Daily Current Affairs 01 March 2025: List of Important Days
CALENDAR
- Zero Discrimination Day
- દર વર્ષે 1 માર્ચના રોજ Zero Discrimination Day ઉજવવામાં આવે છે.
- ઉદ્દેશ્ય: સમાનતા અને વ્યક્તિઓના અધિકારોને પ્રોત્સાહન આપવાનો છે.
- UNAIDS (Joint United Nations Programme on HIV/AIDS) દ્વારા આયોજન કરવામાં આવે છે.
- First Observe: 2014
- Zero Discrimination Day 2025 થીમ: “We Stand Together”.
- Key Focus Area
- Ending HIV/AIDS stigma
- Gender equality and women’s rights
- Workplace discrimination
- Equal access to education & healthcare
- Legal protections against discrimination
- મહત્ત્વ: જાતિ, લિંગ, વિકલાંગતા (Disability), HIV Status અને અન્ય પરિબળોના આધારે ભેદભાવ વિશે જાગૃતિ વધે છે.
- World Civil Defence Day
- નાગરિક સંરક્ષણ, આપત્તિ વ્યવસ્થાપન અને કટોકટીની સજ્જતાના મહત્વને પ્રકાશિત કરવા માટે દર વર્ષે 1 માર્ચના રોજ World Civil Defence Day મનાવવામાં આવે છે.
- ઉદ્દેશ્ય: નાગરિક સંરક્ષણના પગલાં વિશે જાગૃતિ લાવવા અને આપત્તિની તૈયારીને પ્રોત્સાહન આપવાનો
- સ્થાપના: International Civil Defence Organization (ICDO) દ્વારા
- First Observe: 1990
- World Civil Defence Day 2025 થીમ: “Civil Defence, Guarantee of Security for the Population”.
- World Seagrass Day
- દર વર્ષે 1 માર્ચના World Seagrass Day ઉજવવામાં આવે છે.
- શ્રીલંકા દ્વારા દરિયાઈ પર્યાવરણમાં Seagrass ના સંરક્ષણ પર ભાર મૂકવા માટે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
- 23 મે, 2022ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)એ A/RES/76/265 ઠરાવ અપનાવ્યો અને 1 માર્ચને World Seagrass Day તરીકે જાહેર કર્યો.
- સૌપ્રથમ ઉજવણી: 1 માર્ચ, 2023
આજનો ઈતિહાસ: (01 March)
DAY IN HISTORY
- 01 March
- 01 March 1954: યુનાઈટેડ સ્ટેટ્સે Marshall Islands માં Bikini Atoll પર Castle Bravo નામનો હાઈડ્રોજન બોમ્બ વિસ્ફોર કર્યો હતો.
Table of Contents
Daily Current Affairs 01 March 2025
# Jahan-e-Khusrau 2025
ART & CULTURE
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીની સુંદર નર્સરી ખાતે પ્રતિસ્થિત સંગીત મહોત્સવ ‘Jahan-e-Khusrau 2025’નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
Jahan-e-Khusrau વિશે
- Jahan-e-Khusrau એ સૂફી સંગીત, કવિતા અને નૃત્યને સમર્પિત એક આંતરરાષ્ટ્રીય ઉત્સવ છે.
- આ મહોત્સવ અમીર ખુસરોના વરસાની ઉજવણી માટે વિશ્વભરના કલાકારોને એકત્રિત કરે છે.
- રૂમી ફાઉન્ડેશન દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ‘Jahan-e-Khusrau’ની 25મી વર્ષગાંઠ છે.
- સ્થાપના: 2001માં પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને કલાકાર મુઝફ્ફર અલી દ્વારા કરવામાં આવી હતી.
અમીર ખુસરો
- અમીર ખુસરો (1253-1325) 13મી સદીના સૂફી કવિ, સંગીતકાર અને વિદ્વાન હતા.
- ખુસરોનો જન્મ 1253માં પટિયાલી (હાલના ઉત્તર પ્રદેશ)માં થયો હતો. તેમના પિતા ટર્કિશ (Turkish) અને માતા ભારતીય હતા. તેઓ ઘણીવાર પોતાને “Indian Turk” તરીકે ઓળખાવતા હતા, જે બે સમૃદ્ધ સંસ્કૃતિઓના મિશ્રણનું પ્રતીક છે.
- તેમણે ભારતીય સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
- સુલતાન જલાલુદ્દીન ખિલજીએ ખુસરોને ‘અમીર’નું બિરુદ આપ્યું હતું.
