Daily Current Affairs 07-08 March 2025

  • 07 March 2025
    1. જન ઔષધિ દિવસ
      • દર વર્ષે 7 માર્ચને ‘જન ઔષધિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
      • સૌપ્રથમ ઉજવણી: 7 માર્ચ, 2019
      • ભારત સરકારના Pharmaceuticals and Medical Devices Bureau of India (PMBI) દ્વારા નવેમ્બર, 2008માં જરૂરિયાતમંદ લોકોને પોસાય તે ભાવમાં ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ ઉપલબ્ધ કરવાના ઉદ્દેશ્ય સાથે “પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP)” શરૂ કરવામાં આવી હતી.
        • આ યોજના અંતર્ગત દેશના ઘણા ભાગોમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો (PMBJK) શરૂ કરવામાં આવ્યા હતા.
        • PMBJP મૂળ રૂપે 2008માં રસાયણ અને ખાતર મંત્રાલય (Ministry of Chemicals & Fertilizers) હેઠળ ‘જન ઔષધિ યોજના’ તરીકે શરૂ કરવામાં આવી હતી.
        • 2015માં આ યોજનાને ‘પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના’ તરીકે ફરીથી બનાવવામાં આવી. 2016માં તેનું નામ બદલીને “પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP)” રાખવામાં આવ્યું હતું.
      • આ પહેલને ટેકો આપવા માટે દેશભરમાં 1 થી 7 માર્ચ, 2025 દરમિયાન ‘જન ઔષધિ સપ્તાહ’ તરીકે ઉજવવામાં આવશે.
      • જન ઔષધિ દિવસ 2025 થીમ: “જન ઔષધિ: દામ કામ – દવાઈ ઉત્તમ”.
      • PMBJP ની વિશેષતા: જન ઔષધિ કેન્દ્રો બ્રાન્ડેડ વિકલ્પો કરતાં 50-80% ઓછા ભાવે દવાઓ આપે છે.
        • લક્ષિત પ્રદેશોમાં અથવા મહિલાઓ, ભૂતપૂર્વ સૈનિકો, દિવ્યાંગ, SC અને STના વ્યક્તિ દ્વારા ખોલવામાં આવેલા PMBJK ને એક વખત ₹2 લાખનું પ્રોત્સાહન આપવામાં આવે છે.
        • 2019માં Suvidha Sanitary Napkins ₹1/pad ના ભાવે લૉન્ચ કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2025 સુધીમાં 72 કરોડનું વેચાણ થયું હતું.
        • Jan Aushadhi SUGAM App દ્વારા નજીકના કેન્દ્રો શોધી શકાય છે. તે કિંમતોની તુલના કરે છે અને પોસાય તેવા વિકલ્પો સૂચવે છે.
  • 08 March 2025
    1. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day)
      • દર વર્ષે વૈશ્વિક સ્તરે 8 માર્ચના રોજ સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓને માન્યતા આપવા માટે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ‘ ઉજવવામાં આવે છે.
      • આ વર્ષે Beijing Declaration and Platform for Action (BPfA)ની 30મી વર્ષગાંઠ છે, જે મહિલાઓના અધિકારો પ્રત્યે એક સીમાચિહ્નરૂપ પ્રતિબદ્ધતા છે.
      • આ દિવસ મહિલાઓની સિદ્ધિઓનું સન્માન કરવા અને લિંગ અસમાનતાઓને પ્રકાશિત કરવા અને રાજકારણ, સમાજ અને અર્થતંત્રમાં મહિલાઓના અધિકારોની હિમાયત કરવા માટે સમર્પિત છે.
      • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 થીમ: “For ALL Women and Girls: Rights. Equality. Empowerment”.
      • German activist Clara Zetkin દ્વારા આ વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. 1911માં US અને યૂરોપમાં પ્રથમ ઉજવણી કરવામાં આવી હતી.
      • 1975માં સંયુક્ત રાષ્ટ્ર (United Nations) દ્વારા 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી.

