Daily Current Affairs 01-07 May 2025: List of Important Days
CALENDAR
- 01 May 2025
- ગુજરાત સ્થાપના દિવસ (ગુજરાત ગૌરવ દિવસ)
- 1 મે, 2025ના રોજ ગુજરાતના 65મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
- 1 મે, 1960ના રોજ ‘બૃહદ મુંબઈ રાજ્ય’ના બે ભાગ પાડવામાં આવ્યા હતા, જેને આજે ‘ગુજરાત’ અને ‘મહારાષ્ટ્ર’ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે.
- આથી 1 મેના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે.
- ગુજરાત રાજ્યની સ્થાપના મહાન સમાજ સુધારક રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી.
- આ દિવસને ‘ગુજરાત ગૌરવ દિવસ’ તરીકે ઓળખાય છે.
- મહારાષ્ટ્ર સ્થાપના દિવસ
- International Labour Day or May Day
- દર વર્ષે 1 મેના રોજ સમગ્ર વિશ્વમાં આર્થિક અને સામાજિક અધિકારોને પ્રાપ્ત કરવા માટે તથા શ્રમિકોના બલિદાનને શ્રધ્ધાંજલિ આપવા માટે ‘International Labour Day’ તરીકે ઉજવવામાં આવે છે.
- આ દિવસને ‘May Day’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
- આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય દિવસ દરમિયાન આઠ કલાકના કાર્યને પ્રોત્સાહન આપવાનો છે.
- 1866માં અમેરિકાના શિકાગોમાં મજૂરોએ એક અઠવાડિયામાં દરરોજ આઠ કલાક અને એક દિવસની રજાની માંગ કરી હતી. આ અંતર્ગત મજૂરોના સંઘર્ષ બાદ 1866માં ‘અમેરિકન ફેડરેશન ઓફ લેબર’ દ્વારા શિકાગોમાં મજૂરો માટે કાનૂની સમય ઘોષિત કરવામાં આવ્યો.
- 1889માં પેરિસમાં આયોજિત આંતરરાષ્ટ્રીય શ્રમિકોની મહાસભાની બીજી બેઠક યોજાઈ હતી અને એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવ અંતર્ગત 1 મેના રોજ આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું.
- ગુજરાત સ્થાપના દિવસ (ગુજરાત ગૌરવ દિવસ)
- 02 May 2025
- World Tuna Day
- 2 મેના રોજ ‘World Tuna Day‘ ઉજવવામાં આવે છે.
- આ દિવસને વૈશ્વિક સ્તરે Sustainable Tuna Fishing અને દરિયાઈ સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે ઓળખવામાં આવે છે.
- સૌપ્રથમ ઉજવણી: 2 મે, 2017
- 7 ડિસેમ્બર, 2016ના રોજ UN General Assembly એ 2 મેને World Tuna Day તરીકે નિયુક્ત કરતો ઠરાવ A/RES/71/124 અપનાવ્યો હતો.
- આ દિવસને નોંધપાત્ર ટુના સંસાધનો ધરાવતા દેશો અને WWF જેવા સંરક્ષણ જૂથો દ્વારા સમર્થન આપવામાં આવે છે.
- Key Stakeholders: UN, FAO, WWF, Tuna-dependent nations
- World Tuna Day
- 03 May 2025
- World Press Freedom Day
- દર વર્ષે 3 મેના રોજ ‘World Press Freedom Day‘ ઉજવવામાં આવે છે.
- 1991માં UNESCO’s General Conference 26મા સત્રમાં અપનાવવામાં આવેલી ભલામણ બાદ 1993માં UN General Assembly દ્વારા World Press Freedom Day ની ઘોષણા કરવામાં આવી હતી.
- World Press Freedom Day
- 04 May 2025
- International Firefighters Day
- દર વર્ષે 4 મેના રોજ વિશ્વભરમાં ‘International Firefighters Day‘નું આયોજન કરવામાં આવે છે.
- આ દિવસના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય એવા અગ્નિશામકોને યાદ કરવાનો છે જેમને સમાજની રક્ષા કરતા પોતાના જીવનનું બલિદાન આપ્યું છે.
- 1999માં ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં લાગેલી જંગલી આગમાં પાંચ અગ્નિશામકોના દુ:ખદ મૃત્યુ થયા હતા. આ ઘટનાની યાદમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે આ દિવસનું આયોજન કરવામાં આવે છે.
- પ્રતીક: લાલ અને વાદળી રિબન અગ્નિ અને પાણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે તત્વો અગ્નિશામકો સાથે દરરોજ કામ કરે છે.
- World Laughter Day
- દર વર્ષે મે મહિનાના પ્રથમ રવિવારના રોજ ‘World Laughter Day‘ આવે છે. આ વર્ષે 5 મેના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
- વિશ્વ હાસ્ય દિવસની સ્થાપના 1998માં કરવામાં આવી હતી અને પ્રથમ ઉજવણી 10 મે, 1998ના રોજ મુંબઈ, ભારતમાં કરવામાં આવી હતી, જેનું આયોજન વિશ્વવ્યાપી હાસ્ય યોગ ચળવળના સ્થાપક ડૉ. મદન કટારિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
- Coal Miners Day
- દર વર્ષે 4 મેના રોજ ‘Coal Miners Day‘ ઉજવવામાં આવે છે.
