Daily Current Affairs 11-15 March 2025

  • 12 March 2025
    1. No Smoking Day
      • દર વર્ષે માર્ચ મહિનાના બીજા બુધવારના રોજ No Smoking Day ઉજવવામાં આવે છે. આ વર્ષે 12 માર્ચના રોજ આ દિવસ આવે છે.
      • આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય ધૂમ્રપાન કરનારાઓને ધૂમ્રપાન છોડવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તમાકુની હાનિકારક અસરો વિશે જાગૃતિ લાવવાનો છે.
    2. World Day Against Cyber Censorship
      • દર વર્ષે 12 માર્ચના રોજ World Day Against Cyber Censorship ઉજવવામાં આવે છે.
      • તે એક ઓનલાઈન કાર્યક્રમ છે, જે વિશ્વભરની સરકારો ઓનલાઈન વાણી સ્વાતંત્ર્યને કેવી રીતે અટકાવી રહી છે અને સેન્સર કરી રહી છે તેના પર ધ્યાન દોરવા માટે યોજવામાં આવે છે.
      • Reporters Without Borders and Amnesty International ની વિનંતી પર 12 માર્ચ, 2008ના રોજ સૌપ્રથમ વખત આ દિવસ ઉજવવામાં આવ્યો હતો.
    3. Mauritius Day
      • દર વર્ષે 12 માર્ચના રોજ Mauritius Day ઉજવવામાં આવે છે. તે પ્રજાસત્તાક અને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
      • તે મોરેશિયસનો રાષ્ટ્રીય દિવસ છે અને તે દેશના ઈતિહાસમાં 12 માર્ચના રોજ ઘટિત બે મુખ્ય ઘટનાઓને ચિન્હિત કરે છે.
        • 1968માં બ્રિટનથી સ્વતંત્રતા અને 1992માં પ્રજાસત્તાક બનવું.
  • 14 March 2025
    1. Pi Day or International Day of Mathematics
      • દર વર્ષે 14 માર્ચના રોજ Pi Day ઉજવવામાં આવે છે. આ દિવસ Mathematical Constant π (Pi)ને સમર્પિત વાર્ષિક ઉજવણી છે.
      • Approximate Value of Pi is 3.14.
      • 1988માં ભૌતિકશાસ્ત્રી Larry Shaw દ્વારા San Francisco Exploratorium ખાતે પ્રથમ પાઈ દિવસ ઉજવવામાં આવ્યો હતો.
      • 2009માં United States House of Representatives એ સત્તાવાર રીતે 17 માર્ચને પાઈ દિવસ તરીકે નિયુક્ત કર્યો.
      • 2019માં UNESCO એ તેની સામાન્ય પરિષદ દરમિયાન પાઈ દિવસને “આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ (International Day of Mathematics)” તરીકે જાહેર કર્યો.
      • 2025 થીમ: “Mathematics, Art, and Creativity in Education”.
      • Bristol, UK ના Alberto Davila Aragon એ Pi Day પર એક મિનિટમાં 280 Pi ના Decimal Places યાદ કરીને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.
    2. International Day of Action for Rivers
      • દર વર્ષે 14 માર્ચના રોજ પૃથ્વી પર નદી પ્રણાલીઓના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે International Day of Action for Rivers ઉજવવામાં આવે છે.
      • માર્ચ, 1997માં Curitiba Brazil માં યોજાયેલી First International Meeting of People Affected by Dams સામે International Day of Action Against Dams and For Rivers, Water, and Life અપનાવ્યો હતો.
      • First Observed: 14 માર્ચ, 1998
      • 20 દેશોના પ્રતિનિધિઓએ નિર્ણય લીધો હતો કે 14 માર્ચે Brazil’s Day of Action Against Large Dams ના દિવસે International Day of Action ઉજવવામાં આવશે.
      • આ દિવસ પહેલા International Day of Action Against Dams and For Rivers, Water, and Life તરીકે ઓળખતો હતો.
      • International Day of Action for Rivers 2025 થીમ: “Our Rivers, Our Future”.
    3. World Sleep Day
      • World Sleep Day એ એક આંતરરાષ્ટ્રીય ઝુંબેશ છે, જે દર વર્ષે Spring Vernal Equinox પહેલા શુક્રવારના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.
      • આ વાર્ષિક જાગૃતિ કાર્યક્રમની સ્થાપના ચિકિત્સકો અને ઊંઘની દવામાં નિષ્ણાત સંશોધકોના સમર્પિત જૂથ દ્વારા કરવામાં આવી હતી.
      • સૌપ્રથમ ઉજવણી: 14 માર્ચ, 2008માં
      • World Sleep Day 2025 Theme and Slogan: “Make Sleep Health a Priority”.
  • 15 March 2025
    1. વિશ્વ ગ્રાહક દિવસ અથવા વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ (World Consumer Day or World Consumer Rights Day)
      • દર વર્ષે 15 માર્ચના રોજ ગ્રાહક સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ ગ્રાહક દિવસ’ અથવા ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ‘ ઉજવવામાં આવે છે.
      • સ્થાપના: 1983માં
      • Consumers International દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો.
      • હેતુ: ગ્રાહક અધિકારો અને સુરક્ષા વિશે જાગૃતિ લાવવાનો
      • World Consumer Rights Day 2025 થીમ: “A Just Transition to Sustainable Lifestyles.”
    2. World Speech Day
    3. World Contact Day
    4. International Day Against Police Brutality

