Daily Current Affairs 08-15 September 2025

  • 08 September 2025
    1. International Literacy Day
      • સમગ્ર વિશ્વમાં સાક્ષરતાના મહત્ત્વ અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ ‘International Literacy Day‘ ઉજવવામાં આવે છે.
      • 17 નવેમ્બર, 1966ના રોજ UNESCO દ્વારા આ દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી.
      • સૌપ્રથમ ઉજવણી: 8 સપ્ટેમ્બર, 1967
      • World Literacy Day 2025 થીમ: “Promoting literacy in the digital era.” 
      • ભારતનો સાક્ષરતા દર 2011માં 74% થી વધીને 2023-24માં 80.3% પહોંચી ગયો છે.
    2. World Physical Therapy Day
  • 09 September 2025
    1. હિમાલય દિવસ
      • દર વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ હિમાલયન ઈકોસિસ્ટમ અને પ્રદર્શનને બચાવવાના ઉદ્દેશ્ય સાથે ‘હિમાલય દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.
      • ઉત્તરાખંડના તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા 2015માં 9 સપ્ટેમ્બરને સત્તાવાર રીતે હિમાલય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.
    2.  International Day to Protect Education from Attack
      • સંઘર્ષ અને કટોકટીના વિસ્તારોમાં શાળાઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સુરક્ષિત રાખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકવા માટે દર વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ ‘International Day to Protect Education from Attack‘ ઉજવવામાં આવે છે.
      • સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ 28 મે, 2020ના રોજ ઠરાવ 74/275 અપનાવ્યો હતો, જેનાથી 9 સપ્ટેમ્બરને  International Day to Protect Education from Attack તરીકે સ્થાપિત કરવામાં આવ્યો હતો. જેનું નેતૃત્વ કતાર રાજ્ય દ્વારા કરવામાં આવ્યું હતું અને 62 દેશો દ્વારા સહ-પ્રાયોજિત કરવામાં આવ્યું હતું.
      • Most Affected Countries: Ukraine, Palestine, Democratic Republic of the Congo and Myanmar
    3. World EV Day
      • ઈ-મોબલિટીની ઉજવણી નિમિત્તે દર વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ ‘World EV Day‘ ઉજવવામાં આવે છે.
      • લોકોને ઈલેક્ટ્રિક વાહનોના ફાયદાઓ વિશે શિક્ષિત કરવા માટે વૈશ્વિક સ્તરે ખાસ જાગૃતિ અભિયાનોનું આયોજન કરવામાં આવે છે.
      • World EV Day ની પહેલ Sustainability Media Company ‘GreenTV’ દ્વારા કરવામાં આવી હતી.
      • સૌપ્રથમ ઉજવણી: 2020
  • 10 September 2025
    1. World Suicide Prevention Day (WSPD)
      • સમગ્ર વિશ્વમાં આત્મહત્યાની પ્રવૃત્તિ રોકવા માટે અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ ‘World Suicide Prevention Day‘ ઉજવવામાં આવે છે.
      • 10 સપ્ટેમ્બર, 2003ના રોજ WHO ના સહયોગથી International Association for Suicide Prevention (IASP) દ્વારા પહેલ તરીકે ચિન્હિત કરવામાં આવ્યો હતો.
      • World Suicide Prevention Day 2025 થીમ: “Changing the Narrative on Suicide”.
  • 11 September 2025
    1. રાષ્ટ્રીય વન શહીદ દિવસ (National Forest Martyrs Day)
      • દર વર્ષે ભારતમાં 11 સપ્ટેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય વન શહીદ દિવસ‘ ઉજવવામાં આવે છે.
      • ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા 2013માં 11 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
      • રાજસ્થાનમાં 1730માં થયેલા ખેજરલી હત્યાકાંડની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે, જ્યાં રાજાના સૈનિકો દ્વારા ખેજરીના વૃક્ષોને કાપવાથી બચાવવા માટે 360 થી વધુ બિશ્નોઈ સમુદાયના સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
      • ઉદ્દેશ્ય: જંગલોના રક્ષણમાં વન કર્મચારીઓ અને સ્થાનિક સમુદાયોના બલિદાનને યાદ કરવા.
        • વન સંરક્ષણ, જૈવવિવિધતા અને ટકાઉ જીવનશૈલીના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા.
      • National Forest Martyrs Day 2025 થીમ: “Remembering Martyrs, Protecting Forests.”
      • 11 સપ્ટેમ્બર, 2023ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વન ચેતના કેન્દ્ર, ગાંધીનગર ખાતે ગુજરાતના પ્રથમ ‘વનપાલ સ્મારક’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
  • 12 September 2025
    1. International Day for South – South Cooperation
      • સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 12 સપ્ટેમ્બરના રોજ ‘International Day for South – South Cooperation’ની ઉજવણી કરવામાં આવે છે.
      • સ્થાપના: General Assembly Resolution 58/220 દ્વારા
  • 13 September 2025
    1. World First Aid Day
  • 14 September 2025
    1. હિન્દી દિવસ
  • 15 September 2025
    1. International Day of Democracy
      • સમગ્ર વિશ્વમાં લોકશાહી મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ ‘International Day of Democracy‘ ઉજવવામાં આવે છે.
      • સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા 8 નવેમ્બર, 2007ના રોજ આ દિવસની ઉજવણીને મંજૂરી આપવામાં આવી હતી.
      • આ અંતર્ગત 2008માં આ દિવસની પ્રથમ ઉજવણી કરવામાં આવી હતી.
    2. Engineer’s Day
      • ભારતમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ ‘Engineer’s Day‘ ઉજવવામાં આવે છે.
      • ભારતના મહાન સિવિલ એન્જિનિયર શ્રી એમ. વિશ્વશ્વરૈયાની યાદમાં તેમના જન્મદિન 15 સપ્ટેમ્બરના રોજ ભારતમાં દર વર્ષે Engineer’s Day તરીકે ઉજવાય છે.

Daily Current Affairs 08-15 September 2025

તાજતેરમાં કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનના અધ્યક્ષપદ હેઠળ નવી દિલ્હીમાં GST કાઉન્સિલની 56મી બેઠક યોજાઈ હતી.

56th Goods and Services Tax (GST) Council દ્વારા કર વ્યવસ્થાને નાગરિક-કેન્દ્રિત બનાવવા, કૃષિ, આરોગ્ય, ઉત્પાદનને વેગ આપવા અને વ્યવસાય કરવાની સરળતામાં સુધારો કરવા માટે આગામી પેઢીના સુધારાઓ (Next – Generation Reforms) સાથે GST 2.0 રજૂ કરવામાં આવ્યું હતું.

સેવાઓ પરના GST દરોમાં ફેરફાર 22 સપ્ટેમ્બર, 2025થી લાગુ કરવામાં આવશે. 15 ઓગસ્ટ, 2025ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘આગામી પેઢીના GST સુધારાઓ’ની જાહેરાત કરી હતી.

