબલ એનર્જી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને પણ ટેકો આપે છે, જ્યારે ફાઈનાન્સિંગ ગેપને ભરવા અને મેરીટાઈમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ આપવાનો હેતુ ધરાવે છે.
- Policy Alignment
- SMFCL Maritime Amrit Kaal Vision 2047 સાથે સંરેખિત છે, જેનો હેતુ ભારતને વૈશ્વિક મેરીટાઇમ પાવર બનાવવાનો છે.
- તે સાગરમાલા કાર્યક્રમને પૂરક બનાવે છે અને ટકાઉ અને સંકલિત મેરીટાઇમ વૃદ્ધિ માટે National Blue Economy Strategy ને મજબૂત બનાવે છે.
Non-Banking Financial Companies (NBFCs)
- NBFC એ કંપની અધિનિયમ, 1956 અથવા 2013 હેઠળ નોંધાયેલ નાણાકીય સંસ્થા છે, જે ધિરાણ, સિક્યોરિટીઝમાં રોકાણ, લીઝિંગ, ભાડાની ખરીદી અને વીમા જેવી પ્રવૃત્તિઓમાં રોકાયેલી છે.
- બેંકોથી વિપરીત, NBFC પાસે બેંકિંગ લાઇસન્સ નથી અને તેઓ ડિમાન્ડ ડિપોઝિટ (દા.ત., બચત અથવા ચાલુ ખાતા) સ્વીકારી શકતા નથી.
- NBFCs RBI અધિનિયમ, 1934 હેઠળ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નિયંત્રિત થાય છે.
# પ્રથમ પરમાણુ ઊર્જા પ્લાન્ટ: બિહાર
NATIONAL NEWS
- 25 જૂન, 2025ના રોજ કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે બિહાર ₹20,000 કરોડના પરમાણુ ઊર્જા મિશન હેઠળ પરમાણુ ઊર્જા પ્લાન્ટ મેળવનાર પ્રથમ છ ભારતીય રાજ્યોમાંનો એક હશે.
- આ પ્લાન્ટ Small Modular Reactor (SMR) ટેકનોલોજી પર આધારિત હશે. પરંપરાગત રિએક્ટરની તુલનામાં SMR વધુ લવચીક અને ખર્ચ-અસરકારક બનાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે.
- આ ટેકનોલોજી પરમાણુ ઊર્જાના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે, જે ટકાઉપણું અને વિશ્વસનીયતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
- કેન્દ્ર સરકારે પરમાણુ વીજ પ્લાન્ટ ઉપરાંત બિહારમાં 1000 મેગાવોટના બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
# અંબુબાચી મેળો
ART & CULTURE
- આસામના ગુવાહાટી સ્થિત પ્રસિધ્ધ કામખ્યા દેવી મંદિરમાં 22 જૂનથી 26 જૂન દરમિયાન અંબુબાચી મેળો યોજાયો હતો.
- અંબુબાચી ઉત્સવ ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય રીતે જૂન મહિનામાં આસામના ગુવાહાટીમાં કામાખ્યા મંદિરમાં યોજાય છે.
- અંબુબાચીનો સમયગાળો દેવીના વાર્ષિક માસિક સ્ત્રાવનો સમયગાળો માનવામાં આવે છે, અને આ માટે મંદિર બંધ રાખવામાં આવે છે.
- આ દિવસો દરમિયાન મંદિરમાં કોઈ પૂજા કે દર્શન થતા નથી, ભક્તો મંદિરની બહાર રહીને સાધના અને જપ કરે છે.
- આ સમયગાળાના અંતે મંદિરના દરવાજા વિધિપૂર્વક ખોલવામાં આવે છે.
- આ તહેવાર ફળદ્રુપતા, ચોમાસાની ઋતુની શરૂઆત અને પૃથ્વી ફળદ્રુપતાનું પ્રતિક છે.
- અંબુબાચી શબ્દનો અર્થ ‘વહેતું પાણી’ થાય છે, જે આ તહેવારને ચોમાસાના વરસાદ અને ફળદ્રુપતા સાથે જોડે છે.
- આ મેળો તાંત્રિક સાધના માટે ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
# Zonal Councils
NATIONAL NEWS
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના વારાણસીમાં 25th Central Zonal Council Meeting ની અધ્યક્ષતા કરી હતી, જેનું આયોજન આંતર-રાજ્ય પરિષદ સચિવાલય (Inter-State Council Secretariat) દ્વારા ઉત્તર પ્રદેશ સરકારના સહયોગથી કરવામાં આવ્યું હતું.
Zonal Councils શું છે?
