Daily Current Affairs 27-31 October 2024

  • 27 October 2024
    1. World Occupational Therapy Day
      • દર વર્ષે 27 ઓક્ટોબરના રોજ World Occupational Therapy Day ઉજવવામાં આવે છે.
      • વ્યવસાયિક ચિકિત્સકો અને અન્ય લોકોને મદદ કરવા તેઓ જે કાર્ય કરે છે તેનો આભાર માનવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
      • World Occupational Therapy Day 2024 થીમ: ‘Occupational Therapy for All’
  • 28 October 2024
    1. International Animation Day
      • દર વર્ષે 28 ઓકટોબરે એનિમેશનની ઉત્પત્તિ અને પ્રભાવને નોંધાપત્ર કલાત્મક અને સાંસ્કૃતિક માધ્યમ તરીકે માન આપવા માટે International Animation Day ઉજવવામાં આવે છે.
      • સ્થાપના: 2002 ASIFA (Association Internationale du Film d’Animation) દ્વારા
      • IAD એ 1892માં પેરિસમાં તેમના Theatre Optique ખાતે એમિલ રેનાઉડ (Emile Reynaud) દ્વારા એનિમેટેડ છબીઓના પ્રથમ જાહેર પ્રક્ષેપણની ઉજવણી કરે છે.
  • 29 October 2024
    1. World Stroke Day
      • દર વર્ષે 29 ઓકટોબરના રોજ ‘World Stroke Day‘ ઉજવવામાં આવે છે.
      • સ્ટ્રોકની રોકથામ અને સારવાર અંગે જાગૃતિ લાવવા માટે પણ આ દિવસ મનાવવામાં આવે છે.
      • શરૂઆત: 2006માં World Stroke Organization
      • 2010માં વર્લ્ડ સ્ટ્રોક ઓર્ગેનાઈઝેશન (WSO) દ્વારા સ્ટ્રોકને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કર્યું.
      • World Stroke Day 2024 થીમ: ‘#GreaterThanStroke active challenge
    2. International Day of Care and Support
      • દર વર્ષે 29 ઓકટોબરના રોજ સંભાળ રાખનારાઓની અમૂલ્ય ભૂમિકાને માન આપવા માટે International Day of Care and Support ઉજવવામાં આવે છે.
      • International Day of Care and Support 2024 થીમ: “Ageing with Dignity: The Importance of Strengthening Care and Support Systems for Older Persons Worldwide.”
      • યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 100થી વધુ રાષ્ટ્રોના સમર્થન સાથે, 2023માં 29 ઓક્ટોબરને International Day of Care and Support તરીકે જાહેર કર્યો.
  • 30 October 2024
    1. World Thrift Day
      • World Thrift Day વૈશ્વિક સ્તરે 31 ઓકટોબરના રોજ અને ભારતમાં 30 ઓકટોબરના રોજ ઉજવવામાં આવે છે.
      • સ્થાપના: 1924માં મિલાન, ઈટાલી
      • આ દિવસ કરકસરના મહત્વ પર ભાર મૂકે છે અને વ્યક્તિઓને ભવિષ્યની જરૂરિયાતો માટે બચત કરવાની ટેવ વિકસાવવા પ્રોત્સાહિત કરે છે.
      • ભારતમાં, તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના અવસાન બાદ 1984માં આ ઉજવણીને 30 ઓક્ટોબરે ખસેડવામાં આવી હતી.
      • World Thrift Day જેને World Savings Day પણ કહેવાય છે.
  • 31 October 2024
    1. સરદાર પટેલ જન્મજયંતિ
      • સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓકટોબર 1875ના રોજ થયો હતો.
      • વર્ષ 2024 થી 2026 સુધી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીનો હેતુ સરદાર પટેલના મહત્ત્વપૂર્ણ યોગદાનને સન્માન આપવાનો છે.
      • દર વર્ષે 31 ઓકટોબરના રોજ રન ફોર યુનિટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
    2. રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day)
      • રાષ્ટ્રીય એકતા દિવસ દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.
      • 31મી ઓક્ટોબર 1875ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2014માં પ્રથમવાર રાષ્ટ્રીય એકતા દિવસની શરૂઆત કરવામાં આવી હતી.
      • 31 ઓકટોબર 2018માં વડાપ્રધાન દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
      • શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશને વિશ્વની આઠમી અજાયબી તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જાહેરાત કરી હતી.
    3. World Cities Day
      • દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ ટકાઉ શહેરી વિકાસના મહત્વને ઓળખવા માટે World Cities Day ની ઉજવણી કરવામાં આવે છે.