GST 2.0 હેઠળ મુખ્ય કર સુધારા કયા છે?

  • Simplified GST Structure: GST દરોને વધુ સરળ અને વ્યવસ્થિત બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં વ્યો છે.
    • કાઉન્સિલે બહુપ્રતિક્ષિત સુધારો પસારો કર્યો, જે GST દરની સિસ્ટમમાં બહુપ્રતિક્ષિત ફેરફાર હતો. જેમાં વર્તમાન ચાર સ્લેબ (5%, 12%, 18% અને 28%)ને બદલે બે સ્લેબ 5% અને 18% રહેશે.
    • આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પર 5% ટેક્સ લાગશે, જ્યારે સામાન્ય શ્રેણીમાં માલ અને સેવાઓ પર 18% ટેક્સ લાગશે.
    • ઉપરાંત 40% Luxury તેમજ તમાકુ અને પાન મસાલા જેવી Sin, અને Demerit Goods માટે 40% ખામીયુક્ત દર (Demerit Rate) લાગુ કરે છે.
    • ભારતમાં હાલ GST ના દરોને 0%, 5%, 18% અને 40% સ્લેબમાં વિભાજિત કરવામાં આવ્યા છે.
  • Tax Relief for the Essential Goods: વ્યક્તિગત જીવન અને આરોગ્ય વીમા પૉલિસીઓ પર સંપૂર્ણ GST મુક્તિ આપવામાં આવી છે. Ultra-High Temperature (UHT) Milk, પનીર અને ભારતીય બ્રેડ જેવી આવશ્યક ચીજવસ્તુઓ પર હવે શૂન્ય GST લાગુ પડે છે.
  • Consumer Goods: નાની કાર, ટીવી, એર કન્ડીશનર, સિમેન્ટ અને ઓટો પાર્ટ્સ પરનો GST 28% થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે.
    • નવીનીકરણીય ઉર્જા (Renewable Energy) ઉપકરણો પરનો GST 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
    • આ કાપથી ઉત્પાદનને પ્રોત્સાહન મળવાની, ગ્રીન એનર્જી અપનાવવાને પ્રોત્સાહન મળવાની અને સ્થાનિક માંગમાં વધારો થવાની અપેક્ષા છે.
  • Medical and Health Devices: 33 Lifesaving Drugs પરનો GST 12% થી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે. કેન્સર અને દુર્લભ રોગો માટે વપરાતી ત્રણ મહત્વપૂર્ણ દવાઓ પરનો GST 5% થી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે, જેનાથી આરોગ્યસંભાળની સુલભતા મજબૂત થઈ છે.
  • Support for Agriculture and Rural Sectors: ટ્રેક્ટર, હાર્વેસ્ટર અને કમ્પોસ્ટર જેવી મશીનરીમાં GST 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
    • સલ્ફ્યુરિક એસિડ, નાઈટ્રિક એસિડ અને એમોનિયા જેવા ખાતરના ઈનપુટમાં GST 18% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
    • હસ્તકલા, માર્બલ અને ચામડાની વસ્તુઓ જેવી શ્રમ-સઘન ચીજવસ્તુઓમાં GST 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
  • Trade Facilitation and Dispute Resolution: Goods and Services Tax Appellate Tribunal (GSTAT) ડિસેમ્બર 2025 સુધીમાં કાર્યરત થઈ જશે.
    • રિફંડ અને નોંધણી માટેની પ્રક્રિયામાં સુધારાથી વિવાદ નિવારણમાં સુધારો થશે, મુકદ્દમામાં ઘટાડો થશે અને વ્યવસાયો, ખાસ કરીને MSME માટે આગાહીક્ષમતા પૂરી પાડશે.

Goods and Services Tax (GST)

  • 101st Constitutional Amendment Act, 2017 દ્વારા રજૂ કરાયેલ, ભારતમાં માલ અને સેવાઓના પુરવઠા પર લાદવામાં આવતો એક વ્યાપક પરોક્ષ કર છે.
    • તે એક Value-Added tax (VAT) છે, જે કેન્દ્ર અને રાજ્યો દ્વારા અગાઉ લાદવામાં આવતા અનેક પરોક્ષ કરને બદલે છે.
  • મુખ્ય વિશેષતાઓ
    • Dual GST Structure: Central GST (CGST) and State GST (SGST) શામેલ છે; Integrated GST (IGST) આંતર-રાજ્ય વ્યવહારો માટે લાગુ પડે છે.
    • GST Council: તે GST નીતિનિર્માણ અને દર નિર્ણયો માટે પ્રાથમિક સંસ્થા છે.
      • બંધારણના અનુચ્છેદ 279A હેઠળ સ્થાપિત GST કાઉન્સિલ, કેન્દ્ર અને રાજ્યોનું સંયુક્ત મંચ છે.
      • તેની અધ્યક્ષતા કેન્દ્રીય નાણામંત્રી, સભ્ય તરીકે મહેસૂલ અથવા નાણાંના પ્રભારી કેન્દ્રીય રાજ્યમંત્રી અને સભ્ય તરીકે દરેક રાજ્ય સરકાર દ્વારા નામાંકિત નાણાં, કરવેરાનો પ્રભારી મંત્રી અથવા અન્ય કોઈપણ મંત્રી કરે છે.
    • Goods and Services Tax Network (GSTN): ભારતમાં કરદાતાઓને રિટર્ન તૈયાર કરવામાં, ફાઈલ કરવામાં, પરોક્ષ કર જવાબદારીઓની ચુકવણી કરવામાં અને અન્ય પાલન કરવામાં મદદ કરે છે.
    • Threshold Exemption: ચોક્કસ મર્યાદાથી નીચે ટર્નઓવર ધરાવતા નાના વ્યવસાયોને GSTમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ પાલનને સરળ બનાવે છે અને સૂક્ષ્મ ઉદ્યોગોને વધુ પડતા કાગળકામથી રક્ષણ આપે છે.
  • Benefits of GST
    • Destination-Based Tax: જ્યાં માલ/સેવાઓનો વપરાશ થાય છે ત્યાં એકત્રિત કરવામાં આવે છે, જેનાથી વધુ સારા રોકડ પ્રવાહ અને કાર્યકારી મૂડી ધરાવતા વ્યવસાયોને ફાયદો થાય છે.
    • Ease of Doing Business: Technology-Driven, Minimal Human Interface, Simplifies Compliance, Refunds, and Registration.
    • Boost to Make in India: સ્થાનિક માલ (Domestic Goods)ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બનાવે છે.
    • Exports: Special Economic Zone (SEZ)માં માલ અથવા સેવાઓ, અથવા બંનેનો પુરવઠો GST હેઠળ શૂન્ય-રેટેડ ગણવામાં આવે છે, ઝડપી રિફંડ સાથે, જેનાથી આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન મળે છે અને ચુકવણી સંતુલનમાં સુધારો થાય છે.
    • Revenue & Compliance: કર આધારનો વિસ્તાર કરે છે, સરકારી આવકમાં વધારો કરે છે, પારદર્શિતામાં સુધારો કરે છે અને GDP માં 1.5-2% વધારો કરે છે.
  • Achievement of GST: 2024-25માં, GST એ અત્યાર સુધીનો સૌથી વધુ કુલ ₹22.08 લાખ કરોડનો સંગ્રહ નોંધાવ્યો, જે વાર્ષિક ધોરણે 9.4%નો વધારો દર્શાવે છે. સરેરાશ માસિક સંગ્રહ ₹1.84 લાખ કરોડ રહ્યો.