- Coal Miner ના બલિદાન અને રાષ્ટ્ર માટે તેમના યોગદાનને માન આપવા માટે દર વર્ષે કોલસા ખાણિયો દિવસ ઉજવવામાં આવે છે.
- ભારતમાં ‘Coal Mining’ 1774માં શરૂ થયું હતું.
- International Firefighters Day
- 06 May 2025
- World Asthma Day
- દર વર્ષે સમગ્ર વિશ્વમાં મે મહિનાના પ્રથમ મંગળવારે ‘World Asthma Day‘ની ઉજવણી કરવામાં આવે છે.
- આ અંતર્ગત 2025માં 6 મેના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
- ઉદ્દેશ્ય: સમગ્ર વિશ્વમાં અસ્થમાના રોગ અને કાળજી વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
- સૌપ્રથમ 1998માં સ્પેન, બાર્સેલોના સહિત વિશ્વના આશરે 35 દેશોમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી ‘Global Initiative for Asthma (GINA)’ દ્વારા કરવામાં આવી છે.
- World Asthma Day 2025 થીમ: “Make Inhaled Treatments Accessible for ALL”.
- International No Diet Day
- દર વર્ષે 6 મેના રોજ ‘International No Diet Day‘ ઉજવવામાં આવે છે.
- Founder: Mary Evans Young
- શરૂઆત: 1992માં, United Kingdom
- World Asthma Day
- 07 May 2025
- World Athletics Day
- દર વર્ષે 7 મેના રોજ ‘World Athletics Day‘ ઉજવવામાં આવે છે.
- International Amateur Athletic Federation (IAAF) દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી.
- Border Roads Organisation Raising Day
- 7 મે, 2025ના રોજ Border Roads Organisation દ્વારા તેમના 66મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
- Border Roads Organisation (BRO)ની સ્થાપના 7 મે, 1960ના રોજ થઈ હતી.
- તે સંરક્ષણ મંત્રાલય હેઠળ મુખ્ય માર્ગ નિર્માણ સંસ્થા તરીકે કાર્ય કરે છે. તેની મુખ્ય ભૂમિકા ભારતના સરહદી વિસ્તારોને રોડ ક્નેક્ટિવિટી પૂરી પાડવાનો છે.
- વડું મથક: નવી દિલ્હી
- તે અફઘાનિસ્તાન, ભૂટાન, મ્યાનમાર, શ્રીલંકા અને નેપાળ જેવા મિત્ર દેશોમાં રસ્તાઓ બનાવીને પાડોશી પ્રદેશોમાં ભારતના વ્યૂહાત્મક ઉદ્દેશ્યમાં યોગદાન આપે છે.
- World Athletics Day
Table of Contents
Daily Current Affairs 01-07 May 2025
# રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ અધ્યક્ષ: શ્રી અલોક જોશી
ART & CULTURE
તાજેતરમાં સરકારે નવા સભ્યોની નિમણૂક સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (National Security Advisory Board)નું પુનર્ગઠન કર્યું છે. ભૂતપૂર્વ RAWના વડા શ્રી અલોક જોશીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
National Security Advisory Board
- 1998માં સ્થાપિત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS) અને બે અન્ય મુખ્ય સંસ્થાઓ હેઠળ કાર્ય કરે છે.
- તે Strategic Policy Group (SPG) અને Joint Intelligence Committee (JIC) સાથે નજીકથી કામ કરે છે.
- NSAB રાષ્ટ્રીય સુરક્ષા પરિષદને બાહ્ય જોખમો, આંતરિક સ્થિરતા અને ઊભરતા પડકારો પર સલાહ આપે છે. તે સ્વતંત્ર અને લાંબાગાળાનું વિશ્લેષણ પૂરું પાડે છે અને નીતિ વિકલ્પોની ભલામણ કરે છે.
- NSAB એ પરમાણુ નીતિ (2001) અને રાષ્ટ્રીય સુરક્ષા સમીક્ષા (2007)માં યોગદાન આપ્યું છે.
- NSAB નું નેતૃત્વ એક અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે જે સામાન્ય રીતે ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારી હોય છે. તેમાં રાજદ્વારી, લશ્કરી, શિક્ષણ, અર્થશાસ્ત્ર તથા વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રોના સભ્યોનો સમાવેશ થાય છે.
- NSAB માં સભ્યોની સંખ્યા નિશ્ચિત નથી, જેનાથી રાષ્ટ્રીય સુરક્ષા જરૂરિયાતોને આધારે તેની રચનામાં સુગમતા મળે છે. બોર્ડના સભ્યોની નિમણૂક બે વર્ષની મુદત માટે કરવામાં આવે છે.
# સુપ્રીમ કોર્ટે ડિજિટલ એક્સેસને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપી
POLITY
- 30 એપ્રિલ, 2025ના રોજ આપેલા એક સીમાચિન્હરૂપ ચુકાદામાં ભારતની સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણના અનુચ્છેદ-21ના અર્થઘટનનો વિસ્તાર કર્યો છે. અને જાહેર કર્યું છે કે ડિજિટલ એક્સેસનો અધિકાર જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારોનો આંતરિક ઘાતક છે.
