Daily Current Affairs 02 & 03 October 2024

  • 02 October 2024
    1. આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
      • ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિન 2 ઓકટોબરના રોજ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ (International Non-Violence Day) તરીકે ઉજવવામાં આવે છે.
      • ગાંધીજીના સંઘર્ષ અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના જન્મદિને 2 ઓકટોબરના રોજ ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે. વર્ષ 2024માં મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ ઉજવવામાં આવી.
      • વૈશ્વિકસ્તરે અહિંસાના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવા માટે 15 જૂન, 2007માં સંયુક્ત રાષ્ટ્ર (United Nations) દ્વારા મહાત્મા ગાંધીના જન્મદિન નિમિત્તે “આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ” તરીકે ઉજવવાનું આહ્વાન કર્યું હતું. જનરલ એસેમ્બલીના કુલ 191 સભ્ય દેશોમાંથી 140થી વધુ દેશો આ પ્રસ્તાવ માટે સંમત થયા હતા.
    2. લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ
      • લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 02 ઓકટોબર, 1904ના રોજ બ્રિટિશ ભારતના મુગલસરાઈમાં થયો હતો.
      • લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન હતા. જવાહરલાલ નેહરુના મૃત્યુ બાદ લાલ બહાદુર શાસ્ત્રીજીને 9 જૂન, 1964ના રોજ આ પદ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.
      • તેમણે 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધનું નેતૃત્વ કર્યું અને “જય જવાન જય કિસાન” ના નારા સાથે ખાદ્ય કટોકટીનો સામનો કરી રહેલા ભારતીય સૈનિકો અને ખેડૂતોને પ્રેરણા આપી.
      • 1966માં દેશના સર્વોચ્ચ સમ્માન ‘ભારત રત્ન‘થી સન્માનિત કરાયા.
      • 11 જાન્યુઆરી, 1966ના રોજ તાશ્કંદમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા.
  • 03 October 2024
    1. અમૃતલાલ વેગડની જન્મતિથિ (જન્મ: 3 ઓકટોબર, 1928)
      • 3 ઓકટોબરના રોજ ગુજરાતી અને હિન્દી ભાષાના લેખક અને ચિત્રકાર અમૃતલાલ વેગડની જન્મતિથિ છે.
      • સૌથી પ્રખ્યાત પુસ્તકો
        • હિન્દી: નર્મદા કી પરક્રમા
        • ગુજરાતી: સૌંદર્યની નદી નર્મદા (પ્રવાસવર્ણન ) અને પરિક્રમા નર્મદા મૈયાની
      • પુરસ્કાર
        • 1972: શિક્ષણ અને સમાજ કલ્યાણ મંત્રાલય એવોર્ડ
        • 1992: મધ્ય પ્રદેશ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ એવોર્ડ
        • 1994: મધ્ય પ્રદેશ સાહિત્ય પરિષદ એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ
        • ઉપરાંત તેમણે ‘સૌંદર્ય નદી નર્મદા‘ નામક તેમના ભ્રમણવૃત્ત બદલ 2004માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
      • મૃત્યુ: 6 જુલાઈ, 2018
  • 02 October
    • 2 October, 1869: ભારતના રાષ્ટ્રપતિ મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં થયો હતો.
    • 2 October, 1904: લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ
  • 03 October
    • 3 October, 1672: રાણા અમરસિંહ (બીજા)નો જન્મ મેવાડ, રાજસ્થાનમાં થયો હતો.
    • 3 October, 1932: ઈરાકને બ્રિટનથી સ્વતંત્રતા મળી.
    • 3 October, 2010: ભારતે પ્રથમ વખત દિલ્હીમાં Commonwealth Gamesનું આયોજન કર્યું હતું.
      • શરૂઆત: હેમિલ્ટન, કેનેડા (1930)
      • ભારતે 101 મેડલ જીતીને બીજું સ્થાન મેળવ્યું.
      • ઓસ્ટ્રેલિયાએ 177 મેડલ જીતીને પ્રથમ સ્થાન મેળવ્યું.

Daily Current Affairs 02 & 03 October 2024

2 ઓકટોબર, 2024ના રોજ સ્વચ્છ ભારત મિશનના અમલીકરણના 10 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 2024ની થીમ ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ છે. જે સ્વચ્છતા અને પર્યાવરણીય સુખાકારીના મહત્વ પર ભાર મૂકે છે.