2 સપ્ટેમ્બર, 2025ના રોજ ઈઝરાયલે પાલ્માચિમ એરબેઝ પરથી શાવિટ રોકેટનો ઉપયોગ કરીને Ofek-19 Satelite સફળતાપૂર્વક લૉન્ચ કર્યો છે.

  • આ ઉપગ્રહનું પ્રક્ષેપણ પ્રાદેશિક ગુપ્તચર અને સંરક્ષણ ક્ષમતાઓમાં એક મોટી છલાંગ દર્શાવે છે.
  • આ અદ્યતન Synthetic Aperture Radar (SAR) Technology નો ઉપયોગ કરે છે, જે દિવસ અને રાત સતત, બધા હવામાન દેખરેખને સક્ષમ બનાવે છે.
  • તે ઈઝરાયલની સ્વતંત્ર અવકાશ-આધારિત ગુપ્તચરતાને મજબૂત બનાવે છે અને યુનાઈટેડ સ્ટેટ્સ જેવા સાથી દેશો સાથે સુરક્ષા સહયોગને વધારે છે.
  • Ofek-19 ઈરાન, સિરીયા અન્ય જૂથો તરફથી મળતા ખતરાને ટ્રેક કરવાની ઈઝરાયલની ક્ષમતામાં વધારો કરે છે.

કેન્દ્રીય મંત્રીએ તામિલનાડુના V.O. Chidambaranar (VOC) Port ખાતે ભારતના પ્રથમ બંદર-આધારિત ગ્રીન હાઇડ્રોજન પાઇલટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જેનાથી તે ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરનાર દેશનું પ્રથમ બંદર બન્યું છે.

India’s First Port-Based Green Hydrogen Pilot Project

  • તુતીકોરિન (Tuticorin)ના VOC પોર્ટ ખાતે ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરતી પાયલોટ સુવિધા.
  • આ પાયલોટ સુવિધા પ્રતિ કલાક 10 NM3 ની ક્ષમતા સાથે ગ્રીન હાઈડ્રોજન ઉત્પન્ન કરે છે.
  • ₹3.87 કરોડના ખરશે સ્થાપિત તે કોલોનીમાં સ્ટ્રીટલાઈટ અને ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનને પાવર આપે છે.
  • આ પ્રોજેક્ટ ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણ અને કોસ્ટલ ગ્રીન શિપિંગ કોરિડોર પ્રોજેક્ટ (કંડલા-તુતીકોરીન)નો ભાગ છે. વિકસિત ભારત 2047 મિશન અને સાગરમાલા કાર્યક્રમ સાથે સંરેખિત.
  • ઉદ્દેશ્ય
    • ગ્રીન શિપિંગ, ટકાઉપણું અને ઊર્જામાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવું.
    • બંદર કામગીરીમાં અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડવી.
    • દક્ષિણ ભારતમાં VOC પોર્ટને ગ્રીન બંકરિંગ અને રિફ્યુઅલિંગ માટેનું કેન્દ્ર બનાવું.
  • વિશેષતાઓ
    • બંદર કોલોનીમાં સ્ટ્રીટલાઇટ અને EV ચાર્જિંગ સ્ટેશનોને પાવર આપશે.
    • પ્રસ્તાવિત ગ્રીન મિથેનોલ બંકરિંગ અને રિફ્યુઅલિંગ સુવિધા (₹35.34 કરોડ, 750 m³ ક્ષમતા) સાથે જોડાયેલ છે.

V.O. Chidambaranar Port

  • ભારતના 13 મુખ્ય બંદરોમાંનું એક, દક્ષિણ ભારત માટે એક અગ્રણી દરિયાઈ કેન્દ્ર છે.
  • આ બંદર બંગાળની ખાડીના કોરોમંડલ કિનારે તમિલનાડુના તુતીકોરીનમાં સ્થિત છે.
  • ઈતિહાસ
    • અગાઉ તુતીકોરીન બંદર તરીકે ઓળખાતું હતું, જેનું નામ 2011માં સ્વાતંત્ર્ય સેનાની V.O. Chidambaranar (“Kappalottiya Tamizhan”)ના માનમાં રાખવામાં આવ્યું હતું.
    • પ્રાદેશિક વેપાર, કોલસાના સંચાલન અને કન્ટેનર ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
    • આધુનિકીકરણમાં ₹16,000 કરોડથી વધુના રોકાણ સાથે, સાગરમાલા હેઠળ નોંધપાત્ર વિસ્તરણ જોવા મળ્યું છે.

તાજેતરમાં 24 ઓકટોબર થી 7 સપ્ટેમ્બર, 2025 દરમિયાન અમેરિકાના ન્યૂયોર્ક ખાતે 145મી ‘US Open Tennis Turnament’નું આયોજન થયું હતું.

Winners of the 2025 US Open

EventWinner (Nationality)Runner-Up (Nationality)
Men’s SinglesCarlos Alcaraz (Spain)Jannik Sinner (Italy)
Women’s SinglesAryna Sabalenka (Belarus)Amanda Anisimova (USA)
Men’s DoublesMarcel Granollers / Horacio Zeballos (Spain / Argentina)Joe Salisbury / Neal Skupski (Great Britain / Great Britain)
Women’s DoublesGabriela Dabrowski / Erin Routliffe (Canada / New Zealand)Katerina Siniakova / Taylor Townsend (Czech Republic / USA)
Mixed DoublesSara Errani / Andrea Vavassori (Italy / Italy)Iga Swiatek / Casper Ruud (Poland / Norway)

તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા આયોગ (National Commission for Women) દ્વારા 28 ઓગસ્ટના રોજ 31 શહેરોમાં 12,770 મહિલાઓના સર્વેક્ષણના આધારે National Annual Report & Index on Women’s Safety (NARI) 2025 બહાર પાડવામાં આવ્યો હતો.

