Daily Current Affairs 01 October 2024

  1. International Day of Older Persons
    • દર વર્ષે સમગ્ર વિશ્વમાં 1 ઓકટોબરના રોજ ‘International Day of Older Persons‘ની ઉજવણી કરવામાં આવે છે.
    • આ દિવસ ‘વિશ્વ પ્રોઢ દિવસ‘ અથવા ‘આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગારિક દિવસ‘ તરીકે પણ ઓળખાય છે.
    • United Nations General Assembly1990માં 1 ઓક્ટોબરને વૃદ્ધ વ્યક્તિઓ માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કર્યો.
  2. World Vegetarian Day
    • North American Vegetarian Society (NAVS) 1977માં World Vegetarian Dayની સ્થાપના કરી.
    • International Vegetarian Union1978માં આ દિવસને સમર્થન આપ્યું.
  3. International Coffee Day
    • દર વર્ષે 1 ઓકટોબરના રોજ International Coffee Day ઉજવવામાં આવે છે.
    • International Coffee Organization એ વર્ષ 2014માં દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ International Coffee Day ઉજવવાનું નક્કી કર્યું હતું.
    • International Coffee Organization દ્વારા 2015માં ઈટાલીના મિલાનમાં પ્રથમ International Coffee Day નું આયોજન કરવામાં આવ્યું હતું.
  • 01 ઓકટોબર 1847: ડૉ. એની બેસન્ટનો જન્મ લંડનમાં થયો હતો.
    • બ્રિટિશ નાગરિક હોવા છતાં તેમને ભારત પ્રત્યે લગાવ હતો. તે ભારતને જ પોતાની માતૃભૂમિ અને કર્મભૂમિ માનતા હતા.
    • તેમનો લક્ષ્ય હિન્દુ સમાજ અને તેમની આધ્યાત્મિક પર આવેલ વિસંગતતાને દૂર કરવાનો હતો.
    • એની બેસન્ટે પંડિત મદન મોહન માલવિયા સાથે મળીને બનારસમાં હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપનામાં મહત્ત્વ ભૂમિકા ભજવી હતી.
  • 01 ઓકટોબર 1979: સ્વતંત્ર સેનાની વીર ચંદ્ર ગઢવાળીનું નિધન
    • સાંપ્રદાયિક સંવાદિતા માટે પ્રખ્યાત
    • વર્ષ 1930માં પેશાવરમાં અંગ્રેજોએ નિ:શસ્ત્ર પ્રદર્શનકરી પઠાનો પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો. તે સમયે વીર ચંદ્ર ભારતીય બ્રિટિશ સૈનિક તરીકે ‘રૉયલ ગઢવાલ રાઈફલ્સ’માં તૈનાત હતા.
    • અંગ્રેજો હિન્દુ-મુસ્લિમમાં ભેદ કરવા ગઢવાળી સૈનિકોનાં હાથે પઠાનોને મારવા ઈચ્છતા હતા. વીર ચંદ્ર ગઢવાળીઆે ગોળી ચલાવવા માટે ના પાડી હતી. તેથી બ્રિટિશ સરકારે તેમણે ફાંસીની સજા આપી હતી અને પાછળથી તેને જેલની સજામાં પરિવર્તિત કરી હતી.
    • આ ઘટના બાદ તેઓને ‘પેશાવરકાંડના નાયક’ સ્વરૂપે ખ્યાતિ પ્રાપ્ત થઈ.
    • જૂન, 2002માં તેમની યાદમાં ઉત્તરાખંડમાં પ્રથમ સ્વરોજગાર યોજના ‘વીર ચંદ્ર સિંહ ગઢવાળી પર્યટન સ્વરોજગાર યોજના’ની શરૂઆત થઈ.

Daily Current Affairs 01 October 2024

  • અભિનેતા શ્રી મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમા જગતમાં યોગદાન બદલ 2024માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
  • 8 ઓકટોબરના રોજ 70મા નેશનલ ફિલ્મ એવોર્ડના સમારોહમાં આ એવોર્ડ એનાયત કરાશે.
  • કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દ્વારા આ સમ્માનની જાહેરાત કરવામાં આવી હતી.
  • મિથુન ચક્રવર્તીને કરિયરમાં પોતાના ઉમદા અભિનય માટે 3 નેશનલ એવોર્ડ પણ મળ્યા છે.
  • દાદા સાહેબ ફાળકે એવોર્ડ
    • સ્થાપના: 1969
    • સૌપ્રથમ એવોર્ડ: અભિનેત્રી દેવિકા રાની
    • આ એવોર્ડ સિનેમા ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચય પુરસ્કાર છે. દર વર્ષે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ દરમિયાન એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કારમાં ગોલ્ડન લોટસ મેડલિયન, એક સાલ અને ₹ 10,00,00/- રોકડ રકમનો સમાવેશ થાય છે.
  • ભારત-કઝાકિસ્તાન સંયુક્ત સૈન્ય અભ્યાસ KAZIND-2024 ની આઠમી આવૃત્તિ ઉત્તરાખંડના ઓલી (Auli)માં સૂર્યા ફોરેન ટ્રેનિંગ નોડ ખાતે શરૂ થઈ છે.
  • KAZIND-2024 Exercise 30 સપ્ટેમ્બર – 13 ઓકટોબર દરમિયાન યોજાવાની છે. આ કવાયત 2016થી વાર્ષિક ધોરણે યોજવામાં આવે છે.
  • છેલ્લી આવૃત્તિ: કઝાકિસ્તાનના ઓતાર (Otar, Kazakhstan) 30 ઓકટોબર – 11 નવેમ્બર 2023 દરમિયાન યોજાઈ હતી.
  • ભારતીય સશસ્ત્ર દળોનું પ્રતિનિધિત્વ ભારતીય સેનાની કુમાઉ રેજિમેન્ટની બટાલિયન, અન્ય શસ્ત્રો અને સેવાઓ તેમજ ભારતીય વાયુસેનાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે, જેમાં 120 કર્મચારીઓનો સમાવેશ થાય છે.
  • કઝાકિસ્તાન ટુકડીનું પ્રતિનિધિત્વ મુખ્યત્વે Land Forces અને Air Borne Assault Troopers દ્વારા કરવામાં આવશે.
  • હેતુ: આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરવા માટે બંને પક્ષોની સંયુક્ત શૈન્ય ક્ષમતા વધારવાનો છે.
  • આ કવાયત અર્ધ-શહેરી અને પર્વતીય વિસ્તારોમાં કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરશે.

