Daily Current Affairs 22-26 October 2024

  • 22 October 2024
    1. International Stuttering Awareness Day
      • International Stuttering Awareness Day દર વર્ષે 22 ઓકટોબરના રોજ ઉજવવામાં આવે છે. તે એક વૈશ્વિક હેલ્થકેર ઈવેન્ટ છે, જે Speech Disorder વિશે જાગૃતતા ફેલાવવા માટે ઉજવવામાં આવે છે, જેને ‘સ્ટટરિંગ અથવા સ્ટમરિંગ‘ તરીકે ઓળખવામાં આવે છે.
      • International Stuttering Awareness Day 2024 થીમ: “The Power of Listening.”
      • માઈકલ સુગરમેન (Michael Sugarman) દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી, જે ઓકલેન્ડ, કેલિફોર્નિયા (Oakland, California)ના સ્ટટરિંગ જાગૃતિના અગ્રણી હિમાયતી હતા.
      • 1998માં International Fluency Association, European League of Stuttering Associations અને ISAએ સંયુક્ત રીતે 22મી ઓક્ટોબરને સ્ટટરિંગ અવેરનેસ ડે તરીકે જાહેર કર્યો.
  • 23 October 2024
    1. International Snow Leopard Day
      • 23 ઓકટોબરના રોજ International Snow Leopard Day ઉજવવામાં આવે છે.
      • 23 ઓકટોબર, 2013ના રોજ International Snow Leopard Day અસ્તિત્વમાં આવ્યો. જેમાં 12 દેશો દ્વારા Snow Leopordના સંરક્ષણ પર કિર્ગિસ્તાન (Kyrgyzstan)માં બિશ્કેક ઘોષણા (Bishkek Declaration) સ્વીકારવામાં આવી.
      • 12 દેશો: અફઘાનિસ્તાન, ભૂટાન, ચીન, ભારત, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, મંગોલિયા, નેપાળ, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન.
      • Global Snow Leopard and Ecosystem Protection Program (GSLEP) પણ તે જ દિવસે શરૂ કરવામાં આવ્યો હતો.
      • Snow Leopard Population Assessment in India (SPAI) પ્રોગ્રામ મુજબ ભારતમાં Snow Leopard ની વસ્તી 718 જેટલી છે.
      • જુદા જુદા રાજ્યોમાં અંદાજિત વસ્તી નીચે મુજબ છે.
        • લદ્દાખ (477), ઉત્તરાખંડ (124), હિમાચલ પ્રદેશ (51), અરુણાચલ પ્રદેશ (36), સિક્કિમ (21), અને જમ્મુ અને કાશ્મીર (9)
      • લદ્દાખના હેમિસ નેશનલ પાર્કને Snow Leopard Capital of the World કહેવામાં આવે છે.
  • 24 October 2024
    1. સંયુક્ત રાષ્ટ્ર સ્થાપના દિવસ (United Nations Foundation Day)
      • 24 ઓકટોબર, 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ હતી.
      • બીજું વિશ્વ યુદ્ધ પૂર્ણ થયા પછી 1945ની 25 એપ્રિલે અમેરિકાના સેનફ્રાન્સિસ્કોમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું સંયુક્ત રાષ્ટ્ર સંમેલન યોજાયું જેમાં 50 દેશ અને બિન-સરકારી સંગઠનોએ સંયુક્ત રાષ્ટ્ર અધિકાર પત્ર પર સહમતિ વ્યક્ત કરી.
      • સુરક્ષા પરિષદના 5 કાયમી સભ્ય દેશો ફ્રાંસ, ચીન, રશિયા, બ્રિટન અને અમેરિકાના હસ્તાક્ષર પછી 24 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યું.
      • સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટર: ન્યુયોર્ક, અમેરિકા
    2. વિશ્વ પોલિયો દિવસ (World Polio Day)
      • દર વર્ષે 24 ઓકટોબરના રોજ વિશ્વ પોલિયો દિવસ ઉજવવામાં આવે છે.
      • ઉદ્દેશ્ય: પોલિયો જેવા રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો
      • પોલિયો એક ચેપી રોગ છે, જે આખા શરીરને અસર કરે છે. બાળકો મોટાભાગે આ રોગનો ભોગ બને છે.
      • પોલિયોને ‘પોલિયોમાઈલાઈટિસ‘ અથવા ‘બાળ અંગઘાત‘ પણ કહેવાય છે.
      • અમેરિકાના વિજ્ઞાની Jonas Salk1955માં પોલિયોની રસીની શોધ કરી હતી.
      • WHO દ્વારા 2014માં ભારતને પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો.
    3. World Development Information Day
      • દર વર્ષે 24 ઓક્ટોબરના રોજ World Development Information Day ઉજવવામાં આવે છે, જે સંયુક્ત રાષ્ટ્ર દિવસ સાથે સુસંગત છે.
      • સ્થાપના: 1972માં યુએન જનરલ એસેમ્બલી દ્વારા
      • હેતુ: વિકાસના મુદ્દાઓ વિશે વૈશ્વિક જાગૃતિ વધારવા અને ટકાઉ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.

