Daily Current Affairs 09-10 March 2025

  • 10 March 2025
    1. CISF Raising Day
      • દર વર્ષે 10 માર્ચના રોજ સમગ્ર ભારતમાં મુખ્ય સરકારી અને ખાનગી ક્ષેત્રના માળખાગત સુવિધાઓનું રક્ષણ કરવામાં Central Industrial Security Force (CISF)ની મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખવા માટે ‘CISF Raising Day’ ઉજવવામાં આવે છે.
      • 2025માં ભારતના આ મહત્વપૂર્ણ સુરક્ષા દળની 56મી વર્ષગાંઠ છે, જે રાષ્ટ્રની ઔદ્યોગિક સંપત્તિઓ, મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ અને Public Sector Undertakings (PSUs)ની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
      • 1969માં Central Industrial Security Force (CISF)ની સ્થાપનાની યાદમાં દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે.
      • Governing Ministry: Ministry of Home Affairs (MHA), Government of India
      • CISF Headquarters: New Delhi, India

9 માર્ચ: નવલરામ પંડ્યાની જન્મજયંતિ

  • 9 માર્ચ, 2025ના રોજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્ય વિવેચક અને સર્જક શ્રી નવલરામ પંડ્યાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
    • જન્મ: 9 માર્ચ, 1836ના રોજ, સુરત
    • તેઓ ગુજરાતી વિવેચક, નિબંધકાર, નાટ્યકાર, કવિ, શિક્ષણશાસ્ત્રી અને સમાજ સુધારક હતા.
    • તે ‘ગુજરાતી શાળાપત્ર’ નામનું સામયિક ચલાવતા હતા.
    • તેમને ‘મેધ છંદ’ નામના નવા છંદનું સર્જન કર્યું હતું.
    • મહત્વની કૃતિઓ
      • નાટક: ભટ્ટનું ભોપાળું અને વીરમતી
      • વિવેચન: નવલગ્રંથાવલી
      • પ્રસિદ્ધ કાવ્ય: જનાવરની જાન
      • ચરિત્ર: કવિજીવન
      • કાવ્યસંગ્રહ: બાળલગ્ન બત્રીસી અને બાળ ગરબાવલિ

Daily Current Affairs 09-10 March 2025

  • રાજ્ય સરકાર દ્વારા ‘કૃષિ પ્રગતિ’ મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી છે.
  • આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા Satelite Data, UAV Data, Waether Data, Artificial Intelligence, Machine Learning જેવી આધુનિક ટેકનોલોજીની લાભ મેળવી શકશે. આ એપ્લિકેશનથી ખેડૂતોની સુખાકારીમાં વધારો થઈ શકે છે.
  • કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ખેડૂતો પાકની વવાણીથી લઈ કાપણી સુધીનું આયોજન કરી શકશે.
  • આ એપ્લિકેશન થકી ખેડૂતો પાકમાં આવેલ રોગ વિશે જાણી શકશે અને સાથે રોગ જીવાતના ફોટો એપ પર ઉપયોગ કરીને AI દ્વારા રોગ અને જીવાતને નિયંત્રિત રાખવાની માહિતી મેળવી શકશે.
  • એપ્લિકેશનમાં સોઈલ હેલ્થ કાર્ડનો ડેટા સંકલિત કરેલ છે, જેનાથી ખેડૂતોને જમીનમાં રહેલ નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને અન્ય સૂક્ષ્મ તત્વોની માત્રાની વિગતો મળશે.
  • એપ્લિકેશનના માધ્યમથી Chat-botનો ઉપયોગ કરીને ખેડૂતો પોતાના દૈનિક ખેતી કાર્યોમાં મૂંઝવતા પ્રશ્નો પૂછી શકશે અને નિવારણ મેળવી શકશે.

તાજેતરમાં 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ, 2025 દરમિયાન પાકિસ્તાનની યજમાનીમાં પાકિસ્તાન અને UAEમાં ‘ચેમ્પિયન્સ ટ્રોફી 2025’નું આયોજન થયું હતું. આ ટુર્નામેન્ટ ચેમ્પિયન ટ્રોફીની નવમી આવૃત્તિ હતી. ભારતે પાકિસ્તાનમાં રમવાનો ઈનકાર કર્યો હતો, તેથી ભારતની તમામ મેચ UAEના દુબઈમાં રમાઈ હતી.

ચેમ્પિયન ટ્રોફી 2025માં ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડએ ભાગ લીધો હતો. ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને પરાજય કરી આ ટુર્નામેન્ટ જીતી હતી.

ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ભારતે અગાઉ 2002 (શ્રીલંકા સાથે સહ વિજેતા) અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

ચેમ્પિયયન્સ ટ્રોફી

  • ICC Champions Trophy પહેલા ICC KnockOut Trophy તરીકે જાણીતી હતી.
  • International Cricket Council (ICC) દ્વારા આયોજિત એક One Day International (ODI) Cricket Turnament છે. જેમાં ઈન્ટરનેશનલ પુરુષ ટીમો ભાગ લે છે.
  • First ICC Champions Trophy: 1998
  • ભારતે સાથી વધુ ત્રણ વખત ચેમ્પિયન્સ ટ્રોફીના ટાઈટલ જીત્યા છે.

ICC Champions Trophy Winner List

YearHost NationWinnerRunner-UpCaptain
1998BangladeshSouth AfricaWest IndiesHansie Cronje
2000KenyaNew ZealandIndiaStephen Fleming
2002Sri LankaSri Lanka and IndiaSourav Ganguly/Sanath Jayasuriya
2004EnglandWest IndiesEnglandBrian Lara
2006IndiaAustraliaWest IndiesRicky Ponting
2009South AfricaAustraliaNew ZealandRicky Ponting
2013England and WalesIndiaEnglandMS Dhoni
2017England and WalesPakistanIndiaSarfaraz Ahmed
2025Pakistan and United Arab EmiratesIndiaNew ZealandRohit Sharma
  • તાજેતરમાં 9 માર્ચ, 2025ના રોજ કેન્દ્ર સરકારે મધ્યપ્રદેશના ચંબલ ક્ષેત્રમાં સ્થિત ‘માધવ રાષ્ટ્રીય ઉદ્યાન (Madhav National Park)’ને દેશના 58મા ટાઈગર રિઝર્વ (વાઘ અભયારણ્ય) તરીકે જાહેર કર્યું છે. આ અભયારણ્યમાં હાલમાં 5 વાઘ રહે છે.
  • કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.
  • માધવ નેશનલ પાર્ક મધ્યપ્રદેશનું 9મું ટાઈગર રિઝર્વ છે.

માધવ નેશનલ પાર્ક વિશે

  • માધવ નેશનલ પાર્ક મધ્ય પ્રદેશના ચંબલ પ્રદેશના શિવપુરી જિલ્લામાં, ભારતના મધ્ય હાઈલેન્ડ્સના ઉત્તરીય કિનારે આવેલું છે.
  • આ ઉદ્યાન મુઘલ સમ્રાટો અને ગ્વાલિયરના મહારાજાનું શિકાર સ્થળ હતું.
    • 1958માં તેને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો.
  • વાઘની સંખ્યા: અભયારણ્યમાં હાલમાં પાંચ વાઘ છે, જેમાં તાજેતરમાં જન્મેલા બે વાઘનો પણ સમાવેશ થાય છે.
    • ટૂંક સમયમાં વધુ બે વાઘને અભયારણ્યમાં છોડી શકાય છે.
  • તળાવો: સખ્યા સાગર અને માધવ સાગર એ બે તળાવો છે જે ઉદ્યાનના દક્ષિણ ભાગમાં સ્થિત છે.
    • સખ્યા સાગરને જુલાઈ 2022માં રામસર સાઈટ જાહેર કરવામાં આવ્યું હતું.
  • નદીઓ: ઉદ્યાન વિસ્તાર સિંધ નદીના સ્ત્રાવ વિસ્તાર બનાવે છે, જે તેની પૂર્વ સીમા સાથે વહે છે.
  • Geology: ઉદ્યાનના પૂર્વ ભાગમાં વિંધ્ય પત્થર, શેલ અને ચૂનાના પથ્થરો (Limestone) જેવા કાંપવાળા ખડકો (Sedimentary Rocks)નો સમાવેશ થાય છે.
  • વનસ્પતિ: ઉત્તરીય ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર મિશ્ર જંગલો (Northern Tropical Dry Deciduous Mixed Forests) અને સૂકા કાંટાવાળા જંગલો (Dry Thorn Forests)નો સમાવેશ થાય છે.
  • પ્રાણીસુષ્ટિ
    • શાકાહારીઓ (Herbivores): Nilgai, Chinkara, Chowsinga, Chital, Sambar, and Barking Deer.
    • માંસાહારી પ્રાણીઓ (Carnivores): Leopard, Wolf, Jackal, Fox, and Wild Dog.

વાઘ અભયારણ્ય (Tiger Reserve) વિશે

  • વાઘ અભયારણ્ય એ વાઘના સંરક્ષણ માટે નિયુક્ત કરાયેલ એક સંરક્ષિત વિસ્તાર છે.
    • વાઘ અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન અથવા વન્યજીવન અભયારણ્ય પણ હોઈ શકે છે.
  • Notification Authority: National Tiger Conservation Authority (NTCA)ની સલાહના આધારે Wildlife (Protection) Act, 1972ની કલમ 38V હેઠળ રાજ્ય સરકારો દ્વારા વાઘ અભયારણ્યને સૂચિત કરવામાં આવે છે.

