Daily Current Affairs 25-31 August 2025

  • 26 August 2025
    1. મહિલા સમાનતા દિવસ
      • દર વર્ષે 26 ઓગસ્ટના રોજ ‘મહિલા સમાનતા દિવસ‘ ઉજવવામાં આવે છે.
      • આ દિવસે અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં મહિલાના અધિકારોની ચર્ચા અને દરેક જગ્યાએ કોન્ફરન્સ અને સેમિનારનું આયોજન કરવામાં આવે છે.
      • 26 ઓગસ્ટ, 1920ના રોજ અમેરિકામાં મહિલાઓને 19મા બંધારણીય સુધારા દ્વારા પ્રથમ વખત મત આપવાનો અધિકાર મળ્યો હતો. આ પહેલા ત્યાં મહિલાઓને બીજા વર્ગના નાગરિકોનો દરજ્જો હતો.
      • 1971થી 26 ઓગસ્ટને ‘મહિલા સમાનતા દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે.
      • 1893માં ‘મહિલા સમાનતા’ની શરૂઆત કરનાર વિશ્વનો પ્રથમ દેશ ન્યૂઝીલૅન્ડ છે.
    2. International Dog Day
  • 29 August 2025
    1. રાષ્ટ્રીય રમત દિવસ (National Sports Day)
      • ભારતમાં દર વર્ષે 29 ઓગસ્ટના રોજ ‘રાષ્ટ્રીય રમત દિવસ‘ ઉજવવામાં આવે છે.
      • ભારતમાં હોકીના ખેલાડી ‘શ્રી મેજર ધ્યાનચંદ’ની યાદમાં તેમના જન્મદિન પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
        • તેઓ ‘The Wizard of Hockey’ અને ‘The Magician of Hockey’ ઉપનામથી પ્રસિધ્ધ હતા.
        • તેમણે 1928, 1934 અને 1936માં ભારતને ઓલિમ્પિકમાં કુલ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા.
        • 1921માં તેમના નામ પરથી ભારતનું સર્વોચ્ચ રમત સન્માન ‘રાજીવગાંધી ખેલ રત્ન એવોર્ડ’નું નામ બદલીને ‘મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ’ રાખવામાં આવ્યું હતું.
    2. International Day against Nuclear Tests
      • સમગ્ર વિશ્વમાં 29 ઓગસ્ટના રોજ ‘International Day against Nuclear Tests‘ ઉજવવામાં આવે છે.
      • આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય પરમાણુ હથિયારના ઘાતક પ્રભાવો અંગે જાગૃતિ ફેલાવીને સમગ્ર વિશ્વને પરમાણુ હથિયારથી મુક્ત કરવાનો છે.
      • ડિસેમ્બર 2009માં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા આ દિવસની ઉજવણીને મંજૂરી આપવામાં આવી હતી.
      • સૌપ્રથમ ઉજવણી: 29 ઓગસ્ટ, 2010
      • સોવિયેત સંઘના અત્યંત મહત્વના પરમાણુ પરીક્ષણ સ્થળ ‘Semipalatinsk’ને 29 ઓગસ્ટ, 1991ના રોજ બંધ કરવામાં આવ્યું હતું. આથી આ દિવસની યાદમાં 29 ઓગસ્ટના રોજ International Day against Nuclear Tests ની ઉજવણી કરવામાં આવે છે.
        • Semipalatinsk પરમાણુ પરીક્ષણ કેન્દ્રમાંથી સોવિયેત સંઘે 1949-1989 સુધીમાં આશરે 456 જેટલા પરમાણુ પરીક્ષણો કર્યા હતા.
  • 30 August 2025
    1. લઘુ ઉદ્યોગ દિવસ (Small Industry Day)
      • દર વર્ષે 30 ઓગસ્ટના રોજ ‘લઘુ ઉદ્યોગ દિવસ‘ અથવા ‘રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ‘ ઉજવવામાં આવે છે.
      • આ દિવસ નાના ઉદ્યોગને પ્રોત્સાહન અને બેરોજગારને રોજગારીની તકો પૂરી પાડવાનો ઉદ્દેશથી ઉજવવામાં આવે છે.
      • 30 ઓગસ્ટ, 2010ના રોજ લઘુ ઉદ્યોગ મંત્રાલયે નવી દિલ્હીમાં નાના ઉદ્યોગ સાહસિકો માટે એક ‘લઘુ ઉદ્યોગ પરિષદ’નું આયોજન કર્યુ હતું. જેમાં લઘુ ઉદ્યોગો માટેના રાષ્ટ્રીય પુરસ્કારો પણ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારથી દર વર્ષે 30 ઓગસ્ટના રોજ ‘રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ’નું આયોજન કરવામાં આવે છે.

Daily Current Affairs 25-31 August 2025

તાજેતરમાં સુંદરવન ટાઈગર રિઝર્વ (STR) ભારતનું બીજું સૌથી મોટું ટાઈગર રિઝર્વ બન્યું છે. National Board for Wildlife દ્વારા પશ્ચિમ બંગાળના 1,044.68 ચોરસ કિમી ઉમેરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ રિઝર્વ હવે 3,629.57 ચોરસ કિમીને આવરી લે છે, જે અગાઉના સાતમા ક્રમથી ઉપર છે.

