Daily Current Affairs 15 & 16 December 2024: List of Important Days
- 16 December 2024
- વિજય દિવસ
- ભારતમાં દર વર્ષે 15 ડિસેમ્બરને ‘વિજય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
- 16 ડિસેમ્બર 1971ના રોજ ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતના ઐતિહાસિક વિજયની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
- આ યુદ્ધમાં પાકિસ્તાનમાંથી પૂર્વ પાકિસ્તાન આઝાદ થઈ ગયું હતું અને ‘બાંગ્લાદેશ‘ નામના એક નવા દેશનું સર્જન થયું હતું.
- વિજય દિવસ
આજનો ઈતિહાસ: (15 & 16 December)
DAY IN HISTORY
- 15 December
- 15 December 1950: સરદાર વલ્લભભાઈ પટેલનું નિધન થયું હતું.
- 15 December 1952: પોટ્ટિ શ્રીરામુલુનું નિધન થયું હતું.
- 16 December
- 16 December 1971: લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ શહીદ થયા હતા.
- 16 December 1991: કઝાકિસ્તાન સોવિયેત સંઘથી આઝાદ થયું હતું.
- તે દુનિયાનો 9મો મોટો દેશ છે.
Table of Contents
Daily Current Affairs 15 & 16 December 2024
# CE-20 ક્રાયોજેનિક એન્જિન
SCIENCE & TECHNOLOGY
તાજેતરમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા CE-20 ક્રાયોજેનિક એન્જિનનું દરિયાઈ સ્તરનું હોટ ટેસ્ટ સફળતાપૂર્વક હાથ ધરાવામાં આવ્યું હતું.
CE-20 ક્રાયોજેનિક એન્જિન વિશે
- CE-20 ક્રાયોજેનિક એન્જિન, ઈસરોના લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ દ્વારા વિકસિત સ્વદેશી એન્જિન છે.
- તે LVM-3 લોન્ચ વ્હીકલના ઉપલા સ્ટેજને પાવર આપે છે.
- તે 19 ટનના થ્રસ્ટ લેવલ પર કામ કરવાની ક્ષમતા ધરાવે છે.
- આ એન્જિનને અત્યાર સુધીના 06 LVM-3 મિશનના ઉપલા તબક્કામાં સફળતાપૂર્વક સંચાલિત કર્યું છે.
- તાજેતરમાં એન્જિન 20 ટનના થ્રસ્ટ લેવલ સાથે ગગનયાન મિશન માટે અને LVM-3 લોન્ચ વ્હીકલની પેલોડ ક્ષમતાને વધારવા માટે ભાવિ C32 તબક્કા માટે 22 ટનના અપરેટેડ થ્રસ્ટ લેવલ માટે ક્વોલિફાય થયું હતું.
- તે જટિલ રોકેટ પ્રોપલ્શન પડકારોને પહોંચી વળવાની ક્ષમતા દર્શાવે છે.
# India – UK Financial Markets Dialogue (FMD)
SUMMIT/DIALOGUE
તાજેતરમાં ત્રીજા ભારત-યુનાઈટેડ કિંગડમ (UK) ફાઈનાન્સિયલ માર્કેટ ડાયલોગનું આયોજન GIFT (ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક) સિટી ખાતે કરવામાં આવ્યું હતું.
- આ બંને દેશોના નાણાકીય ક્ષેત્રના નિયામનકરોના પ્રતિનિધિઓ વચ્ચેના વાર્ષિક સંવાદમાં નાણાકીય નિયમોમાં સહયોગ કરવાની રીતો પર ચર્ચા કરવામાં આવી હતી.
- આ સંવાદે બંને દેશો વચ્ચે બિઝનેસ-ટુ-બિઝનેસ લિંક્સને ટેકો આપ્યો હતો.
- આ ડાયલોગમાં કેન્દ્રીય નાણા મંત્રાલય અને મહમહિમ ટ્રેઝરી (યુકેનું નાણા મંત્રાલય)ના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.
- તેમાં ભારત તરફથી રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI), ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી (IFSCA), સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI), પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ની નાણાકીય નિયમનકારી એજન્સીઓએ પણ હાજરી આપી હતી.
- જ્યારે યુનાઈટેડ કિંગડમ તરફથી બેંક ઑફ ઈંગલેન્ડ (UKની સેન્ટ્રલ બેંક) અને નાણાકીય આચાર સત્તામંડળના પ્રતિનિધિઓએ બેઠકમાં હાજરી આપી હતી.
ભારતના નાણાકીય નિયમનકારો વિશે
- રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)
- સ્થાપના: 01 એપ્રિલ, 1935ના રોજ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા એક્ટ 1934ની જોગવાઈ હેઠળ
- RBI બેંકો, Non-Banking Financial Company (NBFC), અખિલ ભારતીય નાણાકીય સંસ્થાઓ અને મની માર્કેટનું નિયમન કરે છે.
- મુખ્ય મથક: મુંબઈ
- ગવર્નર: સંજય મલ્હોત્રા
- ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી (IFSCA)
- સ્થાપના: 27 એપ્રિલ, 2020ના રોજ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી એક્ટ, 2019 હેઠળ
- તે GIFT સિટી, ગુજરાતમાં સ્થિત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC)નું નિયમન કરે છે.
- મુખ્ય મથક: ગિફ્ટ સિટી, ગુજરાત
- અધ્યક્ષ: કે. રાજારામન
- સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI)
- સ્થાપના: 12 એપ્રિલ, 1988
- 1992માં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા એક્ટ 1992ની જોગવાઈઓ હેઠળ વૈધાનિક સંસ્થા બનાવવામાં આવી હતી.
- તે મૂડી બજાર અને કોમોડિટી બજારનું નિયમન કરે છે.
- મુખ્ય મથક: મુંબઈ
- અધ્યક્ષ: માધબી પુરી બુચ
- પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)
- સ્થાપના: 23 ઓગસ્ટ, 2003
- પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ 2013 હેઠળ PFRDAને વૈધાનિક સંસ્થા બનાવી છે.
- તે ભારતમાં પેન્શન માર્કેટનું નિયમન કરે છે.
- મુખ્ય મથક: નવી દિલ્હી
- અધ્યક્ષ: ડૉ. દિપક મોહંતી
# દુર્ગાડી કિલ્લો
ART & CULTURE
તાજેતરમાં 48 વર્ષ પછી, કલ્યાણ સિવિલ કોર્ટ દ્વારા કલ્યાણમાં ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાની અંડર ઈદગાહની માલિકીનો દાવો કરતા મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા દાખલ કરાયેલ દાવો ફગાવી દીધો હતો.
દુર્ગાડી કિલ્લા વિશે
- આ કિલ્લો મહારાષ્ટ્રમાં મુંબઈ નજીક કલ્યાણમાં આવેલો છે.
- કલ્યાણએ સૌથી વ્યસ્ત જંકશન તેમજ પ્રાચીન કાળનું મુખ્ય સ્થાન છે.
- સાતવાહન યુગ દરમિયાન વિકસિત આ એક મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય બંદર હતું.
- આ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા બનાવવામાં આવ્યો હતો. તે મરાઠા નૌકાદળની દીક્ષા દર્શાવે છે.
- શિવાજી મહારાજ દ્વારા 24 ઓકટોબર 1654ના રોજ આદિલશાહ પાસેથી કલ્યાણ અને ભિવંડી કબજે કરવામાં આવ્યું હતું.
- આ કિલ્લાનું નામ દેવી દુર્ગાના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
# પાઉલો રેન્જલ
INTERNATIONAL RELATIONS
તાજેતરમાં પોર્ટુગલના રાજ્ય અને વિદેશ બાબતોના પ્રધાન પાઉલો રેન્જલ 12-15 ડિસેમ્બર, 2024 દરમિયાન ભારતની ચાર દિવસની મુલાકાતે આવ્યા હતા.
- આ પાઉલો રેન્જલની ભારતની પ્રથમ મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન તેમણે નવી દિલ્હી અને ગોવાની મુલાકાત લીધી હતી.
- નવી દિલ્હીની મુલાકાત દરમિયાન તેમણે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ અને વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર સાથે સત્તાવાર ચર્ચા કરી હતી.
- ગોવાની મુલાકાત દરમિયાન તેઓ ગોવાના રાજ્યપાલ પી. એસ. શ્રીધરન પિલ્લઈ અને મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને મળ્યા હતા.
- ગોવા પોર્ટુગલનું વસાહત હતું. ભારતીય સેનાએ 1961માં ઓપરેશન વિજય દરમિયાન ગોવાને આઝાદી આપવી હતી.
- વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર અને પાઉલો રેન્જલ વચ્ચે 13 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હીમાં બેઠક યોજાઈ હતી.
- તેઓએ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ, સંરક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રવાસન, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધોને લગતી બાબતો પર ચર્ચા કરી હતી.
One-Liner Current Affairs
- ડેવિડ મિલર T-20 ઈન્ટરનેશનલમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ કરીને 2500 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
- પાકિસ્તાન ક્રિકેટ ટેસ્ટ ટીમના મુખ્ય પદેથી ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિડી બોલર જેસન ગિલેસ્પીએ રાજીનામું આપ્યું છે.
- તેમના રાજીનામા આપ્યા બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર આકિબ જાવેદને ટીમના નવા વચગાળાના કોચ બનાવવામાં આવ્યા છે.
- તાજેતરમાં વર્લ્ડ બેંક દ્વારા રાજ્યમાં ખેડૂતોની આવક વધારવા માટે ઉત્તરપ્રદેશ સરકારને $325.10 મિલિયન લોન મંજૂર કરવામાં આવી છે.
- ભારતીય બંધારણની કલમ 136 હેઠળ સુપ્રીમ કોર્ટને ખાસ રજા અરજીઓ (SLPs – Special Leave Petitions) સાંભળવાની વિવેકાધીન સત્તા આપે છે.
- SLPs પેન્ડિંગ કેસોના બેકલોગને ઘટાડવા, અપવાદરૂપ પરિસ્થિતિઓમાં ન્યાય સુનિશ્ચિત કરવામાં અને ભારતમાં કાયદાના અંતિમ મધ્યસ્થી તરીકે કોર્ટની ભૂમિકા જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
- મહારાષ્ટ્રના તાડોબા-અંધારી વાઘ અભયારણ્યમાંથી સ્થાનાંતરિત વાઘ ઝીનતને આનુવંશિક વિવિધતા વધારવા માટે ઓડિશાના સિમલીપાલમાં ખસેડવામાં આવ્યો હતો.
- વેપાર અને સહયોગ વધારવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયા Comprehensive Economic Cooperation Agreement (CECA) પર સહયોગ કરી રહ્યા છે. જે એક મુક્ત વેપાર કરાર છે જેનો ઉદ્દેશ્ય ટેરિફ દૂર કરવા, સેવાઓને ઉદાર બનાવવા અને વેપારની તકો વધારવાનો છે.
- આ સહયોગ માલ, સેવાઓ, ડિજિટલ વેપાર અને સરકારી ખરીદી જેવા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે નવીનતા, મહત્વપૂર્ણ ખનિજો અને કૃષિ-ટેક જેવા નવા ક્ષેત્રોની શોધખોળ કરે છે.
- CECA બંને રાષ્ટ્રો વચ્ચે વધતી જતી વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારી, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને પરસ્પર વિકાસને પ્રોત્સાહન આપશે.
- આંધ્રપ્રદેશ જાન્યુઆરી 2025માં ‘India’s first statewide skill census‘ની શરૂઆત કરશે.
- મંગલગિરીમાં એક પાયલોટ પ્રોજેક્ટની સફળતાના આધારે, આ પહેલ 1.8 કરોડ ઘરોમાં 3.5 કરોડ કાર્યકારી વયના વ્યક્તિઓને આવરી લેશે.
- ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન (MDRF) વચ્ચેના સહયોગ દ્વારા ચેન્નાઈમાં ભારતની પ્રથમ ‘Diabetes Biobank’ની સ્થાપના કરવામાં આવી છે.