Daily Current Affairs 16-18 January 2025: List of Important Days
CALENDAR
- 16 January 2025
- National Startup Day
- દર વર્ષે 16 જાન્યુઆરીના રોજ National Startup Day ઉજવવામાં આવે છે. તે ભારતના આર્થિક વિકાસ અને નવીનતા ઈકોસિસ્ટમમાં સ્ટાર્ટઅપ્સના યોગદાનને પ્રકાશિત કરે છે.
- આ દિવસ 2022માં નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
- આ વર્ષે 16 જાન્યુઆરી, 2016ના રોજ સરકાર દ્વારા શરૂ કરાયેલ સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલ (Startup India Initiative)ના 9 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી.
- 15 જાનુયારી, 2025 સુધીમાં Department for Promotion of Industry and Internal Trade (DPIIT) દ્વારા 1.59 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી છે.
- ભારત હવે યુએસ અને ચીન પછી વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે.
- National Startup Day

આજનો ઈતિહાસ: (16-18 January)
DAY IN HISTORY
- 16 January
- 16 January 1938: શરતચંદ્ર ચટોપાધ્યાયનું નિધન થયું હતું.
- તેઓ પ્રખ્યાત બંગાળી નવલકથાકાર હતા.
- 16 January 1901: મહાદેવ ગોવિન્દ રાનડેનું નિધન થયું.
- તે બ્રિટિશ કાળના ભારતીય ન્યાયાધીશ, લેખક અને સમાજ સુધારક હતા.
- બ્રિટિશ સરકાર દ્વારા તેમને ‘Order of the Indian Empire’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- 16 January 1938: શરતચંદ્ર ચટોપાધ્યાયનું નિધન થયું હતું.
- 17 January
- 17 January 1946: UNSC (United Nations Security Council)ની પ્રથમ બેઠક યોજાઈ.
- 75 વર્ષમાં પ્રથમ વખત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ UNSCની અધ્યક્ષતા કરી હતી.
- 17 January 1991: ‘Operation Desert Storm’ અભિયાનની શરૂઆત થઈ.
- 17 January 1946: UNSC (United Nations Security Council)ની પ્રથમ બેઠક યોજાઈ.
- 18 January
- 18 January 1842: મહાદેવ ગોવિન્દ રાનડેનો જન્મ મહારાષ્ટ્રના નાશિકમાં થયો હતો.
- 18 January 1896: H. L. Smith દ્વારા પ્રથમ વખત ‘X-Ray Machine’નું પ્રદર્શન કરવામાં આવ્યું.
- બ્રિટિશ વૈજ્ઞાનિક Wilhelm Conrad Rontgen એ X-Rayની શોધ કરી હતી.
Table of Contents
Daily Current Affairs 16-18 January 2025
# Bharat Ranbhoomi Darshan
SECURITY
સંરક્ષણ મંત્રી દ્વારા 15 જાન્યુઆરીના રોજ 77મા સેના દિવસ નિમિત્તે ‘ભારત રણભૂમિ દર્શન’ શરૂ કરવામાં આવ્યું હતું. જે યુદ્ધભૂમિ અને સરહદી પર્યટનને પ્રોત્સાહન આપવા માટે એક સમર્પિત વેબસાઈટ અને એપ છે.
- Bharat Ranbhoomi Darshan એક વ્યાપક વેબસાઈટ જે ભારતના મહત્વપૂર્ણ યુદ્ધક્ષેત્રો અને સરહદી વિસ્તારો વિશે માહિતી પૂરી પાડે છે, જે વર્ચ્યુઅલ પ્રવાસો, ઐતિહાસિક કથાઓ અને મુસાફરી સહાય પ્રદાન કરે છે.
- પર્યટન મંત્રાલય (Ministry of Tourism)ના સહયોગથી સંરક્ષણ મંત્રાલય (Ministry of Defence) હેઠળ શરૂ કરવામાં આવ્યું.
- ઉદ્દેશ્ય: યુદ્ધભૂમિ પર્યટન અને સરહદ પર્યટનને પ્રોત્સાહન આપવું.
- ભારતના લશ્કરી ઈતિહાસ અને બહાદુરી પ્રત્યે જાગૃતિ વધારવી.
- સરહદી વિસ્તારોમાં સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવો.