National Tiger Conservation Authority (NTCA) વિશે

  • NTCA એ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC – Ministry of Environment, Forest, and Climate Change) હેઠળ એક વૈધાનિક સંસ્થા છે.
  • સ્થાપના: વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ, 1972 હેઠળ 2006માં
  • રચના (Composition)
    • Chaired by the Minister in charge of MoEFCC.
    • Vice-Chaired by the Minister of State in MoEFCC.
    • This includes three members of Parliament: the Secretary (MoEFCC) and other designated members.

તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે રશિયન ફાઉન્ડેશનના Rosoboronexport (RoE) સાથે T-72 Tank માટે 1000 હોર્સપાવર એન્જિનની ખરીદી માટે 248 મિલિયન ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

  • T-72 ટેન્કોમાં હાલ 780 HP એન્જિન છે, હવે તેને 1000 HP એન્જિનમાં અપગ્રેડ કરવામાં આવશે.
  • તેનો ઉદ્દેશ્ય ભારતીય સેનાના ટેન્ક કાફલાની કામગીરી અને કાર્યક્ષમતાને વધારવાનો છે.
  • રશિયન Rosoboronexport મેક ઈન ઈન્ડિયા પહેલના ભાગરૂપે TOT હેઠળ એન્જિન એકીકરણ અને લાયસન્સ પ્રાપ્ત ઉત્પાદન માટે ચેન્નાઈ સ્થિત આર્મર્ડ વ્હીકલ્સ નિગમ લિમિટેડને ટેકનોલોજી ટ્રાન્સફર કરશે.

T-72 Tank વિશે

  • T-72 એ સોવિયેત ડિઝાઈન કરાયેલ મુખ્ય યુદ્ધ ટેન્ક છે.
  • તે 1971માં રજૂ કરવામાં આવી હતી અને ઘણા દેશોના સશસ્ત્ર દળોની મુખ્ય ભાગ બની હતી.
  • તે વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ટેન્કમાંની એક છે, જેનું 25,000થી વધુ યુનિટનું ઉત્પાદન થયું છે.
  • આ ટેન્કમાં high-accuracy laying and sighting materiel અને Automatic Loading Gear છે, જે ગોળીબારના ઉચ્ચ અસરકારક દરને સુનિશ્ચિત કરે છે.
  • Soviet Union માં Uralvagonzavod દ્વારા ડિઝાઈન કરાયેલ T-72 ટેન્ક સ્થાનિક રીતે ભારતમાં Heavy Vehicles Factory, Avadi ખાતે ઉત્પાદિત અને અપગ્રેડ કરવામાં આવે છે.
  • વિશેષતાઓ
    • T-72 માં વધુ ગતિશીલતા છે કારણ કે તેનું 780 hp એન્જિન નોંધપાત્ર રીતે ધુમાડા-મુક્ત અને સરળ રીતે ચાલતું દેખાય છે, જેના કારણે અતિશય કંપન દૂર થાય છે.
    • Layered Armor ના ઉપયોગને કારણે T-72 માં વધુ સારું Armour Protection છે.
    • ટેન્કમાં 125mm D-81 Smoothbore Gun, 7.62mm Co-axial Machine Gun અને કમાન્ડરના Cupola માં લગાવેલી 12.7mm Air Defence Machine Gun ફીટ કરવામાં આવી છે.
    • T-72 માં 125mm દારૂગોળા (Ammunition)ના 44 રાઉન્ડ છે, જેમાંથી 22 રાઉન્ડ Automatic Loading Carousel પર લઈ જવામાં આવે છે.

One-Liner Current Affairs

  • રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણીના હસ્તે ત્રિદિવસીય ‘અખિલ ભારતીય મુલ્ક સેવા તરણ સ્પર્ધા’નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
    • 5 માર્ચથી 7 માર્ચ, 2025 દરમિયાન સચિવાલય કલ્યાણ સમિતિ અંતર્ગત ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગાંધીનગરના સેક્ટર 21 ખાતે આવેલા સચિવાલય જીમખાનામાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
    • આ ત્રિદિવસીય તરણ સ્પર્ધામાં દેશના 13 રાજ્યો, 12 Regional Sports Boards અને 4 Union Territory ની 29 ટીમોના અંદાજે કુલ 409 ખેલાડીઓ તથા અધિકારીઓ સહભાગી થશે.

Leave a Comment

error: Content is protected !!