  • સુંદરવન ટાઇગર રિઝર્વ એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ છે અને પશ્ચિમ બંગાળમાં સ્થિત વિશ્વના સૌથી મોટા મેન્ગ્રોવ ઈકોસિસ્ટમનો એક ભાગ છે.
  • તે ભારતના પ્રોજેક્ટ ટાઈગર નેટવર્કનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવે છે, અને તેના અનોખા મેન્ગ્રોવ-ટાઈગર ઈકોસિસ્ટમ માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે.
  • સ્થાપના: પ્રોજેક્ટ ટાઈગરના પ્રથમ તબક્કા હેઠળ 1973માં ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું.
    • 1989માં બાયોસ્ફિયર રિઝર્વ (Biosphere Reserve) બન્યું, 2001માં UNESCO દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ હતી.
  • વનસ્પતિ (Flora)
    • મેન્ગ્રોવ વનસ્પતિ દ્વારા પ્રભુત્વ ધરાવે છે – ખાસ કરીને Sundari (Heritiera fomes), Gewa (Excoecaria agallocha), અને Golpata (Nypa fruticans).
    • Pneumatophores (Breathing Roots) સાથે, ખારા, ભરતીની પરિસ્થિતિઓ માટે અનુકૂળ છે.
  • પ્રાણીસૃષ્ટિ (Fauna)
    • રોયલ બંગાળ વાઘનું ઘર (જે નદીમુખોમાં તરવાની ક્ષમતા માટે જાણીતું છે).
    • ઉપરાંત Estuarine cCrocodiles, Fishing Cats, Water Monitor Lizards, Olive Ridley Turtles, Spotted Deer, અને કિંગફિશર અને બગલા જેવી અસંખ્ય પક્ષીઓની પ્રજાતિઓનું આશ્રયસ્થાન છે.
    • સમૃદ્ધ જળચર જૈવવિવિધતા માટે જાણીતું છે – જેમાં હિલ્સા અને સ્થાનિક આજીવિકા માટે મહત્વપૂર્ણ અન્ય માછલીઓનો સમાવેશ થાય છે.
  • 2019માં રામસર વેટલેન્ડ સાઈટ જાહેર કરવામાં આવી હતી.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) મિશન સુદર્શન ચક્ર હેઠળ Integrated Air Defence Weapon System (IADWS)ના પ્રથમ ઉડાન પરીક્ષણો સફળતાપૂર્વક હાથ ધર્યા હતા.

મિશન સુદર્શન ચક્ર

  • તે 79મા સ્વતંત્રતા દિવસે જાહેર કરાયેલ એક રાષ્ટ્રીય સુરક્ષા પહેલ છે, જેનો ઉદ્દેશ્ય 2035 સુધીમાં સ્વદેશી આયર્ન ડોમ જેવી હવાઈ સંરક્ષણ પ્રણાલી (અદ્યતન તકનીકો અને બહુ-સ્તરીય સંરક્ષણ પ્રણાલીઓ સાથે) વિકસાવવાનો છે જેથી મહત્વપૂર્ણ નાગરિક અને સંરક્ષણ માળખાને સુરક્ષિત કરી શકાય.
  • આ મિશનનો ઉદ્દેશ્ય દુશ્મનના હુમલાઓને નિષ્ક્રિય કરવાનો અને ઝડપી પ્રતિ-હડતાલને સક્ષમ કરવાનો છે, ઝડપી, ચોક્કસ સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો અને ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતાને મજબૂત બનાવવાનો છે.

Integrated Air Defence Weapon System (IADWS)

  • તે QRSAM (Quick Reaction Surface-to-Air Missiles), VSHORADS (Very Short Range Air Defence System), અને DEW (Directed Energy Weapon) (લેસર-આધારિત ઉચ્ચ-ઊર્જા પ્રણાલી) સાથેની એક અદ્યતન, સ્વદેશી બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલી છે.
  • Centralised Command and Control Centre, IADWS Unmanned Aerial Vehicles (UAVs) અને મિસાઈલો જેવા લક્ષ્યોનું રીઅલ-ટાઈમ શોધ અને તટસ્થીકરણ સુનિશ્ચિત કરે છે.
  • IADWS, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલોને અટકાવવા માટે ભારત દ્વારા S-400, Barak-8 અને આકાશ સિસ્ટમના ઉપયોગ પર આધારિત છે.
  • તેના સફળ ઉડાન પરીક્ષણો ભારતની આત્મનિર્ભર અને સંકલિત હવાઈ સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું છે.

Khelo India Water Sports Festival (KIWSF) 2025 21-23 ઓગસ્ટ, 2025 દરમિયાન જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પ્રતિષ્ઠિત દાલ લેક ખાતે યોજાશે, જેમાં 400 થી વધુ સહભાગીઓ Rowing, Canoeing, અને Kayaking માં ભાગ લેશે. ગુલમર્ગમાં ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ પછી જમ્મુ અને કાશ્મીરમાં આ બીજી ખેલો ઈન્ડિયા ઈવેન્ટ હશે, જે આ પ્રદેશને ભારતના શિયાળુ રમતગમત કેન્દ્ર તરીકે વધુ સ્થાપિત કરશે.