  • Disarmament Week 2024 (24-30 October)
    • United Nations (UN) Day 24 ઓક્ટોબર થી 30 ઓકટોબર સુધી દર વર્ષે નિઃશસ્ત્રીકરણ સપ્તાહ (Disarmament Week) ઉજવવામાં આવે છે.
    • હેતુ: નિઃશસ્ત્રીકરણના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને શસ્ત્રોના પ્રસાર અને પ્રભાવને ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય સંવાદને પ્રોત્સાહન આપવું.
  • 22 October
    • 22 October 1947: ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધની શરૂઆત
      • આ યુદ્ધ સમાપ્તિ બાદ જમ્મુ-કાશ્મીર રાજ્યનું ઔપચારિક રીતે ભારતમાં વિલીનીકરણ કરવામાં આવ્યું.
    • 22 October 1963: ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ભાખરા-નાંગલ ડેમ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો.
      • આ ડેમ હિમાચલ પ્રદેશના બિલાસપુરના ભાખરા ગામમાં સતલુજ નદી પર સ્થિત છે.
      • ઊંચાઈ: 740 ફીટ
      • વર્તમાનમાં 855 ફીટ ઉચ્ચ ટેહરી ડેમ પછી ભારતનો બીજો સૌથી ઊંચો ડેમ છે.
    • 22 October 2008: ઈસરો દ્વારા ‘ચંદ્રયાન પ્રથમ’ લૉન્ચ કરવામાં આવ્યું.
      • આ યાનને શ્રી હરિકોટાના સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્રથી લૉન્ચ કરવામાં આવ્યું.
      • ચંદ્રયાન પ્રથમને ધ્રુવીય સેટેલાઈટ લોન્ચ વ્હીકલ રોકેટ PSLV-XLની મદદથી લોન્ચ કરવામાં આવ્યું.
        • આ મિશનથી ભારત ચંદ્રમા પર પોતાનો ધ્વજ લગાવનાર ચોથો દેશ બન્યો.
  • 23 October
    • 23 October 1778: રાણી ચેન્નમ્માનો જન્મ કર્ણાટકના બેલગાવી જિલ્લાના કાકતીમાં થયો હતો.
      • તે કર્ણાટકના કિત્તૂર રાજ્યના રાણી હતા.
      • 1857ના બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામેના સંગ્રામ માટે પ્રખ્યાત હતા.
    • 23 October 1898: ખંડૂભાઈ દેસાઈનો જન્મ ગુજરાતના વલસાડમાં થયો હતો.
      • તેઓ પ્રખ્યાત શ્રમિક નેતા અને સ્વતંત્રતા સેનાની હતા.
      • તેમને અમદાવાદના કપાસ મિલ મજૂરના સંગઠન ‘મજૂર મહાજન’નું કાર્ય હાથમાં લીધું.
  • 24 October
    • 24 October 1946: પ્રથમ વખત અવકાશમાંથી પૃથ્વીનો ફોટોગ્રાફ લેવામાં આવ્યો હતો.
      • ન્યૂ મેક્સિકોમાં અમેરિકી વૈજ્ઞાનિકોએ આંતરીક્ષનો પ્રથમ ફોટોગ્રાફ લીધો.
  • 25 October
    • 25 October 1881: ચિત્રકાર પાબ્લો પિકાસોનો જન્મ સ્પેનના માલાગા (Malaga, Spain)માં થયો હતો.
    • તે 20મી સદીના પ્રખ્યાત કલાકાર હતા.
  • 26 October
    • 26 October 1890:ગણેશ શંકર વિદ્યાર્થીનો જન્મ ઉત્તરપ્રદેશના ઈલાહાબાદ (વર્તમાન પ્રયાગરાજ)માં થયો હતો.
      • તે ભારત ઈતિહાસના સંવેદનશીલ પત્રકાર હતા.
      • પત્રકારિતા કારકિર્દી દરમિયાન તેમણે ‘પત્રિકા પ્રતાપ‘ની સ્થાપના કરી.
      • તેમણે હિન્દી પત્રકારિતાના પ્રમુખ સ્તંભ માનવામાં આવે છે.
    • 26 October 1947: જમ્મુ અને કાશ્મીર ભારતના પ્રજાસત્તાકનો ભાગ બન્યું.
      • ઓકટોબર 1947માં ભારત-પાકિસ્તાન યુદ્ધ સમાપ્તિ બાદ જમ્મુ અને કાશ્મીરને ઔપચારિક રીતે ભારતમાં વિલીનીકરણ કરવામાં આવ્યું.
      • આજ દિવસે રાજા હરી સિંહે એક કાનૂની દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા. આ દસ્તાવેજને ‘Instrument of Accession‘ કહેવામાં આવ્યું.