- આ નિર્ણય રાજ્યને એક સમાવિષ્ટ ડિજિટલ ઈકોસિસ્ટમ સુનિશ્ચિત કરવાનો આદેશ આપે છે. ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને નબળા જૂથો માટે વિકલાંગ વ્યક્તિઓ, ગ્રામીણ વસતી, વરિષ્ઠ નાગરિકો અને અથિક રીતે નબળા વર્ગોનો સમાવેશ થાય છે.
- આ ચૂકાદો વિકલંગતાને કારણે ડિજિટલ KYC પ્રક્રિયા પૂર્ણ કરવામાં પડકારોનો સામનો કરી રહેલા વ્યક્તિઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓના જવાબમાં આપવામાં આવ્યો છે.
કેસની પૃષ્ઠભૂમિ
- આ ચૂકાદો બે જાહેર હિતની અરજીઓ (PIL) પરથી આવ્યો હતો.
- પ્રજ્ઞા પ્રસૂન વિરુધ્ધ ભારત સંઘ
- એસિડ હુમલાથી બચી ગયેલા મહિલા દ્વારા દાખલ કરાયેલ કેસ, જેમના ચહેરા પર ગંભીર ખામી હતી અને લાઈવ ફોટોગ્રાફ માટે ઝબકવાની જરૂરિયાતને કારણે તે e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકી ન હતી.
- અમર જૈન વિરુધ્ધ ભારત સંઘ
- એક દ્રષ્ટિહીન વ્યક્તિ દ્વારા દાખલ કરાયેલ અરજી, જેમને ડિજિટલ KYC પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં અવરોધોનો સામનો કરવો પડયો હતો, જેમ કે સેલ્ફી લેવા અને ટૂંકા ગાળાના OTP હેન્ડલ કરવા.
- પ્રજ્ઞા પ્રસૂન વિરુધ્ધ ભારત સંઘ
- આ બંને અરજદારોએ દલીલ કરી હતી કે હાલની KYC પ્રક્રિયાઓ ભેદભાવપૂર્ણ છે અને વિકલંગતાઓના અધિકારો અધિનિયમ 2016 અને બંધારણ હેઠળ તેમના અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
સુપ્રીમ કોર્ટના અવલોકનો
- મૂળભૂત અધિકાર તરીકે ડિજિટલ એક્સેસ
- સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સમકાલીન યુગમાં આવશ્યક સેવાઓ – શાસન, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને આર્થિક તકોની પહોંચ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા વધુને વધુ મધ્યસ્થી થઈ રહી છે.
- આથી અનુચ્છેદ-21 હેઠળ જીવનના અધિકારનું પુર્નઅર્થઘટન કરવું જોઈએ જેથી ડિજિટલ એક્સેસનો અધિકાર શામેલ થઈ શકે છે.
- રાજ્યની જવાબદારી
- અનુચ્છેદ-21 હેઠળ રાજ્યની જવાબદારીઓ, જે અનુચ્છેદ-14 (કાયદા સમક્ષ સમાનતા), અનુચ્છેદ-15 (કાયદાનું સમાન રક્ષણ) અને અનુચ્છેદ-38 (લોક કલ્યાણની વૃધ્ધિ માટે રાજ્યએ સર્જવાની સામાજિક વ્યવસ્થા) સાથે જોડાયેલી છે.
- ડિજિટલ વિભાજનને દૂર કરવું
- સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડિજિટલ વિભાજનને દૂર કરવું હવે નીતિગત વિવેકબુધ્ધિની બાબત નથી.
- પરંતુ ગૌરવ, સ્વાયત્તા અને જાહેર જીવનમાં સમાન ભાગીદારીનું જીવન સુરક્ષિત કરવા માટે બંધારણીય આવશ્યકતા બની ગઈ છે.
કોર્ટ દ્વારા જારી કરાયેલા નિર્દેશો
- ડિજિટલ પ્રક્રિયાઓમાં સમાવેશકતા સુનિશ્ચિત કરવા માટે શ્રેણીબધ્ધ નિર્દેશો જારી કર્યા હતા.
- e-KYC ધોરણોનું પુનરાવર્તન: RBI અને અન્ય નિયમનકારી સંસ્થાઓએ ચહેરાની વિકૃતિઓ અને દ્રષ્ટિંની ક્ષતિઓ સહિત વિકલાંગ વ્યક્તિઓને સમાવવા માટે ડિજિટલ KYC ધોરણોમાં સુધારો કરવો જોઈએ.
- વૈકલ્પિક પ્રમાણીકરણ પધ્ધતિઓ: KYC પ્રક્રિયાઓ દરમિયાન ‘જીવંતતા’ ચકાસવા માટે વૈકલ્પિક પધ્ધતિઓ વિકસાવો, જેમ કે વોઈસ આધારિત પ્રમાણીકરણ અથવા મેન્યુઅલ અથવા મેન્યુઅલ ચકાસણી જે પરંપરાગત પધ્ધતિઓ જેમ કે બ્લિંકિંગથી આગળ વધે છે.