  • KIWSF 2025નું આયોજન Sports Authority of India (SAI) અને જમ્મુ અને કાશ્મીર સ્પોર્ટ્સ કાઉન્સિલ દ્વારા સરકારની ખેલો ભારત પહેલ હેઠળ સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે.
  • ઉદ્દેશ્ય: તેનો ઉદ્દેશ્ય ગ્રાસરુટ સ્પોર્ટ્સનો વિસ્તાર કરવાનો, સ્થાનિક રોજગારીનું સર્જન કરવાનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવાનો છે.
  • Events: આ પહેલી Consolidated Open-Age Category Championships હશે, જ્યાં બધી 14 Kayaking અને Canoeing Events અને 10 Rowing Events ઓલિમ્પિક ઈવેન્ટ્સ હશે.
    • ત્રણ પ્રદર્શન ઇવેન્ટ્સ પણ હશે – વોટર સ્કીઇંગ, શિખરા બોટ સ્પ્રિંગ અને ડ્રેગન બોટ રેસ.
  • Qualifications: નવેમ્બર 2024 માં ટિહરી (ઉત્તરાખંડ)માં Kayaking અને Canoeing રાષ્ટ્રીય ખેલાડીઓ ક્વોલિફાયર તરીકે સેવા આપી હતી, જેમાં સિંગલ્સ અને ડબલ્સમાં ટોચના 15 અને ફોરમાં ટોચના આઠ ખેલાડીઓ KIWSF માં આગળ વધશે.
    • રોઈંગ માટે માર્ચ 2025માં ભોપાલમાં આયોજિત રાષ્ટ્રીય ખેલાડીઓમાંથી ટોચના આઠ ભાગ લેશે.
  • Participants: KIWSF માં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખેલાડીઓનો સમાવેશ થશે, જેમાં સર્વિસીસ ટીમનો સમાવેશ થશે નહીં.
    • આ રમતોમાં લગભગ સમાન પ્રતિનિધિત્વ હશે, જેમાં 409 ખેલાડીઓ મેડલ માટે સ્પર્ધા કરશે, જેમાં 202 મહિલાઓનો સમાવેશ થાય છે.
    • મધ્યપ્રદેશ (44), હરિયાણા (37), ઓડિશા (34) અને કેરળ (33)ની KIWSF 2025માં સૌથી મોટી ટુકડી હશે.
    • ગુજરાત, પુડુચેરી અને પશ્ચિમ બંગાળની ટીમો સૌથી નાની હશે.
  • આ પ્રથમ ખેલો વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં મધ્યપ્રદેશે ટોચનું સ્થાન મેળવ્યું છે.
    • મધ્યપ્રદેશે 18 મેડલ જીત્યા હતા, જેમાં 10 ગોલ્ડ, 3 સિલ્વર અને 5 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
  • ઓડિશા 10 મેડલ સાથે બીજા સ્થાને અને કેરળ 7 મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યું છે.

ખેલો ઈન્ડિયા

  • ભારત સરકાર દ્વારા 2017માં શરૂ કરવામાં આવ્યું હતું, ખેલો ઈન્ડિયાનો ઉદ્દેશ્ય વિવિધ રમતો માટે માળખાગત સુવિધાઓ અને એકેડેમીમાં વધારો કરીને દેશની રમતગમત સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો છે.
  • આ પહેલ 2018માં નવી દિલ્હીમાં ખેલો ઈન્ડિયા સ્કૂલ ગેમ્સથી શરૂ થઈ હતી, અને 2018માં ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) જોડાયા પછી, રમતોનું નામ બદલીને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ રાખવામાં આવ્યું હતું, જેની પ્રથમ આવૃત્તિ 2019માં પુણેમાં યોજાઈ હતી.
  • ખેલો ઈન્ડિયા ચળવળે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ (KIYG), ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ (KIUG) અને ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ (KIWG)ને વાર્ષિક રાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમો તરીકે રજૂ કર્યા હતા જ્યાં વિવિધ રાજ્યો અને યુનિવર્સિટીઓના યુવાનો તેમની કુશળતા દર્શાવે છે અને મેડલ માટે સ્પર્ધા કરે છે.
    • ખેલો ઈન્ડિયા કેલેન્ડરમાં એક નવો ઉમેરો કરવામાં આવ્યો હતો. ખેલો ઈન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ અને ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ, જે મે 2025માં દીવમાં યોજાઈ હતી, આ પહેલ હેઠળની ઘટનાઓના વિસ્તરણને પ્રકાશિત કરે છે.

ફિજીના વડાપ્રધાન ‘Sitiveni Ligamamada Rabuka’ 24-26 ઓગસ્ટ, 2025 દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી. તેમની ૩ દિવસની ભારત મુલાકાતમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે ભારતીય પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી હતી.

મુલાકાતના મુખ્ય મુદ્દાઓ

  • ભારત ફિજીના સૈન્ય માટે તાલીમ, સાધનો અને ક્ષમતા નિર્માણ પૂરું પાડવા સંમત થયું હતું. UN Peacekeeping Operations, Military Medicine, White Shipping Information Exchange and Cybersecurity માં સહયોગ કરશે.
  • કરારમાં 100-Bedded Super-Specialty Hospital, Jan Aushadhi, Heal in India, Telemedicine under e-Sanjeevani નો સમાવેશ થાય છે.
  • Hindi-Sanskrit Studies, Girmitiyas (Indian indentured labourers) Recognition, Sports, and Professional/Student Mobility પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
  • Joint vision for Indo-Pacific peace, support India’s UNSC membership, counter-terrorism, climate action, sustainable development, South-South cooperation, reinforces India’s Act East Policy અને Indo-Pacific Oceans Initiative (IPOI)ને મજબૂત બનાવે છે, જે Pacific Island Countries (PICs)માં ચીનના પ્રભાવને સંતુલિત કરે છે.
  • ભારતના પ્રધાનમંત્રીએ ફિજીના પ્રધાનમંત્રીની ‘Ocean of Peace’ પહેલને સમર્થન આપવા બદલ પ્રશંસા કરી, જે સ્થિર, સુરક્ષિત અને ટકાઉ ઈન્ડો-પેસિફિક ઈચ્છે છે.

