Daily Current Affairs 02-03 March 2025: List of Important Days
CALENDAR
- 03 March 2025
- World Wildlife Day
- દર વર્ષે 3 માર્ચના રોજ World Wildlife Day ઉજવવામાં આવે છે.
- 20 ડિસેમ્બર, 2013ના રોજ યુનાઈટેડ જનરલ એસેમ્બલી દ્વારા તેના 68મા સત્રમાં વન્યજીવોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા અને વનસ્પતિની લુપ્ત થતી પ્રજાતિઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 1 માર્ચે World Wildlife Day તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
- સૌપ્રથમ ઉજવણી: 3 માર્ચ, 2014
- World Wildlife Day 2025 થીમ: “Wildlife Conservation Finance: Investing in People and Planet”.
- World Hearing Day
- દર વર્ષે 3 માર્ચના રોજ World Hearing Day ઉજવવામાં આવે છે.
- સૌપ્રથમ ઉજવણી: 3 માર્ચ, 2007માં World Health Organization (WHO) દ્વારા
- 2016માં આ દિવસને World Hearing Day તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, આ પહેલાં તે ‘International Ear Care Day’ તરીકે ઓળખાતો હતો.
- World Hearing Day 2025 થીમ: “Changing mindsets: Empower yourself to make ear and hearing care a reality for all!”
- World Wildlife Day
આજનો ઈતિહાસ: (02-03 March)
DAY IN HISTORY
- 02 March
- 02 March 1949: સરોજિની નાયડૂનું નિધન થયું હતું.
- તેઓ ‘ભારતની કોકિલા’ નામથી જાણીતા હતા.
- તે સ્વતંત્રતા બાદ ઉત્તરપ્રદેશના પ્રથમ રાજ્યપાલ બન્યા હતા.
- 13 ફેબ્રુઆરી, 1964ના રોજ ભારત સરકારે તેમની જયંતી નિમિત્તે 15 પૈસાની ટપાલ ટિકિટ જારી કરી હતી.
- તેમની યાદમાં ભારતમાં ‘રાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.
- 02 March 1969: સુપરસોનિક પેસેન્જર જેટ કોનકોર્ડ (Concorde)ની પ્રથમ પરીક્ષણ ઉડાન, ઈંગ્લેન્ડના બ્રિસ્ટલ (Bristol)માં થઈ હતી.
- 02 March 1949: સરોજિની નાયડૂનું નિધન થયું હતું.
Table of Contents
Daily Current Affairs 02-03 March 2025
# MISHTI SCHEME
GOVERNMENT SCHEMES
MISHTI (Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes) Scheme હેઠળ ગુજરાત મેન્ગ્રોવ વનીકરણ (Mangrove Afforestation)માં દેશમાં પ્રથમ ક્રમે છે.
- Highlights
- ગુજરાતની સિદ્ધિ: તેણે બે વર્ષમાં 19,020 હેક્ટરથી વધુ જમીનમાં સફળતાપૂર્વક મેન્ગ્રોવ્સનું વાવેતર કર્યું છે.
- રાષ્ટ્રીય લક્ષ્ય: કેન્દ્ર સરકારનો ધ્યેય MISHTI યોજના હેઠળ પાંચ વર્ષમાં આશરે 540 ચોરસ કિલોમીટર (54,000 હેક્ટર) વિસ્તારમાં મેન્ગ્રોવ્સ વાવવાનો છે.
MISHTI (Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes) Scheme વિશે
- આ એક સરકાર દ્વારા સંચાલિત કાર્યક્રમ છે. 2023માં ભારતના દરિયાકાંઠે અને મીઠાના અખાતની જમીનો પર મેન્ગ્રોવ વાવેતરને સરળ બનાવવા માટે શરૂ કરવામાં આવ્યો હતો.
- આ પ્રોજેક્ટ 2023-24થી શરૂ કરીને પાંચ વર્ષ સુધી ચાલશે અને 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરવામાં આવશે.
- Funds
- આ યોજના Convergence of Funds દ્વારા કાર્ય કરે છે.
- Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme (MGNREGS),
- Compensatory Afforestation Fund Management and Planning Authority (CAMPA) અને અન્ય સ્ત્રોતો.
- આ યોજના Convergence of Funds દ્વારા કાર્ય કરે છે.
Mangrove Forests વિશે
- Mangrove Forests ને Mangrove Swamps, Mangrove Thickets અથવા Mangals તરીકે પણ ઓળખવામાં આવે છે.
- આ મુખ્યત્વે Tropical અને Subtropical Coastlines પર જોવા મળે છે.
