Daily Current Affairs in Gujarati 16 June 2026 for GPSC & UPSC

Gyangoshthi is your daily learning partner for GPSC, UPSC, and other competitive exams. Get Daily Current Affairs, MCQs, Quizzes, PDFs, Government Job Updates, and exam-oriented study materials in simple Gujarati language to boost your preparation and stay ahead in every exam.

If you are preparing for competitive exams like GPSC (Class 1/2 & 3), UPSC, and other competitive exams, then reading daily current affairs in Gujarati is essential. Here are the important current affairs for 16 June 2026, explained in simple Gujarati language for better understanding.

Daily Current Affairs in Gujarati – 16 June 2026 is specifically designed for students preparing for competitive exams such as GPSC, UPSC, and other government exams. In this article, you will get important national, international, Gujarat, economy, science, sports, and award-related current affairs in easy Gujarati language. This post also includes important MCQs, one-liner revision points, and PDF notes to help students revise quickly and improve exam preparation. Stay connected with Gyangoshthi for daily exam-oriented current affairs updates in Gujarati.

➤ International Day of Family Remittances

  • દર વર્ષે 16 જૂનના રોજ “International Day of Family Remittances” ઉજવવામાં આવે છે.
  • હેતુ: અન્ય દેશમાં રહીને પોતાના દેશમાં રહેતા પરિવારના જીવનને સમૃદ્ધ કરવાના કાર્યમાં યોગદાન આપતા લોકોને પ્રોત્સાહિત કરવાનો.
  • શરૂઆત: 2018માં United Nations General Assembly દ્વારા

15-21 જૂન, 2026 દરમિયાન Documentary, Short Fiction અને Animation Films માટે Mumbai International Film Festival (MIFF)ની 19મી આવૃત્તિ મુંબઈના NFDC Complex ખાતે યોજાશે. જેમાં 46 દેશોની 346 ડોક્યુમેન્ટરી, શોર્ટ ફિક્શન અને એનિમેશન ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવ્યું અને કુલ ₹45 લાખના 18 પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા.

  • MIFF એ Documentary, Short Fiction અને Animation Films ને સમર્પિત સૌથી પ્રખ્યાત ઉત્સવોમાંનો એક છે, જે વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ, વિવેચકો (Critics), વિદ્યાર્થીઓ અને સિનેમા ઉત્સાહીઓને આકર્ષે છે.
  • સ્થાપના: 1990
  • તે દક્ષિણ એશિયાનો સૌથી જૂનો અને સૌથી મોટો નોન-ફીચર ફિલ્મ ફેસ્ટિવલ છે, જે દર બે વર્ષે યોજાય છે.
  • Organising Body: Ministry of Information and Broadcasting હેઠળ National Film Development Corporation (NFDC) દ્વારા
  • મુખ્ય મુદ્દા
    • કુલ ફિલ્મો: 346
    • ભાગ લેનારા દેશો: 46
    • કુલ ફિલ્મ એન્ટ્રીઓ: 1,459
    • સ્પર્ધા વિભાગ (Competition Section)માં 144 ફિલ્મોનો સમાવેશ થાય છે, જેમાં 52 આંતરરાષ્ટ્રીય અને 92 રાષ્ટ્રીય એન્ટ્રીઓ શામેલ છે, જે 13 દેશોના ફિલ્મ નિર્માતાઓનું પ્રતિનિધિત્વ કરે છે.
    • બિન-સ્પર્ધા વિભાગ (Non-Competition Section)માં કુલ 202 ફિલ્મો દર્શાવવામાં આવશે, જેમાં 106 આંતરરાષ્ટ્રીય ટાઈટલ અને 46 ભાગ લેનારા દેશોની 96 રાષ્ટ્રીય ફિલ્મોનો સમાવેશ થશે, જે સામૂહિક રીતે 83 કલાકથી વધુ સમય માટે સ્ક્રીનીંગ રજૂ કરશે.
    • MIFF પહેલી વાર “Mumbai Through a Thousand Eyes” નામનું AI Cinema Hackathon નું આયોજન કરશે.
    • માસ્ટર ફિલ્મ નિર્માતા David Attenborough ને ‘Centenary Tribute’ હેઠળ તેમની બે ફિલ્મોના સ્ક્રીનિંગથી સન્માનિત કરવામાં આવશે.
    • પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વી. શાંતારામની 125મી જન્મજયંતિ નિમિત્તે “V. Shantaram Lifetime Achievement Award” એનાયત કરવામાં આવશે.
    • ઉદ્યોગ જગત સાથે જોડાણ માટે “Waves Doc Bazar”માં 155 એન્ટ્રીઓ પ્રદર્શિત થશે.

Read PIB Press Release: Click Here

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં Hexaware Technologies ના નવા ડિલિવરી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું.

