Daily Current Affairs 01-07 June 2025: List of Important Days
CALENDAR
- 01 June 2025
- World Milk Day
- સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 જૂનના રોજ World Milk Day ઉજવવામાં આવે છે.
- આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ડેરી ક્ષેત્રના વિકાસ, દૂધ ઉત્પાદન પ્રવૃત્તિઓ અને દૂધના પોષક મૂલ્યોના મહત્વને પ્રોત્સાહન આપવાનો છે.
- સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) દ્વારા 2001થી દર વર્ષે 1 જૂને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
- Global Day of Parents
- દર વર્ષે 1 જૂનના રોજ Global Day of Parents ઉજવવામાં આવે છે.
- 2012માં United Nations General Assembly (UNGA) દ્વારા આ દિવસ નિયુક્ત કરવામાં આવ્યો હતો.
- Global Day of Parents 2025 થીમ: “Raising Parents”.
- World Milk Day
- 02 June 2025
- International Sex Workers’ Day
- વિશ્વભરમાં 2 જૂનના રોજ International Sex Workers’ Day ઉજવવામાં આવે છે, જે વિશ્વભરમાં સેક્સ વર્કર્સ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને શોષણ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે.
- સૌપ્રથમ ઉજવણી: 2 જૂન, 1975
- Telangana Formation Day
- International Sex Workers’ Day
- 03 June 2025
- World Bicycle Day
- સમગ્ર વિશ્વમાં રોજીંદા સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે 3 જૂનના રોજ ‘World Bicycle Day‘ ઉજવવામાં આવે છે.
- સૌપ્રથમ ઉજવણી: 3 જૂન, 2018
- એપ્રિલ, 2018માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં આ દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી.
- આ અંતર્ગત 3 જૂન, 2025ના રોજ આઠમા World Bicycle Dayની ઉજવણી કરવામાં આવી હતી.
- 1 જૂન, 2025ના રોજ Fit India Sundays on Cycleની 25મી આવૃત્તિને સમગ્ર ભારતમાં Tiranga Cycle Rally તરીકે ઉજવવામાં આવી.
- Union Minister for Youth Affairs and Sports ડૉ. મનસુખ માંડવિયાએ અહીંના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમમાં 1500 થી વધુ સાયકલ સવારોનું નેતૃત્વ કર્યું હતું.
- તેમની સાથે રમતગમત સચિવ શ્રી હરિ રંજન રાવ, રમતગમતના દિગ્ગજ ઓલિમ્પિક ચંદ્રક વિજેતા યોગેશ્વર દત્ત, ક્રિકેટર સબા કરીમ, કુસ્તીબાજ સરિતા મોર, બોલીવુડ અભિનેત્રી શર્વરી અને ભારતીય સાયકલિંગ ટીમ પણ હતી.
- ભારતીય અભિનેત્રી શર્વરી વાઘને ‘Young Fit India Icon’ title થી સન્માનિત કરવામાં આવ્યા છે.
- World Bicycle Day 2025 થીમ: “Cycling for a Sustainable Future.”
- World Bicycle Day
- 04 June 2025
- International Day of Innocent Children Victims of Aggression
- દર વર્ષે 4 જૂનના રોજ ‘International Day of Innocent Children Victims of Aggression‘ ઉજવવામાં આવે છે.
- આ દિવસની જાહેરાત 19 ઓગસ્ટ, 1982ના રોજ પેલેસ્ટાઈન પર સંયુક્ત રાષ્ટ્રના કટોકટી વિશેષ સત્ર દરમિયાન કરવામાં આવી હતી.
- International Day of Innocent Children Victims of Aggression
- 05 June 2025
- World Environment Day
- સમગ્ર વિશ્વમાં 5 જૂનના રોજ પર્યાવરણના સંરક્ષણ અને સુરક્ષા માટે ‘World Environment Day‘ ઉજવવામાં આવે છે.
- 1987થી ‘World Environment Day’ની ઉજવણી જુદા-જુદા યજમાન પદ હઠળ કરવામાં આવે છે.
- આ અંતર્ગત 2025ના ‘World Environment Day’ની ઉજવણીનો યજમાન દેશ South Korea (Republic of Korea) છે.
