Daily Current Affairs 02-03 January 2025: આજનો ઈતિહાસ
DAY IN HISTORY
- 02 January
- 02 January 1954: રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતના બે નાગરિક પુરસ્કારો ‘ભારત રત્ન’ અને ‘પદ્મ વિભૂષણ’ની સ્થાપના કરવામાં આવી હતી.
- એક વર્ષમાં મહત્તમ ત્રણ વ્યક્તિઓને ‘ભારત રત્ન’ આપી શકાય છે.
- ભારત રત્નથી સન્માનિત પ્રથમ ત્રણ વ્યક્તિ સી. રાજગોપાલાચારી, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને સી. વી. રામન હતા.
- 02 January 1954: રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતના બે નાગરિક પુરસ્કારો ‘ભારત રત્ન’ અને ‘પદ્મ વિભૂષણ’ની સ્થાપના કરવામાં આવી હતી.
- 03 January
- 03 January 1831: મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં સાવિત્રીબાઈ ફુલેનો જન્મ થયો હતો.
- તેઓ ભારતના પ્રથમ મહિલા શિક્ષક હતા.
- 03 January 1959: અલાસ્કા (Alaska) યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું 49મું રાજ્ય બન્યું.
- 03 January 2002: પ્રોફેસર સતીશ ધવનનું નિધન થયું હતું.
- તે ભારતીય રોકેટ વૈજ્ઞાનિક હતા.
- 03 January 1831: મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં સાવિત્રીબાઈ ફુલેનો જન્મ થયો હતો.
Table of Contents
Daily Current Affairs 02-03 January 2025
# Unified District Information System for Education Plus (UDISE+) Report
POLITY
તાજેતરમાં શિક્ષણ મંત્રાલય (Ministry of Education) દ્વારા Unified District Information System for Education Plus (UDISE+) Report બહાર પાડવામાં આવ્યો છે.
UDISE+ Report ના મુખ્ય મુદ્દાઓ
- પ્રવેશમાં ઘટાડો: વિદ્યાર્થીઓની કુલ નોંધણીમાં ઘટાડો થયો છે, જેમાં શૈક્ષણિક વર્ષ 2023-24માં 24.8 કરોડ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે 2022-23માં 25.18 કરોડ હતા.
- 2018-19ની સરખામણીમાં નોંધણી દરમાં 6% થી વધુ (લગભગ 1.22કરોડ વિદ્યાર્થીઓ) ઘટાડો થયો છે.
- Gender wise
- છોકરાઓ: 2018-19માં 13.53 કરોડ છોકરાઓ નોંધાયા હતા, 2023-24માં 12.87 કરોડ છોકરોની નોંધણી થઈ, જે 4.87% નો ઘટાડો દર્શાવે છે.
- છોકરીઓ: 2018-19માં છોકરીઓની નોંધણી 12.49 કરોડથી ઘટીને 2023-24માં 11.93 કરોડ થઈ, જે 4.48%નો ઘટાડો દર્શાવે છે.
- State Wise
- 2018-2019ની સરખામણીમાં બિહાર (35.65 લાખ વિદ્યાર્થીઓનો તફાવત), ઉત્તર પ્રદેશ (28.26 લાખ વિદ્યાર્થીઓનો તફાવત) અને મહારાષ્ટ્ર (18.55 લાખ વિદ્યાર્થીઓનો તફાવત)માં નોંધણીમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે.
Unified District Information System for Education Plus (UDISE+)
- તે એક ડિજિટલ એપ્લિકેશન છે, જે પૂર્વ-પ્રાથમિકથી XII સુધી ઔપચારિક શિક્ષણ આપતી તમામ માન્ય શાળાઓમાંથી માહિતી એકત્રિત કરે છે.
- UDISE+ હવે શિક્ષણ મંત્રાલયની સત્તાવાર આંકડાકીય સિસ્ટમ તરીકે સેવા આપે છે અને હવે દેશના તમામ જિલ્લાઓમાં કાર્યરત છે.
- UDISE+ 14.72 લાખથી વધુ શાળાઓ, 98.08 લાખ શિક્ષકો અને 24.80 કરોડ બાળકોને આવરી લે છે.
