Daily Current Affairs 10 October 2024: List of Important Days
CALENDAR
- 10 October 2024
- રાષ્ટ્રીય ટપાલ દિવસ (National Post Day)
- દર વર્ષે ભારતમાં 10 ઓકટોબરના રોજ ‘રાષ્ટ્રીય ટપાલ દિવસ‘ની ઉજવણી કરવામાં આવે છે.
- વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (World Mental Health Day)
- દર વર્ષે 10 ઓકટોબરના રોજ ‘વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ‘ ઉજવવામાં આવે છે.
- સૌપ્રથમ ઉજવણી: 10 ઓકટોબર, 1992માં World Federation for Mental Health (WFMH) દ્વારા કરવામાં આવી હતી.
- ડેપ્યુટી સેક્રેટરી-જનરલ રિચર્ડ હન્ટર (Deputy Secretary-General Richard) દ્વારા માનસિક સ્વાસ્થ્ય માટે વર્લ્ડ ફેડરેશનની વાર્ષિક પ્રવૃત્તિ તરીકે દિવસની શરૂઆત કરવામાં આવી હતી.
- World Federation for Mental Healthના 150થી વધુ દેશીમાં સભ્યો છે.
- 2024ની થીમ: ‘Mental Health at Work’.
- વિશ્વ દૃષ્ટિ દિવસ (World Sight Day)
- લોકોમાં અંધત્વ અને દ્રષ્ટિની ક્ષતિના મુદ્દા તરફ ધ્યાન દોરવા માટે દર વર્ષે ઓકટોબરના બીજા ગુરુવારના રોજ ‘વિશ્વ દૃષ્ટિ દિવસ’ મનાવવામાં આવે છે. આ વર્ષે 10 ઓકટોબર 2024ના રોજ આ દિવસ ઉજવવામાં આવ્યો.
- સૌપ્રથમ ઉજવણી: વર્ષ 2000માં Lions Club International Organisation ના SightFirst Campaign દ્વારા કરવામાં આવી હતી.
- 2024 થીમ: ‘Children, love your eyes‘.
- રાષ્ટ્રીય ટપાલ દિવસ (National Post Day)
આજનો ઈતિહાસ: 10 October
DAY IN HISTORY
- 10 October 1970: ફિજી (Fiji) દેશ બ્રિટનથી સ્વતંત્ર થયું. તે દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત એક ટાપુ છે.
- રાજધાની: સુવા (Suva)
- 17 અને 18મી શતાબ્દી દરમિયાન ડચ અને અંગીજી સંશોધકોએ ‘ફિજી’ની શોધ કરી હતી.
- પ્રમુખ દ્વીપ: વિટી લેવુ (Viti Levu) અને વનુઆ લેવુ (Vanua Levu)
Table of Contents
Daily Current Affairs 10 October 2024
# PM મોદીએ ₹7,600 કરોડના પ્રોજેક્ટ લોન્ચ કર્યા
GOVERNMENT POLICIES
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 9 ઓકટોબરના રોજ વિડીયો કોન્ફરન્સ દ્વારા મહારાષ્ટ્રમાં ₹7600 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો.
- નરેન્દ્ર મોદી દ્વારા નાગપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના અપગ્રેડેશનનો શિલાન્યાસ કર્યો. જેનો કુલ અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ ₹7000 કરોડ છે.
- શિરડી એરપોર્ટ પર ₹645 કરોડથી વધારાનાં મૂલ્યના નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ.
- સૂચિત ટર્મિનલની નિર્માણ થીમ સાંઈ બાબાના આધ્યાત્મિક લીમડાના ઝાડ પર આધારિત છે.
- તમામ માટે વાજબી અને સુલભ સ્વાસ્થ્ય સુવિધા સુનિશ્ચિત કરવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં મુંબઈ, નાસિક, જાલના, અમરાવતી, ગડચિરોલી, બુલઢાણા, વાશિમ, ભંડારા, હિંગોલી અને અંબારનાથ (થાણે)માં સ્થિત 10 સરકારી મેડિકલ કોલેજોના સંચાલનનો શુભારંભ કરશે.
