Daily Current Affairs 16-20 March 2025

  • 16 March 2025
    1. National Vaccination Day
      • દર વર્ષે રસીના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે 16 માર્ચના રોજ ‘National Vaccination Day‘ ઉજવવામાં આવે છે.
      • 16 માર્ચ, 1995ના રોજ Pulse Polio Immunization Program હેઠળ પ્રથમ Oral Polio Vaccine આપવામાં આવી હતી.
      • ભારતમાંથી પોલિયો નાબૂદ કરવાનો ધ્યેય હતો. 2014 સુધીમાં વિશ્વ આરોગ્ય સંગઠન (WHO – World Health Organization)ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કર્યો હતો.
      • Pulse Polio Program બાદ ભારત દ્વારા Hepatitis, Tuberculosis અને Measles જેવા રોગોને રોકવા માટે અન્ય ઘણા રસીકરણ અભિયાનો શરૂ કરવામાં આવ્યા હતા.
  • 18 March 2025
    1. Ordnance Factories Day (India)
      • 1801માં Cossipore, Kolkata માં ભારતમાં પ્રથમ Ordnance Factoryની સ્થાપનાના પ્રતીક તરીકે ભારતમાં દર વર્ષે 18 માર્ચના રોજ ‘Ordnance Factory Day’ ઉજવવામાં આવે છે.
      • આ દિવસ ભારતમાં સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે Ordnance Factory ના પ્રયાસો અને યોગદાનની યાદમાં ઉજવવામાં આવે છે.
      • આ ફેક્ટરીઓ વિવિધ પ્રકારના સંરક્ષણ સાધનો, ટેન્કો, નાના શસ્ત્રોનું ઉત્પાદન કરે છે અને ભારતના સંરક્ષણ કામગીરીની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
      • 1775માં બ્રિટિશ સત્તાવાળાઓએ કોલકાતાના ફોર્ટ વિલિયમમાં Board of Ordnance ની સ્થાપના કરી. જે ભારતમાં Army Ordnance ની સત્તાવાર શરૂઆત દર્શાવે છે.
      • તેમણે 1787માં ઈશાપોર (Ishapore) ખાતે Gunpowder Factory ની સ્થાપના કરી, જેને 1791માં ઉત્પાદન શરૂ કર્યું.
      • 1801માં બ્રિટિશરોએ કોલકાતાના Cossipore ખાતે Gun Carriage Agency ની સ્થાપન કરી અને 18 માર્ચ, 1802ના રોજ ઉત્પાદન શરૂ થયું. આનાથી ભારતમાં Ordnance Factories ની પ્રથમ ઔદ્યોગિક સ્થાપના થઈ અને તે આજ સુધી કાર્યરત છે.
  • 20 March 2025
    1. International Day of Happiness
      • સમગ્ર વિશ્વમાં દર વર્ષે 20 માર્ચના રોજ ‘International Day of Happiness‘ ઉજવવામાં આવે છે.
      • 2012માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા આ દિવસની મંજૂરી આપવામાં આવી હતી.
      • સૌપ્રથમ ઉજવણી: 20 માર્ચ, 2013
    2. World Sparrow Day
      • દર વર્ષે 20 માર્ચના રોજ ચકલીના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમગ્ર વિશ્વમાં “World Sparrow Day” ઉજવવામાં આવે છે.
      • સ્થાપના: 2010માં, Nature Forever Society દ્વારા
        • ભારતમાં ચકલીના સંરક્ષણ માટે નાસિકના નિવાસી ‘શ્રી મોહમ્મદ દિલાવર’ દ્વારા Nature Forever Society ની સ્થાપના કરવામાં આવી હતી.
      • World Sparrow Day 2025 થીમ: “A Tribute to Nature’s Tiny Messengers”
    3. World Oral Health Day
      • દર વર્ષે 20 માર્ચના રોજ World Oral Health Day ઉજવવામાં આવે છે.
      • હેતુ: વિશ્વભરમાં મૌખિક સ્વાસ્થ્ય (Oral Health)ના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને સારી મૌખિક સ્વચ્છતા પ્રથાઓને પ્રોત્સાહન આપવા.
      • સ્થાપના: 2007માં FDI World Dental Federation દ્વારા
      • પહેલા FDI સ્થાપક Dr. Charles Godon ની જન્મજયંતિ 12 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવતો હતો. ત્યારબાદ 2013માં તારીખ બદલીને 20 માર્ચ કરવામાં આવી હતી.
      • Campaign: Oral Health Campaign 2024-2026 #BrushAndBoogie
      • World Oral Health Day 2025 થીમ: “A Happy Mouth is A Happy Mind”.