  • Highlights of NARI 2025
    • National Safety Score: ભારતે સલામતી સૂચકાંક (Safety Index)માં 65% સ્કોર કર્યો, જેમાં શહેરોને આ બેન્ચમાર્કથી“Much Above”,“Above”, “Below” અથવા “Much Below” ક્રમાંક આપવામાં આવ્યો હતો.
    • Safest Cities: Strong Gender Equity, Civic Engagement, અને Women-Friendly Infrastructure સુવિધાઓને કારણે કોહિમા, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ઐઝોલ, ગંગટોક, ઇટાનગર અને મુંબઈ યાદીમાં ટોચ પર છે.
    • Least Safe Cities: પટના, જયપુર, ફરીદાબાદ, દિલ્હી, કોલકાતા, શ્રીનગર અને રાંચી સૌથી નીચા ક્રમે છે, જે Weak Institutional Responsiveness, Patriarchal Norms, અને Poor Infrastructure સુવિધાઓને પ્રતિબિંબિત કરે છે.
    • Harassment Trends: 2024માં 7% મહિલાઓએ Harassment ની ફરિયાદ કરી હતી, જે 24 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓ માટે વધીને 14% થઈ છે. Verbal harassment (58%) સૌથી સામાન્ય હતું, જેમાં પાડોશીઓ (38%) અને જાહેર પરિવહન (29%) મુખ્ય હોટસ્પોટ હતા.
    • Reporting Gaps: ફક્ત 20% પીડિતોએ સત્તાવાળાઓને ઘટનાઓની જાણ કરી હતી, ફક્ત 22% ફરિયાદો નોંધાઈ હતી અને 16% ફરિયાદો પર કાર્યવાહી કરવામાં આવી હતી. 75% મહિલાઓને પોલીસ અને કાનૂની વ્યવસ્થામાં વિશ્વાસનો અભાવ છે.
    • Workplace Safety: 53% લોકો ફરજિયાત Prevention of Sexual Harassment (POSH) નીતિઓથી અજાણ હતા.
    • Time-Based Variations: 86% લોકોએ દિવસ દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતી અનુભવી છે, પરંતુ રાત્રે સલામતીની ધારણામાં તીવ્ર ઘટાડો થાય છે.

NARI 2025’s Role in Addressing Women’s Safety

  • Beyond Crime Statistics: National Crime Records Bureau (NCRB)ના ડેટાથી વિપરીત NARI 2025 Unreported Harassment અને Perceptions ને કેપ્ચર કરે છે.
  • Policy Framework: આ રિપોર્ટ Safe City Project, Mission Shakti, અને Nirbhaya Fund જેવી યોજનાઓને લક્ષિત હસ્તક્ષેપો (Targeted Interventions) માટે પુરાવા આપીને સમર્થન આપે છે.
  • Holistic Approach: તે સલામતીને વિકાસલક્ષી મુદ્દા તરીકે રજૂ કરે છે, જેમાં શારીરિક, માનસિક, નાણાકીય અને ડિજિટલ સુરક્ષાનો સમાવેશ થાય છે, જે ભારતના સમાવેશી લક્ષ્યો સાથે સુસંગત છે.
  • City-Level Insights: રેન્કિંગ શ્રેષ્ઠ પ્રથાઓ (e.g., કોહિમાની નાગરિક ભાગીદારી) અને અંતર (e.g., દિલ્હીનું નબળું માળખાગત સુવિધા) પ્રકાશિત કરે છે, જે શહેરી આયોજકો અને નીતિ નિર્માતાઓને માર્ગદર્શન આપે છે.

તાજેતરમાં 9 સપ્ટેમ્બર, 2025ના રોજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું આયોજન થયું હતું.

  • જગદીપ ધનખરના રાજીનામા બાદ યોજાયેલી ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને હરાવીને સીપી રાધાકૃષ્ણન (Chandrapuram Ponnusami (C.P.) Radhakrishnan) ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.
  • ચૂંટણીમાં રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા, જ્યારે રેડ્ડીને 300 મત મળ્યા હતા, જેમાં 98.2% મતદાન થયું હતું.

સી. પી. રાધાકૃષ્ણન

  • તેમણે ઝારખંડ, તેલંગાણા, પુડુચેરી અને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. વ્યવસાયે ખેડૂત અને ઉદ્યોગપતિ, તેઓ તમિલનાડુના ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળનારા ત્રીજા નેતા છે.
  • તેઓ કોઈમ્બતુરથી લોકસભાના બે ટર્મ સભ્ય પણ રહ્યા હતા.

ભારતના ઉપરાષ્ટ્રપતિ વિશે મુખ્ય તથ્યો શું છે?

  • ઉપરાષ્ટ્રપતિએ ભારતમાં રાષ્ટ્રપતિ પછી બીજા ક્રમનું સર્વોચ્ચ બંધારણીય સત્તા છે (કલમ 63).
  • Election & Eligibility: સંસદના બંને ગૃહોના સાંસદો દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વ દ્વારા ચૂંટવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ ઓછામાં ઓછા 35 વર્ષનો હોવો જોઈએ, ભારતીય નાગરિક હોવો જોઈએ અને રાજ્યસભાના સભ્યપદ માટે લાયક હોવો જોઈએ.
  • Term & Vacancy: પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરે છે, જેમાં અનુગામી ચૂંટાય ત્યાં સુધી ચાલુ રહેવાની શક્યતા હોય છે.
  • Primary Role: રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ તરીકે.
    • રાષ્ટ્રપતિની ગેરહાજરી અથવા ખાલી જગ્યામાં, તેઓ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે (કલમ 65).
  • Removal: રાજ્યસભામાં ઠરાવ અને લોકસભાની મંજૂરી દ્વારા 14 દિવસની સૂચના (કલમ 67) સાથે દૂર કરી શકાય છે.

Some Unique Facts About the Office of the Vice President of India

  • ફક્ત ડૉ. એસ. રાધાકૃષ્ણન (પ્રથમ અને બીજા ઉપરાષ્ટ્રપતિ, બંને વખત બિનહરીફ ચૂંટાયા) અને મોહમ્મદ હામિદ અંસારી (13મા અને 14મા ઉપરાષ્ટ્રપતિ, 2007-2017) એ સતત બે ટર્મ સેવા આપી છે.
  • એસ. રાધાકૃષ્ણન ઉપરાંત, એમ. હિદાયતુલ્લાહ (7મા ઉપરાષ્ટ્રપતિ) અને ડૉ. શંકર દયાલ શર્મા (9મા ઉપરાષ્ટ્રપતિ) પણ બિનહરીફ ચૂંટાયા હતા.
  • કૃષ્ણકાંત (10મા ઉપરાષ્ટ્રપતિ, 1997-2002) પહેલા અને એકમાત્ર ઉપરાષ્ટ્રપતિ હતા જેમનું પદ સંભાળતી વખતે મૃત્યુ થયું હતું.
  • જસ્ટિસ મોહમ્મદ હિદાયતુલ્લાહ ભારતીય ઈતિહાસમાં એકમાત્ર વ્યક્તિ છે, જેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ, કાર્યકારી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી છે.