- ડેટા એન્ટ્રી ઝડપી બનાવવા, ભૂલો ઘટાડવા, ડેટા ગુણવત્તા સુધારવા અને તેની ચકાસણી સરળ બનાવવા માટે તેને 2018-2019માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
- Revitalised UDISE+: તે 2022-23માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને દરેક વિદ્યાર્થી માટે 60 થી વધુ ક્ષેત્રો પર ડેટા કેપ્ચર કરે છે.
- નોડલ મંત્રાલય: શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલય (Department of School Education & Literacy, Ministry of Education)
- ઉદ્દેશ: એકત્રિત માહિતીનો ઉપયોગ વિવિધ શિક્ષણ-સંબંધિત કાર્યક્રમોના આયોજન, સંસાધન ફાળવણી અને અમલીકરણ અને પ્રગતિના મૂલ્યાંકન માટે કરવાનો છે.
- UDISE+ 11 વિભાગોમાં ફેલાયેલા શાળા, માળખાગત સુવિધાઓ, શિક્ષકો, નોંધણી, પરીક્ષાના પરિણામો, ડ્રોપઆઉટ્સ વગેરે જેવા પરિમાણો પર ઓનલાઈન ડેટા સંગ્રહ ફોર્મ (DCF) દ્વારા માહિતી એકત્રિત કરે છે.
- UDISE+ માં શાળાને ડેટા સંગ્રહનું એકમ અને જિલ્લાને ડેટા વિતરણનું એકમ માનવામાં આવે છે.
- પ્લેટફોર્મ પર પસંદ કરાયેલી શાળાઓને National Level Unique Identifier તરીકે કાર્ય કરતો UDISE કોડ આપવામાં આવે છે.
- Unique Educational ID (EID): UDISE+ પોર્ટલમાં દરેક વિદ્યાર્થી માટે એક અલગ યુનિક એજ્યુકેશનલ ID (EID) બનાવવામાં આવ્યો છે જે UDISE+ ના ઈકોસિસ્ટમ હેઠળ દરેક બાળકને આવરી લે છે.
# Generation Beta
GEOGRAPHY
1 જાન્યુઆરી, 2025ના રોજ, Generation Beta યુગનો પ્રારંભ થયો છે. Synod Hospital in Durtlang, Aizawl, Mizoramમાં જન્મ લેનારી ‘Frankie Remruatdika Zadeng‘ જનરેશન બીટાનો ભાગ બનનારી ભારતની પહેલી બાળકી બની છે.

- Generation Beta એ 2025 અને 2039ની વચ્ચે જન્મેલા લોકોનો ઉલ્લેખ કરે છે. તે Generation Z and Alpha પછીની પેઢીગત પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે.
- Generation Beta નામ ગ્રીક મૂળાક્ષરોમાંથી લેવામાં આવ્યું છે. તે Futurist Mark McCrindle દ્વારા બનાવવામાં આવ્યું હતું.
- Gen Z ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં ખૂબ જ કુશળ છે અને ઘણીવાર પરંપરાગત પદ્ધતિઓ કરતાં ડિજિટલ સંદેશાવ્યવહાર પસંદ કરે છે. આ પેઢી વંશીયતા, લિંગ અને જાતીય અભિગમમાં તેની વિવિધતા માટે ઓળખાય છે.
- Generation Z જેને ઘણીવાર Gen Z તરીકે ઓળખવામાં આવે છે, તેમાં 1990ના દાયકાના મધ્યથી અંત અને 2010ના દાયકાની શરૂઆતમાં જન્મેલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જેઓ ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન સાથે મોટા થયા છે.
- Generation Alphaમાં 2010 અને 2025ની વચ્ચે જન્મેલા લોકોનો સમાવેશ થાય છે.
Genration Beta ની લાક્ષણિકતાઓ
- 2025 અને 2039 વચ્ચે જન્મેલા: Micro-Computing Technologies સાથે ઉછરનાર પ્રથમ જૂથ
- Tech-Savvy: AI, વર્ચ્યુઅલ રિયાલિટી અને સ્માર્ટ સિસ્ટમ્સ જેવી ઉભરતી ટેકનોલોજીના અદ્યતન સંપર્કને કારણે પાછલી પેઢીઓ કરતાં વધુ પારંગત
- Innovative and Adaptable: Quantum Computing અને Metaverse જેવા અત્યાધુનિક વિકાસને સ્વીકારવાની અપેક્ષા
- Highly Connected: ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા, સમાવેશીતા અને સહાનુભૂતિને પ્રોત્સાહન આપવું.
Role of Technology in Generation Beta
- Instant Gratification: AI અને વર્ચ્યુઅલ રિયાલિટીના સતત સંપર્કથી તાત્કાલિક સંતોષ (Instant Gratification) મળી શકે છે.
- Education Transformation: AI Tutors, VR Classrooms અને Digital Tools નો ઉપયોગ કરીને ટેક-આધારિત વ્યક્તિગત શિક્ષણ અનુકૂલિત અને કાર્યક્ષમ શિક્ષણ અનુભવો માટે પરવાનગી આપશે.
- Higher Adaptability: જનરેશન બીટાની ડિજિટલ ફ્લુન્સી તેમને ઝડપી નવીનતા અને અનુકૂલન માટે સક્ષમ બનાવશે
- Workplace Shifts: ઓટોમેશન વધતાં કારકિર્દી સર્જનાત્મકતા અને ભાવનાત્મક બુદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
Challenges Faced by Generation Beta
- Mental Health Risks: લાંબા સમય સુધી સ્ક્રીન એક્સપોઝર Anxiety, Social Isolation અને નબળા આત્મસન્માનનું કારણ બને છે.
- Attention issues: Digital Immersionમાં વધારો તેમની લાંબા ગાળાની સમસ્યા હલ કરવાની ક્ષમતાને પડકારી શકે છે.
- Privacy and Ethics: AI અને VR ને એકીકૃત કરવાથી Privacy, Safety અને Ethical Boundaries વિશે ચિંતાઓ ઉભી થાય છે.
- Sustainability Concerns: Climate Change Awareness Eco-Consciousness ને પ્રોત્સાહન આપી શકે છે પરંતુ Existential Anxiety પણ પેદા કરી શકે છે.
Generation Timeline

- Greatest Generation (GI Generation) (1901–1927)
- આ પેઢી મહામંદી (Great Depression) દરમિયાન ઉછરી હતી અને બીજા વિશ્વયુદ્ધમાં લડી હતી, અને તેમની સ્થિતિસ્થાપકતા અને બલિદાન માટે “Greatest Generation” તરીકે ઓળખાતું બિરુદ મેળવ્યું હતું.
- આ પેઢી મુખ્યત્વે કઠિનતા, દેશભક્તિ અને સમુદાય ભાવના દ્વારા ઘડાયેલી હતી.
- આ પેઢીના મુખ્ય લક્ષણો: નિઃસ્વાર્થતા, ફરજ અને યુદ્ધ પછી વિશ્વના પુનઃનિર્માણ માટેની પ્રતિબદ્ધતા.
- Silent Generation (1928–1945)
- આ જનરેશન તેના શિસ્તબદ્ધ અને અનુરૂપ વલણો માટે જાણીતી છે, કારણ કે આ પેઢી બીજા વિશ્વયુદ્ધ અને શીત યુદ્ધના પ્રારંભિક તબક્કા દરમિયાન ઉછરી હતી.
- મુખ્ય લક્ષણો: તેઓ સખત મહેનત, વફાદારી અને સ્થિરતાને મહત્વ આપતા હતા, ઘણીવાર ખુલ્લા બળવા (Rebellion) અથવા સક્રિયતા (Activism)થી દૂર રહેતા હતા.
- Baby Boom Generation (1946–1964)
- બીજા વિશ્વયુદ્ધ પછી જન્મેલી, આર્થિક સમૃદ્ધિના સમયમાં, આ પેઢી Optimism, Ambition અને Individualism. દ્વારા વર્ગીકૃત થયેલ છે.
- આ પેઢીએ નાગરિક અધિકાર ચળવળ, ચંદ્ર પર ઉતરાણ અને વિયેતનામ યુદ્ધ જોયું. આ પેઢીએ આધુનિક સંસ્કૃતિ અને અર્થતંત્રને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
- Generation X (1965–1980)
- Generation X ને ‘Latchkey Generation’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
- Gen X આર્થિક અનિશ્ચિતતા, છૂટાછેડાના દરમાં વધારો અને શીત યુદ્ધના અંતના સમયમાં ઉછર્યા હતા.
- આ વર્ષે જન્મેલા લોકો તેમની સ્વતંત્રતા, શંકા અને ઉદ્યોગસાહસિક ભાવના માટે જાણીતા છે.
- Millennial Generation or Generation Y (1981–1996)
- Generation Y ઈન્ટરનેટ સાથે ઉછરનાર પ્રથમ પેઢી છે, જે તેમને Tech-Savvy, સામાજિક રીતે સભાન (Socially Conscious) અને ભૌતિક સંપત્તિ કરતાં અનુભવોને મહત્વ આપતી પેઢી બનાવે છે.
- તેમના વિચારો મુખ્યત્વે 9/11, મહામંદી અને સોશિયલ મીડિયાના ઉદય જેવી ઘટનાઓ દ્વારા આકાર પામે છે; તેમને ઘણીવાર સહયોગી અને મૂલ્યો-આધારિત તરીકે દર્શાવવામાં આવે છે, જેમાં કાર્ય-જીવન સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
- Generation Z or iGen (1997–2010)
- Gen Z સ્માર્ટફોન, સોશિયલ મીડિયા અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના પ્રભુત્વવાળી દુનિયામાં ઉછર્યા છે.
- તેઓ વૈવિધ્યસભર, ઉદ્યોગસાહસિક અને રાજકીય રીતે જાગૃત છે. ઘણીવાર ક્લાઈમેટ ચેન્જ, સમાનતા અને માનસિક સ્વાસ્થ્ય વિશે વાતચીતનું નેતૃત્વ કરે છે.
- Generation Alpha (2010–2024)
- Gen Alpha નો ઉછેર Artificial Intelligence, Smart Devices અને Immersive Technologies ના Hyperconnected વિશ્વમાં થઈ રહ્યો છે.
- તેઓ અત્યાર સુધીની સૌથી શિક્ષિત પેઢી હોવાનું માનવામાં આવે છે, જેમનો વૈશ્વિક દ્રષ્ટિકોણ ઝડપી ટેકનોલોજીકલ અને પર્યાવરણીય ફેરફારો દ્વારા આકાર પામે છે.
# Year of Reform
DEFENCE
- સંરક્ષણ મંત્રાલય (Ministry of Defence) દ્વારા 2025ને ‘Year of Reform‘ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
- સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સંરક્ષણ મંત્રાલયના તમામ સચિવો સાથે વિવધ યોજનાઓ, પ્રોજેક્ટ્સ, સુધારાઓ અને આગળના માર્ગની પ્રગતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી.
- તેનો ઉદ્દેશ્ય સશસ્ત્ર દળોને તકનીકી રીતે અદ્યતન લડાઈ-તૈયાર દળોમાં પરિવર્તિત કરવાનો છે, જે Multi-Domain સંકલિત કામગીરી માટે સક્ષમ છે. ‘Year of Reform’ સશસ્ત્ર દળોના આધુનિકીકરણ યાત્રામાં એક મહત્ત્વપૂર્ણ પગલું હશે.
- આ સુધારાઓનો ઉદ્દેશ્ય ભારતની સંરક્ષણ ક્ષમતાઓને વધારવા, ભવિષ્યના પડકારો માટે તત્પરતા સુનિશ્ચિત કરવા અને વૈશ્વિક મંચ પર નવીનતા અને નેતૃત્વને પ્રોત્સાહન આપવાનો છે.
- અસરો
- આ સુધારાઓ ભારતની સાર્વભૌમત્વ અને સુરક્ષાને સુનિશ્ચિત કરશે, બદલાતા જોખમોનો સામનો કરવા માટે એક મજબૂત સંરક્ષણ માળખાકીય સુવિધા પૂરી પાડશે.
- નિકાસ ક્ષમતાઓ સાથે આત્મનિર્ભર સંરક્ષણ શક્તિ બનવાના ભારતના ધ્યેયને પ્રોત્સાહન આપે છે, જે આર્થિક વિકાસમાં ફાળો આપે છે.
- ભારતની વૈશ્વિક સંરક્ષણ ભાગીદારીને મજબૂત બનાવે છે અને અત્યાધુનિક લશ્કરી તકનીકોમાં અગ્રણી તરીકે તેનું સ્થાન વધારે છે.
તાજેતરના સંરક્ષણ સુધારાઓ
- Chief of Defence Staff (CDS): 2020માં આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે સંયુક્તતાને પ્રોત્સાહન આપવા માટે સ્થાપિત.
- Agnipath Scheme: આધુનિકીકરણ અને પેન્શન ખર્ચ ઘટાડવા માટે 4 વર્ષ માટે સૈનિકોની ટૂંકા ગાળાની ભરતી.
- Atmanirbhar Bharat: નકારાત્મક આયાત સૂચિ અને સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોર સાથે સ્વદેશીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરો.
- Simplified Procurement: ખરીદીને ઝડપી અને સરળ બનાવવા માટે Defence Acquisition Procedure (DAP) 2020.
- Defence Exports: 2025 સુધીમાં $5 બિલિયનનું લક્ષ્ય; Ex. બ્રહ્મોસ મિસાઇલ નિકાસનો સમાવેશ થાય છે.
- Space and Cyber Agencies: સંરક્ષણ અવકાશ એજન્સી (DSA) અને સાયબર એજન્સી (DCA) ની સ્થાપના.
- Defence R&D: iDEX (Innovations for Defence Excellence) દ્વારા સ્ટાર્ટઅપ્સ અને MSMEs ને પ્રોત્સાહન.
# નવી જાહેર કરાયેલી 9 મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂક કરાઈ
NATIONAL NEWS
રાજ્ય સરકાર દ્વારા 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે જાહેર કરેલી નવી મનપાના સંદર્ભે મ્યુનિસિપલ કમિશનરોની પણ નિમણૂક કરી છે.
- મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદર 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ હવે વહીવટદાર તરીકે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા IAS /GAS કેડરના 9 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
- હવે ગુજરાતનો વિસ્તાર 50% કરતાં વધુ નગર વિસ્તાર થઈ જશે. લાર્જર અર્બન એરિયા, મ્યુનિસિપલ એક્ટ, 1949 લાગુ કરીને નવી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટદાર મૂકવામાં આવશે.
મનપા મ્યુનિસિપલ કમિશનર
- મોરબી: સ્વપ્નિલ ખરે
- આણંદ: મિલિન્દ બાપના
- નડિયાદ: મિરાંત પારેખ
- વાપી: યોગેશ ચૌધરી
- મહેસાણા: રવિન્દ્ર ખટાલે
- સુરેન્દ્રનગર: જી. એચ. સોલંકી
- નવસારી: દેવ ચૌધરી
- પોરબંદર: એચ. જે. પ્રજાપતિ
- ગાંધીધામ: એમ. પી. પંડયા
One-Liner Current Affairs
- તમિલનાડુના કન્યાકુમારીમાં સમુદ્ર પર બનેલા દેશના પ્રથમ કાચના પુલનું ઉદઘાટન મુખ્યમંત્રી એમકે સ્ટાલિન (MK Stalin) દ્વારા કરવામાં આવ્યું હતું.
- આ કાચનો પુલ 77 મીટર લાંબો અને 10 મીટર પહોળો છે, જે વિવેકાનંદ રોક મેમોરિયલ અને કન્યાકુમારીના કિનારે આવેલી 133 ફૂટ ઊંચી તિરુવલ્લુવર પ્રતિમાને જોડે છે.
- તમિલનાડુ સરકાર દ્વારા ₹37 કરોડના ખર્ચે આ પુલ બનાવવામાં આવ્યો છે.
- એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) દ્વારા ભારત સરકાર સાથે કુલ USD 850 મિલિયનની બે મુખ્ય લોન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
- USD 500 મિલિયનની પ્રથમ લોન ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ કંપની લિમિટેડ (IIFCL) દ્વારા ગ્રીન અને સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટેકો આપશે, જે શહેરી પ્રોજેક્ટ્સ, શિક્ષણ અને આરોગ્યસંભાળ જેવા ક્ષેત્રોને સંબોધિત કરશે.
- SMILE પ્રોગ્રામ હેઠળ USD 350 મિલિયનની બીજી લોન ભારતના ઉત્પાદન ક્ષેત્ર અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવા, આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને લિંગ સમાવેશ (Gender Inclusion)ને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
- India-Australia Economic Cooperation and Trade Agreement (Ind-Aus ECTA)એ બંને દેશોમાં MSME, વ્યવસાયો અને રોજગાર માટે નવી તકો ઊભી કરીને બે વર્ષ પૂર્ણ કર્યા છે.
- 29 ડિસેમ્બર 2022 ના રોજ અમલમાં આવ્યો હતો.
- બંને દેશો 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર AUD 100 અબજ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક ધરાવે છે.
- Steel Authority of India Limited (SAIL) ને Great Place to Work Institute, India દ્વારા જાન્યુઆરી 2025 થી જાન્યુઆરી 2026 માટે ‘Great Place to Work’ તરીકે ફરીથી સન્માનિત કરવામાં આવ્યું છે.