Daily Current Affairs 11-12 January 2025

  • 11 January 2025
    1. National Human Trafficking Awareness Day
      • દર વર્ષે 11 જાન્યુઆરીને રોજ National Human Trafficking Awareness Day ઉજવવામાં આવે છે.
      • 2007માં United States Senate દ્વારા 11 જાન્યુઆરીને રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ (National Human Trafficking Awareness Day) તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
      • નોંધ: World Day Against Trafficking in Persons – 30 જુલાઈ
    2. National Road Safety Week 2025 (11 – 17 January 2025)
      • દર વર્ષે 11 – 17 જાન્યુઆરી દરમિયાન Ministry of Road Transport and Highways (MoRTH) દ્વારા National Road Safety Weekનું આયોજન કરવામાં આવે છે.
      • શરૂઆત: 1989માં Ministry of Road Transport and Highways દ્વારા
      • પ્રથમ National Road Safety Month 2021માં મનાવવામાં આવ્યો હતો, જ્યારે ભારતમાં પ્રથમ National Road Safety Week 1989માં સલામત ડ્રાઈવિંગ ટેવોના મહત્વ અને માર્ગ શિસ્ત જાળવવા વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવ્યો હતો.
      • 2025માં 36મા National Road Safety Weekની ઉજવણી કરવામાં આવશે.
      • National Road Safety Week 2025 થીમ: “Be a Road Safety Hero”
      • આ સપ્તાહ માર્ગ સલામતી વિશે જાગૃતિ લાવવા અને રસ્તાઓ પર સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ માર્ગ વપરાશકર્તાઓની સહિયારી જવાબદારી પર ભાર મૂકવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે.
      • આ અઠવાડિયા દરમિયાન સરકારી એજન્સીઓ, NGO અને અન્ય સંસ્થાઓ જાગૃતિ કાર્યક્રમો, માર્ગ સલામતી રેલીઓ અને શૈક્ષણિક ઝુંબેશનું આયોજન કરે છે.

ભારતમાં National Road Safety Month 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી, 2025 સુધી ઉજવવામાં આવી રહ્યો છે, જ્યારે National Road Safety Week 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી, 2025 દરમિયાન ઉજવવામાં આવશે.

  • 12 January 2025
    1. રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day)
      • 12 જાન્યુઆરી, 1863ના રોજ કોલકાતામાં જન્મેલા સ્વામી વિવેકાનંદના આદર્શોને માન આપવા માટે દર વર્ષે 12 જાન્યુઆરીના રોજ ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day) ઉજવવામાં આવે છે.
      • 12 જાન્યુઆરી 2025એ સ્વામી વિવેકાનંદની 162મી જન્મજયંતિ છે.
      • 1985થી દર વર્ષે ભારત સરકાર 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે અને તે દિવસથી શરૂ થતા સપ્તાહને રાષ્ટ્રીય યુવા સપ્તાહ તરીકે ઉજવે છે.
      • “Youth for a Sustainable Future: Shaping the Nation with Resilience and Responsibility“.
  • 11 January
    • 11 January 1966: લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન થયું હતું.
    • 11 January 2008: Edmund Hillary નું નિધન થયું હતું.
    • 11 January 2009: ફિલ્મ ‘Slumdog Millionaire’ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો હતો.
  • 12 January
    • 12 January 1886: નેલી સેનગુપ્તાનો જન્મ ઈંગલેન્ડના કેમ્બ્રિજ શહેરમાં થયો હતો.
      • તેમનું વાસ્તવિક નામ Edith Ellen Gray હતું.
      • ભારત સરકાર દ્વારા 1973માં તેમને ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા.

Daily Current Affairs 11-12 January 2025

સ્વામી વિવેકાનંદની 162૨મી જન્મજયંતિ નિમિત્તે Viksit Bharat Young Leaders Dialogue 2025, 11-12 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયું હતું. 11 જાન્યુઆરી 2025ના રોજ Union Minister of Youth Affairs & Sports and Labour & Employment ડૉ. મનસુખ માંડવિયાViksit Bharat Young Leaders Dialogueનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું.

