Daily Current Affairs 18 & 19 December 2024: List of Important Days
- 18 December 2024
- Minorities Rights Day
- Minorities Rights Day, ભારતમાં દર વર્ષે 18 ડિસેમ્બરના રોજ લઘુમતી સમુદાયો (Minority Communities)ના અધિકારોનું રક્ષણ અને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે.
- 18 ડિસેમ્બર, 1992ના રોજ રાષ્ટ્રીય અથવા વંશીય, ધાર્મિક અને ભાષાકીય લઘુમતી સમુદાયના વ્યક્તિઓના અધિકારો પર સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ના ઘોષણાને અપનાવવાની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે.
- Organized By: National Commission for Minorities (NCM)
- ભારત દ્વારા 2013માં આ દિવસને સત્તાવાર રીતે ઉજવવાની માન્યતા આપી હતી.
- Minorities Rights Day 2024 થીમ: “Promoting Diversity and Protecting Rights”.
- International Migrants Day
- દર વર્ષે 18 ડિસેમ્બરના રોજ International Migrants Day ઉજવવામાં આવે છે.
- વિશ્વભરમાં સ્થળાંતર કરનારાઓની મોટી અને વધતી જતી સંખ્યાને કારણે, 4 ડિસેમ્બર 2000ના રોજ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 18 ડિસેમ્બરને International Migrants Day તરીકે જાહેર કર્યો હતો.
- ઉદ્દેશ્ય: આ દિવસ સ્થળાંતર કરનારાઓના સામાજિક-આર્થિક યોગદાન અને તેમના દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પ્રકાશિત કરવા માટે ઉજવવામાં આવે છે.
- International Migrants Day 2024 થીમ: “Honouring the contributions of migrants and respecting their rights”.
- Minorities Rights Day
- 19 December 2024
- Goa Liberation Day
- દર વર્ષે 19 ડિસેમ્બરના રોજ Goa Liberation Day ઉજવવામાં આવે છે.
- 1961માં ભારતીય સેનાએ ‘ઓપરેશન વિજય’ દ્વારા ગોવા પર સફળતાપૂર્વક કબજો કર્યો હતો અને ગોવાને પોર્ટુગીઝ શાસનથી આઝાદ કરાવ્યું હતું.
- ગોવા ઉપરાંત ગુજરાતમાં આવેલા દીવ, દમણ પણ પોર્ટુગીઝની ગુલામીમાંથી આઝાદ થયા હતા.
- 30 મે, 1987ના રોજ ગોવાને પૂર્ણ રાજ્ય તરીકેનો દરજ્જો મળ્યો હતો.
- Goa Liberation Day
આજનો ઈતિહાસ: (18 December & 19 Decembe)
DAY IN HISTORY
- 18 December
- 18 December 2014: GSLV MK-3એ સતીશ ધવન અંતરીક્ષથી પહેલી ઉડાન ભરી હતી.
- 19 December
- 19 December 1927: ‘કાકોરી ટ્રેન એક્શન’ના ત્રણ ક્રાંતિવીર શહીદ થયા હતા.
- ઠાકુર રોશન સિંઘ, અશફાક ઊલ્લા ખાન, રામ પ્રસાદ બિસ્મિલ અને રાજેન્દ્ર નાથ લાહિડી આ ચાર ક્રાંતિવીરોને મૃત્યુની સજા અપવામાં આવી હતી.
- ઠાકુર રોશન સિંઘ, અશફાક ઊલ્લા ખાન, રામ પ્રસાદ બિસ્મિલને 19 ડિસેમ્બર 1927ના રોજ ફાંસી આપવામાં આવી હતી, જ્યારે રાજેન્દ્ર નાથ લાહિડીને બે દિવસ પહેલા 17 ડિસેમ્બરના રોજ ફાંસી આપવમાં આવી હતી.
- 19 December 1927: ‘કાકોરી ટ્રેન એક્શન’ના ત્રણ ક્રાંતિવીર શહીદ થયા હતા.
Table of Contents
Daily Current Affairs 18 & 19 December 2024
# અજીત ડોભાલ
PERSON-IN-NEWS
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, લાઈન ઓક એકચ્યુઅલ કંટ્રોલ (LAC) અંગે વિશેષ પ્રતિનિધિ સ્તરની વાતચીત કરવા ચીન જઈ રહ્યા છે.
- ભારત અને ચીન સરહદને લઈને આ બેઠક 17 અને 18 ડિસેમ્બરના રોજ યોજાશે. અજીત ડોભાલ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે ચર્ચા કરશે.
- ગલવાન અથડામણ બાદ આ વિશેષ પ્રતિનિધિ સ્તરની પ્રથમ બેઠક હશે. ડિસેમ્બર, 2019માં બંને દેશ વચ્ચે આ પ્રકારની ચર્ચા થઈ હતી.
- જૂન 2020માં ગલવાન અથડામણ બાદ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો બગડયા હતા.
- ભારત અને ચીન વચ્ચે ઓક્ટોબરમાં જ LAC પર પેટ્રોલિંગને લઈને એક મહત્ત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ભારત-ચીન સરહદ વિવાદ
- ભારત અને ચીન વચ્ચે 3,488 કિલોમીટર લાંબી સરહદ છે. તેને વિશ્વની સૌથી લાંબી વિવાદિત સરહદ પણ કહેવામાં આવે છે.
- આ સરહદ ત્રણ ક્ષેત્રોમાં વહેંચાયેલી છે:
- પૂર્વીય, મધ્ય અને પશ્ચિમ
- ચીન અરુણાપ્રદેશની 90 હજાર ચોરસ કિલોમીટર જમીન પર દાવો કરે છે અને તેને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવે છે.
- 2 માર્ચ, 1963ના રોજ થયેલા કરાર હેઠળ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં 5,180 ચોરસ કિલોમીટર જમીન ચીનને આપી હતી.
# eSakshya Application
GOVERNMENT POLICIES
હવે કોઈપણ ગુનામાં પંચનામું સીધું જ કોર્ટમાં જમા થાય તેવી એપ્લિકેશન ‘eSakshya’ ગુજરાતમાં અમલી બની છે.
- રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં ગુનાની તપાસ કરનાર પોલીસ અમલદારોને તેમના મોબાઈલ ફોનમાં ‘eSakshya Application‘ ડાઉનલોડ કરાવવામાં આવી છે.
- આ એપ્લિકેશનથી ગુનાના સ્થળ ઉપર પોલીસ દ્વારા કારવમાં આવતું પંચનામું સીધું જ કોર્ટમાં જમા થાય છે.
- ઈ-સાક્ષ્ય એપ દ્વારા પોલીસ અને કોર્ટ વચ્ચે સીધુ સંકલન થશે.
- તપાસનીશ અધિકારીના મોબાઈલમાંથી પંચના ફોટોગ્રાફ સાથે ઈ-પંચનામું ફરજિયાત.
- પોલીસ હવે ગુનાના સ્થળ પરથી જ ઈ-પંચનાનું સીધું કોર્ટમાં મોકલશે.
- નવી આધુનિક પદ્ધતિથી પોલીસ-કોર્ટ વચ્ચે સંકલન અને કાર્યવાહી ઝડપી બનશે.
- ઈ-સાક્ષ્ય ઍપ્લિકેશન દ્વારા તપાસનીશ પોલીસ કર્મચારીએ પોતાની સેલ્ફી, ફરિયાદીનો ફોટોગ્રાફ, બે પંચના ફોટોગ્રાફ, નામ-સરનામા સહિતની વિગતો આ એપ્લિકેશનમાં અપલોડ કરવાની રહે છે.
- જે સ્થળે ઘટના બની હોય તે સ્થળની વીડિયોગ્રાફી પણ મોબાઈલ ફોનથી અપલોડ કરવાની રહેશે.
# One Nation, One Election Bill
POLITY
તાજેતરમાં, સરકારે લોકસભામાં બે બંધારણ સુધારા બિલો (Constitution Amendment Bills) – ‘The Constitution 129th Amendment Bill 2024’ અને ‘The Union Territories Laws Amendment Bill 2024’ રજૂ કરીને “One Nation One Election” લાગુ કરવા તરફ પગલાં શરૂ કર્યા છે.
One Nation, One Election વિશે
- લોકસભા, તમામ રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓ – નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ એકસાથે યોજવી.
- ભૂતકાળમાં એક સાથે ચૂંટણીઓ ભારતની પ્રથમ ચાર સામાન્ય ચૂંટણીઓ હતી.
- 1951-1952, 1957, 1962, 1967
- 1967 પછી કેટલીક રાજ્ય વિધાનસભાઓ અને લોકસભાના વિસર્જનને કારણે આ સુમેળ ખોરવાઈ ગયો હતો.
- દક્ષિણ આફ્રિકા, સ્વીડન, જર્મની અને બ્રિટન એવા દેશો જ્યાં એક સાથે ચૂંટણીઓ યોજવામાં આવે છે.
ભારત સરકાર દ્વારા 2 સપ્ટેમ્બર, 2023ના રોજ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સાથે ચૂંટણીઓ પરની ઉચ્ચ-સ્તરીય સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. સમિતિનો પ્રાથમિક આદેશ લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની શક્યતાનું મૂલ્યાંકન કરવાનો હતો.
One Nation, One Election કેવી રીતે લાગુ કરવામાં આવશે?
- પ્રથમ તબક્કો: લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજાશે.
- બીજો તબક્કો: નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ સુમેળમાં આવશે, જે રાષ્ટ્રીય અને રાજ્યની ચૂંટણીના 100 દિવસની અંદર યોજાશે.
# ભારતનું પ્રથમ સરહદી સોલાર ગામ: મસાલી (બનાસકાંઠા)
NATIONAL NEWS
તાજેતરમાં બનાસકાંઠાના સુઈગામ તાલુકાનું મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર ગામ બન્યું છે.
- 800 લોકોની વસતિ ધરાવતું આ ગામ આંતરરાષ્ટ્રીય પાકિસ્તાન સરહદથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલું છે.
- BSF દ્વારા બોર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સરહદી વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના 06 એમ કુલ 17 ગામોને સંપૂર્ણ સોલાર બનાવવાની યોજના કરવામાં આવી છે.
- આ પ્રોજેક્ટ મહેસૂલ વિભાગ, UGVCL (ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ), બેંકો અને સોલાર કંપનીઓના સહયોગથી શરૂ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹1.16 કરોડ છે.
- આ પ્રોજેક્ટ PM સુર્યઘર યોજના હેઠળ ₹59.81 લાખની સબસિડી, ₹20.52 લાખના જાહેર યોગદાન અને ₹35.67 લાખના CSR (Corporate Social Responsibility) સાથે અમલમાં મૂકવામાં આવ્યો છે.
- અહીંના કુલ 119 ઘરોમાં 225.5 કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે.
One-Liner Current Affairs
- ચીન દ્વારા લોખંડને ઓગાળી નખાય તેવું ‘લેસર બીમ ડ્રોન’ તૈયાર કરવામાં આવ્યું છે. આ ડ્રોનથી દુશ્મનોના હથિયારોને ઓગાળી શકાય છે.
- માત્ર 1080 નેનોમીટરની તરંગલંબાઈ ધરાવતું ઈન્ફ્રારેડ લેસર માત્ર પાંચ માઈક્રોવોટની શક્તિથી અંધાપાનું કારણ બની શકે છે.
- આ સૈનિકોની આંખોને નુકસાન કરનાર લેસરની તીવ્રતા આના કરતા 20 કરોડ ગણી વધારે છે. તે ચોરસ સેન્ટિમીટર દીઠ એક કિલોવોટના ઈન્ફ્રારેડ લેસરનું ઉત્સર્જન કરે છે. તે હાડકાંને પણ બાળીને રાખ બનાવી શકે છે.
- શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયક ભારતની ત્રણ દિવસીય મુલાકાતે આવ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમની આ પ્રથમ વિદેશ યાત્રા છે.
- વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને સંરક્ષણ, વેપાર અને રોકાણ વધારવા માટે વિસ્તૃત વાતચીત કરી હતી.
- તેમને વિદેશ પ્રધાન ડૉ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ મુલાકાત કરી હતી.
- આધાર કાર્ડની વિગતો અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2024ના રોજ સમાપ્ત થવાની હતી, પરંતુ Unique Identification Authority of India (UIDAI)એ છ મહિનાની સમય મર્યાદા આપી છે. નવી સમયમર્યાદા 14 જૂન, 2025 સુધીની છે.
- મહારાષ્ટ્રના ખડગપુરમાં 12 વર્ષ બાદ 170 કરોડના ખર્ચે બનેલ ઈસ્કોન મંદિરનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 15 જાન્યુઆરી 2024ના રોજ કરવામાં આવશે.
- આ મંદિરનું નામ રાધા મદનમોહનજી મંદિર રાખવામાં આવ્યું છે.
- આ કાર્યક્રમ 9 જાન્યુઆરીથી શરૂ થઈ જશે અને એક સપ્તાહ સુધી ચાલશે. 15 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવશે. તેઓ અહીં કલ્ચરલ સેન્ટર અને વૈદિક સંગ્રહલાયનો પણ શિલાન્યાસ કરશે. તેમાં ભારતની મહાન સંસ્કૃતિની છબી જોવા મળશે.
- આ મંદિર પરિસરમાં ભક્તિવેદાંત કોલેજ ઓફ વૈદિક એજ્યુકેશન, લાઈબ્રેરી, આયુર્વેદિક હીલિંગ સેન્ટર, ગૌશાળા, વરિષ્ટ નાગરિકો માટે આશ્રમ અને જૈવિક ખેતી પણ હશે.
- ન્યુઝીલેન્ડના બેટ્સમેન કેન વિલિયમસન ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં એક જ મેદાન પર સતત 5 સદી ફટકારનાર વિશ્વના પ્રથમ ખેલાડી બની ગયા છે.
- ગુજરાતના સુરતમાં પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યો હતો.
- સુરતની સૂચિ સેમિકોન દ્વારા પલસાણા તાલુકા બગમુરા ખાતે 100 મિલિયન ડોલરના રોકાણ સાથે ગુજરાતના પ્રથમ અદ્યતન સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટમાં ઈલેક્ટ્રોનિક ચીપ્સનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે.
- લોકપ્રિય શાસ્ત્રીય ગાયક અને હાર્મોનિયમ વાદક પંડિત સંજય રામ મરાઠેનું 68 વર્ષની વયે નિધન થયું હતું.
- રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવો સાથે ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ‘રણોત્સવ’ થીમ આધારિત નવીન વિશેષ પોસ્ટલ કવરનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
- 2005માં ફક્ત ત્રણ દિવસના આયોજન સાથે કચ્છના રણમાં ‘રણોત્સવ’ની શરૂઆત થઈ હતી. જે અત્યારે 4 માસ સુધી યોજાઈ છે અને એક ગ્લોબલ ઈવેન્ટ પણ બની ગઈ છે.
- ધોરડોને યુનાઈટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.
- તાજેતરમાં ભારતના મુખ્ય સ્પિનર રવિચંદ્રન અશ્વિને બ્રિસ્બેનમાં ત્રીજી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટના અંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.
- તાજેતરમાં રશિયાએ વિશ્વની પ્રથમ કેન્સર વેક્સિન ‘mRNA’ વિકસાવી છે.
- આ વેક્સિન ટ્યૂમરના વિકાસને રોકવામાં મદદ કરે છે અને દરેક પ્રકારના કેન્સરના દર્દીને આપી શકાય છે.
- તેને રશિયામાં આવતા વર્ષે (2025)માં ફ્રીમાં દરેક રશિયન નાગારિક માટે ઉપલબ્ધ કરવામાં આવશે.