Daily Current Affairs 06 & 07 October 2024: List of Important Days
CALENDAR
- 06 October 2024
- વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસ (World Cerebral Palsy Day)
- વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસ દર વર્ષે 6 ઓકટોબરના રોજ મનાવવામાં આવે છે .
- વૈશ્વિક સ્તરે આ દિવસ 2012થી ઉજવવામાં આવે છે.
- વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસ (World Cerebral Palsy Day)
- 07 October 2024
- વિશ્વ કપાસ દિવસ (World Cotton Day)
- વિશ્વમાં દર વર્ષે 7 ઓકટોબરના રોજ ‘વિશ્વ કપાસ દિવસ‘ ઉજવવામાં આવે છે.
- સૌપ્રથમ ઉજવણી: 2019માં
- કેન્દ્ર સરકારે ‘વિશ્વ કપાસ દિવસ‘ નિમિત્તે 7 ઓકટોબર, 2020ના રોજ પ્રથમ વખત ભારતીય કપાસ માટે બ્રાન્ડ અને લોગો લૉન્ચ કર્યો હતો.
- કપાસને ‘સફેદ સોના‘ તરીકે પણ ઓળખાય છે. ભારતના પ્રીમિયમ કપાસને વિશ્વ કપાસના વેપારમાં ‘કસ્તુરી કપાસ‘ તરીકે ઓળખવામાં આવે છે.
- ગુજરાતનો કાનમ પ્રદેશ કપાસ માટે જાણીતો છે.
- World Habitat Day
- ઓકટોબરના પ્રથમ સોમવારના દિવસે દર વર્ષે ‘World Habitat Day‘ ઉજવવામાં આવે છે, જે 7 ઓકટોબરના રોજ આવે છે.
- શરૂઆત: 1985માં
- 2024ની થીમ: ‘Engaging Youth to Create a Better Urban Future’
- વિશ્વ કપાસ દિવસ (World Cotton Day)
આજનો ઈતિહાસ: (06 October & 07 October)
DAY IN HISTORY
- 06 October
- 06 October, 1860: બ્રિટિશ શાસનના સમયમાં ભારતીય દંડ સંહિતા (Indian Penal Code) કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. તેની રચના લોર્ડ મેકોલેના અધ્યક્ષ સ્થાને બનેલા ભારતના સૌપ્રથમ કાયદાપંચ દ્વારા કરવામાં આવી.
- 06 October, 1893: મેઘનાદ સાહાનો જન્મ હાલના બાંગ્લાદેશના ઢાકા જિલ્લાના સિઓરાતાલી (Seoratali)માં એક શુદ્ર પરિવારમાં થયો હતો.
- તેઓ સુપ્રસિદ્ધ ખગોળ વિજ્ઞાની હતા.
- ‘સાહા ઈકવેશન‘ માટે જાણીતા હતા.
- સાહા ઈકવેશન તારાઓમાં (Stars) ભૌતિક અને રાસાયણિક સ્થિતિની વ્યાખ્યા કરે છે.
- ‘સાહા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુક્લિયર ફિઝિક્સ‘ની સ્થાપના કરી હતી.
- 06 October, 1989: ફાતિમા બીવી (મીરા સાહિબ ફાતિમા બીવી) સર્વોચ્ચય ન્યાયલયના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા. તે સર્વોચ્ચય ન્યાયલયના ‘પ્રથમ ભારતીય મહિલા ન્યાયાધીશ‘ હતા.
- 07 October
Table of Contents
Daily Current Affairs 06 & 07 October 2024
# અવિરલ જૈન RBIમાં એક્ઝિકયુટિવ ડિરેક્ટર તરીકે જોડાયા
APPOINTMENTS
- ભારતીય રિઝર્વ બેંક (RBI) એ અવિરલ જૈનની 01 ઓક્ટોબર, 2024થી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ED) તરીકે નિમણૂક કરી છે.
- તેઓ પહેલા મહારાષ્ટ્રના પ્રાદેશિક નિયામક (Regional Director) તરીકે સેવા આપતા હતા.
- ED તરીકેની જવાબદારીઓ
- કાનૂની વિભાગ: RBI ની અંદર કાનૂની બાબતોનું સંચાલન અને અનુપાલન.
- પ્રિમાઈસીસ ડિપાર્ટમેન્ટ: RBIના ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સંચાલન અને જાળવણી માટે જવાબદાર.
- માહિતી અધિકાર અધિનિયમ (RTI – Right to Information Act): પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરીને, RTI અરજીઓ માટે પ્રથમ અપીલ અધિકારી તરીકે સેવા આપવી.
# માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝુ ભારતની પ્રથમ સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાતે
INTERNATIONAL RELATIONS
- તાજેતરમાં માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝુ (Mohamed Muizzu) 6 થી 10 ઓકટોબર 2024 દરમિયાન ભારતની પ્રથમ સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાતે આવ્યા છે.
- તેમણે અગાઉ જૂન 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
- ડૉ. મોહમ્મદ મુઈઝુ પહેલીવાર 7 ઓકટોબર 2024ના રોજ નવી દિલ્હીની મુલાકાતે આવ્યા હતા.
- ભારત માનવતાવાદી સહાય, વિકાસ સહાય અને દરિયાઈ સુરક્ષા સહયોગ પ્રદાન કરવા માટે માલદીવ માટે મુખ્ય ભાગીદાર રહ્યું છે.
- તેમની આ મુલાકાત દરમિયાન ભારત માલદીવને $400 મિલિયનની ક્રેડિટ સ્વેપ સુવિધા આપીને તેના બાહ્ય દેવુંનું સંચાલન કરવામાં સંમત થયું છે.
- નરેન્દ્ર મોદી અને ડૉ. મુઈઝુની બેઠક પછી નેતેઓએ ‘ભારત માલદીવ્સ: વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારી માટેનું વિઝન‘ શીર્ષક ધરાવતું સંયુક્ત નિવેદન બહાર પાડયું હતું.
- આ દરમિયાન બંને નેતાઓએ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCL) દ્વારા વિકસિત Rupay કાર્ડ્સ પણ લૉન્ચ કર્યા હતા.
- ભારત માલદીવને થિલાફુશી (Thilafushi) ટાપુ પર એક આધુનિક વાણિજ્યિક બંદર વિકાસસવામાં મદદ કરશે.
- ભારત અડ્ડુ (Addu) શહેરમાં એક નવું વાણિજ્ય દૂતાવાસ જ્યારે માલદીવ બેંગ્લુરુમાં તેનું વાણિજ્ય દૂતાવાસ ખોલશે.
# Fattah 2
DEFENCE
ઈરાને ઈઝરાયેલના હવાઈ સંરક્ષણને જબરજસ્ત કરવાના હેતુથી એક મોટા આક્રમણમાં તેની હાઈપરસોનિક મધ્યમ-રેન્જ Fattah-2 સહિત 180 થી વધુ બેલિસ્ટિક મિસાઈલો છોડી છે.
Fattah 2 વિશે
Features | Details |
Type | હાઈપરસોનિક બેલેસ્ટિક મિસાઈલ (Hypersonic Ballistic Missile) |
Propellant | લિક્વિડ ફ્યુઅલ પ્રોપેલન્ટ (Liquid-fuel rocket propellant) |
Engine Capability | થ્રસ્ટ ફોર્સને સમાયોજિત કરવાની ક્ષમતા (Ability to adjust thrust force) |
Range | 1500 કિલોમીટર તેના પુરોગામી, ફત્તાહ-1 કરતાં સહેજ વધુ |
Velocity | Mach 15 (ધ્વનિની 15 ગણી ઝડપ અથવા 18,522 કિમી/કલાક) |
Explosive Payload | 200 કિલોગ્રામ વિસ્ફોટક લઈ જઈ શકે છે |
Trajectory | સંરક્ષણ પ્રણાલીઓથી બચવા માટે ફ્લાઇટ દરમિયાન નોંધપાત્ર માર્ગ ફેરફારો કરવામાં સક્ષમ |
Fattah 1
- Fattah-1 ઈરાનની પ્રથમ હાઈપરસોનિક બેલેસ્ટિક મિસાઈલ છે.
