Daily Current Affairs 05 March 2025

Daily Current Affairs 05 March 2025

Academy Awards ને Oscar Awards તરીકે પણ ઓળખવામાં આવે છે. 97મો Academy Awards 2 માર્ચના રોજ લોસ એન્જલ્સના ડોલ્બી થિયેટર (Dolby Theatre)માં યોજાયો હતો. ઓસ્કાર શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય એન્ટ્રી ‘અનુજા’ હતી, જે શ્રેષ્ઠ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ તરીકે નોમિનેટ થઈ હતી.

  • Academy of Motion Picture Arts and Sciences (AMPAS) દ્વારા દર વર્ષે ફિલ્મમાં કલાત્મક અને ટેકનિકલ ગુણવત્તા માટે Oscar Awards આપવામાં આવે છે.
  • Award Categories: Major awards જેને Academy Awards of Merit તરીકે ઓળખવામાં આવે છે. તે લાઈવ-ટેલિવિઝન સમારોહ દરમિયાન રજૂ કરવામાં આવે છે.
  • પ્રથમ Academy Awards 1929માં યોજાયો હતો.
  • Second Ceremony (1930) રેડિયો દ્વારા પ્રસારિત થનાર પ્રથમ સમારોહ હતો.
  • 1953નો સમારોહ પ્રથમ ટેલિવિઝન સમારોહ હતો.

Oscar Award 2025 Overview

Category Details
Official NameAcademy Award in Merit
Common NameOscar Award
Edition97th Academy Awards
Date3 March, 2025
VenueDolby Theatre, Los Angeles
HostConan O’Brien
Most NominationsEmilia Perez (13 nominations)
Biggest WinnerAnora (5 Oscars)

