Daily Current Affairs 12 December 2024

  • 12 December 2024
    1. International Universal Health Coverage Day
      • દર વર્ષે 12 ડિસેમ્બરના રોજ International Universal Health Coverage Day ઉજવવામાં આવે છે.
      • 2017માં સંયુક્ત રાષ્ટ્ર ઠરાવ 72/138 દ્વારા 12 ડિસેમ્બરને International Universal Health Coverage Day તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
    2. International Day of Neutrality
      • International Day of Neutrality દર વર્ષે 12 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.
      • United Nations General Assembly2 ફેબ્રુઆરી 2017ના રોજ ઠરાવ 71/275 અપનાવ્યો, જે તુર્કમેનિસ્તાન દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો, જેને 12 ડિસેમ્બર 1995થી UN દ્વારા કાયમી તટસ્થ રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી હતી.
      • આ ઠરાવમાં 2030 Agenda for Sustainable Development અને શાંતિની જાળવણી વચ્ચેના જોડાણ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
  • 12 December
    • 12 December 1911: દિલ્હી દરબાર દરમિયાન ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી શિફ્ટ કરવામાં આવી હતી.

Daily Current Affairs 12 December 2024

તાજેતરમાં Quacquarelli Symonds (QS) દ્વારા QS World University Rankings: Sustainability 2025 બહાર પાડવામાં આવ્યો છે.

QS Sustainability Rankings 2025

  • 2025 રેન્કિંગમાં 107 દેશો અને પ્રદેશોની 1,740થી વધુ યુનિવર્સિટીઓ શામેલ છે.
  • પ્રથમ ક્રમે: University of Toronto, Canada
  • બીજા ક્રમે: ETH Zurich, Germany
  • 2025ના રેન્કિંગમાં 78 ભારતીય યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે.
    • તેમાંથી 34 યુનિવર્સિટીઓમાં ગયા વર્ષના સ્થાન કરતાં આ વર્ષે પોતાના સ્થાનમાં સુધારો કર્યો છે અને 8 યુનિવર્સિટીઓએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

Top 5 Institutes

2025 2024 Country
1 1 Canada
218Switzerland
38Sweden
32USA
5189UK
54Canada

India’s Top 5 Institutes

Rank in India2025 Rank (Globally)2024 Rank (Globally)Institute
1171426Indian Institute of Technology Delhi (IIT-Delhi)
2202349Indian Institute of Technology Kharagpur (IIT-KGP)
3234303Indian Institute of Technology Bombay (IIT-Bombay)
4245522Indian Institute of Technology Kanpur (IIT-Kanpur)
5277344Indian Institute of Technology Madras (IIT-Madras)

QS અને તેના રેન્કિંગ વિશે

  • Quacquarelli Symonds – London-based higher education analyst and for-profit service provider છે. જેની સ્થાપના 1990માં Nunzio Quacquarelli દ્વારા કરવામાં આવી હતી.
    • Regional Offices: Europe, Asia, and the Americas.
  • QS 3 કેટેગરી, 9 લેન્સ અને 63 સૂચકાંકોના આધારે રેન્કિંગ આપે છે.
    • Environmental Impact
    • Social Impact
    • Governance
  • Eligibility for the ranking
    • સસ્ટેનેબિલિટી રેન્કિંગ માટે પાત્ર બનવા માટે, સંસ્થાએ નીચેનામાંથી એક અથવા બધા માટે પાત્ર હોવું આવશ્યક છે.
      • QS World University Rankings
      • QS Rankings by Region
      • QS Rankings by Subject
    • બિઝનેસ સ્કૂલો હાલમાં આ રેન્કિંગમાં Eligible નથી.

Smart India Hackathon (SIH)ની સાતમી આવૃત્તિ 11 ડિસેમ્બર 2024ના રોજ દેશભરના 51 નોડલ સેન્ટર પર એક સાથે શરૂ કરવામાં આવી. આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ ઉદઘાટન કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું.

  • સોફ્ટવેર આવૃત્તિ 36 કલાક માટે નોનસ્ટોપ ચાલશે, જ્યારે હાર્ડવેર આવૃત્તિ 11 થી 15 ડિસેમ્બર 2024 સુધી ચાલુ રહેશે.
  • SIH એ એક રાષ્ટ્રવ્યાપી છે, જે વિધાર્થીઓને રોજિંદા જીવનમાં આપણે સામનો કરી રહેલા સમસ્યાઓને હલ કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે.
  • ભૂતકાળની આવૃત્તિઓની જેમ, વિદ્યાર્થી ટીમો, મંત્રાલયો અથવા વિભાગો અથવા ઉદ્યોગો દ્વારા આપવામાં આવેલા સમસ્યા નિવેદનો પર કામ કરશે.
  • આ ક્ષેત્રો છે – આરોગ્યસંભાળ, સપ્લાય ચેઈન અને લોજિસ્ટિક્સ, સ્માર્ટ ટેકનોલોજી, વારસો અને સંસ્કૃતિ, સસ્ટેનેબિલિટી, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, પાણી, કૃષિ અને ખોરાક, Emerging Technologies અને Disaster Management.
  • SIH 2024 માટે 54 મંત્રાલયો, વિભાગો, રાજ્ય સરકારો, PSU અને ઉદ્યોગો દ્વારા 150થી વધુ સમસ્યા નિવેદનો રજૂ કરવામાં આવ્યા છે.
  • ઓળખી કાઢવામાં આવેલાં પડકારોમાં રાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સંબંધિત 17 મુખ્ય ક્ષેત્રો/થીમને આવરી લેવામાં આવી છે.

તાજેતરમાં, ગ્રામીણ ભારતમાં ટકાઉ અને સમાવેશી વિકાસમાં તેમના યોગદાન બદલ 45 પંચાયતોને રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો (National Panchayat Awards) 2024થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 11 ડિસેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલન સિંહ ઉપસ્થિત રહ્યા હતા.

  • 73rd Constitutional Amendment Act (1992) જેના કારણે પંચાયતોને બંધારણીય દરજ્જો મળ્યો હતો તેની યાદમાં આ એવોર્ડ આપવામાં આવે છે.
  • 1.94 લાખ ગ્રામ પંચાયતોએ સ્પર્ધા કરી; 42% પુરસ્કાર વિજેતા પંચાયતોનું નેતૃત્વ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શાસનમાં મહિલા નેતૃત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
  • Award Categories
    • દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર (DDUPSVP): 9 LSDG થીમ્સ (ગરીબી, આરોગ્ય, શિક્ષણ, વગેરે) માં શ્રેષ્ઠતા માટે 27 પંચાયતોને સન્માન
    • નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત વિકાસ પુરસ્કાર: LSDG ના સર્વગ્રાહી અમલીકરણ માટે 9 પંચાયતોનું સન્માન
    • ગ્રામ ઉર્જા સ્વરાજ વિશેષ પંચાયત પુરસ્કાર: રિન્યૂએબલ એનર્જીમાં નવીનતા (મહારાષ્ટ્ર, ઓડિશા, ત્રિપુરા)
    • કાર્બન ન્યુટ્રલ વિશેષ પંચાયત પુરસ્કાર: નેટ-ઝીરો કાર્બન પ્રયત્નો (મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તર પ્રદેશ)
    • પંચાયત ક્ષમતા નિર્માણ સર્વોત્તમ સંસ્થા પુરસ્કાર: કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશાની સહાયક સંસ્થાઓ
  • Selection Process
    • બહુ-સ્તરીય મૂલ્યાંકન (બ્લોકથી રાષ્ટ્રીય સ્તર); 9 LSDG થીમ્સને આવરી લેતી વિગતવાર પ્રશ્નાવલીઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે.
  • Financial Support
    • 45 પંચાયતોને 46 કરોડ ઈનામી રકમનું વિતરણ; ભંડોળ સીધા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.

Indian Institute Of Technology (IIT) Madrasના સંશોધકોએ DHARINI નામનું એક ક્રાંતિકારી સાધન વિકસાવ્યું છે, ગર્ભ (સસ્તન પ્રાણીના ગર્ભાશયમાં વિકસે છે તે અજાત બાળક)નો વિગતવાર 3D નકશો છે, જે મગજના વિકારોને સમજવા માટે મહત્વપૂર્ણ અસરો ધરાવે છે.

  • DHARINI એ વિશ્વનું સૌથી મોટું અને સૌથી વિગતવાર ઉચ્ચ-રિઝોલ્યુશન 3D ગર્ભ મગજ એટલાસ છે, જે 5,000 થી વધુ મગજ વિભાગો અને 500 મગજ ક્ષેત્રોનું મેપિંગ કરે છે.
    • એટલાસ બીજા ત્રિમાસિક (ગર્ભાવસ્થાના 14, 17, 21, 22 અને 24 અઠવાડિયા)ના મગજ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ઝડપી વૃદ્ધિ અને વિકાસ માટેનો મુખ્ય સમયગાળો છે.
  • આ સાધન ઓટીઝમ જેવા મગજના વિકારોને ઓળખવામાં મદદ કરી શકે છે અને સેરેબ્રલ પાલ્સી જેવી પરિસ્થિતિઓ અને ડિપ્રેશન અને બાયપોલર ડિસઓર્ડર જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આંતરદૃષ્ટિ પ્રદાન કરી શકે છે.
    • સંશોધનમાં મૃત જન્મેલા મગજના પાતળા ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી વિગતવાર સેલ્યુલર-સ્તરની ઈમેજિંગ શક્ય બની હતી.
  • DHARINI એ ગર્ભમાં વધતા મગજને કેપ્ચર કરતું એકમાત્ર મગજ એટલાસ છે. 2016માં US Allen Institute દ્વારા બહાર પાડવામાં આવેલ સમાન જાહેરમાં ઉપલબ્ધ એકમાત્ર એટલાસ, પુખ્ત સ્ત્રીના મગજનું મેપિંગ કરે છે.
  • DHARINI એ કૃત્રિમ બુદ્ધિમત્તા અને મશીન લર્નિંગમાં ભવિષ્યની પ્રગતિને ટેકો આપવાની અપેક્ષા રાખે છે, જે વૈજ્ઞાનિકોને માનવ મગજને વધુ સારી રીતે સમજવામાં અને કૃત્રિમ બુદ્ધિમત્તા મોડેલોને સુધારવામાં મદદ કરશે.

One-Liner Current Affairs

  • તાજેતરમાં દુબઈએ વિશ્વના સૌથી મોટા સોનાના બારનું અનાવરણ કરીને નવો ‘ગિનીસ વર્લ્ડ રેકોર્ડ’ બનાવ્યો છે.
    • આ બારનું વજન 300.12 કિગ્રા છે, જેની કિંમત આશરે $25 મિલિયન (211 કરોડ) છે.
    • અમીરાત મિન્ટિંગ ફેક્ટરી દ્વારા રચના કરવામાં આવી હતી.
  • તાજેતરમાં ત્રણ દિવસીય ‘કૃષ્ણવેણી સંગીતા નીરજનમ 2024’નું આયોજન તુમ્માલાપલ્લીવારી ક્ષેત્રીય કલાક્ષેત્રમ ઓડિટોરિયમ (વિજયવાડા, આંધ્રપ્રદેશ) ખાતે કરવામાં આવ્યું હતું.
    • આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય, કેન્દ્રીય કાપડ મંત્રાલય અને આંધ્રપ્રદેશ સરકારની ભાગીદારીમાં કરવામાં આવ્યું હતું.
    • 6 ડિસેમ્બર 2024ના રોજ કેન્દ્રીય પ્રવાસન રાજ્ય મંત્રી સુરેશ ગોપી દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
  • તાજેતરમાં પીઢ ફિલ્મ નિર્માતા શાજી એન. કરુણને મલયાલમ સિનેમામાં તેમના જીવનભરના યોગદાન માટે પ્રતિષ્ઠિત ‘J C Daniel Award 2023’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • તાજેતરમાં ‘ઈન્ડિયા ઈન્ટરનેટ ગવર્નન્સ ફોરમ (IIGF) 2024‘નું આયોજન 9-10 ડિસેમ્બર 2024ના રોજ ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું.
  • વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમ (WHEF)ની વાર્ષિક કોન્ફરન્સનું આયોજન 13-15 ડિસેમ્બર દરમિયાન જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, BKC, મુંબઈ ખાતે કરવામાં આવશે.
    • થીમ: “Think in the Future, For the Future”
    • હેતુ: સમગ્ર ઉદ્યોગોમાં સહયોગ, નવીનતા અને વૃદ્ધિ માટે પ્રોત્સાહન આપવાનો છે.
  • પૂર્વ વિદેશ મંત્રી અને કર્ણાટકના મુખ્યમંત્રી સોમનહલ્લી મલ્લૈયા કૃષ્ણનું 92 વર્ષે બેંગલુરુમાં નિધન થયું હતું.
  • વિદેશ સચિવ વિક્રમ મિસરી બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત કરી હતી.
    • તેમણે બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈન અને વિદેશ સચિવ મોહમ્મદ જશીમ ઉદ્દીન સાથે પણ મુલાકાત કરી હતી.

Leave a Comment

error: Content is protected !!