- Fattah-1 એ ઈરાની મધ્યમ-અંતરની બેલેસ્ટિક મિસાઈલ છે જેને Islamic Revolutionary Guard Corps દ્વારા વિકસિત કરવામાં આવી હતી અને જૂન 2023માં તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
- ઈરાનના મતે તેની ઊંચી ચાલાકી અને ઝડપ તેને મિસાઈલ સંરક્ષણ પ્રણાલીથી બચવામાં મદદ કરે છે.
# International Renewable Energy Agency (IRENA) 2024 Report
ENVIRONMENT
તાજેતરમાં ઈન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી (IREA) એ તેનો વાર્ષિક સમીક્ષા રિપોર્ટ 2024 ‘રિન્યુએબલ એનર્જી એન્ડ જોબ્સ‘ પ્રકાશિત કર્યો. IRENA એ ઉર્જા પરિવર્તન (Energy Transformation) માટેની આંતર-સરકારી એજન્સી (Intergovernmental Agency) છે જે આંતરરાષ્ટ્રીય સહયોગની સુવિધા આપે છે, દેશોને તેમના ઉર્જા સંક્રમણો (Energy Transitions) વગેરેમાં સમર્થન આપે છે. ભારત દેશ પણ તેનું સભ્ય છે.
- વૈશ્વિક નવીનીકરણ ઊર્જા (Global Renewable Energy) કાર્યબળ (Workforce) 2022માં 13.7 મિલિયન હતું, જે વધીને 16.2 મિલિયન થયું છે.
- 2023માં, ભારતમાં અંદાજિત 1.02 મિલિયન Renewable Energy Jobs હતી.
- હાઈડ્રોપાવર ભારતમાં નવીનીકરણ ક્ષેત્ર (Renewable Sector)માં સૌથી મોટી નોકરીદાતા (Largest Employer) છે અને ત્યારબાદ Solar Photovoltaic (PV) આવે છે.
- ભારતે 2023માં 9.7 GW Solar PV Capacity નો ઉમેરો કર્યો અને નવા સ્થાપનો (Installations) અને સંચિત ક્ષમતા (Cumulative Capacity) માટે વૈશ્વિક સ્તરે પાંચમું સ્થાન મેળવ્યું (2023ના અંત સુધીમાં 72.7 GW સુધી પહોંચ્યું).
- ભારતમાં 2023માં Grid Connected Solar PVમાં 2.38 લાખ નોકરીઓ હતી.
- ભારતની પવન ઊર્જા ક્ષમતા (Wind Power Capacity) 2023માં 44.7 GW સુધી પહોંચી (વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે) અને 2.8 GWનો ઉમેરો થયો.
- ભારતમાં Reneawble Energy ની સ્થિતિ
- RE ક્ષમતા 10 વર્ષ (2014-2024)માં 165% વધી (76.38 GWથી વધીને 203.1 GW થઈ).
- RE સ્થાપિત ક્ષમતા (Installed Capacity)માં વૈશ્વિક સ્તરે 4થો રેન્ક.
- RE વિકાસને આગળ આધારતી મુખ્ય ભારતીય પહેલ
- નેશનલ ગ્રીડ હાઈડ્રો મિશન
- પીએમ સુર્ય ઘર
- મુફત બીજળી યોજના
- ગ્રીન એનર્જી કોરિડોર્સ
- રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેટ (REC) મિકેનિઝમ
One-Liner Current Affairs
- તાજેતરમાં જાપાનના સમ્રાટ નરુહિતો (Naruhito) દ્વારા શિગેરુ ઈશિબા (Shigeru Ishiba)ને જાપાનના નવા વડાપ્રધાન દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે.
- તે ફ્યુમિયો કિશિદા (Fumio Kishida)નું સ્થાન લેશે.