Oscars Awards 2025: Full List of the 97th Academy Awards Winners

CategoryWinners
Best PictureAnora
Actor in a Leading RoleThe Brutalist
Actor in a Supporting RoleKieran Culkin, A Real Pain
Actress in a Leading RoleMikey Madison, “Anora”
Actress in a Supporting RoleZoe Saldana, Emilia Perez
Animated Feature FilmFlow
Animated Short FilmIn the Shadow of the Cypress
CinematographyLol Crawley, “The Brutalist”
Costume DesignWicked
Best DirectorSean Baker, “Anora”
Documentary Feature FilmNo Other Land
Documentary Short FilmThe Only Girl in the Orchestra
Film EditingAnora, Sean Baker
International Feature Film“I’m Still Here” (Brazil)
Live Action Short FilmI’m Not a Robot
Best SoundDune: Part Two
Visual EffectsDune: Part Two
  • મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય (Ministry of Fisheries, Animal Husbandry and Dairying) હેઠળના પશુપાલન અને ડેરી વિભાગ (Department of Animal Husbandry & Dairying) દ્વારા નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ‘Workshop on Sustainability in the Dairy Sector and Circularity’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
  • કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલન સિંહની ઉપસ્થિતિમાં આ વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
  • આ કાર્યક્રમમાં મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રીઓ પ્રોફેસર એસ પી સિંહ બઘેલ અને જ્યોર્જ કુરિયન પણ ઉપસ્થિત હતા.
  • ડેરી ક્ષેત્રના મુખ્ય હિસ્સેદારો ઉપરાંત Department of Animal Husbandry & Dairying (DAHD), Ministry of Petroleum & Natural Gas (MoPNG), Ministry of New & Renewable Energy (MNRE), Department of Fertilisers, National Dairy Development Board (NDDB), Indian Oil Corporation Ltd. (IOCL) અને વિવિધ દૂધ સહકારી સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓએ પણ આ વર્કશોપમાં ભાગ લીધો હતો.
  • દેશભરમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે National Dairy Development Board (NDDB)15 રાજ્યોના 26 દૂધ સંઘો (Milk Unions) સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે.
  • કોલસા મંત્રાલય (Ministry of Coal) દ્વારા ગાંધીનગરમાં ‘Commercial Coal Mine Auctions and Opportunities in the Coal Sector’ વિષય પર એક રોડ શોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
  • કેન્દ્રીય કોલસા અને ખાણ રાજ્યમંત્રી (Minister of State for Coal and Mines) શ્રી સતીશ ચંદ્ર દુબે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
  • કોલસા મંત્રાલયના અધિક સચિવ અને નામાંકિત અધિકારી શ્રીમતી રૂપિન્દર બ્રાર અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
  • આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતના કોલસા ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને વેગ આપવા માટે ઉદ્યોગના હિસ્સેદારો, સંભવિત રોકાણકારો અને નીતિ નિર્માતાઓને એકસાથે લાવવાનો છે.
  • કોલસા મંત્રાલય વાણિજ્યિક કોલસા ખાણકામને પ્રોત્સાહન આપવા માટે શ્રેણીબદ્ધ રોડ શો દ્વારા હિસ્સેદારો સાથે સક્રિય રીતે જોડાઈ રહ્યું છે.
    • કોલકાતા અને મુંબઈમાં સફળ કાર્યક્રમો પછી હવે મંત્રાલય દ્વારા સંભવિત રોકાણકારો અને ઉદ્યોગ નેતાઓને આકર્ષવા માટે ગાંધીનગરમાં એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું.
  • આ રોડ શો કોલસાના ઉત્પાદનને વેગ આપવા, કાર્યક્ષમતા વધારવા, નીતિગત સમર્થન આપવા અને ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવવા માટે સરકારની પહેલોને પ્રકાશિત કરવા માટે એક મંચ પૂરો પાડે છે.
  • કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે સુરતમાં બનેલા ગુજરતના સૌથી લાંબા રેલવે અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
  • લિંબાયત-ડીંડોલી રેલવે અંડરપાસનું નિર્માણ ₹53.58 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.
  • પહેલા લોકોએ 2-3 કિલોમીટર ફરીને આવવું પડતું હતું, પરંતુ હવે આ અંડરપાસ બનતા માત્ર 500 મીટરમાં જ પોતાના સ્થળે પહોંચી શકાશે.
  • અંડરપાસમાંથી પસાર થતા વાહનચાલકોને ગરમી અને ધૂળમાંથી મુક્તિ મળે તે માટે ‘Heating, Ventilation, and Air Conditioning (HVAC) System’ ફિટ કરવામાં આવી છે.
  • દરરોજ અંદાજે 60 હજાર વાહનચાલકોને ટ્રાફિકમાં રાહટ મળશે.
  • એક અંડરપાસ પરથી 7 રેલ્વેટ્રેક પસાર થાય છે. તેની અંદર પાણી ન ભરાય તે માટે 40,000 લિટરની બે વિશાળ ટાંકીઓ બનાવાઈ છે.
    • 4 પાવરફૂલ પંપો દ્વારા વરસાદી પાણી તરત જ બહાર કાઢી શકાશે.
  • સાત રેલવે ટ્રેકની નીચે સંપૂર્ણ વેધરપ્રૂફ સિસ્ટમથી સજ્જ આ રાજ્યનો પ્રથમ અંડરપાસ છે.
  • આ અંડરપાસ માત્ર હળવા વાહનો માટે જ છે, જેમાં મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે.
  • ₹10 લાખના ખર્ચે ફાયર સેફટી સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જેમાં 4-ઈંચની પાણીની પાઈપ અને 15-20 મીટરના અંતરે નોઝલ લગાવવામાં આવ્યા છે. જેથી કોઈ પણ આગની ઘટના સમયે તુરંત કાર્યવાહી કરી શકાય.

One-Liner Current Affairs

  • ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે વિવિધ તપાસના આધારે જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાની પસંદગી કરવામાં આવે છે. 2024-25માં 81.69 ગુણ સાથે ડાંગ જિલ્લાની દીપ દર્શન શાળા, આહવા પ્રથમ ક્રમાંકે છે.
    • રાજ્ય સરકાર તરફથી શાળાને પ્રોત્સાહક રૂપે ₹5 લાખની રકમની ચુકવણી કરવામાં આવશે.
  • દર વર્ષે હોળી પહેલા ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાય છે. ડાંગ દરબાર 2025નું આયોજન 9 – 12 માર્ચ, 2025 દરમિયાન કરવામાં આવશે.
    • ડાંગ દરબાર મેળાનું ઉદઘાટન રાજ્યપાલના વરદ હસ્તે કરવામાં આવે છે.
    • રાજ્યપાલશ્રી દ્વારા ડાંગ જિલ્લાના પાંચ રાજવીશ્રીઓનું સન્માન પણ કરવામાં આવે છે.
    • હોળીના પાંચ દિવસ પૂર્વે યોજવામાં આવતા મેળામાં દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે. મેળામાં પારંપરિક વેશભૂષા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્થાનિક હસ્તકલા દર્શાવતાં સ્ટોલ્સનું આયોજન થાય છે.
  • ભારતના Yuki Bhambri અને ઓસ્ટ્રેલિયના Alexei Popyrin ની જોડીએ 2025 દુબઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટનો ડબલ્સ ટાઈટલ જીત્યો.

Leave a Comment

error: Content is protected !!