      • 2013માં, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ તેના ઠરાવ 68/239 દ્વારા સત્તાવાર રીતે 31 ઓક્ટોબરને World Cities Day તરીકે જાહેર કર્યો.
      • શરૂઆત: 2014, યુનાઈટેડ નેશન્સ દ્વારા
      • આ દિવસ શહેરી જીવનની પરિસ્થિતિઓમાં સુધારો કરવા, સ્થિરતાને પ્રોત્સાહન આપવા અને વિશ્વભરના શહેરો વચ્ચે સહકાર વધારવા પર ભાર મૂકે છે.
      • World Cities Day 2024 થીમ: “Youth leading climate and local action for cities”.
      • Slogan: Better City, Better Life
    4. World Savings Day
  • Global Media and Information Literacy Week (24-31 October)
    • Global Media and Information Literacy (MIL) Week દર વર્ષે 24 થી 31 ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવે છે.
    • તેનો ઉદ્દેશ મીડિયા અને માહિતી સાક્ષરતા (MIL) ના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે અને વિશ્વભરના લોકો માહિતી લેન્ડસ્કેપને વિવેચનાત્મક રીતે નેવિગેટ કરવાની કુશળતાથી સજ્જ છે તેની ખાતરી કરવા તરફ થયેલી પ્રગતિની ઉજવણી કરે છે.
    • Global Media and Information Literacy Week 2024 થીમ: “The New Digital Frontiers of Information: Media and Information Literacy for Public Interest Information”.
  • 27 October
    • 27 October 1904: ક્રાંતિકારી યતીન્દ્ર નાથ દાસનો જન્મ કોલકાતા થયો હતો.
      • જતીન્દ્ર નાથ દાસ નામથી પણ ઓળખવામાં આવે છે.
      • ક્રાંતિકારી પાર્ટી ‘હિંદુસ્તાન રિપબ્લિક એસોસિયેશન‘ના સદસ્ય બન્યા.
  • 28 October
    • 28 October 1867: માર્ગરેટ એલિઝાબેથ નોબલનો જન્મ બ્રિટનમાં થયો હતો.
      • તે સિસ્ટર નિવેદિતા નામથી પ્રખ્યાત હતા.
    • 28 October 1886: ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ની સ્થાપના કરવામાં આવી હતી.
      • ડિઝાઈન: ફ્રાંસ મૂર્તિકાર ફ્રેડરિક બાર્થોલ્ડી દ્વારા
  • 29 October
    • 29 October 1920: જામિયા મિલિયા ઈસ્લામિયા વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ.
    • તેની સ્થાપનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી.
    • તેની સ્થાપના અસહયોગ અને ખિલાફત આંદોલન દરમિયાન બ્રિટિશ રાજ્યમાં અલીગઢમાં એક સંસ્થાના રૂપમાં કરવામાં આવી હતી.
    • તેનો શિલાન્યાસ સ્વાતંત્ર્ય સેનાની મૌલાના મહમૂદ હસને કર્યો હતો.
    • સ્થાપક નેતાઓમાં મુહમ્મદ અલી જૌહર (અલી પ્રદર્શ નામથી પ્રખ્યાત) અને શૌકત અલી પણ હતા.
    • ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ જાકિર હુસૈન જામિયાના સહ-સ્થાપક હતા અને 1928માં તેમણે કુલપતિ તરીકે પણ કામ કર્યું.
    • 1925માં જામિયાને અલીગઢથી દિલ્હી લાવ્યા.
  • 30 October
    • 30 October 1883: મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીનું નિધન થયું.
      • તે આધુનિક ભારતના મહાન વિચારક સમાજ સુધારક અને આર્ય સમાજના સંસ્થાપક હતા.
      • મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી.
      • પ્રમુખ નારા: ‘વેદો કી ઔર લૌટો’
      • લાલા હંસરાજે તેમની સ્મૃતિમાં ‘દયાનંદ એંગ્લો વૈદિક કોલેજ‘ની સ્થાપના કરી.
    • 30 October 1909: હોમી જહાંગીર ભાભાનો જન્મ મુંબઈમાં થયો હતો.
      • તે ભારતના મુખ્ય વૈજ્ઞાનિક હતા, જેમને ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમની કલ્પના કરી હતી.
      • 1944માં નાભિકીય ઊર્જા અનુસંધાન કાર્યક્રમ શરૂ કર્યો.
      • તેમણે ‘આર્કિટેક્ટ ઓફ ઈન્ડિયન એટોમીક એનર્જી પ્રોગ્રામ‘ પણ કહેવામાં આવે છે.
      • 1945માં ‘ટાટા ઈન્સ્ટીટયુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR)‘ની સ્થાપના કરી.
  • 31 October
    • 31 October 2019: જમ્મુ કાશ્મીર અને લદ્દાખને નવા કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે પુનઃગઠિત કરવામાં આવ્યા.
      • આ ‘જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ‘ હેઠળ બનાવવામાં આવેલ છે.
      • લદ્દાખના નવા કેન્દ્રશાસિત પ્રદેશમાં ‘કારગિલ અને લેહ‘ બે જિલ્લા છે.

