Daily Current Affairs 20 & 21 October 2024: List of Important Days
- 20 October 2024
- World Osteoporosis Day
- World Osteoporosis Day દર વર્ષે 20 ઓકટોબરના રોજ ઉજવવામાં આવે છે.
- Osteoporosis એ હાડકાંની બીમારી છે. આ દિવસ Osteoporosis બીમારીના નિવારણ, નિદાન અને સારવાર માટે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે તેમજ તેમના સ્નાયુઓના સ્વાસ્થય અને હાડકાંના રક્ષણ માટે વહેલી સારવાર માટે પ્રોત્સાહિત કરવા ઉજવવામાં આવે છે.
- આ બીમારીમાં શરીરના હાડકાં બરડ અને નબળા બને છે, જેના કારણે કરોડરજ્જુ ખાસ કરીને હિપ અને કાંડાના ફ્રેકચરનું જોખમ વધી જાય છે.
- ઉજવણી: 20 ઓકટોબર 1996થી
- World Statistics Day
- World Statistics Day દર પાંચ વર્ષે 20 ઓકટોબરના રોજ ઉજવવામાં આવે છે.
- યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા અપનાવવામાં આવેલા ઠરાવને પગલે 20 ઓક્ટોબર, 2010ના રોજ પ્રથમ World Statistics Day ની ઉજવણી કરવામાં આવી હતી.
- 2024માં 4th World Statistics Day ઉજવવામાં આવ્યો હતો.
- World Osteoporosis Day
- 21 October 2024
- World Iodine Deficiency Day
- દર વર્ષે 21 ઓકટોબરના રોજ World Iodine Deficiency Day ઉજવવામાં આવે છે.
- ઉદ્દેશ્ય: આયોડિનની ઉણપની અસરો વિશે લોકોને જાગૃત કરવાનો
- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર લગભગ 54 દેશોમાં આયોડિનની ઉણપ હજુ પણ છે.
- પોલીસ સ્મૃતિ દિવસ (Police Commemoration Day)
- ભારતમાં દર વર્ષે 21 ઓકટોબરના રોજ Police Commemoration Day ઉજવવામાં આવે છે.
- આ દિવસને પોલીસ-અર્ધ લશ્કરી દળો સાથે સંકળાયેલા તમામ લોકો દ્વારા ‘પોલીસ શહીદ દિવસ‘ તરીકે પણ ઉજવવામાં આવે છે.
- 21 ઓકટોબર 1959ના રોજ લદ્દાખના હોટ સ્પ્રિંગમાં સરહદની સુરક્ષામાં તૈનાત બહાદુર CRPF સૈનિકોની નાની પેટ્રોલિંગ ટુકડી પર ચીની સેના દ્વારા મોટા પ્રમાણમાં હુમલો કર્યો હતો. સૈનિકોએ બહાદુરીથી ચીની સૈનિકોનો સામનો કર્યો અને 10 સૈનિકો શહીદ થયા હતા. આ શહીદોના સન્માનમાં દર વર્ષે ભારતમાં 21 ઓકટોબરના રોજ ‘પોલીસ સ્મૃતિ દિવસ’ ઉજવવામાં આવે છે.
- World Iodine Deficiency Day
આજનો ઈતિહાસ: (20 & 21 October)
DAY IN HISTORY
- 20 October
- 20 October 1930: ઉચ્ચ ન્યાયલયની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ લીલા સેઠનો જન્મ લખનૌમાં થયો હતો.
- તે ‘મધર ઓફ લો’ નામથી પ્રખ્યાત હતા.
- તેઓ દિલ્હી હાઈકોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ પણ બન્યા.
- 2012ના નિર્ભયા ગેંગરેપ પછી ભારતના બળાત્કારના કાયદાને સુધારવા માટે સ્થપાયેલી ‘જસ્ટિસ વર્મા કમિટી‘ના સભ્ય હતા.
- 20 October 1962: ભારત-ચીન યુદ્ધ શરૂ થયું.
- ‘ભારત-ચીન સરહદ વિવાદ‘ તરીકે ઓળખાય છે.
- 21 નવેમ્બર 1962માં ચીને યુદ્ધવિરામની જાહેરાત કરી.