- ભારતને ‘સ્કિલ કેપિટલ ઓફ ધ વર્લ્ડ‘ તરીકે સ્થાન આપવાના વિઝનને અનુરૂપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ (IIS) મુંબઈ‘નું ઉદઘાટન કરશે.
- ઉદ્દેશ્ય: આત્યાધુનિક ટેકનોલોજી અને હેન્ડ્સ-ઓન તાલીમ સાથે ઉદ્યોગ માટે તૈયાર કાર્યાબળ ઊભું કરવું.
- ઉપરાંત મહારાષ્ટ્રના વિદ્યા સમિક્ષા કેન્દ્ર (VSK)નું પણ ઉદઘાટન કરશે.
- આ કેન્દ્ર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વહીવટકર્તાઓને ચેટબોટ્સ મારફતે નિર્ણાયક શૈક્ષણિક અને વહીવટી ડેટાની સુલભતા પ્રદાન કરશે.
# કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા ‘કૌશલ્ય વિકાસ કેન્દ્ર’નું ઉદઘાટન
NATIONAL NEWS
- તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા મુંબઈના કાંદિવલી વિસ્તારમાં ‘કૌશલ્ય વિકાસ કેન્દ્ર‘નું ઉદઘાટન કર્યું છે.
- સ્થાપના: ભારતીય ઉદ્યોગ સંઘ, બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ વચ્ચે અનન્ય સહયોગ દ્વારા કરવામાં આવી છે.
- કેન્દ્ર દ્વારા આગામી વર્ષમાં એક લાખથી વધુ ઉમેદવારો માટે રોજગારીની તકો ઊભી કરવાની અપેક્ષા સાથે, કેન્દ્ર ઉદ્યોગ અગ્રણીઓ અને તાલીમ કાર્યક્રમો વચ્ચેની ભાગીદારીને પ્રોત્સાહન આપીને શિક્ષણ અને વાસ્તવિક-વિશ્વની રોજગારી કૌશલ્ય પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
- નવી સ્થપાયેલી વ્યાવસાયિક તાલીમ સંસ્થા શરૂઆતમાં ફેશન ટેકનોલોજી, એ.સી. અને રેફ્રિજરેશન, ગેમિંગ અને એનિમેશન, ઝડપી સેવા રેસ્ટોરન્ટ્સ અને ડેટા અને સાયબર સુરક્ષા સહિતના ઉચ્ચ માંગવાળા ક્ષેત્રોમાં પાંચ વિશિષ્ટ ટૂંકા ગાળાના અભ્યાસક્રમો ઓફર કરશે.
- મુખ્ય વિશેષતા
- ભારતીય ઉદ્યોગ સંઘે અદ્યતન પ્રયોગશાળાઓ સાથે સુવિધા સજ્જ કરી છે અને તાલીમ પછી સફળ ઉમેદવારો માટે ઓછામાં ઓછા 75 ટકા પ્લેસમેન્ટ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ
# ઉસ્તાદ અલાઉદ્દીન ખાન સંગીત સમારોહ
ART & CULTURE
- મધ્યપ્રદેશના મૈહર જિલ્લાના સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે 8-10 ઓકટોબર, 2024 દરમિયાન ઉસ્તાદ અલાઉદ્દીન ખાન સંગીત સમારોહ શરૂ થયો હતો.
- આ સંગીત સમારોહનું ‘સુવર્ણ જયંતિ વર્ષ (50 વર્ષ)‘ છે.
- આયોજન: મધ્યપ્રદેશ સાંસ્કૃતિક વિભાગ, ઉસ્તાદ અલાઉદ્દીન ખાન મ્યુઝિક એન્ડ આર્ટ એકેડેમી અને મૈહેર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે 10 ઓકટોબર સુધી કરવામાં આવ્યું હતું.
- આ પ્રસંગે બે પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું.