Daily Current Affairs 27-31 October 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનિશ પ્રમુખ પેડ્રો સાંચેઝ (Pedro Sanchez) વડોદરામાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) ખાતે એક યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

મુખ્ય મુદ્દાઓ

  • ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટીનું ભૂમિપૂજન ઓકટોબર 2022માં PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
  • એરબસ સ્પેન સાથેની આ ડીલ હેઠળ ભારતે કુલ 56 C-295 એરક્રાફ્ટ ખરીદ્યા છે.
  • તેમાંથી 16ની ડિલિવરી સ્પેનથી સીધી એરબસ દ્વારા કરવામાં આવી રહી છે.
  • બાકીના 40 એરક્રાફ્ટ ભારતમાં જ બનાવવામાં આવશે.
    • આ એરક્રાફ્ટ ટાટા એડવાન્સ સિસ્ટમ્સ દ્વારા ભારતમાં બનાવવામાં આવશે.
    • પ્રથમ એરક્રાફ્ટ સપ્ટેમ્બર 2026માં સુધીમાં તૈયાર થશે.
    • આ પછી બાકીની સપ્લાય કરવામાં આવશે.
  • છેલ્લું એરક્રાફ્ટ ઓગસ્ટ 2031માં પ્રાપ્ત થશે.
  • વડોદરામાં TASL કેમ્પસ ખાતે C-295 એરક્રાફ્ટ બનાવવા માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
  • આ સુવિધા ભારતમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ ફાઇનલ એસેમ્બલી લાઈન (FAL) હશે.
  • આ પ્રોજેક્ટ 600 અત્યંત કુશળ પ્રત્યક્ષ અને 3000 પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે.