ફિજી (Fiji)

  • ફિજી એ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલો એક દેશ અને દ્વીપસમૂહ છે અને Pacific Island Countries (PICs)નો ભાગ છે, જે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ (Auckland)ની ઉત્તરે સ્થિત છે, જેમાં 300થી વધુ ટાપુઓ છે, જેમાંથી લગભગ 100 ટાપુઓ પર વસ્તી છે.
  • ફિજીને “Soft Coral Capital of the World” તરીકે ઓળખવામાં આવે છે. તેમાં 4,000 ચોરસ કિલોમીટરથી વધુ કોરલ રીફ છે.
  • ફિજી એક સંસદીય લોકશાહી છે જેમાં સ્વદેશી ફિજીયન, ભારતીય, યુરોપિયન અને અન્ય સમુદાયોની વૈવિધ્યસભર વસ્તી છે, અને તે દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટું હિન્દુ મંદિર, શ્રી શિવ સુબ્રમણ્ય સ્વામી મંદિરનું ઘર છે.

ભારતીય સેનાએ તેના દાયકાઓના પરિવર્તનના ભાગરૂપે ‘Terrier Cyber Quest 2025’ શરૂ કર્યુ છે.

  • તેનો ઉદ્દેશ્ય વાસ્તવિક સંરક્ષણ અને સાયબર સુરક્ષા જોખમોનો સામનો કરવાનો છે.
  • Decade of Transformation ના ભાગરૂપે Indian Army’s Territorial Army, IIT Madras, Indian Army Research Cell (IARC), અને CyberPeace ના સહયોગથી Indian Army Terrier Cyber Quest 2025 નું આયોજન કરી રહી છે.
  • આ કાર્યક્રમ નવી દિલ્હીમાં યોજાશે.
  • સાયબર ક્વેસ્ટ Artificial Intelligence (AI), Machine Learning (ML), Quantum Computing અને Drone Technology જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં નવીનતા અને સહયોગને પ્રોત્સાહન આપશે.

વધુ માહિતી જાણવા માટે અહીં Click કરો.

પ્રધાનમંત્રીએ ગુજરાતના હાંસલપુર ખાતે સુઝુકીના પ્રથમ Made-in-India Global Strategic Battery Electric Vehicle (e-VITARA)નું ઉદ્ઘાટન કર્યું અને Hybrid Battery Electrode ઉત્પાદન શરૂ કર્યું હતું.

  • e-VITARA અને EV Exports
    • ભારતમાં ઉત્પાદિત સુઝુકીના પ્રથમ વૈશ્વિક વ્યૂહાત્મક BEV ને લીલી ઝંડી આપવામાં આવી હતી.
    • આ EVs જાપાન અને યુરોપ સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે.
    • આ ભારતને મેક ઈન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત સાથે સંકલિત EV ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર બનાવે છે.
  • Battery Ecosystem Development
    • ભારતે ગુજરાતમાં TDS Lithium-Ion Battery પ્લાન્ટ ખાતે હાઈબ્રિડ બેટરી ઈલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન કર્યું હતું.
    • આ પ્લાન્ટ Toshiba, Denso, and Suzuki (TDSG)નું સંયુક્ત સાહસ છે.
    • બેટરી મૂલ્યના 80% થી વધુનું ઉત્પાદન હવે સ્થાનિક સ્તરે કરવામાં આવશે, જે આયાત પર નિર્ભરતા ઘટાડે છે.
  • Strategic Importance
    • 1980ના દાયકામાં મારુતિ સુઝુકીથી શરૂ થયેલા ભારત-જાપાન ઔદ્યોગિક સહયોગને મજબૂત બનાવે છે.
    • 2030 સુધીમાં 30% EV પ્રવેશના ભારતના લક્ષ્યને સમર્થન આપે છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યોમાં ફાળો આપે છે.
    • EV, હાઈબ્રિડ વાહનો અને ઈ-એમ્બ્યુલન્સને પ્રોત્સાહન આપવા માટે PM E-ડ્રાઈવ યોજના (₹11,000 કરોડ ખર્ચ) સાથે જોડાયેલ.

કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાતના સાણંદ ખાતે CG Power ની ભારતની પ્રથમ ‘End-to-End Semiconductor OSAT Pilot Line Facility‘નું ઉદઘાટન કર્યું હતું.

  • આ ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
  • ગુજરાતના સાણંદ ખાતે આવેલી CG Semi Facility ભારતના પ્રથમ પૂર્ણ-સ્કેલ Outsourced Semiconductor Assembly and Test (OSAT) પ્લાન્ટમાંની એક છે.
  • આ સુવિધા સેમિકન્ડક્ટર ડિઝાઈન અને ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાની ભારતની મહત્વાકાંક્ષામાં સીમાચિન્હરૂપ છે.
  • આ લોન્ચિંગ ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM)નો એક ભાગ છે અને તેનો હેતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશના સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમને વેગ આપવાનો છે.
  • CG Semi ગુજરાતમાં બે અત્યાધુનિક સુવિધાઓ (G1 અને G2) વિકાસવવા માટે ₹7600 કરોડથી વધુનું રોકાણ કરી રહી છે.

BHEL દ્વારા ભૂટાનના વાંગડુ (Wangdue) જિલ્લામાં સ્થિત Punatsangchhu-II Hydroelectric Project (PHEP-II)ના પ્રથમ બે યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. ભારત અને ભૂટાન વચ્ચેના દ્વિપક્ષીય કરાર હેઠળ, આ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટનો હેતુ ભૂટાનની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવાનો અને ભારતમાં વધારાની વીજળી નિકાસ કરવાનો છે, જેનાથી પ્રાદેશિક ઉર્જા સુરક્ષામાં વધારો થશે.

