1. વર્લ્ડ મિલ્ક ડે (World Milk Day)
    • સૌપ્રથમ ઉજવણી: વર્ષ 2001થી દર વર્ષે ‘ખાદ્ય અને કૃષિ સંગઠન – Food and Agriculture Organization (FAO) દ્વારા
    • ઉદ્દેશ: ડેરી ક્ષેત્રના વિકાસ, દુધ ઉત્પાદન પ્રવૃત્તિઓ અને દુધના પોષક મૂલ્યના મહત્ત્વને પ્રોત્સાહન આપવાનો છે.
    • ભારતમાં દર વર્ષે 26 નવેમ્બર(ડૉ. વર્ગિસ કુરિયન – જન્મદિવસ)ના રોજ ‘નેશનલ મિલ્ક ડે’ ઉજવવામાં આવે છે.
    • 2024 થીમ: “Celebrating the vital role dairy plays in delivering quality nutrition to nourish the world.”
  2. ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ (Global Day of Parents)
    • આ દિવસ દર વર્ષે 1લી જૂનના રોજ ઉજવાય છે. UN General Assembly એ 2012માં એક ઠરાવ પ્રસાર કરીને આ દિવસની ઘોષણા કરી. માતાપિતાના પોતાના બાળક પ્રત્યેના સમર્થન,બલિદાન અને પ્રતિબદ્ધતા માટે સન્માન કરે છે.

Daily Current Affairs 01 June 2024

તાજેતરમાં, ભારતના વડા પ્રધાન શ્રી નરેનદ્ર મોદીએ કસરતના ભાગરૂપે વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે સૂર્યોદય સમયે ‘સૂર્ય અર્ઘન્ય’ કર્યું હતું.

Vivekanand Rock Memorial
Vivekanand Rock Memorial

વિવેકાનંદ રોક મેમોરિયલ વિશે

  • વિવેકાનંદ રોક મેમોરિયલ એ સમુદ્રમાં એક ખડક (Rock) ઉપર સ્થિત છે.
  • જે વાવાથુરાઈથી 500 મીટર દૂર કન્યાકુમારી (તામિલનાડુ) નજીક એક ટાપુ પર આવેલ છે.
  • સ્થાપત્ય શૈલી: ભારતીય રોક-કટ અને કેથેડ્રલ (Indian rock-cut and Cathedral)
  • આ સ્મારક 1970માં સ્વામી વિવેકાનંદના સન્માનમાં બનાવવામાં આવ્યું હતું.
    • આ પરિસરમાં સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમા પણ છે.
  • વિવેકાનંદ રોક મેમોરિયલની રચના
    • વિવેકાનંદ મંડપમ (Primary Structure)
    • શ્રીપદા મંડપમ (Main Structure)
    • ધ્યાન મંડપમ (મુલાકાતીઓને ધ્યાન ધરવા માટે સ્મારક સાથે જોડાયેલ હોલ)
      • વિવિધ ભારતીય મંદિરોની સ્થાપત્ય શૈલીઓનો સમાવેશ
  • આ ખડકો લક્કડાઈવ સમુદ્ર (Laccadive Sea)થી ઘેરાયેલા છે, જ્યાં બંગાળની ખાડી, હિંદ મહાસાગર અને અરબી સમુદ્ર ભેગા થાય છે.

સ્વામી વિવેકાનંદ (1863-1902)

સ્વામી વિવેકાનંદનો જન્મ 1863માં કલકત્તાના એક બંગાળી પરિવારમાં થયો હતો. તેમનું મૂળનામ નરેન્દ્રનાથ દત્ત હતું.

  • સ્વામી વિવેકનંદને “આધુનિક ભારતીય રાષ્ટ્રવાદના પિતા (Father of Modern Indian Nationalism) માનવામાં આવે છે.
  • સ્વામી વિવેકાનંદ ‘શ્રી રામકૃષ્ણના શિષ્ય’ હતા, ઉપરાંત તેઓ પશ્ચિમી વિશ્વમાં વેદાંત અને યોગનો પરિચય કરાવવા અને હિન્દુ ધર્મને એક મુખ્ય વિશ્વ ધર્મ તરીકે પ્રમોટ કરવા માટે પણ પ્રખ્યાત હતા.
  • ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day) તેમના જન્મદિવસ (12 જાન્યુઆરી) એ ઉજવવામાં આવે છે.
  • તેમણે ‘The Vedanta Society of New York’ ની સ્થાપના કરી.
  • ‘The Vedanta Society of San Francisco’ જેણે પશ્ચિમમાં વેદાંત સમાજનો પાયો નાખ્યો હતો.
  • 1893 – શિકાગોમાં વિશ્વની ધર્મ પરિષદમાં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું.
  • 1897 – રામકૃષ્ણ મિશનની સ્થાપના
AMRUT Scheme
AMRUT Scheme

ભારતની અડધાથી વધુ વસ્તી 2047 સુધીમાં શહેરોમાં વસશે. આ વધતી જતી વસ્તીને કારણે શહેરી માળાખીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે AMRUT યોજના શરૂ કરાઈ હતી.

તાજેતરમાં, અમૃત યોજનાએ પાણી, ગતિશીલતા અને પ્રદૂષણને લગતા માળખાકીય સમસ્યાઓના નિવારણમાં પડકારોના કારણે ધ્યાન એકત્રિત કર્યું હતું.

વધુ માહિતી માટે અહીં click કરો: Click Here

AMRUT યોજના શું છે?

  • ભારત સરકારે શહેરી વિકાસ માટે કેન્દ્રીય યોજના તરીકે AMRUT (Atal Mission for Rejuvenation and Urban Transformation) યોજના શરૂ કરી. આ યોજના 25 જૂન, 2015 ના રોજ દેશભરના 500 શહેરોમાં શરૂ કરવામાં આવી હતી, જે લગભગ 60% જેટલા શહેરી વસ્તી આવરી લે છે.
  • આ માળખાકીય સુવિધાઓમાં પાણી પુરવઠો (Water Supply), ગટર (Sewerage), ડ્રેનેજ (Drainage), ગ્રીન સ્પેસ (Green Space), નોન-મોટરાઇઝ્ડ ટ્રાન્સપોર્ટ (Non-motorized Transport)અને ક્ષમતા નિર્માણ (Capacity Building)નો સમાવેશ થાય છે.
RBI launches three new initiatives
RBI launches three new initiatives

તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ત્રણ મહત્ત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે.

  1. Retail Direct mobile app
  2. PRAVAAH Portal
  3. FinTech Repository

શું છે આ પહેલ મહત્ત્વપૂર્ણ ત્રણ પહેલ? ચાલો આપણે તેના વિશે વિગતવાર જાણીએ!

1. Retail Direct mobile app

રિટેલ ડાયરેક્ટ મોબાઇલ એપ્લિકેશન (Retail Direct mobile application) એ Retail Investors ને તેમના સ્માર્ટફોન થકી સરળતાથી Government Securities (G-Secs) માં અનુકૂળ વ્યવહાર કરવા access પ્રદાન કરે છે.

  • શરૂઆત: Retail Direct Scheme November 2021 માં શરૂ કરવામાં આવી હતી. જે વ્યક્તિગત Investor ને RBI સાથે gilt accounts અને government securities રોકાણમાં જોડવા માટેની તક આપે છે.
    • Gilt Account એ એક Bank Account જેવું જ કાર્ય કરે છે. અહિયાં ચલણને બદલે Treasury Bills અથવા Government Securities થકી ડેબિટ તેમજ ક્રેડિટ કરવામાં આવે છે.
  • Retail Direct Scheme ના લાભ
    • Direct Access
    • Zero Default Risk
    • Interest Rate Advantage
  • Retail Direct Platform પર રોકાણ માટે G-Sec ઉપલબ્ધ છે.
    • Sovereign Gold Bonds (SGBs)
    • Government of India Treasury Bills (T-Bills)
    • Government of India Dated Securities (Dated G-Sec)
    • State Development Loans (SDLs)

2. PRAVAAH Portal

PRAVAAH Portal (Platform for Regulatory Application, VAlidation, and AutHorisation)

PRAVAAH: કોઈપણ વ્યક્તિ તેમજ સંસ્થા માટે એક સુરક્ષિત અને કેન્દ્રિય વેબ-આધારિત પોર્ટલ છે. RBI તરફથી કોઈપણ સંદર્ભ પર અધિકૃતતા, લાઇસન્સ અથવા વિવિધ નિયમનકારી મંજૂરીઓ માટે અરજી કરવા માટેનું ઓનલાઈન પ્લેટફોર્મ છે.

PRAVAAH Portal ની વિશેષતાઓ:

  • આ પોર્ટલ ઉપર વિવિધ નિયમનકારી મંજૂરી અને સુપરવાઇઝરી વિભાગોને આવરી લેતા 60 જેટલાં અરજી ફોર્મ ઓનલાઈન સબમિટ કરી શકો છો.
  • તથા પોર્ટલ પર, એક એન્ટિટી સ્ટેટસને ટ્રૅક તથા મોનિટર કરી શકાય છે તેમજ RBI specified એપ્લિકેશનથી સંબંધિત નિર્ણય સમયમર્યાદામાં મોકલી શકે છે.
  • તેમજ જરૂરિયાત મુજબ વધુ અરજી ફોર્મ ઉપલબ્ધ કરવામાં આવશે.

3. FinTech Repository

FinTech Repository: ભારતીય FinTech કંપનીઓ પર વ્યાપક ડેટા ધરાવતો Web-Based Database છે. તેનો ઉદ્દેશ્ય FinTech Entities, તેમની પ્રવૃત્તિઓ, ટેક્નોલોજીના ઉપયોગો વગેરે વિશે જરૂરી માહિતી એકત્રિત કરવાનો છે.

EmTech Repository: RBI એ Banks અને NBFCs જેવી RBI-નિયંત્રિત સંસ્થાઓ દ્વારા અપનાવેલી ટેક્નોલોજીઓ (Artificial Intelligence, Machine Learning, Cloud Computing, DLT, Quantum, etc.) પર ધ્યાન કેન્દ્રિત કરતી EmTech Repository શરૂ કરી.

FinTech and EmTech Repositories એ બંને Secure Web Applications છે, જે the RBIH (Reserve Bank Innovation Hub) દ્વારા સંચાલિત છે. RBIH જે RBI ની સંપૂર્ણ માલિકીની કંપની છે.

Leave a Comment

error: Content is protected !!