- પ્રથમ પ્રદર્શન: ‘દેવી’ – દેવીના 108 નામો પર આધારિત ‘લઘુચિત્ર’ ચિત્રોનો સંગ્રહ
- બીજું પ્રદર્શન: ‘તંતુ’ – તંતુ નામના વાદ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતું પ્રદર્શન
ઉસ્તાદ અલાઉદ્દીન ખાન
- ઉસ્તાદ અલાઉદ્દીન ખાન દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંગીત જગત પ્રખ્યાત હતા.
- તેમણે મધ્યપ્રદેશમાં સંગીતની પરંપરાને આગળ વધારવા અને નવી પેઢીને સંગીત સાથે જોડવા માટે અથાક પ્રયાસો કર્યા.
- 1958માં રાષ્ટ્રપતિ દ્વારા ‘પદ્મભૂષણ’ અને કલકત્તાની તાનસેન સમિતિએ તેમને ‘આફતાબે હિંદ (હિંદનો સૂર્ય)’નો ખિતાબ આપ્યો હતો.
- અન્ય સમ્માન
- 1944: ભાતખંડે સંગીત વિદ્યાલય તરફથી ‘સંગીતાચાર્ય’
- 1954: સંગીત નાટક અકાદમી તરફથી ‘ફેલોશિપ’
- 1964: શાંતિનિકેતન તરફથી ‘દેશિકોત્તમ’
- મહારાજ મૈહર તરફથી ‘સંગીતનાયક’
- 1971: ‘પદ્મવિભૂષણ’
# રતન ટાટાનું નિધન
PERSON-IN-NEWS
ટાટા સન્સના ચેરમેન ‘રતન ટાટા’નું 9 ઓકટોબર, 2024ના રોજ 86 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું.
રતન ટાટા વિશે
- પૂરું નામ: રતન નવલ ટાટા
- જન્મ: 28 ડિસેમ્બર, 1937
- અવસાન: 9 ઓકટોબર, 2024
- પદ: ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન (1991-2012,2016-2017)
- શિક્ષણ: કોર્નેલ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા (આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ)
- સામાજિક ઉત્થાન અને રાષ્ટ્ર નિર્માણ પર તેમના યોગદાન માટે જાણીતા હતા.
- રતન ટાટાના નેતૃત્વ હેઠળ ટાટા જુથ વૈશ્વિક સમૂહમાં વિસ્તાર્યું.
- ટાટા મોટર્સ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) અને ટાટા સ્ટીલનું અગ્રણી વૈશ્વિક કંપનીઓમાં સ્થાન.
- ભારતની પ્રથમ સંપૂર્ણ સ્વદેશી કાર ‘Tata Indica’ લૉન્ચ કરી.
- વિશ્વની સૌથી સસ્તી કાર ‘ટાટા નેનો’ રજૂ કરી.
- TCSને વૈશ્વિક સ્તરે સૌથી મોટી IT સેવા કંપનીઓમાં રૂપાંતરિત કરી. તેને ભારતની IT તેજીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું.
- કોર્નેલ યુનિવર્સિટી અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ જેવી સંસ્થાઓને નોંધપાત્ર દાન.
- ટાટા ટ્રસ્ટસ દ્વારા શિક્ષણ, આરોગ્યસંભાળ અને ગ્રામીણ વિકાસમાં મુખ્ય પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
- ભારતના મંગળ મિશન અને ગ્રામીણ ભારતમાં સ્વચ્છ પાણીની પહેલ જેવાં પ્રોજેક્ટ્સમાં ટાટા ગ્રૂપ અને રતન ટાટાના વ્યક્તિગત પ્રયાસોએ યોગદાન આપ્યું હતું.
- રતન ટાટાને પદ્મભૂષણ (2000), મહારાષ્ટ્ર ભૂષણ (2006) અને પદ્મવિભૂષણ (2008)માં એનાયત કરવામાં આવ્યા હતા.
One-Liner Current Affairs
- તાજેતરમાં રવાન્ડા (Rwanda, Africa) ખાતે સૌપ્રથમ વખત મારબર્ગ (Marburg) વાયરસ નામનો રોગ જોવા મળ્યો.
- ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ની જાહેરાત મુજબ 38મી નેશનલ ગેમ્સ ઉત્તરાખંડમાં 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી, 2025 દરમિયાન યોજાશે.