- 20 October 1930: ઉચ્ચ ન્યાયલયની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ લીલા સેઠનો જન્મ લખનૌમાં થયો હતો.
- 21 October
- 21 October 1833: અલ્ફ્રેડ બર્નહાર્ડ નોબેલનો જન્મ સ્વીડનના સ્ટોકહોમમાં થયો.
- તેઓ મહાન રસાયણ શાસ્ત્રી અને એન્જિનિયર હતા. તેમણે ડાયનામાઈટ અને શકિશાળી વિસ્ફોટકોની શોધ કરી.
- 29 જૂન 1900માં ‘નોબેલ ફાઉન્ડેશન’ની સ્થાપના કરી, તેમની મિલકતના વ્યાજમાંથી દર વર્ષે ભૌતિક, રસાયણ, મેડિકલ, સાહિત્ય અને વિશ્વ શાંતિ માટે સર્વોત્તમ કાર્યકરોને પુરસ્કાર આપવામાં આવે છે. અહીંથી વિશ્વ પ્રખ્યાત ‘નોબેલ પુરસ્કાર‘ની 1901માં શરૂઆત થઈ.
- 21 October 1943: સુભાષ ચંદ્ર બોઝએ સિંગાપુરમાં ‘આઝાદ હિન્દ સરકાર’ની સ્થાપના કરી.
- સિંગાપુરના ‘કૈથી સિનેમા હૉલ’થી આ સ્થાપનાની ઘોષણા કરી.
- 21 October 1833: અલ્ફ્રેડ બર્નહાર્ડ નોબેલનો જન્મ સ્વીડનના સ્ટોકહોમમાં થયો.
Table of Contents
Daily Current Affairs 20 & 21 October 2024
# 16મી BRICS સમિટ
INTERNATIONAL RELATIONS
તાજેતરમાં રશિયાની અધ્યયક્ષતા હેઠળ કઝાન એકસ્પો ઈન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે 16મી BRICS સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં BRICS જૂથના નવા 5 સભ્યો ઈજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને UAE એ પણ ભાગ લીધો હતો. BRICS હવે તેના નવા સ્વરૂપમાં વિશ્વની 40% વસતિ અને લગભગ 30% અર્થતંત્રનું પ્રતિનિધિત્વ કરે છે.
16મી BRICS સમિટની થીમ: “Strengthening Multilateralism for Just Global Development and Security“
16મી BRICS સમિટના મુખ્ય અંશો
- 16મી BRICS સમિટ દરમિયાન, રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને AI ઉદ્યોગનું નિયમન કરવા અને નૈતિક ધોરણે નક્કી કરવા BRICS આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જોડાણની સ્થાપના કરવા હિમાયત કરી હતી.
- UN સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટરેસે પણ રાષ્ટ્રપતિ પુતિન સાથે BRICS સમિટની મુલાકાત લીધી હતી.
- આ સમિટ દરમિયાન 13 દેશોને ‘BRICS Partner Countries’ની નવી શ્રેણી હેઠળ આ સમૂહમાં જોડવામાં આવ્યા હતા.
- 13 દેશો: તુર્કી, ઈન્ડોનેશિયા, અલ્જેરિયા, બેલારુસ, ક્યુબા, બોલિવિયા, મલેશિયા, ઉઝબેકિસ્તાન, કઝાકસ્તાન, થાઈલેન્ડ, વિયેતનામ, નાઈજિરિયા, યુગાન્ડા
- આ સમિટના અંતમાં ‘કઝાન ઘોષણા‘ સ્વીકારવામાં આવી હતી.
- કઝાન ઘોષણાના મુખ્ય અંશો
- આંતરરાષ્ટ્રીય નાણાકીય આંતરમાળખામાં સુધારામાં સહયોગ માટે પ્રતિબદ્ધતા
- BRICS ક્રોસ બોર્ડર પેમેન્ટ સિસ્ટમ
- BRICS ઈન્ટરબેન્ક કો-ઓપરેશન મિકેનિઝમ
- રશિયા દ્વારા ‘BRICS Grain Exchange’ પહેલ
- કઝાન ઘોષણાના મુખ્ય અંશો
PM મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ
- બંને નેતાઓ વચ્ચે છેલ્લા 5 વર્ષમાં આ પ્રથમ ઔપચારિક દ્વિપક્ષીય બેઠક છે.
