Daily Current Affairs 22 & 23 December 2024: List of Important Days
- 22 December 2024
- National Mathematics Day
- દર વર્ષે 22 ડિસેમ્બરના રોજ National Mathematics Day ઉજવવામાં આવે છે.
- શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિ તરીકે પણ ઓળખાય છે.
- વડા પ્રધાન મનમોહન સિંહે ગણિતશાસ્ત્રી રામાનુજનની 125મી જન્મજયંતિની શ્રદ્ધાંજલિમાં 22 ડિસેમ્બર, 2012ના રોજ National Mathematics Day ઉજવણીની જાહેરાત કરી હતી.
- National Mathematics Day 2024 થીમ: “Mathematics: Bridge to innovation”.
- National Mathematics Day
- 23 December 2024
- રાષ્ટ્રીય કિસાન દિવસ (National Farmers’ Day)
- ભારતમાં દર વર્ષે 23 ડિસેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ ઉજવવામાં આવે છે.
- શરૂઆત: 23 ડિસેમ્બર, 2001
- ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી ચૌધરી ચરણ સિંહની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
- શ્રી ચૌધરી ચરણ સિંહ ‘કિસાનોના મસિહા’ તરીકે પ્રખ્યાત હતા.
- તેમનો જન્મ 23 ડિસેમ્બર, 1902ના રોજ ઉત્તરપ્રદેશના નૂરપુર ખાતે થયો હતો. આથી તેમના જન્મદિને ભારતમાં ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
- National Farmers’ Day 2024 થીમ: “Empowering ‘Annadatas’ for a Prosperous Nation”
- રાષ્ટ્રીય કિસાન દિવસ (National Farmers’ Day)
આજનો ઈતિહાસ: (22 & 23 December)
DAY IN HISTORY
- 22 December
- 22 December 1851: બ્રિટિશ કાળ દરમિયાન બાંધવામાં આવેલી ભારતની પ્રથમ રેલવે લાઈન અને સ્ટીમ એન્જિનનો પ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
- પ્રથમ માલવાહક ટ્રેન ભારતમાં રૂરકી (Roorakee)માં ચલાવવામાં આવી હતી.
- સાર્વજનિક ક્ષેત્રોમાં ઉપયોગ ના હોવાના કારણે એપ્રિલ 1853માં બોમ્બે થી થાણે વચ્ચે પેસેન્જર ટ્રેન ભારતની પ્રથમ માનવામાં આવી.
- 22 December 1887: શ્રીનિવાસ રામનુજન અયંગરનો જન્મ તામિલનાડુના ઈરોડમાં થયો હતો.
- 22 December 2010: રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 17 વર્ષ જૂની Don’t Ask, Don’t Tell નીતિને રદ કરવા માટેના કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા, જે યુનાઇટેડ સ્ટેટ્સની સૈન્યમાં સેવા આપવા માટે સમલૈંગિક લોકોને પ્રતિબંધિત કરતી હતી.
- આ નીતિને 1994માં ક્લિન્ટન એડમિનિસ્ટ્રેશને અમલમાં મૂકી હતી
- 22 December 1851: બ્રિટિશ કાળ દરમિયાન બાંધવામાં આવેલી ભારતની પ્રથમ રેલવે લાઈન અને સ્ટીમ એન્જિનનો પ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
- 23 December
- 23 December 1899: રામવૃક્ષ બેનીપુરીનો જન્મ બિહારમાં મુજફ્ફરપુર જિલ્લાના બેનીપુર ગામમાં થયો હતો.
Table of Contents
Daily Current Affairs 22 & 23 December 2024
# K9 VAJRA-T Artillery Guns
DEFENCE
- તાજેતરમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય (MoD) દ્વારા ભારતીય સેના માટે ₹7628.70 કરોડના ખર્ચે 100 K9 VAJRA-T Self-Propelled Tracked Artillery Guns ખરીદવા માટે ભારતીય કંપની લાર્સન એન્ડ ટુબ્રો (L&T) સાથે કરાર પ્યાર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
- આ સાથે L&T સાથે K9 VAJRA-T Artillery Gun માટે બીજો કરાર છે. અગાઉ 2017માં MoD દ્વારા 100 Artillery Gun ખરીદવા માટે L&T સાથે ₹4366 કરોડનો કરાર કરવામાં આવ્યો હતો.
One-Liner Current Affairs
- તાજેતરમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન થયું છે.
- તાજેતરમાં ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા (KKFI) દ્વારા અભિનેતા સલમાન ખાનને પ્રથમ ખો-ખો વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- તાજેતરમાં કેન્દ્રીય પરિવહન પ્રધાન દ્વારા નાગપુર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર નાગપુર-માનસર બાયપાસ પ્રોજેક્ટ ખાતે ભારતના પ્રથમ બાયો-બિટ્યુમેન રાષ્ટ્રીય ધોરીમાર્ગનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
- આ રોડ પૂણે સ્થિત બાયોટેક કંપની પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ અને સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ (CRRI) દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યો છે.