11 માર્ચ: મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતિ

  • બરોડા રાજવડાના મહારાજા અને લોક કલ્યાણ રાજા તરીકે જાણીતા શાસક શ્રી સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનો જન્મ 11 માર્ચ, 1863ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ તાલુકાના કલવાણા ગામમાં થયો હતો.
  • મૂળ નામ: ગોપાલ કાશીરાવ ગાયકવાડ
  • શ્રી સયાજીરાવ ગાયકવાડ ત્રીજા16 જૂન, 1875ના રોજ બરોડા રાજ્યની ગાદી સંભાળી હતી. આ સમયે તેમની ઉંમર નાની હોવાના કારણે રિજન્સી કાઉન્સિલ હેઠળ શાસન કર્યું હતું.
  • તેમને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી હતી.
  • તેમને 1881માં ‘બરોડા કોલેજ ઓફ સાયન્સ‘ની સ્થાપના કરી હતી. સ્વતંત્રતા બાદ 1949માં ‘મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (M. S. University)’ નામ આપવામાં આવ્યું હતું.
  • 1908માં ‘બેંક ઓફ બરોડા’ અને 1916માં બરોડા (વડોદરા) રાજ્યના પ્રજામંડળની સ્થાપના કરી હતી.
  • 2013માં બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા તેમની વહીવટી કુશળતાને યાદગાર બનાવવા માટે ‘સયાજી રત્ન’ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી.

Daily Current Affairs 11-15 March 2025

  • India-Kyrgyzstan Joint Special Forces Exercise KHANJAR-XII ની 12મી આવૃત્તિ Kyrgyzstan માં યોજાઈ રહી છે.
  • 2011માં શરૂ કરાયેલ એક વાર્ષિક કવાયત છે, જે બંને દેશોમાં વારાફરતી યોજવામાં આવે છે.
  • Indian Army’s Parachute Regiment (Special Forces) અને Kyrgyzstan’s Scorpion Brigade આ કવાયતમાં ભાગ લઈ રહી છે.
  • આ કવાયતનો હેતુ શહેરી અને ઊંચાઈવાળા પ્રદેશોમાં આતંકવાદ વિરોધી અને વિશેષ કામગીરીમાં સહયોગ વધારવાનો છે.
  • ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં Sniping, Building Intervention અને Mountain Warfare નો સમાવેશ થાય છે. Kyrgyz તહેવાર Nowruz ઉજવણી સહિત સાંસ્કૃતિક આદાનપ્રદાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે.
  • આ કવાયત ભારત-કિર્ગિઝસ્તાન સંરક્ષણ સહયોગને મજબૂત બનાવે છે, આતંકવાદ અને ઉગ્રવાદ જેવા પ્રાદેશિક સુરક્ષા પડકારોનો સામનો કરે છે, જ્યારે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપે છે.
  • મધ્ય એશિયામાં સ્થિત કિર્ગિઝસ્તાન, ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાન સાથે ફરગાના ખીણ (Fergana Valley) Share કરે છે. આ પ્રદેશ હાઈડ્રોકાર્બનથી સમૃદ્ધ છે, જે તેને ભારતની ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ બનાવે છે.
  • તાજેતરમાં ખાનગી ભારતીય ઉદ્યોગ Alpha Tocol Engineering Services દ્વારા ઉત્પાદિત Light Combat Aircraft (LCA) Mk1A માટેનો પ્રથમ Rear Fuselage Hindustan Aeronautics Limited (HAL)ને સોંપવામાં આવ્યો હતો.
  • Tejas LCA Mk1A એ સ્વદેશી Light Combat Aircraft (LCA)નું Advanced Version છે. તેને Tejas કહેવામાં આવે છે. તે Hindustan Aeronautics Limited (HAL) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