- અગાઉ વર્ષ 2019માં બંને નેતાએ મમલ્લાપુરમમાં ઔપચારિક ચર્ચા માટે મુલાકાત લીધી હતી.
- બેઠક દરમિયાન બંને નેતાઓએ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સૈન્ય સ્ટેન્ડ-ઓફના નિરાકરણ માટેના કરારનું સ્વાગત કર્યું.
- PM મોદીએ આગામી વર્ષે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના ચીનના પ્રમુખપદ માટે સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી.
BRICS સમિટમાં PM મોદી
- PM મોદીનું સ્વાગત રિપબ્લિક ઓફ તાતારસ્તાનના વડા રૂસ્તમ મિન્નીખાનોવ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
- પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રપતિ પુતિનને 23મી વાર્ષિક સમિટ માટે આવતા વર્ષે ભારત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.
- PM મોદીએ 16મી BRICS સમિટ દરમિયાન રશિયાના કઝાનમાં અન્ય દેશના વડાઓ સાથે પણ દ્વિપક્ષીય મંત્રણાઓ યોજી હતી.
દેશ | નેતા |
રશિયા | રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન |
ચીન | રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ |
ઉઝબેકિસ્તાન | રાષ્ટ્રપતિ શવક્ત મિર્ઝિયોયેવ |
ઈરાન | રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન |
UAE | રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન |
BRICS વિશે
સ્થાપના: સપ્ટેમ્બર, 2006
વડું મથક: શાંઘાઈ, ચીન
સભ્યો: 10 દેશ (ભારત, બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, ઈજિપ્ત, ઈથિયોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને UAE)
આ સંગઠનના મૂળ સ્થાપક દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન (BRIC)નો સમાવેશ થાય છે.
સપ્ટેમ્બર, 2010માં દક્ષિણ આફ્રિકાને આ સમૂહમાં પૂર્ણ સભ્ય તરીકે સ્વીકારવામાં આવ્યા બાદ તેનું નામ BRICમાંથી બદલીને BRICS રાખવામાં આવ્યું હતું.
# Major Atmospheric Cherenkov Experiment (MACE) Observatory
SCIENCE & TECHNOLOGY
ભારત સરકારના અણુ ઊર્જા વિભાગ (Department of Atomic Energy)ના સેક્રેટરી અને એટમિક એનર્જી કમિશનના ચેરમેન દ્વારા લદ્દાખના હેનલે ખાતે MACE ઓબ્ઝર્વેટરીનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. તે એશિયાની સૌથી વિશાળ અને વિશ્વની સૌથી ઊંચી ઓબ્ઝર્વેટરી છે, જે અંદાજિત 4,300 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. તે એશિયામાં સૌથી વિશાળ ઈમેજિંગ ચેરેનકોવ ટેલિસ્કોપ ધરાવે છે.
તેનું નિર્માણ ભાભા એટમિક રિસર્ચ સેન્ટર (BARC) દ્વારા ઈલેકટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL) અને અન્ય ભારતીય ઔધોગિક ભાગીદારોની મદદથી સ્વદેશી રીતે કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ સુપરનોવા, બ્લેક હોલ્સ અને ગામા-રે વિસ્ફોટન જેવી બ્રહ્માંડની ઘટનાઓ સમજવામાં મદદ કરતાં કોસ્મિક-રે સંશોધનો આગળ વધારવા અને ઉચ્ચ-ઊર્જા ધરાવતાં ગામા-રેનું નિરીક્ષણ કરવાનો છે.
MACE ઓબ્ઝર્વેટરીની વિશેષતાઓ
- ગામા-રે અવકાશના ઉચ્ચ ઊર્જા ધરાવતાં વિકરણ સ્વરૂપે હોવા છતાં તે પૃથ્વીના વતાવરણમાંથી પસાર થઈ શકતા નથી. જ્યારે તે પૃથ્વીના વાતાવરણ સાથે અથડાય ત્યારે તે તેવા કણોનું સર્જન કરે છે જેે ‘ચેરેનકોવ રેડિયેશન’ તરીકે ઓળખાતા પ્રકાશના ચમકારાઓનું સર્જન કરે છે.