- પ્રધાનમંત્રી ‘અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ’ના ભાગ રૂપે એક પેડ મા કે નામ પહેલ હેઠળ વડ (Banyan)નો છોડ રોપશે.
- આ દિવસની સ્થાપના 1972માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી, જે ‘Stockholm Conference on the Human Environment’ના ઉદઘાટન દિવસ સાથે સુસંગત હતી.
- સૌપ્રથમ ઉજવણી: 5 જૂન, 1973
- આ કાર્યક્રમનું નેતૃત્વ 1973માં તેની સ્થાપનાથી United Nations Environment Programme (UNEP) દ્વારા કરવામાં આવી રહ્યું છે.
- World Environment Day 2025 થીમ: “Beat Plastic Pollution”.
- World Environment Day
- 07 June 2025
- World Food Safety Day
- દર વર્ષે સમગ્ર વિશ્વમાં 7 જૂનના રોજ World Food Safety Day ઉજવવામાં આવે છે.
- સૌપ્રથમ ઉજવણી: 7 જૂન, 2019
- World Food Safety Day 2025 થીમ: “Food Safety: Science in Action”
- World Food Safety Day
Table of Contents
Daily Current Affairs 01-07 June 2025
# Nomadic Elephant Exercise
DEFENCE
ભારત-મંગોલિયા સંયુક્ત લશ્કરી કવાયત ‘નોમેડિક એલિફન્ટ’ની 17મી આવૃત્તિ 31 મે – 13 જૂન, 2025 દરમિયાન ઉલાનબાતાર, મંગોલિયામાં યોજાવાની છે.
- આ એક દ્વિપક્ષીય વાર્ષિક લશ્કરી કવાયત છે જે 2006થી ભારત અને મંગોલિયામાં વારાફરતી યોજાઈ રહી છે. છેલ્લી આવૃત્તિ ઉમરોઈ, મેઘાલયમાં (જુલાઈ 2024) યોજાઈ હતી.
- ભારતીય ટુકડીમાં 45 જવાનોનો સમાવેશ થાય છે, જે મુખ્યત્વે અરુણાચલ સ્કાઉટ્સ બટાલિયનના છે.
- તેનો ઉદ્દેશ્ય United Nations Mandate – Chapter VII હેઠળ Semi-Urban/Mountainous Terrain માં અર્ધ-પરંપરાગત કામગીરી (Semi-Conventional Operations) માટે આંતર-કાર્યક્ષમતા વધારવાનો છે.
- UN Chapter VII આંતરરાષ્ટ્રીય શાંતિ અમલીકરણ માટે લશ્કરી/બિન-લશ્કરી કાર્યવાહી (પ્રતિબંધો, નાકાબંધી, ટુકડી તૈનાત) ને અધિકૃત કરે છે.
- ભારત મંગોલિયા દ્વારા આયોજિત બહુરાષ્ટ્રીય શાંતિ રક્ષા ‘Exercise Khaan Quest’માં પણ સક્રિયપણે ભાગ લે છે.
# 78th World Health Assembly (WHA)
SCIENCE & TECHNOLOGY
- તાજેતરમાં સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં 78મી ‘World Health Assembly‘ યોજાઈ હતી.
- World Health Assembly 2025ની થીમ ‘One World for Health’ હતી.
- સભ્ય દેશોએ આરોગ્યના તમામ ક્ષેત્રોમાં આશરે 75 વસ્તુઓ અને પેટા વસ્તુઓ પર વિચારણા કરી હતી અને ચર્ચામાં ભાગ લીધો હતો. અને તમામ માટે સુધારવા માટે પરિણામલક્ષી ઠરાવ અપનાવ્યા હતા.
- World Health Organization (WHO)એ તેની 78th World Health Assembly માં Article 19 of the WHO Constitution હેઠળ Global Pandemic Agreement અપનાવ્યો છે, જેનો ઉદ્દેશ્ય આરોગ્ય સુરક્ષાને મજબૂત બનાવવા અને સમાન રોગચાળાના પ્રતિભાવો સુનિશ્ચિત કરવાનો છે.