- ઉપનામ: Tuti-yi-Hind અથવા ‘Parrot of India’.
- તેમની પ્રખ્યાત રચનાઓમાં hhaap Tilak, Zehal-e-Maskeen અને Sakal Ban Phool Rahi Sarson નો સમાવેશ થાય છે.
# તુહિન કાંત પાંડે (Tuhin Kanta Pandey)
APPOINTMENTS
નાણા અને મહેસૂલ સચિવ તુહિન કાંત પાંડેને Securities and Exchange Board of India (SEBI)ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ SEBIના પ્રથમ મહિલા અધ્યક્ષ માધબી પૂરીનું સ્થાન લેશે. તેમનો કાર્યકાળ 1 માર્ચના રોજ પૂરો થાય છે.
- તુહિન કાંત પાંડે ઓડિશા કેડરના 1987 બેચના IAS અધિકારી છે. તાજેતરમાં થયેલા ફેરબદલમાં કેન્દ્રીય બજેટ 2025થી નવા મહેસૂલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- તેઓ નિયુક્ત થતાં પહેલા Department of Investment and Public Asset Management (DIPAM)ના સચિવ હતા.
# Aadhaar Good Governance Portal
GOVERNMENT INITIATIVES
Ministry of Electronics and Information Technology (MeitY) દ્વારા આધાર પ્રમાણીકરણ વિનંતીઓ (Aadhaar Authentication Requests) માટે મંજૂરી પ્રક્રિયાને સરળ બનાવવા માટે Aadhaar Good Governance Portal લૉન્ચ કરવામાં આવ્યું છે.
આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ વિશે
- પોર્ટલનો હેતુ અને અમલીકરણ
- સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર આધાર સુશાસન ઓનલાઈન પ્લેટફોર્મ (http://swik.meity.gov.in) સુશાસન (સમાજ કલ્યાણ, નવીનતા, જ્ઞાન) સુધારા નિયમો, 2025 હેઠળ ચાલુ કરવામાં આવ્યું છે.
- આધાર અધિનિયમ, 2016 હેઠળ કરવામાં આવેલ આ સુધારો નિર્ણય લેવામાં પારદર્શિતા (Transparency) અને સમાવેશકતા (Inclusivity) વધારવાનો હેતુ ધરાવે છે.
- આ સુધારો સરકારી અને ખાનગી બંને સંસ્થાઓને વિવિધ જાહેર હિત સેવાઓ માટે આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.
- તે નીચેના ક્ષેત્રોને સમર્થન આપશે.
- Innovation and knowledge-sharing
- Improving ease of living
- Enhancing access to essential services
- આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલના ફાયદા
- જીવનશૈલી અને શાસનમાં સુધારો
- આ પોર્ટલ આધાર પ્રમાણીકરણ મંજૂરીઓને સુવ્યવસ્થિત કરશે, સેવાઓને વધુ સુલભ અને કાર્યક્ષમ બનાવશે.
- તે વિવિધ આધાર-આધારિત સેવાઓ માટે ઝડપી ઓનબોર્ડિંગને સક્ષમ બનાવશે.
- આધાર પ્રમાણીકરણનો વિસ્તાર રહેવાસીઓ માટે મુશ્કેલી-મુક્ત સેવા (Hassle-Free Service) ઍક્સેસ સુનિશ્ચિત કરશે.
- ડિજિટલ વિકાસમાં આધારની ભૂમિકા
- આ પોર્ટલ આધાર પ્રમાણીકરણ વિનંતીઓ માટે સબમિશન અને મંજૂરી પ્રક્રિયાને સરળ બનાવે છે.
- જીવનશૈલી અને શાસનમાં સુધારો
# Ocelot
SCIENCE & TECHNOLOGY
Amazon Web Services (AWS) દ્વારા ‘Ocelot’નું અનાવરણ કરવામાં આવ્યું છે.
Ocelot વિશે
- તે એક નવી Quantum Computing Chip છે.
- Ocelot એ Limited Computing Power સાથે Prototype Chip છે.
- વ્યાપારી રીતે ઉપયોગી ક્વોન્ટમ કોમ્પ્યુટરના વિકાસને પાંચ વર્ષ સુધી ઝડપી બનાવવા માટે રચાયેલ છે.
- Ocelot Chip માં બે-સ્તરની એકીકૃત સિલિકોન ડિઝાઈન (Two-Layer Integrated Silicon Design) છે, જેમાં પ્રત્યેક માઈક્રોચિપ આશરે એક ચોરસ સેન્ટિમીટર ધરાવે છે.
- Key components
- Five data qubits (Cat qubits): આ ગણતરી માટે જરૂરી (Necessary for Computation) ક્વોન્ટમ સ્ટેટ્સ સ્ટોર કરે છે.
- Five buffer circuits: Data Qubits ને સ્થિર કરવા માટે રચાયેલ છે.
- Four additional qubits: Data Qubits માં ભૂલો શોધવા માટે જવાબદાર.
- Oscillators made from Tantalum: આ સુપરકન્ડક્ટીંગ મટિરિયલ પ્રભાવ અને સ્થિરતા (Performance and Stability) વધારે છે.
- Key components
Quantum Chip શું છે?
- તે કોમ્પુટર ચિપનો એક પ્રકાર છે.
- ઉદ્દેશ્ય: Quantum Computations માટે રચાયેલ છે.
- Unique Feature
- તે ક્લાસિકલ કોમ્પ્યુટર ચિપ્સથી વિપરીત માહિતીની પ્રક્રિયા કરવા માટે Quantum Bits અથવા Qubit નો ઉપયોગ કરે છે.
Recently Launched Quantum Chips
- Microsoft Majorana 1
- તે વિશ્વનું પ્રથમ Quantum Processor છે.
- તે Topological Qubits નો ઉપયોગ કરે છે.
- Google Willow
- આ Quantum Chip 5 મિનિટમાં સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે જેમાં Traditional Supercomputer ને 10 Septillion Years લાગશે.
- IBM’s Heron
- તે સૌથી Advanced Quantum Processor છે.
- તે Complex Algorithms Run કરી શકે છે અને 5,000 Two-Qubit Gate Operations સુધી એક્ઝિક્યુટ કરી શકે છે.
# Make the World Wear Khadi Campaign
GOVERNMENT INITIATIVES
Advertising Agencies Association of India (AAAI) અને Ministry of Information and Broadcasting દ્વારા Make the World Wear Khadi Campaign શરૂ કરવામાં આવ્યું છે.
Make the World Wear Khadi campaign વિશે
- ઉદ્દેશ્ય: ભારતના સમૃદ્ધ કાપડ વારસા (India’s Rich Textile Heritage)ને વૈશ્વિક ફેશન વલણો (Global Fashion Trends) સાથે મિશ્રિત કરવાનો છે.
- આ પહેલ નવીન જાહેરાતો (Innovative Advertising) દ્વારા ખાદીને Desirable Global Brand તરીકે સ્થાન આપવા માંગે છે.
- તે Inaugural World Audio Visual & Entertainment Summit (WAVES)નો એક ભાગ છે.
WAVES 2025
- WAVES 2025 1 થી 4 મે, 2025 દરમિયાન મુંબઈમાં Jio World Convention Centre અને Jio World Gardens ખાતે યોજાશે.
- તે Media & Entertainment (M&E) Sector માટે એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપશે.
- Key Focus Areas: સમિટ એક Hub-and-Spoke Model ને અનુસરે છે, જે Indian Talent ને ચાર મુખ્ય સ્તંભોમાં Global Industry Leaders સાથે જોડે છે.
- Broadcasting & Infotainment
- AVGC-XR (Animation, Visual Effects, Gaming, Comics, and Extended Reality)
- Digital Media & Innovation
- Films
ખાદી
- ખાદીએ હાથથી કાપેલા અને હાથથી વણાયેલા કાપડ (Hand-Spun and Handwoven Fabric)નો સંદર્ભ આપે છે જે મુખ્યત્વે કપાસ (Cotton)માંથી બનાવવામાં આવે છે, જોકે રેશમ અને ઊનના પ્રકારો પણ અસ્તિત્વમાં છે.
- તે ચરખા તરીકે ઓળખાતા પરંપરાગત સ્પિનિંગ વ્હીલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
- સ્વાવલંબન (સ્વદેશી ચળવળ) અને બ્રિટિશ કાપડની આયાત સામે પ્રતિકારના પ્રતીક તરીકે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા તેને લોકપ્રિય બનાવવામાં આવ્યું હતું.
- Khadi and Village Industries Commission (KVIC) ખાદીના ઉત્પાદન અને વેચાણને પ્રોત્સાહન આપે છે.
# Kurdistan Workers’ Party (PKK)
PLACE-IN-NEWS
PKK દ્વારા 40 વર્ષના સશસ્ત્ર સંઘર્ષ પછી તુર્કી સાથે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. જૂથના સ્થાપક અબ્દુલ્લા ઓકલાન (Abdullah Ocalan)એ કુર્દિશ લડવૈયાઓને તેમના સશસ્ત્ર સંઘર્ષને સમાપ્ત કરવા વિનંતી કરી છે.
Kurdistan Workers’ Party (PKK) વિશે
- Kurdistan Workers’ Party (PKK) કુર્દિશ અધિકારોની હિમાયત કરતી એક આતંકવાદી સંસ્થા છે.
- કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી (PKK) જેને તુર્કી, યુનાઈટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન દ્વારા આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે, તે 1984થી બળવો ચલાવી રહ્યું છે.
- ઉદ્દેશ્ય: શરૂઆતમાં તુર્કીમાં કુર્દિશ વસ્તી માટે સ્વતંત્રતા માંગી.
- Ethnic Background: કુર્દ તુર્કીની વસ્તીના આશરે 15% કે તેથી વધુ છે.
- Armed Struggle: પૂર્વીય અને દક્ષિણ તુર્કીના પર્વતોમાંથી ઓપરેશન શરૂ કર્યું.
- તુર્કીના લશ્કરી થાણાઓ અને પોલીસ સ્ટેશનો પર હુમલો કર્યો, જેના કારણે સરકારની કડક કાર્યવાહી થઈ.
- નેતા અબ્દુલ્લા ઓકલનને 1999માં પકડવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
તુર્કી સરકાર સાથે સંઘર્ષ
- Government Response: કઠોર લશ્કરી કાર્યવાહી અને બળવાખોરી વિરોધી કામગીરી.
- Urban Attacks: PKK એ પાછળથી તુર્કીના શહેરો સુધી હુમલાઓનું વિસ્તરણ કર્યું અને બોમ્બ વિસ્ફોટો કર્યા જેના પરિણામે નાગરિક જાનહાનિ થઈ હતી.
- International Designation: તુર્કી, US અને EU દ્વારા આતંકવાદી સંગઠન તરીકે માન્યતા.
One-Liner Current Affairs
- આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોના બલિદાનને માન આપીને ફ્રાન્સમાં Neuve-Chapelle Memorial પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
- આ સ્મારક ખાસ કરીને 1915ના ન્યુવે-ચેપેલના યુદ્ધમાં ભારતીય સૈનિકોના યોગદાનને યાદ કરે છે.
- કેન્દ્રએ તેલંગાણામાં મમનૂર (Mamnoor) ખાતે બીજા એરપોર્ટના વિકાસને મંજૂરી આપી છે, જે વારંગલ નજીક આવેલું છે અને હૈદરાબાદથી 150 કિમીથી ઓછા અંતરે છે.
- આ નિર્ણય એરપોર્ટના વિકાસ માટે 253 એકર જમીન હસ્તગત કરવા ₹205 કરોડની ફાળવણી સાથે રાજ્યમાં Aviation Infrastructureને વધારવાની પહેલનો એક ભાગ છે.
- હૈદરાબાદ ગ્રીનફિલ્ડ એરપોર્ટ એગ્રીમેન્ટ હેઠળ 150 કિમીના પ્રતિબંધને બાયપાસ કરવા માટે વિશેષ માફી પણ આપવામાં આવી હતી.
- NASA બ્રહ્માંડનો સૌથી વિગતવાર અને રંગીન નકશો બનાવવા માટે રચાયેલ SPHEREx ટેલિસ્કોપ લોન્ચ કરવાની તૈયારી છે.
- યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા દેશમાં Permanent Residency અને Ultimately American citizenship મેળવવા માંગતા વિદેશી રોકાણકારો (Foreign Investors) માટે “Gold Card” નામના વિઝા પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે.
- ચીન અને પાકિસ્તાને ચીનના Tiangong Space Station માટે પાકિસ્તાની અવકાશયાત્રીઓની પસંદગી અને તાલીમ આપવા માટે સહકાર કરાર પર હસ્તાક્ષર કર્યા.
- મધ્યપ્રદેશ સરકાર દ્વારા મુરેના (Morena)ના National Chambal Gharial Sanctuary માં ચંબલ નદીમાં 10 Gharials છોડવામાં આવ્યા.
- Indira Gandhi National Centre for the Arts (IGNCA), સંસ્કૃતિ મંત્રાલય હેઠળ, Satyarthi Movement for Global Compassion ના સહયોગથી નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીની આત્મકથા ‘Diyaslai’ પર સાહિત્યિક ચર્ચાનું આયોજન કર્યું હતું.