- Zonal Councils એ રાજ્ય પુનર્ગઠન અધિનિયમ (States Reorganisation Act), 1956 હેઠળ સ્થાપિત વૈધાનિક સંસ્થાઓ (બંધારણીય નહીં) છે, જે રાજ્યો વચ્ચે સહકારી કાર્યને પ્રોત્સાહન આપવા અને સ્વસ્થ આંતર-રાજ્ય અને કેન્દ્ર-રાજ્ય વાતાવરણ બનાવવા માટે ઉચ્ચ-સ્તરીય સલાહકાર મંચ તરીકે સ્થાપિત કરવામાં આવી છે.
- Zonal Councils નો વિચાર સૌપ્રથમ 195માં ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા રાજ્ય પુનર્ગઠન પંચ (States Reorganisation Commission’s) (ફઝલ અલી કમિશન, 1953) અહેવાલ પર ચર્ચા દરમિયાન પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો.
- રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, 1956ની કલમ 15 થી 22 હેઠળ, પાંચ ઝોનલ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી.
- ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં એક અલગ કાઉન્સિલ, ઉત્તર પૂર્વીય કાઉન્સિલ, 1972માં બનાવવામાં આવી હતી, જે ઉત્તર પૂર્વીય કાઉન્સિલ અધિનિયમ, 1972 હેઠળ સ્થાપિત કરવામાં આવી હતી.
- Composition
Zonal Council | States |
Northern Zonal Council | Haryana, Himachal Pradesh, Jammu & Kashmir, Punjab, Rajasthan, Delhi, Chandigarh |
Central Zonal Council | Uttar Pradesh, Madhya Pradesh, Chhattisgarh, Uttarakhand |
Eastern Zonal Council | Bihar, Jharkhand, Odisha, West Bengal, Sikkim |
Western Zonal Council | Rajasthan, Gujarat, Maharashtra, Goa, Dadra & Nagar Haveli, and Daman & Diu |
Southern Zonal Council | Andhra Pradesh, Karnataka, Kerala, Tamil Nadu, Puducherry |
- Organizational Structure
- Chairman: કેન્દ્રીય ગૃહમંત્રી (તમામ 5 ઝોનલ કાઉન્સિલ માટે). તેઓ North Eastern Council (NEC)ના હોદ્દેદાર અધ્યક્ષ પણ છે.
- Vice-Chairman: સભ્ય રાજ્યોમાંથી એકના મુખ્યમંત્રી (વાર્ષિક પરિભ્રમણ દ્વારા).
- Members: સભ્યોમાં મુખ્ય પ્રધાનો, ઉપરાજ્યપાલો અથવા સભ્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તાઓનો સમાવેશ થાય છે.
- વધુમાં, દરેક સભ્ય રાજ્યમાંથી, રાજ્યપાલ બે મંત્રીઓને કાઉન્સિલના સભ્ય તરીકે નિયુક્ત કરે છે.
- Advisors
- નીતિ આયોગ (અગાઉનું આયોજન પંચ), સભ્ય દેશોના મુખ્ય સચિવો અને વિકાસ કમિશનરોમાંથી એક નિયુક્ત.
- દરેક ઝોનલ કાઉન્સિલમાં સભ્ય દેશોના મુખ્ય સચિવોનો સમાવેશ કરતી કાયમી સમિતિ હોય છે. રાજ્ય દ્વારા પ્રસ્તાવિત મુદ્દાઓની સૌપ્રથમ આ સમિતિ દ્વારા ચર્ચા કરવામાં આવે છે, અને ત્યારબાદ Unresolved Matters ને વધુ વિચાર-વિમર્શ માટે સંપૂર્ણ ઝોનલ કાઉન્સિલ સમક્ષ મૂકવામાં આવે છે.
One-Liner Current Affairs
- તાજેતરમાં 25 જૂન, 2025ના રોજ Czech Republic માં ‘Ostrava Golden Spike’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના પ્રસિધ્ધ જેવલિન થ્રોઅર (ભાલા ફેંક) અને વર્તમાન વિશ્વ ચેમ્પિયન શ્રી નીરજ ચોપરાએ ‘Ostrava Golden Spike Meet’માં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
- આ ટુર્નામેન્ટમાં 85.29 મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. દક્ષિણ આફ્રિકાના Douw Smit (84.12 મીટર) બીજા સ્થાને હતા.
- આ ટુર્નામેન્ટમાં 9 ખેલાડીઓએ ભાગ લીધો હતો.
- ભારતમાં પ્રથમ વખત 2025 વર્લ્ડ પેરા એથ્લેટિકસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે.