C-295 Aircraft વિશે

  • C-295 પ્રોગ્રામ એ ‘મેક ઈન ઈન્ડિયા‘ પહેલ હેઠળ ભારતના ખાનગી ક્ષેત્રનો પ્રથમ એરસ્પેસ પ્રોજેક્ટ છે.
  • ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટી ભારતીય વાયુસેના (IAF) માટે સ્વદેશી ઇલેકટ્રોનિક વોરફેર સ્યુટ્સથી સજ્જ 40 C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે.
  • C-295 એરક્રાફ્ટ 5-10 ટનની ક્ષમતા ધરાવતું બહુમુખી મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે.
  • આ એરક્રાફ્ટ 71 ટ્રુપ્સ અથવા 49-50 પેરટ્રુપ્સને લઈ જવા સક્ષમ છે.
  • C-295 એરક્રાફ્ટને એરબસ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે.
  • આ એરક્રાફ્ટ દરિયાઈ પેટ્રોલિંગ, સર્વેલન્સ, જાસૂસી, નજીકની હવાઈ સહાય, તબીબી સ્થળાંતર, VIP પરિવહન અને અગ્નિશામક સહિત વિવિધ મિશન માટે સક્ષમ છે.
  • ભારતના એરોસ્પેસ ક્ષેત્રમાં પ્રથમ વખત કોઈ એરક્રાફ્ટનું સંપૂર્ણ ઉત્પાદન ભારતીય ખાનગી ક્ષેત્રમાં કરવામાં આવશે.
  • SAMARTHAK – મલ્ટી-પર્પઝ વેઝલ (MPV)નું પ્રથમ જહાજ ચેન્નાઈના L&T કટ્ટુપલી ખાતે લૉન્ચ કરવામાં આવ્યું.
  • આ જહાજનું નિર્માણ L&T શિપયાર્ડ દ્વારા ભારતીય નૌસેના માટે કરવામાં આવ્યું છે.
  • સંરક્ષણ મંત્રાલય અને L&T શિપયાર્ડે 2 MPVનું નિર્માણ કરવા માટે એક કરાર કર્યો છે.

