Daily Current Affairs 11 December 2024

  • 11 December 2024
    1. International Mountain Day
      • દર વર્ષે 11 ડિસેમ્બરના રોજ International Mountain Day ઉજવવામાં આવે છે.
      • સ્થાપના: 2003માં UN General Assembly દ્વારા
      • International Mountain Day 2024 થીમ: “Mountain solutions for a sustainable future – innovation, adaptation, and youth.”
    2. UNICEF Foundation Day
      • United Nations Children’s Fund (UNICEF) Foundation Day દર વર્ષે 11 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.
      • Previous Name: United Nations International Children’s Emergency Fund
      • સ્થાપના: 11 ડિસેમ્બર, 1946
      • 1953માં સંયુક્ત રાષ્ટ્ર (United Nations)નો કાયમી ભાગ બન્યું.
      • તે વિશ્વભરમાં બાળકોના અધિકાર, આરોગ્ય, શિક્ષણ, પોષણ અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
      • Head Quarter: New York, USA

Daily Current Affairs 11 December 2024

Consortium of International Agricultural Research Centres (CGIAR) દ્વારા Cop 16 UNCCCD રિયાધ, સાઉદી અરેબિયામાં Global Strategy for Resilient Drylands  (GSRD) 2030 શરૂ કરવામાં આવી છે.

CGIR સ્થાપના: 1971માં વૈશ્વિક કૃષિ સંશોધન ભાગીદારી તરીકે

Global Strategy for Resilient Drylands (GSRD) 2030 વિશે

  • Global Strategy for Resilient Drylands (GSRD) 2030CGIAR દ્વારા શુષ્ક જમીનો (Drylands) દ્વારા પડકારોનો સામનો કરવા માટે એક પરિવર્તનશીલ પહેલ છે, જે શુષ્ક જમીન ઈકોસિસ્ટમ પર 50 વર્ષના સંશોધનનો ઉપયોગ કરે છે.
    • ઉદ્દેશ્ય: એશિયા અને આફ્રિકામાં ખાસ કરીને શુષ્ક જમીનોમાં રહેતા 2.7 અબજ લોકો માટે ખાદ્ય સુરક્ષા વધારવા, જૈવવિવિધતાનું સંરક્ષણ કરવા અને સ્થિતિસ્થાપક આજીવિકા બનાવવા માટે એક રોડમેપ પ્રદાન કરવાનો છે.
  • GSRD ને ICARDA (International Center for Agricultural Research in the Dry Areas) અને ICRISAT (International Crops Research Institute for the Semi-Arid Tropics)ના નેતૃત્વ હેઠળ CGIAR સંસ્થાઓ દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
  • તે સાઉદી અરેબિયાના રિયાધમાં 16th Conference of Parties to the UNCCD ખાતે લોન્ચ કરવામાં આવી છે.
  • Key Focus Areas of the GSRD
    • આ વ્યૂહરચના પાંચ મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ભાર મૂકે છે:
      • Adapting agrifood systems to climate change.
      • Conserving biodiversity.
      • Sustainable management of soil and water resources.
      • Promoting healthy diets.
      • Fostering inclusive development.
    • Key Innovations under GSRD
      • Climate-Smart Agriculture (CSA):
        • Introduction of drought-resistant crops like barley, lentils, chickpeas, and cacti.
        • Advanced agroforestry techniques to integrate trees with agriculture.
    • Sustainable Resource Management:
      • Solar-powered agri voltaics for energy-efficient farming.
      • Improved livestock feeding practices to enhance productivity.
    • Technology Integration: Pioneering solutions to address water scarcity, land degradation, and desertification.

સામેલ સંસ્થાઓ

  • Consultative Group of International Agricultural Research (CGIAR) વિશે
    • CGIAR એ વિશ્વનું સૌથી મોટું જાહેર ભંડોળ પૂરું પાડતું કૃષિ ખાદ્ય પ્રણાલી સંશોધન કેન્દ્રોનું જૂથ છે, જે Climate Crisisના પ્રતિભાવમાં ખોરાક, જમીન અને પાણી પ્રણાલીઓમાં પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
  • International Center for Agricultural Research in Dry Areas (ICARDA) વિશે
    • તે ઉત્તર આફ્રિકા, મધ્ય અને પશ્ચિમ એશિયા અને મધ્ય પૂર્વના આબોહવા-સંવેદનશીલ પ્રદેશોમાં વિકાસ માટે કૃષિ સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
  • International Crops Research Institute for the Semi-Arid Tropics (ICRISAT) વિશે
    • તે એક અગ્રણી સૂકા પ્રદેશ કૃષિ સંશોધન સંસ્થા છે, જે નાના ખેડૂતોને ઉત્થાન (Uplifting) આપવા અને અર્ધ-શુષ્ક ઉષ્ણકટિબંધીય પ્રદેશો (Semi-Arid Tropics)માં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સમર્પિત છે
    • તેની સ્થાપના 28 માર્ચ 1972ના રોજ ભારત સરકાર અને CGIAR વચ્ચે થયેલા સમજૂતી કરારના હેઠળ કરવામાં આવી હતી.

તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર અને પર્યાવરણ કાર્યક્રમ (UNEP – United Nations and Environment Program) દ્વારા ‘Champions of the Earth Award 2024’ની જાહેરાત કરવામાં આવી હતી. UNEP દ્વારા ભારતીય પર્યાવરણશાસ્ત્રી માધવ ગાડગીલને 2024ના ‘ચેમ્પિયન ઓફ ધ અર્થ’ તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. પર્યાવરણ સંરક્ષણમાં તેમના દાયકાઓ સુધીના યોગદાન બદલ આ સન્માન “Lifetime Achievement” કેટેગરીમાં આપવામાં આવ્યું છે.

Champions of the Earth Award વિશે

  • સ્થાપના: 2005
  • આ એવોર્ડ United Nations Environment Programme (UNEP) દ્વારા એનાયત કરવામાં આવે છે.
  • તે UN નો સર્વોચ્ચ પર્યાવરણીય સન્માન (Environmental Honor) છે.
  • 10 ડિસેમ્બર 2024ના રોજ આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી.
  • 2024 focus: Combatting land degradation, desertification, and drought
  • ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને Policy Leadership માટે Champions of the Earth Award 2018 એનાયત કરવામાં આવ્યો

2024 Champions of the Earth

Category WinnerCountry
Lifetime AchievementMadhav GadgilIndia
Policy LeadershipSonia GuajajaraBrazil
Inspiration and ActionAmy Bowers Cordalis, Gabriel PaunUS, Romania
Science and InnovationLu QiChina
Entrepreneurial VisionSekemEgypt

ભારતીય રેલ્વે, IIT-મદ્રાસ અને TuTr Hyperloop વચ્ચેના સહયોગથી ભારતના પ્રથમ Hyperloop Test Track નું ઉદ્ઘાટન ચેન્નાઈમાં IIT-મદ્રાસના Discovery Campus માં કરવામાં આવ્યું હતું.

Hyperloop Technology શું છે?

  • Hyperloop એક High-Speed Transportation System છે, જ્યાં દબાણયુક્ત વાહનો તરીકે કાર્યરત પોડ્સ (Pods) Low-Pressure Tubes દ્વારા અસાધારણ ઝડપે આગળ વધે છે.
  • વિશેષતાઓ
    • ઝડપ: Hyperloop Pods લગભગ 360 કિમી/કલાકની કાર્યકારી ગતિ સાથે 1200 કિમી/કલાક સુધી પહોંચી શકે છે.
    • ઘર્ષણ રહિત સિસ્ટમ: વેક્યુમ-સીલ્ડ વાતાવરણમાં કાર્ય કરે છે, પ્રતિકાર અને ઉર્જા વપરાશ ઘટાડે છે.
    • કાર્યક્ષમતા: મધ્યવર્તી સ્ટોપ વિના સીધી પોઈન્ટ-ટુ-પોઈન્ટ મુસાફરી પૂરી પાડે છે.
  • તે સૌપ્રથમ 2013માં એલોન મસ્ક (Elon Musk) દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું.

Challenges

  • Infrastructure Costs: ટ્યુબ, સ્ટેશન અને સહાયક સિસ્ટમ્સ સહિત જરૂરી માળખાકીય સુવિધાઓનું નિર્માણ અત્યંત ખર્ચાળ છે.
  • Land Acquisition: હાઇપરલૂપ રૂટ માટે જરૂરી જમીન મેળવવી પડકારજનક હોઈ શકે છે, ખાસ કરીને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં.
  • Technological Hurdles: Maglev Systems, Vacuum Seals અને Safety Mechanisms સહિત ટેકનોલોજી વિકસાવવા અને સંપૂર્ણ બનાવવા માટે નોંધપાત્ર સંશોધન અને વિકાસની જરૂર છે.

India Skill Report 2025, Wheebox દ્વારા All-India Council for Technical Educationના સહયોગથી બહાર પાડવામાં આવ્યો હતો.

india skills report 2025
India Skills Report 2025

India Skill Report 2025 વિશે

  • આ એક વિગતવાર અભ્યાસ છે, જે Confederation of Indian Industries (CII) દ્વારા Wheebox (a talent evaluation organization) અને All India Council for Technical Education સાથે ભાગીદારીમાં હાથ ધરવામાં આવ્યો છે.
  • આ અભ્યાસ Global Employability Test (G.E.T.) આપનારા 6.5 લાખથી વધુ વ્યક્તિઓ અને 15 ઉદ્યોગોમાં 1,000થી વધુ સંસ્થાઓના ડેટા પર આધારિત છે.

India Skill Report 2025ના મુખ્ય તારણો

  • National Employability: ભારતમાં રોજગારક્ષમતા દર 54.81% પર પહોંચી ગયો છે, જે 2024માં 51.25% થી નોંધપાત્ર વધારો છે.
  • Decade of Growth: છેલ્લા દાયકામાં, રોજગારક્ષમતા 33% થી વધીને 50% થી વધુ થઈ છે, જે 17% નો વધારો દર્શાવે છે.
  • Youth Focus: 22-25 વય જૂથમાં, રોજગારક્ષમતા દર ઊંચો છે, ખાસ કરીને કેરળ જેવા રાજ્યોમાં, જે આ વસ્તી વિષયક માટે 87.47% રોજગારક્ષમતા દર ધરાવે છે.
  • Gender Variation: લિંગ વિશ્લેષણ દર્શાવે છે કે પુરુષો માટે રોજગારક્ષમતા દર 2025 માં 53.5% સુધી વધવાની ધારણા છે જે 2024 માં 51.8% હતો.
    • સ્ત્રીઓ માટે રોજગારક્ષમતા દર સમાન સમયગાળા દરમિયાન 50.9% થી ઘટીને 47.5% થવાનો અંદાજ છે.
  • Varying Employability: મેનેજમેન્ટ સ્નાતકો (78%) પાસે વૈશ્વિક સ્તરે રોજગારક્ષમતા સૌથી વધુ છે, ત્યારબાદ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ (71.5%), MCA વિદ્યાર્થીઓ (71%) અને વિજ્ઞાન સ્નાતકો (58%) આવે છે.
  • Top States for Employability: મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને કેરળ રેન્કિંગમાં આગળ છે.

One-Liner Current Affairs

  • IIIT-દિલ્હી (Indraprastha Institute of Information Technology Delhi)ના સંશોધકો દ્વારા ‘AgeXtend’ પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે. જે Geroprotectors અથવા ઉંમર-અવધિક પરમાણુઓ (Identify age-defying molecules)ને ઓળખવામાં લાગતા સમયને અસરકારક રીતે ઘટાડે છે.
    • AgeXtend એ એક Artificial Intelligence આધારિત પ્લેટફોર્મ છે, જે Geroprotectors (Anti-Aging) ગુણધર્મો ધરાવતા સંયોજનોને ઓળખવા માટે બનાવવામાં આવેલ છે.
  • Rising Rajasthan Global Investment Summitનું આયોજન 9, 10 અને 11 ડિસેમ્બર 2024ના રોજ Jaipur Exhibition Convention Centre (JECC), સીતાપુરા, જયપુરમાં કરવામાં આવ્યું હતું.
    • The Rising Rajasthan Global Investment Summit 2024 Theme: ‘Replete, Responsible, Ready’
    • 9 થી 11 ડિસેમ્બર સુધી ત્રણ દિવસ ચાલનારા આ સમિટમાં રાજસ્થાન ગ્લોબલ બિઝનેસ એક્સ્પોનું પણ આયોજન કરવામાં આવશે.
  • સુરતની સુમુલ ડેરીના નવા પારડી ડેરી પ્લાન્ટને દેશના દૂધ ઉદ્યોગમાં તેની શ્રેષ્ઠ કામગીરી અને આધુનિક ટેક્નોલોજી માટે ઈન્ડિયન ડેરી એસોશિયેશનનો પ્રતિસ્થિત ઈન્ટર-ડેરી એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે.

Leave a Comment

error: Content is protected !!