  • તે ભૂટાનના વાંગડુ ફોદ્રાંગ (Wangdue Phodrang) જિલ્લામાં નિર્માણાધીન 1GW રન-ઓફ-ધ-રિવર હાઈડ્રોઇલેક્ટ્રિક પાવર જનરેટિંગ સુવિધા છે.
  • Capacity: 1,020 MW
  • આ પ્રોજેક્ટ Punatsangchhu II Hydroelectric Project Authority દ્વારા ભૂટાનની રોયલ સરકાર અને ભારત સરકાર વચ્ચેના Inter-Government Agreement (IGA) હેઠળ વિકસાવવામાં આવી રહ્યો છે.
  • ભારત સ્થિત Water and Power Consultancy Services (WAPCOS)એ પ્રોજેક્ટ અભ્યાસ તબક્કા દરમિયાન એન્જિનિયરિંગ અને ડિઝાઈન કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડી હતી, જ્યારે National Institute of Rock Mechanics (NIRM) મોડેલિંગ અને જીઓટેકનિકલ એન્જિનિયરિંગ સેવાઓ માટે રોકાયેલ હતી.
  • આ પ્રોજેક્ટ ₹37,778 મિલિયનના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો. તેનું સંપૂર્ણ ભંડોળ ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યું છે, જેમાં 30% ગ્રાન્ટ, 70% લોન અને 10% વાર્ષિક વ્યાજ પર આપવામાં આવ્યું છે.

30 ઓગસ્ટ, 2025ના રોજ ખેડા જિલ્લામાં ગળતેશ્વર ખાતે ’76મા વનમહોત્સવ’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

  • ગળતેશ્વર ખાતે 76મા વનમહોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
  • આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગળતેશ્વર ખાતે સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ કર્યું હતું. આ ગુજરાતનું 24મુ સાંસ્કૃતિક વન છે. આ વનનું નિર્માણ 7 હેક્ટરમાં કરવામાં આવ્યું છે.
    • 12મી સદીનું ગળતેશ્વર મહાદેવ મંદિર ચાલુક્ય શૈલીનું પ્રાચીન શિવ મંદિર છે. આ મંદિર મહી નદી અને ગળતી નદીના સંગમ પર આવેલું છે. આ સ્થળને ગાલવ મુનિની ચંદ્રહાસ નગરી તરીકે ઓળખવામાં આવે છે.
  • ‘એક પેડ મા કે નામ અભિયાન 2.0’ની સાથે વનમહોત્સવનો પ્રારંભ થયો હતો.

વન મહોતસ્વ

  • વન મહોત્સવ ભારતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો ઉત્સવ છે.
  • શરૂઆત: 1950માં તત્કાલીન કેન્દ્રીય કૃષિ અને ખાદ્ય મંત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ રાજઘાટ, દિલ્હી ખાતે એક વૃક્ષ વાવીને કરી હતી.
  • ઉદ્દેશ: વન સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન ા[વણો છે.
  • ભારતમાં સામાન્ય રીતે દર વર્ષે 1 જુલાઈથી 7 જુલાઈ દરમિયાન ‘વનમહોત્સવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે.
    • 2025માં ઓગસ્ટ મહિનામાં ઉજવણી કરવામાં આવી હતી.
  • ગુજરાતમાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ
    • ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વનમહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં 2004થી સાંસ્કૃતિક વાનોના નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
    • આ અંતર્ગત ગાંધીનગરમાં સૌપ્રથમ ‘પુનિત વન’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
    • ગુજરાતમાં 2004 સુધી વનમહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર ખાતે જ થતી હતી.
      • મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 2005થી ગાંધીનગરની જગ્યાએ ગુજરાતના જુદા-જુદા સ્થળોએ વન મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
      • આ અંતર્ગત 2005માં ગાંધીનગર બહાર સૌપ્રથમ ગુજરાતના અંબાજી ખાતે રાજ્યકક્ષાના વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
        • 17 જુલાઈ, 2005ના રોજ અંબાજી ખાતે ગુજરાતના બીજા સાંસ્કૃતિક વન ‘માંગલ્ય વન’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
      • ગુજરાતમાં ઓગસ્ટ, 2025 સુધીમાં કુલ 24 સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં વનમહોત્સવ અંતર્ગત સાંકૃતિક વનોનું નિર્માણ

ક્રમ વનમહોત્સવનો ક્રમ વનનું નામ વર્ષ સ્થળ (જિલ્લો)
155મોપુનિત વન2004ગાંધીનગર
256મોમાંગલ્ય વન2005અંબાજી (બનાસકાંઠા)
357મોતીર્થંકર વન2006તારંગા (મહેસાણા)
458મોહરિહર વન2007સોમનાથ (ગીર-સોમનાથ)
559મોભક્તિવન2008ચોટીલા (સુરેન્દ્રનગર)
660મોશ્યામલ વન (2009)2009શામળાજી (અરવલ્લી)
761મોપાવક વન2010પાલિતાણા (ભાવનગર)
862મોવિરાસત વન2011પાવાગઢ (પંચમહાલ)
963મોગોવિંદગુરુ સ્મૃતિ વન2012માનગઢ હીલ ગઢડા (મહીસાગર)
1064મોનાગેશ વન2013દ્વારકા (દેવભૂમિ દ્વારકા)
1165મોશક્તિવન2014કાગવડ (રાજકોટ)
1266મોજાનકી વન2015વાસંદા (નવસારી)
1367મોઆમ્રવન2016ધરમપુર (વલસાડ)
1467મોએક્તાવન2016બારડોલી (સુરત)
1567મોમહીસાગર વન2016વહેરાખાડી (આણંદ)
1667મોશહીદ વન2016ભૂચર મોરી (ધ્રોલ-જામનગર)
1768મોવીરાંજલિ વન2017પાલ-દઢવાવ (સાબરકાંઠા)
1869મોરક્ષક વન2018રુદ્રમાતા ડેમ સાઈટ (ભુજ-કચ્છ)
1970મોજડેશ્વર વન2019ઓઢવ (અમદાવાદ)
2071મોરામવન2020આજી ડેમ પાસે (રાજકોટ)
2172મોમારુતિનંદન વન2021કલગામ (વલસાડ)
2273મોવટેશ્વર વન2022દૂધરેજ (સુરેન્દ્રનગર)
2375મોહરસિદ્ધિ વન2024ગાંધવીગામ (દેવભૂમિ દ્વારકા)
2475મોગળતેશ્વર વન2025ગળતેશ્વર (ખેડા)