- 2003ના તમાકુ નિયંત્રણ પરના ફ્રેમવર્ક કન્વેન્શન પછી તે બીજું કાનૂની દસ્તાવેજ છે.
WHO મહામારી કરારના મુખ્ય મુદ્દાઓ
- મે, 2026 સુધીમાં મુખ્ય પધ્ધતિઓને અંતિમ સ્વરૂપ આપવાની સંપૂર્ણ અમલીકરણની રાહ જોવાઈ રહી છે. ત્યારબાદ તેને અમલમાં મૂકવા માટે ઓછામાં ઓછા 60 દેશો દ્વારા બહાલી આપવામાં આવશે.
- WHO બંધારણની કલમ 19 હેઠળ આ માત્ર બીજો આંતરરાષ્ટ્રીય કરાર છે. આ અગાઉ પ્રથમ WHO ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ટોબોકો કંટ્રોલ (2003) હતું.
- આ કરારનો ઉદ્દેશ્ય વૈશ્વિક મહામારીના નિવારણ, તૈયારી અને પ્રતિભાવને મજબૂત બનાવવાનો છે.
- આગામી વર્ષ દરમિયાન સભ્ય દેશો Pathogen Access and Benefit-Sharing (PABS) પર પરામર્શ કરીને ઠરાવ પર નિર્માણ કરશે.
World Health Assembly (WHA)
- વિશ્વ આરોગ્ય સભા અથવા વર્લ્ડ હેલ્થ એસેમ્બલી (WHA)એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની નિર્ણય લેતી સંસ્થા છે.
- તે તમામ WHO સભ્ય દેશોના પ્રતિનિધિનું બનેલું છે.
- નીતિઓ નક્કી કરવા, બજેટ મંજૂર કરવા અને કાર્યક્રમોની સમીક્ષા કરવા માટે એસેમ્બલી દર વર્ષે મળે છે. તે દર વર્ષે WHOના મુખ્યાલય સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે યોજાઈ છે.
- વિશ્વ આરોગ્ય સભાના કાર્યો નીચે મુજબ છે:
- WHO ની નીતિઓ અને પ્રાથમિકતા નક્કી કરે છે.
- WHO ના ડાયરેક્ટર જનરલની નિમણૂક કરે છે.
- પ્રસ્તાવિત કાર્યક્રમ બજેટની સમીક્ષા અને મંજૂરી.
- WHO બંધારણના અનુચ્છેદ-19 હેઠળ આંતરરાષ્ટ્રીય સંધિઓ અને કરારો અપનાવે છે.
- વૈશ્વિક આરોગ્ય વલણોનું નિરીક્ષણ કરે છે અને આંતરરાષ્ટ્રીય પ્રતિભાવોનું સંકલન કરે છે.
# DHRUVA પહેલ
GOVERNMENT INITIATIVES
તાજેતરમાં પોસ્ટ વિભાગ દ્વારા ‘DHRUVA પહેલ’ લૉન્ચ કરવામાં આવી હતી.
- DHRUVAનું પૂરું નામ ‘Digital Hub for Reference and Unique Virtual Address’ છે.
- પોસ્ટ વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલ DHRUVA રાષ્ટ્રવ્યાપી (Nationwide) Digital Address Digital Public Infrastructure (DPI) માટે પાયો નાખે છે.
- DHRUVA એ એક Standardized, Geo-Coded, અને Interoperable Digital Address System બનાવવા માટે એક માળખું રજૂ કરે છે.
- તે Address-Related Services ને સરળ બનાવવા અને જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં સરનામાની માહિતીની સુરક્ષિત, સંમતિ-આધારિત શેરિંગ સુનિશ્ચિત કરવા માટે રચાયેલ છે.
- The core of DHRUVA is the Concept of Address-as-a-Service (AaaS) – એક મોડેલ જે Address Data ના Efficient, Secure, અને User-Controlled Management ને સમર્થન આપે છે.
- આ સર્વિસનો હેતુ Service Delivery, Governance, અને Commercial Interactions માટે માટે Backbone તરીકે સેવા આપવાનો છે.
