Daily Current Affairs 04-05 January 2025

  • 04 January 2025
    1. World Braille Day
      • દર વર્ષે 4 જાન્યુઆરીના રોજ બ્રેઈલના શોધક લુઈસ બ્રેઈલ (Louis Braille)ના જન્મની યાદમાં World Braille Day ઉજવવામાં આવે છે.
      • તેમનો જન્મ 4 જાન્યુઆરી, 1809ના રોજ ફ્રાંસમાં થયો હતો.
      • પ્રથમ World Braille Day 4 જાન્યુઆરી, 2019ના રોજ ઉજવવામાં આવ્યો હતો.
      • બ્રેઈલ એ સ્પર્શેન્દ્રિય લિપિ (Tactile Script) છે, જે અંધ અને આંશિક દૃષ્ટિ ધરાવતા લોકોને વાતચીત કરવામાં મદદ કરે છે.
  • 05 January 2025
    1. National Birds Day
      • દર વર્ષે 5 જાન્યુઆરીના રોજ National Birds Day ઉજવવામાં આવે છે.
      • સ્થાપના: 2002માં Avian Welfare Coalition (AWC) દ્વારા
      • આ દિવસનો ઉદ્દેશ્ય પક્ષીઓના જોખમો વિશે જાગૃતિ લાવવાનો છે, જેમ કે ગેરકાયદે વેપાર, આબોહવા પરિવર્તન અને રહેઠાણનો વિનાશ.
  • 04 January
    • 04 January 1958: Edmund Hillary દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યા હતા.
      • 1912માં રોબર્ટ સ્કૉટે દક્ષિણ ધ્રુવનું સફળ અભિયાન કર્યું હતું.
  • 05 January
    • 05 January 1880: બારીન્દ્ર કુમાર ઘોષનો જન્મ લંડનમાં થયો હતો.
      • તેઓ ‘બારીન ઘોષ’ નામથી પણ જાણીતા હતા.
      • 1907માં ભૂપેન્દ્રનાથ અને દત્ત બારીન્દ્ર કુમાર ઘોષના સહયોગથી કલકત્તામાં ‘અનુશીલન સમિતિ’ની રચના કરવામાં આવી.
    • 05 January 1971: પ્રથમ આંતરરાષ્ટ્રીય એકદિવસીય ક્રિકેટ મેચ રમાઈ હતી.
      • ઈંગલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 40-40 ઓવરની આ મેચ રમાઈ હતી.
      • ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટથી આ મેચ જીતી હતી.
    • 05 January 1993: Shetland Islands પાસે MV Braer Tanker દુર્ઘટનામાં 85,000 ટન ક્રૂડ ઓઈલ સમુદ્રમાં છલકાયું હતું.

Daily Current Affairs 04-05 January 2025

  • દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે જાન્યુઆરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. 3 – 22 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાનારા ‘અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2025’નો અમદાવાદ પાલડી વિસ્તારમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શુભારંભ થઈ ગયો છે.
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લાવર શોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
  • આ વખતે દેશની સંસ્કૃતિ અને વારસો, વૃદ્ધિ અને વિકાસ, ફ્લાવર વેલી સહિતના અલગ-અલગ 6 ભાગમાં વહેંચવામાં આવેલા ફ્લાવર શોમાં સ્કલપચરથી લઈને આકર્ષક પ્રકૃતિઓ નિહાળવા મળશે.
  • આ વર્ષે 15 કરોડના ખર્ચે ફૂલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિમા બનાવવા માટે 7.5 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.
  • આ વખતેના ફ્લાવર શોમાં 30થી વધુ વિદેશી જાતના ફૂલોની સાથે 15 લાખથી વધુ રોપા પ્રદર્શિત કરાશે અને 7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક્રેનીયલ વૉલ તૈયાર કરાશે.