- ઠંડકનું તાપમાન મેન્ગ્રોવ્સ માટે આદર્શ તાપમાન (Ideal Temperature) નથી.
- તે ગ્રહની સપાટીના લગભગ 0.1% ભાગને આવરી લે છે.
- સુંદરવનએ વિશ્વનું સૌથી મોટું મેન્ગ્રોવ જંગલ છે.
- આ જંગલ બંગાળની ખાડી (Bay of Bengal)ના વિશાળ ડેલ્ટામાં આવેલું છે.
સમગ્ર ગુજરાતમાં મેન્ગ્રોવ વૃક્ષોનું વિતરણ
- ગુજરાતનું મેન્ગ્રોવ કવર વ્યૂહાત્મક રીતે રાજ્યના ચાર મુખ્ય વિસ્તારોમાં વહેંચાયેલું છે, જેમાં રાજ્યનો કચ્છ જિલ્લો 799 ચો. કિ.મી. મેન્ગ્રોવ કવર સાથે પ્રથમ છે. જ્યારે મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય સહિત કચ્છનો અખાત, જામનગર, રાજકોટ (મોરબી), પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારોને આવરી લઈને 236 ચો. કિ.મી. મેન્ગ્રોવ કવર ધરાવે છે.
- ખંભાતના અખાત અને ડુમસ-ઉભરાટ વિસ્તારો સહિત રાજ્યોના મધ્ય અને દક્ષિણ ગુજરાત વિસ્તાર કે જેમાં ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે, જે 134 ચો. કિ.મી. મેન્ગ્રોવ કવર ધરાવે છે.
- અમરેલી, જુનાગઢ અને ગીર-સોમનાથ જેવા જિલ્લાઓને આવરી લેતો સૌરાષ્ટ્ર વિસ્તાર 6 ચો. કિ.મી. મેન્ગ્રોવ કવર ધરાવે છે.
# ભારત સરકારે પોષણ સુધારણા માટે લાઓસને 1 મિલિયન ડોલરની સહાય કરી
INTERNATIONAL RELATIONS
- ભારત સરકારે Lao People’s Democratic Republic (Laos) ને $1 મિલિયનની સહાય આપી છે. આ સહાય ભારત-યુએન ડેવલપમેન્ટ પાર્ટનરશિપ ફંડ હેઠળ આપવામાં આવી છે.
- ઉદ્દેશ્ય: ખોરાકના પોષણ, ખાસ કરીને ચોખાના પોષક સ્તરોને વધારવાનો છે.
- આ પ્રોજેક્ટ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) દ્વારા અમલમાં મૂકવામાં આવશે.
- લાઓસમાં પોષણ સુધારવા, ખાદ્ય પ્રણાલીને મજબૂત બનાવવા અને વસ્તીમાં આવશ્યક પોષક તત્વોની ઉણપને દુર કરવાનો હેતુ છે.
- આ સહાય ભારત અને લાઓસ વચ્ચેના મજબૂત સંબંધોને પ્રતિબિંબિત કરે છે જે ઘણા ક્ષેત્રોમાં સહયોગ કરે છે.
- જૂન 2017માં ભારત-યુએન ડેવલપમેન્ટ પાર્ટનરશિપ ફંડ શરૂ કરવામાં આવ્યું હતું.
- ઉદ્દેશ્ય: વિકાસશીલ દેશોને ટકાઉ વિકાસ લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે.
- આ ફંડ સ્થાનિક જરૂરીયાતો અને લાંબા ગાળાના વિકાસને પ્રાથમિકતા આપે છે.
- અત્યાર સુધીમાં ભારતે ફંડમાં 150 મિલિયન ડોલરનું યોગદાન આપવાનું વચન આપ્યું છે અને 65 દેશોમાં 85 પ્રોજેક્ટ્સને સમર્થન આપ્યું છે.
# રાષ્ટ્રપતિ મુર્મુએ ધોળાવીરાની મુલાકાત લીધી
ART & CULTURE
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરાની મુલાકાત લીધી હતી. ASIના મહાનિર્દેશક શ્રી વાય.એસ. રાવત અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ માનનીય રાષ્ટ્રપતિને સાઈટનું માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ મુખ્ય શોધો અને ચાલુ સંરક્ષણ અને અપગ્રેડેશન પહેલ વિશે સમજાવ્યું હતું.
ધોળાવીરા વિશે
- શોધ: પુરાતત્વવિદ્ (Archaeologist) જગતપતિ જોશી દ્વારા 1968માં
- સ્થાન: ધોળાવીરા, હડપ્પન સંસ્કૃતિનું દક્ષિણ કેન્દ્ર, ગુજરાતના કચ્છ જિલ્લામાં ખડીરના શુષ્ક ટાપુ પર આવેલું છે.