- આ સિસ્ટમ હેઠળ, નાગરિકો, સરકારી સંસ્થાઓ અને વ્યવસાયો ચકાસાયેલ સરનામાં માહિતી (Verified Address Information)ની સુરક્ષિત, સંમતિ-આધારિત અને રીઅલ-ટાઈમ શેરિંગમાં જોડાઈ શકે છે.
# ગોવા ULLAS કાર્યક્રમ હેઠળ સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર બીજું રાજ્ય
NATIONAL NEWS
- તાજેતરમાં ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે ULLAS – નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ (New India Literacy Programme) હેઠળ ગોવા રાજ્યને સત્તાવાર રીતે સંપૂર્ણ સાક્ષર જાહેર કર્યું છે.
- જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020માં કલ્પના કરાયેલ 2030 સુધીમાં સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરવા તરફની ભારતની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિન્હરૂપ છે.
- આ સાથે ગોવા સંપૂર્ણ સાક્ષરતા માટે રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત 95% બેન્ચમાર્કને પાર કરનાર દેશનું બીજું રાજ્ય બન્યું છે. આ જાહેરાત પણજીના દીનાનાથ મંગેશકર કલા મંદિર ખાતે ગોવાના 39મા સ્થાપના દિવસ (30 મે, 2025)ની ભવ્ય ઉજવણી દરમિયાન કરવામાં આવી હતી.
- Periodic Labour Force Survey (PLFS) રિપોર્ટ 2023-24 મુજબ ગોવાનો સાક્ષરતા દર 93.62% હતો, જે પહેલેથી જ દેશમાં સૌથી વધુ છે.
ULLAS – Nav Bharat Saaksharta Karyakram વિશે
- Understanding Lifelong Learning for All in Society (ULLAS)એ 2022-2027 દરમિયાન અમલમાં મુકાયેલી કેન્દ્રિય પ્રાયોજિત યોજના છે.
- NEP 2020 સાથે સંરેખિત આ યોજના, પુખ્ત વયના લોકો (15 વર્ષ અને તેથી વધુ ઉંમરના)ને લક્ષ્ય બનાવે છે જેઓ શાળાએ જઈ શકતા નથી.
- તેનો ઉદ્દેશ્ય 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના એવા પુખ્ત વયના લોકોને સશક્ત બનાવવાનો છે જેઓ યોગ્ય શિક્ષણ મેળવી શક્યા નથી.
- આ યોજનામાં પાંચ ઘટકો છે: Foundational Literacy and Numeracy, Critical Life Skills, Basic Education, Vocational Skills અને Continuing Education.
- ULLAS યોજનાનું વિઝન ભારતને જન જન સાક્ષર બનાવવાનું છે અને તે કર્તવ્ય બોધની ભાવના પર આધારિત છે અને સ્વયંસેવા પર અમલમાં મૂકવામાં આવી રહ્યું છે.
- ULLAS એપ્લિકેશનનો ઉપયોગ શીખનારાઓ અને સ્વયંસેવકોની નોંધણી માટે સ્વ-નોંધણી દ્વારા અથવા સર્વેયર દ્વારા કરી શકાય છે.
- તે NCERTના DIKSHA પોર્ટલ દ્વારા શીખનારાઓ માટે વિવિધ શિક્ષણ સંસાધનોમાં જોડાવા માટે ડિજિટલ ગેટવે તરીકે સેવા આપશે.
# NAKSHA Capacity Building Programme
GOVERNMENT INITIATIVES
ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય (Ministry of Rural Development)નો Department of Land Resources (DoLR) 2 જૂન, 2025થી દેશના પાંચ Centres of Excellence (CoEs)માં NAKSHA (NAtional geospatial Knowledge-based land Survey of urban HAbitations) કાર્યક્રમ હેઠળ ક્ષમતા નિર્માણનો બીજો તબક્કો હાથ ધરશે.
- NAKSHA માં ભાગ લેનારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 160 માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપવા માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમનો પ્રથમ તબક્કો મે 2025માં પૂર્ણ થયો છે.
- તાલીમ કાર્યક્રમના આ તબક્કાનું ઉદ્ઘાટન 2 જૂન 2025ના રોજ સવારે 10:00 વાગ્યે જમીન સંસાધન વિભાગ (Department of Land Resources)ના સચિવ શ્રી મનોજ જોશી દ્વારા વર્ચ્યુઅલી કરવામાં આવશે.
