Daily Current Affairs 01 December 2024: List of Important Days
- 01 December 2024
- World AIDS Day
- દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ ‘World AIDS Day‘ ઉજવવામાં આવે છે.
- સૌપ્રથમ ઉજવણી: 1988માં World Health Organisation (WHO) દ્વારા
- આ દિવસ લોકોને HIV (Human Immunodeficiency Virus) /AIDS (Acquired Immune Deficiency Syndrome) વિશે જાગૃતિ લાવવા અને રોગચાળા સામે એકતા દર્શાવવા માટે ઉજવવામાં આવે છે.
- World AIDS Day 2024 થીમ: ‘Take the rights path: My health, my right!”
- BSF Raising Day
- દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) સ્થાપના દિવસ ઉજવવામાં છે.
- સ્થાપના: 1 ડિસેમ્બર, 1965ના રોજ, 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધના પગલે.
- વહીવટી નિયંત્રણ: ગૃહ મંત્રાલય (MHA).
- ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ, ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા (LOC), ભારતીય સેના સાથે અને નક્સલ વિરોધી કામગીરીમાં તૈનાત હોય છે.
- World AIDS Day
આજનો ઈતિહાસ: (01 December)
DAY IN HISTORY
- 01 December
- 01 December 1885: દત્તાત્રેય બાળકૃષ્ણ કાલેલકરનો જન્મ મહારાષ્ટ્રના સાતારામાં થયો હતો.
- તે ‘કાકા‘ નામથી પ્રખ્યાત હતા.
- 1965માં તેમણે ‘જીવન વ્યવસ્થા‘ નિબંધ સંગ્રહ માટે ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર‘થી સન્માનિત કરવામાં આવ્યા.
- 1 December 1963: નાગાલેન્ડના રૂપમાં ભારતીય પ્રજાસત્તાકના નવા રાજ્યની રચના કરવામાં આવી હતી.
- રાજધાની: કોહિમા
- 12મી અને 13મી શતાબ્દીમાં નાગાલેન્ડના નિવાસીઓનું ધીરે ધીરે આસામના ‘અહોમ’ લોકો સાથે સંપર્ક થયો.
- સ્વતંત્રા પછી 1957માં આ ક્ષેત્ર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું.
- આ ક્ષેત્ર ‘નાગા પહાડી ત્યુએન્સંગ‘ કહેવામાં આવ્યું, પછીથી તેનું નામ બદલીને ‘નાગાલેન્ડ‘ રાખવામાં આવ્યું.
- 01 December 1965: Border Security Force – BSFની સ્થાપના થઈ.
- તે કેન્દ્ર સરકારના ‘ગૃહ મંત્રાલય’ અંતર્ગત આવે છે.
- 01 December 1974: સૂચેતા કૃપલાનીનું નિધન થયું.
- તે દેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા.
- 1963માં ઉત્તર પ્રદેશનું મુખ્યમંત્રી પદ સંભાળ્યું.
- 01 December 1885: દત્તાત્રેય બાળકૃષ્ણ કાલેલકરનો જન્મ મહારાષ્ટ્રના સાતારામાં થયો હતો.
Table of Contents
Daily Current Affairs 01 December 2024
# ગુજરાતી હેન્ડીક્રાફ્ટ ‘ઘરચોળા’ને GI ટેગ મળ્યો
ART & CULTURE
ગુજરાતની પ્રતિષ્ઠિત હસ્તકલા, ‘ઘરચોળા’ને કેન્દ્ર સરકાર દ્વારા Geographical Indication (GI) ટેગ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે ગુજરાત રાજ્યના હવે કુલ 27 GI ટેગ થઈ ચૂક્યા છે. જેમાંથી 23 GI ટેગ હસ્તકલાને સમર્પિત છે. આ માન્યતા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ગુજરાતના કારીગરોની ઉત્કૃષ્ટ કારીગરી પર પ્રકાશ પાડે છે.
ભારત સરકારના ટેક્સટાઈલ મંત્રાલયના હેન્ડલૂમ્સ ડેવલપમેન્ટ કમિશનર દ્વારા નવી દિલ્હીમાં આયોજિત “GI અને બિયોન્ડ – વિરાસત સે વિકાસ તક” કાર્યક્રમમાં ‘ઘરચોળા‘ હસ્તકલા માટેનો GI ટેગ ગુજરાત રાજ્યને એનાયત કરવામાં આવ્યો હતો.