ભારતીય સશસ્ત્ર દળોની ટુકડી રશિયાના નિઝની (Nizhniy)માં યોજાનારી સંયુક્ત બહુપક્ષીય લશ્કરી કવાયત ‘ZAPAD 2025’માં ભાગ લેવા માટે રશિયા રવાના થઈ ગઈ છે. ભારતીય સેનાની ટુકડીનું નેતૃત્વ કુમાઉ રેજિમેન્ટ (Kumaon Regiment)ની બટાલિયન દ્વારા કરવામાં આવે છે, જેમાં અન્ય શસ્ત્રો અને સેવાઓના સૈનિકો પણ સામેલ છે, જેમાં ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

  • સોવિયેત યુગ દરમિયાન શરૂ થયેલી Zapad Exercise Series, રશિયા દ્વારા 2009થી હાથ ધરવામાં આવી રહી છે.
  • ઉદ્દેશ: મુખ્ય ધ્યાન લશ્કરી સહયોગ વધારવા, આંતર-કાર્યક્ષમતા સુધારવા પર છે.
    • ભાગ લેનારા દેશોને પરંપરાગત યુદ્ધ અને આતંકવાદ વિરોધી કામગીરીમાં યુક્તિઓ અને તકનીકોનું આદાન-પ્રદાન કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે.
    • આ કવાયત ખુલ્લા અને મેદાની પ્રદેશોમાં સંયુક્ત કંપની-સ્તરની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરશે.
    • ઉભરતી તકનીકોને એકીકૃત કરવા અને બહુરાષ્ટ્રીય લડાઇ વાતાવરણમાં સંયુક્ત કામગીરી ક્ષમતાઓમાં સુધારો કરવા.

Employees’ State Insurance Corporation (ESIC) દ્વારા બે મુખ્ય પહેલ SPREE-2025 અને AMNESTY યોજના શરૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય સામાજિક સુરક્ષા માળખાને મજબૂત બનાવવા અને ઉદ્યોગો માટે પાલનને સરળ બનાવવાનો છે.

SPREE-2025

  • ESIC દ્વારા મંજૂર કરાયેલ SPREE-2025 (Scheme for Promoting Registration of Employers and Employees)નો હેતુ ESI અધિનિયમ, 1948 હેઠળ સામાજિક સુરક્ષા કવરેજને વિસ્તૃત કરવાનો છે.
  • 1 જુલાઈ થી 31 ડિસેમ્બર, 2025 સુધી સક્રિય, તે બિનનોંધાયેલ નોકરીદાતાઓ અને કર્મચારીઓ, જેમાં કામચલાઉ અને કરાર આધારિત કામદારોનો સમાવેશ થાય છે, તેમને નિરીક્ષણ અથવા ભૂતકાળના લેણાંનો સામનો કર્યા વિના નોંધણી કરાવવાની એક વખતની તક આપે છે.
  • મુખ્ય વિશેષતાઓ
    • નોકરીદાતાઓ (Employers) ESIC, Shram Suvidha, અને MCA Portals દ્વારા ડિજિટલી નોંધણી કરાવી શકે છે, નોંધણી નોકરીદાતાની જાહેર કરેલી તારીખથી માન્ય રહેશે.
    • નોકરી પહેલાંના સમયગાળા માટે કોઈ યોગદાન અથવા લાભો લાગુ થશે નહીં, અને તે સમયગાળા માટે કોઈ નિરીક્ષણ અથવા ભૂતકાળના રેકોર્ડની માંગણી કરવામાં આવશે નહીં.
    • તે પાછલી અસરથી દંડનો ભય (Fear of Retrospective Penalties) દૂર કરે છે અને પ્રક્રિયાને સરળ બનાવે છે, સ્વૈચ્છિક પાલનને પ્રોત્સાહન આપે છે.

AMNESTY Scheme

  • આ એક વખતની વિવાદ નિવારણ પહેલ છે, જે ESI કાયદા હેઠળ નુકસાની, વ્યાજ અને કવરેજ સંબંધિત મુદ્દાઓનું સમાધાન કરવા માટે રચાયેલ છે.
  • તે 1 ઓક્ટોબર 2025 થી 30 સપ્ટેમ્બર, 2026 સુધી અમલમાં રહેશે.
  • આ યોજના નોકરીદાતાઓને બાકી રહેલા વિવાદોનું નિરાકરણ કરવાની અને પાલનને મજબૂત બનાવવાની તક પૂરી પાડવાનો પ્રયાસ કરે છે, જેનાથી મુકદ્દમાઓની સંખ્યામાં ઘટાડો થાય છે અને કર્મચારીઓને સામાજિક સુરક્ષા લાભોની સરળ ડિલિવરી સુનિશ્ચિત થાય છે.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ એવોર્ડ્સ’ અને ‘વેટલેન્ડ સિરીઝ માન્યતા સમારોહ 2025’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન National Clean Air Programme (NCAP) હેઠળ 130 શહેરોમાં આયોજિત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2025 હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા શહેરોને પુરસ્કાર આપ્યા છે.

સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પુરસ્કારો વિશે

  • સ્વચ્છ સર્વેક્ષણ એ વિશ્વનો સૌથી મોટો શહેરી સ્વચ્છતા સર્વેક્ષણ છે, જે 2016માં ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા સ્વચ્છ ભારત અભિયાન-શહેરી હેઠળ શરૂ કરવામાં આવ્યો હતો.
  • Implementation Framework: આ સર્વેક્ષણ Quality Council of India (QCI) સાથે ભાગીદારીમાં હાથ ધરવામાં આવે છે અને તેનો હેતુ શહેરો અને નગરોમાં Cleanliness, Hygiene, અને Sanitation Standards નું મૂલ્યાંકન કરવાનો છે.
  • વસતીના આધારે 130 શહેરોને ત્રણ જૂથમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
    • કેટેગરી 1 (10 લાખથી વધુ વસતી ધરાવતા શહેરો)
    • કેટેગરી 2 (3 – 10 લાખની વચ્ચે વસતી ધરાવતા શહેરો)
    • કેટેગરી 3 (3 લાખથી ઓછી વસતી ધરાવતા શહેરો)
  • Ranking Criteria: Biomass & Municipal Solid Waste Burning, Road dust, Dust from Construction & Demolition Waste, Vehicular Emissions, Emissions from Industries, IEC activities, Improvement in PM10 concentrations, etc.