સ્વચ્છ ભારત મિશન વિશે

  • સ્વચ્છ ભારત (Clean India) મિશન (SBM) 2014માં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિને શ્રદ્ધાંજલિ તરીકે, 2019 સુધીમાં સાર્વત્રિક સ્વચ્છતા કવરેજ હાંસલ કરવાના લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવ્યું હતું.
  • SBM (ગ્રામીણ)નો હેતુ ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન પ્રવૃત્તિઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવાનો અને ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત (ODF – Open Defecation Free) બનાવવાનો છે.
    • હવે તમામ ગામોને ODF થી ODF Plus Modelમાં પરિવર્તિત કરવાનો ઉદ્દેશ્ય છે.
    • અમલીકરણ: જલ શક્તિ મંત્રાલય (Ministry of Jal Shakti) દ્વારા
  • SBM (Urban) 2.0 નો ઉદ્દેશ્ય તમામ શહેરોને કચરા મુક્ત બનાવવા, જાહેર વર્તન બદલવા, ગ્રે અને બ્લેક વોટર મેનેજમેન્ટને સુનિશ્ચિત કરવાનો છે.
    • અમલીકરણ: આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (Ministry of Housing and Urban Affairs) દ્વારા
  • મુખ્ય પહેલ: સ્વચ્છ ભારત કોશ, સ્વચ્છ સર્વેક્ષણ, સ્વચ્છતા હી સેવા અભિયાન, સ્વચ્છ વિદ્યાલય અભિયાન વગેરે.
  • SBMની અસર (Impact)
    • આરોગ્યમાં સુધારો: પાણીજન્ય રોગોને ઘટાડીને વાર્ષિક 60,000-70,000 શિશુ મૃત્યુને ટાળ્યું.
    • મહિલા સશક્તિકરણ: મહિલાઓ અને મહિલા સ્વસહાય જૂથોની સુરક્ષામાં સુધારો કરીને કચરાના વ્યવસ્થાપનની પહેલ કરી.
    • આર્થિક લાભો: ODF સ્થિતિ પ્રાપ્ત કરવાથી તબીબી ખર્ચ અને મુસાફરીનો સમય ઘટાડીને પરિવારોને વાર્ષિક આશરે ₹50,000ની બચત થાય છે.

તાજેતરમાં ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા અને ઈન્ટરનેશનલ ખો-ખો ફેડરેશન દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ ‘પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ 2025‘નું આયોજન ભારતમાં કરવામાં આવશે.

પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ 2025: ભારત

  • આ ઈવેન્ટમાં 06 ખંડોના 24 દેશો ભાગ લેશે.
  • 16 પુરુષોની ટીમ અને 16 મહિલાઓ ટીમ ભાગ લેશે.
  • ઉચ્ચ તીવ્રતાની મેચોની એક સપ્તાહ લાંબી શ્રેણી
  • વર્લ્ડ કપ પહેલા રમતને પ્રોત્સાહન આપવા માટે ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા 10 અલગ-અલગ શહેરોમાં 200 પ્રતિષ્ઠિત શાળાઓની મુલાકાત લેશે.
  • ઈન્ટરનેશનલ ખો-ખો ફેડરેશન દ્વારા આ ટુર્નામેન્ટ પહેલા ઓછામાં ઓછા 50 લાખ ખેલાડીઓની નોંધણી કરવાના લક્ષ્યાંક સાથે શાળાના વિદ્યાર્થીઓ માટે સભ્યપદ અભિયાન પણ ચલાવવામાં આવશે.
  • ખો-ખો વર્લ્ડ કપનો ઉદ્દેશ્ય સ્વદેશી ભારતીય રમતને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનો છે.

તાજેતરમાં કેન્દ્રીયમંત્રી એચ. ડી. કુમારસ્વામી દ્વારા નવી દિલ્હીમાં ‘પી.એમ. ઈ-ડ્રાઈવ યોજના‘ની શરૂઆત કરવામાં આવી હતી. આ પહેલ ઈલેક્ટ્રિક વાહન (EV) અપનાવવામાં અને સ્થાનિક નવીનતાને પ્રોત્સાહન આપશે.

