Daily Current Affairs 04 December 2024

  • 04 December 2024
    1. Indian Navy Day
      • દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ 1971ના યુદ્ધમાં પાકિસ્તાનની નૌકાદળ પર ભારતીય નૌકાદળની વિજયની યાદમાં Indian Navy Day ઉજવવામાં આવે છે.
      • પાકિસ્તાની સૈન્યએ 3 ડિસેમ્બર 1971ના રોજ ભારતના હવાઈ વિસ્તાર અને સરહદી વિસ્તાર પર હુમલો કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં ભારતે ‘ઓપરેશન ટ્રાઈડેટ‘ શરૂ કર્યું હતું.
      • Commodore Kasargod Pattanashetti Gopal Rao દ્વારા ભારતીય નૌકાદળના સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું.
      • Indian Navy Day 2024 થીમ: “Strength and Power through Innovation and Indigenisation”
    2. International Day of Banks
      • દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ International Day of Banks ઉજવવામાં આવે છે.
      • 19 ડિસેમ્બર 2019ના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)એ ઠરાવ 74/245 દ્વારા 4 ડિસેમ્બરને International Day of Banks સત્તાવાર રીતે નિયુક્ત કર્યો.
    3. International Cheetah Day
      • દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ International Day of Banks ઉજવવામાં આવે છે.
      • 2010થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
      • ચિત્તો (Acinonyx jubatus) ફેલિડે (Felidae) પરિવારનો ભાગ છે અને સૌથી જૂની મોટી બિલાડીની પ્રજાતિઓમાંની એક છે, તેમનો વંશ મિઓસીન (Miocene) યુગ (23.03 થી 5.333 મિલિયન વર્ષો પહેલાનો ભૌગોલિક સમયગાળો) થી 5 મિલિયન વર્ષો પહેલાનો છે.
      • તેઓ વિશ્વના સૌથી ઝડપી ભૂમિ સસ્તન પ્રાણીઓ છે, જે આફ્રિકા અને એશિયાના ભાગોમાં જોવા મળે છે.
      • તેઓ આફ્રિકામાં તેમની ઐતિહાસિક શ્રેણીના 75% થી વધુ અદૃશ્ય થઈ ગયા છે, છેલ્લા બે દાયકામાં તેમની વસ્તીમાં 30% થી વધુનો ઘટાડો થયો છે.
      • વિશ્વની સૌથી વધુ વસ્તી નામીબીઆ (Namibia)માં છે.
      • Cheetah Reintroduction Project હેઠળ ચિત્તાઓને 2022 અને 2023માં નામિબિયા અને દક્ષિણ આફ્રિકાથી ભારતમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા.
  • 04 December
    • 04 December 1829: બ્રિટિશ સરકાર દ્વારા ભારતમાં સતી પ્રથા પર રોક લગાવવામાં આવી હતી.
      • ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેંટિક દ્વારા બંગાળમાં સતી પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
    • 04 December 1996: નાસાએ ‘માર્સ પાથફાઈન્ડર’ લોન્ચ કર્યું.
      • તે એક અમેરિકન રોબોટિક સ્પેસક્રાફ્ટ હતું.
      • આ માનવરહિત અવકાશયાનને  Cape Canaveral, Floridaથી મંગળ ગ્રહની સપાટીનું અન્વેષણ કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું.

Daily Current Affairs 04 December 2024

  • કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ભારતમાં સાપ કરડવાના કેસ અને તેના કારણે થતા મૃત્યુને ‘સૂચિત રોગ (Notified Disease)’ તરીકે જાહેર કરવા વિનંતી કરી છે.
  • હવેથી તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સુવિધાો (મેડિકલ કોલેજો સહિત) માટે તમામ શંકાસ્પદ સંભવિત સર્પદંશના કેસો અને મૃત્યુની જાણ કરવી ફરજિયાત બનશે.
  • કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલીલા શ્રીવાત્સવ દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને સંબોધિત પત્રમાં માહિતી આપી હતી.
  • ભારત 2030 સુધીમાં સર્પદંશના ઝેર પર પ્રતિબંધ અને નિયંત્રણ માટે રાષ્ટ્રીય કાર્ય યોજના (NAPSE) શરૂ કરવામાં આવી છે.
    • ઉદ્દેશ્ય: 2030 સુધીમાં સાપ કારડવાથી થતા મૃત્યુદરને ઘટાડવાનો છે.
  • સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ મુજબ ભારતમાં 70% મૃત્યુ બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને ગુજરાતના ગીચ વસ્તીવાળા ઓછી ઊંચાઈવાળા અને કૃષિ વિસ્તારમાં રહેતા લોકોમાં થાય છે.