Daily Current Affairs 07-08 March 2025

5 માર્ચ, 2025ના રોજ પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ Cabinet Committee on Economic Affairs (CCEA) દ્વારા ઉત્તરાખંડમાં બે રોપવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.

મુખ્ય મુદ્દાઓ

  • રોપવે વિશે
    • આ રોપવે સોનપ્રયાગને કેદારનાથ અને ગોવિંદઘાટને હેમકુંડ સાહિબ ગુરુદ્વારા સાથે જોડશે.
    • ₹7000 કરોડના અંદાજિત ખર્ચે બનેલા આ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ (National Ropeways Development Programme), પર્વતમાલા પરિયોજના હેઠળ આવે છે.
    • આ રોપવે સમુદ્ર સપાટીથી 3500 મીટરથી વધુ ઊંચાઈએ આવેલા તીર્થસ્થળો સુધી મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે.
  • ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ રોપવે
    • લંબાઈ: 12.4 કિમી.
    • ખર્ચ: ₹2,730.13 કરોડ
    • Development Mode: Design, Build, Finance, Operate, and Transfer (DBFOT) under a public-private partnership (PPP).
    • Current Trek: યાત્રાળુઓ હાલમાં ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ સુધી 21 કિમીનો પડકારજનક ચઢાણનો માર્ગ અપનાવે છે. પગપાળા, ઘોડાઓ અથવા પાલખીઓ પર મુસાફરી કરે છે.
    • Expected Benefits
      • રોપવે યાત્રાળુઓ માટે મુસાફરી સરળ બનાવશે, કારણ કે ગુરુદ્વારા વર્ષમાં ફક્ત પાંચ મહિના (મે થી સપ્ટેમ્બર) માટે જ ખુલ્લું રહે છે.
      • વાર્ષિક 1.5 થી 2 લાખ યાત્રાળુઓ હેમકુંડ સાહિબની મુલાકાત લે છે.
      • તેનાથી UNESCO વર્લ્ડ હેરિટેજ સાઇટ, Valley of Flowers ની મુલાકાત લેતા પ્રવાસીઓને પણ ફાયદો થશે.
  • સોનપ્રયાગથી કેદારનાથ રોપવે
    • લંબાઈ: 12.9 કિમી.
    • ખર્ચ: ₹4,081.28 કરોડ
    • Time Reduction
      • રોપવે મુસાફરીનો સમય હાલના 8-9 કલાકથી ઘટાડીને માત્ર 36 મિનિટ કરશે.
      • યાત્રાળુઓ હાલમાં હેલિકોપ્ટર, ઘોડાગાડીનો ઉપયોગ કરે છે અથવા ગૌરીકુંડથી કેદારનાથ સુધી 16 કિમીના ચઢાવ માર્ગ પર ચાલે છે.
      • કેદારનાથ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને ચાર ધામ યાત્રાનું સૌથી વધુ મુલાકાત લેવાયેલું મંદિર છે.
  • Economic and Tourism Impact
    • રોપવે પ્રોજેક્ટ્સ બાંધકામ અને સંચાલન દરમિયાન રોજગારીનું સર્જન કરશે.
    • તેઓ સમગ્ર વર્ષ દરમિયાન આતિથ્ય, મુસાફરી, ખોરાક અને પીણા (F&B) અને પર્યટન જેવા સંલગ્ન ઉદ્યોગોને વેગ આપશે.

પર્વતમાળા પરિયોજના

  • કેન્દ્રીય બજેટ 2022-23 માં એક કાર્યક્ષમ અને સલામત વૈકલ્પિક પરિવહન નેટવર્ક તરીકે પર્વતમાળા પરિયોજનાની જાહેરાત કરવામાં આવી હતી.
  • આ યોજના PPP (Public Private Partnership) Mode પર હાથ ધરવામાં આવશે, જે મુશ્કેલ પર્વતીય વિસ્તારોમાં પરંપરાગત રસ્તાઓના સ્થાને પર્યાવરણીય રીતે ટકાઉ વિકલ્પ તરીકે પસંદગીનો વિકલ્પ હશે.
  • આ વિચાર પ્રવાસનને પ્રોત્સાહન આપવા ઉપરાંત મુસાફરો માટે કનેક્ટિવિટી અને સુવિધા સુધારવાનો છે.
  • આમાં ગીચ શહેરી વિસ્તારોને પણ આવરી લેવામાં આવી શકે છે, જ્યાં પરંપરાગત માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (Conventional Mass Transit Systems) શક્ય નથી.