29 ઓગસ્ટ, 2025ના રોજ Bureau of Energy Efficiency (BEE)State Energy Efficiency Index (SEEI) 2024 બહાર પાડ્યો હતો.

  • આ રિપોર્ટ Bureau of Energy Efficiency (BEE) અને Alliance for an Energy Efficient Economy (AEEE) દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયો છે.
  • ઉદ્દેશ: ઊર્જા કાર્યક્ષમતાના ડેટા-આધારિત દેખરેખને પ્રોત્સાહન આપવું.
    • રાજ્યો વચ્ચે સ્વસ્થ સ્પર્ધા અને નીતિગત નવીનતાને પ્રોત્સાહન આપવું.
    • 2070 સુધીમાં ભારતના નેટ-શૂન્ય વિઝન સાથે રાજ્યની ક્રિયાઓને સંરેખિત કરવી.
  • પ્રથમ રિપોર્ટ 2018માં બહાર પાડવામાં આવ્યો હતો.

SEEI 2024 ના મુખ્ય તારણો

  • Coverage: 66 સૂચકાંકોનો ઉપયોગ કરીને નાણાકીય વર્ષ 2023-24 માટે 36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.
  • Sectors Covered: Buildings, Industry, Transport, Agriculture, DISCOMs, Municipal Services, Cross-sector initiatives.
  • Performance Categories
    • Front Runners (>60%)
    • Achievers (50–60%)
    • Contenders (30–50%)
    • Aspirants (<30%)
  • વિવિધ કેટેગરીમાં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો
    • Front Runners: આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને તમિલનાડુ
    • Achievers: આસામ અને કેરળ
    • Contenders: હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઓડિશા અને ઉત્તર પ્રદેશ
    • Aspirants: ગુજરાત અને અન્ય
  • શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કરનારા રાજ્યો
    • મહારાષ્ટ્ર – 80.5%
    • આંધ્ર પ્રદેશ – 79.3%
    • કર્ણાટક – 77.3%
    • તેલંગાણા – 63.6%
    • તમિલનાડુ – 60.9%
  • સૌથી વધુ સુધારો થયો હોય તેવા રાજ્યો: રાજસ્થાન, તમિલનાડુ, બિહાર, ઓડિશા અને ત્રિપુરા
    • આ રાજ્યોએ SEEI 2023ની સરખામણીમાં તેમના સ્કોરમાં 10%થી વધુ વધારો કર્યો છે.
  • Top Performers
    • Maharashtra (>15 MToE group)
    • Andhra Pradesh (5–15 MToE group)
    • Assam (1–5 MToE group)
    • Tripura (<1 MToE group)

Bureau of Energy Efficiency (BEE)

  • સ્થાપના: ઉર્જા સંરક્ષણ અધિનિયમ, 2001 હેઠળ 2002માં.
  • નોડલ મંત્રાલય: ઉર્જા મંત્રાલય, ભારત સરકાર.
  • ઉદ્દેશ: તમામ ક્ષેત્રોમાં ઉર્જા કાર્યક્ષમતા અને સંરક્ષણને પ્રોત્સાહન આપવું.
  • મુખ્ય ભૂમિકાઓ
    • ઉપકરણો માટે Star Rating Programme લાગુ કરવો.
    • ઉર્જા સંરક્ષણ માટે Policies, Codes, અને Building Regulations વિકસાવવા.
    • State Energy Efficiency Index અને અને કાર્ય યોજનાઓ દ્વારા રાજ્યોને માર્ગદર્શન આપવું.
    • Climate Goals અને Energy Transition પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાઓને સમર્થન આપવું.

તાજેતરમાં 24 – 30 ઓગસ્ટ, 2025 દરમિયાન ગુજરાતના અમદાવાદમાં સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ’30th Commonwealth Weightlifting Championships 2025′નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25th Commonwealth Senior Championships પણ સમાવેશ થાય છે.

  • આ ચેમ્પિયનશિપનું આયોજન Indian Weightlifting Federation (IWLF) દ્વારા Sports Authority of Gujarat અને Ministry of Youth Affairs & Sports, અને Government of India ના સહયોગથી કરવામાં આવ્યું હતું.
  • આ ઈવેન્ટમાં 30 કોમનવેલ્થ દેશોના 290 ખેલાડીઓએ સિનિયર, જુનિયર અને યુવા શ્રેણીઓમાં ભાગ લીધો હતો.
  • ભારત 40 મેડલ સાથે મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને રહ્યું હતું. જેમાં 27 ગોલ્ડ, 10 સિલ્વર અને 3 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
  • Nigeria, New Zealand, Malaysia, અને Samoa ટોચના પાંચમાં સ્થાન મેળવ્યું હતું.