- આ રેડિયેશન એરક્રાફ્ટના સોનિક અવાજ જેવું જ હોય છે, પરંતુ તે પ્રકાશ સાથે સર્જાય છે.
- MACE તેના અરીસાઓ અને કેમેરા મારફતે આ પ્રકાશના ચમકારા ઝડપે છે, જે વૈજ્ઞાનિકોને સુપરનોવા અને બ્લેક હોલ્સ જેવા તેમના અવકાશીય સ્ત્રોતો અંગે જાણકારી મેળવવામાં મદદ કરે છે.
- હેનલે સ્થળની વિશેષતા: આ સ્થળ ચોખા આકાશ અને લઘુતમ પ્રકાશ પ્રદૂષણના કારણે MACE જેવા ટેલિસ્કોપ માટે એક આદર્શ પરિસ્થિતિ ઉપલબ્ધ કરાવે છે, જે ઝાંખા ગામા-રે સિગ્નલ ઝડપવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
- MACE ઓબ્ઝર્વેટરી ટેલિસ્કોપ
- MACE એ વિશ્વનું સૌથી ઊંચું એટ્મોસ્ફિરિક ચેરેનકોવ ટેલિસ્કોપ છે. જેનો વ્યાપ 21 મીટર અને વજન 175 ટન છે.
# India Mobile Congress 2024 & ITU-WTSA
SCIENCE & TECHNOLOGY
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑક્ટોબર 2024ના રોજ નવી દિલ્હી ખાતે ઈન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU) – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઈઝેશન એસેમ્બલી (WTSA) 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2024ની 8મી આવૃત્તિનું પણ ઉદ્ઘાટન કર્યું, જે WTSA 2024 સાથે નવી દિલ્હીમાં યોજાઈ હતી.
World Telecommunication Standardization Assembly (WTSA)
- WTSA-24 15 થી 24 ઓક્ટોબર 2024 દરમિયાન ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે યોજાઈ હતી.
- આ કાર્યક્રમનું આયોજન સૌપ્રથમ વખત ભારત અને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં કરવામાં આવ્યું છે.
- આ કાર્યક્રમ દર 4 વર્ષે યોજાય છે.
- WTSA-20 નવેમ્બર 2020 માં હૈદરાબાદ, ભારતમાં યોજાવાની હતી પરંતુ કોવિડ-19 રોગચાળાને કારણે માર્ચ 2022માં જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડમાં ITU હેડક્વાર્ટરમાં ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી.
- ટેલિકોમ, ડિજિટલ અને ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન્સ ટેક્નોલોજી (ICT) ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા 190 થી વધુ દેશોના લગભગ 3,000 ઉદ્યોગ નેતાઓ, નીતિ નિર્માતાઓ અને નિષ્ણાતોએ WTSA માં ભાગ લીધો હતો.
- ITU-WTSA દેશોને 6ઠ્ઠી પેઢીની ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), બિગ ડેટા, સાયબર સિક્યુરિટી જેવી નેક્સ્ટ જનરેશન ક્રિટિકલ ટેક્નોલોજીઓ માટેના ધોરણોના ભાવિ અંગે ચર્ચા કરવા અને નક્કી કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.
- International Telecommunication Union
- ITU એ માહિતી અને સંચાર તકનીકો (ICTs) માટે સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી છે.
- તેની સ્થાપના 17 મે 1865ના રોજ આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ યુનિયન તરીકે કરવામાં આવી હતી.
- ITU એ ખાસ કરાર દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલું છે જે ITU ને UN-વિશિષ્ટ એજન્સી તરીકે માન્યતા આપે છે અને ઔપચારિક રીતે 1 જાન્યુઆરી 1949 ના રોજ અમલમાં આવ્યું હતું.
- ITU Strategic Plan 2024-27
- ITU સભ્ય રાજ્યોએ 2024 થી 2027 માટે યુનિયન માટે બે સ્પષ્ટ વ્યૂહાત્મક લક્ષ્યો નક્કી કર્યા છે: Universal Connectivity and Sustainable Digital Transformation
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) 2024
- આ વખતે 8મી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) યોજાઈ હતી.
- ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) 15 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ હતી.
- ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ એશિયાનું સૌથી મોટું ડિજિટલ ટેકનોલોજી ફોરમ છે.
- ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT), Union Ministry of Communication અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI) IMCનું આયોજન કરે છે.
- IMC 2024ની થીમ: “The Future is now“.
- ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની પ્રથમ આવૃત્તિ 2017માં યોજાઈ હતી.
# વિજયા રાહટકર (Vijaya Rahatkar)
APPOINTMENTS
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વિજયા કિશોર રાહટકરને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 2016 થી 2021 દરમિયાન મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. વિજયા રાહટકરની નિમણૂક ત્રણ વર્ષના સમયગાળા માટે અથવા તેમણી ઉંમર 65 વર્ષની થાય ત્યાં સુધી, જે પણ પ્રથમ આવે ત્યાં સુધી રહેશે.
- અગાઉની ભૂમિકા
- સક્ષમા (Sakshama): એસિડ એટેક સર્વાઇવર્સ માટે સપોર્ટ પ્રોગ્રામ.
- પ્રજ્વલા (Prajwala): સ્વ-સહાય જૂથોને કેન્દ્ર સરકારની યોજનાઓ સાથે જોડવા.
- સુહિતા (Suhita): મહિલાઓ માટે 24×7 હેલ્પલાઇન સેવા.
- પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO), ટ્રિપલ તલાક વિરોધી પ્રયાસો અને માનવ તસ્કરી વિરોધી એકમો જેવા મુદ્દાઓને સંબોધતા કાયદાકીય સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
- તેમણે ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમો રજૂ કર્યા અને મહિલાઓના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને “સાદ” નામનું પ્રકાશન શરૂ કર્યું.
રાષ્ટ્રીય મહિલા આયોગ
- 1992માં National Commission for Women Act, 1990 હેઠળ રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી હતી. તે એક કાયદાકીય (વૈધાનિક) સંસ્થા છે.
- આયોગમાં એક અધ્યક્ષ, પાંચ સભ્યો અને એક સભ્ય સચિવ હોય છે. તેમની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે.
- અધ્યક્ષ અને સભ્યોની પસંદગી જાણીતાં કાયદાશાસ્ત્રી, ટ્રેડ યુનિયનો, મહિલાઓ સંબંધિત સ્વૈચ્છિક સંગઠનો, શૈક્ષણિક અને સામાજિક કલ્યાણનાં ક્ષેત્રોમાંથી કરવામાં આવે છે.
- તેમાં એક સભ્ય અનુસૂચિત જાતિ અથવા જનજાતિમાંથી હોવો ફરજિયાત છે.
One-Liner Current Affairs
- મુંબઈની અદાલતે હત્યાના કેસમાં આરોપી વ્યક્તિ સગીર છે કે કેમ તે જાણવા માટે ઓસિફિકેશન ટેસ્ટનો આદેશ આપ્યો હતો.
- ભારતીય જુનિયર પુરૂષ હોકી ટીમે સુલતાન ઓફ જોહોર કપ (Sultan of Johor Cup)માં જાપાન સામે 4-2થી રોમાંચક વિજય મેળવ્યો હતો.
- ભારતીય સ્કોરરમાં અમીર અલી, ગુરજોત સિંહ, આનંદ સૌરભ કુશવાહા અને અંકિત પાલનો સમાવેશ થાય છે, જ્યારે જાપાનના રાકુસેઈ યામાનાકા (Rakusei Yamanaka)એ તેની ટીમ માટે ગોલ કર્યા હતા.
- સુપ્રસિદ્ધ કોચ પીઆર શ્રીજેશ (PR Sreejesh)ના નેતૃત્વમાં તેની કોચિંગ ડેબ્યૂમાં ભારતે પ્રભાવશાળી ફિલ્ડ ગોલ અને ડ્રેગ ફ્લિક્સ સાથે મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું.
- ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના અહેવાલ મુજબ વૈશ્વિક જાહેર દેવું (Global Public Debt) 2024માં વૈશ્વિક જીડીપીના 93% સુધી પહોંચી જશે અને 2030 સુધીમાં 100% સુધી પહોંચી જશે તેવી અપેક્ષા છે.
- World Energy Outlook 2024 રિપોર્ટ અનુસાર, ભારતે 2070 સુધીમાં Net Zero Emissions હાંસલ કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે.
- આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે, ભારતે 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણની ક્ષમતા વધારીને 500 ગીગાવોટ કરવાની અને ઉપભોક્તાની માંગના 50% સુધી રિન્યુએબલ દ્વારા પૂરી કરવાની યોજના બનાવી છે.
- સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રોમાં નવીનતા અને આધુનિકીકરણને પ્રોત્સાહન આપવા માટે સંરક્ષણ મંત્રાલય (Ministry of Defence) દ્વારા iDEX યોજના (Innovations for Defence Excellence) શરૂ કરવામાં આવી હતી.
- શિક્ષણ મંત્રાલય (Ministry of Education) દ્વારા મધ્યપ્રદેશના ભોપાલમાં બે દિવસીય Strengthening Teaching-Learning and Results for States (STARS) Knowledge-Sharing Workshop યોજવામાં આવી હતી.
- AGM-114R Hellfire Missile યુનાઈટેડ સ્ટેટ્સ દ્વારા Cold War દરમિયાન Soviet Armour સામે અસરકારક એન્ટિ-ટેન્ક હથિયારની યુએસ આર્મીની જરૂરિયાતને પહોંચી વળવા માટે વિકસાવવામાં આવી હતી.
- મિસાઈલનો વિકાસ 1972માં શરૂ થયો હતો, અને ત્યારથી તે એક અગ્રણી વ્યૂહાત્મક શસ્ત્ર બની ગયું છે જેનો ઉપયોગ યુ.એસ. અને તેના સાથી દેશો દ્વારા ચોક્કસ લક્ષ્યાંક માટે કરવામાં આવે છે.
- નાશવંત ખોરાક (Perishable Foods)ના પરિવહનમાં લણણી પછીના નુકસાનના પડકારને પહોંચી વળવા માટે NIFTEM-K દ્વારા SARTHI સિસ્ટમ (Solar Assisted Reefer Transportation with Hybrid Controls and Intelligence) રજૂ કરવામાં આવી હતી.
- IoT અને રીઅલ-ટામ મોનિટરિંગને એકીકૃત કરીને, SARTHI તાપમાન, ભેજ અને ગેસના સ્તર માટે સેન્સરનો ઉપયોગ કરીને ફળો અને શાકભાજી માટે શ્રેષ્ઠ સંગ્રહની સ્થિતિ સુનિશ્ચિત કરે છે. તેનું સૌર-સંચાલિત એર-હેન્ડલિંગ યુનિટ જ્યારે સ્થિર હોય ત્યારે તાપમાનને નિયંત્રિત કરે છે, બગાડ અને ઊર્જાનો ઉપયોગ ઘટાડે છે.
- હેબર-બોશ (Haber-Bosch) પ્રક્રિયા એ ગ્રાઉન્ડબ્રેકિંગ ઔદ્યોગિક પદ્ધતિ છે જે વાતાવરણીય નાઇટ્રોજનને હાઇડ્રોજન સાથે સંયોજિત કરીને એમોનિયાનું સંશ્લેષણ કરે છે, મોટા પાયે ખાતરનું ઉત્પાદન કરે છે.
- વાર્ષિક, હેબર-બોશ પ્રક્રિયા 100 મિલિયન ટન નાઇટ્રોજન અર્ક કરે છે, જે 165 મિલિયન ટન પ્રતિક્રિયાશીલ નાઇટ્રોજન ઉત્પન્ન કરે છે, જે નોંધપાત્ર રીતે કુદરતી જૈવિક પ્રક્રિયાઓ કરતાં વધી જાય છે. આ નવીનતાએ ખાતર ઉત્પાદનમાં ક્રાંતિ લાવી છે, વૈશ્વિક સ્તરે કૃષિમાં પરિવર્તન લાવી દીધું છે.