Daily Current Affairs 21-25 March 2025

  • 21 March 2025
    1. International Day of Forests
      • દર વર્ષે વન સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી 21 માર્ચના રોજ International Day of Forests ઉજવવામાં આવે છે.
      • સ્થાપના: 28 નવેમ્બર, 2012ના રોજ સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા
      • સૌપ્રથમ ઉજવણી: 21 માર્ચ, 2013
      • International Day of Forests 2025 થીમ: “Forests and Food”.
    2. World Down Syndrome Day
      • Down Syndrome ધરાવતા લોકો માટે જાગૃતિ અને સમર્થન લાવવા માટે 21 માર્ચના રોજ World Down Syndrome Day ઉજવવામાં આવે છે.
    3. World Poetry Day
      • દર વર્ષે વિશ્વભરમાં કવિતાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર વિશ્વમાં 21 માર્ચના રોજ World Poetry Day ઉજવવામાં આવે છે.
      • 1999માં પેરિસ ખાતે યોજાયેલા યુનેસ્કોના 30મા સત્રમાં યુનેસ્કો દ્વારા 21 માર્ચના રોજ World Poetry Day ની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
    4. International Day for the Elimination of Racial Discrimination
      • દર વર્ષે 21 માર્ચના રોજ International Day for the Elimination of Racial Discrimination ઉજવવામાં આવે છે.
      • 2025માં International Convention on the Elimination of All Forms of Racial Discrimination (ICERD)ની 60મી વર્ષગાંઠ છે, જે 21 ડિસેમ્બર, 1965ના રોજ United Nations General Assembly દ્વારા અપનાવવામાં આવેલી એક સીમાચિન્હરૂપ સંધિ છે.
      • 21 માર્ચ, 1960ના રોજ દક્ષિણ આફ્રિકામાં થયેલા Sharpeville Massacre ની યાદમાં International Day for the Elimination of Racial Discrimination ઉજવવામાં આવે છે. રંગભેદ કાયદા પસાર કરવા સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન દરમિયાન શાર્પવિલે ટાઉનશિપમાં પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલા લોકોના ટોળા પર પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં 69 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
      • 21 ડિસેમ્બર, 1965ના રોજ United Nations General Assembly દ્વારા International Convention on the Elimination of All Forms of Racial Discrimination (ICERD) અપનાવામાં આવ્યું હતું.
      • આ સંધિ પ્રથમ મુખ્ય આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંધિ હતી અને જાતિવાદ નાબૂદ કરવા માટે વૈશ્વિક પ્રતિબદ્ધતા સ્થાપિત કરી હતી.
  • 22 March 2025
    1. World Water Day
      • સમગ્ર વિશ્વમાં શુદ્ધ પાણીના મહત્ત્વ અંગે જાગૃતિ ફેલાવવા માટે યુનાઈટેડ નેશન્સ દ્વારા દર વર્ષે 22 માર્ચના રોજ World Water Day ઉજવવામાં આવે છે.
      • સૌપ્રથમ ઉજવણી: 22 માર્ચ, 1993
      • World Water Day 2025 થીમ: ‘Glacier Preservation’.
  • 23 March 2025
    1. શહીદ દિવસ
      • 23 માર્ચ, 1931ના રોજ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરુને ‘લાહોર ષડયંત્ર કેસ’માં ફાંસી આપવામાં આવી હતી.
      • આ વીર શહીદોની યાદમાં ભારતમાં દર વર્ષે 23 માર્ચના રોજ આ શહીદોની પુણ્યતિથિ અથવા શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
      • નોંધ: મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ 30 જાન્યુઆરીના દિવસે પણ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
    2. World Meteorological Day
      • World Meteorological Organizationની સ્થાપના 23 માર્ચ, 1950ના રોજ થઈ હતી. તેથી આ દિવસે દર વર્ષે 23 માર્ચના રોજ ‘World Meteorological Day‘ ઉજવવામાં આવે છે.
      • વડું મથક: જિનીવા, સ્વિત્ઝર્લેન્ડ
      • આ દિવસને ‘વિશ્વ હવામાન દિવસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • 24 March 2025
    1. વિશ્વ ક્ષય દિવસ (World Tuberculosis (TB) Day)
      • દર વર્ષે સમગ્ર વિશ્વમાં 24 માર્ચના રોજ ‘વિશ્વ ક્ષય દિવસ (World Tuberculosis (TB) Day)‘ની ઉજવણી કરવામાં આવે છે.
      • તબીબ ડૉ. રોબર્ટ કોચ દ્વારા 24 માર્ચ, 1882ના રોજ સૌપ્રથમ વખત ક્ષય રોગના જંતુઓની શોધ કરવામાં આવી હતી.
        • આ દિવસની યાદમાં દર વર્ષે 24 માર્ચના રોજ ‘વિશ્વ ક્ષય દિવસ’ ઉજવવામાં આવે છે.
      • World Tuberculosis (TB) Day 2025 થીમ: ‘Yes! We Can End TB: Commit, Invest, Deliver’
  • 25 March 2025
    1. International Day of Remembrance of Victims of Slavery
      • દર વર્ષે 25 માર્ચના રોજ ‘International Day of Remembrance of Victims of Slavery‘ ઉજવવામાં આવે છે.
    2. International Day of the Unborn Child