પી.એમ. ઈ-ડ્રાઈવ યોજના વિશે

  • આ યોજના 1 ઓક્ટોબર, 2024 થી 31 માર્ચ, 2026 સુધી લાગુ કરવામાં આવશે.
  • EMPS-2024 (ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ) પીએમ ઇ-ડ્રાઇવ યોજના હેઠળ સામેલ કરવામાં આવી રહી છે.
  • સબસિડી
    • ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર માટેની યોજના હેઠળની સબસિડી બેટરી પાવરના આધારે 5,000 પ્રતિ કિલોવોટ કલાકના દરે નક્કી કરવામાં આવી છે પરંતુ પ્રથમ વર્ષમાં એકંદરે ઇન્સેન્ટીવ (Incentive) 10,000થી વધુ નહીં હોય.
    • બીજા વર્ષમાં, તે કિલોવોટ કલાક દીઠ 2,500થી અડધો થઈ જશે અને એકંદરે લાભ 5,000થી વધુ નહીં થાય.
    • ઈ-રિક્ષા સહિત થ્રી-વ્હીલર્સને પ્રથમ વર્ષમાં 25,000નું ડિમાન્ડ ઇન્સેન્ટિવ મળશે, જે બીજા વર્ષે અડધું ઘટીને 12,500 કરવામાં આવશે.
    • L5 કેટેગરી (કાર્ગો થ્રી-વ્હીલર્સ) માટે, તેમને પ્રથમ વર્ષમાં 50,000 અને બીજા વર્ષે 25,000નો લાભ મળશે.
  • ઈ-વાઉચર્સ
    • હેવી ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય ઈવી ખરીદદારો માટે સ્કીમ હેઠળ ડિમાન્ડ ઈન્સેન્ટિવ મેળવવા ઈ-વાઉચર્સ રજૂ કરી રહ્યું છે.
    • આધાર દીઠ એક વાહનને મંજૂરી આપવામાં આવશે. વાહન વેચતાની સાથે જ ઈ-વાઉચર જનરેટ થઈ જશે.
    • યોજના હેઠળ માંગ પ્રોત્સાહનો (Demand Incentive)ની ભરપાઈનો દાવો કરવા માટે OEM (મૂળ સાધનોના ઉત્પાદક) માટે સહી કરેલ ઈ-વાઉચર આવશ્યક હશે.
  • ચાર્જિંગ સ્ટેશન્સ
    • આ યોજના ઇલેક્ટ્રિક વાહન પબ્લિક ચાર્જિંગ સ્ટેશન્સ (EVPCS) ના ઇન્સ્ટોલેશનને મોટા પાયે પ્રોત્સાહન આપીને EV ખરીદદારોની ચિંતાને દૂર કરે છે.
    • આ EVPCS ઉચ્ચ EV પેનિટ્રેશનવાળા પસંદગીના શહેરોમાં અને પસંદ કરેલા હાઇવે પર પણ ઇન્સ્ટોલ કરવામાં આવશે.

One-Liner Current Affairs

  • ગીર ફાઉન્ડેશન દ્વારા 2 થી 8 ઓકટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ’ ઉજવાશે.
    • ભારતમાં પહેલીવાર વન્ય પ્રાણી દિવસની ઉજવણી 7 જુલાઈ, 1955ના રોજ કરવામાં આવી હતી.
  • રાજકોટ-જામનગર હાઇવે ઉપર રામપર ખાતે માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 300 કરોડના ખર્ચે ભારતના સૌથી મોટા ‘સદભાવના વૃદ્ધાશ્રમ‘નું 30 એકર જગ્યામાં નિર્માણ થશે.
    • 11 માળના 7 નવા બિલ્ડિંગમાં 5000 નિરાધાર, પથારીવશ, બીમાર વડીલો માટે 1400 રૂમ તૈયાર કરાશે.
  • રવીન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ લેનાર ભારતના પ્રથમ લેફ્ટ આર્મ સ્પિનર બન્યા છે.
    • રવીન્દ્ર જાડેજા વિશ્વનો ત્રીજો લેફ્ટ આર્મ સ્પિનર છે.
      • પ્રથમ: 433 વિકેટ – Rangana Herath (Shri Lanka)
      • દ્વિતીય: 362 વિકેટ – Daniel Vettori (New Zealand)
  • તાજેતરમાં નવી દિલ્હી ખાતે આયોજિત સોસાયટી ઓફ એનર્જી એન્જિનિયર્સ એન્ડ મેનેજર્સ એવોર્ડ્સ કેટેગરીમાં અમદાવાદ સ્થિત ‘સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ‘ને એરપોર્ટ સેક્ટરમાં પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ એનાયત થયો છે.

Leave a Comment

error: Content is protected !!