Daily Current Affairs 18 & 19 October 2024: આજનો ઈતિહાસ
DAY IN HISTORY
- 18 October
- 18 October, 1922: બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપની BBC (British Broadcasting Corporation)ની રચના કરવામાં આવી હતી.
- બ્રિટિશ અને અમેરિકન પાવર કંપનીઓ દ્વારા રચના થઈ હતી.
- BBC વિશ્વની સૌથી જૂની રાષ્ટ્રીય પ્રસારણ સંસ્થા છે.
- 18 October, 1931: થોમસ આલ્વા એડિસન (Thomas Alva Edison)નું નિધન થયું.
- 1877માં એડિસને ‘ગ્રામોફોન’ની શોધ કરી ઘર ઘર સુધી સંગીત પહોંચાડ્યું હતું.
- તેમણે 1879માં વીજળીના બલ્બની શોધ કરી હતી.
- તેમણે ઈલેક્ટ્રિક પાવર જનરેશન, માસ કોમ્યુનિકેશન, સાઉન્ડ રેકોર્ડિંગ અને મોશન પિક્ચર્સ જેવા ક્ષેત્રોમાં ઘણા ઉપકરણો વિકસાવ્યા હતા.
- 18 October, 1922: બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપની BBC (British Broadcasting Corporation)ની રચના કરવામાં આવી હતી.
- 19 October
- 19 October 1869: માતંગિની હાજરાનો જન્મ બંગાળના ‘તમલુક’માં થયો હતો.
- તે ભારતના મહાન ક્રાંતિકારીઓમાંથી એક હતા. તે ‘બુઢી ગાંધી (વૃદ્ધ મહિલા ગાંધી)‘ નામથી પ્રખ્યાત હતા.
- 29 સપ્ટેમ્બર 1942ના રોજ તમલુક પોલીસ સ્ટેશન પર કબજો કરવા માટે સમર પરિષદ (યુદ્ધ પરિષદ) દ્વારા રચવામાં આવેલ સ્વયંસેવકોની પાંચ બેચમાંથી એકનું તે નેતૃત્વ કરી રહી હતી, જ્યારે બ્રિટિશ ભારતીય પોલીસ દ્વારા તેણીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
- 19 October 1910: પ્રસિદ્ધ ખગોળ ભૌતિક શાસ્ત્રી ‘સુબ્રમણ્યન ચંદ્રશેખર’નો જન્મ લાહોરમાં થયો હતો.
- ભારત સરકાર દ્વારા 1968માં ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- 1983માં ભૌતિકશાસ્ત્ર માટે ‘નોબેલ પુરસ્કાર‘ આપવામાં આવ્યો.
- 19 October 1920: પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશના રોહા નામનાં ગામમાં થયો હતો.
- તેઓ ભારતના દાર્શનિક, આધ્યાત્મિક ગુરુ અને સમાજ સુધારક હતા.
- તેમણે 1954માં ‘સ્વાધ્યાય આંદોલન‘ ચલાવ્યું અને ‘સ્વાધ્યાય પરિવાર‘ની સ્થાપના કરી.
- તેમના જન્મદિવસ 19 ઓકટોબરને ‘મનુષ્ય ગૌરવ દિન‘ તરીક પણ ઉજવવામાં આવે છે.
- 1999માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- 19 October 1869: માતંગિની હાજરાનો જન્મ બંગાળના ‘તમલુક’માં થયો હતો.
Table of Contents
Daily Current Affairs 18 & 19 October 2024
# Asia-Pacific Ministerial Conference on Disaster Risk Reduction (APMCDRR)
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાયના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળે ફિલિપાઈન્સના મનીલામાં Asia-Pacific Ministerial Conference on Disaster Risk Reduction (APMCDRR) 2024માં ભાગ લીધો હતો.
- રિપબ્લિક ઑફ ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ શ્રી બોંગબોંગ માર્કોસ દ્વારા કોન્ફરન્સનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
- “Surge to 2030: Enhancing ambition in Asia Pacific to accelerate disaster risk reduction” થીમ હેઠળની કોન્ફરન્સમાં સમગ્ર એશિયા-પેસિફિક ક્ષેત્રના મંત્રીઓ અને નીતિ ઘડવૈયાઓને આબોહવા સંબંધિત વધતા પડકારોનો સામનો કરવા માટે આપત્તિના જોખમોને ઘટાડવા માટેની વ્યૂહરચનાઓની ચર્ચા કરવા માટે એકઠા થયા હતા.
- વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (DDR) વ્યૂહરચના માટેના 10-પોઇન્ટ એજન્ડાના અનુસંધાનમાં, તેમણે આપત્તિની અસરને ઘટાડવા માટે સમાવિષ્ટ અને સક્રિય પગલાં અમલમાં મૂકવાની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
- રાજ્ય મંત્રીએ EWS (Early Warning System) માટેની આધુનિક તકનીકો જેમ કે કોમન એલર્ટિંગ પ્રોટોકોલ (CAP) અને સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ્સ, ભારતીય સુનામી અર્લી વોર્નિંગ સેન્ટર (ITEWC) ની સ્થાપના પર ભાર મૂક્યો, જે છેલ્લા માઈલ કનેક્ટિવિટી માટે હિંદ મહાસાગરના 25 દેશોને સુનામી સલાહ પ્રદાન કરે છે. .
# ન્યાયની દેવી (Lady Justice)ની નવી મૂર્તિનું અનાવરણ
POLITY/SOCIAL JUSTICE
તાજેતરમાં ભારતના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટના પરિસરમાં ‘લેડી જસ્ટિસ (ન્યાયની દેવી)’ની નવી મૂર્તિનું અનાવરણ કર્યું હતું.
નવી પ્રતિમાની વિશેષતાઓ
- આ પ્રતિમાની ઊંચાઈ 6 ફૂટ છે.
- આ પ્રતિમાનું નિર્માણ મૂર્તિકાર વિનોદ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું છે.
- આ પ્રતિમામાં ન્યાયની દેવીને સાડી પહેરેલી દર્શાવવામાં આવી છે, પરંતુ તેની આંખો પર પટ્ટી નથી.
- એક હાથમાં ન્યાયનું ત્રાજવું છે અને બીજા હાથમાં ભારતનું બંધારણ છે.
પ્રતિમાનું મહત્ત્વ
- આંખો પરની પટ્ટીને દૂર કરવામાં આવી છે. જે ‘કાયદો અંધ નથી’ અને સૌને સામાનપણે જુએ છે તેનું પ્રતિક છે.
- આ નવી પ્રતિમા સંસ્થાનવાદી માનસિકતામાં મુક્તિ મેળવવાનો પ્રયત્ન છે.
- ઉદેશ્ય: સંસ્થાનવાદી પ્રતિકોને દૂર કરવાનો
- પશ્ચિમી પરિધાનના સ્થાને પ્રતિમાને સાડી પહેરાવવામાં આવી છે, જે પ્રતિમાને ભારતીય પરંપરાથી વધુ નજીક લઈ આવે છે.
- જૂની પ્રતિમાના હાથમાં ત્રાજવાને યથાવત સ્થાને રાખવામાં આવ્યું છે.
- ન્યાયાલય નિષ્પક્ષ રીતે પુરાવાઓનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખશે અને અંતિમ ન્યાય આપતા પહેલા બંને પક્ષોને સંભાળશે.
- જૂની પ્રતિમાની હાથમાં રહેલી પ્રતિમાને સ્થાને નવી પ્રતિમાના હાથમાં બંધારણની નકલ મૂકવામાં આવી છે.
- જે બંધારણની સર્વોપરિતા અને ન્યાયશાસ્ત્રમાં તેના મૂલ્યને દર્શાવે છે.
# રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અલ્જેરિયા, મોરિટાનિયા અને મલાવીની મુલાકાતે
INTERNATIONAL RELATIONS
ભારતના રાજકીય વડા દ્વારા પ્રથમ વખત આ ત્રણ આફ્રિકન દેશોની મુલાકાત લેવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની અલ્જેરિયા, મોરિટાનિયા અને મલાવીની મુલાકાતને આફ્રિકા પ્રત્યે ભારતની વ્યૂહાત્મક દિશાના પ્રતિબિંબ તરીકે જોવામાં આવે છે.
અલ્જેરિયાની મુલાકાતના મુખ્ય અંશો
- અલ્જેરિયામાં દ્રૌપદી મૂર્મુએ રાષ્ટ્રપતિ અબ્દેલમાદજીદ ટેબ્બોન સાથે ઉચ્ચ રાષ્ટ્રીય મંત્રણા કરી હતી.
- આ ચર્ચામાં ટ્રેડ ઈ, ઊર્જા, શિક્ષણ અને ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવાના મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા.
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અલ્જિયર્સની સિદી અબ્દુલ્લાહ સાયન્સમાં માનદ્ ડૉક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.