- Places included
- ગલવાન ખીણ (લદ્દાખ), 2020માં ભારત-ચીન અથડામણનું સ્થળ.
- ડોકલામ (ભારત, ભૂટાન અને ચીન વચ્ચેનું ત્રિ-જંકશન).
- નિયંત્રણ રેખા (LoC) અને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની બાજુમાં આવેલા સ્થળો, જેમાં નાથુ લા પાસ, લોંગેવાલા અને 1962 અને 1971ના યુદ્ધના સ્થળોનો સમાવેશ થાય છે.
- વિશેષતા
- Virtual Tours: મુલાકાતીઓ ઈન્ટરેક્ટિવ અનુભવો દ્વારા યુદ્ધના મેદાનોનું અન્વેષણ કરી શકે છે.
- Travel Guidance: આ સ્થળોએ જવા માટે પરવાનગીઓ અને મુસાફરી વ્યવસ્થા અંગેની માહિતી.
- Collaborative Infrastructure: ભારતીય સેના અને નાગરિક અધિકારીઓ દ્વારા ઓપરેશનલ તૈયારી જાળવી રાખીને પહોંચ જાળવવા માટે સંયુક્ત પ્રયાસો.
- Tourism Integration: સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા માટે અતુલ્ય ભારત અભિયાનમાં સમાવેશ.
# National Turmeric Board
ECONOMY
તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી (Union Minister of Commerce and Industry) દ્વારા રાષ્ટ્રીય હળદર બોર્ડ (National Turmeric Board)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શ્રી ગોયલે શ્રી પલ્લે ગંગા રેડ્ડીને તેના પ્રથમ અધ્યક્ષ (Chairperso) તરીકે જાહેર કર્યા છે. બોર્ડનું મુખ્ય મથક નિઝામાબાદ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે.
National Turmeric Board વિશે
- National Turmeric Board દેશમાં હળદર ક્ષેત્ર (Turmeric Sector)ના એકંદર વિકાસ અને વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
- મુખ્ય મથક: નિઝામાબાદ, તેલંગાણા
- બોર્ડમાં નીચેના પ્રતિનિધિઓ (Representatives)નો સમાવેશ થશે.
- કેન્દ્રીય મંત્રાલયો: આયુષ મંત્રાલય, ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ અને વાણિજ્ય વિભાગ
- રાજ્યો: મહારાષ્ટ્ર, તેલંગાણા અને મેઘાલય (Lakadong Turmeric)ના પ્રતિનિધિઓ
- રાજ્યોનું બોર્ડમાં પરિભ્રમણ (Rotation) દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવશે.
- અન્ય: નિકાસકારો, ઉત્પાદક સંસ્થાઓ અને વિવિધ રાજ્યોના ખેડૂતો
- મહત્ત્વ
- કેન્દ્ર સરકાર બજેટમાં NTB ને ખાસ ભંડોળ ફાળવશે
- ભાવ સ્થિરીકરણ ભંડોળ (Price Ftabilization Fund)ની સ્થાપના કરવામાં આવશે
- કુદરતી આફતોને કારણે પાકને નુકસાન થાય તો પાક વીમો (Crop Insurance) સુનિશ્ચિત કરવામાં આવશે.
- કાર્યો
- હળદરના નવા ઉત્પાદનોના સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવું.
- વિદેશમાં માર્કેટિંગ માટે હળદર સંબંધિત ઉત્પાદનોનું મૂલ્યવર્ધન પૂરું પાડવું.
- હળદરના આવશ્યક અને તબીબી ગુણધર્મો વિશે જાગૃતિ લાવવી.
- તેની ઉપજ વધારવાના રસ્તાઓ શોધવા અને નવા બજારોમાં વેપારને પ્રોત્સાહન આપવા માટે લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈનને વેગ આપવો.
- હળદરના ઉત્પાદન અને નિકાસના ગુણવત્તા અને સલામતીના ધોરણો સુનિશ્ચિત કરવા.
Turmeric
- Botanical Name: Curcuma longa
- Family: હળદર એ Ginger Family Zingiberaceae નો એક Flowering Plant છે.
- તે ભારતીય ઉપખંડ અને દક્ષિણપૂર્વ એશિયાનો એક Perennial, Rhizomatous, Herbaceous Plant છે.