  • આ સેન્ટર ગિફ્ટ સિટીના પ્રજ્ઞા-II બિલ્ડિંગના 7મા અને 8મા માળે શરૂ કરવામાં આવ્યું છે.
  • આ ઉદ્ઘાટનમાં ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ અને Hexaware Technologies ના CEO આર. શ્રીકૃષ્ણ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.
  • આ સેન્ટર દ્વારા AI, Cloud Computing, Data Analytics અને Data Transformation જેવા અદ્યતન ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવશે.
  • Hexaware Technologies આગામી 3 વર્ષમાં ગુજરાતના ઉચ્ચ કૌશલ્ય ધરાવતા યુવાનો માટે આશરે 1000 જેટલી નવી IT રોજગાર તકોનું સર્જન કરશે.

પ્રધાનમંત્રી SVAMITVA (Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas) યોજનાના બીજા તબક્કા (2021-22)માં ગુજરાતે 18,50,614 પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરીને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું.

  • આ યોજનાના બીજા તબક્કામાં સમગ્ર દેશમાં કુલ 32,35,260 પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા હતા, જેમાંથી 50%થી વધુ (18,50,614) પ્રોપર્ટી કાર્ડ એકલા ગુજરાતે તૈયાર કર્યા હતા.
  • સર્વે ઓફ ઈન્ડિયા, ગુજરાત મહેસૂલ વિભાગ અને પંચાયતી રાજ વિભાગના સંયુક્ત પ્રયાસોથી રાજ્યમાં 14,900 ડ્રોન ફ્લાઈટ્સ દ્વારા 11,511 ગામોનું સચોટ મેપિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.
  • પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં રાજ્યમાં મહેસાણા પ્રથમ અને અમદાવાદ બીજા ક્રમે છે.
  • ગ્રામજનો હવે આ પ્રોપર્ટી કાર્ડના આધારે મિલકત પર ₹50 લાખ સુધીની બેંક લોન મેળવી શકે છે.

15 જૂન, 2026ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાત સરકાર દ્વારા નવી “ઔદ્યોગિક નીતિ 2026” લૉન્ચ કરવામાં આવી.

  • ઉદ્દેશ્ય: રાજ્યમાં ઔદ્યોગિક રોકાણ વધારવા, રોજગારની નવી તકો ઉભી કરવા અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવાનો
  • આ નીતિ ચાર મજબૂત સ્તંભો પર બનેલી છે.
    • રોકાણ અને ઉત્પાદન
    • નવીનતા અને સંશોધન
    • કૌશલ્ય અને રોજગાર
    • ટકાઉપણું અને સમાવેશી વિકાસ
  • મુખ્ય વિશેષતાઓ
    • Ultra Mega Industrial Unit: આ નવી નીતિ અંતર્ગત એક નવી કેટેગરી બનાવવામાં આવી છે.
      • જેમાં નિયુક્ત થ્રસ્ટ સેક્ટરમાં ઓછામાં ઓછું 10000 કરોડનું રોકાણ અને ઓછામાં ઓછી 3000 પ્રત્યક્ષ નોકરીઓ ઊભી કરનાર એકમોને કેપિટલ સબસિડી, વ્યાજ સબસિડી અને પાવર ટેરિફ સપોર્ટ દ્વારા મૂડી રોકાણના 40% સુધીનું પ્રોત્સાહન આપવામાં આવશે.
    • Development of the Thrust Sector: સરકારે પ્રાથમિકતા ધરાવતા થ્રસ્ટ સેક્ટરની સંખ્યા 9 થી વધારીને 16 કરી.
      • જેમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટેના Ancillary Units, Textile Waste Recycling, Nuclear Power Euipment અને Drone Menufecturing જેવા ઉભરતા ક્ષેત્રોનો નવો સમાવેશ કરાયો.
    • Project THRIVE: આ નીતિ અંતર્ગત Project THRIVE (Transition for Harmonized Relocation and Inclusive Vibrant Economy) શરૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી.

આ પણ વાંચો: 15 જૂન, 2026 કરંટ અફેર્સ

Daily One Liner Current Affairs

⚡ Today’s Current Affairs in Gujarati 16 June 2026
લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠને ભારતના આગામી “ચીફ ઑફ આર્મી સ્ટાફ” તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
કેરળ અને ઓડિશા પછી તેલંગાણા ઝેરી Herbicide Paraquat Dichloride ના વેચાણ, વિતરણ, ઉત્પાદન અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકનાર ત્રીજું રાજ્ય બન્યું.
ભારતીય રેલવે દ્વારા RPF જવાનો માટે GPS કનેક્ટિવિટી ધરાવતા “Body Worn Camera” શરુ કર્યા.
મહારાષ્ટ્ર સરકાર ઉચ્ચ અને તકનીકી શિક્ષણ ક્ષેત્રે કોલેજ પ્રવેશ ફોર્મમાં એક અલગ “Single Parent Child” કેટેગરી ઉમેરવા પર વિચારણા કરી રહી છે.
જામનગર એરપોર્ટે ગ્રાહક સંતોષમાં દેશમાં ચોથો ક્રમ મેળવીને રાષ્ટ્રીય સ્તરે ટોપ-5માં સ્થાન પ્રાપ્ત કર્યું.

Stay connected with Gyangoshthi for Daily Current Affairs in Gujarati, Current Affairs Quiz Gujarati, MCQs, PDFs and exam-oriented study materials updated daily.

Leave a Comment

error: Content is protected !!