Daily Current Affairs 22-26 October 2024

તાજેતરમાં, કેન્દ્ર સરકારે 21 ઓકટોબરના રોજ eShram-One Stop Solution Platform લૉન્ચ કર્યું જેણે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે 12 કલ્યાણ યોજનાઓને એકીકૃત કરી છે.

  • eShram-One Stop Solutionનો હેતુ અસંગઠિત કામદારો માટેની તમામ સામાજિક સુરક્ષા અને કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓની માહિતીને એક જ પ્લેટફોર્મ દ્વારા અસરકારક રીતે એકીકૃત કરવાનો છે.
  • eShram Portal
    • શરૂઆત: 2021
    • ભારતમાં અસંગઠિત કામદારોનો રાષ્ટ્રીય ડેટાબેઝ (NDUW) બનાવવા માટે રચાયેલ છે.
    • ઉદ્દેશ્ય: બાંધકામ કામદારો, સ્થળાંતર મજૂરો, શેરી વિક્રેતાઓ અને ઘરેલું કામદારો જેવા અસંગઠિત કામદારોની નોંધણી કરવાનો છે.
  • પોર્ટલ પર નોંધાયેલા કામદારોને 12-અંકના અનન્ય નંબર સાથેનું ઈ-શ્રમ કાર્ડ મળે છે, જેમાં મૃત્યુ અથવા કાયમી વિકલાંગતા માટે ₹2 લાખનો અકસ્માત વીમો અને આંશિક અપંગતા માટે ₹1 લાખનો વીમો આપવામાં આવે છે.

eShram નોંધાયેલા કામદારો માટે કલ્યાણ યોજનાઓ

  • Pradhan Mantri Shram Yogi Maan-Dhan Yojana (PM-SYM) 
  • National Pension Scheme for Traders and Self-employed Persons (NPS) 
  • Pradhan Mantri Jeevan Jyoti Yojana (PMJJBY) 
  • Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) 
  • Atal Pension Yojana 
  • Public Distribution System (PDS) 
  • Pradhan Mantri Awaas Yojana – Gramin (PMAY-G) 
  • National Social Assistance Programme (NSAP) – Old Age Protection 
  • Ayushman Bharat-Pradhan Mantri Jan Arogya Yojana (AB-PMJAY) 
  • Pradhan Mantri Kisan Mandhan Yojana 
  • National Safai Karamcharis Finance and Development Corporation (NSKFDC) 
  • Self Employment Scheme for Rehabilitation of Manual Scavengers  
  • Health Insurance Scheme for Weavers (HIS)

તાજેતરમાં United Nations Development Programme (UNDP) અને Oxford Poverty and Human Development Initiative (OPHI) દ્વારા Multidimensional Poverty Index Report બહાર પાડવામાં આવ્યો છે.