- ભારત વિશ્વનો સૌથી મોટો હળદર ઉત્પાદક, ગ્રાહક અને નિકાસકાર દેશ છે, જ્યાં 30થી વધુ પ્રકારની હળદરનું ઉત્પાદન થાય છે.
- ભારતમાં લગભગ 20 રાજ્યોમાં હળદર ઉગાડવામાં આવે છે. મહારાષ્ટ્ર સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને તેલંગાણામાં સૌથી વધુ વાવેતર વિસ્તાર છે.
- ભારતે 3.05 લાખ હેક્ટર વિસ્તારમાં 10.74 લાખ ટન અથવા વૈશ્વિક હળદરના 70% થી વધુ ઉત્પાદન કર્યું.
- 2023-24 દરમિયાન 1.62 લાખ ટન હળદર અને હળદરના ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી હતી, જે 226.5 મિલિયન ડોલરના મૂલ્યની હતી, જે વિશ્વ વેપારમાં 62% થી વધુ હિસ્સો ધરાવે છે.
# Atomic Energy Commission (AEC)
SCIENCE & TECHNOLOGY
તાજેતરમાં સરકાર દ્વારા પરમાણુ ઉર્જા આયોગ (AEC – Atomic Energy Commission)નું પુનર્ગઠન કરવામાં આવ્યું છે.
Atomic Energy Commission વિશે
- Atomic Energy Commission (AEC)ની સ્થાપના સૌપ્રથમ ઓગસ્ટ 1948માં વૈજ્ઞાનિક સંશોધન વિભાગ (Department of Scientific Research)માં કરવામાં આવી હતી.
- તેની સ્થાપના ભારતના પરમાણુ ઊર્જા કાર્યક્રમના મુખ્ય વ્યક્તિત્વ ડૉ. હોમી જે. ભાભાના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. પછીથી તેને પરમાણુ ઊર્જા વિભાગ (Department of Atomic Energy)ના અધિકારક્ષેત્ર હેઠળ લાવવામાં આવ્યું.
- AECની રચના
- Atomic Energy Commission માં 13 સભ્યો છે, જેમાં પદાધિકાર સભ્યો (Ex-Officio Members) અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.
- Ex-Officio Members: કમિશનમાં 6 પદાધિકારી સભ્યો છે, જેમાં પરમાણુ ઉર્જા, રાષ્ટ્રીય સુરક્ષા અને નાણાં જેવા વિભાગોના મુખ્ય સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે.
- Ex-Officio Chairman: ભારત સરકારના અણુ ઊર્જા વિભાગના સચિવ આયોગના પદાધિકારી અધ્યક્ષ તરીકે સેવા આપે છે.
- કાર્ય
- AEC પરમાણુ ઉર્જા વિભાગ (DAE) માટે નીતિઓ ઘડવા માટે જવાબદાર છે.
- તેની પ્રાથમિક ભૂમિકા ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમના વિકાસ અને વિસ્તરણની દેખરેખ અને માર્ગદર્શન આપવાની છે.
- AEC પાંચ મુખ્ય સંશોધન કેન્દ્રોનું સંચાલન કરે છે.
- ઈન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ (IGCAR), કલ્પક્કમ, તમિલનાડુ.
- રાજા રમન્ના સેન્ટર ફોર એડવાન્સ્ડ ટેકનોલોજી (RRCAT), ઈન્દોર.
- ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), મુંબઈ.
- વેરિયેબલ એનર્જી સાયક્લોટ્રોન સેન્ટર (VECC), કોલકાતા.
- એટોમિક મિનરલ્સ ડિરેક્ટોરેટ ફોર એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ (AMD), હૈદરાબાદ.
Department of Atomic Energy (DAE) વિશે
- DAEની સ્થાપના 3 ઓગસ્ટ, 1954ના રોજ રાષ્ટ્રપતિના આદેશ દ્વારા વડા પ્રધાનના ડાયરેક્ટ ચાર્જ હેઠળ કરવામાં આવી હતી.
- DAEને ભારતમાં પરમાણુ ઊર્જાના વિસ્તરણ માટે પગલાંનું આયોજન અને અમલીકરણ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.
- તે પરમાણુ ઊર્જા સંબંધિત નીતિઓ ઘડવા માટે પણ જવાબદાર છે.