MPV સમર્થકની વિશેષતાઓ

  • લંબાઈ: 106 મીટર, પહોળાઈ: 16.8 મીટર
  • મહત્તમ ગતિ: 15 નોટ્સ (લગભગ 27 કિમી/કલાક)
  • MPVs એ વિશેષ પ્રકારનાં જહાજો હોય છે, જે વિવિધ પ્રકારના કાર્ગોનું પરિવહન કરી શકે છે, જેમ કે, કન્ટેનરો, મોટી મશીનરી કે પછી ભારી વજન ધરાવતી સામગ્રી.
  • ઉપયોગ: કોમર્શિયલ અને ઓફશોર ઓપરેશન, એમ બંને માટે (જેમ કે ઓઈલ અને ગેસનું સંશોધન કરવામાં મદદરૂપ થવા)
  • MPVs ઘણીવાર ભારે વજન ઊંચકવા માટેની ક્રેન્સ હોય છે, જેની મદદથી ભારે અને જટિલ વજનનું વ્યવસ્થાપન કરી શકાય છે.
  • તેનો ઉપયોગ માનવતાવાદી મિશનો અને કુદરતી હોનારતોમાં રાહત કામગીરી માટે પણ થાય છે, જે તેને વિવિધ પરિસ્થિતિઓમાં ખૂબ જ ઉપયોગી બનાવે છે.
  • તે છીછરા પાણીમાં પણ કામ કરી શકે છે. તેની આ વિશેષતા તેને સંચાલનના વિસ્તારમાં વધુ સ્થિતિસ્થાપક બનાવી દે છે.
  • અંતરીક્ષ મિશનો વિશેની ભારતની સર્વોચ્ચ સંસ્થા, નેશનલ સ્પેસ કમિશન દ્વારા ભારતના 5માં Lunar Polar Exploration Mission (Lupex)ને મંજૂરી આપવામાં આવી છે.
  • આ મિશનને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અને જાપાનની જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA)ના સહયોગથી હાથ ધરવામાં આવશે.
  • આ મિશન ચંદ્ર પર સંશોધન કરવાની ભારતની મહત્ત્વકાંક્ષાનો એક હિસ્સો છે, જેમાં ચંદ્ર પર એસ્ટ્રોનોટ મોકલવાની અને તેમને સુરક્ષિત પાછા લાવવાનો છે.
  • મિશનનો સમયગાળો: 100 દિવસ સુધી ચંદ્રની સપાટી પર રહેવું.
  • JAXA એ આ મિશન માટે રોવર અને રોકેટ વિકસાવશે, જ્યારે ISRO એ લેન્ડર સિસ્ટમનું નિર્માણ કરશે.
  • આ મિશનના રોવરનું વજન 350 કિગ્રા હશે. જે ચંદ્રયાન-3ના 26 કિગ્રાના પ્રજ્ઞાન રોવર કરતાં ઘણું મોટું હશે.
  • આ મિશન પાણી અને સંશોધનોની તપાસ કરવા તેમજ અન્ય રેગોલિયાની સાથે પાણીની ક્રિયા-પ્રતિક્રિયાનું વિશ્લેષણ કરવા ચંદ્રના માટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરશે.
  • ચંદ્ર પર સંભવિતપણે મનુષ્યના ઉતરાણ માટે તૈયાર કરવામાં આવેલું નવું લેન્ડર એન્જિન ISROના લિક્વિડ પ્રપલ્શન સિસ્ટમ સેન્ટર (LPSC) દ્વારા Lupex મિશનના ભાગરૂપે વિકસાવવામાં આવશે.
  • તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા 22 ઓકટોબર 2024ના રોજ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ડાયમંડ જ્યુબિલી ઉજવણી અને ગુજરાતના આણંદમાં ત્રિભુવનદાસ પટેલની જન્મજયંતીની ઉજવણીની અધ્યક્ષતા કરવામાં આવી હતી.
  • આ પ્રસંગે કેન્દ્રીય પંચાયતી રાજ, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
  • અમિત શાહે ₹210 કરોડના મધર ડેરી અને ફ્રૂટ અને વેજીટેબલ પ્રોસેસિંગ યુનિટનો શિલાન્યાસ કર્યો હતો.
    • બે ઘી બ્રાન્ડસ (ઉત્તરાખંડનું બદ્રી ગાય ઘી અને અમૂલનું ગીર ગાય ઘી) પણ લૉન્ચ કર્યા.
    • બદ્રી ઘી હિમાલયન જાતિની ગાય બદ્રીના દૂધમાંથી બનાવવામાં આવે છે.
  • અમિત શાહે ડેરી ક્ષેત્રમાં સહકારી ચળવળના સ્થાપક તરીકે ત્રિભુવનદાસ પટેલની ભૂમિકાને સ્વીકારી હતી.
  • ઓપરેશન ફ્લડની સફળતાએ દેશમાં 1970માં 40 કિલોગ્રામ/વ્યક્તિ દૂધની ઉપલબ્ધતા વધારીને 2023માં 167 કિલોગ્રામ/વ્યક્તિ કરી છે.
  • ભારતની પ્રથમ ડેરી સહકારી, કૈરા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડની રચના સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પ્રેરિત ગુજરાતના આણંદના ખેડૂતો દ્વારા 1946માં કરવામાં આવી હતી.
    • ત્રિભુવનદાસ પટેલ સહકારી મંડળના સ્થાપક અધ્યક્ષ હતા.
    • 1950માં ડૉ. વર્ગીસ કુરિયન અમૂલમાં જોડાય હતા.
    • 1964માં લાલ બહાદુર શાસ્ત્રીએ આણંદમાં અમૂલ ડેરીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમની સરકારે 1965માં અમૂલના સફળ સહકારી મોડલ પર આધારિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ની સ્થાપના કરી.
    • ડૉ. વર્ગીસ કુરિયનને NDDBના પ્રથમ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ગીસ કુરિયન દ્વારા ઓપરેશન ફ્લડ લૉન્ચ કરવામાં આવ્યું.
    • તેમના યોગદાનને સ્વીકારતા તેમણે ભારતમાં શ્વેતક્રાંતિના પિતા અથવા ભારતના મિલકમેન પણ કહેવામાં આવે છે.
    • ડૉ. કુરિયનના જન્મદિન 26 નવેમ્બરના રોજ ‘નેશનલ મિલ્ક ડે’ ઉજવવામાં આવે છે.

દૂધ ઉત્પાદન અને ભારત

  • યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાને પાછળ છોડીને ભારત 1998 પછી વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે.
  • વિશ્વ દૂધ ઉત્પાદનમાં ભારતનું યોગદાન લગભગ 25% છે.
  • 2022-23માં દૂધનું ઉત્પાદન 230.58 મિલિયન ટન હતું.

સૌથી વધુ દૂધ ઉત્પાદક રાજ્યો (2022-23)

  • ઉત્તર પ્રદેશ (કુલ દૂધ ઉત્પાદનના 15.72% હિસ્સા સાથે)
  • રાજસ્થાન (14.44%)
  • મધ્યપ્રદેશ (8.73%)
  • ગુજરાત (7.49%)
  • આંધ્રપ્રદેશ (6.70%)

One-Liner Current Affairs

  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા અમદાવાદ ખાતે નિર્માણ જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરના નવા બિલ્ડિંગનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ભવનમાં શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝીયમ પણ બનાવવામાં આવ્યું છે.
    • ‘સાયબર સાથી’ પુસ્તિકા, ‘તેરા તુજકો અર્પણ’ સિટિઝન સેન્ટ્રીક પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા 2024માં ઈજીપ્તને સત્તાવાર રીતે મેલેરિયા મુક્ત તરીકે પ્રમાણિત કરવામાં આવ્યો હતો.
  • ભારતની ઓડિશા સરકારે મહિલા કર્મચારીઓ માટે દર મહિને એક દિવસની પેઈડ માસિક રજા શરૂ કરી છે.
  • કર્ણાટક 24મી નેશનલ પેરા-સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2024માં 392 પોઈન્ટ એકઠા કરીને ટોચનું સ્થાન મેળવ્યું.
    • મહારાષ્ટ્ર 378 પોઈન્ટ બીજા ક્રમે અને રાજસ્થાન 248 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે.
  • આસામ દ્વારા ઔપચારિક જમીન અધિકારો સાથે સ્વદેશી સમુદાયોને સશક્ત બનાવવા મિશન બસુંધરા 3.0 શરૂ કરવામાં આવ્યું.
    • મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાની અધ્યક્ષતામાં ગુવાહાટીમાં શ્રીમંતા શંકરદેવ કલાક્ષેત્રમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
  • SAILને 2024માં ‘Inclusion, Equity & Diversity’ and ‘Managing the Distributed Workforce’ માટે SHRM HR Excellence Awards મળ્યા.
  • ઠરાવ નંબર 414 દ્વારા ADB બોર્ડ ઓફ ગવર્નર્સ દ્વારા મંજૂરીને પગલે ઈઝરાયેલ એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)માં તેના 69મા સભ્ય તરીકે જોડાયું.
  • ભારત સરકારે શરૂઆતમાં નિકાસને વેગ આપવા માટે તેને સંપૂર્ણપણે પાછી ખેંચતા પહેલા બાફેલા ચોખા પર નિકાસ કર 20% થી ઘટાડીને 10% કર્યો હતો.
  • કોલંબિયા મુખ્ય સંયુક્ત રાષ્ટ્ર જૈવવિવિધતા પરિષદ (United Nations Biodiversity Conference) (COP16)નું આયોજન કરે છે, જેમાં જૈવવિવિધતાના નુકસાનના અગ્રેસર મુદ્દાને ઉકેલવા માટે લગભગ 200 દેશોના પ્રતિનિધિઓને બોલાવવામાં આવે છે.
    • આ વૈશ્વિક મેળાવડો 196 રાષ્ટ્રો દ્વારા હસ્તાક્ષર કરાયેલ Kunming-Montreal Global Biodiversity Frameworkના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
  • ભારતની ચોથી પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઈલ સબમરીન (SSBN), S4* વિશાખાપટ્ટનમથી લોન્ચ કરવામાં આવી હતી.
  • 55મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં ઓસ્ટ્રેલિયાને “Country of Focus” તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

Leave a Comment

error: Content is protected !!