Daily Current Affairs 21-25 March 2025

તાજેતરમાં UN Sustainable Development Solutions Network (UNSDSN) દ્વારા World Happiness Day (20 માર્ચ)ના રોજ World Happiness Report (WHR) 2025 પ્રકાશિત કરવામાં આવ્યો છે.

Key Highlights of WHR 2025 

  • આ રિપોર્ટમાં ભારત 118મા ક્રમે છે, 2024માં 126મા ક્રમે હતું.
  • આ રિપોર્ટ અનુસાર ફિનલેન્ડ પ્રથમ ક્રમે છે. ફિનલેન્ડ સતત આઠમા ક્રમે ઈન્ડેક્સમાં પ્રથમ ક્રમે છે.
  • Happiest Countries: ફિનલેન્ડ (સતત 8મું વર્ષ) ત્યારબાદ ડેનમાર્ક, આઇસલેન્ડ અને સ્વીડનનો ક્રમ આવે છે.
  • અફઘાનિસ્તાન આ રિપોર્ટમાં 147મા ક્રમે છે.

World Happiness Report 2025 Rank

ક્રમ દેશ
1ફિનલેન્ડ
2ડેનમાર્ક
3આઈસલેન્ડ
4સ્વીડન
5નેધરલેન્ડ
23યુનાઈટેડ કિંગ્ડમ
24અમેરિકા
32સાઉદી અરેબિયા
55જાપાન
68ચીન
92નેપાળ
109પાકિસ્તાન
118ભારત
126મ્યાનમાર
133શ્રીલંકા
134બાંગ્લાદેશ
146સિએરા લિયોન
147અફઘાનિસ્તાન

નોંધ: Six key indicators determine the happiness score: GDP per capita, social support, healthy life expectancy, freedom, generosity, and perceptions of corruption.

વિશ્વમાં Happiness માપવાનો ખ્યાલ સૌપ્રથમ ભૂટાન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ભૂટાનના પ્રસ્તાવથી યુનાઈટેડ નેશન્સ દ્વારા 2012થી આ રિપોર્ટ શરૂ કરવામાં આવ્યો હતો.

ભારત દ્વારા નવી દિલ્હીમાં Raisina Dialogue 2025ની 10મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ન્યુઝીલેન્ડના વડા પ્રધાન Christopher Luxon મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. 10મા રાયસીના ડાયલોગમાં લગભગ 125 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

Raisina Dialogue 2025 થીમ: “Kalachakra – People, Peace and Planet”.

Raisina Dialogue શું છે?