મોરિટાનિયાની મુલાકાતના મુખ્ય અંશો
- ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનું નૌકચોટ-ઓમટાઉન્સી એરપોર્ટ પર મોરિટાનિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઓલ્ડ ગઝૌઆની દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને સેરેમોનિયલ રિસેપ્શન યોજવામાં આવ્યું હતું.
- મોરિટાનિયામાં રાષ્ટ્રપતિ મૂર્મુએ રાષ્ટ્રપતિ પેલેસ ખાતે રાષ્ટ્રપતિ ગઝૌઆની સાથે વિવિધ મુદ્દે વ્યાપક ચર્ચા કરી હતી.
- બંને નેતાઓ દ્વારા રાજદ્વારીઓની તાલીમ, સાંસ્કૃતિક આદાનપ્રદાન, વિઝા મુક્તિ અને વિદેશ કાર્યાલય પરામર્શ જવાં ક્ષેત્રોને આવરી લેતાં સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
મલાવીની મુલાકાતના મુખ્ય અંશો
- મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ મેકકાર્થી ચકવેરા સાથે વિસ્તૃત ચર્ચા કરી.
- તેમણે રાધા કૃષ્ણ મંદિરની મુલાકાત લીધી હતી.
- આ ચર્ચામાં કૃષિ, ખાણકામ, પ્રવાસન અને ઊર્જા જેવાં મુખ્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું.
- ચર્ચાના પરિણામરૂપે કળા અને સંસ્કૃતિ, યુવા બાબતો, રમતગમત અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં એકબીજાને સહકાર આપવા માટે કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
- ભારતે માનવતાવાદી સહાય તરીકે મલાવીને 1,000 મેટ્રિક ટન ચોખા અને ભાભાટ્રોન કેન્સર સારવાર મશીન સોંપ્યું હતું.
# ભારતના 51મા ચીફ જસ્ટિસ: સંજીવ ખન્ના
PERSON-IN-NEWS

કેન્દ્ર સરકાર દ્વારા જસ્ટિસ સંજીવ ખન્નાને ભારતના આગામી 51મા ચીફ જસ્ટિસ (CJI) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
10 નવેમ્બર, 2024ના રોજ જસ્ટિસ ચંદ્રચુડની નિયુક્તિ બાદ આ પદ સંભાળશે.
3 મે, 2025ના રોજ જસ્ટિસ સંજીવ ખન્ના નિવૃત્ત થવાના હોવાથી 6 મહિના માટે ચીફ જસ્ટિસ તરીકે સેવા આપશે.
તેમણે 1983માં એડવોકેટ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. વર્તમાનમાં તે નેશનલ લીગલ સર્વિસીસ (NALSA)ના એક્ઝિક્યુટિવ ચેરમેન છે.
ભારતના સૌપ્રથમ ચીફ જસ્ટિસ: જસ્ટિસ હરિલાલ જેકીસુનદાસ કણિયા
One-Liner Current Affairs
- તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ સ્વ-સંચાલિત ઇન્ડોર એર ક્વોલિટી મોનિટરિંગ ફેસિલિટી ધરાવતું ભારતનું પહેલું એરપોર્ટ બન્યું છે, પવન ચિત્ર, કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
- આ નવીન સુવિધા CSIR-NIIST દ્વારા વિકસિત સ્વદેશી ઈન્ડોર સોલાર કોષો દ્વારા સંચાલિત છે અને સ્થાનિક રીતે ઉપલબ્ધ સામગ્રીમાંથી બનાવવામાં આવી છે.
- પવન ચિત્ર તાપમાન, ભેજ, CO2, VOCs અને હવા ગુણવત્તા સૂચકાંકને ટ્રેક કરે છે, જે ટકાઉ પ્રથાઓ અને પ્રવાસીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
- ઉત્તર કોરિયાએ તેના રાજદ્વારી અને લશ્કરી મુદ્રામાં નોંધપાત્ર પરિવર્તન દર્શાવતા દક્ષિણ કોરિયાને “પ્રતિકૂળ રાજ્ય” તરીકે સત્તાવાર રીતે લેબલ કરવા માટે તેના બંધારણમાં સુધારો કર્યો છે.
- નવું બંધારણ દક્ષિણ કોરિયા સાથેની તેની સરહદને કાયમી ધોરણે બંધ કરવાની અને લશ્કરી સંરક્ષણને મજબૂત કરવાની યોજના સાથે વધુ આક્રમક વલણનો સંકેત આપે છે.
- મણિપુરમાં “Mera Hou Chongba” ઉત્સવ દર વર્ષે ઉજવવામાં આવે છે.
