Daily Current Affairs 25-30 April 2025: List of Important Days
CALENDAR
- 25 April 2025
- World Malaria Day
- દર વર્ષે સમગ્ર વિશ્વમાં 25 એપ્રિલના રોજ ‘World Malaria Day‘ની ઉજવણી કરવામાં આવે છે.
- મે, 2007માં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના 60મા સત્રમાં આ દિવસની ઉજવણીને માન્યતા આપવામાં આવી હતી.
- World Malaria Day 2025 થીમ: “Malaria Ends With Us: Reinvest, Reimagine, Reignite.”
- 23 એપ્રિલ, 2019ના રોજ આફ્રિકી દેશ મલાવીમાં વિશ્વની પ્રથમ મલેરિયાની રસી લૉન્ચ કરવામાં આવી હતી.
- World Malaria Day
- 26 April 2025
- World Intellectual Property Day
- આપણા રોજબરોજના જીવનમાં Intellectual Property Contributions વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી દર વર્ષે 26 એપ્રિલના રોજ ‘World Intellectual Property Day‘ની ઉજવણી કરવામાં આવે છે.
- World Intellectual Property Organization (WIPO) દ્વારા 2000માં આ દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
- World Intellectual Property Day 2025 થીમ: “IP and Music: Feel the Beat of IP”.
- World Veterinary Day
- દર વર્ષે એપ્રિલમાં છેલ્લા શનિવારના રોજ World Veterinary Day ઉજવવામાં આવે છે. આ વર્ષે 2025માં 26 એપ્રિલના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
- આ ઉજવણીનો હેતુ પ્રાણીઓના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધારવા અને વિશ્વભરમાં પશુચિકિત્સકો દ્વારા કરવામાં આવેલા કાર્યને પ્રકાશિત કરવાનો છે.
- World Veterinary Day ની સ્થાપના World Veterinary Association (WVA) દ્વારા 2000માં વૈશ્વિક સ્તરે પશુચિકિત્સકોના નોંધપાત્ર યોગદાનને પ્રકાશિત કરવા માટે કરવામાં આવી હતી.
- World Veterinary Day 2025 થીમ: ‘Animal Health Takes a Team’.
- World Intellectual Property Day
- 28 April 2025
- World Day for Safety and Health at Work
- દર વર્ષે 28 એપ્રિલના રોજ World Day for Safety and Health at Work ઉજવવામાં આવે છે.
- ઉદ્દેશ્ય: કાર્યસ્થળ સલામતીના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને તમામ ઉદ્યોગોમાં સ્વસ્થ કાર્યકારી વાતાવરણ સુનિશ્ચિત કરવાનો છે.
- શરૂઆત: 2003માં, International Labour Organization (ILO) દ્વારા
- World Day for Safety and Health at Work 2025 થીમ: “Revolutionising Health and Safety: The Role of AI and Digitalisation at Work.”
- World Day for Safety and Health at Work
- 29 April 2025
- International Dance Day
- ના રોજ International Dance Day ની ઉજવણી કરવા માટે વિશ્વ એક થાય છે, જે એક વૈશ્વિક કાર્યક્રમ છે જેનો હેતુ દેશો, સંસ્કૃતિઓ અને પેઢીઓના લોકોને જોડવાનો છે.
- સ્થાપના: 1982માં UNESCO માં યુનેસ્કોની પર્ફોર્મિંગ આર્ટ્સ માટેની મુખ્ય ભાગીદાર Dance Committee of the International Theatre Institute (ITI) દ્વારા કરવામાં આવી હતી.
- ફ્રેન્ચ નૃત્યાંગના અને બેલે માસ્ટર Jean-Georges Noverre (1727 – 1810)ના જન્મદિન નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
- International Dance Day
- 30 April 2025
- આયુષ્માન ભારત દિવસ
- દર વર્ષે ભારતમાં 30 એપ્રિલના રોજ ‘આયુષ્માન ભારત દિવસ‘ ઉજવણી કરવામાં આવે છે.
- આયુષ્માન ભારત દિવસ બે લક્ષ્યો હાંસલ કરવા માટે ઉજવવામાં આવે છે.
- હેતુ: ગરીબોના સ્વાસ્થ્ય અને કલ્યાણને પ્રોત્સાહન આપવા અને તેમને વીમા લાભો અપવાનો છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલ, 2018માં આ યોજના લૉન્ચ કરી હતી.
- તે ભારત સરકારની મુખ્ય યોજના છે જે Universal Health Coverage (UHC)ના લક્ષ્યને હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે ‘રાષ્ટ્રીય આરોગ્ય નીતિ’ (2017) હેઠળ કરવામાં આવેલી ભલામણોના આધારે શરૂ કરવામાં આવી હતી.
- આયુષ્માન ભારત દિવસ
- 24-30 April 2025: વિશ્વ રસીકરણ સપ્તાહ (World Immunization Week) 2025
- વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા 24-30 એપ્રિલ દરમિયાન ‘વિશ્વ રસીકરણ સપ્તાહ 2025’ ઉજવવામાં આવ્યો હતો.
- આ વૈશ્વિક કાર્યક્રમ દર વર્ષે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં રસીકરણને મહત્ત્વને ઉજાગર કરવા માટે યોજવામાં આવે છે.
- World Immunization Week 2025 થીમ: ‘Immunization for All is Humanly Possible’.
Table of Contents
Daily Current Affairs 25-30 April 2025
# IBCA Headquarters in India
ENVIRONMENT
તાજેતરમાં International Big Cat Alliance (IBCA)એ ભારત સરકાર સાથે એક સત્તાવાર કરાર પર હસ્તાક્ષર કર્યા, જેનાથી ભારતને ઔપચારિક રીતે જોડાણના મુખ્યમથક અને સચિવાલય તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરી 2024માં કેન્દ્રીય મંત્રીમંડળ (Union Cabinet) દ્વારા ઔપચારિક રીતે મંજૂરી આપવામાં આવી.
IBCA વિશે
- તે એક Treaty-Based Intergovernmental Organization છે, જે ભારત દ્વારા ‘પ્રોજેક્ટ ટાઈગર’ની 50મી વર્ષગાંઠ (9 એપ્રિલ, 2023) પર શરૂ કરવામાં આવી હતી.
- Implementation Agency: IBCA Ministry of Environment, Forest and Climate Change (MoEFCC) હેઠળ National Tiger Conservation Authority (NTCA) દ્વારા લાગુ કરવામાં આવે છે.
- ઉદ્દેશ્ય: વિશ્વભરમાં સાત મુખ્ય મોટી બિલાડી પ્રજાતિઓનું સંરક્ષણ કરવું: Tiger, Lion, Leopard, Snow Leopard, Puma, Jaguar, and Cheetah.
- Current Ratifying Members: India, Liberia, Eswatini, Somalia, અને Nicaragua એ IBCA ફ્રેમવર્ક કરારને બહાલી (Ratification) આપનારા પ્રારંભિક દેશો છે.
- Membership: સભ્યપદ UNના તમામ સભ્ય દેશો માટે ખુલ્લું છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- શ્રેણી દેશો (Range Countries), જ્યાં મોટી બિલાડીઓ કુદરતી રીતે જોવા મળે છે.
- બિન-શ્રેણી દેશો (Non-Range Countries) જે મોટી બિલાડીઓના વૈશ્વિક સંરક્ષણને ટેકો આપવામાં રસ ધરાવે છે.
- IBCA as a Global Legal Entity
- ફ્રેમવર્ક કરારને બહાલી આપ્યા પછી સપ્ટેમ્બર, 2023માં ભારત ઔપચારિક રીતે IBCA માં જોડાયું.
- પાંચ દેશોએ ફ્રેમવર્ક કરારને બહાલી આપ્યા પછી IBCA એક Treaty-Based Intergovernmental Organisation બન્યું. આમાં India, Nicaragua, Eswatini, Somalia, અને Liberia નો સમાવેશ થાય છે.
- Institutional Support and Funding: ભારતે બજેટરી સહાય તરીકે ₹150 કરોડ (2023-2028 સમયગાળા માટે) પ્રતિબદ્ધ કર્યા છે:
- Creating a corpus fund,
- Building infrastructure, and
- Covering recurring expenses of the IBCA.
# NISAR Mission
SCIENCE & TECHNOLOGY
NISAR Mission જૂન 2025માં GSLV (Geosynchronous Satellite Launch Vehicle) દ્વારા લૉન્ચ થશે.
NISAR Mission વિશે
- NISAR (NASA-ISRO Synthetic Aperture Radar)એ 2014માં સ્તાક્ષરિત દ્વિપક્ષીય કરાર હેઠળ NASA અને ISRO દ્વારા વિકસાવવામાં આવેલ Ioint Earth Observation Satellite Mission છે.
- આ ઉપગ્રહ જૂન 2025માં આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ISROના Geosynchronous Satellite Launch Vehicle Mark II (GSLV Mk II) પર લૉન્ચ થવાનો છે.
- આ ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સ વચ્ચે અવકાશમાંથી Radar-Based Earth Monitoring માં આ પ્રકારનો પ્રથમ સહયોગ છે.
- NISAR નો ઉદ્દેશ્ય દર 12 દિવસે સમગ્ર પૃથ્વીની સપાટીનો નકશો બનાવવાનો છે, જેનાથી High-Frequency, Precise, અને Repeat Observations શક્ય બને છે.
- તે ઈકોસિસ્ટમમાં થતા ફેરફારો, Ice Sheet Dynamics, Vegetation Patterns, Sea Level Rise, અને Groundwater Variation નું નિરીક્ષણ કરશે અને ભૂકંપ, જ્વાળામુખી, સુનામી અને ભૂસ્ખલન જેવા કુદરતી જોખમોને ટ્રેક કરશે.
Key Features and Components
Feature | Details |
Thermal blanketing | Uses gold-coloured thermal blankets to maintain the satellite’s optimal temperature. |
Radar payload | Core instrument for capturing Earth surface movement and geophysical changes. |
Spacecraft bus | Supports power generation, communication, navigation, and attitude control. |
Antenna and Reflector | Equipped with a 12-metre drum-shaped wire mesh reflector, the largest in space, to enhance signal focus and surface imaging precision. |
Technological Advancements
- Dual Radar System: NISAR એ પહેલો ઉપગ્રહ છે જે એકસાથે બે રડાર ફ્રીક્વન્સીનો ઉપયોગ કરે છે: L-band (NASA) અને S-band (ISRO).
- L-band Radar: Penetrates dense forests and soil, useful for volcanic and seismic zone monitoring.
- S-band Radar: Higher Resolution Surface Imaging પ્રદાન કરે છે, જે 2-4 GHz Frequency અને 8-15 સેમી Wavelength પર કાર્યરત છે, જે શહેરી અને ભૂપ્રદેશ વિશ્લેષણ માટે આદર્શ છે.
Related Upcoming ISRO Missions
- EOS-09 Mission: મે 2025 માટે દિવસ અને રાત્રિ દરમિયાન Higher Resolution Images કેપ્ચર કરવા સક્ષમ Earth Observation Satellite નું આયોજન.
- Gaganyaan TV-D2 Mission: ભારતના પ્રથમ માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ માટે Crew Escape System પરીક્ષણ, જે કટોકટીના દૃશ્યોનું અનુકરણ કરે છે.
- Axiom-4 Mission: ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા International Space Station ની મુસાફરી કરશે, રાકેશ શર્મા (1984) પછી અવકાશમાં જનારા બીજા ભારતીય બનશે.
# Exercise Desert Flag-10
DEFENCE
- તાજેતરમાં ભારતે સંયુક્ત આરબ અમીરાત (UAE) વાયુસેના દ્વારા આયોજિત એક પ્રીમિયર બહુરાષ્ટ્રીય હવાઈ લડાઈ કવાયત ‘Exercise Desert Flag-10’માં ભાગ લીધો હતો.
- આ કવાયતમાં ઓસ્ટ્રેલિયા, બહેરીન, ફ્રાન્સ, જર્મની, કતાર, સાઉદી અરેબિયા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુકે અને અમેરિકાની વાયુસેના ભાગ લે છે.
- આ કવાયતનો ઉદ્દેશ્ય જટિલ હવાઈ લડાઈ પરિસ્થિતિઓ અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓના આદાન-પ્રદાન દ્વારા આંતર-કાર્યક્ષમતા, ઓપરેશનલ સિનર્જી અને પરસ્પર સમજણ વધારવાનો છે.
- ભારતીય વાયુસેનાએ પોતાની ફ્રન્ટલાઈન લડાયક ક્ષમતાઓનું પ્રદર્શન કરીને mig-29 અને Jaguar વિમાનોને તૈનાત કર્યા હતા.
- આ કવાયત પરસ્પર સમજણને પ્રોત્સાહન આપે છે અને લશ્કરી સહયોગને મજબૂત બનાવે છે.
# Laureus World Sports Award 2025
AWARDS
તાજેતરમાં ‘Laureus World Sports Award 2025’ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. Laureus World Sports Award સમારોહ સ્પેનના મેડ્રિડમાં યોજાયો હતો.
Laureus World Sports Award
- Laureus World Sports Award ની સ્થાપના 1999માં Laureus Sports for Good Foundation દ્વારા કરવામાં આવી હતી.
- પ્રથમ એવોર્ડ 2000માં રજૂ કરવામાં આવ્યો હતો.
- ટેનિસ ખેલાડી શ્રી રોજર ફેડરરે આ એવોર્ડ સૌથી વધુ વખત જીત્યો છે, તેમણે 6 વખત ‘Sportsman of the Year Award’ જીત્યો છે.
- આ એવોર્ડને સ્પોર્ટસનો ઓસ્કાર એવોર્ડ પણ કહેવામાં આવે છે.
Winners of the 2025 Laureus World Sports Awards
Category | Winner | Country | Sports |
Sportsman of the Year Award | Armand Duplantis | Spain | Pole Vault |
Sportswoman of the Year Award | Simon Biles | USA | Artistic Gymnast |
Lifetime Achievement Award | Kelly Slater | USA | Surfing |
Sporting Icon Award | Rafael Nadal | Spain | Tennis |
Team of the Year Award | Real Madrid | Spain | Football Club |
Sportsperson of the Year with a Disability Award | Jiang Yuyan | China | Para-Swimmmer |
Breakthrough of the Year Award | Lamine Yamal | Spain | Football |
World Action Sportsperson of the Year Award | Tom Pidcock | United Kingdom | Mountain Bike |
Comeback of the Year Award | Rebeca Andrade | Brazil | Gymnastic |
Sport for Good Award | Kick4Life | Lesotho | Teaches football to girls in Lesotho |
# ISSF World Cup
SPORTS
- ભારતની શૂટિંગ ટીમે પેરુના લીમામાં આયોજિત 2025 ISSF (International Shooting Sport Federation) World Cup માં મજબૂત પ્રદર્શન કર્યું હતું.
- ભારતે બે ગોલ્ડ, ચાર સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સાથે કુલ સાત મેડલ જીતી મેડલ ટેલીમાં ત્રીજા સ્થાને રહ્યું હતું.
- આ વર્લ્ડ કપમાં ચીન મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને હતું. તેમણે કુલ 13 મેડલ (4 ગોલ્ડ, 3 સિલ્વર, 6 બ્રોન્ઝ) જીત્યા હતા. જ્યારે અમેરિકા આ મેડલ ટેલીમાં બીજા સ્થાને હતું.
2025 ISSF World Cup Lima Indian Medal Winners
ખેલાડી | ઈવેન્ટ | મેડલ |
સુરૂચી સિંઘ | વિમેન્સ 10 મીટર એર પિસ્તોલ | ગોલ્ડ |
સુરૂચી સિંઘ અને સૌરભ ચૌધરી | 10 મીટર એર પિસ્તોલ મિકસ્ડ ટીમ | ગોલ્ડ |
મનુ ભાકર | વિમેન્સ 10 મીટર એર પિસ્તોલ | સિલ્વર |
અર્જુન બબુતા | મેન્સ 10 મીટર એર રાઈફલ | સિલ્વર |
સિમરનપ્રીત કૌર બ્રાર | વિમેન્સ 25 મીટર પિસ્તોલ | સિલ્વર |
રુદ્રાંકશ પાટિલ અને આર્ય બોરસે | 10 મીટર એર રાઈફલ મિકસ્ડ ટીમ | સિલ્વર |
સૌરભ ચૌધરી | મેન્સ 10 મીટર એર પિસ્તોલ | બ્રોન્ઝ |
# India’s first Prototype Fast Breeder Reactor
SCIENCE & TECHNOLOGY
તમિલનાડુના કલ્પક્કમમાં ભારતનું પ્રથમ પ્રોટોટાઈપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર (PFBR) આવતા વર્ષે કાર્યરત થવાની સંભાવના છે. તે ભારતના ત્રણ તબક્કાના પરમાણુ કાર્યક્રમના બીજા તબક્કાને ચિન્હિત કરે છે.
ભારતના પ્રથમ પ્રોટોટાઈપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર વિશે
- તે તમિલનાડુના કલ્પક્કમમાં સ્થિત 500 MWe Sodium-Cooled Reactor છે.
- PFBR ને BHAVINI (Bharatiya Nabhikiya Vidyut Nigam Limited) દ્વારા વિકસાવવામાં આવ્યું હતું, જે 2003માં Department of Atomic Energy (DAE) હેઠળ સ્થાપિત સરકારી સાહસ હતું, જે ફાસ્ટ બ્રીડર રિએક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હતું.
- બાંધકામ 2004માં શરૂ થયું હતું અને રિએક્ટર મૂળ સપ્ટેમ્બર 2010 માં પૂર્ણ થવાની અપેક્ષા હતી, પરંતુ શ્રેણીબદ્ધ વિલંબનો સામનો કરવો પડ્યો.
- Traditional Nuclear Reactors થી વિપરીત, PFBR ઊર્જા ઉત્પાદન માટે Fast Neutrons નો ઉપયોગ કરે છે અને પાણીને બદલે Liquid Sodium નો ઉપયોગ શીતક (Coolant) તરીકે કરે છે.
- આ નવીન ડિઝાઈન રિએક્ટરને તેના વપરાશ કરતાં વધુ ઇંધણ ઉત્પન્ન કરવાની મંજૂરી આપે છે, જે ભારતની વધતી જતી ઉર્જા માંગ માટે ટકાઉ ઉકેલ પ્રદાન કરે છે.
- PFBR પ્લુટોનિયમ અને યુરેનિયમ-આધારિત Mixed Oxide Fuel (MOX) દ્વારા સંચાલિત છે, જે વીજ ઉત્પાદનમાં ઉચ્ચ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે.
- તેની Advanced Sodium Cooling System ઊંચા તાપમાને કામગીરી કરવાની મંજૂરી આપે છે, જે એકંદર કાર્યક્ષમતામાં વધારો કરે છે.
- વધુમાં, રિએક્ટરમાં Robust Safety Features નો સમાવેશ થાય છે, જેમાં Strong Containment Structure અને Passive Cooling Systems નો સમાવેશ થાય છે જે ઓવરહિટીંગ અટકાવે છે.
India’s Three-Stage Nuclear Programme
- ભારતે ત્રણ તબક્કાનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ અપનાવ્યો છે, જેનો લાંબા ગાળાનો ધ્યેય Thorium-Based Closed Nuclear Fuel Cycle નો ઉપયોગ કરવાનો છે.
- પ્રથમ તબક્કામાં Natural Uranium અને Light Water Reactors દ્વારા બળતણ કરાયેલા Pressurised Heavy Water Reactors (PHWRs)નો ઉપયોગ શામેલ છે.
- બીજા તબક્કામાં પ્લુટોનિયમ (Plutonium)ને FBRમાં બળતણ બનાવવા માટે પ્રથમ તબક્કામાંથી વપરાયેલા બળતણને ફરીથી પ્રક્રિયા કરવાનો સમાવેશ થાય છે.
- ત્રીજા તબક્કામાં Advanced Heavy Water Reactors (AHWRs) Thorium-Plutonium ઈંધણને બાળશે અને Breed Fissile Uranium-233 ઉત્પન્ન કરશે.
# Project SeaCURE
GOVERNMENT INITIATIVES
સમુદ્રમાંથી કાર્બન ડાયોક્સાઈડ દૂર કરવા માટે ઈંગલેન્ડના દક્ષિણ કિનારે “SeaCURE” નામનો એક નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. SeaCURE પ્રોજેક્ટ યુનાઈટેડ કિંગ્ડમ (UK) સરકારની એક પહેલ છે.
Project SeaCURE શું છે?
- Location: આ પ્રોજેક્ટ Weymouth, England માં સ્થિત છે.
- ઉદ્દેશ્ય: વાતાવરણીય કાર્બન (Atmospheric Carbon) ઘટાડવા માટે દરિયાઈ પાણીમાંથી CO₂ કાઢવા એ એક Scalable અને ખર્ચ-અસરકારક પદ્ધતિ છે કે કેમ તે શોધવાનું.
- તે દરિયાઈ પાણીમાં પહેલાથી જ ઓગળેલા CO₂ ને લક્ષ્ય બનાવે છે, જે વાતાવરણ કરતાં ઘણું વધારે કેન્દ્રિત છે.
- આ અભિગમ વધુ વાતાવરણીય CO₂ શોષવા માટે ટ્રીટેડ, કાર્બન-ક્ષીણ (Carbon-Depleted) પાણીને સમુદ્રમાં પાછું પરત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
- ટેકનોલોજી કેવી રીતે કાર્ય કરે છે?
- દરિયાઈ પાણી (Seawater)ને English Channel માંથી ટ્રીટમેન્ટ સુવિધામાં પમ્પ કરવામાં આવે છે.
- પાણી વધુ એસિડિક બને છે, જેના કારણે ઓગળેલા કાર્બન ડાયોક્સાઇડ (CO₂) ગેસ તરીકે મુક્ત થાય છે.
- Released CO₂ હવામાં બહાર નીકળે તે પહેલાં તેને પકડી લેવામાં આવે છે.
- Captured CO₂ ને પોસ્ટ-પ્રોસેસિંગ દરમિયાન સક્રિય કાર્બનનો ઉપયોગ કરીને શુદ્ધ કરી શકાય છે જેથી અશુદ્ધિઓ દૂર થાય.
- પ્રક્રિયા કરાયેલ દરિયાઈ પાણીને તટસ્થ કરવામાં આવે છે અને સમુદ્રમાં પાછું મોકલવામાં આવે છે, જેનાથી તે વધુ વાતાવરણીય CO₂ શોષી શકે છે.
- વર્તમાન અસર
- પાયલોટ પ્રોજેક્ટ હાલમાં વાર્ષિક ધોરણે સામાન્ય માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ (CO₂) દૂર કરે છે.
- SeaCURE નું મોડેલ Floating Solar Panels જેવા નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરીને CO₂ દૂર કરવાની ક્ષમતા દર્શાવે છે.
# India’s First Full-Stack Quantum Computer ‘Indus’
SCIENCE & TECHNOLOGY
World Quantum Day (14 એપ્રિલ)ના રોજ બેંગલુરુ સ્થિત QpiAI એ India’s First Full-Stack Quantum Computer “QpiAI-Indus” લૉન્ચ કર્યું હતું, જે દેશના National Quantum Mission (NQM)માં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે.
QpiAI-Indus
- તે ભારતમાં સંપૂર્ણપણે બનેલ પ્રથમ સંપૂર્ણ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સિસ્ટમ છે.
- તેમાં હાર્ડવેર અને સોફ્ટવેર બંનેનો સમાવેશ થાય છે, જે ક્વોન્ટમ પ્રોસેસરથી લઈને AI-સંચાલિત એપ્લિકેશન ટૂલ્સ સુધી બધું જ આવરી લે છે જે ક્વોન્ટમ એપ્લિકેશન્સને કાર્યક્ષમ રીતે ચલાવે છે.
- Performance: આ સિસ્ટમ 25 qubits ધરાવે છે, જે High-Performance Quantum Computing માટે મહત્વપૂર્ણ છે.
- તે Traditional Computers ની તુલનામાં Enhanced Stability અને Minimal Error Rates સાથે ઝડપી જટિલ ગણતરીઓને સક્ષમ કરે છે.
- Applications: તેનો Life Sciences (Drug Discovery, Genomics), Materials Science (Designing new Materials), Mobility, અને Logistics (Route and Supply Chain Optimization)માં સંભવિત ઉપયોગો છે.
# Section 19 of POCSO Act
GOVERNMENT POLICIES
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે POCSO અધિનિયમ, 2012ની કલમ-19 વિશે ઉઠાવવામાં આવેલી ચિંતાઓની તપાસ કરવા સંમત થઈ છે.
POCSO Act, 2012 વિશે
- POSCO નું આખું નામ ‘Protection of Children from Sexual Offences’ છે.
- સગીરોને જાતીય શોષણથી બચાવવા માટે આ કાયદો ઘડવામાં આવ્યો હતો.
- POSCO Act 14 નવેમ્બર, 2012ના રોજ અમલમાં આવ્યો હતો.
- તેમાં 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિને બાળક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો.
- તે બાળ અધિકારો પરના UN Convention (1992)ને ભારત દ્વારા બહાલી આપવાના પરિણામે ઘડવામાં આવ્યો હતો. આ કાયદો લિંગ-તટસ્થ (Gender-Neutral) છે, જે છોકરાઓ અને છોકરીઓ બંનેને જાતીય શોષણથી રક્ષણ આપે છે.
- તે ખાસ અદાલતો દ્વારા વચગાળાના વળતર અને તાત્કાલિક જરૂરીયાતો માટે બાળ કલ્યાણ સમિતિ દ્વારા તાત્કાલિક રાહતની જોગવાઈ કરે છે.
- બાળકને કાનૂની કાર્યવાહીમાં મદદ કરવા માટે એક સહાયક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે.
- POSCO એકટની કલમ 23 મીડિયામાં પીડિતાની ઓળખ જાહેર કરવા પર પ્રતિબંધ મૂકીને ગુપ્તતા સુનિશ્ચિત કરે છે.
Section 19 of POCSO Act શું છે?
- તે બાળક સહિત કોઈપણ વ્યક્તિ દ્વારા જાણીતા અથવા શંકાસ્પદ જાતીય ગુનાઓની ફરજિયાત જાણ કરવાની જોગવાઈ કરે છે.
- કલમ-19 મુજબ જે કોઈને પણ ગુનાની શંકા હોય અથવા તેની જાણકારી હોય તેણે પોલીસને જાણ કરવી જોઈએ.
# રાષ્ટ્રીય શૂન્ય ઓરી-રૂબેલા નાબૂદી અભિયાન 2025-26
GOVERNMENT INITIATIVES
તાજેતરમાં કેન્દ્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ ‘શૂન્ય ઓરી-રૂબેલા નાબૂદી અભિયાન 2025-26 (Zero Measles-Rubella Elimination Campaign 2025-26)’ શરૂ કર્યું છે.
- આ અભિયાન વિશ્વ રસીકરણ સપ્તાહ દરમિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
- ઉદ્દેશ્ય: 2026 સુધીમાં 100% રસીકરણ કવરેજ દ્વારા ભારતમાં ઓરી-રૂબેલા (MR) નાબૂદ કરવાનો છે.
- જાન્યુઆરી – માર્ચ, 2025 સુધીમાં 332 જિલ્લાઓમાં ઓરીના શૂન્ય કેસ નોંધાયા હતા અને 487 જિલ્લાઓમાં રૂબેલાના શૂન્ય કેસ નોંધાયા હતા.
- આ અભિયાનમાં 95% થી વધુ કવરેજ પ્રાપ્ત કરવા, દેખરેખને મજબૂત બનાવવા, જાગૃતિ અભિયાન દ્વારા રસીકરણના ખચકાટને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
- ભારતને રોગ નાબૂદીમાં નોંધપાત્ર પ્રયાસો બદલ MR પાર્ટનરશિપ તરફથી ‘MR ચેમ્પિયન એવોર્ડ (2024)’ મળ્યો હતો.
# Scramjet Engine Test
DEFENCE
તાજેતરમાં DRDO હેઠળના Defence Research and Development Laboratory (DRDL)એ હૈદરાબાદ ખાતે 1,000 સેકન્ડથી વધુ સમય માટે સ્ક્રેમજેટ એન્જિનનું ગ્રાઉન્ડ પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું હતું.
Scramjet Engine વિશે
- Scramjet (Supersonic Combustion Ramjet)એ Air-Breathing Engine છે, જે Hypersonic Speeds (Mach 5 and above) પર કાર્યક્ષમ રીતે કાર્ય કરવા માટે રચાયેલ છે.
- પરંપરાગત જેટ એન્જિનથી વિપરીત, તે Rotating Compressors નો ઉપયોગ કરતું નથી, તેના બદલે હવાને સંકુચિત કરવા માટે વાહનની હાઇ સ્પીડ પર આધાર રાખે છે.
- Scramjets supersonic combustion ને સક્ષમ કરે છે, જે તેમને Hypersonic Cruise Missiles (HCMs) માટે યોગ્ય બનાવે છે.
- Scramjet Engine Working Principle
- Air intake: Vehicle must already be flying at supersonic speeds (Mach 3+).
- Compression: High-speed movement compresses the incoming air.
- Combustion: Hydrogen fuel is injected and ignited while air remains supersonic.
- Thrust Generation: Expanding gases create thrust (based on Newton’s Third Law).
- Scramjet ને રોકેટ-સહાયિત ટેકઓફ (Rocket-Assisted Takeoff )ની જરૂર પડે છે કારણ કે તેઓ શૂન્ય ગતિએ Thrust ઉત્પન્ન કરી શકતા નથી.
Jet Engine vs Ramjet vs Scramjet
Engine Type | Speed Range | Key Features |
Jet Engine | Subsonic to Transonic | Uses rotating compressor, works in atmosphere |
Ramjet | Supersonic (Mach 3 – 6) | Needs forward motion to compress air |
Scramjet | Hypersonic (Mach 5+) | Allows supersonic combustion |
Dual Mode Ramjet | Mach 4 – 8 | Shifts between ramjet & scramjet modes |
# રાષ્ટ્રીય ઉત્પાદન મિશન
GOVERNMENT INITIATIVES
ભારત સરકારે મેક ઈન ઈન્ડિયા પહેલને વધારવા માટે ‘રાષ્ટ્રીય ઉત્પાદન મિશન (National Manufacturing Mission)’ શરૂ કર્યું છે. આ મિશનનો ઉદ્દેશ્ય ભારતના GDPમાં ઉત્પાદનનું યોગદાન વધારવાનો છે. હાલમાં ઉત્પાદન GDPમાં 16-17% હિસ્સો ધરાવે છે અને સરકાર આ હિસ્સો વધારવા માંગે છે.
રાષ્ટ્રીય ઉત્પાદન મિશન વિશે
- કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને 2025-26ના કેન્દ્રીય બજેટમાં રાષ્ટ્રીય ઉત્પાદન મિશનની જાહેરાત કરી હતી.
- આ મિશન ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલને ટેકો આપવા માટે નાણાં, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લે છે.
- આ મિશન હેઠળ સરકાર કેન્દ્રીય મંત્રાલયો અને રાજ્યો માટે નીતિ સહાય, અમલીકરણ રોડ મેપ અને શાસન તથા દેહરેખ માળખા પૂરા પાડે છે.
- તેનો ઉદ્દેશ્ય સ્થાનિક મૂલ્યવર્ધન વધારવાનો અને સૌર પીવી કોષો, EV બેટરીઓ, મોટર્સ અને કંટ્રોલર્સ, ઈલેક્ટ્રોલિસીસ, વિન્ડ ટર્બાઈન, હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન સાધનો અને ગ્રીડ-સ્કેલ બેટરીઓ માટે એક મજબૂત ઈકોસિસ્ટમ બનાવવાનો છે. આ મિશન ક્લીન ટેક મેન્યુફેક્ચરિંગને પણ ટેકો આપશે.
- તે ચામડાના ફૂટવેર અને ઉત્પાદનો માટે સપોર્ટ ઉપરાંત નોન-લેધર ગુણવત્તાવાળા ફૂટવેરના ઉત્પાદન માટે જરૂરી ડિઝાઈન ક્ષમતા, ઘટકોના ઉત્પાદન અને મશીનરીને ટેકો આપશે. આ મિશનમાં રમકડા માટે રાષ્ટ્રીય કાર્યકારી યોજનાનો પણ સમાવેશ થાય છે.