Highlights of the Awards

  • શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા (લાખોથી વધુ વસ્તીવાળા શહેરો)
    • ઈન્દોર (પ્રથમ), જબલપુર (બીજું) અને આગ્રા અને સુરત (સંયુક્ત રીતે ત્રીજું)
      • 2017-18 (82 μg/m³)ની સરખામણીમાં 2024-25માં PM10 સ્તર (83 μg/m³) વધુ નોંધાયું હોવા છતાં ઈન્દોર રેન્કિંગમાં ટોચ પર હતું.
    • Other ranks
      • નવી મુંબઈ (ચોથું), કાનપુર (પાંચમું), દિલ્હી (32મું), બેંગલુરુ (36મું), કોલકાતા (38મું), ચેન્નઈ (14મું).
    • 3 – 10 લાખ વસતી: અમરાવતી (પ્રથમ), ઝાંસી અને મુરાદાબાદ (સંયુક્ત રીતે બીજા ક્રમે), અલવર (ત્રીજું).
    • 3 લાખથી ઓછી વસતી: દેવાસ, મધ્યપ્રદેશ (પ્રથમ), પરવાનો, હિમાચલ પ્રદેશ (બીજું), અંગુલ, ઓડિશા (ત્રીજું).
  • NCAP હેઠળ સિદ્ધિઓ
    • 130 શહેરોમાંથી 103 શહેરોમાં PM10 સ્તરમાં સુધારો.
    • 64 શહેરોએ ઓછામાં ઓછો 20% ઘટાડો હાંસલ કર્યો, 25 શહેરોએ 40% ઘટાડો હાંસલ કર્યો (2024–25 vs 2017–18).
  • 22 શહેરોએ National Ambient Air Quality Standards (NAAQS) PM10 < 60 μg/m³ પૂર્ણ કર્યા છે.
    • ચેન્નાઈ એકમાત્ર મેટ્રો શહેર છે, જે સલામત મર્યાદા (58 μg/m³) ની અંદર છે.
    • દિલ્હી (203), કોલકાતા (92), મુંબઈ (90), હૈદરાબાદ (81), બેંગલુરુ (68) હજુ પણ મર્યાદાથી ઉપર છે.

National Clean Air Programme (NCAP) વિશે

  • Nodal Ministry: Ministry of Environment, Forest and Climate Change (MoEFCC).
  • તે જાન્યુઆરી 2019માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
  • હવા ગુણવત્તા વ્યવસ્થાપન માટે માળખું બનાવવાનો આ પ્રથમ રાષ્ટ્રીય પ્રયાસ છે.
  • ઉદ્દેશ્ય: 2017ને આધાર વર્ષ તરીકે ઉપયોગ કરીને, પાંચ વર્ષમાં Coarse Particles (PM10) અને Fine Particles (PM2.5)ના સ્તરમાં ઓછામાં ઓછા 20% ઘટાડો કરવાનો લક્ષ્યાંક.
    • 2025-26 સુધીમાં PM10 સ્તરમાં 40% સુધીનો ઘટાડો અથવા રાષ્ટ્રીય આસપાસના હવા ગુણવત્તા ધોરણો (NAAQS; 60 microgram/cubic meter) પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક સુધારવામાં આવ્યો છે.
  • અમલીકરણ સંસ્થા: રાષ્ટ્રીય સ્તરે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB).
  • PRANA (Portal for Regulation of Air-pollution in Non-Attainment cities): NCAP ના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે શરૂ કરાયેલ.

National Ambient Air Quality Standards (NAAQS) વિશે

  • NAAQS એ Central Pollution Control Board (CPCB) દ્વારા વાયુ પ્રદૂષકોને નિયંત્રિત કરવા અને જાહેર આરોગ્ય અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે નિર્ધારિત ધોરણો છે.
  • Coverage: તેઓ 12 મુખ્ય પ્રદૂષકો માટે અનુમતિપાત્ર મર્યાદા (Permissible Limits) સ્પષ્ટ કરે છે, જેમાં PM10, PM2.5, SO₂, NO₂, O₃, CO, સીસું, એમોનિયા અને બેન્ઝીનનો સમાવેશ થાય છે.
  • ઉદ્દેશ્ય: ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં હવાની ગુણવત્તા સુરક્ષિત સ્તરે જાળવવામાં આવે તેની ખાતરી કરવી, પ્રદૂષણ નિયંત્રણ પગલાં અને દેખરેખનું માર્ગદર્શન આપવું.

આદિજાતિ બાબતોના મંત્રાલય (Ministry of Tribal Affairs) દ્વારા નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે Integrated Tribal Development Agencies (ITDAs)ના પ્રોજેક્ટ અધિકારીઓ સાથે ‘આદિ કર્મયોગી અભિયાન’ પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • આ કાર્યક્રમમાં આદિ કર્મયોગી અભિયાન, PM-JANMAN અને ધરતી આબા અભિયાન જેવી મુખ્ય આદિવાસી વિકાસ પહેલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેથી પાયાના સ્તરે નેતૃત્વ અને સેવા વિતરણમાં વધારો થાય.
    • આદિ કર્મયોગી અભિયાન: વિશ્વનો સૌથી મોટો પાયાનો આદિવાસી નેતૃત્વ કાર્યક્રમ, જે સામાજિક પરિવર્તનના ઉત્પ્રેરક તરીકે કાર્ય કરવા માટે 1 લાખ ગામડાઓમાં 20 લાખ પરિવર્તન નેતાઓને એકત્ર કરે છે.
    • ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: તે એક સંકલન-સંચાલિત મિશન છે જેનો ઉદ્દેશ્ય સંકલિત આયોજન દ્વારા આદિવાસી ગામડાઓમાં આવશ્યક સેવાઓ, યોજનાઓ અને માળખાગત સુવિધાઓ વ્યાપકપણે પહોંચાડવાનો છે.
    • પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-JANMAN): Particularly Vulnerable Tribal Groups (PVTGs) માટે આવાસ, આરોગ્ય, શિક્ષણ, પાણી, વીજળીકરણ અને આજીવિકા સુનિશ્ચિત કરવા માટે એક કેન્દ્રિત પહેલ છે.
  • આદિ સંસ્કૃતિનું લોન્ચિંગ એક મુખ્ય આકર્ષણ હતું. આદિવાસી સમુદાયોની સંસ્કૃતિ અને પરંપરાગત જ્ઞાનને સાચવવા અને પ્રોત્સાહન આપવા માટે વિશ્વની પ્રથમ ડિજિટલ યુનિવર્સિટી તરીકે અને આદિવાસી કારીગરો દ્વારા બનાવેલા ઉત્પાદનોને ઍક્સેસ કરવા માટે વિશ્વ માટે એક ઓનલાઈન બજાર તરીકે તેની કલ્પના કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ ત્રણ મુખ્ય ઘટકોને એકીકૃત કરે છે:
    • Adi Vishwavidyalaya (Digital Tribal Art Academy): હાલમાં આદિવાસી નૃત્ય, ચિત્રકામ, હસ્તકલા, સંગીત અને લોકવાયકા (Folklore) પર 45 Immersive Courses ઓફર કરવામાં આવે છે.
    • Adi Sampada (Socio-Cultural Repository): ચિત્રો, નૃત્ય, કપડાં અને કાપડ, કલાકૃતિઓ અને આજીવિકાને આવરી લેતા પાંચ થીમ પર 5,000 થી વધુ ક્યુરેટેડ દસ્તાવેજોનો સંગ્રહ.
    • Adi Haat (Online Marketplace): હાલમાં TRIFED સાથે જોડાયેલ, આ આદિવાસી કારીગરો માટે એક સમર્પિત ઓનલાઈન બજાર તરીકે વિકસિત થશે, જે ટકાઉ આજીવિકા અને ગ્રાહકની સીધી પહોંચને સક્ષમ બનાવશે.
  • 1970 અને 1980 ના દાયકામાં સ્થાપિત Integrated Tribal Development Agencies (ITDAs)ને અનુસૂચિત જનજાતિઓને જાહેર સેવાઓ અને વિકાસ કાર્યક્રમોની અસરકારક ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે વિશિષ્ટ સંસ્થાઓ તરીકે ડિઝાઈન કરવામાં આવી છે.

2025માં અલ્બેનિયાએ “Diella” નામના વિશ્વના પ્રથમ Artificial Intelligence (AI) સંચાલિત કેબિનેટ મંત્રીની નિમણૂક કરીને ઈતિહાસ રચ્યો છે. પ્રધાનમંત્રી Edi Rama એ તિરાનામાં Socialist Party ની બેઠક માં ડિએલાને જાહેર ખરીદી (Public Procurement) અને ટેન્ડરોનું સંચાલન કરવાની જવાબદારી સોંપી.

Diella

  • Diella માનવ મંત્રી નથી પરંતુ અલ્બેનિયાના ડિજિટલ ગવર્નન્સ પોર્ટલ e-Albania માં સંકલિત વર્ચ્યુઅલ AI અવતાર છે.
  • અલ્બેનિયનમાં “ડિએલા” શબ્દનો અર્થ “સૂર્ય” થાય છે.
  • Role: જાહેર ટેન્ડરો અને ખરીદીનું નિરીક્ષણ કરવું, પારદર્શિતા અને ન્યાયીતા સુનિશ્ચિત કરવા.
  • Capabilities: Voice Command દ્વારા અમલદારશાહી વિનંતીઓ પર પ્રક્રિયા કરવી; પહેલાથી જ 36,600 ડિજિટલ દસ્તાવેજો અને લગભગ 1,000 સેવાઓને સુવિધા આપી છે.
    • ડિએલા ફક્ત પ્રતીકાત્મક (Symbolic) નથી પરંતુ વાસ્તવિક જવાબદારીઓ સાથે સક્રિય મંત્રી છે.

ભારતીય નૌકાદળના નવીનતમ નૌકાદળ મથક ‘INS Aravali’ને ગુરુગ્રામ ખાતે Maritime Domain Awareness (MDA) ક્ષમતાને મજબૂત બનાવવા માટે કાર્યરત કરવામાં આવ્યું હતું.

  • INS Aravali જેનું નામ અટલ ‘Aravali Range’ પરથી પડ્યું છે.
  • તે નૌકાદળના માહિતી અને સંદેશાવ્યવહાર માળખાને મજબૂત બનાવવા માટે રચાયેલ છે. તે માત્ર ટેકનોલોજીનું કેન્દ્ર જ નહીં, પરંતુ MAHASAGAR ના સહયોગી દ્રષ્ટિકોણનું પણ હશે.
  • આ બેઝ તેના સૂત્ર દ્વારા સંચાલિત છે: ‘सामुद्रिकसुरक्षायाः सहयोगं’ (Maritime Security through Collaboration).
  • તે ભારતીય નૌકાદળના વિવિધ માહિતી અને સંદેશાવ્યવહાર કેન્દ્રોને મદદ કરશે, અને ભારતના કમાન્ડ, કંટ્રોલ, કોમ્યુનિકેશન્સ અને મેરીટાઈમ ડોમેન અવેરનેસ (MDA) માળખાને મજબૂત બનાવશે.
  • હિંદ મહાસાગર ક્ષેત્રમાં પસંદગીના સુરક્ષા ભાગીદાર તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવશે.