Cabinet Committee on Economic Affairs (CCEA)  

  • તેની અધ્યક્ષતા પ્રધાનમંત્રી કરે છે, અને જાહેર ક્ષેત્રના રોકાણો માટે પ્રાથમિકતાઓ નક્કી કરે છે.
  • તે એક સંકલિત આર્થિક નીતિ માળખું વિકસાવવા માટે આર્થિક વલણોની સતત સમીક્ષા કરે છે અને વિદેશી રોકાણ સહિત આર્થિક ક્ષેત્રમાં નીતિઓ અને પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરે છે, જેમાં ઉચ્ચ-સ્તરીય નિર્ણયો લેવાની જરૂર હોય છે.
  • ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા 5 માર્ચ, 2025ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં ‘વિવિધતા કા અમૃત મહોત્સવ’ની બીજી આવૃત્તિનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને અલગ અલગ આવૃત્તિઓમાં પ્રદર્શિત કરીને ઉજાગર કરે છે.
  • બીજી આવૃત્તિ દક્ષિણ રાજ્યો કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ, તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો લક્ષદ્વીપ અને પુડુચેરી પર કેન્દ્રિત છે.
  • આ આવૃત્તિમાં 500થી વધુ કારીગરો અને વણકારો પરંપરાગત હસ્તકલા અને હાથવણાટનું પ્રદર્શન કરશે.
  • 400થી વધુ કલાકારો દક્ષિણ ભારતના લોક અને શાસ્ત્રીય નૃત્ય અને સંગીત રજૂ કરશે.
  • Event Details
    • Dates: March 6 to 9, 2025
    • Timings: 10 AM – 8 PM
    • Venue: Rashtrapati Bhavan (Entry through Gate No. 35)
    • Online Booking: visit.rashtrapatibhavan.gov.in
  • Structure of the Mahotsav
    • આ ઉત્સવ સાત આવૃત્તિઓમાં વહેંચાયેલો છે, દરેક આવૃત્તિ વિવિધ પ્રદેશો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
      1. North-East
      2. South (Current Edition)
      3. North
      4. East
      5. West
      6. Central India
      7. Union Territories
  • ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ ભારતની સાહિત્યિક સંસ્થા સાહિત્ય અકાદમી દ્વારા 7 માર્ચથી 12 માર્ચ, 2025 દરમિયાન નવી દિલ્હીના રવિન્દ્ર ભવન ખાતે વાર્ષિક સાહિત્ય મહોત્સવનું આયોજન કરશે.
  • આ મહોત્સવનું ઉદઘાટન કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા કરવામાં આવશે. આ એવોર્ડ સમારોહના મુખ્ય મહેમાન પ્રખ્યાત અંગ્રેજી નાટ્યકાર શ્રી મહેશ દત્તાણી હશે.
  • એશિયાનો સૌથી મોટો સાહિત્ય ઉત્સવ છે. દેશના વિવિધ ભાગોમાંથી 50થી વધુ ભાષાઓનું પ્રતિનિધિત્વ કરતા 700થી વધુ લેખકો આ કાયક્રમમાં ભાગ લેશે.
  • આ મહોત્સવમાં 100થી વધુ સત્રો હશે. આ મહોત્સવનો વિષય ભારતીય સાહિત્યિક પરંપરાઓ હશે.
  • આ મહોત્સવમાં યુવા લેખકો, મહિલા લેખકો, દલિત લેખકો, ઉત્તર પૂર્વના લેખકો, આદિવાસી લેખકો અને કવિઓ, LGBTQ લેખકો અને કવિઓ તેમજ ઘણા પ્રખ્યાત લેખકો, અનુવાદકો, પ્રકાશકો, કવિઓ અને વિવિધ ક્ષેત્રોના પ્રખ્યાત વ્યક્તિઓ ભાગ લેશે.
  • પંચાયતી રાજ મંત્રાલય દ્વારા 5 માર્ચ, 2025 ના રોજ નવી દિલ્હીમાં આદર્શ મહિલા-મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયતો પર રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • ઉદ્દેશ્ય: દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક એવી મોડેલ ગ્રામ પંચાયત સ્થાપિત કરવાનો હતો જે મહિલા અને કન્યા બંને માટે અનુકૂળ હોય.
  • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની ઉજવણીના ભાગ રૂપે આયોજિત રાષ્ટ્રીય સંમેલનમાં દેશભરની પસંદગીની ગ્રામ પંચાયતોના 1500થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓએ ભૌતિક અને વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.
  • આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ અને કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્યમંત્રી પ્રો. એસ. પી. સિંહ બઘેલ ઉપસ્થિત રહ્યા હતા.
  • રાષ્ટ્રીય સંમેલનમાં મોડેલ મહિલા-મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયતો માટે વર્ચ્યુઅલ તાલીમ કાર્યક્રમો અને ભારતમાં આ મહિલા-મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયતોની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે એક વ્યાપક Real-Time Monitoring Dashboard સહિતની પહેલોનું અનાવરણ કરવામાં આવ્યું.
  • આ ડિજિટલ પ્લેટફોર્મ પાયાના સ્તરે મહિલાઓની ભાગીદારી અને કલ્યાણને માપવા, વિશ્લેષણ કરવા અને સુધારવા માટે એક તકનીકી હસ્તક્ષેપ છે.
  • ડેશબોર્ડ દેશમાં મહિલા નેતાઓને ટેકો આપવા માટે Real-Time Insights અને Data-Driven Interventions નું વચન આપે છે.