ભારત-મલેશિયા સંયુક્ત લશ્કરી કવાયત હરિમાઉ શક્તિની ચોથી આવૃત્તિ મલેશિયાના પહાંગ જિલ્લાના બેન્ટોંગ કેમ્પમાં 2 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી આયોજિત કરવામાં આવી છે. આ વાર્ષિક કાર્યક્રમ સંરક્ષણ સહયોગને મજબૂત કરવા અને આંતર કાર્યક્ષમતા વધારવા માટે બંને દેશોની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

Exercise Harimau Shakti 2024

આવૃત્તિ4th
તારીખ2-15 December 2024
સ્થાનબેન્ટોંગ કેમ્પ, પહાંગ જિલ્લો, મલેશિયા
ભારતીય ટુકડીMAHAR રેજિમેન્ટના 78 જવાનો
મલેશિયન ટુકડીરોયલ મલેશિયન રેજિમેન્ટના 123 કર્મચારીઓ
ઉદ્દેશ્યયુએન મેન્ડેટ (UN Mandate) હેઠળ જંગલના પ્રદેશમાં બળવા-વિરોધી કામગીરી માટે સંયુક્ત લશ્કરી ક્ષમતાને વધારવી.

Exercise Harimau Shakti 2024ના તબ્બકાઓ: સંયુક્ત કવાયત બે અલગ-અલગ તબક્કામાં હાથ ધરવામાં આવે છે, દરેક ચોક્કસ તાલીમ લક્ષ્યો અને ઓપરેશનલ સિનર્જી હાંસલ કરવા માટે રચાયેલ છે.

  • Phase 1: Cross-Training
    • પ્રવચનો અને ચર્ચાઓ
    • વ્યૂહાત્મક દાવપેચનું પ્રદર્શન
    • જંગલ યુદ્ધ પર કેન્દ્રિત પ્રેક્ટિસ
  • Phase 2: Simulated Combat Operations
    • Anti-MT Ambush: મોટરથી ચાલતા જોખમોનો સામનો કરવા માટેની વ્યૂહરચના.
    • Occupation of Harbour Areas: જંગલ વાતાવરણમાં બેઝ કેમ્પને સુરક્ષિત કરવા માટેની તકનીકો.
    • Reconnaissance Patrols: ગુપ્ત માહિતી ભેગી કરવી અને દુશ્મનની સ્થિતિનું મૂલ્યાંકન કરવું.
    • Ambush and Counter-Attack Operations: દુશ્મનની પ્રગતિ માટે વ્યૂહાત્મક પ્રતિભાવો.

હરિમાઉ શક્તિ કવાયત સૌપ્રથમ 2012માં શરૂ કરવામાં આવી હતી અને ત્યારથી તે ભારત-મલેશિયા લશ્કરી સહયોગના પાયાના પથ્થર તરીકે વિકસિત થઈ છે. તે બંને રાષ્ટ્રો વચ્ચે વૈકલ્પિક રીતે વાર્ષિક ધોરણે યોજવામાં આવે છે.