Global Multidimensional Poverty Index (MPI) Report 2024 વિવિધ રાષ્ટ્રોમાં હિંસક સંઘર્ષ અને બહુપરિમાણીય ગરીબી વચ્ચેના ભયજનક આંતર જોડાણોને પ્રકાશિત કરે છે. અહેવાલ મુજબ, આશરે 1.1 અબજ લોકો તીવ્ર બહુપરિમાણીય ગરીબીમાં જીવે છે, જેમાં 455 મિલિયન સંઘર્ષ પ્રભાવિત પ્રદેશોમાં રહે છે. 234 મિલિયન સાથે, ભારત અત્યંત ગરીબીમાં સૌથી વધુ લોકો ધરાવતો દેશ હતો.

2024ના અહેવાલમાંથી Multidimensional Poverty Index પર આધારિત દક્ષિણ એશિયાના દેશોનું MPI મૂલ્ય નીચે મુજબ છે:

  • ભારત: 0.105 MPI મૂલ્ય, 234 મિલિયન લોકો બહુપરીમાણીય ગરીબીમાં જીવે છે (23.8% Incidence)
  • પાકિસ્તાન: 0.198 MPI મૂલ્ય, 93 મિલિયન લોકો ગરીબીમાં જીવે છે (38.3% Incidence)
  • નેપાળ: 0.092 MPI મૂલ્ય, લગભગ 7.5 મિલિયન લોકો ગરીબીમાં જીવે છે (22.5% Incidence)
  • બાંગ્લાદેશ: 0.104 MPI મૂલ્ય, જેમાં 41.7 મિલિયન લોકો ગરીબીમાં જીવે છે (24.6% Incidence)

MPI વિશે

  • તે ગરીબીનું માપદંડ છે જે શિક્ષણ, આરોગ્ય અને જીવનધોરણના ક્ષેત્રોમાં ગરીબ લોકોનો સામનો કરતી બહુવિધ વંચિતોને પ્રતિબિંબિત કરે છે.
  • જો કોઈ વ્યક્તિ 1/3 કે તેથી વધુ (Weighted) સૂચકાંકોથી વંચિત હોય, તો તેને ‘MPI ગરીબ’ તરીકે ઓળખવામાં આવે છે.
  • ઉત્પત્તિ: 2010માં શરૂ કરવામાં આવી હતી.
  • India’s National MPI (NMPI)
    • તે 2021માં નીતિ આયોગ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું
    • વૈશ્વિક MPI મોડલના 10 મૂળ સૂચકાંકો જાળવી રાખ્યા છે અને બે સૂચકાંકો ઉમેર્યા છે, જેમ કે, માતૃત્વ આરોગ્ય અને બેંક એકાઉન્ટ.

તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ‘ફર્સ્ટ ગ્લોબલ નેચર કન્ઝર્વેશન ઈન્ડેક્સ 2024‘માં ભારતને સૌથી ખરાબ પ્રદર્શન કરનારા દેશોમાં સ્થાન આપવામાં આવ્યું છે.

  • આ ઈન્ડેક્સમાં ભારત 180 દેશોમાંથી 176માં ક્રમે છે.
  • આ ઈન્ડેક્સ Goldman Sonnenfeldt School of Sustainability and Climate Change, Ben-Gurion University, ઈઝરાયેલ અને બિન-લાભકારી વેબસાઈટ BioDB.Com દ્વારા સંયુક્ત રીતે પ્રકાશિત કરવામાં આવ્યો છે.
  • આ ઈન્ડેક્સ દેશોને ચાર મુખ્ય સ્તંભોના આધારે રેન્ક આપે છે.
    • જમીન વ્યવસ્થાપન
    • જૈનવિવિધતા માટે ખતરો
    • ક્ષમતા અને શાસન
    • ભાવિ પ્રવાહો

Global Nature Conservation Index: શ્રેષ્ઠ પ્રદર્શન કરતા દેશો

  1. લક્ઝમબર્ગ
  2. એસ્ટોનિયા
  3. ડેનમાર્ક
  4. ફિનલેન્ડ
  5. યુનાઈટેડ કિંગડમ
  6. ઝિમ્બાબ્વે
  7. ઓસ્ટ્રેલિયા
  8. સ્વિટ્ઝર્લેન્ડ
  9. રોમાનિયા
  10. કોસ્ટા રિકા

