Daily Current Affairs 05 October 2024: List of Important Days
CALENDAR
- વિશ્વ શિક્ષક દિવસ (World Teachers’ Day)
- દર વર્ષે 5 ઓકટોબરના રોજ ‘વિશ્વ શિક્ષક દિવસ‘ ઉજવવામાં આવે છે.
- 1966માં શિક્ષકોની સ્થિતિ પર ILO (International Labour Organization)/UNESCO ભલામણને અપનાવવાની યાદમાં દર વર્ષે 5 ઓકટોબરના રોજ ‘વિશ્વ શિક્ષક દિવસ‘ ઉજવવામાં આવે છે.
- આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ શિક્ષક દિવસ ઉજવવા માટે 1994માં સંયુક્ત રાષ્ટ્ર (United Nations)માં 100 દેશોના સમર્થન સાથે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
- સ્થાપના: 5 ઓકટોબર, 1994ના રોજ સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા (UNESCO) દ્વારા કરવામાં આવી હતી.
નોંધ: ભારતના પ્રસિદ્ધ પ્રોફેસર, શિક્ષણશાસ્ત્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન 5 સપ્ટેમ્બરના રોજ ભારતમાં ‘રાષ્ટ્રીય શિક્ષક દિવસ‘ ઉજવવામાં આવે છે.
આજનો ઈતિહાસ: 05 October
DAY IN HISTORY
- 05 ઓકટોબર 1524: ભારતની પ્રખ્યાત યોદ્ધા રાણી દુર્ગાવતીનો જન્મ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના કાલિંજર કિલ્લામાં થયો હતો. તેમણે મધ્ય પ્રદેશના ગોંડવાના ક્ષેત્રમાં શાસન કર્યું હતું.
Table of Contents
Daily Current Affairs 05 October 2024
# World Space Week 2024
SCIENCE & TECHNOLOGY
United Nations General Assembly દ્વારા 1999માં જાહેર કરવામાં આવ્યું હતું કે ‘World Space Week‘ દર વર્ષે 4 ઓકટોબર થી 10 ઓકટોબર દરમિયાન યોજવામાં આવશે.
- હેતુ: અવકાશ શિક્ષણ અને જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે.
- માનવતામાં અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીના યોગદાનની ઉજવણી કરે છે.
- World Space Week 2024 Theme: “Space & Climate Change”
- તારીખોનું મહત્ત્વ
- 4 ઓકટોબર, 1957: સ્પુટનિક 1 (Sputnik 1) Launch
- 10 ઓકટોબર, 1967: આઉટર સ્પેસ ટ્રીટી પર હસ્તાક્ષર (Signing of the Outer Space Treaty)
- લક્ષ્યો
- અવકાશ લાભો વિશે શિક્ષિત કરવું.
- ટકાઉ અવકાશ વિકાસને પ્રોત્સાહિત કરવું.
- અવકાશ કાર્યક્રમો માટે જાહેર સમર્થન દર્શાવવું.
- STEM ક્ષેત્રોમાં યુવાનોને પ્રેરણા આપવિ.
- આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવું.
- World Space Week Association Leadership Changes
- સ્ટેન ક્રો (Stan Crow) બોર્ડના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા.
- સ્ટેન ક્રો એન્ટરપ્રાઇઝિસ, એલએલસી (Stan Crow Enterprises, LLC)ના સ્થાપક.
- વૈશ્વિક અવકાશ ભાગીદારીમાં વ્યાપક અનુભવ છે.
- વાઇસ ચેરમેન તરીકે કેન્ડેસ જોન્સન (Candace Johnson) ચૂંટાયા.
- અનેક અવકાશ-સંબંધિત કંપનીઓના સ્થાપક/સહ-સ્થાપક છે.
- વિવિધ અવકાશ સંસ્થાઓમાં નેતૃત્વના હોદ્દા ધરાવે છે.
- ત્રણ નવા બોર્ડ સભ્યો
- નિક્લસ હેડમેન (Niklas Hedman) (COSPAR)
- મેરી વોલ્મસેલી (Mary Walmsely) (Airbus)
- માસાયોશી ઓહાશી (Masayoshi Ohashi) (JAXA)
- સ્ટેન ક્રો (Stan Crow) બોર્ડના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા.
- સંસ્થા અને ભાગીદારો
- સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંકલિત
- વર્લ્ડ સ્પેસ વીક એસોસિએશન (WSWA) દ્વારા આધારભૂત (Supported)
- રાષ્ટ્રીય સંયોજકોની વૈશ્વિક ટીમ તેમના દેશોમાં ઉજવણીને પ્રોત્સાહન આપે છે.