Viksit Bharat Young Leaders Dialogue 2025 Details

Organized ByDepartment of Youth Affairs, Ministry of Youth Affairs & Sports
Venueભારત મંડપમ, નવી dilhi
Participantsદરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 3,000 થી વધુ યુવા નેતાઓ
Selection Process30 લાખથી વધુ સહભાગીઓએ અરજી કરી
Competitionsચિત્રકામ, વાર્તા લેખન, સંગીત, નૃત્ય, વક્તવ્ય, કવિતા
Exhibition Focusશિક્ષણ, કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા, સંસ્કૃતિ
Networking Dinnerકેન્દ્રીય મંત્રીઓ અને સંસદ સભ્યો દ્વારા આયોજિત
Cultural Showભારતની એકતા અને વિવિધતા દર્શાવતો સાંસ્કૃતિક શો “Colours of Viksit Bharat”

Read More about Viksit Bharat Young Leaders Dialogue 2025: Click Here

Infosys Science Foundation દ્વારા 40 વર્ષથી ઓછી ઉંમરના 6 સંશોધકોને Infosys Prize 2024 એનાયત કરવામાં આવ્યું છે. દરેક વિજેતાને સુવર્ણ ચંદ્રક, પ્રશસ્તિપત્ર (Citation) અને US$100,000ની ઈનામ રકમ એનાયત કરવામાં આવી હતી.

Infosys Science Foundation (ISF)એ 2009માં આ એવોર્ડની સ્થાપના કરી હતી.

Infosys Prize 2024 Winner

આ પુરસ્કારો 6 ક્ષેત્રોમાં આપવામાં આવ્યા છે.

infosys prize 2024 winner
  • Economics: Arun Chandrasekhar
    • Stanford Universityના અર્થશાસ્ત્ર વિભાગ (Department of Economics)ના પ્રોફેસર અરુણ ચંદ્રશેખરને સામાજિક અને આર્થિક નેટવર્ક્સ પરના તેમના સંશોધન માટે અર્થશાસ્ત્રમાં ઈન્ફોસિસ પુરસ્કાર મળ્યો.
  • Engineering and Computer Science: Shyam Gollakota
    • University of Washington’s School of Computer Science and Engineering ના પ્રોફેસર શ્યામ ગોલાકોટાને Smartphone-Based Affordable Healthcare Devices, Battery-Free Computing અને AI-Powered Hearing Enhancement સહિત તેમના આંતરશાખાકીય સંશોધન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • Humanities and Social Sciences: Mahmood Kooria
    • University of Edinburgh ના School of History, Classics અને Archaeology ના લેક્ચરર મહમૂદ કુરિયાને કેરળના પ્રારંભિક ઈતિહાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને, વૈશ્વિક દ્રષ્ટિકોણથી Maritime Islam પરના તેમના અગ્રણી અભ્યાસ માટે આ પુરસ્કાર મળ્યો હતો.
  • Life Sciences: Siddesh Kamat
    • Indian Institute of Science Education and Research, Pune ના એસોસિયેટ પ્રોફેસર સિદ્ધેશ કામતને Bioactive Lipids અને તેમના Receptors પરના તેમના સંશોધન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • Mathematical Sciences: Neena Gupta
    • Indian Statistical Institute, Kolkata સૈદ્ધાંતિક આંકડાશાસ્ત્ર અને ગણિતના પ્રોફેસર નીના ગુપ્તાને Zariski Cancellation Problem ના ઉકેલ માટે ગાણિતિક વિજ્ઞાનમાં ઈન્ફોસિસ પુરસ્કાર મળ્યો હતો.
      • સૌપ્રથમ 1949માં પ્રખ્યાત Algebraic Geometer Oscar Zariski દ્વારા પ્રસ્તાવિત, આ સમસ્યા દાયકાઓથી આ ક્ષેત્રના સંશોધકોને આકર્ષિત કરે છે.
  • Physics: Vedika Khemani
    • Stanford University ના ભૌતિકશાસ્ત્ર વિભાગ (Department of Physics)માં એસોસિયેટ પ્રોફેસર વેદિકા ખેમાણીને Non-Equilibrium Quantum Matter, ખાસ કરીને Time-Crystals ની શોધ પરના તેમના સંશોધન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

તાજેતરમાં કર્ણાટક વન વિભાગ દ્વારા વન અતિક્રમણ (Forest Encroachments), ગેરકાયદેસર વૃક્ષ કાપણી, શિકાર અને વન વિસ્તારોમાં અનધિકૃત પ્રવેશને રોકવા માટે ‘Garudakshi’ ઓનલાઈન FIR સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ બેંગલુરુ શહેરી, ભદ્રાવતી, સિરસી અને માલે મહાદેશ્વર વન્યજીવન અભયારણ્ય વિભાગોમાં પાયલોટ ધોરણે લાગુ કરવામાં આવશે.