Click Here for more information!

One-Liner Current Affairs

  • ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથે વન ડે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે 5800 રન બનાવ્યા છે.
    • સ્મિથે આ ફોર્મેટમાં 12 સદી અને 35 અડધી સદી ફટકારી છે. તેનો શ્રેષ્ઠ વન ડે સ્કોર 164 રન છે. તેને પોતાની કારકિર્દીમાં ટીમ ઈન્ડિયા વિરુદ્ધ 30 વનડે મેચ રમી છે, જેમાં 1383 રન કર્યા છે.
    • સ્મિથે ટીમ ઈન્ડિયા સામે પાંચ સદી અને સાત અર્ધસદી બનાવી છે. સ્મિથે સૌથી વધુ વનડે રન ભારત વિરુદ્ધ જ બનાવ્યા છે.
  • ટાટા મોટર્સ દ્વારા સૌપ્રથમવાર હાઈડ્રોજન-પાવર્ડ હેવી ડ્યૂટી ટ્રકનું ટ્રાયલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
    • હેતુ: લાંબા અંતરના ટ્રાન્સપોર્ટના સોલ્યૂશન્સને શક્ય બનાવવું.
    • આગામી 24 મહિના આ ટ્રાયલનો તબક્કો રહશે જેમાં અલગ-અલગ ભારવાહન ક્ષમતા ધરાવતા 16 એવાન્સ્ડ હાઈડ્રોજન-પાવર્ડ વ્હીકલ્સ ડિપ્લોય કરવામાં આવશે.
    • આ ટ્રક હાઈડ્રોજન ઈન્ટરનલ કમ્બશન એન્જિન અને ફ્યૂઅલ સેલ ટેકનોલોજીથી સજ્જ છે. તેનું પરીક્ષણ મુંબઈ, પુણે, દિલ્હી-NCR, સુરત, વડોદરા, જમશેદપુર અને કલિંગનગર સહિતના સૌથી જાણીતા ફ્રેઈટ રૂટ પર કરવામાં આવશે.

Leave a Comment

error: Content is protected !!