Top 5 Countries in Commonwealth Weightlifting Championships 2025

Country Glod SilverBronzeTotal
India2710340
Nigeria43310
New Zealand35311
Malaysia35210
Samoa3508

Indian Performances

  • મીરાબાઈ ચાનુ
    • ભારતીય વેઈટલિફ્ટર સુશ્રી મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં ગોલ્ડ મેડલ જીત્યો છે.
    • વિમેન્સ 48 કિગ્રા વજન કેટેગરીમાં કુલ 193 કિગ્રા (84 + 109 કિગ્રા) વજન ઉપાડ્યું હતું.
    • આ જીતથી ગ્લાસગો, સ્કોટલેન્ડમાં 2026 કોમનવેલ્થ ગેમ્સ માટે સીધા ક્વોલિફાય થયા છે.
  • કોયલ બાર
    • કોયલ બાર: જુનિયર મહિલા 53 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ ચંદ્રક જીત્યો છે.
    • તેણીએ યુવા છોકરીઓ વિભાગમાં કુલ 192 કિગ્રા વજન ઉપાડીને શ્રેષ્ઠ લિફ્ટર ટ્રોફી પણ મેળવી, અને એક નવો યુવા વિશ્વ રેકોર્ડ બનાવ્યો.
  • સાઈરાજ પરદેશી
    • જુનિયર પુરુષોની 88 કિગ્રા શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
    • તેના કુલ 348 કિગ્રા વજન ઉપાડવાથી તેણે સિનિયર ગોલ્ડ મેડલ વિજેતાના કુલ વજનને 1 કિગ્રાથી વટાવીને નવો જુનિયર કોમનવેલ્થ રેકોર્ડ બનાવ્યો.

Indian Gold Medal Winners (Senior Category):

Athlete NameCategory (kg)Total Lift (kg)
ઋષિકાંત સિંહ ચાનંબમMen’s 60kg271
અજિત નારાયણMen’s 71kg317
અજય બાબુ વલ્લુરીMen’s 79kg335
મીરાબાઈ ચાનુ સાઈખોમWomen’s 48kg193

Indian Gold Medal Winners (Junior Category)

Athlete NameCategory (kg)Total Lift (kg)
Arumugapandian MaharajanMen’s 60kg254
Yash KhandagaleMen’s 65kg273
Hemanta DoimariMen’s 71kg264
Bedabrat BharaliMen’s 79kg326
Sairaj PardeshiMen’s 88kg348
Parv ChaudharyMen’s 94kg337
Tushar ChaudharyMen’s 110kg285
Soumya Sunil DalviWomen’s 48kg177
Koyel BarWomen’s 53kg192
Mina SantaWomen’s 58kg185
Bidusmita BhoiWomen’s 63kg204

28 ઓગસ્ટ થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ઈજિપ્તમાં આયોજિત ‘Exercise Bright Star’ મધ્યપૂર્વ અને ઉત્તર આફ્રિકામાં સૌથી મોટી બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાંની એક છે.

  • 2025માં તેની 19મી આવૃત્તિ યોજવામાં આવી હતી.
  • તે એક દ્વિવાર્ષિક બહુપક્ષીય લશ્કરી કવાયત છે, જેને Middle East–North Africa (MENA) ક્ષેત્રમાં સૌથી મોટા અને સૌથી લાંબા સમય સુધી ચાલતા ત્રિ-સેવા કવાયતમાંના એક તરીકે ઓળખવામાં આવે છે.
  • 1980થી યુએસ સાથે ભાગીદારીમાં ઈજિપ્ત દ્વારા આયોજિત, તે દ્વિપક્ષીય યુએસ-ઈજિપ્ત પહેલથી પૂર્ણ-સ્તરીય બહુપક્ષીય લશ્કરી કવાયતમાં વિકસિત થઈ છે.
  • ઉદ્દેશ્ય: તેનો ઉદ્દેશ્ય ભાગ લેનારા રાષ્ટ્રો વચ્ચે સંયુક્તતા અને આંતર-કાર્યક્ષમતા વધારવા, પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા અને સંયુક્ત તાલીમ દ્વારા મલ્ટિ-ડોમેન યુદ્ધ તૈયારીઓને મજબૂત બનાવવાનો છે.
  • ભારતે બ્રાઈટ સાઈટ 2025 કવાયતમાં ભાગ લેવા માટે તેના સશસ્ત્ર દળો અને મુખ્યાલય સંકલિત સંરક્ષણ સ્ટાફના 700થી વધુ કર્મચારી તૈનાત કર્યા હતા.