Garudakshi Portal વિશે

  • આ સોફ્ટવેર વન્યજીવન અને જંગલોના ગુનાઓને રોકવા માટે ઓનલાઈન FIR સિસ્ટમ પર આધારિત છે.
  • તેનો અમલ કર્ણાટકના બેંગલુરુ શહેરી (Bengaluru Urban), ભદ્રાવતી, સિરસી અને નર મહાદેશ્વર વન્યજીવન અભયારણ્ય વિભાગોમાં પાયલોટ ધોરણે કરવામાં આવશે.
  • એકવાર સોફ્ટવેર લાગુ થઈ ગયા પછી, Garudakshi Portalનો ઉપયોગ કરીને FIR નોંધાવવાનું ફરજિયાત બનાવવામાં આવશે.
  • તે વન અને વન્યજીવન સંરક્ષણ કાયદા હેઠળ વન ગુનાના કેસોનું ઓનલાઈન હેન્ડલિંગ સક્ષમ બનાવશે.
  • પોર્ટલ વિવિધ રિપોર્ટ્સ અને ફરિયાદો માટે ફોર્મેટ ઓટો-જનરેટ કરશે.
  • વિશેષતાઓ
    • સોફ્ટવેરમાં Legacy Case Registration Module, Online Forest Offence Registration, Investigation Module અને Reporting and Analytics Moduleનો સમાવેશ થાય છે.
    • આ પોર્ટલ લોકોને મોબાઈલ ફોન અથવા ઈમેઈલ એડ્રેસનો ઉપયોગ કરીને વન ગુનાઓ પર ફરિયાદો નોંધાવવાની પણ મંજૂરી આપશે.
    • તે WildLife Trust of India (WTI)ના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.

Wildlife Trust of India (WTI) વિશે

  • WTI એક બિન-લાભકારી સંરક્ષણ સંસ્થા છે, જે ભારતના વન્યજીવનના રક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે.
  • ભારતના વન્યજીવન અને કુદરતી રહેઠાણો સામે આવતી અસંખ્ય કટોકટીઓના પ્રતિભાવમાં 1998માં Wildlife Trust of India (WTI) સ્થાપના કરવામાં આવી હતી.
  • ધ્યેય: સમુદાયો અને સરકારો સાથે મળીને પ્રકૃતિ, ખાસ કરીને લુપ્તપ્રાય પ્રજાતિઓ અને લુપ્તપ્રાય રહેઠાણોનું રક્ષણ કરવાનો છે.

ઈન્ડોનેશિયા જાન્યુઆરી 2025થી અમલમાં આવતા 11મા સભ્ય તરીકે BRICSમાં સત્તાવાર રીતે જોડાયું છે.

BRICS વિશે

  • BRICS એ ઉભરતી અર્થવ્યવસ્થાઓનું આંતરસરકારી અનૌપચારિક જૂથ છે જેનો હેતુ સહકારને પ્રોત્સાહન આપવા અને તેમના વૈશ્વિક પ્રભાવને વધારવાનો છે.
  • સભ્યો: બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન (આ સ્થાપક સભ્યો છે).
    • દક્ષિણ આફ્રિકા 2010માં જોડાયું.
    • ઈરાન, UAE, ઈજિપ્ત, ઈથોપિયા, સાઉદી અરેબિયા 2024માં જોડાયા હતા.
    • શરૂઆતમાં આર્જેન્ટિના 2024માં જોડાવાની અપેક્ષા હતી પરંતુ બાદમાં તેણે ના પાડી દીધી.
    • પ્રથમ BRIC સમિટ 2009માં રશિયામાં યોજાઈ હતી.
  • મહત્ત્વ
    • Economic Influence: ઈન્ડોનેશિયાના સભ્યપદ પહેલાં, BRICS વૈશ્વિક GDPના 35% અને વિશ્વની વસ્તીના 46% નું પ્રતિનિધિત્વ કરતું હતું.
    • Counterbalance to G7: ઉભરતી અર્થવ્યવસ્થાઓના પ્રભાવને મજબૂત બનાવવા અને G7 જેવી પશ્ચિમી નેતૃત્વ હેઠળની વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાના વર્ચસ્વનો સામનો કરવાનો હેતુ.
  • Future Agendas for BRICS
    • આંતરરાષ્ટ્રીય વ્યવહારોમાં યુએસ ડોલર પર નિર્ભરતા ઘટાડવી, સ્થાનિક ચલણોને મજબૂત બનાવવી અને નોન-ડોલર વ્યવહારોને પ્રોત્સાહન આપવું, જે સંભવિત રીતે વૈશ્વિક વેપાર અને નાણાંને ફરીથી આકાર આપશે.
    • તેનો ઉદ્દેશ્ય IMF (International Monetary Fund) અને UN જેવી વૈશ્વિક સંસ્થાઓમાં વધુ સમાનતા, સમાવેશકતા અને સુધારાઓને પ્રોત્સાહન આપવાનો છે.

પ્રધાનમંત્રીએ Z-Morh tunnel નું ઉદ્ઘાટન કર્યું છે, જેનો હેતુ લદ્દાખ અને કાશ્મીર વચ્ચે All-Weather Connectivity સુધારવાનો છે.

Z-Morh Tunnel વિશે

  • તે જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ગગનગીર અને સોનમર્ગ વચ્ચે 2-Lane Road Tunnel છે.
  • “Z-Morh” નામ કન્સ્ટ્રક્શન સાઈટની નજીક Z આકારના રોડ સેક્શનનો ઉલ્લેખ કરે છે.
  • જે વિસ્તારમાં ટનલ બનાવવામાં આવી રહી છે તે વિસ્તાર 8,500 ફૂટથી વધુ ઊંચાઈ પર આવેલો છે અને બરફના હિમપ્રપાતની સંભાવના વધારે છે, જેના કારણે શિયાળાના મોટાભાગના ભાગોમાં સોનમર્ગ જવાનો રસ્તો દુર્ગમ બની જાય છે.
  • વિશેષતાઓ
    • લંબાઈ: 6.5 કિમી
    • આ ટનલ પ્રતિ કલાક 80 કિમીની મહત્તમ ગતિએ 1000 વાહનોના પ્રવાહ માટે બનાવવામાં આવી છે.
    • ટનલનો ઉપયોગ કરતા વાહનો પાસેથી કોઈ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે નહીં.
    • મુખ્ય ટનલ ઉપરાંત, તેમાં સમાંતર 6.426 કિમી લાંબી Escape Tunnel અને 0.6 કિમી લાંબી Ventilation Tunnelનો સમાવેશ થાય છે.
    • Z-Morh Tunnelમાં Intelligent Traffic Management System ઈન્સ્ટોલ કરવામાં આવી છે, જે ટ્રાફિકને નિયંત્રિત કરવાનું સરળ બનાવશે. આ સાથે એસ્કેપ ટનલ દ્વારા ટ્રાફિકને સરળ બનાવવામાં આવશે.
  • વ્યૂહાત્મક મહત્વ
    • સોનમર્ગ સુધી તમામ ઋતુઓમાં પહોંચ પૂરો પાડવા ઉપરાંત, આ ટનલ લદ્દાખ સાથે આખું વર્ષ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે. સરહદી વિસ્તારોમાં લશ્કરી કર્મચારીઓની અવરજવર માટે આ ખાસ કરીને મહત્વપૂર્ણ છે.
    • પૂર્વમાં 14.15 કિમી લાંબી Zojila Tunneની સાથે, તેનો ઉદ્દેશ્ય ઉત્તરમાં Line of Control (LOC) અને પૂર્વમાં Line of Actual Control (LAC) બંને પર કાશ્મીર અને લદ્દાખમાં ભારતીય સૈન્યની ક્ષમતાઓને વધારવાનો છે.

One-Liner Current Affairs

  • નેપાળ-ભારત વાણિજ્ય સચિવ સ્તરની બેઠક કાઠમંડુમાં શરૂ થઈ. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના વેપાર અને પરિવહન સંધિની સમીક્ષા અને જરૂરી ફેરફારો વિશે ચર્ચા કરવામાં આવશે.
    • બેઠકનું નેતૃત્વ ભારતના વાણિજ્ય સચિવ સુશીલ બર્થવાલ અને નેપાળી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વાણિજ્ય સચિવ ગોવિંદ બહાદુર કાર્કી કરી રહ્યા છે.
    • નેપાળે ભારત દ્વારા નેપાળી ઉત્પાદનોના નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધને દૂર કરવાની માંગ કરી છે.
    • નેપાળ અને ભારત વચ્ચે ગેરકાયદેસર વેપાર અટકાવવા માટે એક નવા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.
      • આ કારર હેઠળ ચીનથી નેપાળ થઈને ભારતમાં થતી દાણચોરીને રોકવા માટે કાનૂની માન્યતા આપવામાં આવશે.
  • ભારતે રાફેલ વાવાઝોડાથી પ્રભાવિત ક્યુબાને માનવતાવાદી સહાય મોકલી.
    • વાવાઝોડા રાફેલને પગલે ક્યુબામાં એન્ટિબાયોટિક્સ, એન્ટિ-પાયરેટિક્સ, પેઈનકિલર્સ, ORS સહિતની આવશ્યક દવાઓનો જથ્થો મોકલવામાં આવ્યો હતો.
    • તે પશ્ચિમ ક્યુબાના આર્ટેમિસા પ્રાંતમાં ત્રાટક્યું હતું. તેને કારણે 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
  • કેન્દ્ર સરકારે દિલ્હીમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્મારક બનાવવાની જાહેરાત કરી છે. સરકારે સ્મારક બનાવવા માટે રાષ્ટ્રીય સ્મૃતિ ખાતે જગ્યા આપવાની મંજૂરી આપી દીધી છે.
    • ઓગસ્ટ 2020માં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું અવસાન થયું હતું.
  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ 2025ને સમર્પિત આકાશવાણીની ‘કુંભવાણી’ ચેનલનો પ્રારંભ કર્યો.
    • માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન કાર્યક્રમમાં વર્ચ્યુઅલી રીતે જોડાયા હતા.
    • કાર્યક્રમ દરમિયાન કુંભ મંગલ ધૂનનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
    • આકાશવાણીની કુંભવાણી ચેનલ 26 ફેબ્રુઆરી સુધી સવારે 5.55 થી રાત્રે 10.05 સુધી મહાકુંભના વિવિધ કાર્યક્રમનું પ્રસારણ કરશે. પ્રોગ્રામને 103.5 MHz ફ્રીક્વન્સી પર સંભાળી શકાશે.
    • કુંભમેળો ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે 13 જાન્યુઆરી થી 23 ફેબ્રુઆરી સુધી ચાલશે.
  • થાણેમાં સ્ટારફીશ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના 6 વર્ષના સૌથી યુવા સ્વિમર રેયાંશ ખામકરે વિજયદુર્ગ સમુદ્રમાં 15 કિમીનું દરિયાઈ અંતર ત્રણ કલાકમાં પૂરું કરી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.
    • ગયા વર્ષે રેયાંશે વિવિધ સ્પર્ધામાં 5 ગોલ્ડ, 5 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
  • સુરતના અડાજણના 11 વર્ષીય સાર્થક વત્સલભાઈ ભાવસારે ઉંધા માથે લટકતા રહીને એક મિનિટમાં સૌથી રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ અનાવ્યો છે.
  • ગુજરાત યોગ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોગાસન સ્પર્ધા 2025નું આયોજન કરાયું છે.
    • ઉમેદવારો 15 જાન્યુઆરી સુધી www.gsyb.in વેબસાઈટ પર ઓનલાઈન નોંધણી કરવી શકશે.
    • જિલ્લા, ઝોન અને રાજ્યકક્ષાએ યોજાનારી સ્પર્ધા માટે 20-25 જાન્યુઆરી દરમિયાન ઓડિશન લેવાશે.
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ક્રેડાઈ દ્વારા આયોજિત ટ્રાય સિટી પ્રોપર્ટી એક્સપોનું ઉદઘાટન કર્યું હતું.
    • મુખ્યમંત્રીએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.

Leave a Comment

error: Content is protected !!