- આ તાલીમ કાર્યક્રમ હેઠળ, 157 શહેરી સ્થાનિક સંસ્થાઓ (Urban Local Bodies) માંથી 304 ULB-સ્તરના અને જિલ્લા અધિકારીઓને નામાંકિત કરવામાં આવ્યા છે.
- આ અધિકારીઓ અસરકારક શહેરી મિલકત સર્વેક્ષણ માટે આધુનિક ભૂ-અવકાશી તકનીકો (Geospatial Technologies)નો ઉપયોગ કરવા માટે વ્યવહારુ તાલીમ મેળવશે. આ તાલીમ 2 જૂન 2025થી નીચેના Centres of Excellence Institutions પર એક અઠવાડિયા માટે યોજાશે:
- Lal Bahadur Shastri National Academy of Administration (LBSNAA), Mussoorie, Uttarakhand
- Yashwantrao Chavan Academy of Development Administration (YASHADA), Pune, Maharashtra
- Northeast Region Centre of Excellence, Guwahati, Assam
- Mahatma Gandhi State Institute of Public Administration (MGSIPA), Chandigarh, Punjab
- Administrative Training Institute (ATI), Mysuru, Karnataka
- આ તાલીમનો ઉદ્દેશ્ય ULB અધિકારીઓ અને ક્ષેત્રીય સ્ટાફને NAKSHA કાર્યક્રમ હેઠળ ઉચ્ચ-ચોકસાઈવાળા જમીન સર્વેક્ષણનું નિરીક્ષણ કરવા માટે જરૂરી ટેકનિકલ અને વ્યવહારુ કૌશલ્યોથી સજ્જ કરવાનો છે.
- મોડ્યુલો પ્રોગ્રામ ફ્રેમવર્ક, GNSS અને ETS-આધારિત સર્વેક્ષણ, Web-GIS એપ્લિકેશન, લેન્ડ પાર્સલ મેપિંગ અને જમીન સર્વેક્ષણના કાનૂની-વહીવટી પાસાઓને આવરી લે છે.
NAKSHA વિશે
- 2031 સુધીમાં ભારતની શહેરી વસ્તી 600 મિલિયનથી વધુ થવાની ધારણા છે, તેથી આધુનિક, ચકાસણીયોગ્ય અને સરળતાથી સુલભ જમીન રેકોર્ડની જરૂરિયાત પહેલા કરતાં વધુ તાકીદની બની ગઈ છે.
- NAKSHA કાર્યક્રમ આ પડકારનો સામનો બોલ્ડ, ટેકનોલોજી-આધારિત અભિગમ સાથે કરે છે.
- NAKSHA કાર્યક્રમ ભારત સરકારના Department of Land Resources (DoLR) દ્વારા Survey of India, NICSI, MPSeDC, અને પાંચ Centres of Excellence સાથે મળીને પાયલોટ પ્રોગ્રામ તરીકે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.
- NAKSHA 27રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 157 શહેરી સ્થાનિક સંસ્થાઓમાં શરૂ કરવામાં આવ્યો છે.
# BharatGen: India’s First AI Multimodal LLM
GOVERNMENT INITIATIVES
BharatGen Summit 2025માં Union Minister of State (IC) for Science & Technology (IC) દ્વારા “BharatGen LLM” લોન્ચ કરવામાં આવ્યું છે.
BharatGen વિશે
- BharatGen ભારતનું પ્રથમ સ્વદેશી રીતે વિકસિત Government-Funded Multimodal Large Language Model (LLM) છે, જે 22 ભારતીય ભાષાઓમાં છે.
- Multimodal LLMs એ વિવિધ ડેટા ટાઈપ્સ (Text, Images, Audio, અને Video) પર તાલીમ પામેલા Large Language Models છે, જે તેમને Interpret Complex Human Language અને Multimedia ને સમજવા અને અર્થઘટન કરવામાં સક્ષમ બનાવે છે.
- તેઓ Multiple Data Forms માં સુસંગત પ્રતિભાવો પ્રદાન કરીને Unimodal Models (such as earlier versions of ChatGPT)ની મર્યાદાઓને દૂર કરે છે.