- મુખ્ય ભાગીદારો
- UN Committee on the Peaceful Uses of Outer Space (COPUOS)
- UN Office for Outer Space Affairs (UNOOSA)
- WSWA મિશન
- શિક્ષણ અને સંવાદ દ્વારા અવકાશ અને સમાજ વચ્ચેની કડીને મજબૂત બનાવી.
- Past Themes
- 2023: Space and Entrepreneurship
- 2022: Space and Sustainability
- 2021: Women in Space
- 2020: Satellite Improves Life
# બંજારા વિરાસત મ્યુઝિયમ (Banjara Virasat Museum)
ART AND CULTURE
તાજેતરમાં, ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશિમ (Washim) ખાતે પોહરાદેવી (Poharadevi)માં બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. 5 ઓકટોબર, 2024 દરમિયાન મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન વાશિમ અને થાણેની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વાશિમ ખાતે તેમણે 23,300 કરોડ રૂપિયાની કૃષિ અને ખેતી ક્ષેત્રને લગતી અનેક પહેલો શરૂ કરી હતી. થાણેની મુલાકાત દરમિયાન તેમણે વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
બંજારા વિરાસત મ્યુઝિયમ વિશે
- આ ચાર માળનું મ્યુઝિયમ બંજારા સમુદાયના સમૃદ્ધ વારસાને દર્શાવે છે.
- મ્યુઝિયમમાં બંજારા નેતાઓના પોટ્રેટ, ઐતિહાસિક હિલચાલ અને તેમની જીવનશૈલી દર્શાવતી કલાકૃતિઓ દ્વારા સમુદાયના વારસાને દર્શાવતી 13 ગેલેરીઓ છે.
- ઉદ્દેશ્યો
- બંજારા સમુદાયના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત કરવા.
- પોહરાદેવીને એક અગ્રણી સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળ તરીકે સ્થાપિત કરવા.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંજારા નેતાઓ સંત સેવાલાલ મહારાજ અને સંત રામરાવ મહારાજના સ્મારકો પર પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. તેમણે બંજારા સંસ્કૃતિનું એક મુખ્ય સંગીત સાધન ‘નગારા’ પણ વગાડ્યા હતા.
- નરેન્દ્ર મોદીએ વાશિમ ખાતે નામો શેતકરી મહાસન્માન નિધિ યોજનાનો પાંચમો હપ્તો પણ બહાર પાડયો હતો.
- નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના શિરડી ખાતે 26 ઓકટોબર, 2023ના રોજ મહારાષ્ટ્ર સરકારની નામો શેતકરી મહાસન્માન નિધિ યોજના શરૂ કરી હતી.
# પ્રથમ આદિ ગૌરવ સન્માન સમારોહ
AWARDS
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાજસ્થાનના માનગઢ ધામ, બાંસવાડા ખાતે રાજસ્થાન સરકારના પ્રથમ આદિ ગૌરવ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બગડે, મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, રાજ્ય સરકારના મંત્રીઓ અને અન્ય મહાનુભાવો હાજર હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 3 અને 4 ઓકટોબર 2024ના રોજ રાજસ્થાનની મુલાકાત દરમિયાન માઉન્ટ આબુમાં ‘Global Summit on Spirituality for Clean and Healthy Society’માં હાજરી આપી હતી.
આદિ ગૌરવ સન્માન સમારોહ વિશે
- શરૂઆત: રાજસ્થાન સરકારના આદિજાતિ પ્રાદેશિક વિકાસ વિભાગ દ્વારા
- આ સન્માનને ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે.
- આદિરત્ન ગૌરવ સન્માન
- આદિ સેવા ગૌરવ સન્માન
- આદિ ગ્રામોત્થાન ગૌરવ સન્માન
આદિરત્ન ગૌરવ સન્માન
- આ સન્માન રમતગમત, શિક્ષણ, સાહિત્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન, ટેકનોલોજી, આજીવિકા વગેરેમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર રાજ્યની અનુસૂચિત જનજાતિને આપવામાં આવે છે.
- વિજેતાને 20,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને ટ્રોફી આપવામાં આવે છે.
- દરેક ક્ષેત્રમાં, એક પુરૂષ અને એક મહિલા, બે લોકોનું સન્માન કરવામાં આવશે.
આદિ સેવા ગૌરવ સન્માન
- આ સન્માન વ્યક્તિઓ, પંચાયતી રાજ સંસ્થાઓ, બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ), સ્વૈચ્છિક સંસ્થાઓ, સમુદાય આધારિત જૂથો અને સંસ્થાઓને રાજ્યમાં અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટે તેમની અનુકરણીય સેવા માટે આપવામાં આવે છે.