Global Nature Conservation Index: સૌથી ખરાબ પ્રદર્શન કરનારા દેશો

  • કિરીબાતી (180)
  • તુર્કિયે (179)
  • ઈરાક (178)
  • માઈક્રોનેશિયા (177)
  • ભારત (176)
  • ટોગો (175)

તાજેતરમાં ભારત અને પાકિસ્તાનની સરકારો શ્રી કરતારપુર સાહિબ કોરિડોર પરના કરારની માન્યતા પાંચ વર્ષ માટે 24 ઓકટોબર 2029 સુધી લંબાવવા માટે સંમત થયા છે.

  • આ પ્રારંભિક કરાર 24 ઓકટોબર 2024ના રોજ સમાપ્ત થવાનો હતો.
  • 22 ઓકટોબર 2024ના રોજ વિદેશ મંત્રાલય દ્વારા આ નવીનતમ કરારની જાહેરાત કરવામાં આવી હતી.
  • આ બંને દેશો વચ્ચેનો કરાર 15-16 ઓકટોબર 2024ના રોજ ઈસ્લામાબાદમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્નમેન્ટની 23મી બેઠક માટે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની પાકિસ્તાનની મુલાકાતની પુષ્ઠભૂમિમાં થયો હતો.
  • ઈસ્લામાબાદમાં ડૉ. જયશંકર પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઈશાક ડારને મળ્યા હતા.

કરતારપુર કોરિડોર

  • ભારત અને પાકિસ્તાને 2019માં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
  • આ કરારના ભાગરૂપે ભારતીય તીર્થયાત્રીઓને પાંચ વર્ષ માટે પાકિસ્તાનમાં ગુરુદ્વારા દરબાર સાહિબ કરતારપુરની મુલાકાતની સુવિધા આપવામાં આવી હતી.
  • ભારતીય તીર્થયાત્રીઓ વિઝા વિના કરતારપુર કોરિડોર દ્વારા પાકિસ્તાનની મુલાકાત લઈ શકે છે.
  • આ કોરિડોર માટે વ્યક્તિ દીઠ $20 ફી રાખવામાં આવી છે.
  • 4.1 કિલોમીટર લાંબો રસ્તો છે.
  • તે પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક શહેરમાંથી શરૂ થાય છે અને પાકિસ્તાની પંજાબ પ્રાંતના નારોવાલ જિલ્લામાં ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબ પર સમાપ્ત થાય છે.
  • કરતારપુર પાકિસ્તાની પંજાબમાં રાવી નદીના પશ્ચિમ કિનારે આવેલું છે.
  • તે શીખો માટે એક પવિત્ર તીર્થસ્થાન છે.
  • આ તીર્થસ્થાને શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીએ તેમના જીવનના છેલ્લા 18 વર્ષ વિતાવ્યા હતા.