Daily Current Affairs 16-20 March 2025

તાજેતરમાં Indian Space Research Organisation (ISRO)Space Docking Experiment (SpaDeX) મિશનના ભાગરૂપે બે ઉપગ્રહો SDX-01 અને SDX-02ને સફળતાપૂર્વક ડી-ડોક કર્યા હતા. આ સાથે ભારત હાલમાં અમેરિકા, રશિયા અને ચીન પછી અવકાશ ક્ષેત્રમાં ડોકિંગ અને અનડોકિંગ ક્ષમતાઓ દર્શાવનાર ચોથો દેશ બન્યો છે.

ISRO દ્વારા 30 ડિસેમ્બરે 10 વાગ્યે શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી PSLV-60 રોકેટની મદદથી SpaDeX Mission લૉન્ચ કરવામાં આવ્યું હતું.

SpaDeX Mission વિશે

  • Space Docking Experiment (SpaDeX) એ એક Cost-Effective Technology Demonstrator Mission છે, જે બે નાના અવકાશયાન (‘Chaser’ અને ‘Target’)નો ઉપયોગ કરીને In-Space Docking નું પ્રદર્શન કરશે જે એક જ PSLV Class Vehicle થી લોન્ચ કરવા અને લગભગ 700 કિલોમીટરની ઊંચાઈ પર ડોક કરવા માટે રચાયેલ છે.
  • SpaDeX મિશનનો ઉદ્દેશ્ય મુલાકાત, ડોકીંગ અને અનડોકીંગ ટેકનોલોજીઓનું પ્રદર્શન કરવાનો છે, જેમાં ડોક કરેલ અવકાશયાન વચ્ચે ઈલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સફર, ઈન-સ્પેસ રોબોટિક્સ અને અનડોકીંગ પછી પેલોડ કામગીરી કરવા જેવી મુખ્ય ટેકનોલોજીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
  • SpaDeX એ ISROનો First Satellite Docking Experiment છે.
  • Launch Details: 30 ડિસેમ્બર, 2024ના રોજ શ્રીહરિકોટાથી ISRO ના PSLV-C60 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું, જેમાં 220 કિલોગ્રામ વજનના બે ઉપગ્રહો 475 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા.
  • સમયગાળો: આ મિશન 2 વર્ષ સુધી ચાલશે.
  • Docking Process: અવકાશયાન 20 કિમીથી 3 મીટરનું અંતર ઘટાડશે.
  • Biological Research: SpaDeX, Plant Growth and Bacteria, Green Propulsion Systems, અને Artificial Intelligence Labs in Microgravity પરના પરના જૈવિક અભ્યાસો (Biological Studies)ને સમર્થન આપશે.

Orbital/Space Docking શું છે?

  • Orbital Docking એટલે અવકાશમાં બે અવકાશ વાહનોને એકસાથે જોડવા. ડોકિંગ પ્રક્રિયા Temporary અથવા Semi-Permanent હોઈ શકે છે. For e.g., space station modules can dock with the International Space Station (ISS).
  • આ પ્રક્રિયા Manned હોય કે Unmanned તેમને Refuelling, Repair, અને Crew Exchange જેવા મહત્વપૂર્ણ કાર્યો માટે એક એકમ (Single Unit) તરીકે કાર્ય કરવાની મંજૂરી આપે છે.
    • પ્રથમ ડોકિંગ 1966માં પ્રાપ્ત થયું હતું જ્યારે American astronaut Neil Armstrong ના કમાન્ડ હેઠળ Gemini 8 Agena Target Vehicle (તે ક્રુ વગરનું હતું) સાથે ડોક થયું હતું.

Technologies Involved

  • Sensor Suite: ડોકિંગ પ્રક્રિયા દરમિયાન ચોક્કસ માપન (Precise Measurements) માટે Laser Range Finder, Rendezvous Sensor, અને Proximity & Docking Sensors નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
  • SpaDeX A (Chaser) Monitoring & Imaging માટે High-Resolution Camera થી સજ્જ છે, SpaDeX B (Target) Multispectral Payload, Radiation Monitor અને Other Scientific Tools ધરાવે છે.
  • Robotic Experimentation: ઉપગ્રહ સેવા માટે રોબોટિક હથિયારો (Robotic Arms)ને માન્ય કરવામાં આવશે.
  • Docking Mechanism: Androgynous, using identical systems on both satellites.
  • POEM (PS4 Orbital Experiment Module): PSLV ના ચોથા તબક્કાને ડોકીંગ અને પાવર ટ્રાન્સફર સહિતની મહત્વપૂર્ણ ઇન-ઓર્બિટ તકનીકોનું પરીક્ષણ કરવા માટે ફરીથી ઉપયોગમાં લેવામાં આવશે.
    • CROPS મિશન દ્વારા સક્રિય થર્મલ મેનેજમેન્ટ સાથે નિયંત્રિત વાતાવરણમાં Cultivate Cowpea Seeds માટે PSLV Orbital Experiment Module (POEM)-4 પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Indigenous Technologies Involved

  • સ્વાયત્ત સંદેશાવ્યવહાર (Autonomous Communication) માટે Inter-Satellite Communication Link (ISL)
  • અવકાશયાનની સ્થિતિ અને વેગ નક્કી કરવા માટે GNSS-based Relative Orbit Determination Processor
  • ચોક્કસ કામગીરી માટે Autonomous Rendezvous and Docking Strategy વિકસાવવામાં આવી.

મિશનનું મહત્વ

  • ભવિષ્યના અવકાશ મિશન માટે Space Docking મહત્વપૂર્ણ છે જેમ કે:
    • ચંદ્રના નમૂના પરત કરવા માટે Chandrayaan-4.
    • ભારતીય અંતરિક્ષ સ્ટેશનનું આયોજન 2028 માટે કરવામાં આવ્યું છે.
    • ઉપગ્રહોના કાર્યકારી આયુષ્યને વધારવા માટે Satellite Servicing અને Maintenance.
    • સંસાધન દેખરેખ માટે In-Space Robotics અને Future Satellite Missions.
  • Paves Way for the Third Launch Pad at Sriharikota: Next Generation Launch Vehicle (NGLV) માટે મંજૂરી, ભવિષ્યના અવકાશ મિશનને ટેકો આપે છે અને ભારે ઉપગ્રહ લોન્ચને સક્ષમ બનાવે છે.
  • Enhanced Indian Position: ફક્ત અમેરિકા, રશિયા અને ચીને જ અવકાશ ડોકીંગનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું છે.
  • Precision and Coordination: SpaDeX મિશન ભારતની ઉચ્ચ ગતિએ અવકાશયાનને નિયંત્રિત કરવાની ક્ષમતા દર્શાવે છે, જે Future Deep Space Missions માટે જરૂરી છે.
  • Self-Reliance: આ મિશન ભારતની વધતી જતી અવકાશ ક્ષમતાઓનું પ્રદર્શન કરે છે, જે Autonomous Space Operations નજીક પહોંચી રહ્યું છે.
  • Need for Space Weather Monitoring: આ મિશન સુરક્ષિત અવકાશ કામગીરી સુનિશ્ચિત કરવા માટે વાસ્તવિક સમયના અવકાશ હવામાન આગાહીના મહત્વ પર ભાર મૂકે છે, ખાસ કરીને Solar Maximum Phases દરમિયાન.
  • ભારતમાં 14 ફેબ્રુઆરીથી 15 માર્ચ, 2025 દરમિયાન ‘Women’s Premier League (WPL)’ની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • આ ટૂર્નામેન્ટમાં 5 ટીમોએ ભાગ લીધો હતો.
  • આ વિમેન્સ પ્રીમિયર લીગની ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવી મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બન્યું છે.
  • મુંબઈ ઈન્ડિયન્સની વિમેન્સ ટીમે WPLનો બીજો ખિતાબ જીત્યો છે.
  • WPL 2025માં દિલ્હી કેપિટલ્સ, ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને યુ. પી. વોરિયર્સનો સમાવેશ થાય છે.
  • WPL 2025ની ફાઈનલ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે યોજાઈ હતી.

WPL 2025ના મહત્વના એવોર્ડ અને અચિવમેન્ટ

ક્રમ એવોર્ડ વિજેતા ખેલાડી/ટીમ ટીમ
1WPL 2025 વિજેતા ટીમમુંબઈ ઈન્ડિયન્સ
2રનર્સ અપ WPL 2025દિલ્હી કેપિટલ્સ
3પ્લેયર ઓફ ધ મેચ (ફાઈનલ)સુશ્રી હરમનપ્રીત કૌરમુંબઈ ઈન્ડિયન્સ
4પ્લેયર ઓફ ધ સિરીઝ તથા
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર
સુશ્રી નેટ સાયબર બ્રન્ટમુંબઈ ઈન્ડિયન્સ
5ઓરેન્જ કેપ (સૌથી વધુ રન માટે)સુશ્રી નેટ સાયબર બ્રન્ટમુંબઈ ઈન્ડિયન્સ
6પર્પલ કેપ (સૌથી વધુ વિકેટ માટે)સુશ્રી એમેલિયા કેરમુંબઈ ઈન્ડિયન્સ
7ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝનસુશ્રી અમનજોત કૌરમુંબઈ ઈન્ડિયન્સ
  • તાજેતરમાં Mark Carney કેનેડાના નવા વડાપ્રધાન બન્યા છે. તેઓ કેનેડાના 24મા વડાપ્રધાન બન્યા છે.
    • કેનેડાની લિબરલ પાર્ટીના નેતૃત્વ ચૂંટણી માટે ભૂતપૂર્વ સેન્ટ્રલ બેંકર Mark Carney એ 86% સાથે જીત મેળવી હતી.
  • Mark Carney કેનેડાના વડાપ્રધાન તરીકે Justin Trudeau નું સ્થાન લીધું છે.
    • Justin Trudeau એ થોડા સમય પહેલા વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું.
  • Mark Carney નો જન્મ 16 માર્ચ, 1965ના રોજ કેનેડાના ફોર્ટ સ્મિથ ખાતે થયો હતો.
  • તે કેનેડા, આયર્લેન્ડ અને યુનાઈટેડ કિંગ્ડમનું નાગરિત્વ ધરાવે છે.
  • તેમણે અગાઉ 2008-2013 સુધી બેંક ઓફ કેનેડાના આઠમા ગવર્નર અને 2013-2020 સુધી બેંક ઓફ ઈંગલેન્ડના 120માં ગવર્નર તરીકે સેવા આપી હતી.
  • તાજેતરમાં ભારતીય નૌકાદળ અને બાંગ્લાદેશ નૌકાદળ વચ્ચે Coordinated Patrol (CORPAT)ની છઠ્ઠી આવૃત્તિ અને દ્વિપક્ષીય કવાયત ‘BONGOSAGAR’ની ચોથી આવૃત્તિ યોજાઈ હતી.
  • આ કવાયતો બંગાળની ખાડીના નિયુક્ત દરિયાઈ વિસ્તારોમાં બાંગ્લાદેશ અને ભારતીય દરિયાઈ સરહદોની નજીક યોજાઈ છે.
  • ઉદ્દેશ્ય: દરિયાઈ સુરક્ષા વધારવા, સહયોગ વધારવા અને દરિયામાં ગુનાહિત પ્રવૃત્તિઓનો સામનો કરવો.
  • ભારત અને બાંગ્લાદેશ 2018થી સંયુક્ત નૌકાદળ પેટ્રોલિંગ અને કવાયતો કરી રહ્યા છે, જે તેમના મજબૂત દરિયાઈ સંબંધોને પ્રતિબિંબિત કરે છે.
  • આ કવાયતો પ્રાદેશિક દરિયાઈ સુરક્ષા વધારવા અને વહેંચાયેલ પાણીની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક મુખ્ય પદ્ધતિ તરીકે સેવા આપે છે.
  • આ કવાયતમાં ભારતીય નૌકાદળ તરફથી INS રણવીર અને બાંગ્લાદેશ નૌકાદળ તરફથી BNS અબુ ઉબૈદાહએ ભાગ લીધો હતો.

તાજેતરમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL), ગાઝિયાબાદ સાથે લો-લેવલ ટ્રાન્સપોર્ટેબલ રડાર, LLTR (અશ્વિની)ની ખરીદી માટે ₹2,906 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. 12 માર્ચ, 2025ના રોજ નવી દિલ્હીમાં સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

અશ્વિની રડાર વિશે

  • LLTR (અશ્વિની)એ અત્યાધુનિક સોલિડ-સ્ટેટ ટેકનોલોજી પર આધારિત એક Active Electronically Scanned Phased Array Radar છે.
  • તે હાઈ-સ્પીડ ફાઈટર એરક્રાફ્ટથી લઈને માનવરહિત હવાઈ વાહનો અને હેલિકોપ્ટર જેવા ધીમા ગતિશીલ લક્ષ્યો સુધીના હવાઈ લક્ષ્યો ટ્રેક કરવા સક્ષમ છે.
  • સંપૂર્ણપણે સ્વદેશી અશ્વિની રડાર સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને BEL દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે.
  • 4D surveillance (range, azimuth, elevation, and velocity) માટે Integrated Identification Friend or Foe (IFF) સિસ્ટમથી સજ્જ.
  • ગતિશીલતા માટે રચાયેલ રડાર Electronic Counter-Countermeasures (ECCM) ક્ષમતાઓ સાથે આવે છે અને વિવિધ ભુપ્રદેશોમાં કાર્ય કરી શકે છે.
  • સંપૂર્ણપણે સ્વદેશી રડાર, સંરક્ષણ ઉત્પાદનમાં ભારતની આત્મનિર્ભરતાને ટેકો આપે છે.

One-Liner Current Affairs

  • અન્ના યુનિવર્સિટીના તાજેતરના અહેવાલમાં તામિલનાડુના મેન્ગ્રોવ ઈકોસિસ્ટમ્સમાં નોંધપાત્ર વિસ્તરણ પર પ્રકાશ બહાર પાડવામાં આવ્યો હતો.
    • જે 2021માં 4,500 હેક્ટરથી બમણો થઈને 2024માં 9,039 હેક્ટર થયો છે, જેના કારણે મેન્ગ્રોવસ ચર્ચાનો વિષય બન્યો છે.
  • નવી દિલ્હીમાં આયોજિત વર્લ્ડ પેરા એથ્લેટિકસ ગ્રાન્ડ પિક્સ, 2025માં ભારતે કુલ 134 મેડલ જીતીને મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
    • 45 ગોલ્ડ, 40 સિલ્વર અને 49 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
    • આ ઈવેન્ટમાં ભારતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ઈવેન્ટનું આયોજન કર્યું હતું, જે હવે 2028 સુધી વાર્ષિક ઈવેન્ટ રહેશે.
    • નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે આયોજિત આ ઈવેન્ટમાં 150 ભારતીય ખેલાડીઓએ 90 મેડલ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો.

Leave a Comment

error: Content is protected !!