- Tropic of Cancer પર આવેલું છે.
- ઐતિહાસિક મહત્વ: તે 6ઠ્ઠું સૌથી મોટું હડપ્પન સ્થળ છે અને 3000-1500 BCEની વચ્ચે વિકસ્યું હતું.
- UNESCO Recognition: તે 2021માં ભારતની 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવ્યું હતું.
# ‘એક પેડ મા કે નામ’ અભિયાન
GOVERNMENT INITIATIVES
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2024માં ‘વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન’ નિમિત્તે વૃક્ષો થકી પર્યાવરણના જતાં માટે ‘એક પેડ મા કે નામ’ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રથમવાર શુભારંભ કરવામાં આવ્યો હતો.
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ અભિયાન અંતર્ગત ગુજરાત 17.32 કરોડથી વધુ વૃક્ષારોપણ કરી સમગ્ર દેશમાં બીજા ક્રમે છે.
- ઉત્તરપ્રદેશ 39.51 કરોડ વૃક્ષારોપણ સાથે દેશમાં પ્રથમ ક્રમે છે.
- આ અભિયાન હેઠળ ભારતના 37 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો મળીને કુલ 121 કરોડથી વધુ વૃક્ષો વાવીને વૈશ્વિક સ્તરે નવો રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે.
- નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સૌ પ્રથમ ગાંધીનગરથી પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો.
- 27 ફેબ્રુઆરી, 2025ની સ્થિતિએ ગ્રામીણ વિસ્તારમાં 15.71 કરોડ જ્યારે શહેરી વિસ્તારમાં 1.60 કરોડ વૃક્ષો વાવવામાં આવ્યા છે.
- રણ વિસ્તારની ઓળખ ધરાવતો કચ્છ જિલ્લો સૌથી વધુ કુલ 2.94 કરોડ વૃક્ષારોપણ સાથે રાજ્યમાં પ્રથમ નંબરે છે.
One-Liner Current Affairs
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1 માર્ચના રોજ વિડીયો કોન્ફરન્સ દ્વારા ‘કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ’ વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારમાં ભાગ લીધો.
- હેતુ: આ વર્ષની બજેટ જાહેરતોના અસરકારક અમલીકરણની વ્યૂહરચના બનાવવા પર કેન્દ્રિત ચર્ચા માટે મુખ્ય હિતકારકોને એકસાથે લાવવાનો છે.
- કેન્દ્રિય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમનણે 1 માર્ચ, 2025ના રોજ નવી દિલ્હીમાં ઈન્ડિયન સિવિલ એકાઉન્ટ્સ સર્વિસના સ્થાપના દિવસ પ્રસંગે 49મા સિવિલ એકાઉન્ટ્સ દિવસના રોજ આયોજિત ઉજવણીની અધ્યક્ષતા કરી.
- ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU)નો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો હતો.
- આ પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે વિવિધ અભ્યાસક્રમોના કુલ 1,562 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
- મૂળ જામનગરની વતની અને હાલ અભ્યાસ માટે અમેરિકામાં રહેતી 29 વર્ષીય ભક્તિ શાસ્ત્રીની અમેરિકાની વુમન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે.
- રાજ્યના વ્યાપાર ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા Gujarat Chamber of Commerce & Industry (GCCI) દ્વારા 1 માર્ચ, 2025ના રોજ ‘GCCI Gujarat Sustainability Summit 2025′નું આયોજન કરવામાં આવ્યું હતું.
- માઈક્રોસોફ્ટ દ્વારા Skype બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
- વિડીયો કોન્ફરન્સ પ્લેટફોર્મ Skype ને 22 વર્ષની સર્વિસ બાદ મે મહિનાથી ધીમે ધીમે કરીને બંધ કરવામાં આવશે.
- શરૂઆત: 2003માં
- 2011માં માઈક્રોસોફ્ટ દ્વારા તેને ખરીદી લેવામાં આવ્યું હતું.
- Securities and Exchange Board of India (SEBI) દ્વારા મ્યુચ્યુઅલ ફંડ અને ડિમેટ અકાઉન્ટ નોમિની નિયમો માટે એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે.
- 1 માર્ચ, 2025થી આ સુધારો કરવામાં આવ્યો છે. સુધારેલી માર્ગદર્શિકા હેઠળ રોકાણકારોને હવે તેમના ડિમેટ અકાઉન્ટ અથવા મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોમાં 10 જેટલા વ્યક્તિઓને નોમિનેટ કરવાની છૂટ છે.