Daily Current Affairs 02 December 2024: List of Important Days
- 02 December 2024
- રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ (National Pollution Control Day)
- દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ઉજવવામાં આવે છે.
- ઉદ્દેશ્ય: પ્રદૂષણ અને તેના ખતરનાક પ્રભાવ વિશે જાગૃતતા લાવવા માટે ઉજવવામાં આવે છે.
- 2 ડિસેમ્બર 1984માં ઘટિત ‘ભોપાલ ગેસ દુર્ઘટના‘માં જેમણે જીવ ગુમાવ્યો છે તેમની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે.
- આ દુર્ઘટના 1984માં 2 અને 3 ડિસેમ્બરની રાત્રે બની હતી.
- ભોપાલની યુનિયન કાર્બાઈડ કેમિકલ પ્લાન્ટ નામની જંતુનાશક દવાઓ બનાવટી કંપનીમાંથી મિથાઈલ આઈસોસાયનેટ (MIC) નામનું ઝેરી રસાયણ લીક થવાથી આ દુર્ઘટના ઘટી હતી.
- મિથાઈલ આઈસોસાયનેટ (MIC પણ કહેવાય છે) તરીકે ઓળખાતા ઝેરી રસાયણો તેમજ શહેરમાં સ્થિત યુનિયન કાર્બાઈડ કેમિકલ પ્લાન્ટમાંથી છોડવામાં આવતા કેટલાક અન્ય રસાયણોનું અજાણતાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
- ઝેરી ગેસ છોડવાને કારણે લગભગ 25000 લોકો મૃત્યુ પામ્યા હતા અને તે ઈતિહાસમાં વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક પ્રદૂષણની આપત્તિ માનવામાં આવે છે.
- International Day for the Abolition of Slavery
- દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ International Day for the Abolition of Slavery ઉજવવામાં આવે છે.
- આ દિવસ માનવ તસ્કરી, ફરજિયાત મજૂરી અને અન્ય સમકાલીન પ્રકારના શોષણને નાબૂદ કરવા પર ભાર મૂકે છે જ્યારે વ્યક્તિઓના મૂળભૂત અધિકારો અને ગૌરવને પ્રોત્સાહન આપે છે.
- સ્થાપના: 2 ડિસેમ્બર 1949ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા
- આ દિવસ ગુલામીના આધુનિક સ્વરૂપો જેમ કે તસ્કરી, જાતીય શોષણ, બાળ મજૂરી, બળજબરીથી લગ્ન અને સશસ્ત્ર સંઘર્ષમાં બાળકોની ફરજિયાત ભરતીને નાબૂદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
- World Computer Literacy Day
- World Computer Literacy Day દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.
- ઉદ્દેશ્ય: લોકોને કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિશે જાગૃત કરવાનો અને તેની મૂળભૂત બાબતો શીખવવાનો છે.
- સૌપ્રથમ ઉજવણી: 2001
- આ દિવસની શરૂઆત ભારતીય કોમ્પ્યુટર કંપની NIIT (National Institute of Information Technology) દ્વારા કરવામાં આવી હતી.
- NIITની સ્થાપના: 1981માં રાજેન્દ્ર સિંહ પવાર અને વિજય કે. થડાની દ્વારા કરવામાં આવી હતી.
- કોમ્પ્યુટર સાક્ષરતા (Computer Literacy) એટલે કોમ્પ્યુટરના મૂળભૂત કાર્યો અને કામગીરીને સમજવી.
- આમાં કમ્પ્યુટરનો કેવી રીતે ઉપયોગ કરવો તેમજ વિવિધ પ્રકારના સોફ્ટવેર, હાર્ડવેર અને ઈન્ટરનેટનો કેવી રીતે ઉપયોગ કરવો વગેરેનો સમાવેશ થાય છે.
- રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ (National Pollution Control Day)
આજનો ઈતિહાસ: (02 December)
DAY IN HISTORY
- 02 December
- 02 December 1971: સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રચના થઈ.