# Bhargavastra Micro Missiles
SECURITY
ભારતે Swarm Drones ના ખતરાનો સામનો કરવા માટે રચાયેલ તેની પ્રથમ સ્વદેશી માઈક્રો-મિસાઈલ સિસ્ટમ ‘Bhargavastra’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
ભાર્ગવસ્ત્ર (Bhargavastra) વિશે
- તે ભારતની પ્રથમ સ્વદેશી સૂક્ષ્મ મિસાઈલ સિસ્ટમ (Micro-Missile System) જે સ્વર્મ ડ્રોન (Swarm Drone)ના જોખમોને નિષ્ક્રિય કરવા માટે વિકસાવવામાં આવી છે.
- Economic Explosives Ltd. દ્વારા વિકસાવવમાં આવી છે.
- મુખ્ય વિશેષતાઓ
- Detection and Guided Munitions: 6 કિમીની રેન્જમાં નાના આવતા ડ્રોનને શોધી કાઢે છે અને જોખમોને નિષ્ક્રિય કરવા માટે માર્ગદર્શિત Micro Munitions તૈનાત કરે છે.
- Rapid Deployment: મોબાઇલ પ્લેટફોર્મ પર Quick Deployment માટે રચાયેલ છે.
- Multi-Target Engagement: એકસાથે 64 લક્ષ્યોને ટ્રેક કરે છે અને જોડે છે.
- Operational Capability: સશસ્ત્ર દળોની જરૂરિયાતોને પૂર્ણ કરતા, ઉચ્ચ-ઊંચાઈવાળા પ્રદેશો સહિત તમામ ભૂપ્રદેશોમાં અસરકારક રીતે કાર્ય કરે છે.
Swarm Drones
- SWARM (Smart War-Fighting Array of Reconfigured Modules), જેમાં સંકલનમાં કામ કરતા બહુવિધ ડ્રોનનો સમાવેશ થાય છે.
- અગ્નિશામક પ્રવાહીનો ઉપયોગ કરીને અગ્નિશામક, નુકસાન મૂલ્યાંકન અને દમન જેવા કાર્યોમાં સહાય કરી શકે છે.
- ક્ષમતાઓ: સામૂહિક નિર્ણય લેવાની, અનુકૂલનશીલ રચના ઉડાન, અને માનવ હસ્તક્ષેપ વિના સ્વ-ઉપચાર.
# Kashi Tamil Sangamam 3.0
GOVERNMENT INITIATIVES
Kashi Tamil Sangamam ની ત્રીજી આવૃત્તિની શરૂઆત 15 ફેબ્રુઆરીના રોજ થશે અને 24 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે.
Sangamam વિશે
- તે સરકારના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત યુવા સંગમ’ કાર્યક્રમનો એક ભાગ છે.
- કુંભ મેળાની પૃષ્ઠભૂમિ સામે વારાણસીના નમો ઘાટ ખાતે સંગમનું આયોજન કરવામાં આવશે.
- થીમ: ત્રીજી આવૃત્તિ મહર્ષિ અગસ્ત્યર (Maharishi Agasthyar)ના વારસા અને ફિલોસોફી પર આધારિત હશે.
- કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આ કાર્યક્રમ મુખ્ય આયોજન કરવામાં આવશે.
- Implementing Agencies: IIT Madras અને BHU (Banaras Hindu University)
Maharishi Agasthyar વિશે
- Maharishi Agasthyar ભારતીય ઈતિહાસ અને પૌરાણિક કથાઓમાં એક પ્રખ્યાત વ્યક્તિ છે, જેમને અગસ્ત્ય, અગથ્યાર સિદ્ધાર અને અગસ્ત્ય મુનિવર જેવા ઘણા નામોથી પણ ઓળખવામાં આવે છે.
- તેમને તમિલ વ્યાકરણના પિતા માનવામાં આવે છે. તેમણે પ્રથમ તમિલ વ્યાકરણ પુસ્તક “અગત્તીયમ” લખ્યું હતું.
- તેમણે ઋગ્વેદમાં અનેક સ્તોત્રોનું પણ યોગદાન આપ્યું હતું.
- Siddha Medicine: તેમને હર્બલ દવા અને ઉપચાર પદ્ધતિઓમાં યોગદાન આપ્યું, જે દક્ષિણ ભારતમાં હજુ પણ પ્રચલિત સિદ્ધ દવા પરંપરાનો ભાગ છે.