One-Liner Current Affairs

  • તાજેતરમાં ભારતના બિહારમાં રાજગીર સ્થિત બિહાર સ્પોર્ટ્સ યુનિવર્સિટી હોકી સ્ટેડિયમ ખાતે 29 ઓગસ્ટ થી 7 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ‘મેન્સ હોકી એશિયા કપ 2025’નું આયોજન કરવામાં આવ્યું હતું.
    • તે મેન્સ હોકી એશિયા કપની 12મી આવૃત્તિ હતી. ફાઈનલ મેચમાં દક્ષિણ કોરિયાને 4-1 થી હરાવીને ભારત ચેમ્પિયન બન્યું છે.
    • ભારત ચોથી વખત (2003, 2007, 2017 અને 2025) હોકી એશિયા કપમાં ચેમ્પિયન બન્યું છે.
  • દક્ષિણ કોરિયાના ગ્વાંગજુમાં આયોજિત વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં પુરુષોની કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં પોતાનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે.
    • ભારતીય ટીમે ફાઈનલમાં ફ્રાન્સ સામે 235-233ના નાના અંતરથી વિજય મેળવ્યો છે.
    • મુખ્ય પ્રદર્શન ઋષભ યાદવ, પ્રિયાંશ સૈની અને અમન ફૂગેનું રહ્યું હતું, જેમનું ટીમવર્ક અને ચોક્કસાઈ નિર્ણાયક સાબિત થઈ હતી. આ ઉપરાંત ઋષભ યાદવે જ્યોતિ સુરેખા વેન્નમ સાથે મિશ્ર ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો.
  • People’s Progressive Party (PPP)ના નેતા ‘ઈરફાન અલી’ ગુયાનાના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા છે.
    • તેઓ 65 બેઠકોવાળી સંસદના 55% સાથે બીજા પાંચ વર્ષના કાર્યકાળ માટે ફરીથી ચૂંટાયા છે.
  • 5 સપ્ટેમ્બર, 2025ના રોજ થાઈલેન્ડના વડાપ્રધાન તરીકે ‘Anutin Charnvirakul’ને ચૂંટવામાં આવ્યા હતા.
    • તેઓ થાઈલેન્ડના વડાપ્રધાન તરીકે ‘Paetongtarn Shinawatra’નું સ્થાન લેશે.
  • પ્રસિદ્ધ ગુજરાતી ભાષાના કવિ ‘હર્ષ બ્રહ્મભટ્ટ’ને 2025ના નરસિંહ મહેતા એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.
    • 6 ઓકટોબર સાંજે 5.30 કલાકે ગોપનાથ (તળાજા, ભાવનગર) ખાતે મોરારી બાપુના વરદ હસ્તે ટ્રસ્ટના અધ્યક્ષ રઘુવીર ચૌધરી અને સારસ્વતો, વિદ્વાનો, ભાવકોની ઉપસ્થિતિમાં હર્ષ બ્રહ્મભટ્ટને આ એવોર્ડ અર્પણ કરવામાં આવશે.
  • 2025માં ‘આત્મસન્માન ચળવળ (Self-Respect Movement)’ના 100મા વર્ષની ઉજવણી કરવામાં આવી છે. જે બુધ્ધિવાદ, સામાજિક સમાનતા અને જાતિ વિરોધી વિચારધારાની હિમાયત કરતી હતી.
    • આત્મસન્માન ચળવળ 1925મા તમિલનાડુમાં ઈ. વી. રામાસ્વામી દ્વારા શરૂ કરવામાં આવી હતી.
  • હિમાચલ પ્રદેશ પૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા પ્રાપ્ત કરનાર ચોથું રાજ્ય બન્યું છે.
    • ત્રિપુરા, મિઝોરમ અને ગોવા બાદ આ મહત્વપૂર્ણ સીમાચિન્હ હાંસલ કરનાર ચોથું રાજ્ય છે.
    • આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિમિત્તે ULLAS કાર્યક્રમ હેઠળ આ જાહેરાત કરવામાં આવી હતી.
    • જૂન, 2024માં લદ્દાખને સંપૂર્ણ સાક્ષર જાહેર કરાયેલ પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો હતો.
    • હિમાચલ પ્રદેશનો સાક્ષરતા દર 90.30% સુધી પહોંચી ગયો છે, જે રાષ્ટ્રીય ધોરણ 95% થી વધુ છે, જેને શિક્ષણ મંત્રાલય સંપૂર્ણ સાક્ષરતા (100%)ની સમકક્ષ માને છે.
  • નવોદિત ફિલ્મ નિર્માતા અનુપર્ણા રોય 82nd Venice Film Festival માં શ્રેષ્ઠ દિગ્દર્શકનો Orizzonti Award જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા છે.
    • તેમની ફીચર ફિલ્મ ‘Songs of Forgotten Trees’ અનુરાગ કશ્યપ દ્વારા રજૂ કરવામાં આવી હતી.
    • આ એવોર્ડની જાહેરાત Jury President Julia Ducournau દ્વારા કરવામાં આવી હતી.
  • સ્વર્ગસ્થ ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘને (મરણોત્તર) અર્થશાસ્ત્ર માટે પી. વી. નારસિમ્હા રાવ મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • તાજેતરમાં ભારત દ્વારા 8 થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન અરુણાચલ પ્રદેશમાં ‘સિયોમ પ્રહાર કવાયત’નું આયોજન કરવામાં આવ્યું હતું.
    • આ ભારતીય સેના દ્વારા આયોજિત એક મુખ્ય ક્ષેત્ર તાલીમ કવાયત છે.
    • તેનો ઉદ્દેશ્ય આધુનિક વ્યૂહાત્મક કામગીરીમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને માન્ય કરવાનો છે.
    • આ કવાયત વાસ્તવિક યુદ્ધભૂમિની પરિસ્થિતિઓ હેઠળ યોજાઈ હતી અને માનવરહિત હવાઈ પ્રણાલીઓને વ્યૂહાત્મક અને Operation Depths માં એકીકૃત કરીને “ઓપરેશનલ તૈયારીમાં એક મહત્વપૂર્ણ પગલું” તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું હતું.
    • Focus: આ કવાયતનું કેન્દ્રિય ધ્યાન ભવિષ્યના યુદ્ધક્ષેત્રો માટે નવી યુક્તિઓ, તકનીકો અને પ્રક્રિયાઓનો વિકાસ અને માન્યતા હતું.
  • ઉત્તરપૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશ અંજાવ જિલ્લાના ડોંગ ગામમાં તેનો પ્રથમ ‘સૂર્યોદય મહોત્સવ’ યોજવામાં આવશે.
    • આ કાર્યક્રમ 29 ડિસેમ્બર, 2025 થી 2 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે.
    • ડાંગ ભારતનું સૌથી પૂર્વીય ગામ છે અને દરરોજ સૂર્યના પ્રથમ કિરણો મેળવે છે.
  • ભારતીય રેલવે દ્વારા ચેન્નાઈમાં ઈન્ટિગ્રેલ કોચ ફેક્ટરીમાં વિકસિત હાઈડ્રોજન સંચાલિત ટ્રેનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ટ્રેન ટૂંક સમયમાં હરિયાણામાં જીંદ અને સોનીપત વચ્ચે દોડશે.
    • તે રાષ્ટ્રીય ગ્રીન હાઈડ્રોજન મિશનનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં વાર્ષિક પાંચ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન કરવાનો છે. આ ટ્રેન વીજળી ઉત્પન્ન કરવા માટે હાઈડ્રોજન ફ્યુઅલ સેલનો ઉપયોગ કરે છે.
  • તાજેતરમાં 6 થી 16 સપ્ટેમ્બર 2025 દરમિયાન ચીનની People’s Liberation Army (PLA) અને નેપાળની સેનાએ કાઠમંડુમાં તેમના સંયુક્ત લશ્કરી કવાયત ‘Sagarmatha Friendship 2025’ની ચોથી આવૃત્તિ શરૂ કરી છે.
    • આ કવાયતમાં આતંકવાદ વિરોધી કામગીરી, યુદ્ધ વ્યૂહરચના કવાયત, આપત્તિ રાહત કવાયત, સંયુક્ત કામગીરી અને જ્ઞાન-આદાન-પ્રદાન સત્રો જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
    • પ્રથમ આવૃત્તિ: 2017
  • તાજેતરમાં નેપાળમાં થયેલી રાજકીય અશાંતિ અને Gen-Z વિરોધ પ્રદર્શનના કારણે પૂર્વ વડાપ્રધાન શ્રી કે. પી. ઓલી શર્માએ રાજીનામું આપતું હતું. ત્યારબાદ સુશ્રી સુશીલા કાર્કીને નેપાળના વચગાળાના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
    • નેપાળના પૂર્વ વડાપ્રધાન શ્રી કે. પી. ઓલીની સરકારે 4 સપ્ટેમ્બરના રોજ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યૂબ, વોટ્સએપ, રેડિટ અને એક્સ જેવી કુલ 26 સોશિયલ મીડિયા એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. યૂવાનો આ એપ્સ પરનો પ્રતિબંધ દૂર કરવાની માંગણી કરી હતી. જોકે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા 8 સપ્ટેમ્બરે રાજધાની કાઠમાંડુ સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
  • ઉઝબેકિસ્તાનમાં આયોજિત ગ્રાન્ડ સ્વિચ ચેસ ટુર્નામેન્ટમાં અમેરિકાના 16 વર્ષના ગ્રાન્ડ માસ્ટર અભિમન્યુ મિશ્રાએ 19 વર્ષના વર્લ્ડ ચેમ્પિયન શ્રી ડી. ગુકેશને પાંચમા રાઉન્ડમાં 61 ચાલની રમતમાં હરાવીને ઈતિહાસ રચ્યો હતો.
    • આ સાથે અભિમન્યુ મિશ્રા ક્લાસિકલ ચેસની રમતમાં કોઈ વર્તમાન વિશ્વ ચેમ્પિયનને હરાવનાર સૌથી નાની ઉંમરનો પ્લેયર બન્યો છે.

Leave a Comment

error: Content is protected !!