ઘરચોળા (Gharchola)
- આ ઘરચોળા સાડીઓ પરંપરાગત રીતે લાલ, મરૂન, લીલો અને પીળો જેવા શુભ રંગોમાં બનાવવામાં આવે છે, જે હિન્દુ રીત-રિવાજોમાં વિશેષ મહત્વ ધરાવે છે.
- ઘરચોળા સાડીની સાથે, હસ્તકલા સેતુ યોજના હેઠળ અન્ય ઘણી નોંધપાત્ર હસ્તકલાઓએ પણ GI ટેગ મળ્યા છે.
List of GI Tags in Gujarat
Sr. No. | GI Tag | Type |
1 | Sankheda Furniture | Handicraft |
2 | Agates of Cambay | Handicraft |
3 | Kutch Embroidery | Handicraft |
4 | Tangaliya Shawl | Handicraft |
5 | Surat Zari Craft | Handicraft |
6 | Gir Kesar Mango | Agricultural |
7 | Bhalia wheat | Agricultural |
8 | Kachchh Shawls | Handicraft |
9 | Patan Patola | Handicraft |
10 | Sankheda Furniture (Logo) | Handicraft |
11 | Kutch Embroidery (Logo) | Handicraft |
12 | Agates of Combay (Logo) | Handicraft |
13 | Jamnagari Bandhani | Handicraft |
14 | Rajkot Patola | Handicraft |
15 | Pethapur Printing Blocks | Handicraft |
16 | Pithora | Handicraft |
17 | Matani Pachhedi | Handicraft |
18 | Kachchhi Kharek | Agricultural |
19 | Kutch Rogan Craft | Handicraft |
20 | Ambaji White Marble | Natural |
21 | Kutch Bandhani | Handicraft |
22 | Gujarat Suf Embroidery | Handicraft |
23 | Ahmedabad Sodagari Block Print | Handicraft |
24 | Surat Sadeli Craft | Handicraft |
25 | Bharuch Sujani Weaving | Handicraft |
26 | Kutch Ajarakh | Handicraft |
27 | Gharchola Craft | Handicraft |
# એકલવ્ય પ્લેટફોર્મ
DEFENCE
તાજેતરમાં, સંરક્ષણ મંત્રાલય (Ministry of Defence) દ્વારા ભારતીય સેના માટે એકલવ્ય નામનું ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે.
- ઉદ્દેશ્ય: પરિવર્તનના દાયકા (2023-2032) પહેલ અને 2024 થીમ ‘Year of Technology Absorption‘ હેઠળ ભારતીય સૈન્ય અધિકારીઓના વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમમાં સુધારો કરવો.
- આ પ્લેટફોર્મ ભાસ્કરાચાર્ય નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓઇન્ફોર્મેટિક્સ (BISAG-N), ગાંધીનગર દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે.
- ભારતીય સેનાની 17 કેટેગરી ‘A’ તાલીમ સંસ્થાઓ દ્વારા કુલ 96 અભ્યાસક્રમો આ પ્લેટફોર્મ પર હોસ્ટ કરવામાં આવ્યા છે.
- અભ્યાસક્રમોની ત્રણ શ્રેણીઓ
- Pre-course Preparatory Capsules: મૂળભૂત ઑફલાઈન ભૌતિક અભ્યાસક્રમોને ઑનલાઇન અભ્યાસક્રમોમાં શિફ્ટ કરો.
- Appointment/Assignment Related Courses: જેમ કે માહિતી યુદ્ધ (Information Warfare), સંરક્ષણ જમીન વ્યવસ્થાપન (Defence Land Management), નાણાકીય આયોજન, શિસ્ત અને તકેદારીના કાર્યો વગેરે.
- Professional Development Suite: સ્ટ્રેટેજી, ઓપરેશનલ આર્ટ, લીડરશીપ, ઓર્ગેનાઈઝેશન બિહેવિયર, ઈમર્જિંગ ટેક્નોલોજી વગેરે પર અભ્યાસક્રમો
- લાભો
- ડોમેન વિશેષતા વધારે છે.
- શારીરિક તાલીમ અભ્યાસક્રમોને ઓછો કરે છે.
- સતત વ્યાવસાયિક વિકાસને ટેકો આપે છે.
- Future Impact
- ઉભરતી યુદ્ધની ગતિશીલતા માટે અધિકારીઓને તૈયાર કરે છે અને લક્ષિત તાલીમ દ્વારા ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરે છે.
# Network Readiness Index 2024
RANKING/INDEX
તાજેતરમાં ભારત Network Readiness Index (NRI) 2024માં 11 સ્થાન ઉપર ચઢીને 49મા ક્રમે પહોંચ્યું છે, જે 2023માં 60મા ક્રમે હતું, જે તેના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતાઓમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે.
- Portulans Institute દ્વારા NRI પ્રકાશિત કરવામાં આવે છે. જે ટેક્નોલોજી, પીપલ, ગવર્નન્સ અને ઈમ્પેક્ટ નામના ચાર મુખ્ય સ્તંભોમાં 54 ચલોનો ઉપયોગ કરીને 133 અર્થતંત્રોનું મૂલ્યાંકન કરે છે.
ભારતની સિદ્ધિઓ
- ભારતનો સ્કોર 2023 માં 49.93 થી વધીને 2024 માં 53.63 થયો, જે વિવિધ ડિજિટલ મેટ્રિક્સ અને નવીનતાઓમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે.
- ભારતે મુખ્ય ક્ષેત્રોમાં વૈશ્વિક રેન્કિંગ મેળવ્યું.
- 1st rank globally
- AI Scientific Publications
- AI Talent Concentration
- ICT Services Exports
- 2nd rank globally
- Fiber to the Premises (FTTH) Internet Subscriptions
- Mobile Broadband Traffic
- International Internet Bandwidth.
- 3rd rank globally
- Domestic Market Scale
- 4th rank globally
- Annual Investment in Telecommunication Services
- 1st rank globally
- Telecom Advancements
- ભારતનું ટેલિકોમ સેક્ટર નોંધપાત્ર રીતે વિકસ્યું છે, જેમાં ટેલી-ડેન્સિટી 84.69%, વાયરલેસ કનેક્શન 119 કરોડ અને ઈન્ટરનેટ ગ્રાહકો 25.1 કરોડથી વધીને 94.4 કરોડ થઈ ગયા છે.
- 2022માં 5G સેવાઓની શરૂઆતથી ભારતની મોબાઈલ બ્રોડબેન્ડ સ્પીડ રેન્કિંગમાં 118માંથી 15મા ક્રમે વધારો થયો છે અને ભારત 6G વિઝન ભારતને ભાવિ ટેલિકોમ લીડર તરીકે સ્થાન આપે છે.
- Notable regional ranking among neighbors:
- China: 17th
- Bangladesh: 89th
- Sri Lanka: 95th
- Pakistan: 97th
Top 10 Countries in NRI 2024
Rank | Country |
1 | United States |
2 | Singapore |
3 | Finland |
4 | Sweden |
5 | Republic of Korea |
6 | Netherlands |
7 | Switzerland |
8 | United Kingdom |
9 | Germany |
10 | Denmark |
Click Here: Current Affairs Quiz 01 December 2024
# બાલ વિવાહ મુક્ત ભારત
GOVERNMENT INITIATIVES
તાજેતરમાં, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (Ministry of Women and Child Development) દ્વારા ‘બાલ વિવાહ મુક્ત ભારત’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય અભિયાનનો હેતુ ભારતમાં બાળ લગ્નને નાબૂદ કરવાનો છે.
Read More: Press Release of ‘Bal Vivah Mukt Bharat’ Campaign
બાલ વિવાહ મુક્ત ભારત
- બાલ વિવાહ મુક્ત ભારત પોર્ટલ એક નવીન ઓનલાઈન પ્લેટફોર્મ કે જે નાગરિકોને બાળ વિવાહની ઘટનાઓની જાણ કરવા, ફરિયાદો નોંધાવવા અને સમગ્ર દેશમાં બાળ વિવાહ નિષેધ અધિકારીઓ (CMPOs) વિશે માહિતી મેળવવાની મંજૂરી આપે છે.
- આ લોન્ચ લિંગ-આધારિત હિંસા સામે 16 દિવસની સક્રિયતા સાથે સુસંગત છે, જે 25મી નવેમ્બર (મહિલા સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ) થી 10મી ડિસેમ્બર (માનવ અધિકાર દિવસ) સુધી ચાલતી વૈશ્વિક ચળવળ છે.
- CMPOs બાલ વિવાહોને અટકાવે છે, ફરિયાદી પુરાવા એકત્રિત કરે છે, આવા લગ્નો સામે સલાહ આપે છે, તેમની હાનિકારક અસરો વિશે જાગૃતિ લાવે છે અને સમુદાયોને સંવેદનશીલ બનાવે છે.
- બાળ વિવાહ અધિનિયમ, 1926માં રજૂ કરવામાં આવ્યો અને 2006માં મજબૂત બન્યો.
- આ અધિનિયમ હેઠળ, 18 વર્ષથી ઓછી વયની છોકરીઓ અને 21 વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓના લગ્ન પર સખત પ્રતિબંધ છે.
- આ ઝુંબેશનો ઉદ્દેશ્ય બાલ વિવાહને નાબૂદ કરવાનો અને રાષ્ટ્રની દરેક દીકરીને સશક્ત કરવાનો છે.
- આ અભિયાન સરેરાશ કરતાં વધુ બાળલગ્ન દર ધરાવતા રાજ્યો પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા, આસામ અને આંધ્ર પ્રદેશને લક્ષ્ય બનાવાશે.
One-Liner Current Affairs
- તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટા આતંકવાદી હુમલાઓનો સામનો કરવા માટે જમ્મુ શહેરમાં કાયમી નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) હબની સ્થાપના કરી.
- તાજેતરમાં કેરળમાં કોરાગા આદિવાસી સમુદાય ‘ઓપરેશન સ્માઈલ પ્રોજેક્ટ’ હેઠળ જમીનના ટાઈટલ મળશે.
- પ્રોજેક્ટનો ધ્યેય આ સમુદાયોને જમીનની કાયદેસર માલિકી આપીને સશક્તિકરણ કરવાનો છે, જે તેમની આર્થિક પ્રગતિ અને સુરક્ષા માટેની તકોને વધારશે.
- વિશ્વમાં પ્રથમ ઓસ્ટ્રેલિયા દ્વારા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
- World Intellectual Property Organization (WIPO)ના આશ્રય હેઠળ, સાઉદી અરેબિયાના રિયાધ (Riyadh, Saudi Arabia)માં Design Law Treaty (DLT)ને અપનાવવા માટેની Diplomatic Conference યોજાઈ હતી.
- આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY)એ 25 નવેમ્બર, 2024 સુધીમાં 70 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને 1.4 મિલિયન આયુષ્માન વય વંદના કાર્ડ સુપ્રત કર્યા છે.
- 2024માં 30મા કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (KIFF)માં ફ્રાન્સ સિનેમાને વિશેષ મહત્વ આપવામાં આવશે.
- જાપાનીઝ એન્સેફાલીટીસ (JE) વાયરસ, જે ફ્લેવીવાયરસ પરિવારનો સભ્ય છે, તેનું નામ જાપાનના નામ પરથી રાખવામાં આવ્યું છે, જ્યાં આ રોગની પ્રથમ ઓળખ કરવામાં આવી હતી.
- રેન્ગ્મા નાગા આદિજાતિ (Rengma Naga Tribe)એ નાગાલેન્ડના ત્સેમિનીયુ આરએસએ ગ્રાઉન્ડ (Tseminyu RSA Ground) ખાતે નગાડા ઉત્સવ-કમ-મિની હોર્નબિલ ઉત્સવની ઉજવણી કરી હતી.
- ભારતીય સેનાએ સિયાચીન (Siachen) અને દૌલેટ બેગ ઓલ્ડી (DBO – Daulet Beg Oldie) ખાતે સફળતાપૂર્વક ઓપ્ટિકલ ફાઈબર કનેક્ટિવિટી સ્થાપિત કરી છે.
- નોર્વેની સંસદ દ્વારા સામી, ક્વેન અને ફોરેસ્ટ ફિન સમુદાયો સામે ભેદભાવ કરતી સદી લાંબી એસિમિલેશન નીતિઓ (Assimilation Policies) માટે સત્તાવાર માફી જારી કરવામાં આવી છે, જેને “નોર્વેજિયનાઈઝેશન (Norwegianisation)” તરીકે ઓળખવામાં આવે છે.