  • 2016માં વિદેશ મંત્રાલય (Ministry of External Affairs – MEA) દ્વારા શરૂ કરાયેલ Raisina Dialogue નું નામ નવી દિલ્હીમાં Raisina Hills પરથી રાખવામાં આવ્યું છે. તે દર વર્ષે વિદેશ મંત્રાલય દ્વારા Observer Research Foundation (ORF)ના સહયોગથી આયોજિત કરવામાં આવે છે.
  • આ ભારતની અગ્રણી Geopolitics અને Geo-Economics Conference છે, જે Munich Security Conference (Germany) અને Singapore’s Shangri-La Dialogue ની જેમ જ યોજાઈ છે.
  • Raisina Dialogue વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે વૈશ્વિક નેતાઓ, નીતિ નિર્માતાઓ, શિક્ષણવિદો, ઉદ્યોગ નિષ્ણાતો અને પત્રકારોને એકસાથે લાવે છે.
  • હેતુ: ભૌગોલિક રાજકીય અને ભૂ-આર્થિક મુદ્દાઓ પર ચર્ચાઓને સરળ બનાવવાનો.
    • અન્ય રાષ્ટ્રો સાથે ભારતના રાજદ્વારી સંબંધો (Diplomatic Relations)ને મજબૂત બનાવવાનો.
    • નીતિ નિર્માતાઓ અને વિદ્વાનોને વૈશ્વિક પડકારો પર ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવું.
    • સુરક્ષા, આર્થિક અને તકનીકી નીતિઓ પર સહયોગ વધારવો.
  • ત્રણ દિવસ કાર્યક્રમ દરમિયાન વિશ્વભરના નિર્ણય લેનારાઓ અને વિચારશીલ નેતાઓ છ વિષયોના સ્તંભો પર ચર્ચામાં ભાગ લેશે.
    1. Politics Interrupted: Shifting Sands and Rising Tides
    2. Resolving the Green Trilemma: Who, Where, & How
    3. Digital Planet: Agents, Agencies and Absences
    4. Militant Mercantilism: Trade, Supply Chains & the Exchange Rate Addiction
    5. The Tiger’s Tale: Rewriting Development with a New Plan
    6. Investing in Peace: Drivers, Institutions, & Leadership

20 માર્ચના રોજ International Olympic Committee (IOC)ના નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી. Costa Navarino, Greece માં યોજાયેલી 144મી IOC બેઠકમાં Kirsty Coventry ને નવા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

Kirsty Coventry

Kirsty Coventry

  • Kirsty Coventry IOCના પ્રથમ મહિલા અને પ્રથમ આફ્રિકન પ્રમુખ બન્યા છે.
  • તેઓ ઝિમ્બાબ્વેના રમતગમત મંત્રી અને બે વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ (સ્વીમર) વિજેતા છે.
  • તે IOCના 10મા પ્રમુખ બન્યા છે અને IOCના પ્રમુખ તરીકે શ્રી થોમસ બાક (Thomas Bach)નું સ્થાન લેશે.
  • તાજેતરમાં ભારત અને ફ્રાન્સની નૌકાદળો વચ્ચે અરબી સમુદ્રમાં વાર્ષિક દ્વિપક્ષીય નૌકાદળ કવાયત ‘વરુણ 2025’ની 23 મી આવૃત્તિ યોજાઈ છે.
  • વરુણ કવાયત એ ભારત અને ફ્રાન્સ વચ્ચેની દ્વિપક્ષીય નૌકાદળ કવાયત છે.
  • આ કવાયતમાં વિમાનવાહક જહાજો INS વિક્રાંત (ભારત) અને ચાર્લ્સ ડી ગૌલે (ફ્રાન્સ), ફાઈટર એરક્રાફ્ટ, ડિસ્ટ્રોયર, ફ્રિગેટ્સ અને ભારતીય સ્કોર્પિયન-ક્લાસની સબમરીનનો સમાવેશ થાય છે.
  • આ કવાયતો ઉદ્દેશ્ય વ્યૂહાત્મક સંકલન વધારવા અને લડાઈ તૈયારીને સુધારવાનો છે.
  • ભારત અને ફ્રાન્સ વચ્ચેની દ્વિપક્ષીય નૌકા કવાયત 1993માં શરૂ કરવામાં આવી હતી.
    • તેને 2001માં ‘વરુણ’ નામ આપવામાં આવ્યું હતું.
  • ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 14 દિવસ બાદ પૃથ્વી પર પાછા ફર્યા છે. 19 માર્ચના રોજ SpaceX Crew Dragon Capsule ભારતીય સમય મુજબ સવારે 3:27 વાગે ફ્લોરિડાના દરિયા કિનારે લેન્ડ થયું હતું.
  • આ બંને અવકાશયાત્રીઓ બોઈંગ અને નાસાના 8 દિવસના સંયુક્ત ‘Crew Flight Test (CFT) Mission’ પર ગયા હતા.
    • પરંતુ સ્ટારલાઈનર અવકાશયાનના Thrusters માં ટેકનિકલ ખામીને કારણે તેમની 8 દિવસની મુસાફરી 9 મહિનામાં ફેરવાઈ ગઈ હતી.
  • 5 જૂન, 2024ના રોજ બોઈંગના CST-100 સ્ટારલાઈનર પર તેની પ્રથમ ક્રૂ ટેસ્ટ ફ્લાઈટના ભાગરૂપે લૉન્ચ કરવામાં આવ્યું હતું.
    • આ અવકાશયાન એટલાસ V રોકેટ દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું હતું.
    • અવકાશયાન 6 જૂનના રોજ રાત્રે 11.03 કલાકે International Space Station (ISS) પર પહોંચ્યું હતું.
    • ISS પર 8 દિવસના મિશન માટે જ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ટેકનિકલ ખમીઓને કારણે તેઓ 9 મહિના અને 14 દિવસ (286 દિવસ) સુધી ISS પર અટવાયા હતા.
  • 14 માર્ચ, 2025ના રોજ SpaceX એ અવકાશયાત્રીઓ સાથે Crew-10 મિશન લૉન્ચ કર્યું હતું. આ અવકાશયાત્રીઓ 16 માર્ચે સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા હતા.
  • 19 માર્ચ, 2025ના રોજ ભારતીય સમય મુજબ સવારે 3:27 વાગે પૃથ્વી પર પાછા ફર્યા હતા. આ ડ્રેગન કેપ્સ્યુલનું ફ્લોરિડાના દરિયાકિનારે સફળ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
    • આંતરરાષ્ટ્રીય અવકાશમથકથી પૃથ્વી પર પાછા ફરવામાં 17 કલાક જેટલો સમય લાગ્યો હતો.

