Daily Current Affairs 04 October 2024

  • World Animal Day
    • દર વર્ષે 4 ઓકટોબરના રોજ ‘World Animal Day‘ ઉજવવામાં આવે છે.
    • World Animal Dayનું પ્રથમ આયોજન ‘હેનરિક જિમરમેન (Heinrich Zimmermann)‘દ્વારા 24 માર્ચ, 1925ના રોજ જર્મનીના બર્લિનમાં આવેલાં સ્પોર્ટ્સ પેલેસમાં કરવામાં આવ્યું હતું.
    • 1929થી એસિસીના સેન્ટ ફ્રાન્સિસ (St. Francis of Assisi)ના માનમાં આ દિવસ 4 ઓકટોબરના રોજ મનાવવાનું નક્કી કરવામાં આવ્યું, તેઓ પ્રાણીઓ પ્રત્યેના તેમના પ્રેમ અને આદર માટે જાણીતા છે.
    • World Animal Day 2024ની થીમ ‘The world is their home too’ છે.
  • 04 ઓકટોબર 1884: રામચંદ્ર શુક્લનો જન્મ ઉત્તરપ્રદેશના બસ્તી જિલ્લાના અગૌના(Agauna)માં થયો હતો.
    • હિન્દી સાહિત્યમાં ‘ટીકા અને સમીક્ષા’ને મહત્ત્વપૂર્ણ સ્થાન આપવા માટે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
    • રામચંદ્ર શુક્લ 20મી સદીના પ્રમુખ હિન્દી સાહિત્યકારોમાંથી એક હતા.
  • 04 ઓકટોબર 1857: ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માની જન્મતિથિ
  • 04 ઓકટોબર 1931: ઈટાલીના ફ્લોરેન્સ (Florence, Italy)માં ‘સંરક્ષણ સંગઠન સંમેલન‘માં વૈશ્વિક સ્તરે ‘World Animal Day‘ ઉજવવાની ઘોષણા કરવામાં આવી.
  • 04 ઓકટોબર 1977: ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીઆે સંયુક્ત રાષ્ટ્રને હિન્દીમાં સંબોધિત કર્યું.
    • તેમણે હિન્દીમાં ભાષણ આપીને હિન્દી ભાષાનું માન વધાર્યું. આ ભાષણ જ્યારે તેઓ વિદેશ મંત્રી હતા ત્યારે આપ્યું હતું.

Daily Current Affairs 04 October 2024

પ્રધાનમંત્રીએ ઝારખંડના હજારીબાગમાં ‘ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DAJGUA)’ની શરૂઆત કરી. આ યોજનાનું નામ બિરસા મુંડા (જેને ધરતી આબા તરીકે ઓળખવામાં આવે છે), આદિવાસી નેતા કે જેમણે બ્રિટિશ સામ્રાજ્યનો પ્રતિકાર કર્યો હતો અને ‘ઉલ્ગુલાન ચળવળ’નું નેતૃત્વ કર્યું હતું તેના નામ પરથી રાખવામાં આવ્યું છે.

ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન વિશે

  • મૂળરૂપે PM જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન (PM-JUGA) તરીકે પ્રચલિત, આ યોજના આદિવાસી-બહુમતી ગામોમાં મૂળભૂત યોજના સંતૃપ્તિ માટેનું પેકેજ છે.
  • આશરે 63,000 આદિવાસી ગામોમાં સામાજિક માળખાકીય સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ અને આજીવિકાના વિકાસમાં નિર્ણાયક અંતરને દૂર કરવાનો ધ્યેય છે.
  • 549 જિલ્લાઓ, 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)માં 5 કરોડથી વધુ આદિવાસી લોકોને લાભ થશે.
  • સહયોગી અભિગમ: તે ભારત સરકારના 17 મંત્રાલયો અને વિભાગોમાં 25 હસ્તક્ષેપોને એકીકૃત કરે છે.
  • ભંડોળ: કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહેંચવામાં આવશે
  • કાર્યકાળ: 5 વર્ષ (2024-25 થી 2028-29)
  • પીએમ ગતિશક્તિ પોર્ટલનો લાભ લેવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીસ્વચ્છ ભારત દિવસ 2024ના રોજ ઝારખંડના રાંચીમાં GAIL’s Compressed Bio Gas (CBG) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું.

  • નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એક સમારોહ દરમિયાન વર્ચ્યુઅલ મોડ (Virtual Mode) દ્વારા ઝારખંડના રાંચીમાં ગેઈલ (ઈન્ડિયા) લિમિટેડના કમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું.
  • આ સુવિધા, ફીડસ્ટોક પ્રોસેસિંગ ક્ષમતા સાથે 150 ટન પ્રતિ દિવસ (TPD) અને 5 ટન પ્રતિ દિવસ (TPD) ની ઉત્પાદન ક્ષમતા ₹ 26 કરોડના રોકાણનું પ્રતિનિધિત્વ કરે છે અને તેનો હેતુ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ (MSW) ના કાર્બનિક અપૂર્ણાંકને રિન્યુએબલ એનર્જીમાં રૂપાંતરિત કરવાનો છે.
  • CBG પ્લાન્ટ અંદાજે 4,950 ટન CO2 સમકક્ષ ઉત્સર્જનના અંદાજિત વાર્ષિક ઘટાડા સાથે પર્યાવરણીય અને ટકાઉ વિકાસ લક્ષ્યોમાં નોંધપાત્ર રીતે ફાળો આપે તેવી અપેક્ષા છે.
  • દર વર્ષે લગભગ 2,171,052 સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) નેચર ગેસનું સ્થાન લેશે, જે લગભગ USD 840,093 ની Foreign Exchangeની બચત તરફ કરશે.
  • ઉર્જા સુરક્ષા વધારવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા આ પહેલ સરકારના ધ્યાન સાથે સંરેખિત છે.
  • આ પ્રોજેક્ટ થકી 35 પ્રત્યક્ષ અને 105 પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે.
  • રાજ્યના સંરક્ષણ મંત્રી (Minister of State Defence) શ્રી સંજય સેઠ અને ગેઇલના અધિકારીઓ સહિત મુખ્ય મહાનુભાવોએ રાંચીમાં એક સાઇટ-લેવલ ઇવેન્ટમાં હાજરી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીગ્વાલિયરમાં બાયો-સીએનજી (Bio-CNG) પ્લાન્ટ સાથે ‘લાલ ટીપારા ગૌશાળા’નું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું અને સ્વચ્છતા દિવસના અવસરે મધ્ય પ્રદેશમાં ₹ 685 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું.

બાયો-સીએનજી પ્લાન્ટ (Bio-CNG Plant)

  • ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)ના સહયોગથી તેની સ્થાપના કરવામાં આવી છે.
  • ગૌશાળાના સંચાલક ગ્વાલિયર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)એ પ્લાન્ટના નિર્માણ માટે 5 કરોડનું યોગદાન આપ્યું હતું.
  • આ ભારતની પ્રથમ આધુનિક અને આત્મનિર્ભર ગૌશાળા છે.
  • ગૌશાળા, બાયો-સીએનજી પ્લાન્ટ સાથે જે 100 ટન ગાયના છાણનો ઉપયોગ કરીને દરરોજ ત્રણ ટન કુદરતી ગેસનું ઉત્પાદન કરી શકે છે.
  • આ પ્લાન્ટ દ્વારા 20 ટન ઉચ્ચ ગુણવત્તાની જૈવિક ખાતરનું પણ ઉત્પાદન થશે.
  • IOC પ્લાન્ટના સંચાલન અને જાળવણીમાં મદદ કરશે.
  • IOCના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR – Corporate Social Responsibility) ફંડમાંથી ગૌશાળાના વિકાસ માટે 32 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમજ તેના વિસ્તરણ માટે વધારાની એક હેક્ટર જમીન પણ અનામત રાખવામાં આવી હતી.

તાજેતરમાં દુબઈ (Dubai, UAE)માં વર્લ્ડ ગ્રીન ઈકોનોમી ફોરમ (World Green Economy Forum)ની શરૂઆત કરવામાં આવી છે. આ આયોજન સંયુક્ત આરબ એમીરાત (UAE)ના ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ (Sheikh Mohammed bin Rashid Al Maktoum) દ્વારા 2 અને 3 ઓકટોબરના રોજ કરવામાં આવ્યું હતું.

  • ઉદ્દેશ્ય: વૈશ્વિક સહકાર, નવીનતા અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો છે.
  • ઉર્જા, ડીકાર્બોનાઇઝેશન, ક્લાઇમેટ ફાઇનાન્સ અને યુવાનોની સંડોવણી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
  • થીમ: “Empowering Global Action: Unlocking Opportunities and Advancing Progress”

One-Liner Current Affairs

  • ક્લાઉડિયા શેનબૈમે (Claudia Sheinbaum)મેક્સિકોના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લીધા.
    • તેમણે એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ (Andreas Manuel Lopez)નું સ્થાન લીધું છે.
  • પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે ઈઝરાયેલે યુનાઈટેડ નેશન્સ સેક્રેટરી જનરલ એન્ટોનિયા ગુટેરેસ (Antonio Guterres)ને પોતાના દેશમાં ‘પર્સોના નોન ગ્રાટા (Persona Non Grata – એવો વ્યક્તિ જેનું હવે સ્વાગત નથી)‘ જાહેર કરવા અને તેમના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
    • ઈઝરાયેલના વિદેશ મંત્રી કાત્ઝે એન્ટોનિયા ગુટેરેસ પર ઈઝરાયેલ પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે.
  • સૌરાષ્ટ્રના પર્યટન કોરિડોર તરીકે સોમનાથથી લઈને દ્વારકા સુધીનો દરિયાઈ માર્ગ અને જુનાગઢથી સાસણ અને પોરબંદર તરફના વિસ્તારોમાં પ્રવાસીઓની સતત વધતી સંખ્યાને ધ્યાને રાખીને વન વિભાગ દ્વારા પોરબંદર નજીક ‘બરડા ઓપન સફારી‘ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.
    • રાજ્યના વન વિભાગ દ્વારા દરરોજ સવાર અને સાંજ 15 કિલોમીટરના રૂટ પર 8 જીપ્સી ચલાવવાનો નિર્ણય લીધો છે.
    • 16 ઓકટોબરથી સૌરાષ્ટ્રમાં વધુ એક જંગલ સફારી શરૂ થશે.

Leave a Comment

error: Content is protected !!