Daily Current Affairs 20 & 21 December 2024: List of Important Days
- 20 December 2024
- International Human Solidarity Day
- દર વર્ષે 20 ડિસેમ્બરના રોજ International Human Solidarity Day ઉજવવામાં આવે છે.
- સ્થાપના: 2005માં United Nations General Assembly દ્વારા
- હેતુ: વૈશ્વિક સહયોગ, શાંતિ, સામાજિક ન્યાય અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
- આંતરરાષ્ટ્રીય સ્તરે સામાજિક ન્યાય અને ગરીબી નાબૂદીને પ્રોત્સાહન આપવું.
- International Human Solidarity Day
- 21 December 2024
- World Meditation Day
- 21 ડિસેમ્બર 2024ના રોજ વિશ્વમાં પ્રથમ વખત World Meditation Day ઉજવવામાં આવ્યો હતો.
- 6 ડિસેમ્બર 2024ના રોજ United Nations General Assembly (UNGA) દ્વારા પસાર કરાયેલ ઠરાવ દ્વારા 21 ડિસેમ્બરને સત્તાવાર રીતે World Meditation Day તરીકે ઉજવવાની માન્યતા આપવામાં આવી હતી.
- World Meditation Day 2024 થીમ: “Meditation for Global Peace and Harmony.”
- World Meditation Day
આજનો ઈતિહાસ: (20 & 21 December)
DAY IN HISTORY
- 20 December
- 20 December 1968: સોહન સિંહ ભકનાનું નિધન થયું હતું.
- તે અમેરિકામાં લાલા હરદયાલ દ્વારા રચાયેલ ‘ગદર પાર્ટી’ના પ્રમુખ નેતાઓમાંથી એક હતા.
- લાલા હરદયાલ દ્વારા અમેરિકામાં ‘પેસિફિક કોસ્ટ હિન્દી એસોસિયેશન’ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી, જેના અધ્યક્ષ સોહન સિંહ ભકના હતા.
- 20 December 1968: સોહન સિંહ ભકનાનું નિધન થયું હતું.
- 21 December
- 21 December 1898: મેડમ ક્યૂરીએ તેમના પતિ પિયરે ક્યૂરિ સાથે મળીને ‘રેડિયમ’ની શોધ કરી હતી.
- 21 December 1968: નાસા દ્વારા ‘અપોલો-8’ અંતરીક્ષ યાનનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.
- આ યાનને ફ્લોરિડાના Kennedy Space Center (KSC)થી સેટર્ન-V રોકેટ દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું હતું.
- અંતરીક્ષ ઈતિહાસમાં પહેલી વખત ત્રણ અંતરીક્ષ યાત્રીને પૃથ્વીની કક્ષાથી દુર ચાંદની કક્ષમાં મોકલવામાં આવ્યા હતા.
- ત્રણ અંતરીક્ષ યાત્રી: Frank Borman, James Lovell અને William Anders
- 21 December 1974: ‘INS સાતવાહન’ને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું.
Table of Contents
Daily Current Affairs 20 & 21 December 2024
# National Commission for Minority Educational Institutions (NCMEI)
NATIONAL NEWS
તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ આયોગ (NCMEI – National Commission for Minority Educational Institutions)ના 20મા સ્થાપના દિવસને સંબોધિત કરતા બંધારણ હેઠળ લઘુમતીઓના અધિકારો પર ભાર મૂક્યો હતો.
National Commission for Minority Educational Institutions (NCMEI) વિશે
- સ્થાપના: National Commission for Minority Educational Institutions Act, 2004 હેઠળ 2004માં સ્થાપના થઈ હતી.
- મંત્રાલય: શિક્ષણ મંત્રાલય (Ministry of Education) હેઠળ કાર્ય કરે છે.
- ઉદ્દેશ: બંધારણની કલમ 30(1) મુજબ ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓના શૈક્ષણિક અધિકારોનું રક્ષણ અને પ્રોત્સાહન આપવાનો.
- સત્તાઓ અને કાર્યો
- સિવિલ કોર્ટની સત્તાઓ સાથે અર્ધ-ન્યાયિક સંસ્થા.
- શૈક્ષણિક સંસ્થાઓ માટે લઘુમતી દરજ્જો અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ વિવાદોનો નિર્ણય લે છે.
- લઘુમતી શૈક્ષણિક અધિકારોથી વંચિત રહેવા અંગેની ફરિયાદોની તપાસ કરે છે.
- લઘુમતી શિક્ષણના મુદ્દાઓ અંગે અધિકારીઓને સલાહ આપે છે અને ભલામણ કરે છે.
- સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ અનુસાર અપીલ અને મૂળ અધિકારક્ષેત્ર ધરાવે છે.
# India’s PM Visit to Kuwait
INTERNATIONAL RELATIONS
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21-22 ડિસેમ્બર, 2024 દરમિયાન કુવૈતની મુલાકાત લેશે. 1981માં ઈન્દિરા ગાંધીની કુવૈત મુલાકાત પછી ભારતીય વડા પ્રધાનની આ બીજી મુલાકાત છે.
કુવૈતના વડા શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહ દ્વારા આ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ મુલાકાતનો હેતુ ભારત અને કુવૈત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવતા વેપાર, ઊર્જા અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.
પ્રધાનમંત્રીની કુવૈત મુલાકાતના મુખ્ય મુદ્દાઓ
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાન બદલ કુવૈતના સર્વોચ્ચ સન્માન ‘Order of Mubarak Al Kabeer’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- બંને પક્ષોએ તેમના સંબંધોને ‘Strategic Partnership’ સુધી ઉન્નત કર્યા, જે રાજકીય, વેપાર, સંરક્ષણ, ઊર્જા અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સહયોગનો વિસ્તાર કરે છે.
- સંયુક્ત લશ્કરી કવાયતો, તાલીમ, દરિયાકાંઠાના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને સંરક્ષણ સહયોગ પર એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.
- ભારત અને કુવૈતે 2025-2029 માટે સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ અને 2025-2028 માટે રમતગમત સહયોગ પર એક કાર્યકારી કાર્યક્રમ પર હસ્તાક્ષર કર્યા.
- બંને દેશોના વિદેશ મંત્રીઓની અધ્યક્ષતામાં દ્વિપક્ષીય સંબંધો પર દેખરેખ રાખવા માટે Joint Commission on Cooperation (JCC)ની સ્થાપના કરવામાં આવી હતી.
- શિક્ષણ, વેપાર, રોકાણ, કૃષિ અને આતંકવાદ વિરોધી જેવા મુખ્ય ક્ષેત્રોમાં નવા સંયુક્ત કાર્યકારી જૂથો (Joint Working Groups) ની સ્થાપના કરવામાં આવી હતી.
- સેમિકન્ડક્ટર, કૃત્રિમ બુદ્ધિ, ઈ-ગવર્નન્સ અને શ્રેષ્ઠ પ્રથાઓના શેરિંગમાં સહયોગ પર ભાર મૂક્યો.
- International Solar Alliance (ISA)માં કુવૈતના સભ્યપદનું ભારત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
- ભારતના પ્રધાનમંત્રીએ કુવૈતને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)ના પ્રમુખપદ બદલ અભિનંદન આપ્યા અને ભારત-GCC મુક્ત વેપાર કરાર (India-GCC Free Trade Agreement) પૂર્ણ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
- બંને નેતાઓએ વૈશ્વિક પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે સુધારેલા સંયુક્ત રાષ્ટ્ર (UN)ની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
# Yuga Yugeen Bharat National Museum
ભારત અને ફ્રાન્સે તાજેતરમાં મહત્વાકાંક્ષી યુગ યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય માટે ઉત્તર અને દક્ષિણ બ્લોક્સના “અનુકૂલનશીલ પુનઃઉપયોગ (Adaptive Reuse)” માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
સંસ્કૃતિ મંત્રાલય (Ministry of Culture) યુગ યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલયને વિશ્વ કક્ષાની સાંસ્કૃતિક સંસ્થા તરીકે વિકસાવવા માટે ફ્રાન્સ મ્યુઝિયમ ડેવલપમેન્ટ (FMD) સાથે ભાગીદારી કરી છે.
યુગ યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય વિશે
- તે Central Vista Redevelopment Project નો એક ભાગ છે.
- પ્રધાનમંત્રી દ્વારા મે 2023માં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય એક્સ્પોમાં આ સંગ્રહાલયની સૌપ્રથમ ઘોષણા કરવામાં આવી હતી.
- ઉદ્દેશ: ઐતિહાસિક ઉત્તર અને દક્ષિણ બ્લોક્સના અનુકૂલનશીલ પુનઃઉપયોગ દ્વારા તેના સ્થાપત્ય વારસાનું સંરક્ષણ સુનિશ્ચિત કરવા અને સાથે સાથે એક જીવંત અને કાર્યક્ષમ સાંસ્કૃતિક જગ્યા પણ બનાવનો છે.
- યુગ યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય ફ્રાન્સના અનુકૂલનશીલ પુનઃઉપયોગ અભિગમ (Adaptive Reuse Approach) દ્વારા વિકસાવવામાં આવશે.
- અનુકૂલનશીલ પુનઃઉપયોગ અભિગમ ફ્રાન્સની “Grands Projets” પહેલને પ્રતિબિંબિત કરે છે, જેમાં સરકારી ઈમારતોને પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક સ્થળોમાં રૂપાંતરિત કરવામાં આવી હતી, જેનું સૌથી નોંધપાત્ર ઉદાહરણ ‘Louvre Museum, Paris’ છે.
- આ મ્યુઝિયમ નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ઉત્તર અને દક્ષિણ બ્લોક્સમાં આશરે 1.55 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં બનશે.
- અમલીકરણ તબક્કાઓ
- પ્રથમ: તેમાં જૂન 2026 સુધીમાં નોર્થ બ્લોક (હાલમાં નાણા અને ગૃહ મંત્રાલયના કાર્યાલયો)ને સંગ્રહાલયની જગ્યામાં રૂપાંતરિત કરવાનો સમાવેશ થાય છે.
- સાઉથ બ્લોક, જેમાં વડા પ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયના કાર્યાલયો આવેલા છે, તેને ખાલી કરવામાં આવશે.
# INS Nirdeshak
DEFENCE
તાજેતરમાં INS નિર્દેશક, બીજું Survey Vessel Large (SVL), વિશાખાપટ્ટનમના નેવલ ડોકયાર્ડ (Visakhapatnam’s Naval Dockyard) ખાતે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું.
INS નિર્દેશકની મુખ્ય વિશેષતાઓ
- INS નિર્દેશક એ ભારતીય નૌકાદળના સર્વે વેસલ લાર્જ (SVL) પ્રોજેક્ટ હેઠળનું બીજું જહાજ છે.
- તે ચાર-જહાજ SVL પ્રોજેક્ટનો એક ભાગ છે, જે ભારતીય નૌકાદળની હાઈડ્રોગ્રાફિક અને નૌકાદળની કામગીરી ક્ષમતાઓ માટે એક મહત્વપૂર્ણ પહેલ છે.
- ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE), કોલકાતા દ્વારા ચાર-જહાજ પ્રોજેક્ટ (Four-Vessel Project)ના ભાગ રૂપે બનાવવામાં આવ્યું છે.
- આત્મનિર્ભર ભારત હેઠળ 80% થી વધુ સ્વદેશી ઘટકો સાથે સ્વદેશી જહાજ નિર્માણ પર ભારતના વધતા ધ્યાનને પ્રતિબિંબિત કરે છે.
Survey Vessel Large
- 30 ઓક્ટોબર, 2018ના રોજ સંરક્ષણ મંત્રાલય (MoD) અને GRSE કોલકાતા વચ્ચે ચાર SVL જહાજો બનાવવા માટેનો કરાર કરવામાં આવ્યો હતો.
- જૂના સર્વે જહાજોને આધુનિક જહાજોથી બદલવા માટે જે સમુદ્રી માહિતી એકત્રિત કરવા માટે સજ્જ છે.
- આ પ્રોજેક્ટ 2024 સુધીમાં ચારેય SVL જહાજોનું બાંધકામ પૂર્ણ કરવા માટે તૈયાર છે.
- Four Large Survey Vessels
- Sandhayak
- Nirdeshak
- Ikshak
- Sanshodhak
One-Liner Current Affairs
- તાજેતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે નવી દિલ્હીમાં ખેડૂતોને જંતુનાશકોની હાનિકારક અસરોથી બચાવવા માટે ખાસ તૈયાર કરેલ ‘કિસાન કવચ સૂટ’નું વિમોચન કર્યું હતું.
- તે ભારતનું પ્રથમ એન્ટી-પેસ્ટીસાઈડ બોડિસ્યુટ છે.
- મધ્યપ્રદેશના ઈંદોરને ભિખારી મુક્ત બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર 1 જાન્યુઆરી, 2025થી ભિખારીઓને ભીખ આપનાર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવશે.
- કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે દેશના 10 શહેરોને ભિખારી મુક્ત બનાવવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
- આ પ્રોજેક્ટમાં દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, ઈંદોર, લખનૌ, મુંબઈ, નાગપુર, પટના અને અમદાવાદ જેવા 10 શહેરોને આવરી લેવામાં આવ્યા છે.
- દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીમાં રોહન જેટલીએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કીર્તિ આઝાદને હરાવી પ્રમુખ બન્યા હતા.
- ચૂંટણીમાં કુલ મતોની સંખ્યા 2,413 હતી, જેમાંથી રોહને 1577 મત મેળવીને જીત પ્રાપ્ત કરી હતી.
- World Tennis League Season 3, 19 થી 22 ડિસેમ્બર, 2024 દરમિયાન અબુ ધાબીના એતિહાદ એરેના (Etihad Arena) ખાતે યોજાશે.
- લીગમાં Elena Rybakina, Aryna Sabalenka અને Defending Champions Team Eagles, Daniil Medvedev અને Andrey Rublev સહિતના અગ્રણી ખેલાડીઓની ભાગીદારી છે.
- તેલંગાણા દ્વારા હૈદરાબાદમાં 200 એકરનું ‘AI City’ સ્થાપવામાં આવશે.
- Microsoft, Nvidia, AWS અને Meta સહિત 26 અગ્રણી સંસ્થાઓ સાથેના સહયોગનો હેતુ AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જનરેટિવ AI અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
- આ પહેલ રોકાણને વેગ આપશે, રોજગારીનું સર્જન કરશે અને તેલંગાણાના $3 ટ્રિલિયન અર્થતંત્રના વિઝનમાં નોંધપાત્ર યોગદાન આપશે.
- થાઈલેન્ડ દ્વારા 24th BIMSTEC Senior Officials Meeting (SOM)નું આયોજન કરવામાં આવ્યું હતું.
- જયદીપ મઝુમદારે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
- NPCI International Payments Ltd (NIPL) દ્વારા 2025માં 6 વધારાના દેશોમાં UPI સેવાઓનો વિસ્તાર કરવાની યોજના છે.
- આ પગલાનો હેતુ UPIની વૈશ્વિક પહોંચને વિસ્તૃત કરવાનો છે, જેમાં નેપાળ, ભૂટાન, UAE અને ફ્રાન્સ જેવા દેશોનો સમાવેશ થાય છે.
- આ વિસ્તરણ દક્ષિણપૂર્વ એશિયાના કેટલાક દેશોની સાથે કતાર અને થાઈલેન્ડ જેવા રાષ્ટ્રોને લક્ષ્યાંકિત કરે છે.
- વધુમાં, પેરુ, નામિબિયા અને ત્રિનિદાદ અને ટોબેગો જેવા પ્રદેશોમાં સહયોગ સાર્વભૌમ ચુકવણી પ્રણાલી સ્થાપિત કરવા માટે પ્રગતિમાં છે, વૈશ્વિક સ્તરે UPI ને અપનાવવામાં વધારો કરે છે.
- પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી દ્વારા નબન્ના સચિવાલય (Nabanna Secretariat)માં “બંગલાર બારી” આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી.
- ₹14,773 કરોડના અંદાજિત ખર્ચ સાથે આ પહેલનો હેતુ ગ્રામીણ વસ્તીને પોસાય તેવા આવાસ પૂરા પાડવાનો છે.
- ₹60,000નો પ્રથમ હપ્તો 21 જિલ્લાના 42 લાભાર્થીઓને વહેંચવામાં આવ્યો હતો, જેમાં સીધી નાણાકીય સહાય દ્વારા ગ્રામીણ જીવનની સ્થિતિ સુધારવા માટેની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
- 4th Asian Roll Ball Championshipનું આયોજન ગોવાના Margao ખાતે મનોહર પર્રિકર સ્ટેડિયમમાં કરવામાં આવ્યુ છે.
- શ્રી ચેતન ભાંડવાલકર (ચેરમેન), શ્રી રોહિત ખાંડેકર (જનરલ સેક્રેટરી), અને માર્ગદર્શક શ્રી તપન આચાર્ય જેવા મુખ્ય વ્યક્તિઓએ ચેમ્પિયનશિપની સફળતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે રોલ બોલના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
- ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ (Ind-Ra)એ નાણાકીય વર્ષ 2025-26માં ભારતીય અર્થતંત્ર માટે 6.6% GDP વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો છે, જે નાણાકીય વર્ષ 2024-25માં 6.4% હતો.
- NTPCએ બિહારમાં પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ સ્થાપવાની યોજનાની જાહેરાત કરી હતી. CMD ગુરદીપ સિંહે ‘બિહાર બિઝનેસ કનેક્ટ 2024’ સમિટમાં જાહેર કર્યું હતું.
- આ પહેલ ASHVINI સંયુક્ત સાહસ હેઠળ હાથ ધરવામાં આવશે, જ્યાં NPCIL 51% હિસ્સો ધરાવે છે, અને NTPC 49% હિસ્સો ધરાવે છે.
- કતારના લુસેલ (Lusail, Qatar)માં ફાઈનલમાં Pachuca ને 3-0 થી હરાવીને Real Madrid એ FIFA Intercontinental Cup જીત્યો.