Tejas LCA Mk1Aમાં મુખ્ય સુધારાઓ

  • Advanced Radar: AESA (Active Electronically Scanned Array) radars, જેમ કે Israeli EL/M-2052 અને Indian Uttam AESA Radar
  • Flight Control: An upgraded Digital Fly by Wire Flight Control Computer (DFCC Mk1A).
  • Electronic Warfare: A Unified Electronic Warfare Suite (UEWS) અને Advanced Self Protection Jammer pod જે યુદ્ધમાં ટકી રહેવાની ક્ષમતામાં સુધારો કરે છે.
  • Weaponry: તેમાં વિવિધ શસ્ત્રો માટે 9 Hardpoints છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે.
    • Beyond Visual Range (BVR) missiles
    • Air-to-Air and Air-to-Ground missiles
    • Advanced Short Range Air-to-Air missiles (ASRAAM)

Tejas LCA શું છે?

  • તેજસ એ ભારત દ્વારા સ્વદેશી રીતે વિકસિત Light Combat Aircraft છે. તે Aeronautical Development Agency (ADA) દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે અને HAL દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવે છે.
  • તે જુલાઈ 2016માં ભારતીય વાયુસેના (IAF) સાથે સેવામાં પ્રવેશ્યું.
  • તેજસ 3 વર્ઝનમાં આવે છે: Tejas Mark 1, Mark 1A, & a trainer version.
  • તેનો હેતુ ભારતીય વાયુસેના દ્વારા ઉપયોગમાં લેવાતા MiG variants જેવા જૂના ફાઈટર જેટને બદલવાનો છે.
  • મહાત્મા ગાંધીજી દ્વારા અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કરાવવા માટે અનેક આંદોલનો કરવામાં આવ્યા હતા. જેમાનું એક આંદોલન ‘દાંડી સત્યાગ્રહ’ જે ‘દાંડીયાત્રા’ નામથી જાણીતું છે.
  • મહાત્મા ગાંધીજીએ મીઠાના કાયદાના ભંગ માટે શરૂ કરેલી દાંડી યાત્રાના 2025માં 95 વર્ષ પૂર્ણ થયા છે.
  • ગાંધીજીએ તેમના 78 સાથીદારો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી 12 માર્ચ, 1930ના રોજ પદયાત્રા સ્વરૂપે દાંડી યાત્રાની શરૂઆત કરી હતી.
  • દાંડી યાત્રાનો પ્રથમ પડાવ અસલાલી ગામે કરવામાં આવ્યો હતો. ભાટ ગામે પડાવ સમયે ગાંધીજીએ ઘોષણા કરી હતી કે, ‘કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વગર પાછો નહીં ફરું.’
  • 5 એપ્રિલ, 1930ના રોજ 241 (387 કિ.મી.) માઈલનું અંતર કાપીને 24 દિવસ બાદ સત્યાગ્રહીઓ દાંડી ગમે પહોંચ્યા હતા.
  • 6 એપ્રિલ, 1930ના રોજ સવારે 6:30 કલાકે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારેથી ચપટી મીઠું ઉપાડીને કાયદાનો સવિનય ભંગ કર્યો હતો.
  • શ્રી સુભાષચંદ્ર બોઝે દાંડીયાત્રાને ‘નેપોલિયનને પેરિસ માર્ચ’ સાથે તેમજ મહાદેવભાઈ દેસાઈએ આ યાત્રાને ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવી હતી.
  • દાંડીયાત્રા બાદ 5 મે, 1930ના રોજ અંગ્રેજોએ ગાંધીજીની કરાડી ગામેથી ધરપકડ કરી હતી.

Stockholm International Peace Research Institute (SIPRI) દ્વારા 10 માર્ચ, 2025ના રોજ વૈશ્વિક શસ્ત્રોની આયાત અને નિકાસ પરનો તેનો નવીનતમ અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો.