બોઈંગના સ્ટારલાઈનર વિશે

  • બોઈંગના સ્ટારલાઈનરને CST-100 (Crew Space Transportation) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અવકાશયાત્રા માટે રચાયેલ ક્રૂ કેપ્સ્યુલ છે.
  • તે આંશિક રીતે ફરીથી વાપરી શકાય તેવું છે, એટલે કે તેનો ઉપયોગ બહુવિધ મિશન માટે થઈ શકે છે.
  • તેમાં બે મોડયુલ છે.
    • Crew Module
    • Service Module

SpaceX Crew Dragon

  • SpaceX Crew Dragon એક અવકાશયાન છે, જે અવકાશયાત્રીઓને પૃથ્વી ભ્રમણકક્ષા અને તેનાથી આગળ લઈ જવા માટે રચવામાં આવેલ છે. તે SpaceX’s Dragon 2 Program નો એક ભાગ છે અને તે સાત મુસાફરોને લઈ જવા માટે સક્ષમ છે.
  • Crew Dragon નો ઉપયોગ International Space Station (ISS)ના મિશન માટે કરવામાં આવ્યો છે અને તેનો ઉપયોગ વ્યાપારી મિશન માટે પણ થાય છે.
  • બીજો પ્રકાર Cargo Dragon છે જે સ્પેસ સ્ટેશન સુધી કાર્ગોનું પરિવહન કરે છે.
  • સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર નાસાના SpaceX Crew-9 Mission દ્વારા Crew Dragon Freedom Spacecraftમાં ISS માંથી પૃથ્વી પર પાછા ફર્યા હતા.

જ્ઞાનપીઠ પસંદગી સમિતિ દ્વારા 59મા જ્ઞાનપીઠ પુરસ્કાર (2024) માટે પ્રખ્યાત હિન્દી લેખક શ્રી વિનોદકુમાર શુક્લાની પસંદગી કરવામાં આવી છે. તે છત્તીસગઢના પ્રથમ લેખક છે જેને આ પ્રતિસ્થિત પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કાર મેળવનારા 12મા હિન્દી લેખક છે.

શ્રી વિનોદકુમાર શુક્લા

  • જન્મ: 1 જાન્યુઆરી,1937ના રોજ છત્તીસગઢના રાજનંદગાવમાં થયો હતો.
  • તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘અભિક્ષુ જયહિંદ’ 1971માં પ્રકાશિત થયો હતો.
  • તેમની મુખ્ય નવલકથાઓમાં ‘નોકર કિ કમીઝ’, ‘ખિલેગા તો દેખેંગે’ અને ‘દીવાર મેં એક ખિડકી રહેતી થી’નો સમાવેશ થાય છે.
  • પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મણિ કૌલે પણ ‘નૌકર કી કમીઝ’ પર આ જ નામની ફિલ્મ બનાવી હતી.
  • તેમની લેખન શૈલીને ‘જાદુઈ વાસ્તવિકતા’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જે સામાન્ય જીવનની ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરે છે.
  • તેમની કૃતિઓની અંગ્રેજી, જર્મન, ઈટાલિયન, મરાઠી અને મલયાલમ સહિત ઘણી ભારતીય અને વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો છે.