વર્ષ સ્થાન હાઈલાઈટ
2012ભારતઉદ્ઘાટન આવૃત્તિ મૂળભૂત જંગલ યુદ્ધ વ્યૂહ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
2023ઉમરોઈ કેન્ટોનમેન્ટ, ભારતઅદ્યતન વ્યૂહાત્મક કવાયત અને સિમ્યુલેટેડ વિરોધી બળવાખોરી કામગીરી.
2024બેન્ટોંગ કેમ્પ, મલેશિયાજંગલ યુદ્ધ તાલીમ માટે UN આદેશ હેઠળ આંતર કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ની સબ્સિડિઅરી સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સીસે અનેક પ્રકારના કેન્સરના વહેલા નિદાન માટે નવી લોહી ચકાસણી કેન્સરસ્પોટ રજૂ કરી છે.
  • ટેસ્ટમાં લોહીના નમૂનામાં ટ્યુમર ડીએનએ અવશેષોની ઓળખ માટે આધુનિક મિથાઈલેશન પ્રોફિલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
  • પ્રોએક્ટિવ અને નિયમિત સ્ક્રિનિંગ માટે રચાયેલ કેન્સરસ્પોટની જીનોમ સિક્વન્સિંગ અને વિશ્લેષણ પ્રક્રિયા કેન્સર માટે વિશિષ્ટ DNA મિથાઈલેશન સંકેતોને શોધી નાખે છે. જે વિવિધ વંશના લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
  • નવું ખુલ્લુ મૂકાયેલું રિસર્ચ સેન્ટર કેન્સરસ્પોટ પહેલ શરૂ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવશે જે સંશોધનને સમર્થન આપીને જીવન બચાવતું નિદાન કરશે.
  • આપણી પ્રાચીન દવા પ્રણાલીના ગહન જ્ઞાનને પુનર્જીવિત કરવાના વિઝન સાથે 2014માં આયુષ મંત્રાલયની રચના કરવામાં આવી હતી. 2024માં તેના 10 વર્ષ પૂર્ણ થયા છે.
  • આયુષ મંત્રાલય 1995માં બનાવવામાં આવેલ ભારતીય દવા અને હોમિયોપેથીના અગાઉના ભાગમાંથી વિકસિત થયું છે. 2003માં તેને ‘આયુષ વિભાગ‘ તરીકે નામ આપવામાં આવ્યું હતું.
  • આયુષ: ભારતમાં પ્રચલિત તબીબી પ્રણાલીઓ – આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીનું ટૂંકું નામ છે.
  • સિદ્ધિઓ
    • આયુષની રાષ્ટ્રીય સંસથાઓ (દિલ્હી, ગોવા અને ગાઝિયાબાદ)માં 3 અત્યાધુનિક સેટેલાઈટ કેન્દ્રો સાથે 3,844 આયુષ હોસ્પિટલો સ્થાપવામાં આવી છે.
    • આયુષ-ગ્રીડ, ઈ-સંજીવની ટેલિમેડિસીન વગેરે જેવી ડિજિટલ પહેલોએ દૂરના પ્રદેશોમાં ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ લાવી છે.
    • Global Outrich
      • ભારત એન WHO વચ્ચે Donor Agreement, ભારત અને મલેશિયા વચ્ચે આયુર્વેદ કરાર, આયુષ વિઝા જેવી પહેલ, વૈશ્વિક સ્વાસ્થ્ય અને સુખાકારી આયુષના વિઝનને આગળ વધારવું.
      • જામનગરમાં WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરની સ્થાપના વૈશ્વિક સ્તરે પરંપરાગત દવાને પ્રોત્સાહન અને સંકલિત કરવા માટે કરવામાં આવી છે.
      • UNGA એ 2014માં 21 જૂનને ‘ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ જાહેર કર્યો હતો.
    • આયુષને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ પહેલ
      • રાષ્ટ્રીય આયુષ મિશન (2014): આયુષ પ્રણાલીઓને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય પ્રયોજિત યોજના
        • આયુષ સેક્ટરમાં 100% ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)
      • નેશનલ કમિશન ફૉર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન: આયુષ શિક્ષણમાં ગુણવત્તાના ધોરણોને સુનિશ્ચિત કરવા માટે સ્થાપના કરવામાં આવી છે.
      • આયુર્જ્ઞાન યોજના: આયુષ હેલ્થકેર સેક્ટરમાં ક્ષમતા વધારવા અને વિકસાવવા માટે

One-Liner Current Affairs

  • તાજેતરમાં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા માધવ નેશનલ પાર્કને મધ્ય પ્રદેશને સૌથી નવા ટાઈગર રિઝર્વ તરીકે મંજૂરી આપવામાં આવી હતી.
    • તે મધ્યપ્રદેશના ઉત્તરી ભાગમાં શિવપુરી જિલ્લામાં (ઉપરી વિંધ્ય પર્વતમાળા) આવેલું છે.
  • તાજેતરમાં સરકારે ક્રૂડ ઓઈલ, ATF, પેટ્રોલ અને ડીઝલની નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ નાબૂદ કર્યો.
  • તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે.
    • ધારી નગરપાલિકા રાજ્યની 160મી નગરપાલિકા બનશે.
  • તાજેતરમાં ભારત-મલેશિયા સંયુક્ત સૈન્ય કવાયત ‘હરિમાઉ શક્તિ’ મલેશિયામાં શરૂ થઈ.
  • તાજેતરમાં યુનેસ્કો દ્વારા પશ્ચિમ બંગાળને ટોપ હેરિટેજ ટૂરિઝમ ડેસ્ટિનેશન જાહેર કરવામાં આવ્યું છે.
  • 4 ડિસેમ્બર થી 6 ડિસેમ્બર દરમિયાન આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંમેલન ચેન્નઈમાં યોજાશે.
    • આ સંમેલનમાં મુખ્ય અતિથિ ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ શ્યામ જગન્નાથન હશે.
  • તાજેતરમાં નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી દ્વારા આગામી દશ વર્ષમાં 96 જહાજો અને સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે તેવી મહિતી આપવામાં આવી.
    • 62 જહાજો અને એક સબમરીન નિર્માણાધીન છે અને આવતા વર્ષ સુધી દર મહિને એક જહાજને તેમાં સામેલ કરવામાં આવશે.

Leave a Comment

error: Content is protected !!