શાસ્ત્રોના વેપાર પર મુખ્ય તારણો

વૈશ્વિક શસ્ત્રોની આયાત અને નિકાસ

  • વૈશ્વિક સ્તરે શસ્ત્રોના ટ્રાન્સફરનું એકંદર પ્રમાણ 2015-19 અને 2010-14 જેટલું જ રહ્યું (પરંતુ 2005-2009 કરતા 18% વધુ હતું).
  • યુરોપ અને અમેરિકામાં વધતી જતી આયાત અન્ય પ્રદેશોમાં ઘટાડા દ્વારા સરભર કરવામાં આવી.
  • યુક્રેન સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ બન્યો, 2015-2019ની સરખામણીમાં આયાતમાં 100 ગણો વધારો થયો.
  • ભારત બીજા ક્રમે સૌથી મોટા શસ્ત્ર આયાતકાર તરીકે સ્થાન મેળવ્યું, 2015-2019 અને 2020-2024 વચ્ચે તેની આયાતમાં 9.3%નો ઘટાડો થયો છે.
  • 1990-1994 પછી પહેલી વાર ચીન ટોચના 10 શસ્ત્ર આયાતકારોમાંથી બહાર નીકળી ગયું, જે તેના વધતા Domestic Defence Industry ને પ્રતિબિંબિત કરે છે.
  • Asia અને Oceania ના ચાર દેશો: ભારત, પાકિસ્તાન, જાપાન અને ઓસ્ટ્રેલિયા 2020-24માં વૈશ્વિક સ્તરે 10 સૌથી મોટા શસ્ત્ર આયાતકારોમાં સ્થાન મેળવ્યું.
  • 2015-19 અને 2020-24 વચ્ચે પાકિસ્તાનની શસ્ત્રોની આયાતમાં 61%નો વધારો થયો છે.
  • ચીન તેનો મુખ્ય સપ્લાયર છે, જે પાકિસ્તાનની શસ્ત્રોની આયાતનો 81% હિસ્સો પૂરો પાડે છે.
  • 2015-19 અને 2020-24 વચ્ચે આફ્રિકન શસ્ત્રોની આયાતમાં 44%નો ઘટાડો થયો.
  • 2015-19 અને 2020-24 વચ્ચે બ્રાઝિલની શસ્ત્રોની આયાતમાં 77%નો વધારો થયો, અને 202-24માં દક્ષિણ અમેરિકામાં કરવામાં આવેલી તમામ શસ્ત્રોની આયાતમાં તેનો હિસ્સો 49% હતો.

India’s Arms Imports

  • ભારત રશિયા (36%) અને ફ્રાન્સ (28%) બંને માટે સૌથી મોટું શસ્ત્ર નિકાસ સ્થળ રહ્યું છે.
  • રશિયાના શસ્ત્રો પર ભારતની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે:
    • 2010-14: રશિયાથી 72% આયાત.
    • 2015-19: રશિયાથી 55% આયાત.
    • 2020-24: રશિયાથી 36% આયાત.
  • ભારતે ફ્રાન્સ સાથે મુખ્ય લશ્કરી કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
    • 36 Rafale fighter jets.
    • 6 Scorpene-class submarines.
    • Planned deals for 26 Rafale-M jets and 3 additional submarines.

Major Arms Exporters

  • યુનાઈટેડ સ્ટેટ્સે વૈશ્વિક શસ્ત્ર નિકાસમાં તેનો હિસ્સો વધારીને 43% કર્યો.
  • રશિયાની શસ્ત્ર નિકાસમાં 64% ઘટાડો થયો, જે વૈશ્વિક શસ્ત્ર નિકાસના 7.8% ઘટી ગયો.
  • ફ્રાન્સ 9.6% વૈશ્વિક હિસ્સા સાથે રશિયાને પાછળ છોડીને બીજા ક્રમના સૌથી મોટા શસ્ત્ર નિકાસકાર દેશ બન્યો.
  • ઈટાલી 10મા સ્થાનેથી છઠ્ઠા સ્થાને પહોંચી ગયું, શસ્ત્ર નિકાસમાં 4.8% હિસ્સો ધરાવે છે.

One-Liner Current Affairs

  • તાજેતરમાં એશિયન વિમેન્સ કબડ્ડી ચેમ્પિયનશિપની છઠ્ઠી આવૃત્તિ 6 થી 8 માર્ચ, 2025 દરમિયાન ઈરાનના તેહરાનમાં યોજાઈ હતી.
    • ઈરાન દ્વારા ત્રીજી વખત આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
    • આ ટૂર્નામેન્ટમાં ભારતે ઈરાનને 35-25થી હરાવીને વિમેન્સ કબડ્ડી ચેમ્પિયનશિપ 2025નું ટાઈટલ જીતી લીધું છે. ટીમ ઈન્ડિયાએ પાંચમી વખત આ ખિતાબ જીત્યો છે.
    • આ ચેમ્પિયનશિપમાં કુલ 7 ટીમોએ ભાગ લીધો હતો.
      • ગ્રુપ A: ભારત, થાઈલેન્ડ, બાંગ્લાદેશ અને મલેશિયા
      • ગ્રુપ B: ઈરાન, ઈરાક અને નેપાળ

Leave a Comment

error: Content is protected !!