- IIT Bombay ખાતે IoT અને IoE માટે TIH Foundation દ્વારા અમલમાં મુકાયેલ National Mission on Interdisciplinary Cyber-Physical Systems (NM-ICPS) વિકસાવવામાં આવ્યું.
- NM-ICPS 2018માં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા Cyber-Physical Systems (CPS) અને New-Age Technologiesમાં નવીનતા અને સંશોધન અને વિકાસ (Innovation and R&D)ને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યું હતું.
- ઉદ્દેશ્યો: ભારતીય મૂલ્યોમાં મૂળ Ethical, Inclusive, Multilingual AI ને પ્રોત્સાહન આપવું, Healthcare, Agriculture, Education, અને Governance માં Region-Specific Solutions પૂરા પાડવા અને AI Doctors સાથે સ્થાનિક ભાષાઓ બોલતા Rural Telemedicine ને પ્રોત્સાહન આપવું.
# Khichan and Menar as New Ramsar Sites
ENVIRONMENT
વિશ્વ પર્યાવરણ દિવસ પહેલા ભારતે સત્તાવાર રીતે બે નવી રામસર સાઈટનો સમાવેશ કર્યો છે. આ બે નવી રામસર સાઈટ મેનાર (ઉદયપુર) અને ખીચન (ફલોદી) છે, આ બંને સ્થળ રાજસ્થાનમાં આવેલા છે. આ સાથે ભારતમાં રામસર સાઈટની સંખ્યા 89 થી વધીને 91 થઈ ગઈ છે.
રાજસ્થાનમાં હવે સંભાર તળાવ (નાગૌર અને જયપુર) અને કેઓલાદેવ ઘાના નેશનલ પાર્ક (ભરતપુર) સહિત 4 રામસર સાઈટ્સ છે.
- ખીચન અથવા ખીચાન વેટલેન્ડ રાજસ્થાનના ફલોદી જિલ્લામાં આવેલું છે.
- તે ખાસ કરીને હજારો Migratory Demoiselle Cranes ના આવાસ માટે પ્રખ્યાત છે.
- મેનાર વેટલેન્ડ રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લામાં આવેલું છે.
- તેની સમૃધ્ધ પક્ષીઓની વિવિધતાને કારણે તેને ‘Bird Village’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે 104 હેક્ટર વિસ્તારને આવરી લે છે.
- આ વેટલેન્ડ 200થી વધુ પક્ષીઓની પ્રજાતિઓનું ઘર છે.
- રામસર સંમેલન (Ramsar Convention) વિશે: તે 1971માં ઈરાનના રામસરમાં અપનાવવામાં આવ્યું હતું અને તે Wetland Conservation અને સમજદાર ઉપયોગ માટે વૈશ્વિક માળખું પૂરું પાડે છે. ભારત ૧ ફેબ્રુઆરી, 1982ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું.
- ભારતની સૌથી મોટી રામસર સાઈટ પશ્ચિમ બંગાળનું સુંદરવન છે.
- ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ તમિલનાડુ રાજ્યમાં છે.
- ભારત એશિયામાં સૌથી વધુ રામસર સાઈટ ધરાવતો દેશ છે, યુનાઈટેડ કિંગ્ડમ અને મેક્સિકો પછી વિશ્વમાં ત્રીજા ક્રમે છે.
# Greater Flamingo Sanctuary
ENVIRONMENT
તાજેતરમાં તમિલનાડુ સરકારે રામનાથપુરમ જિલ્લાના ધનુષકોડી ખાતે ગ્રેટર ફ્લેમિંગો અભયારણ્ય (Greater Flamingo Sanctuary)ની સત્તાવાર જાહેરાત કરી છે.
- તે પર્યાવરણીય રીતે સંવેદનશીલ (Ecologically Sensitive) Gulf of Mannar Biosphere Reserve ની અંદર આવેલું છે.
- આ નિયુક્ત વિસ્તાર વિવિધ ઈકોસિસ્ટમ્સનું ઘર છે, જેમાં મેન્ગ્રોવ્સ, રેતીના ટેકરા, કાદવના મેદાનો અને ભેજવાળી જમીનનો સમાવેશ થાય છે.