- સુલભ ડિજિટલ ઈન્ટરફેસ: ખાતરી કરો કે બધા સરકારી પોર્ટલ, લર્નિંગ પ્લેટફોર્મ અને નાણાકીય ટેકનોલોજી સેવાઓ સહાયક ટેકનોલોજી સાથે સુસંગત રહેવા માટે વેબ કન્ટેન્ટ એક્સેસિબિલિટી માર્ગદર્શિકા (WCAG)નું પાલન કરે છે.
- વિસ્તૃત OTP અવધી: દ્રષ્ટિંિ ક્ષતિ ધરાવતી વ્યક્તિઓને સુવિધા આપવા માટે OTP માટે લાંબી માન્યતા અવધી પ્રદાન કરે છે.
- સ્ટાફ તાલીમ: વિકલાંગ વ્યક્તિઓને e-KYC પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં મદદ કરવા માટે બેંક અને સરકારી કર્મચારીઓને તાલીમ આપો.
- પ્રાદેશિક ભાષા સપોર્ટ: ભાષાકીય લઘુમતીઓને સમાવવા માટે પ્રાદેશિક ભાષાઓમાં ડિજિટલ સામગ્રી પ્રદાન કરો.
- નોડલ અધિકારીઓની નિમણૂક: દરેક વિભાગે ડિજિટલ સુલભતા પાલન માટે જવાબદાર નોડલ અધિકારીની નિમણૂક કરવી આવશ્યક છે.
- સમયાંતરે સુલભતા ઓડિટ: સુલભતા ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા માટે પ્રમાણિત વ્યાવસાયિકો દ્વારા નિયમિત સુલભતા ઓડિટનો આદેશ આપો.
# Green Hydrogen Certification Scheme of India (GHCI)
GOVERNMENT POLICIES
Ministry of New and Renewable Energy (MNRE)એ National Green Hydrogen Mission (NGHM) હેઠળ Green Hydrogen Certification Scheme of India (GHCI) શરૂ કરી છે.
- Green Hydrogen (GH) ઉત્પાદનને પ્રમાણિત કરવા અને પારદર્શિતા (Transparency), Traceability અને Market Credibility સુનિશ્ચિત કરવા માટે એક મજબૂત માળખું બનાવવા માટેની આ પહેલ છે.
- ઉદ્દેશ્ય: ભારતમાં Green Hydrogen Market ને પ્રોત્સાહન આપવું, જે જે નવીનીકરણીય ઉર્જા (Renewables)માંથી મેળવાય છે જેથી કાર્બન ઉત્સર્જન ઘટાડી શકાય, નિકાસ વધારી શકાય અને ઊર્જા-સઘન ક્ષેત્રોને ઇંધણ અપનાવવા માટે પ્રોત્સાહિત કરી શકાય.
- નિકાસ માટે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટે Kandla, Paradip, અને Tuticorin જેવા આંતરરાષ્ટ્રીય બંદર શહેરોને મુખ્ય કેન્દ્રો તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
- તે ગ્રીનવોશિંગને અટકાવશે, જ્યાં કંપનીઓ ખોટા અથવા અતિશયોક્તિપૂર્ણ દાવાઓ દ્વારા પોતાને Eco-Friendly તરીકે રજૂ કરે છે.
- Certification Process: પાલન સુનિશ્ચિત કરવા માટે (Ensure Compliance) Bureau of Energy Efficiency (BEE) Accredited Carbon Verification (ACV) Agency દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે.
- આ પ્રમાણપત્ર Non-Transferable, Non-Rradeable છે, અને Emission Reduction Credits નો દાવો કરવા માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી.
- BEE એ CCTS હેઠળ ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરતા મુશ્કેલ-થી-ઘટાડનારા (Hard-to-Abate) ક્ષેત્રો (દા.ત., સિમેન્ટ) માટે ઓફસેટ મિકેનિઝમની પણ જાહેરાત કરી છે, જેથી તેઓ ક્રેડિટ કમાઈ શકે અને વેપાર કરી શકે.
- Applicability: પ્રમાણપત્ર યોજના ફક્ત વિદ્યુત વિચ્છેદન-વિશ્લેષણ (Electrolysis) અથવા બાયોમાસના રૂપાંતરથી ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન પર લાગુ પડે છે.
# Vizhinjam Port
NATIONAL NEWS
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઈ મોદીએ કેરળના Vizhinjam, Thiruvananthapuramમાં સ્થિત ‘Vizhinjam Port‘નું ઉદઘાટન કર્યું છે, જે ભારતના દરિયાઈ માળખાગત સુવિધામાં એક મુખ્ય સીમાચિન્હરૂપ છે.
Vizhinjam Port વિશે
- સ્થાન: તે કેરળના તિરુવનંતપુરમ જિલ્લાના દરિયાકાંઠાના શહેર વિઝિંજામ ખાતે સ્થિત છે.
- તે ભારતનું પ્રથમ સમર્પિત ટ્રાન્સશિપમેન્ટ (Dedicated Transshipment) બંદર છે અને દેશનું પ્રથમ અર્ધ-સ્વચાલિત (Semi-Automated) બંદર પણ છે.
- Public-Private Partnership (PPP) Mode હેઠળ લગભગ ₹8,900 કરોડના ખર્ચે બનેલ આ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવે છે, જેમાં કેરળ સરકારનો બહુમતી હિસ્સો છે.