- આ ઈવેન્ટ 26 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે યોજવામાં આવશે.
- તે વર્લ્ડ પેરા એથ્લેટિકસની 12મી આવૃત્તિ છે. આ આવૃત્તિમાં 100થી વધુ દેશો ભાગ લે તેવી અપેક્ષા છે.
- તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી સુશ્રી રેખા ગુપ્તાએ નવી દિલ્હી 2025 વર્લ્ડ પેરા એથ્લેટિકસ ચેમ્પિયનશિપ માટે લોગો, માસ્કોટ અને 100 દિવસનું કાઉન્ટડાઉન લોન્ચ કર્યું છે.
- ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શ્રી દિલીપ દોશીનું 77 વયે લંડનમાં હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.
- તાજેતરમાં નૌકાદળના લેફ્ટનન્ટ કમાન્ડર સુશ્રી યશસ્વી સોલંકીને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મના ADC (Aide-de-Camp) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- પ્રથમવાર કોઈ મહિલા અધિકારીને આ માનનીય અને પ્રતિષ્ઠિત જવાબદારી સોંપવામાં આવી છે.
- ADC એક લશ્કરી અધિકારી છે જે રાષ્ટ્રપતિના અંગત લશ્કરી સહાયક તરીકે કામ કરે છે.
- રણથંભોર ટાઈગર રીઝર્વની શાન અને જાણીતી ટાઈગ્રેસ ‘એરહોડ’નું 11 વર્ષની વયે મૃત્યુ થયું છે.
- એરહોડ જેને T-84 તરીકે પણ ઓળખવામાં આવે છે.
- ગોવા અને મિઝોરમ બાદ ત્રિપુરા ત્રીજુ સંપૂર્ણ સાક્ષરતા ધરાવતું રાજ્ય બન્યું છે.
- ત્રિપુરાનો સાક્ષરતા દર 95.6% નોંધાયો છે. છેલ્લા એક દાયકાથી રાજ્યનો સાક્ષરતા દર 90%થી વધુ રહ્યો હતો.
- કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર 95%થી વધુ સાક્ષરતા હાંસલ કરનારા રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને સંપૂર્ણ સાક્ષરતાનો દરજ્જો મળે છે.
- CBSE એ 2026થી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા એક શૈક્ષણિક વર્ષમાં બે વખત યોજવાના નિયમને મંજૂરી આપી છે.
- વિદ્યાર્થીઓ હવે એક શૈક્ષણિક વર્ષમાં બે CBSE બોર્ડની પરીક્ષા આપી શકશે.
- પ્રથમ તબક્કાની પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાશે અને તેમાં વિદ્યાર્થીઓએ ફરજિયાત બેસવું પડશે. બીજા તબક્કાની પરીક્ષા મે મહિનામાં યોજાશે, જે વૈકલ્પિક રહેશે.
- કેરળના કન્નુર જિલ્લામાં આવેલા અરલમ વન્યજીવન અભયારણ્યનું સત્તાવાર રીતે નામ બદલીને ‘અરલમ બટરફ્લાય અભયારણ્ય’ રાખવામાં આવ્યું છે, જે દેશમાં આ પ્રકારનું પ્રથમ પગલું છે.
- પશ્ચિમ ઘાટના કન્નુર જિલ્લામાં સ્થિત આ અભ્યારણ્ય 55 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. અને 266થી વધુ પતંગિયા પ્રજાતિઓને આશ્રય આપે છે, જે કેરળની કુલ પતંગિયા વિવિધતાના 80%થી વધુ છે.
- તાજેતરમાં અદાણી ગ્રુપે કચ્છમાં ભારતનો પ્રથમ ઓફ-ગ્રીડ 5 મેગાવોટ (MW) ગ્રીન હાઈડ્રોજન પાઈલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
- આ પ્લાન્ટ Adani New Industries Limited (ANIL) દ્વારા વિકસાવવામાં આવ્યો છે, જે Adani Enterprises Ltd.ની સ્વચ્છ ઊર્જા શાખા છે.
- આ પ્લાન્ટ સંપૂર્ણપણે સૌર ઊર્જા પર ચાલે છે અને સતત કામગીરી માટે Battery Energy Storage Systems (BESS)નો સમાવેશ કરે છે.
- ભારતીય મહેસુલ સેવા (IRS)ના 1988 બેચના વરિષ્ઠ અધિકારી શ્રી રવિ અગ્રવાલને જૂન 2026 સુધી CBDT (Central Board of Direct Taxes)ના અધ્યક્ષ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે.