Daily Current Affairs 06-07 January 2025: List of Important Days
- 06 January 2025
- World War of Orphans Day
- દર વર્ષે 6 જાન્યુઆરીના રોજ World War of Orphans Day ઉજવવામાં આવે છે.
- યુદ્ધ અને હિંસાને કારણે અનાથ થયેલા બાળકોના સંઘર્ષોને ઉજાગર કરવા માટે વિશ્વભરમાં આ દિવસ મનાવવામાં આવે છે.
- શરૂઆત: યુદ્ધથી પ્રભાવિત બાળકો વિશે જાગૃતિ લાવવા માટે SOS Enfants en Detresse દ્વારા
- World War of Orphans Day
આજનો ઈતિહાસ: (06-07 January)
DAY IN HISTORY
- 06 January
- 06 January 1885: ભારતેન્દુ હરિશ્ચંદ્રનું નિધન થયું હતું.
- તેમને આધુનિક હિન્દી સાહિત્યના ‘પિતામહ’ કહેવામાં આવે છે.
- 06 January 1949: બાના સિંહનો જન્મ જમ્મુ અને કાશ્મીરના કાદયાલ ખાતે એક શીખ પરિવારમાં થયો હતો.
- તેઓ ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માન ‘પરમવીર ચક્ર’ના વિજેતા છે.
- તેમને 1987માં ‘ઓપરેશન રાજીવ’ના ભાગરૂપે કાશ્મીરમાં સિયાચિન ગ્લેશિયરને પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરા વા સર્વોચ્ચ શિખર પર નિયંત્રણ મેળવનાર ટીમનું નેતૃત્વ કર્યું હતું.
- તેમની સફળતા બાદ ભારતે તેમના સન્માનમાં શિખરનું નમ બદલીને ‘બાના પોસ્ટ’ કર્યું હતું.
- 06 January 1885: ભારતેન્દુ હરિશ્ચંદ્રનું નિધન થયું હતું.
- 07 January
- 07 January 1968: અમેરિકન અંતરીક્ષ એજન્સી NASA દ્વારા રોબોટિક અંતરીક્ષયાન સર્વેયર-7 લૉન્ચ કરવામાં આવ્યું.
- 07 January 1990: લીનિંગ ટાવર ઓફ પીસા પ્રથમ વખત દર્શકો માટે બંધ કરવામાં આવ્યું.
- 11 વર્ષ બંધ રાખ્યા બાદ 2001માં તેને દર્શકો માટે પાછું ખોલવામાં આવ્યું.
Table of Contents
Daily Current Affairs 06-07 January 2025
# Island Development Agency (IDA)
NATIONAL NEWS
તાજેતરમાં કેન્દ્રીય સહકાર મંત્રીએ નવી દિલ્હીમાં Island Development Agency (IDA)ની 7મી બેઠકની અધ્યક્ષતા કરી હતી
Island Development Agency વિશે
- ટાપુઓના સર્વાંગી વિકાસની દેખરેખ માટે ગૃહ મંત્રાલય હેઠળ 2017માં સ્થાપના કરવામાં આવી હતી.
- Leadership
- Chairman: Home Minister of India
- Convener: CEO of NITI Aayog
- Members
- Secretary of Tourism, Tribal Affairs, Environment, Home Affairs, and the Cabinet Secretary
- આદેશ (Mandate)
- નીતિ આયોગને ટાપુઓના ટકાઉ અને સર્વાંગી વિકાસનું સંચાલન કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.
# Tungsten
SCIENCE & TECHNOLOGY
કેન્દ્ર સરકારે Hindustan Zinc Limitedને Tungsten Miningના અધિકારો આપ્યા ત્યારથી તમિલનાડુના મદુરાઈ જિલ્લામાં સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. સ્થાનિકો અને પર્યાવરણ કાર્યકરોને ડર છે કે ખાણકામ તેના સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનો નાશ કરશે અને તેના સાંસ્કૃતિક મહત્વને પણ બગાડશે.
Tungsten વિશે
- Tungsten એક દુર્લભ, ભારે અને ગાઢ ધાતુ છે જે બધી ધાતુઓમાં સૌથી વધુ ગલનબિંદુ (3,422°C) ધરાવે છે.
- મુખ્ય ગુણધર્મો
- લાક્ષણિકતાઓ: અપવાદરૂપ કઠિનતા, ગરમી પ્રતિકાર, કાટ અને ઘસારો સામે પ્રતિકાર.
- દેખાવ: ચમકતો, શુદ્ધ સ્વરૂપમાં રાખોડી-સફેદ
- મુખ્યત્વે સ્કીલાઇટ (કેલ્શિયમ ટંગસ્ટેટ) અને વુલ્ફ્રામાઇટ (આયર્ન મેંગેનીઝ ટંગસ્ટેટ)માં જોવા મળે છે.
- ખાણ અને ખનિજો (વિકાસ અને નિયમન) અધિનિયમ, 1957ની બીજી સૂચિ હેઠળ મુખ્ય ખનિજ તરીકે વર્ગીકૃત.
- Applications
- Electronics: Used in filaments, X-ray tubes, electrical contacts, and semiconductors.
- Aerospace & Defense: Alloys for military armor, missile tips, and aerospace components; also used for radiation shielding.
- Medical: Radiation shielding in cancer treatments and imaging devices.
- Industrial Tools & High-Tech Applications: Green energy and advanced technological uses.
- Tungsten Deposits in India
- Karnataka (41%): Concentrated in Chitradurga and Mysuru regions.
- Rajasthan (27%): Found in Degana mines, Nagaur district.
- Andhra Pradesh (17%): Scheelite deposits in Srikakulam district.
- India imports a significant portion of its tungsten requirements.
- Global Reserves and Producers
- China: Dominates with the largest reserves and over 80% of global production.
- Other Producers: Russia and Canada.
- Key Exporters: Austria and Bolivia supply to international markets.
# Green Gross Domestic Product (Green GDP)
ENVIRONMENT
છત્તીસગઢ દ્વારા એક નવીન યોજના રજૂ કરવામાં આવી છે, જે તેના જંગલોની ઈકોસિસ્ટમ સેવાઓને Green Gross Domestic Product (Green GDP) સાથે જોડે છે. આ પગલું સ્વચ્છ હવા, પાણી સંરક્ષણ, જૈવવિવિધતા અને રાજ્યની આર્થિક પ્રગતિ જેવા જંગલોના મહત્વપૂર્ણ પર્યાવરણીય યોગદાન વચ્ચેનો સીધો સંબંધ દર્શાવે છે.
Green GDP શું છે?
- Green GDPએ આર્થિક વૃદ્ધિ (Economic Growth)નું માપન કરવા માટે એક વૈકલ્પિક માપદંડ છે જે આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા પર્યાવરણીય પરિણામો (Environmental Consequences)ને ધ્યાનમાં લે છે.
- Green GDPની ઉત્પત્તિ 1993ના સંયુક્ત રાષ્ટ્રના પબ્લિકેશન “Handbook of National Accounting: Integrated Environmental and Economic Accounting”માં ટ્રેસ કરી શકાય છે.
- System of Environmental-Economic Accounting (SEEA)ના માળખા હેઠળ વિકસાવવામાં આવેલી આ માર્ગદર્શિકામાં કુદરતી સંસાધનોના નાણાકીય મૂલ્યાંકનનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો.
- Calculation of Green GDP
- મૂળભૂત રીતે, તેમાં આર્થિક સુખાકારી (Economic Well-Being)ના વધુ સચોટ પ્રતિબિંબ પર પહોંચવા માટે પરંપરાગત Gross Domestic Product (GDP)માંથી Natural Resource Depletion અને Environmental Degradationના ખર્ચને બાદ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
- આ સમાયોજિત આંકડા (Adjusted Figure)ને “Green GDP” અથવા “Environmentally Adjusted Domestic Product” કહેવામાં આવતું હતું.
# BAANKNET
GOVERNMENT INITIATIVES
Department of Financial Services (DFS), Ministry of Finance દ્વારા નવી દિલ્હીમાં સુધારેલ e-auction Portal ‘BAANKNET‘ લોન્ચ કર્વામાં આવ્યું હતું.
BAANKNET વિશે
- તે એક e-auction Platform છે.
- ઉદ્દેશ્ય: તે જાહેર ક્ષેત્રની બેંકો (Public Sector Banks) માટે વસૂલાત પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને મિલકતની હરાજીને વધુ સુલભ, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવા માટે રચવામાં આવેલ છે.
- Centralized Platform
- બધા PSBમાંથી ઈ-ઓક્શન મિલકતની વિગતો એક જ જગ્યાએ એકત્રિત કરે છે.
- Listings include:
- Residential properties (flats, independent houses, open plots).
- Commercial properties, industrial land/buildings, shops.
- Vehicles, plant and machinery.
- Agricultural and non-agricultural land.
- Integrated User Journey
- Seamless Pre-auction, Auction અને Post-auction પ્રક્રિયાઓ માટે એક જ પ્લેટફોર્મ.
- Technology-Driven Architecture
- Microservices-based system with open APIs for third-party integration.
- Analytics and Reporting:
- Dashboard with ‘Spend Analytics’ and instant MIS report generation.
- Customer Support:
- Dedicated helpdesk and call center with callback request features.
# Golden Langur
ENVIRONMENT
તાજેતરમાં આસામના બોંગાઈગાંવ (Bongaigaon)માં એક દુર્લભ Golden Langurની હત્યા કરવામાં આવી હતી, જેના કારણે આ લુપ્તપ્રાય પ્રજાતિના રક્ષણની માંગણી સાથે વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા.
Golden Langur (Trachypithecus Geei) વિશે
- Golden Langurs તેમના વિશિષ્ટ સોનેરી ફર દ્વારા ઓળખાય છે, જે ઋતુઓ અને ભૂગોળ (Seasons and Geography) સાથે બદલાય છે.
- પશ્ચિમ આસામ (ભારત) અને ભૂટાન વિસ્તારમાં જોવા મળતી સ્થાનિક પ્રજાતિ છે.
- રહેઠાણ (Habitat)
- તેઓ દક્ષિણમાં ઉપ-ઉષ્ણકટિબંધીય જંગલોના ઉપરના છત્ર (Upper Canopy of Sub-Fropical Forests)અને ઉત્તરમાં સમશીતોષ્ણ જંગલો (temperate Forests in the North)માં રહે છે.
- તેમના નિવાસસ્થાનમાં ભેજવાળા સદાબહાર (Moist Evergreen), ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો (Tropical Deciduous Forests), નદી કિનારાના વિસ્તારો (Riverine Areas) અને સવાના (Savannahs)નો સમાવેશ થાય છે.
- વિતરણ શ્રેણી (Distribution Range)
- મર્યાદિત પ્રદેશમાં જોવા મળે છે જેની સરહદ છે:
- ભૂટાનની તળેટીઓ (ઉત્તર)
- માનસ નદી (પૂર્વ)
- સંકોશ નદી (પશ્ચિમ)
- બ્રહ્મપુત્ર નદી (દક્ષિણ)
- મર્યાદિત પ્રદેશમાં જોવા મળે છે જેની સરહદ છે:
- બે વસ્તીમાં વિભાજિત (Divided into two populations)
- ઉત્તરીય વિસ્તૃત વસ્તી (Northern Extended Population – સંખ્યામાં મોટી)
- દક્ષિણ ખંડિત વસ્તી (Southern Fragmented Population)
- Ecological Role
- ફળભક્ષી પ્રાણીઓ (Frugivores) તરીકે, સોનેરી લંગુર બીજ ફેલાવવામાં મદદ કરે છે, જે જંગલના પુનર્જીવન અને ઈકોલોજીકલ સંતુલનમાં ફાળો આપે છે. તેમની હાજરી વન સ્વાસ્થ્યના સૂચક તરીકે કામ કરે છે.
- Conservation Status
- IUCN Red List: Endangered.
- CITES: Appendix I.
- Wildlife Protection Act, 1972 (India): Schedule I, providing maximum legal protection.
# Toda Tribes
ART & CULTURE
- ટોડા આદિવાસીઓ (Toda Tribes)નો વર્ષનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર, જે મોધવેથ (Modhweth) તરીકે ઓળખાય છે, તે નવા વર્ષ નિમિત્તે નીલગિરિના મુથાનાડુ મુંડ (Muthanadu Mund) ખાતે ઉજવવામાં આવ્યો હતો.
Toda Tribes વિશે
- ટોડા જનજાતિ એ દ્રવિડિયન વંશીય જૂથ (Dravidian Ethnic Group) છે, જે ભારતના તમિલનાડુના નીલગિરિ પર્વતોના ઉપરના ભાગમાં રહે છે
- નીલગિરિ પર્વતોની 69 વસાહતોમાં આશરે 1,600 ટોડા રહે છે.
- ટોડા લોકો ટોડા ભાષા બોલે છે, જે દક્ષિણ ભારતની એક સ્વદેશી દ્રવિડિયન ભાષા છે જે દક્ષિણ દ્રવિડિયનના ટોડા-કોટા પેટાજૂથમાંથી ઉદ્ભવે છે.
- રિવાજો: ટોડા રિવાજોની કેટલીક વિશિષ્ટ વિશેષતાઓ છે.
- Religion: ટોડા આદિજાતિનો ધર્મ ભેંસ કેન્દ્રિત (Buffalo Centered) છે. તેઓ ઘણી દૂધની પ્રવૃત્તિઓ માટે ધાર્મિક વિધિઓ કરે છે અને ફક્ત એવા પુરુષો જ પવિત્ર ભેંસોનું દૂધ દોહી શકે છે જેઓ દૂધ આપનારા-પૂજારી (Dairyman-Priests) બન્યા છે.
- Polyandry: ટોડા આદિજાતિ ભાઈચારાના બહુપતિત્વ (Polyandry)નું પાલન કરતી હતી, જ્યાં એક સ્ત્રી પરિવારના બધા ભાઈઓ સાથે લગ્ન કરતી હતી.
- Funeral Rituals: ટોડા જાતિમાં અગ્નિસંસ્કારના નવ મહિના પછી શુષ્ક અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવે છે.
- Embroidery: ટોડા જાતિના ભરતકામમાં કાળો (પાતાળનું પ્રતિનિધિત્વ કરે છે), લાલ રંગ પૃથ્વી માટે અને સફેદ રંગ આકાશી છે અને તેને “પુખુર (Pukhoor)” કહેવામાં આવે છે.
- તે Reversible છે અને કાળી પટ્ટીની ડાબી બાજુની ભરતકામને કર્નોલ (Karnol) કહેવામાં આવે છે, અને જમણી બાજુની ભરતકામને કાર્થલ (Karthal) કહેવામાં આવે છે.
- Flower Symbolism: ટોડા આદિજાતિ વર્ષના ઋતુ અને તબક્કાને દર્શાવવા માટે ફૂલોનો ઉપયોગ કરે છે.
- Ex: દક્ષિણપશ્ચિમ ચોમાસું સમાપ્ત થાય ત્યારે શોલાના જંગલોમાં White Maw(r)sh Flower ખીલે છે.
- Architecture: ટોડા તેમના બેરલ-તિજોરીવાળા (Barrel-Vaulted) મંદિરો અને ઘરો માટે જાણીતા છે.
One-Liner Current Affairs
- Food Safety and Standards Authority of India (FSSAI)એ Health Supplements, Medical Products અને Nutraceuticalsમાં Methylcobalaminના ઉપયોગ અંગે સ્પષ્ટતા કરી છે.
- Methylcobalamin (MeCbl અથવા MeB12) એ વિટામિન B12 નું એક સ્વરૂપ છે.
- તે Cyanocobalamin અલગ છે કારણ કે Cyano જૂથને મિથાઈલ જૂથથી બદલવામાં આવે છે.
- તેમાં Octahedral Cobalt(III) કેન્દ્ર છે અને તે તેજસ્વી લાલ સ્ફટિકો (Crystals) બનાવે છે.
- મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન (MBMC)એ મહારાષ્ટ્રના મીરા ભાયંદરમાં મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવાના હેતુથી ‘ફરલ સખી (Faral Sakhi,)’ નામની એક મુખ્ય પહેલ શરૂ કરી છે.
- યુકેના સંરક્ષણ મંત્રાલય (MoD) દ્વારા Defence Science and Technology Laboratory (DSTL) ખાતે વિકસિત એક ક્રાંતિકારી ક્વોન્ટમ પરમાણુ ઘડિયાળ (Revolutionary Quantum Atomic Clock)નું અનાવરણ કરવામાં આવ્યું.
- ભારત વિશ્વમાં કાપડ અને વસ્ત્રોનો છઠ્ઠો સૌથી મોટો નિકાસકાર દેશ છે.
- કાપડ અને વસ્ત્રોના વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો 3.9% છે. 2023-24માં ભારતની કુલ નિકાસમાં હસ્તકલા સહિત કાપડ અને વસ્ત્રોનો હિસ્સો 8.21% છે.
- ભારતમાં કાપડ અને વસ્ત્રોના ઉત્પાદનોની આયાત નાણાકીય વર્ષ 2022-23માં $10,481 મિલિયન થી 15% ઘટીને નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન $8,946 થઈ છે.
- ભારત માટે નિકાસના મુખ્ય સ્થળો યુનાઈટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન છે. નિકાસમાં તેનો હિસ્સો લગભગ 47% છે.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના અશોક વિહારમાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટીય રાજધાનીના રહેવાસીઓને ₹4500 કરોડના વિવિધ પ્રોજેક્ટની ભેટ આપી હતી.
- પ્રધાનમંત્રીએ અશોક વિહારમાં ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ માટે બાંધવામાં આવેલા સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સમાં 1,675 ફ્લેટનું ઉદઘાટન કર્યું હતું. તેનું નિર્માણ In-Situ Slum Redevelopment (ISSR) પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યું છે.
- તેમને બે શહેરી પુન:વિકાસ પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સ નૌરોજી નગર અને સરોજિની નગરમાં પૂર્ણ કરવામાં આવ્યા છે.
- મોદીએ દ્વારકામાં CBSE ઈન્ટીગ્રેટેડ ઓફિસ કોમ્પ્લેક્સનું પણ ઉદઘાટન કર્યું હતું. તેના માટે લગભગ ₹300 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.