- આ સન્માનમાં 25,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને ટ્રોફી આપવામાં આવે છે.
- આ પુરસ્કાર પ્રાપ્તકર્તાઓ કોઈપણ શ્રેણીમાંથી વ્યક્તિઓ, સંસ્થાઓ અથવા એનજીઓ હોઈ શકે છે.
આદિ ગ્રામોત્થાન ગૌરવ સન્માન
- આ સન્માન એવી ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ અથવા જિલ્લા પરિષદને આપવામાં આવે છે જેમણે અનુસૂચિત જનજાતિની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય.
- આ શ્રેણીમાં ગ્રામ પંચાયતને ₹ 1 લાખ, પંચાયત સમિતિને ₹ 2 લાખ, જિલ્લા પરિષદને ₹ 5 લાખ રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને ટ્રોફી આપવામાં આવે છે.
- આ ઈનામી રકમનો ઉપયોગ રાજ્યમાં અનુસૂચિત જનજાતિ સમુદાયો માટે ફાયદાકારક સામુદાયિક સંપત્તિઓ બનાવવા માટે કરવામાં આવશે.
# નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ્સ (NMEO-Oilseeds)
ECONOMY
તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ખાદ્ય તેલ પરના નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ્સ – ઓઈલસીડ્સને મંજૂરી આપવામાં આવી છે.
- અગાઉ ખાદ્ય તેલના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા અને સ્થાનિક તેલ ઉત્પાદકોને રક્ષણ માટે ભારત સરકારે ખાદ્ય તેલ પર 20% આયાત જકાત લાદવામાં આવી છે.
- આ યોજનાનો સમયગાળો 2024-24 થી 2030-31 સુધી સાત વર્ષનો છે.
- આ યોજના માટે કુલ ₹ 10,103 કરોડ ફાડવવામાં આવ્યા છે.
- ખાદ્ય તેલનો સૌથી મોટો આયાતકાર દેશ ભારત છે.
- ભારત તેની લગભગ 60-65% જરૂરીયાતો આયાત દ્વારા પૂરી કરે છે.
- ભારત પામ તેલનો મોટાભાગનો સ્ત્રોત ઈન્ડોનેશિયા અને મલેશિયામાંથી મેળવે છે.
- સોયા તેલ અને સૂર્યમુખી તેલના મુખ્ય સ્ત્રોત આર્જેન્ટિના, બ્રાઝિલ, રશિયા અને યુક્રેન છે.
- નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ્સ – તેલીબિયાં (NMEO-Oilseeds) નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ્સ – Oil Palm (NMEO – OP) સાથે કાર્યરત થશે.
- 2021માં ઓઈલ પામની ખેતીને વિસ્તૃત કરવા અને ક્રૂડ પામ ઓઈલ (CPO) ઉત્પાદનને વેગ આપવા માટે ભારત સરકારે ઓગસ્ટ-2021માં NEMO-OP લૉન્ચ કર્યું હતું.
- મિશનના ઉદ્દેશ્ય
- પ્રાથમિક તેલીબિયાંનું ઉત્પાદન 2030-31 સુધીમાં 39 મિલિયન ટન (2022-23)થી વધારીને 69.7 મિલિયન ટન કરવું.
- સ્થાનિક ખાદ્યતેલનું ઉત્પાદન 2030-31 સુધીમાં 25.45 મિલિયન ટન સુધી વધારવું.
- રેપસીડ મસ્ટર્ડ, મગફળી, સોયાબીન, સૂર્યમુખી અને તલ જેવાં પ્રાથમિક તેલીબિયાં પાકોનું ઉત્પાદન વધારવા પર ધ્યાન આપવું.
One-Liner Current Affairs
- તાજેતરમાં 27 વર્ષ બાદ મુંબઈએ ઈરાની કપ 2024-25નો ખિતાબ પાછો જીત્યો.
- પહેલાં વર્ષ 1997-98માં મુંબઈએ ટ્રોફી જીતી હતી.
- મુંબઈએ 16 વખત ટ્રોફી જીતી છે.
- ઈરાની કપ 2024નું આયોજન 01-05 ઓકટોબર 2024 દરમિયાન લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી બાજપેયી ઈકાના સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું.
- શરૂઆત: 1959માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના લાંબા સમયના અધ્યક્ષ ઝેડ. આર. ઈરાનીની યાદમાં કરવામાં આવી હતી.