ભારત દ્વારા તાજેતરમાં United Nations Framework Convention on Climate Change (UNFCCC)ને તેનો Latest Biennial Update Report-4 (BUR 4) સબમિટ કરવામાં આવ્યો છે.

આ અહેવાલમાં વર્ષ 2020 માટે રાષ્ટ્રીય GHG Inventory નો સમાવેશ થાય છે, અને તેમાં રજૂ કરવામાં આવ્યું છે કે ભારત તેની Climate Commitments ને પૂર્ણ કરવાના માર્ગ પર છે.

Biennial Update Report અથવા BUR વિશે

  • UNFCC ફ્રેમવર્ક હેઠળ, વિકાસશીલ દેશોએ Climate Action તરફના તેમના પ્રયાસો પર વિગતવાર રિપોર્ટ રજૂ કરવો જરૂરી છે.
  • આ રિપોર્ટ Paris Climate Agreement હેઠળની જવાબદારીઓના ભાગરૂપે સબમિટ કરવામાં આવ છે, જેણે Biennial Update Report અથવા BUR કહેવાય છે.
  • Key submissions in BURs include
    • દેશના ક્લાઈમેટનું ઓવરવ્યુ
    • સામાજિક-આર્થિક પરિસ્થિતિઓ
    • વનીકરણ (Forestry)
    • રાષ્ટ્રીય ગ્રીનહાઉસ ગેસ (GHG) ઉત્સર્જન, તેમના સ્ત્રોતો અને કુદરતી શોષણ પદ્ધતિઓની વિગતવાર યાદી
  • તેમાં ઉત્સર્જન ઘટાડવા માટેની રાષ્ટ્રીય કાર્ય યોજનાઓ, તે પગલાં માપવા માટેની પદ્ધતિઓ તેમજ ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે દેશને મળેલા નાણાકીય, તકનીકી અને ક્ષમતા-નિર્માણ સહાય અંગેની માહિતી અંગે મહત્વપૂર્ણ અપડેટ્સ શામેલ છે.

Biennial Update Report-4 (BUR 4)

  • India’s Commitment to Emission Intensity Reduction: ભારતે 2030 સુધીમાં તેના GDP ઉત્સર્જન તીવ્રતામાં 2005ના સ્તરની તુલનામાં 45% ઘટાડો કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
    • BUR-4 એ રજૂ કર્યું છે કે 2005 અને 2020 ની વચ્ચે, ભારતના GDP ના ઉત્સર્જનની તીવ્રતામાં 36% ઘટાડો થયો છે.
  • GHG (Green House Gas) Emissions: BUR-4 ની સૌથી મોટી ખાસિયત એ છે કે 2020માં, ભારતનું કુલ GHG ઉત્સર્જન 2,959 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ (CO2) સમકક્ષ હતું.
    • વન ક્ષેત્ર અને જમીન સંસાધનો દ્વારા શોષણની ગણતરી કર્યા પછી, દેશનું ચોખ્ખું ઉત્સર્જન 2,437 મિલિયન ટન CO2 સમકક્ષ હતું.
  • Total National Emissions: કુલ રાષ્ટ્રીય ઉત્સર્જન (જમીન ઉપયોગ, જમીન-ઉપયોગ પરિવર્તન અને વનીકરણ સહિત) 2019ની સરખામણીમાં 7.93% ઘટ્યું છે. BUR-4 મુજબ, 1994થી તેમાં 98.34%નો વધારો થયો છે.
  • Sector wise Emissions:  Energy ( 75.66%) > Agriculture( 13.72%) > Industrial Process and Product Use (8.06%) > Waste (2.56%)
  • Generation of Carbon Sinks: જંગલ અને વૃક્ષોના આવરણ દ્વારા 2.29 અબજ ટન CO2 નો વધારાનો કાર્બન સિંક બનાવવામાં આવ્યો છે. (2005 થી 2021)
    • વન અને વૃક્ષ આવરણ: હાલમાં દેશના કુલ ભૌગોલિક વિસ્તારના 25.17% છે અને તેમાં સતત વધારો થયો છે.
  • Breakdown of GHG Emissions: GHG ના આધારે ઉત્સર્જનનું વિભાજન દર્શાવે છે કે CO2 ઉત્સર્જનમાં 80.53% હિસ્સો ધરાવે છે, ત્યારબાદ મિથેન (13.32%), નાઈટ્રસ ઓક્સાઇડ (5.13%) અને અન્ય 1.02% છે.
  • Barriers to Technology Adoption: ભારત મોટાભાગે સ્થાનિક સંસાધનો પર આધાર રાખે છે, Slow Technology Transfer અને Intellectual Property Rights જેવા અવરોધો નવી ટેકનોલોજી અપનાવવામાં અવરોધરૂપ બની રહ્યા છે.
  • Recommendation
    • Advanced technology for low-carbon growth: ભારતને ઓછા કાર્બન વૃદ્ધિ માટે અને ક્લાઇમેટ ચેન્જની અસરોને અનુકૂલન કરવા માટે અદ્યતન ટેકનોલોજીની જરૂર છે.

UNFCC વિશે

  • આ એક પ્રાથમિક બહુપક્ષીય સંધિ છે જે ગ્લોબલ વોર્મિંગનું કારણ બનેલા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને નિયંત્રિત કરવા માટે અનુકૂલન અને શમન પ્રયાસો (Adaptation and Mitigation Efforts) દ્વારા આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટેની ક્રિયાઓનું સંચાલન કરે છે.
  • પર્યાવરણ અને વિકાસ પરિષદમાં તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
  • મુખ્ય મથક: બોન, જર્મની
  • તે 21 માર્ચ 1994ના રોજ અમલમાં આવ્યું હતું.
  • ભારતમાં UNFCCC માટે નોડલ એજન્સી: પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC – Ministry of Environment, Forests and Climate Change)

તાજેતરમાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (Ministry of Youth Affairs & Sports) દ્વારા રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારો (National Sports Awards) 2024ની જાહેરાત કરવામાં આવી હતી.

National Sports Award વિશે

  • ભારતના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા દર વર્ષે પુરસ્કારોની ફાળવણી કરવામાં આવે છે.
  • નામાંકિત (Nominated) ખેલાડીઓ રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ પાસેથી તેમના પુરસ્કારો મેળવે છે.
  • National Sports Award એ 6 અલગ-અલગ કેટેગરીમાં ખેલાડીઓ, કોચ અથવા સંગઠનોને તેમની સિદ્ધિઓ અને ભારતીય રમતગમતના વિકાસમાં યોગદાન માટે આપવામાં આવે છે.

રમતગમતમાં પુરસ્કારોનો સંગ્રહ

  1. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર
    • ભારતના સર્વોચ્ચ રમત સન્માન ‘ખેલ રત્ન’ની સ્થાપના 1991-92માં કરવામાં આવી હતી.
    • 2021માં તેનું નામ હોકીના મેજર ધ્યાનચંદના નામ પરથી રાખવામાં આવ્યું.
    • મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારમાં 25 લાખ રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવ્યું છે.
    • ચાર વર્ષના સમયગાળા દરમિયાન રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે.
    • 1991-92માં પ્રથમ ખેલ રત્ન પુરસ્કાર ચેસ ગ્રાન્ડમાસ્ટર અને ભૂતપૂર્વ વિશ્વ ચેસ ચેમ્પિયન શ્રી વિશ્વનાથન આનંદ તેમજ 1990ના દાયકા દરમિયાન English Billiardsમાં પ્રભુત્વ ધરાવતા શ્રી ગીત સેઠીને એનાયત કરવામાં આવ્યો હતો.
    • 2024 વિજેતાઓ
      • ગુકેશ ડી (ચેસ)
      • હરમનપ્રીત સિંહ (હોકી)
      • પ્રવીણ કુમાર (પેરા-એથ્લેટિક્સ)
      • મનુ ભાકર (શૂટિંગ).
  2. દ્રોણાચાર્ય પુરસ્કાર
    • આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને તાલીમ આપવા માટે તેમના સતત અને ગુણવત્તાયુક્ત કાર્ય માટે રમતગમત અને રમતોમાં ઉત્કૃષ્ટ કોચને પુરસ્કાર આપવામાં આવે છે.
    • તેનું નામ દ્રોણાચાર્ય અથવા દ્રોણના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેઓ ભારતીય મહાકાવ્ય મહાભારતમાં અર્જુનના ગુરુ અથવા કોચ હતા.
    • પુરસ્કાર વિજેતાઓને દ્રોણાચાર્યની કાંસ્ય (Bronze) પ્રતિમા, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.
    • 2002માં દ્રોણાચાર્ય એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા એથ્લેટિક્સ કોચ રેણુ કોહલી હતા.
  3. અર્જુન પુરસ્કાર
    • આ પુરસ્કાર છેલ્લા ચાર વર્ષમાં રમતગમત અને રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને માન્યતા આપવા માટે આપવામાં છે.
    • પ્રાચીન ભારતીય મહાકાવ્ય મહાભારતના મુખ્ય નાયક અર્જુનના નામ પરથી, અર્જુન પુરસ્કારની સ્થાપના 1961 માં કરવામાં આવી હતી.
    • અર્જુન પુરસ્કાર વિજેતાઓને અર્જુનની પ્રતિમા, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.
    • પ્રથમ અર્જુન પુરસ્કાર ભારતના ફૂટબોલ ઓલિમ્પિયન પીકે બેનર્જીને એનાયત કરવામાં આવ્યો હતો.
    • પ્રથમ મહિલા અર્જુન પુરસ્કાર વિજેતા અન્ના લમ્સડેન (Anna Lumsden) હતા.
  4. અર્જુન પુરસ્કાર (Lifetime)
    • નિવૃત્ત ખેલાડીઓ જેમણે તેમની કારકિર્દી દરમિયાન રમતગમતમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને નિવૃત્તિ પછી પણ રમતગમતને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું છે, તેમને સન્માન અને પ્રેરણા આપે છે.
    • 2024ના વિજેતાઓ: શ્રી સુચા સિંહ (એથ્લેટિક્સ) અને શ્રી મુરલીકાંત રાજારામ પેટકર (પેરા-સ્વિમિંગ).
  5. મૌલાના અબુલ કલામ આઝાદ (MAKA) ટ્રોફી
    • તેની સ્થાપના 1956-1957માં કરવામાં આવી હતી.
    • છેલ્લા એક વર્ષમાં આંતર-યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે સંસ્થા અથવા યુનિવર્સિટીને આ પુરસ્કાર આપવામાં આવે છે.
    • 2024 વિજેતા: ચંદીગઢ યુનિવર્સિટી.
  6. રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર
    • છેલ્લા ત્રણ વર્ષમાં રમતગમતના પ્રોત્સાહન અને વિકાસમાં યોગદાન આપતી સંસ્થાઓ અથવા વ્યક્તિઓને આપવામાં આવે છે.
    • 2024 વિજેતા: ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા.

IIT મદ્રાસ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય (Ministry of Agriculture and Farmers’) દ્વારા Project VISTAAR માટે એક સમજૂતી કરાર (MoU – Memorandum of Understanding) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

Project VISTAAR વિશે

  • VISTAAR Full Form: Virtually Integrated System to Access Agricultural Resources.
  • ઉદ્દેશ્ય: ડિજિટલાઈઝેશન (Digitalisation) દ્વારા કૃષિ વિસ્તરણ પ્રણાલીની કાર્યક્ષમતા અને આઉટરીચ વધારવી
  • પહેલની મુખ્ય વિશેષતાઓ
    • Integration of Agri-Startup Data
      • IIT મદ્રાસના સ્ટાર્ટઅપ માહિતી પ્લેટફોર્મ પર 12,000થી વધુ કૃષિ-સ્ટાર્ટઅપ્સ સૂચિબદ્ધ (Listed) છે. ખેડૂતોને સ્ટાર્ટઅપ્સના નવીન ઉકેલો સાથે સરળતાથી જોડવા સક્ષમ બનાવે છે.
    • Comprehensive Advisory Services
      • આવરી લેવામાં આવેલા વિસ્તારો
        • Crop production Techniques
        • Marketing Strategies
        • Value Addition Processes
        • Supply Chain Management
    • Access to Government Schemes
      • ખેડૂતો કૃષિ સંબંધિત સરકારી યોજનાઓ અને ગ્રામીણ વિકાસ પ્રવૃત્તિઓ વિશે સરળતાથી માહિતી મેળવી શકે છે.
    • Accurate and Timely Information
      • ખેડૂતોને વધુ સારા નિર્ણય લેવામાં મદદ કરવા માટે ચોક્કસ, સુસંગત અને સમયસર ડેટા પૂરો પાડે છે.
      • ટકાઉ અને આબોહવા-સ્થિતિસ્થાપક (Sustainable and Climate-Resilient) કૃષિ પદ્ધતિઓને સમર્થન આપે છે.

ચીન તેના ઉત્તરીય પ્રાંતોમાં ખાસ કરીને 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં Human Metapneumovirus (HMPV)નો ફેલાઈ રહ્યો છે.

Human Metapneumovirus (HMPV) વિશે

  • Human Metapneumovirus (HMPV)Pneumoviridae family નો શ્વસન માર્ગ (Respiratory Tract)નો વાયરસ છે, જે સામાન્ય શરદી જેવા જ હળવા ચેપનું કારણ બને છે.
    • Respiratory syncytial virus (RSV), Measles અને Mumps પણ Pneumoviridae Family ના છે.
  • Winter Disease: HMP ઉપલા અને નીચલા શ્વસન માર્ગના ચેપનું કારણ બની શકે છે અને સામાન્ય રીતે શિયાળા અને વસંતઋતુના પ્રારંભમાં જોવા મળે છે.
  • આ વાયરસ સૌપ્રથમ 2001માં નેધરલેન્ડ્સમાં Bernadette G. van den Hoogen દ્વારા 28 નાના બાળકોના શ્વસન સ્ત્રાવમાં ઓળખવામાં આવ્યો હતો.
  • બાળકો અને વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ (HIV) ધરાવતા લોકો ચેપ માટે વધુ સંવેદનશીલ હોય છે.
    • બાળકોમાં શ્વસન સંબંધી બીમારીઓના અંદાજે 10% થી 12% HMPV ને કારણે થાય છે.
  • Symptoms: આ ચેપ સામાન્ય શરદી જેવા લક્ષણો દર્શાવે છે, જેમાં ઉધરસ, વહેતું અથવા બંધ નાક, ગળામાં દુખાવો, તાવ અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે.
  • Incubation Period: તે સામાન્ય રીતે ત્રણ થી છ દિવસનો હોય છે.
  • Transmission: HMPV ખાંસી, છીંક અથવા ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે નજીકના સંપર્ક દ્વારા જેમ કે હાથ મિલાવવા, આલિંગન કરવા અથવા સ્પર્શ કરવાથી ફેલાય છે.
  • Complications: HMPV ગંભીર બને ત્યારે ણomplications પેદા કરી શકે છે, જેના પરિણામે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે.
    • Bronchiolitis; Bronchitis; Pneumonia; Asthma or COPD flare-ups; Ear infection (otitis media)
  • Treatment: HMPVની સારવાર માટે કોઈ રસી તેમજ ચોક્કસ એન્ટિવાયરલ નથી. HMPV માટે એન્ટિબાયોટિક્સ કામ કરશે નહીં.
  • Diagnosis: Molecular Diagnostic Testing વ્યાપક ઉપયોગથી ઉપલા અને નીચલા શ્વસન માર્ગના ચેપના મહત્વપૂર્ણ કારણ તરીકે HMPV ની ઓળખ અને જાગૃતિમાં વધારો થયો છે.
  • Prevention
    • હાથ ધોવા જેવી સ્વચ્છતા પ્રથાઓ રોગને રોકવામાં મદદ કરે છે. ચેપથી દૂર રહેવા માટે પગ ધોવા, ચહેરાની સ્વચ્છતા, ખાંસી અને છીંક આવે ત્યારે રૂમાલ ઢાંકવા જેવી વ્યક્તિગત સ્વચ્છતા પણ મહત્વપૂર્ણ છે.
    • ચેપગ્રસ્ત વ્યક્તિઓ સાથે નજીકના સંપર્કને ટાળવા માટે, ચહેરા, નાક, આંખો અને મોંને સ્પર્શ કરવાનું ટાળો અને તેમની હાજરીમાં માસ્ક પહેરો.
    • અસ્થમા અથવા Chronic Obstructive Pulmonary Disease (COPD) જેવી શ્વસન સમસ્યાઓ ધરાવતા લોકોએ વધુ સાવધ રહેવું જોઈએ અને ચેપથી પોતાને બચાવવું જોઈએ.

One-Liner Current Affairs

  • સ્વિટ્ઝર્લેન્ડમાં મહિલાઓને જાહેર સ્થળોએ હિજાબ, બુરખો અથવા અન્ય કોઈપણ માધ્યમથી તેમના ચહેરાને સંપૂર્ણપણે ઢાંકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.
    • આ કાયદાનું ઉલ્લંઘન કરવા પર 1000 સ્વિસ ફ્રેંક અંદાજે 96 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.
  • ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં ઈઝરાયેલ સેનાએ હમાસના ટોચના કમાન્ડર અબ્દ અલ-હાદી સબાને મારી નાખ્યો છે.
  • ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છેવાડાના ગામોમાં આરોગ્ય સેવા આપતા વલાદર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને રાષ્ટ્રીય કક્ષાનો National Quality Assurance Standards (NQAS) એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
  • કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ નવી દિલ્હીમાં 2 જાન્યુઆરી 2025ના રોજ મુખ્ય અતિથિ તરીકે પુસ્તક વિમોચન સમારોહની અધ્યક્ષતા કરશે અને ‘જમ્મુ કાશ્મીર એન્ડ લદ્દાખ: થ્રુ ધ એજીસ’ પુસ્તકનું વિમોચન કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહેશે.
    • હિન્દી અને અંગ્રેજીમાં પ્રકાશિત થયેલું આ પુસ્તક નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયા અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે.
  • જયપુરમાં 26-29 ડિસેમ્બર 2024 દરમિયાન યોજાયેલ ઓલ ઈન્ડિયા નેશનલ લેવલ ટુર્નામેન્ટ ‘વોવિનમ’માં ગુજરાતની ધ્રુમા પાઠકે અંડર 19ની 54 kg વજન કેટેગરીમાં ભાગ લીધો હતો અને ગોલ્ડમેડલ જીત્યો.
  • ભારતીય ચેસ ખેલાડી આર વૈશાલીએ વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ 2024ની મહિલા વર્ગમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું હતું.
  • એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ ભારતીય વાયુસેનાના પશ્ચિમી કમાન્ડનો હવાલો સાંભળ્યો છે.
    • તેઓ 39 વર્ષથી વધુની સેવા બાદ નિવૃત્ત થઈ રહેલ એર માર્શલ પંકજ સિન્હાનું સ્થાન લેશે.

Leave a Comment

error: Content is protected !!