- તે Central Asian Flyway સાથે એક મહત્વપૂર્ણ Stopover છે.
- આ પગલાનો હેતુ હજારો સ્થળાંતર કરનારા વેટલેન્ડ પક્ષીઓ માટે Central Asian Flyway સાથે એક Critical Stopover Point ને જાળવવાનો છે.
- આ પ્રદેશ Greater and Lesser Flamingos સહિત 128 પક્ષીઓની પ્રજાતિઓને સમર્થન આપે છે.
- આ વિસ્તારમાં વિવિધ ઈકોસિસ્ટમ્સ અને Avicennia અને Rhizophora જેવા મેન્ગ્રોવ જંગલો છે, જે દરિયાકાંઠાને સ્થિર કરે છે અને Fish, Crustaceans, Molluscs, અને Nesting Sea Turtle સહિત દરિયાઈ જીવન માટે રહેઠાણ પૂરું પાડે છે.
Key Facts about Greater Flamingo
- તે એક મોટું ફરતું પક્ષી છે જે તેના વિશિષ્ટ ગુલાબી પીંછા અને અનોખા ખોરાક માટે જાણીતું છે.
- Distribution: તેનો વિસ્તાર આફ્રિકા, પશ્ચિમ એશિયા અને દક્ષિણ યુરોપમાં ફેલાયેલો છે.
- Habitat: તે સામાન્ય રીતે સંવર્ધન ઋતુ (Breeding Season) દરમિયાન Shallow, Saline, Alkaline Wetlands જેમ કે Lakes, Coastal Lagoons, Intertidal Mudflats, અને Saltworks માં જોવા મળે છે.
- Conservation Status of Greater Flamingo
- IUCN: Least concern
- Wild Life Protection Act: Schedule-II
# 2025માં સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો
ECONOMY
- તાજેતરમાં 4 જૂન – 6 જૂન, 2025 દરમિયાન RBI Monetary Policy Committee (MPC)ની બેઠક યોજાઈ હતી.
- RBIના ગવર્નર શ્રી સંજય મલ્હોત્રાએ ત્રણ દિવસની MPC બેઠક પછી રેપો રેટમાં 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કર્યો છે. આમ અગાઉ રેપો રેટ 6.0% હતો જે હવે 0.50 ઘટાડીને 5.50% કર્યો છે.
- આ ઉપરાંત SDF 5.25% અને MSF રેટ અને બેંક રેટ 5.75% કરવામાં આવ્યો છે.
- RBIએ આ વર્ષે સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે.
MPC શું છે?
- RBI Act, 1934ના સુધારેલા (2016માં) કલમ 45ZB હેઠળ કેન્દ્ર સરકારને 6 સભ્યોની Monetary Policy Committee (MPC)ની રચના કરવાની સત્તા આપવામાં આવી હતી.
- RBIના ત્રણ સભ્યો અને કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ સભ્યોની નિમણૂક કરવામાં આવે છે.
- બેઠકો: MPC વર્ષમાં ઓછામાં ઓછા ચાર વખત મળવું જરૂરી છે.
- MPC ની બેઠક માટે કોરમ ચાર સભ્યોનો છે.
One-Liner Current Affairs
- તાજેતરમાં BCCI એ ભારતના યુવા ખેલાડી શ્રી શુભમન ગીલને ભારતીય ક્રિકેટ ટીમના નવા કેપ્ટન બનાવ્યા છે.
- 31 મે, 2025ના રોજ ભારતમાં પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલ્કરની 300મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
- મિસ વર્લ્ડ 2025એ મિસ વર્લ્ડ સ્પર્ધાની 72મી આવૃત્તિ હતી. 31 મે, 2025ના રોજ ભારતના તેલંગાણાના હૈદરાબાદમાં HITEX એક્સિબેશન સેન્ટર ખાતે યોજાઈ હતી.
- થાઈલેન્ડના સુશ્રી ઓપલ સુચાતા ચુઆંગશ્રીએ ‘મિસ વર્લ્ડ 2025’નો ખિતાબ જીત્યો હતો.