- Features
- વિઝિંજામ ખાતેનો બ્રેકવોટર ભારતમાં સૌથી ઊંડો છે અને લગભગ ત્રણ કિલોમીટર સુધી ફેલાયેલો છે. તેમાં લગભગ 20 મીટરનો કુદરતી ડ્રાફ્ટ છે.
- તેમાં India’s first home-built, AI-powered Vessel Traffic Management System પણ છે, જે IIT મદ્રાસ સાથે વિકસાવવામાં આવી છે.
- તે ઝડપી અને સુરક્ષિત કામગીરી માટે સંપૂર્ણપણે સ્વચાલિત યાર્ડ ક્રેન્સ અને દૂરસ્થ રીતે સંચાલિત જહાજ-થી-કિનારા (Ship-to-Shore) ક્રેન્સથી સજ્જ છે.
- મોટાભાગના ભારતીય બંદરોથી વિપરીત, વિઝિંજામ દરિયાકાંઠે રેતીની ન્યૂનતમ હિલચાલ (કિનારા તરફનો પ્રવાહ) અનુભવે છે, જે જાળવણી ખર્ચ ઘટાડે છે.
- Importance
- Vizhinjam’s Strategic Location – એક મુખ્ય આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટથી માત્ર 10 nautical miles દૂર – અને કુદરતી રીતે ઊંડા પાણી તેને મોટા કન્ટેનર જહાજોને સમાવવા માટે આદર્શ બનાવે છે.
- અત્યાર સુધી, ભારતના 75% ટ્રાન્સશિપમેન્ટ ટ્રાફિક વિદેશમાં હેન્ડલ કરવામાં આવતો હતો, જેના કારણે Foreign Exchange Losses થતું હતું. વિઝિંજમનો ઉદ્દેશ્ય આ ટ્રાફિકનો નોંધપાત્ર હિસ્સો પાછો મેળવીને તેમાં ફેરફાર કરવાનો છે.
- આ બંદર હવે શાંઘાઈ, સિંગાપોર અને બુસાન જેવા વૈશ્વિક હબ સાથે રૂટ શેર કરે છે.
- વિઝિંજામને Multi-Modal Logistics Hub માં ફેરવવાની પણ યોજના ચાલી રહી છે, જેમાં NH-66 દ્વારા સીધી હાઇવે કનેક્ટિવિટી, કેરળનું પ્રથમ Cloverleaf Interchange અને રાષ્ટ્રીય નેટવર્ક સાથે આગામી રેલ્વે લિંકનો સમાવેશ થશે.
# WAVES 2025 Summit and Orange Economy
ECONOMY
તાજેતરમાં 1 મે, 2025ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહારાષ્ટ્રના મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે WAVES (World Audio Visual and Entertainment Summit) 2025નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. WAVES સમિટમાં ‘Orange Economy’ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
- WAVES 2025માં વિવિધ ક્ષેત્રો આવરી લેવામાં આવ્યા હતા: Films, TV, Radio, Broadcasting, Animation, Gaming, Comics, Advertising, and emerging technologies such as Generative AI, AR/VR/XR, and digital media platforms.
- Launch of WAVES Bazaar: WAVES Bazaar એ એક Global E-Marketplace છે જે Indian Content Creators ને International Markets સાથે જોડવા માટે શરૂ કરવામાં આવ્યું છે, જેનાથી Project Pitching, Funding Access, અને Global Collaboration શક્ય બને છે.
- Funds for Creators Economy: સમિટ પહેલા, કેન્દ્રે ગયા મહિને India’s Emerging Creator Economy ને પ્રોત્સાહન આપવા માટે $1 બિલિયનના ભંડોળની જાહેરાત કરી હતી.
WAVES Summit વિશે
- WAVES (World Audio Visual & Entertainment Summit)એ ભારત સરકાર દ્વારા મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં નવીનતા, નિયમન અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે આયોજિત એક વૈશ્વિક પ્લેટફોર્મ છે.
- Nodal MInistry: Ministry of Information and Broadcasting.
- Tag line for WAVES 2025: “Connecting Creators, Connecting Countries”.
- ઉદ્દેશ્ય: ભારતને Intellectual Property (IP) Creation, Media Innovation, અને Cultural Exchange માટે વૈશ્વિક કેન્દ્ર (Global Hub) તરીકે સ્થાપિત કરવું.
- WAVES ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને સર્જનાત્મક ક્ષમતાઓને આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરીને તેની નરમ શક્તિને મજબૂત બનાવે છે.
Orange Economy શું છે?
- Orange Economy, જેને Creative Economy પણ કહેવાય છે, તે Culture, Creativity, અને Intellectual Property (IP) દ્વારા સંચાલિત આર્થિક પ્રવૃત્તિઓનો સંદર્ભ આપે છે.
- તેમાં Art, Music, Cinema, Design, Software, Fashion, Gaming, અને Digital Media જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
- વૈશ્વિક સ્તરે, Orange Economy ને રોજગાર ઉત્પન્ન કરનાર અને Knowledge Economy માં સમાવિષ્ટ વૃદ્ધિ (Inclusive Growth)ના સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે.
India’s Potential in the Orange Economy
- Rising Consumption of Indian Content: ભારતીય ફિલ્મો, વેબ સિરીઝ અને સંગીત પ્રત્યે વૈશ્વિક સ્તરે લોકોની રુચિ વધી રહી છે, જે હવે વિશ્વભરમાં સબટાઈટલ સાથે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.