One-Liner Current Affairs

  • રાજ્યમાં હવે તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
    • હેલ્મેટ વગર કર્મચારીને સરકારી કચેરીમાં પ્રવેશ નહીં મળે. આ અંગે રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો છે.
    • મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ નિયમ-129 હેઠળ, દ્વિચક્રી વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે.
  • રાજ્યના ધોલેરા ખાતે આવેલ ‘સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન‘માં દેશના સૌથી મોટા ‘ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી’નું નિર્માણ થઈ રહ્યું છે.
    • ધોલેરા સ્માર્ટ સિટીમાં સેમિકન્ડક્ટર, ઈલેકટ્રોનિક્સ, નોન રિન્યુએબલ એનર્જી, ઓટોમોબાઈલ, ઈવી, એરોસ્પેસ, ડિફેન્સ, આઈ.ટી. જેવી કંપનીઓનું નિર્માણ થશે.
    • ગુજરાત સરકારે ખાસ ઈન્વેસ્ટમેન્ટ રીજન અને ઈન્ડસ્ટ્રીયલ ઝોનના આયોજન, વિકાસ અને સંચાલન માટે 2009માં ‘ધ ગુજરાત સ્પેશિયલ ઈનવેસ્ટમેન્ટ રીજન (GSIR) એક્ટ’ જાહેર કર્યો હતો. તે અંતર્ગત ગુજરાતનાં ધોલેરાને દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરના ભાગરૂપે ‘સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન (SIR)‘ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
    • ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા આ સ્થળના વિકાસ માટે ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (DSIRDA)ની રચના કરવામાં આવી છે.
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લા માટે અંદાજે 507.84 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
    • સાવલીના કનોડ નજીક મહી નદી પર બનનારા 412 કરોડ રૂપિયાના વિશાળ આડબંધનું લોકાર્પણ કર્યું.
    • આ પરિયોજનાથી સાવલી તાલુકાના 34 ગામોને તેમજ ઉમરેઠ તાલુકાના 15 ગામોને લાભ થશે.
  • દુબઈમાં સુકાની સોફી ડિવાઈનના નેતૃત્વમાં ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 32 રને હરાવીને મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં તેનું પ્રથમ ટાઈટલ જીત્યું હતું.
    • પ્લેયર ઓફ ધ સિરીઝ અને પ્લેયર ઓફ ધ મેચ: એમેલિયા કેર
    • 2009માં મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ વિજેતા ટીમ ઈંગ્લેન્ડ હતી.
  • રાજધાની દિલ્હીમાં દિલ્હી હાફ મેરેથોનની 19મી કડીનું આયોજન કરવામાં આવ્યું હતું.
    • CDS જનરલ અનિલ ચૌહાણ, ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી અને અન્ય અધિકારીઓએ હાફ મેરેથોનને લીલી ઝંડી આપી હતી.
    • યુગાન્ડાના ઓલિમ્પિક ચેમ્પિયન જોશુઆ ચેપ્ટેગીએ પુરુષ વર્ચનું ટાઈટલ જીત્યું હતું.
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 19 ઓકટોબરના રોજ ગણદેવી તાલુકાના ખારેલ ગામે, એ. એમ. નાયક રૂરલ સ્કીલ ડેવપલમેન્ટ સેન્ટરનો સિલાન્યાસ તથા અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
  • અમદાવાદ ખાતે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ ગવઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ઉપસ્થિતિમાં ‘ઈન્ડિયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ‘ની 34મી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ હતી.
  • વિયેતનામની 15મી રાષ્ટ્રીય સભાના વર્તમાન 8મા સત્રમાં નવા રાષ્ટ્રપતિ તરીકે લાઓંગ કુઓંગને ચૂંટવામાં આવ્યા છે.
    • લાઓંગ કુઓંગ પૂર્વ રાષ્ટ્રપતિ ટૂ લૈમનું સ્થાન લેશે.
    • રાષ્ટ્રીય સભામાં ઉપસ્થિત તમામ 440 પ્રતિનિધિઓએ લાઓંગ કુઓંગના પક્ષે મતદાન કર્યું હતું.
  • ગુજરાતના કડી તાલુકાના કુંડાળ ગામે રહેતી મૂળ જકાસણા ગામની વતની 23 વર્ષીય સિદ્ધિ પટેલ નેવી ઓફિસર બની. સિદ્ધિ ગુજરાતની પ્રથમ મહિલા છે જેણે ભારતીય નૌસેનામાં આ મહત્ત્વપૂર્ણ પદ પ્રાપ્ત કર્યું છે.
  • માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે મણિપુરમાં 1,026 કિમીમાં ફેલાયેલા 50 નેશનલ હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
    • 902 કિમીના 44 પ્રોજેક્ટ રાજ્યના પહાડી વિસ્તારોમાં છે. આ વિસ્તારોમાં 125 કિમીના 8 પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા છે અને 12,000 કરોડના ખર્ચે 777 કિમીના બાકીના 36 પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે.
  • અરિહંત વર્ગની ચોથી પરમાણુ સબમરીન S-4 ભારતના વિશાખાપટ્ટનમ શિપ બિલ્ડિંગ સેન્ટરથી લૉન્ચ કરવામાં આવી છે.
    • ન્યુક્લિયર સબમરીન S-4 3,500 કિમી રેન્જમાં એકસાથે 8 K-4 બેલેસ્ટિક મિસાઈલ ફાયર કરવામાં સક્ષમ છે.

Leave a Comment

error: Content is protected !!