- મિસ વર્લ્ડ 2025માં ભારતનું પ્રતિનિધિત્વ સુશ્રી નંદી ગુપ્તાએ કર્યું હતું. જેમને ટોચના 20મા સ્થાન મેળવ્યું હતું.
- તાજેતરના સમયમાં ભારતે ખાસ કરીને પાકિસ્તાન સાથેની પશ્ચિમી સરહદ પર સુરક્ષા ચિંતાઓનો સામનો કરવો પડયો છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે નાગારિક સંરક્ષણ પગલાં વધુ તીવ્ર બનાવ્યા છે.
- ગૃહ મંત્રાલયે 31 મે, 2025ના રોજ ‘ઓપરેશન શિલ્ડ’ નામની રાષ્ટ્રવ્યાપી નાગરિક સંરક્ષણ મોક ડ્રીલની બીજી આવૃત્તિની જાહેરાત કરી હતી.
- આ મોક ડ્રીલ જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને ચંદીગઢ સહિત અનેક પ્રદેશોમાં યોજાઈ હતી.
- તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એકસમારોહમાં નાર્સોને 2025 માટે ‘રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઈટિંગલ પુરસ્કારો’ પ્રદાન કર્યા હતા.
- આ પુરસ્કાર ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
- આ પુરસ્કારમાં મેરિટ પ્રમાણપત્ર, ₹1 લાખ રોકડ પુરસ્કાર અને એક ચંદ્રકનો સમાવેશ થાય છે.
- 22 માર્ચ – 3 જૂન, 2025 દરમિયાન IPLની 18મી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. આ ટૂર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો હતો.
- IPLની ફાઈનલ મેચમાં પંજાબ કિંગ્સને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ચેમ્પિયન બન્યું છે.
- રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL ના ઈતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન બન્યું છે.
- વિશ્વમાં દુર્લભ એવું આર્કટિક પક્ષી ‘Sabine’s Gull’ ગુજરાતના નળ સરોવરનું મહેમાન બન્યું છે.
- 30 મે, 2025ના રોજ નળ સરોવર અભયારણ્ય રામસર સાઈટ ખાતે વનવિભાગના કર્મચારીઓને આ પક્ષી જોવા મળ્યું હતું. આ પક્ષી છેલ્લે 2013માં કેરળમાં જોવા મળ્યું હતું.
- Sabine’s Gull એક નાનું, સુંદર ગુલ (પક્ષી) છે, જે તેના આકર્ષક દેખાવને કારણે જાણીતું છે.
- 31 મે, 2025ના રોજ ભારતના ટાઈગરમેન તરીકે પ્રસિધ્ધ ‘શ્રી વાલ્મિક થાપર’નું નિધન થયું હતું.
- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ઐતિહાસિક ટેસ્ટ શ્રેણીનું સત્તાવાર નામ ‘એન્ડરસન-તેંડુલકર ટ્રોફી’ રાખવામાં આવ્યું છે.
- તે અગાઉનું નામ પટોડી ટ્રોફી (ઈંગ્લેન્ડમાં) અને એન્થોની ડી મેલો ટ્રોફી (ભારતમાં)ને બદલે છે.
- ઈંગ્લેન્ડના ખેલાડી જેમ્સ એન્ડરસન અને ભારતના ક્રિકેટર સચિન તેંડુલકરને સન્માન આપવા માટે England and Wales Cricket Board (ECB) અને Board of Control for Cricket in India (BCCI)એ આ મહત્વનો નિર્ણય લીધો છે.
- 4 જૂન, 2025ના રોજ ‘Lee Jae Myung’એ દક્ષિણ કોરિયાના સિઓલમાં સત્તાવાર રીતે Republic of Korea ના 14મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે.
- તે Democratic Party of Korea (DPK)ના સભ્ય છે.
- ઈટાલીના સિસલીમાં સ્થિત ‘માઉન્ટ એટના’ 2 જૂન, 2025ના રોજ ફાટી નીકળ્યો હતો.
- માઉન્ટ એટનાએ યુનાઈટેડ વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. તે વિશ્વભરમાં સૌથી સક્રિય જ્વાળામુખીમાંનો એક છે.