- પ્રધાનમંત્રીએ “Make in India” to “Create in India, Create for the World” તરફ પરિવર્તનને પ્રોત્સાહન આપ્યું.
- Employment and Economic Value: ભારતીય મીડિયા અને મનોરંજન ક્ષેત્રનું મૂલ્ય હાલમાં $28 બિલિયન છે, અને 2028 સુધીમાં $44.2 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે.
- Creative Economy ભારતના લગભગ 8% કાર્યબળને રોજગારી આપે છે, જે તેને National Economy માં મુખ્ય ફાળો આપનાર બનાવે છે.
- Supportive Policy: ભારત સરકાર IP Reforms, Anti-Piracy Initiatives, અને Global Partnerships દ્વારા સર્જનાત્મક ક્ષેત્રને સક્રિયપણે ટેકો આપી રહી છે.
- Creator’s Economy માટે ભંડોળ ઉપરાંત Indian Institute of Creative Technology (IICT)ની સ્થાપન માટે ₹391 કરોડ પણ મંજૂર કર્યા છે.
- Cultural Ecosystem: ભારતનો 2,000 વર્ષ જૂનો કલાત્મક વારસો જેમ કે ભરત મુનિનું નાટ્ય શાસ્ત્ર, જે કન્ટેન્ટ ક્રિએટર્સની નવી પેઢીઓને પ્રેરણા આપે છે.
- Soft Power and Global Influence: તાજેતરના સમયમાં રાજ કપૂર અને સત્યજીત રેથી લઈને એ.આર. રહેમાન અને એસ.એસ. રાજામૌલી સુધીની ભારતની સર્જનાત્મક પ્રતિભાએ વૈશ્વિક સ્તરે પ્રશંસા મેળવી છે, જેનાથી ભારતની સાંસ્કૃતિક રાજદ્વારી (India’s Cultural Diplomacy) મજબૂત બની છે.
- WAVES જેવી ઘટનાઓ ભારતીય મૂલ્યો, કથાઓ અને કલાત્મક વિવિધતાને વિશ્વમાં નિકાસ કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.
# World Press Freedom Index 2025
REPORT
તાજેતરમાં Reporters Without Borders દ્વારા ‘World Press Freedom Index 2025’ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો.
- આ ઈન્ડેક્સમાં કુલ 180 દેશોમાં ભારત 151મા ક્રમે છે. 2025માં પ્રસિધ્ધ થયેલા આ ઈન્ડેક્સમાં નોર્વે પ્રથમ ક્રમે છે.
- નોર્વે સતત નવમા વર્ષે આ ઈન્ડેક્સમાં પ્રથમ ક્રમે છે. નોર્વે બાદ એસ્ટોનિયા બીજા ક્રમે અને નેધરલેન્ડ ત્રીજા ક્રમે છે. આ યાદીમાં એરિટ્રિયા અંતિમ 180માં ક્રમે છે.
- 2024માં ભારત 159માં ક્રમે હતું અને 2023માં 161મા ક્રમે હતું.
World Press Freedom Index 2025 Rank
Rank | Country | Global Score |
1 | નોર્વે | 92.31 |
2 | ઓસ્ટેનિયા | 89.46 |
3 | નેધરલેન્ડ | 88.64 |
4 | સ્વીડન | 88.13 |
5 | ફીનલેન્ડ | 87.13 |
149 | બાંગ્લાદેશ | 33.71 |
151 | ભારત | 32.96 |
152 | ભૂટાન | 32.62 |
158 | પાકિસ્તાન | 29.62 |
169 | મ્યાનમાર | 25.62 |
175 | અફઘાનિસ્તાન | 17.88 |
178 | ચીન | 14.8 |
180 | એરિટ્રિયા | 11.32 |
World Press Freedom Index વિશે
- આ RSF દ્વારા વાર્ષિક ધોરણે પત્રકારોની મુક્ત અને સ્વતંત્ર રીતે કામ કરવાની અને રિપોર્ટ કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરીને સંકલિત કરવામાં આવે છે.
- RWB પાંચ સૂચકાંકોના આધારે દેશોમાં પ્રેસ સ્વતંત્રતાનું મૂલ્યાંકન કરે છે.
- Political context
- Economic context
- Legislative framework
- Social environment
- Security situation
# Global Wind Report
REPORT
તાજેતરમાં Global Wind Energy Council (GWEC) દ્વારા ‘Global Wind Report’ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે પવન ઉર્જા ક્ષેત્ર સ્વચ્છ ઉર્જાની વૈશ્વિક માંગને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યું છે.
રિપોર્ટના મુખ્ય મુદ્દાઓ
- Global Wind Energy Council’s (GWEC) Global Wind Report 2025 ચેતવણી આપે છે કે Projected Wind Capacity 2030ના લક્ષ્યાંકોના માત્ર 77% પૂર્ણ કરશે, જે Net-Zero અને Paris Agreement લક્ષ્યોને 2°C (Preferably 1.5°C) થી નીચે તાપમાન મર્યાદિત કરવા માટે જોખમમાં મૂકે છે.
- 2024માં ચીને વૈશ્વિક સ્તરે 117 GW નવી પવન ક્ષમતા ઉમેરવામાં આવી, જે 2023માં 116.6 GW થી થોડી વધારે છે, જેનાથી કુલ વૈશ્વિક ક્ષમતા 1,136 GW થઈ ગયા છે.
- 2024માં ચીને વૈશ્વિક પવન બજારનું નેતૃત્વ કર્યું, નવી ક્ષમતાઓમાં 70% યોગદાન આપ્યું હતું. ત્યારબાદ અમેરિકા, બ્રાઝિલ, ભારત અને જર્મની અન્ય ટોચના બજારો તરીકે ઊભરી આવે છે.
- આફ્રિકા અને મધ્યપૂર્વ દરિયા કિનારાની પવન ક્ષમતા બમણી થઈ છે, જ્યારે ઓફશોર ક્ષેત્ર માત્ર 8 GW ઉમેર્યુ છે, જે 2023થી 26% ઘટાડો દર્શાવે છે.
- challenges
- Policy and Regulatory Issues: મુખ્ય બજારોમાં અસ્થિરતા, પ્રોજેક્ટ પરવાનગીમાં વિલંબ.
- Infrastructure Gaps: ગ્રીડ અપગ્રેડમાં ઓછું રોકાણ.
- Financial and Market Pressures: ફુગાવો અને ઊંચા વ્યાજ દરો, વેપાર સંરક્ષણવાદ અને બિનઅસરકારક નવીનીકરણીય ઊર્જા હરાજી પ્રણાલીઓ
# ભારતનો પ્રથમ આંતર-રાજ્ય ચિત્તા સંરક્ષણ કોરિડોર
NATIONAL NEWS
તાજેતરમાં રાજસ્થાન મધ્યપ્રદેશ સાથે ભારતના પ્રથમ આંતર-રાજ્ય ચિત્તા સંરક્ષણ કોરિડોરમાં જોડાવા માટે સંમત થયું છે.
ચિત્તા સંરક્ષણ કોરિડોર વિશે
- ભારતના વન્યજીવ સંરક્ષણ પ્રયાસોના ભાગરૂપે ચિત્તા કોરિડોર સ્થાપિત કરવામાં આવી રહ્યો છે.
- આ પહેલનો હેતુ ચિત્તાઓને વિવિધ પ્રદેશોમાં ખસેડવાની સુવિધા આપવાનો છે, જેનાથી તેમના કુદરતી નિવાસસ્થાનનો વિકાસ થાય. આ કોરિડોરનો કુલ વિસ્તાર 17,000 ચોરસ કિ.મી. છે, જેમાંથી 10,500 ચોરસ કિ.મી. મધ્યપ્રદેશમાં અને 6,500 ચોરસ કિ.મી. રાજસ્થાનમાં ફેલાયેલો છે.
- ભવિષ્યમાં આ કોરિડોરમાં ઉત્તરપ્રદેશના ઝાંસી અને લલિતપુરના જંગલ વિસ્તારનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ છે. આ કોરિડોરમાં મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં આવેલ કુનો રાષ્ટ્રીય ઉદ્યાન મુખ્ય સ્થળ તરીકે સામેલ છે, જ્યાં ચિત્તા પુન:પ્રવેશ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.
- તે શાહબાદ સંરક્ષણ અભયારણ્ય, શેરગઢ વન્યજીવન અભયારણ્ય, મુકુન્દ્ર વન્યજીવન અભયારણ્ય, ગાંધીસાગર વન્યજીવન અભયારણ્ય, માધવ રાષ્ટ્રીય ઉદ્યાન અને રણથંભોર વાઘ અભયારણ્ય સહિત અનેક સંરક્ષિત વિસ્તારોને એકબીજા સાથે જોડશે.
- મંદસૌર જિલ્લામાં ચંબલ નદીના કિનારે સ્થિત ગાંધીસાગર અભયારણ્યને મધ્યપ્રદેશમાં ચિત્તાઓ માટે બીજા નિવાસસ્થાન વિકસાવવા માટે પસંદ કરવામાં આવ્યું છે.
- રાજસ્થાનના કોટા, બુંદી, બારન, ઝાલાવાડ, સવાઈ માધોપુર, કરૌલી અને ચિત્તોડગઢ જેવા જિલ્લાઓનો આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
- આ પ્રોજેક્ટને National Tiger Conservation Authority (NTCA) અને Wildlife Institute of India (WII) તરફથી ટેકનિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
One-Liner Current Affairs
- તાજેતરમાં ગાઝિયાબાદે ભારતના પ્રથમ સર્ટિફાઈડ ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જારી કરીને શહેરી ટકાઉપણામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યુ છે. સ્વચ્છ ભારત મિશન – શહેરી હેઠળ Tertiary Sewage Treatment Plant (TSTP)ના નિર્માણ માટે ભંડોળ પૂરું પાડવા માટે આ બોન્ડ દ્વારા ₹150 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા.
- Tertiary Sewage Treatment Plant ગંદા પાણીને શુધ્ધ કરવા માટે Microfiltration, Ultrafiltration, Nanofiltration, અને Reverse Osmosis (RO) જેવી અદ્યતન Membrane Filtration Technologies નો ઉપયોગ કરે છે.
- આ પ્લાન્ટની ટ્રીટમેન્ટ ક્ષમતા 40 મિલિયન લિટર પ્રતિ દિવસ (MLD) છે અને તે 95 કિ.મી. પાઈપલાઈન નેટવર્ક સાથે જોડાયેલ છે. તે 1400થી વધુ ઔદ્યોગિક એકમોને ટ્રીટેડ પાણી પૂરું પાડે છે, જે તાજા પાણીના સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડે છે.
- તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે મહાન મરાઠા યોધ્ધા શ્રી રઘુજી ભોંસલેની પ્રતિસ્થિત તલવાર પાછી મેળવી છે.
- લંડનના સોથેબી દ્વારા આયોજિત હરાજીમાં મહારાષ્ટ્ર સરકારે લગભગ 47.15 લાખમાં તલવાર ખરીદી હતી.
- તાજેતરમાં ઝારખંડના વન અધિકારીઓના વર્ષોના પ્રયાસોને સફળતા મળી છે. ઝારખંડનું ‘જયગીર’ ગામ પલામુ ટાઈગર રિઝર્વના મુખ્ય વિસ્તારના બહાર સંપૂર્ણપણે સ્થળાંતરિત થનાર પ્રથમ ગામ બન્યું છે.
- પલામુ ટાઈગર રિઝર્વ છોટાનાગપુર ઉચ્ચપ્રદેશના પશ્ચિમ ભાગમાં સ્થિત છે અને ઝારખંડના લાતેહાર અને ગઢવા જિલ્લામાં ફેલાયેલું છે.
- તે કુલ 1,014 ચોરસ કિલોમીટરને આવરી લે છે, જેમાં 414 ચોરસ કિલોમીટર મુખ્ય અને 600 ચોરસ કિલોમીટર બફર છે. તે ભારત સારક દ્વારા 1973માં શરૂ કરાયેલા સંરક્ષણ કાર્યક્રમ હેઠળ સ્થાપિત પ્રથમ 9 વાઘ અભ્યારણ્યોમાંનું એક હતું.
- ગુજરાતના 65મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતા.
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ₹644.72 કરોડના વિવધ 85 જેટલા વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહુર્ત કર્યું હતું. આ ઉપરાંત ₹5.05 કરોડના ખર્ચે નિર્માણ થયેલ પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરીનું લોકાર્પણ કર્યું હતું. તેમજ ગુજરાત પોલીસ એક્સપો – 2025 અંતર્ગત યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.
- આ ઉપરાંત પંચામૃત ડેરી ખાતે યુ. એચ. ટી. દૂધ બનાવટના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહુર્ત તેમજ ગૌશટ સેફટ શોર્ટેડ સીમેન ટેકનોલોજીના મશીનનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
- AI કિરણ એ ભારતમાં Artificial Intelligance (AI)માં મહિલા નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ એક રાષ્ટ્રીય ચળવળ છે.
- 2027 સુધીમાં દેશનું AI બજાર 17 બિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે, તેથી આ પહેલનો ઉદ્દેશ્ય આ ઝડપથી વિકસતા ક્ષેત્રમાં લિંગ અસમાનતા દૂર કરવાનો છે. તેનું ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલય, વેરિક્સ (બ્લોકચેન – સંચાલિત ઓળખપત્ર પ્લેટફોર્મ) અને INK મહિલા દ્વારા સહ-નેતૃત્વ કરવામાં આવે છે.
- Indian National Space Promotion and Authorisation Centre (IN-SPACe)એ Satellite Bus as a Service (SBaaS) નામની નવી પહેલ રજૂ કરી છે. આ પહેલનો ઉદ્દેશ્ય ભારતમાં ખાનગી કંપનીઓને Satellite-Bus Platforms ડિઝાઈન અને વિકાસ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
- ધ્યેય આયાત પર નિર્ભરતા ઘટાડવાનો (Reduce Import Dependence) અને ભારતીય અવકાશ ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન (Encourage Innovation) આપવાનો છે. તે ભારતને Small Satellite-Bus and Hosted-Payload Services માટે વૈશ્વિક સેવ પ્રદાતા બનાવવામાં મદદ કરશે.
- સેટેલાઈટ બસ એ મોડ્યુલર માળખું છે જે ઉપગ્રહોનો મુખ્ય ભાગ બનાવે છે. તે ઉપગ્રહોના સંચાલન માટે જરૂરી આવશ્યક સિસ્ટમોનો સપોર્ટ કરે છે. આ પ્રમાણિત ડિઝાઈન ઉપગ્રહ મિશનમાં વૈવિધ્યતાને મંજૂરી આપે છે.
- 30 એપ્રિલ, 2025ના રોજ વિયેતનામના યુધ્ધના 50 વર્ષ પૂર્ણ થયા છે. આ યુધ્ધ સમાપ્ત પછી પણ લાખો વિયેતનામી લોકો ‘Agent Orange’ની લંબાગાળાની અસરોથી પીડાય છે.
- Agent Orange એક શક્તિશાળી હર્બિસાઈડ હતું જેનો ઉપયોગ 1962-1971માં વિયેતનામ યુધ્ધ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા કરવામાં આવતો હતો.
- તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA)એ આગામી વસતી ગણતરીમાં જાતિ ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે.