Daily Current Affairs 09 December 2024

  • 09 December 2024
    1. International Anti-Corruption Day
      • દર વર્ષે 9 ડિસેમ્બરના રોજ વિશ્વભરમાં International Anti-Corruption Day ઉજવવામાં આવે છે.
      • હેતુ: સમગ્ર વિશ્વમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવો
      • યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ઠરાવ 58/4 દ્વારા 2003માં સ્થાપના કરવામાં આવી હતી.
        • United Nations Convention Against Corruption (UNCAC) દ્વારા પણ અપનાવવામાં આવ્યું.
      • International Anti-Corruption Day 2024 થીમ: “Uniting with Youth Against Corruption: Shaping Tomorrow’s Integrity.
  • 09 December
    • 09 December 1825: રાવ તુલારામ સિંહનો જન્મ હરિયાણાના રેવાડીમાં થયો હતો.
      • તેઓ 1857ના પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના પ્રમુખ નેતાઓમાંથી એક હતા.
      • તે ‘રાજ નાયક‘ નામથી પ્રખ્યાત હતા.
      • 2001માં ભારત સરકાર દ્વારા રાવ તુલારામની યાદમાં ટપાલ ટિકિટ જારી કરી.
    • 09 December 1946: બંધારણ સભાની પ્રથમ બેઠક યોજાઈ હતી.
      • આ બેઠક નવી દિલ્હીના ‘Constitutional Hall‘માં યોજાઈ હતી. જે હાલમાં ‘Central Hall of Parliament House‘ નામથી ઓળખાય છે.
      • બ્રિટનથી અલગ થયા પછી સંવિધાન સભાના સદસ્ય જ સંસદના પ્રથમ સદસ્ય બન્યા હતા.
      • ઉદઘાટન: આચાર્ય કૃપલાની દ્વારા

Daily Current Affairs 09 December 2024

ભારતની નવીનતમ નૌકાદળ સંપત્તિ INS Tushilએ તાજેતરમાં રશિયાના બાલ્ટિસ્ક (Russia’s Baltiysk) નેવલ બેઝ પરથી તેના દરિયાઈ પરીક્ષણો શરૂ કર્યા છે.

INS Tushil વિશે

  • નામ: Tushil એટલે ‘રક્ષક કવચ‘ અને તેની ટોચ ‘અભેદ્ય કવચમ’ ((Impenetrable Shield) દર્શાવે છે.
  • Moto: ‘Nirbhay, Abhedya aur Balsheel’ (Fearless, Indomitable, Resolute)
  • Frigate: તે મલ્ટી-રોલ સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટ છે.
  • તે પ્રોજેક્ટ 1135.6નું અપગ્રેડેડ ક્રિવાક III વર્ગનું ફ્રિગેટ છે.
  • INS Tushil પ્રોજેક્ટ 1135.6 ની શ્રેણીમાં સાતમા ક્રમે છે અને બે અપગ્રેડ વધારાના ફોલો-ઓન જહાજોમાંથી પ્રથમ છે.
    • પ્રોજેક્ટ 1135.6 ના છ જહાજો પહેલેથી જ સેવામાં છે એટલે કે ત્રણ તલવાર વર્ગના જહાજો, બાલ્ટિસ્કી શિપયાર્ડ, સેન્ટ પીટર્સબર્ગ ખાતે બાંધવામાં આવ્યા છે, અને ત્રણ ફોલો-ઓન ટેગ વર્ગના જહાજો, યાંતાર શિપયાર્ડ, કેલિનિનગ્રાડ ખાતે બાંધવામાં આવ્યા છે.
  • Fleet: ફ્લીટ: INS તુશીલ Western Naval Command હેઠળ ભારતીય નૌકાદળના વેસ્ટર્ન ફ્લીટના ‘Sword Arm’માં જોડાશે.
  • મેક ઈન ઈન્ડિયા: જહાજની સ્વદેશી સામગ્રીને વધારીને 26% કરવામાં આવી છે અને મેડ-ઈન-ઈન્ડિયા સિસ્ટમ્સની સંખ્યા બમણીથી વધીને 33 થઈ ગઈ છે.
  • મુખ્ય ભારતીય OEMs: ટાટા તરફથી બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, કેલ્ટ્રોન, નોવા ઈન્ટિગ્રેટેડ સિસ્ટમ્સ. વગેરે

આ વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન 25 ડીસેમ્બર થી 31 ડિસેમ્બર 2024 દરમિયાન કરવામાં આવ્યું છે. કાર્નિવલમાં આ વર્ષે નવીનતમ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌપ્રથમ વખત ડ્રોન શો અંડર વોટર ડાન્સ અને દુબઈમાં યોજાતો હ્યુમન પાયરો શો (આગ સાથે ડાન્સ) થશે.