- આ તહેવાર મણિપુરમાં એક મુખ્ય સાંસ્કૃતિક ઘટના છે, જે 15th Lunar day of Mera Month ના રોજ મનાવવામાં આવે છે, જેમાં રાજધાની ઇમ્ફાલમાં સના કોનુંગ અને કાંગલા ઉત્તર જેવા મહત્વના સ્થળોએ ઉજવણી કરવામાં આવે છે.
- 1985ના આસામ સમજૂતીના ભાગ રૂપે સુપ્રીમ કોર્ટે 4:1 ના નિર્ણયમાં નાગરિકતા કાયદાની Section 6Aને સમર્થન આપ્યું હતું.
- આ કલમ 1950 અને 1971ની વચ્ચે બાંગ્લાદેશથી આસામમાં પ્રવેશતા સ્થળાંતર કરનારાઓ માટે નાગરિકતાની જોગવાઈઓ સાથે સંબંધિત છે.
- 149મી ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU) એસેમ્બલી 13 થી 17 ઓક્ટોબર, 2024 દરમિયાન જિનીવા, સ્વિટ્ઝર્લેન્ડમાં IPU હેડક્વાર્ટર ખાતે યોજાઈ હતી.
- મહર્ષિ વાલ્મિકી જયંતિ પર, કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ જાહેર કર્યું કે રાજ્યની તમામ રેસિડેન્શિયલ સ્કૂલોનું નામ આદરણીય ઋષિ અને રામાયણના લેખકના માનમાં ‘મહર્ષિ વાલ્મિકી રેસિડેન્શિયલ સ્કૂલ્સ’ રાખવામાં આવશે.
- રાયચુર યુનિવર્સિટીનું નામ બદલીને મહર્ષિ વાલ્મિકી યુનિવર્સિટી કરવામાં આવશે.
- ઉત્તરાખંડ મદરેસા એજ્યુકેશન બોર્ડ (UMEB) એ રાજ્યભરની 416 મદરેસામાં સંસ્કૃતને ફરજિયાત વિષય બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
- ભારત અને તુર્કી વચ્ચે આર્થિક, સાંસ્કૃતિક, પ્રવાસન, શૈક્ષણિક અને તકનીકી આદાનપ્રદાન સહિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવાના ધ્યેય સાથે 16 ઓક્ટોબર, 2024ના રોજ હૈદરાબાદમાં ઈન્ડો-તુર્કી ફ્રેન્ડશિપ એસોસિએશન (ITFA)ની શરૂઆત કરવામાં આવી હતી.
- તુર્કીના કોન્સ્યુલ જનરલ ઓરહાન યલમાન ઓકને 2023માં 3.5 લાખ મુલાકાતીઓ સાથે તુર્કીના ભારતીય પર્યટનમાં નોંધપાત્ર વધારો નોંધ્યો હતો, જે ટૂંક સમયમાં આ સંખ્યા વધીને 4 લાખ થવાનો અંદાજ છે. આ પહેલનો હેતુ બંને રાષ્ટ્રો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો છે.
- Meta, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) અને ગૃહ મંત્રાલય (MHA) સહિત મુખ્ય ભારતીય સરકારના મંત્રાલયો સાથે મળીને “સ્કેમ સે બચાવો” અભિયાન શરૂ કર્યું.
- આ પહેલનો ઉદ્દેશ નાગરિકોમાં ડિજિટલ સલામતીને પ્રોત્સાહિત કરીને ઑનલાઇન કૌભાંડો અને સાયબર છેતરપિંડી વિશે જાગૃતિ લાવવાનો છે.
- હરિયાણાના કરનાલની 25 વર્ષીય કલાકાર અદિતિ આનંદને તેના વિચાર-પ્રેરક આર્ટવર્ક “મેરીગોલ્ડ્સ” માટે ઇમર્જિંગ ઇલસ્ટ્રેટર કેટેગરીમાં પ્રતિષ્ઠિત UK Illustration Award મળ્યો હતો.
- 2,000 થી વધુ એન્ટ્રીઓમાંથી પસંદ કરાયેલ, આનંદના કાર્યને GBP 3,000 નું ઇનામ મળ્યું અને સપ્ટેમ્બર 2025 સુધી લંડનના પ્રખ્યાત V&A મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે.
- મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વ હેઠળ આંધ્ર પ્રદેશ કેબિનેટે ₹30 લાખ કરોડના રોકાણને આકર્ષવા માટે છ ઔદ્યોગિક અને રોકાણ નીતિઓને મંજૂરી આપી છે.