- Author: વરાહ પુરાણમાં મળેલી અગસ્ત્ય ગીતા, સ્કંદ પુરાણમાં મળેલી અગસ્ત્ય સંહિતા અને દ્વૈધ-નિર્ણય તંત્ર ગ્રંથ.
# New Glenn Rocket of Blue Origin
SCIENCE & TECHNOLOGY
Blue Origin’s New Glenn Rocket એ તેની પ્રથમ પરીક્ષણ ઉડાન પૂર્ણ કરી, જે ખાનગી અવકાશ કંપની માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
- New Glenn Rocket એ બ્લુ ઓરિજિન દ્વારા વિકસાવવામાં આવેલ હેવી-લિફ્ટ લોન્ચ વ્હીકલ છે.
- બ્લુ ઓરિજિનની સ્થાપના 2000માં જેફ બેઝોસ (Jeff Bezos) દ્વારા કરવામાં આવી હતી.
- ફ્લોરિડા, USA માં Cape Canaveral Space Force Station ખાતે લૉન્ચ થયું હતું.
- આ રોકેટનું નામ 60 વર્ષ પહેલાં પૃથ્વીની પરિક્રમા કરનાર પ્રથમ અમેરિકન અવકાશયાત્રી જોન ગ્લેન (John Glenn)ના નામ પરથી રાખવામાં આવ્યું છે.
- વિશેષતાઓ
- તે આશરે 320 ફૂટ ઊંચું Two Stage Engine Rocket છે.
- First Stage Reusable છે અને Seven BE-4 Engines દ્વારા સંચાલિત છે. જે Liquefied Natural Gas (LNG)-Fueled, Oxygen-Rich Staged Combustion Engines છે.
- New Glenn’s Second Stage એ Two BE-3U Engines દ્વારા સંચાલિત છે. જે Liquid Hydrogen અને Liquid Oxygen નો ઉપયોગ કરે છે.
- Reusability: ઓછામાં ઓછી 25 ફ્લાઈટ્સ માટે ફરીથી ઉપયોગ કરવા માટે રચાયેલ છે, જે લોન્ચ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.
# QS World Future Skills Index 2025
ECONOMY
Quacquarelli Symonds (QS) World Future Skills Index 2025 દ્વારા ભારતને Digital Skills માટે બીજું સ્થાન અને Artificial Intelligence અને Green Skills માટે ચોથું સ્થાન આપવામાં આવ્યું છે.
QS World Future Skills Index વિશે
- આ ઈન્ડેક્સ આવતીકાલની નોકરીઓમાં જરૂરી કૌશલ્યો માટે ભરતી કરવા માટે દેશની તૈયારીનું મૂલ્યાંકન કરે છે.
- લંડન સ્થિત Quacquarelli Symonds (QS) દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે.
- Parameters: આ રિપોર્ટ 4 મુખ્ય પરિમાણોને માપે છે.
- Skills Fit
- Academic Readiness
- Future of Work
- Economic Transformation
Top 5 Countries (Overall)
Rank | Country | Score |
1 | United States | 97.6 |
2 | United Kingdom | 97.1 |
3 | Germany | 94.6 |
4 | Australia | 93.3 |
5 | Canada | 91.0 |
Status of India
Indicator | Rank | Score |
Future of Work | 2nd | 99.1 |
Academic Readiness | 26th | 89.9 |
Skills Fit | 37th | 59.1 |
Economic Transformation | 40th | 58.3 |
Overall | 25th | 76.6 |
One-Liner Current Affairs
- ભારતીય પરમાણુ સંસ્થાઓને U.S. Restrictions માંથી દૂર કરવામાં આવી.
- યુનાઈટેડ સ્ટેટ્સ વહીવટીતંત્રે તાજેતરમાં નાગરિક પરમાણુ ઊર્જામાં ગાઢ સહયોગને સરળ બનાવવા માટે ત્રણ મુખ્ય ભારતીય પરમાણુ સંસ્થાઓ પરના પ્રતિબંધો દૂર કર્યા છે.
- આ ત્રણ સંસ્થાઓ છે.
- Bhabha Atomic Research Centre (BARC)
- Indira Gandhi Atomic Research Centre (IGCAR)
- Indian Rare Earths (IRE)