- આજ દિવસે 6 અમીરાત UAEનો હિસ્સો બન્યા.
- અબૂ ધાબી, દુબઈ, શારજાહ, અજમાન, ઉમ્મ અલ ક્વૈન, ફુજૈરાહ
- 7મુ અમીરાત ‘રાસ અલ ખૈમાહ’ 1972માં UAEના મહાસંઘમાં શામિલ થયું.
- આજ દિવસે 6 અમીરાત UAEનો હિસ્સો બન્યા.
- 02 December 1804: નેપોલિયન બોનાપાર્ટનો રાજ્યાભિષેક થયો.
- આજ દિવસે નેપોલિયનને ‘નોટ્રે ડેમ ડી પેરિસ’માં ફ્રાંસીસી સામ્રાટનો તાજ પહેરાવામાં આવ્યો.
- તેમણે ફ્રાંસમાં એક નવી વિધિ સંહિતા લાગુ કરી, જેણે ‘નેપોલિયન સંહિતા‘ કહેવાય છે.
- 02 December 1971: સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રચના થઈ.
Table of Contents
Daily Current Affairs 02 December 2024
# Proba-3 મિશન
SCIENCE & TECHNOLOGY
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) 4 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 4:08 વાગે શ્રીહરિકોટાથી યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રોબા-3 (Proba-3) મિશનને તેના PSLV રોકેટ પર લોન્ચ કરશે.
Proba-3 વિશે
- Proba-3 એ યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) દ્વારા વિકસિત એક અદ્યતન સૌર મિશન છે.
- આ મિશનનો હેતુ સૌર કોરોના, સૂર્યના સૌથી બહારના અને સૌથી ગરમ વાતાવરણીય સ્તરનો અભ્યાસ કરવાનો છે.
- પ્રોબા-3 વિશ્વની પ્રથમ “Precision Formation Flying” નો પ્રયાસ કરશે, જ્યાં બે ઉપગ્રહો એકસાથે ઉડશે અને અવકાશમાં નિશ્ચિત ગોઠવણી જાળવી રાખશે.
Instruments Onboard Proba-3
- ASPIICS (Association of Spacecraft for Polarimetric and Imaging Investigation of the Corona of the Sun): આ કોરોનોગ્રાફ સૂર્યના આંતરિક અને બાહ્ય કોરોના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં સૂર્યપ્રકાશને અવરોધિત કરવા માટે 1.4-મીટર વ્યાસની ઓક્યુલ્ટીંગ ડિસ્ક છે, જે કોરોનાનું વિગતવાર નિરીક્ષણ કરવાની મંજૂરી આપે છે.
- DARA (Digital Absolute Radiometer): આ સાધન સૂર્યના કુલ ઊર્જા ઉત્પાદનને માપે છે, જેને કુલ સૌર વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે, જે સૌર પ્રવૃત્તિને સમજવા માટે મહત્વપૂર્ણ છે.
- 3DEES (3D Energetic Electron Spectrometer): આ સ્પેક્ટ્રોમીટર ઈલેક્ટ્રોન પ્રવાહને માપે છે કારણ કે ઉપગ્રહો પૃથ્વીના રેડિયેશન બેલ્ટમાંથી પસાર થાય છે, જે અવકાશ હવામાન અભ્યાસ માટે મૂલ્યવાન ડેટા પ્રદાન કરે છે.
Proba-3ની વિશેષતાઓ
- Two-Satellite System: Proba-3માં બે ઉપગ્રહોનો સમાવેશ થાય છે:
- Occulter Spacecraft (200 kg): આ ઉપગ્રહ કૃત્રિમ ગ્રહણ બનાવવા માટે પડછાયો પૂરો પાડે છે.
- Coronagraph Spacecraft (340 kg): પડછાયામાં સ્થિત, આ ઉપગ્રહ સૂર્યના કોરોનાનું અવલોકન કરે છે અને ફોટોગ્રાફ પાડે છે.
- Artificial Eclipse for Extended Observation: કુદરતી સૂર્યગ્રહણથી વિપરીત, જે ફક્ત 10 મિનિટ ચાલે છે અને વર્ષમાં લગભગ 1.5 વખત થાય છે, પ્રોબા-3 દરરોજ છ કલાક સુધી સતત ગ્રહણ જેવી સ્થિતિ પ્રદાન કરશે. આ વિસ્તૃત અવલોકન સમય વાર્ષિક 50 સૂર્યગ્રહણની સમકક્ષ છે.
- Autonomous Precision Formation: ઉપગ્રહો સ્વાયત્ત રીતે તેમની ચોક્કસ ગોઠવણી જાળવી રાખશે, જેમાં એક ઉપગ્રહ બીજાથી 150 મીટર દૂર સ્થિત હશે. આ સંરેખણ તેના તેજસ્વી પ્રકાશની દખલ વિના સૂર્યના કોરોનાનું સતત નિરીક્ષણ કરવાની મંજૂરી આપે છે
# 59th DGsP/IGsP Conference 2024
GOVERNANCE
પીએમ નરેન્દ્ર મોદીએ 1 ડિસેમ્બરના રોજ ઓડિશાના ભુવનેશ્વર ખાતે પોલીસ મહાનિર્દેશકો/પોલીસ મહાનિરીક્ષકોની 59મી અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી હતી. ત્રિ-દિવસીય પરિષદનું ઉદ્ઘાટન ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા 29 નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. આ પરિષદ રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ, કાયદા અમલીકરણ વ્યૂહરચનાઓ અને સમગ્ર ભારતમાં વિવિધ સુરક્ષા અને પોલીસ એજન્સીઓ વચ્ચે સંકલન અંગે ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે કામ કરે છે.
58th All-India Conference of Directors General and Inspectors General of Police જાન્યુઆરી 2023ના રોજ રાજસ્થાનના જયપુરમાં યોજાઈ હતી.
59th All India Conference of Director Generals/ Inspector Generals of Police
- આ કોન્ફરન્સ ઓડિશાના ભુવનેશ્વર ખાતે 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2024 સુધી હાઈબ્રિડ ફોર્મેટમાં યોજાઈ હતી.
- આ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન, વડા પ્રધાનના અગ્ર સચિવ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, ગૃહ રાજ્ય પ્રધાનો અને કેન્દ્રીય ગૃહ સચિવ ઉપસ્થિત રહ્યા હતા.
- તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના DGsP/IGsP અને CAPF/CPOના વડાઓએ રૂબરૂમાં આ કોન્ફરન્સ ભાગ લીધો હતો, જ્યારે વિવિધ રેન્કના 750થી વધુ અધિકારીઓ વર્ચ્યુઅલ રીતે ઈવેન્ટમાં જોડાયા હતા.
- ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું.
- આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ઈન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારીઓને પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલ્સ એનાયત કર્યા હતા અને ગુહ મંત્રાલયના ‘રેન્કિંગ ઓફ પોલીસ સ્ટેશન્સ 2024’ પરના પુસ્તકનું વિમોચન કર્યું હતું. તેમજ ત્રણ શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનને ટ્રોફીઓ પણ એનાયત કરી હતી. (Ref. Information is given in one liner CA)
# ભારત ટેક્સ-2025 (Bharat Tex-2025)
NATIONAL NEWS
- કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં અને કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને સુરત ખાતે ‘ભારત ટેક્સ-2025’ માટે રોડ શો યોજાયો હતો.
- ટેક્સટાઈલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કન્સોર્ટિયમના સહયોગથી અને ટેક્સટાઈલ મંત્રાલય દ્વારા તા.14 થી 17 ફેબ્રુઆરી-2025 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે BHARAT TEX: 2025 – ગ્લોબલ ટેક્ષ્ટાઈલ એક્ષ્પો યોજાશે.
- જેમાં એપેરલ, હોમ ફર્નિશિંગ, ફ્લોર કવરિંગ્સ, ફાઈબર, યાર્ન, થ્રેડસ, ફેબ્રિક્સ, કાર્પેટ, સિલ્કનું પ્રદર્શન થશે, તેમજ ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો સેન્ટર અને માર્ટ ખાતે 12 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી 2025 દરમિયાન એપેરલ, ટેક્ષ્ટાઈલ મશીનરી, કેમિકલ્સ અને ડાઈઝ જેવા ઉત્પાદનોની શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે.
- લક્ષ્યાંક: દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને 350 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો છે.
# સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ
NATIONAL NEWS
- ગાંધીનગરની ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, સાયન્સ સિટી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેકનોલોજી, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના સંયુક્ત ઉપક્રમે 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી સાયન્સ સિટી ખાતે વિજ્ઞાન ભવન હોલમાં ‘સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ‘નું આયોજન કરવામાં આવ્યું છે.
- આ ફેસ્ટિવલમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી લગભગ 1300થી વધારે વિદ્યાર્થીઓ અને બાળકો ચેસ સ્પર્ધામાં ભાગ લેશે.
- આ સ્પર્ધા ત્રણ કેટેગરીમાં યોજાશે.
- 30 નવેમ્બર: 12-17 વર્ષના વિદ્યાર્થીઓ,
- 1 ડિસેમ્બર: 11 વર્ષથી નાના બાળકો,
- 2 ડિસેમ્બર: 18-25 વર્ષના વિદ્યાર્થીઓ ભાગ લેશે.
- સમય: 9 AM – 5PM
- કુલ પાંચ લાખ રૂપિયાના ઈનામો વિજેતાઓને આપવામાં આવશે.
- જેમાંથી 600 વિજેતાઓને કેશ પ્રાઈઝ અને ગુજરાત ચેસ એસોશસિયેશનના નિષ્ણાંત ચેસ કોચ પાસેથી નિ:શુલ્ક કોચીંગનો લાભ પ્રાપ્ત થશે.
Click Here: 02 December 2024 CA Quiz
One-Liner Current Affairs
- તાજેતરમાં કેન્દ્રએ Special Assistance to States for Capital Investment (SASCI) યોજના હેઠળ રામપ્પા સર્કિટના વિકાસ માટે લોન મંજૂર કરી.
- તે કાકતિયા રુદ્રેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ છે.
- તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા FBI (Federal Bureau of Investigation)ના આગામી ડિરેક્ટર તરીકે ભારતીય મૂળના શ્રી કાશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
- તાજેતરમાં ‘ફેંગલ ચક્રવાત‘ તમિલનાડુ અને પુડુચેરીમાં ત્રાટક્યું હતું.
- તેનું નામ ‘સાઉદી અરેબિયા‘ દ્વારા આપવામાં આવ્યું છે.
- તે હિંદ મહાસાગરમાં ગરમ સમુદ્રના પાણીમાં ઉદભવ્યું હતું.
- તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગુજરાતના સુરત શહેરના ‘ઈચ્છાપોર પોલીસ સ્ટેશન’ને દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
- ગૃહ મંત્રાલય (MHA) દ્વારા ગુનાના આંકડા, કેસના નિરાકરણ, સુવિધાઓ અને જાહેર સેવા સહિત 150-પોઈન્ટ મૂલ્યાંકનના આધારે પસંદગી કરવામાં આવી હતી.
- આ મૂલ્યાંકનમાં ઓડિશાનું પટ્ટપુર બીજા ક્રમે અને ઝારખંડનું નિમિયાઘાટ ત્રીજા ક્રમે છે.
- Central Industrial Security Force (CISF) દ્વારા નિવૃત્તિની તારીખે જ તમામ પેન્શન લાભો આપવાના ઉદ્દેશ્ય સાથે e-service book portal લોન્ચ કરવામાં આવ્યું છે.