One-Liner Current Affairs

  • તાજેતરમાં કેન્દ્ર સરકારે IPS અધિકારી શ્રી અનિશ દયાલ સિંહને વડાપ્રધાનશ્રીના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત કર્યા છે.
    • તેઓ સીધા NSA શ્રી અજીત ડોભાલને રિપોર્ટ કરશે. જે આંતરિક સુરક્ષા, ગુપ્તચર અને સરહદ વ્યવસ્થાપનમાં તેમના વ્યાપક અનુભવ સાથે સુરક્ષા માળખાને મજબૂત બનાવશે. તે 1988 બેચના મણિપુર કેડરના IPS અધિકારી છે.
  • તાજેતરમાં Central Industrial Security Force (CISF)એ મધ્યપ્રદેશમાં તેનું સંપૂર્ણ મહિલા કમાન્ડો યુનિટ શરૂ કર્યું છે.
    • આ પહેલનો ઉદ્દેશ્ય ફ્રન્ટલાઈન સુરક્ષા ભૂમિકાઓમાં લિંગ સમાનતા વધારવાનો છે.
    • આ યુનિટ માટે તાલીમ બરવાહાના પ્રાદેશિક તાલીમ કેન્દ્રમાં યોજાઈ રહી છે, જ્યાં 30 મહિલા કર્મચારીઓ 8 અઠવાડિયાના સઘન એડવાન્સ્ડ કોર્સમાંથી પસાર થશે.
    • આ મહિલા કમાન્ડો Quick Response Team (QRT) અને Special Task Force (STF)માં સેવા આપશે.
  • 23 ઓગસ્ટ, 2025ના રોજ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે શ્રી સુનિલ ગાવસ્કરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ ઉપરાંત શરદ પવાર ક્રિકેટ મ્યુઝિયમનું ઉદઘાટન કર્યું હતું.
  • તાજેતરમાં સુરેન્દ્રનગરના થાનગઢમાં પ્રસિદ્ધ તરણેતરનો મેળો યોજાયો હતો.
  • 30 ઓકટોબર થી 27 નવેમ્બર, 2025 દરમિયાન ગોવા ‘FIDE World Cup’નું આયોજન કરશે.
    • ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE) દ્વારા આયોજિત આ પ્રતિસ્થિત કાર્યક્રમમાં 90થી વધુ દેશોના 206 ખેલાડીઓ એકઠા થશે. જે 2026 કેન્ડિડેટ ટુર્નામેન્ટમાં 2 મિલિયન ડોલરના ઈનામ પૂલ અને ત્રણ પ્રખ્યાત સ્થાનો માટે સ્પર્ધા કરશે.
  • લિથુઆનિયા (Lithuanian)ની સંસદે 44 વર્ષીય સુશ્રી ‘Inga Ruginiene’ની દેશના નવા વડપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે.
  • તાજેતરમાં લોકસભા અને રાજ્યસભામાં ‘ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટ (સુધારા) બિલ, 2025’ પસાર કરવામાં આવ્યું હતું.
    • આ બિલ ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટ એક્ટ, 2017મા સુધારો કરવાનો પ્રયાસ કરે છે.
    • આ કાયદો ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટ (IIM)ને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાઓ તરીકે જાહેર કરે છે અને તેમના કાર્યને નિયંત્રિત કરે છે.
    • આ બિલમાં આસામના ગુવાહાટીમાં ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટ (IIM)ની સ્થાપના કરવાની જોગવાઈ છે. સંસ્થાના પ્રથમ બોર્ડ ઑફ ગવર્નસની રચના ન થાય ત્યાં સુધી તેના કાર્યો કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત વ્યક્તિઓ દ્વારા કરવામાં આવશે.
  • BRICS દેશો દ્વારા સ્થાપિત New Development Bank (NDB)એ ડૉ. રાજીવ રંજનને તેના ઉપ-પ્રમુખ અને Chief Risk Officer તરીકે નિયુક્ત કર્યા છે.
  • 26 ઓગસ્ટ, 2025ના રોજ ભારતીય નૌકાદળે વિશાખાપટ્ટનમ નેવલ બેઝ ખાતે પ્રોજેક્ટ 17A મલ્ટી-મિશન સ્ટીલ્થ ફ્રિગેટ્સ INS ઉદયગિરી અને INS હિમગિરીનો સમાવેશ કર્યો હતો.
  • 70મા ફિલ્મફેર એવોર્ડ્સના આયોજન માટે ટુરિઝમ કોર્પોરેશન ઑફ ગુજરાત લિમિટેડ અને વર્લ્ડ મીડિયા પ્રા. લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં MoU કરવામાં આવ્યા હતા.
  • 24 ઓગસ્ટ, 2025ના રોજ ISROએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) ખાતે ગગનયાન કાર્યક્રમ માટે પ્રથમ Integrated Air Drop Test (IADT-01) સફળતાપૂર્વક હાથ ધરીને સીમાચિન્હ પ્રાપ્ત કર્યું છે.
    • IADT-1 નો ઉદ્દેશ્ય વાસ્તવિક દુનિયાના દૃશ્યમાં ગગનયાન મિશનના ક્રૂ મોડ્યુલ (CM) માટે પેરાશૂટ-આધારિત ડિલેરેશન સિસ્ટમના પ્રદર્શનને માન્ય કરવાનો હતો.
    • આ પરિક્ષણમાં ISRO, Defence Research and Development Organisation (DRDO), the Indian Air Force, Indian Navy, અને Indian Coast Guard ના સંકલનમાં કરવામાં આવ્યું હતું.
  • તાજેતરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન શ્રી મુકેશ અંબાણી ગુજરાતના કચ્છમાં 5,50,000 એકર જમીન પર વિશ્વના સૌથી મોટા સિંગલ-સાઈટ સોલાર પ્રોજેક્ટ્સમાંથી એક વૈકસાવવાની જાહેરાત કરી છે.
    • આ પ્રોજેક્ટ સિંગાપોરના કદ કરતા ત્રણ ગણો મોટો હશે.
    • આ પ્રોજેક્ટ દરરોજ 55 મેગાવોટ સોલાર મોડયુલ અને 150 મેગાવોટ કલાક બેટરી કન્ટેનર ઈન્સ્ટોલ કરશે, જે તેને વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી ઈન્સ્ટોલ કરેલા પ્રોજેક્ટ્સમાંનો એક બનાવશે.
    • તે ભારતની વીજળીની લગભગ 10% જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ રાષ્ટ્રીય પાવરહાઉસ બનવા માટે રચાયેલ છે.

Leave a Comment

error: Content is protected !!