One-Liner Current Affairs

  • તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જામનગર ખાતે આવેલા વનતારાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે એક અનોખી વન્યજીવન સંરક્ષણ, બચાવ અને પુનર્વસન પહેલ ‘વનતારા’નું ઉદઘાટન કર્યું હતું.
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અને રિલાયન્સ ફાઉન્ડેશન તથા શ્રી અનંત અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ વનતારા હાથી, વાઘથી લઈ લુપ્ત થતાં પ્રાણીઓનું આશ્રય સ્થાન છે.
    • વનતારા અત્યાધુનિક હેલ્થકેર, હોસ્પિટલો, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્રોના સમાવેશ સહિત પોતાની શ્રેણીમાં શ્રેષ્ઠતમ પ્રાણી સંરક્ષણ અને સંભાળ પ્રથાઓ નિર્ધારિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
  • કાંગર વેલી નેશનલ પાર્કને ‘કુદરતી (Natural)’ શ્રેણી હેઠળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની કામચલાઉ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.
    • છત્તીસગઢના બસ્તર જિલ્લામાં આવેલું આ પાર્ક તેના અદભૂત લેન્ડસ્કેપ્સ, સમૃધ્ધ જૈવવિવિધતા અને ભૂસ્તરશાસ્ત્રીય સુવિધાઓ માટે પ્રખ્યાત છે.
    • કાંગર વેલી રાષ્ટ્રીય ઉદ્યાન 200 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. આ ઉદ્યાન જૈવવિવિધાતાનું કેન્દ્ર છે, જે 963થી વધુ વનસ્પતિ પ્રજાતિઓ અને 49 સસ્તન પ્રાણીઓનું નિવાસ સ્થાન છે.
  • તાજેતરમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુઅમરાવતીમાં પોટ્ટી શ્રીરામુલુની 58 ફૂટની પ્રતિમા સ્થાપિત કરવાની યોજનાની જાહેરાત કરી હતી.
    • આ પહેલ આંધ્રપ્રદેશને એક અલગ ભાષાકીય રાજ્ય તરીકે બનાવવામાં શ્રીરામુલુની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકાની યાદ અપાવે છે.
    • જન્મ: 16 માર્ચ, 1901ના રોજ મદ્રાસમાં થયો હતો.
    • તેઓ તેલુગુભાષી રાજ્યની રચના માટે હિમાયતી અગ્રણી કાર્યકર હતા.
    • 1952માં તેમની 58 દિવસની ભૂખ હડતાળની રાજકીય પરિવર્તન આવ્યું હતું. તેમની ભૂખ હડતાળ 19 ઓકટોબર, 1952ના રોજ શરૂ થઈ હતી અને 15 ડિસેમ્બર, 1952ના રોજ સમાપ્ત થઈ હતી.
    • આ વિરોધના કારણે સમગ્ર પ્રદેશમાં વ્યાપક રમખાણો થયા હતા. આ અશાંતિને કારણે વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરુએ 1 ઓકટોબર, 1953ના રોજ આંધ્રપ્રદેશની રચનાની જાહેરાત કરવાની ફરજ પડી હતી.
  • તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ‘ગોલ્ડ કાર્ડ’ નામની નવી ઈમિગ્રેશન પહેલની જાહેરાત કરવામાં આવી હતી.
    • આ પહેલ 5 મિલિયન ડોલરનું યોગદાન આપનારા વિદેશી રોકાણકારોને અમેરિકન નાગરિકતા મેળવવાનો સીધો માર્ગ પ્રદાન કરે છે. ગોલ્ડ કાર્ડ અગાઉના EB-5 વિઝા પ્રોગ્રામનું સ્થાન લેશે, જે ભારતીય રોકાણકારોમાં લોકપ્રિય હતો. ગોલ્ડ કાર્ડ પહેલથી અમેરિકન અર્થશાસ્ત્ર પર અસર થવાની ધારણા છે.
  • સ્ટેચ્યુ ઓફ ઓફ યુનિટીની ડિઝાઈન કરવા માટે જાણીતા પ્રખ્યાત શિલ્પકાર શ્રી રામ વણજી સુતારને ‘મહારાષ્ટ્ર ભૂષણ (2024)’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
    • તેમણે 1999માં પદ્મશ્રી અને 2016માં પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Leave a Comment

error: Content is protected !!