  • 25 ડિસેમ્બરના રોજ સાંજે મુખ્યમંત્રી દ્વારા કાર્નિવલ 2024 ખુલ્લો મૂકવામાં આવશે.
  • વિકસિત ગુજરાત, વિકસિત ભારત થીમ આધારિત કાર્નિવલ પરેડનું પણ સૌ પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે.
  • કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન લગભગ 3.5 કરોડના ખર્ચે થશે.
  • ત્રણ અલગ અલગ સ્ટેજ પર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે.
    • સવારે અલગ અલગ કાર્યક્રમો યોજાશે તેમજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈને વિવિધ શો પણ યોજાશે.
  • કાર્નિવલ દરમિયાન સાત દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
  • મ્યુનિસિપલ સ્કૂલ અને આંગણવાડીમાં અભ્યાસ કરતા 1,000 જેટલા બાળકો દ્વારા સામૂહિક રીતે એક સાથે કેન્ડી, ચોકલેટ ખોલીને અને તેને સંપૂર્ણ ખાઈને ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવામાં આવશે.
  • સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ટાગોરહોલ અને ઈવેન્ટ સેન્ટર પાસેના પ્લોટમાં કન્વેશન, કલ્ચરલ-બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે.
  • આ વિસ્તારને ડેસ્ટિનેશન વેડિંગ માટે તૈયાર કરવામાં આવ્યો છે.
  • 300 રૂમની હોટલ ઉપરાંત એમ્ફિથિયેટર સહિતની અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
  • કન્વેશન સેન્ટરના ટ્રાફિક માટે આશ્રમ રોડને જોડતા ટી. પી. રોડને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
  • સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઈવેન્ટ સેન્ટર પાસેના પ્લોટમાં ચાર હજાર ચોરસ મીટરમાં કન્વેશન હોલ તથા ચાર હજાર ચોરસ મીટર જગ્યામાં એક્ઝિબિશન હોલ બનાવવામાં આવશે.
  • આ ઉપરાંત 1500 વ્યક્તિઓ બેસી શકે એ મુજબનું પરફોર્મિંગ આર્ટ થિયેટર, 300-400 વ્યક્તિઓ માટે થિયેટર ડોમ, 600-800 વ્યક્તિઓ માટેનું એમ્ફિથિયેટર, પાંચ હજાર ચોરસ મીટર જગ્યામાં કલ્ચરલ પ્લાઝા વિકસિત કરવામાં આવશે.
  • મિટિંગ કરી શકાય એ માટે 20 રૂમની સુવિધા તેમજ 1000 કર પાર્ક કરી શકાય એ મુજબનું પાર્કિંગ પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના માટે National Level Coordination Committee (NLCC)એ તાજેતરમાં નવી દિલ્હીના સહકાર મંત્રાલયમાં તેની પ્રથમ બેઠક યોજી હતી.

સહકારી ક્ષેત્રમાં World’s Largest Grain Storage Plan વિશે

  • ઉદ્દેશ્ય: Primary Agricultural Credit Societies (PACS) સ્તરે વિકેન્દ્રિત અનાજ સંગ્રહ સુવિધાઓની સ્થાપના કરવી.
    • વેરહાઉસ અને પ્રોસેસિંગ એકમો જેવી વધારાની કૃષિ માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવો.
  • Pilot Project Highlights
    • ગોડાઉનનું બાંધકામ: 11 રાજ્યોમાં 11 PACSમાં 11 ગોડાઉન પૂર્ણ થયા.
      • કુલ સંગ્રહ ક્ષમતા: 9,750 MT.
      • રાજ્યો: મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ, તેલંગાણા, ત્રિપુરા અને રાજસ્થાન.
    • વિસ્તરણ: નવેમ્બર 2024 સુધીમાં બાંધકામ માટે 500થી વધુ વધારાના PACS
    • અમલીકરણ એજન્સીઓ: નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NCDC) દ્વારા નાબાર્ડ, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI), સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC), નાબાર્ડ કન્સલ્ટન્સી સર્વિસીસ (NABCONS)ના સહયોગથી સંબંધિત રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સંકલન કરીને અમલમાં મૂકવામાં આવે છે.
    • PACS માટે નાણાકીય પ્રોત્સાહનો
      • Agriculture Infrastructure Fund (AIF)
        • ₹2 કરોડ સુધીના પ્રોજેક્ટ માટે 3% વ્યાજ સબવેન્શન
        • લોનની ચુકવણીનો સમયગાળો: 2+5 વર્ષ
      • Agricultural Marketing Infrastructure Scheme (AMI)
        • સ્ટોરેજ યુનિટના બાંધકામ માટે 33.33% સબસિડી.
        • માર્જિન મની જરૂરિયાત 20% થી ઘટાડીને 10% કરી.
        • આનુષંગિકો માટે વધારાની સબસિડી (દા.ત., બાઉન્ડ્રી વોલ, ડ્રેનેજ) કુલ અનુમતિપાત્ર સબસિડી અથવા વાસ્તવિક કિંમતના 1/3માં મર્યાદિત છે.

One-Liner Current Affairs

  • સુરતના ડુમ્મસ દરિયા કિનારે ગુજરાતમાં પહેલીવાર વન વિભાગ દ્વારા ‘નગરવન’ ઊભું કરવામાં આવ્યું છે.
    • નગરવન યોજના અંતર્ગત ચાર હેક્ટર વિસ્તાર ફેલાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ઈકો ટુરિઝમને પ્રોત્સાહન આપવો અને સ્થાનિક સ્થાનિક આદિવાસી સમુદાયને રોજગાર ઉપલબ્ધ કરવાનો છે.
    • આ નગર વન ₹1.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ નગર વનમાં વિદેશી ઓકઝોટિક પક્ષીઓ જોવા મળશે.
  • PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 85 નવી કેન્દ્રીય વિદ્યાલયો અને 28 નવોદય વિદ્યાલયો ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી.
    • રિપોર્ટ અનુસાર 2025-26 સુધીના સમયગાળામાં એક વર્તમાન કેન્દ્રીય વિદ્યાલયના વિસ્તરણ ઉપરાંત 85 નવા કેન્દ્રીય વિદ્યાલયની સ્થાપના માટે અંદાજે ₹5,872.08 કરોડના ભંડોળની જરૂર છે.
    • અમદાવાદના ઓગણજ, અમરેલીના ચક્કરગઢ અને ગીર સોમનાથના વેરાવળમાં કેન્દ્રીય વિદ્યાલયને મંજૂરી આપવામાં આવી છે.
  • ભારતીય રિઝર્વ બેંકે ઓક્ટોબરમાં 27 ટન સોનું ખરીદ્યું છે તથા આ વર્ષે અત્યાર સુધીના ગાળામાં રિઝર્વ બેંક દ્વારા 77 ટન સોનું ખરીદવામાં આવ્યું છે.
  • હાલમાં RBIનો રેપો રેટ 6.50% પર યથાવત હતો જેમાં હવે કોઈ ફેરફાર ન કરતાં 4:2 બહુમતથી રેપો રેટને સતત 11મી વખત 6.50% પર યથાવત રાખવાનો નિર્ણય લેવાયો હતો.
    • મોનેટરી પોલિસી કમિટીએ નાણાકીય વર્ષ 2024-25માં મજબૂત GDP ગ્રોથ જાળવી રાખવાના ઉદ્દેશ સાથે કેશ રિઝર્વ રેશિયોમાં 50 બેઝિસ પોઈન્ટ (0.50%)નો ઘટાડો કર્યો છે.
    • કેશ રીઝર્વ રેશિયો ઘટાડો 4% કરવામાં આવ્યો છે. જ્યારે SDF દર 6.25% અને MSF દર 6.75% પર યથાવત છે.
    • RBIએ વર્તમાન ફુગાવા અને GDPના આંકડાને ધ્યાનમાં લેતાં નાણાકીય વર્ષ 2024-25 માટે GDP ગ્રોથ અંદાજ 7.2% થી ઘટાડી 6.6% કર્યો છે.
  • કેન્દ્ર સરકારે ટેકનિકલ ટેક્સટાઈલ ક્ષેત્રની સંશોધન અને ઉદ્યોગ સાહસિકો માટેની ‘Grant for Research & Entrepreneurship across Aspiring Innovators in Technical Textiles (GREAT)’ યોજના હેઠળ ટેક્સટાઈલ ક્ષેત્રના બે સ્ટાર્ટઅપ માટે 50-50 લાખ રૂપિયાની અનુદાન સહાય મંજૂર કરી છે.
    • સૂચિત સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ ટકાઉ કાપડ અને તબીબી ક્ષેત્રના કાપડ જેવા મુખ્ય વ્યૂહાત્મક બાબતોને કેન્દ્રમાં રાખશે.
    • સમિતિએ ‘ટેક્નિકલ ટેક્સટાઈલ્સમાં શૈક્ષણિક સંસ્થાઓને સક્ષમ કરવા માટે સામાન્ય માર્ગદર્શિકા’ હેઠળ ટેકનિકલ ટેક્સટાઈલ્સમાં અભ્યાસક્રમો દાખલ કરવા માટે 6 શિક્ષણ સંસ્થાઓને આશરે ₹14 કરોડની ગ્રાન્ટને પણ મંજૂરી આપી છે.
  • ઝારખંડે હોકી ફાઈનલમાં મધ્ય પ્રદેશને હરાવીને 14મી હોકી ઈન્ડિયા સબ-જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2024નું ટાઈટલ જીત્યું છે.
    • આ ટુર્નામેન્ટ South Central Railways Sports Complex, RRC Ground, Rail Nilayam, Secunderabad, Telangana ખાતે યોજાઈ હતી.
  • ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષસ્થાને તેમજ શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘વાઈસ ચાન્સેલર્સ સમિટ ઓન NEP-2020’ યોજાઈ હતી.
    • ગુજરાત સ્ટેટ ઈન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક (GSIRF) 2023-24 હેઠળ ફાઈવ-સ્ટાર પ્લસ અને ફાઈવ-સ્ટાર રેટિંગ મેળવનાર રાજ્યની ટોચની 16 યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરોને સમિટમાં પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજથી નખત્રાણા સુધીનો 45km રોડ ફોર લેન હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવા ₹937 કરોડ મંજૂર કર્યા છે.
  • સપ્ટેમ્બર 2025 સુધીમાં ગોરખપુર ભારતના પ્રથમ સંકલિત વેસ્ટ મેનેજમેન્ટ સિટી-કમ-લર્નિંગ સેન્ટરનું આયોજન કરશે.
    • સુથની ગામ, સહજનવા ખાતે સ્થિત, 40 એકરમાં આવેલી આ સુવિધા દરરોજ 700 ટન કચરાને પ્રોસેસ કરશે, સૂકા અને ભીના કચરાને કોલસા અને બાયો-સીએનજીમાં પરિવર્તિત કરશે.
    • આ પહેલને NTPC તરફથી ₹300 કરોડના રોકાણ દ્વારા સમર્થન મળ્યું છે.
  • United Kingdom US અને Bahrainની સાથે Comprehensive Security Integration and Prosperity Agreement (C-SIPA)માં જોડાયું હતું.
    • આ કરારનો ઉદ્દેશ્ય યુએસ કુશળતાનો ઉપયોગ કરીને Geospatial Acceleration Initiative જેવી પહેલ દ્વારા પ્રાદેશિક દરિયાઇ સુરક્ષા અને નેવિગેશન સલામતીને વધારવાનો છે.
  • હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ (HSL), ભારતના શિપબિલ્ડીંગ અને શિપ રિપેર ઉદ્યોગમાં અગ્રણી 3rd PSU Transformation Awards 2024માં બે પુરસ્કરો જીત્યા.

Leave a Comment

error: Content is protected !!