- આ ઉપરાંત MSME માટે ક્રેડિટ ગેરંટી કવર ₹5 કરોડથી વધારીને ₹10 કરોડ કરવામાં આવશે. તમામ MSMEના વર્ગીકરણ માટે રોકાણો અને ટર્ન ઓવર મર્યાદા 2.5 ગણી અને 2 ગણી કરવામાં આવશે.
રાષ્ટ્રીય ઉત્પાદન મિશનના પાંચ કેન્દ્રીય ક્ષેત્રો
આ મિશન પાંચ મુખ્ય ક્ષેત્રો પર ભાર મૂકે છે.
- વ્યવસાય કરવાની સરળતા અને ખર્ચ
- માંગમાં રહેલી નોકરીઓ માટે ભવિષ્ય માટે તૈયાર કાર્યાબળ
- એક જીવંત અને ગતિશીલ MSME ક્ષેત્ર
- ટેકનોલોજીની ઉપલબ્ધતા
- ગુણવત્તાયુક્ત ઉત્પાદનોનું ઉત્પાદન
# Trends in World Military Expenditure Report 2024
REPORTS
Stockholm International Peace Research Institute (SIPRI) દ્વારા પ્રકાશિત “Trends in World Military Expenditure” રિપોર્ટના 2024 સંસ્કરણ અનુસાર, ભારતનો લશ્કરી ખર્ચ ગયા વર્ષ કરતા પાકિસ્તાન કરતા લગભગ નવ ગણો વધારે હતો.
Trends in World Military Expenditure Report વિશે
- આ એક વાર્ષિક અહેવાલ છે જે અગ્રણી Swedish Think Tank, Stockholm International Peace Research Institute (SIPRI) દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. તે વિશ્વભરમાં લશ્કરી ખર્ચનું વ્યાપક વિશ્લેષણ પ્રદાન કરે છે.
- Highlights of 2024 Report
- 2024માં વૈશ્વિક સંરક્ષણ ખર્ચ (Global Defence Expenditures) $2.46 trillion સુધી પહોંચ્યો, જે પાછલા વર્ષના $2.24 trillion થી વધુ છે, જેના કારણે સરેરાશ સંરક્ષણ ખર્ચ Global GDPના 1.9% થયો છે , જે 2022માં 1.6% અને 2023માં 1.8% હતો.
- વિશ્વના તમામ પ્રદેશોમાં લશ્કરી ખર્ચમાં વધારો થયો છે, ખાસ કરીને યુરોપ અને મધ્ય પૂર્વ બંનેમાં ઝડપી વૃદ્ધિ, ચાલુ યુક્રેન-રશિયા યુદ્ધ અને ઇઝરાયલ-હમાસ સંઘર્ષને કારણે.
- યુરોપ (રશિયા સહિત)માં લશ્કરી ખર્ચ 17% વધીને $693 બિલિયન થયો અને 2024માં વૈશ્વિક વધારામાં મુખ્ય ફાળો આપનાર હતો.
- અમેરિકાનો લશ્કરી ખર્ચ 5.7% વધીને $997 બિલિયન થયો, જે 2024માં કુલ NATO ખર્ચના 66% અને વિશ્વ લશ્કરી ખર્ચના 37% હતો.
- મધ્ય પૂર્વમાં લશ્કરી ખર્ચ 2024માં અંદાજિત $243 બિલિયન સુધી પહોંચ્યો, જે 2023 કરતા 15% વધુ છે, જેમાં ઈઝરાયલ અને લેબનોન આ ક્ષેત્રમાં સૌથી વધુ ખર્ચ કરનારા દેશો તરીકે ઉભરી આવ્યા છે.
- વિશ્વના લશ્કરી ખર્ચનો 60% હિસ્સો ફક્ત પાંચ દેશો દ્વારા કરવામાં આવ્યો હતો – USA (37%), ચીન (12%), રશિયા (5.5%), જર્મની (3.3%) અને ભારત (3.2%).
- 2024માં વિશ્વનો પાંચમો સૌથી મોટો લશ્કરી ખર્ચ કરનાર ભારતે પોતાનો ખર્ચ વધારીને $86.1 બિલિયન કર્યો, જે 2023 કરતાં 1.6% અને 2.15 કરતાં 42% વધુ છે.
- 2024માં ભારતનો લશ્કરી ખર્ચ પાકિસ્તાનના ખર્ચ કરતાં લગભગ નવ ગણો હતો.
- ચીનનો લશ્કરી ખર્ચ 7.0% વધીને અંદાજિત USD 314 billion થયો છે, જે ત્રણ દાયકાના અવિરત વિકાસને દર્શાવે છે. Asia અને Oceania માં સંરક્ષણ ખર્ચમાં એકલા ચીનનો હિસ્સો અડધો હતો.
One-Liner Current Affairs
- તાજેતરમાં મહારાષ્ટ્ર વન્યજીવન બોર્ડે DPS ફ્લેમિંગો તળાવને સંરક્ષણ અનામત તરીકે જાહેર કર્યું છે.
- આ ઐતિહાસિક નિર્ણય પ્રથમવાર થાણે ક્રીક ફ્લેમિંગો અભયારણ્ય સાથે જોડાયેલા વેટલેન્ડને આ પ્રકારનું રક્ષણ મળ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડાણવીસના નેતૃત્વમાં આ મંજૂરી આપવામાં આવી હતી.
- આ પહેલનો હેતુ નવી મુંબઈના નાજૂક વેટલેન્ડ ઈકોસિસ્ટમને સુરક્ષિત રકવાનો છે.
- ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 21 એપ્રિલના રોજ 88 વયે વેટિકન સિટીમાં નિધન થયું છે.
- તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ (નિવૃત્ત) શ્રી દિનેશ મહેશ્વરીને ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- આંધ્રપ્રદેશ સરકાર અમરાવતીમાં ભારતના પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વિલેજની સ્થાપના તરફ આગળ વધી રહ્યું છે. આ પહેલનો હેતુ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સંશોધન અને સહયોગ માટે એક અગ્રણી ઈકો સિસ્ટમ બનાવવાનો છે.
- આ પ્રોજેકટને રીઅલ-ટાઈમ ગવર્નન્સ સોસાયટી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વિલેજમાં IBM દ્વારા ડિઝાઈન કરાયેલ એક આઈકોનિક ઈમારત છે.
- તાજેતરમાં ચીને હાઈડ્રોજન આધારિત વિસ્ફોટક ઉપકરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ચાઈના સ્ટેટ શિપબિલ્ડિંગ કોર્પોરેશનના 705 રિસર્ચ ઈન્સ્ટિટયૂટ દ્વારા વિકસાવવામાં આવેલા આ નવા શસ્ત્રએ પરંપરાગત વિસ્ફોટકો કરતાં વધુ ક્ષમતા દર્શાવી છે.
- મહારાષ્ટ્ર સરકારે મહિલાઓને સશક્ત બનાવવા અને તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા માટે ‘પિંક ઈ-રિક્ષા યોજના’ શરૂ કરી છે. 21 એપ્રિલ, 2025ના રોજ પૂણેમાં નાયબ મુખ્યમંત્રી શ્રી અજીત પવાર દ્વારા તેને સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી હતી, જ્યાં મહિલાઓને ઈલેક્ટ્રિક થ્રી-વિલરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
- આ યોજના મહારાષ્ટ્રના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત છે. કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ સત્તાવાર ભાગીદાર છે અને ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર સપ્લાય કરશે.
- શરૂઆતમાં 8 જિલ્લામાં કુલ 10,000 રિક્ષા આપવામાં આવશે.
- કેન્દ્રીય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE)એ માઈક્રોસોફ્ટ સાથે ભાગીદારીમાં 22 એપ્રિલ, 2025ના રોજ ‘AI કારકિર્દી માટે મહિલાઓ પહેલ’ શરૂ કરી છે.
- આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય 6 ભારતીય રાજ્યોના Tier-I અને Tier-II શહેરોની 20,000 મહિલાઓને Artificial Inelligance (AI)a કાર્યક્રમનો ઉદ્દેશ્ય 6 ભારતીય રાજ્યોના Tier-I અને Tier-II શહેરોની 20,000 મહિલાઓને Artificial Intelligence (AI)માં તાલીમ આપવાનો છે.
- તે ડિજિટલ કૌશલ્ય, નેતૃત્વ ક્ષમતાઓ અને ઉદ્યોગસાહસિકતા જ્ઞાન સાથે મહિલાઓને સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
- National Council for Vocational Education and Training (NCVET)ના સહયોગથી 240 કલાકનો અભ્યાસક્રમ વિકસાવવામાં આવ્યો છે.
- ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અમદાવાદમાં ‘ભારત, ભાગ્ય, વિધાતા – રાષ્ટ્ર પ્રથમ’ કાર્યક્રમ યોજાયો હતો.
- આ પ્રસંગે દેશની સંસ્કૃતિ અને સમૃધ્ધિના જતન ઉપરાંત સમાજ સેવા, કલા, રમત ગમત, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન દ્વારા રાષ્ટ્રનિર્માણમાં મહત્વનું યોગદાન આપનારા મહાનુભાવોને ‘Feelings Pride of India Award 2025’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આત્મનિર્ભર ભારત અને સ્વર્ણિમ ભારત નિર્માણના સંકલ્પ સાથે ‘Feelings Multimedia Ltd.’ દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું હતું.
- HEALD (Healthy Liver Education and Alcohol-associated Liver Disease Prevention)એ ભારતમાં યકૃત રોગ (Liver Disease)નો સામનો કરવા માટે રચાયેલ એક પ્રકારની પ્રથમ રાષ્ટ્રવ્યાપી પહેલ છે.
- Institute of Liver and Biliary Sciences (ILBS) દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.
- તેનો ઉદ્દેશ્ય માનસિક સ્વાસ્થ્ય સહાય, સમુદાય આઉટરીચ અને નીતિગત સુધારાને લીવર સંભાળમાં એકીકૃત કરીને દારૂના વ્યસનને લગતા કલંકને ઘટાડવાનો પણ છે.
- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના પૂર્વ ચીફ ડૉ. કે. કસ્તુરીરંગનનું 84 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ISRO માં અવકાશ વૈજ્ઞાનિક હતા.
- તાજેતરમાં ઓડિશા સરકાર દ્વારા ‘સિમલીપાલ‘ને સત્તાવાર રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. તે ભીતરકણિકા પછી ઓડિશા રાજ્યનો બીજો રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ સાથે સિમલીપાલ ભારતનું 107મું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું છે.
- તાજેતરમાં ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં INS સુરત યુધ્ધ જહાજ પરથી મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ (MR-SAM) હવાઈ સંરક્ષણ મિસાઈલ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
- તાજેતરમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS)એ ભારતીય નૌકાદળ માટે ફ્રાંસ પાસેથી 26 રાફેલ – M ફાઈટર જેટ ખરીદવા માટે ₹63000 કરોડના સોદાની મંજૂરી આપી હતી.
- તાજેતરમાં OpenAI એ તેના નવીનતમ તર્ક મોડેલો O3 અને O4 મીની રજૂ કર્યા છે.