વિશ્વની પ્રથમ Government-Funded Multimodal LLM (Large Language Models) પહેલ “BharatGenવિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે.

Read More: Launch of BharatGen

BharatGen

  • ઉદ્દેશ્ય: ભારતની ભાષાકીય વિવિધતા અને સાંસ્કૃતિક સંદર્ભને ટેકો આપતા જનરેટિવ AI મોડલ બનાવવા.
    • આ પહેલ વિશ્વની પ્રથમ સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ મલ્ટિમોડલ લાર્જ લેંગ્વેજ મોડેલ પ્રોજેક્ટને ચિહ્નિત કરે છે.
  • Developed By: By IIT Bombay under National Mission on Interdisciplinary Cyber-Physical Systems (NM-ICPS)
  • BharatGenની મુખ્ય વિશેષતાઓ (Key Features)
    • બહુભાષી (Multilingual) અને મલ્ટિમોડલ ફાઉન્ડેશન મોડલ્સ
    • ભારત-કેન્દ્રિત ડેટાસેટ્સ પર આધારિત નિર્માણ અને તાલીમ
    • AI સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ઓપન સોર્સ પ્લેટફોર્મ
    • આ પ્રોજેક્ટ 2026 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.
  • Significance
    • સાંસ્કૃતિક સંરક્ષણ: એઆઈ સિસ્ટમ્સમાં ભારતની વિવિધ ભાષાઓ અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરે છે.
    • ડિજિટલ સાર્વભૌમત્વ: સ્વદેશી AI ઉકેલો વિકસાવીને વિદેશી તકનીકો પર નિર્ભરતા ઘટાડે છે.
    • સર્વસમાવેશક વિકાસ: AI ને તમામ નાગરિકો માટે સુલભ બનાવવાનો ઉદ્દેશ્ય છે, ખાસ કરીને ઓછી સેવા ધરાવતા પ્રદેશોમાં.
    • AI ઇકોસિસ્ટમને મજબૂત બનાવવું: ભારતના AI સંશોધન સમુદાયમાં નવીનતાને પ્રોત્સાહિત કરે છે, વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપે છે અને AI સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપે છે.

તાજેતરમાં કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનેવાલે દ્વારા 1 ઓકટોબર, 2024ના રોજ મુંબઈથી ક્રૂઝ ભારત મિશન (Cruise Bharat Mission) શરૂ કરવામાં આવ્યું.

કેન્દ્ર સરકારે ભારતમાં ક્રુઝ પ્રવાસનને 10 લાખ મુસાફરો સુધી વેગ આપવા અને 2029 સુધીમાં 400,000 નોકરીઓનું સર્જન કરવાનો લક્ષ્યાંક રાખીને પાંચ વર્ષનું ક્રૂઝ ભારત મિશન શરૂ કર્યું છે.

ક્રૂઝ ભારત મિશન વિશે

  • Nodal Ministry: બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય
  • ઉદ્દેશ્ય: આ મિશનનો ઉદ્દેશ્ય 2029 સુધીમાં ક્રૂઝ પેસેન્જર ટ્રાફિકને બમણો કરીને ક્રુઝ પ્રવાસનને વેગ આપવાનો છે. તે એક ઇકોસિસ્ટમ બનાવવાનો પણ પ્રયાસ કરે છે જે રોજગારીને પ્રોત્સાહન આપે, દરિયાઈ વેપારને મજબૂત કરે અને વૈશ્વિક ક્રૂઝ ડેસ્ટિનેશન તરીકે ભારતની સ્થિતિને વધારે.
  • લક્ષ્ય
    • ક્રુઝ પેસેન્જર ટ્રાફિક વધારીને 1 મિલિયન કરવું.
    • 2029 સુધીમાં 400,000 નોકરીઓનું સર્જન કરવું.
    • રિવર ક્રુઝ પેસેન્જર્સને 0.5 મિલિયનથી 1.5 મિલિયન કરવું.
    • તબક્કો-3 સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલની સંખ્યા 2 થી 10 અને રિવર ક્રૂઝ ટર્મિનલની સંખ્યા 50 થી 100 સુધી વિસ્તૃત કરવી.
  • વિશેષતાઓ
    • તબક્કાવાર અમલીકરણ
      • તબક્કો 1 (2024-2025): બજારનો અભ્યાસ કરવો (Conduct Market Studies), ક્રુઝ જોડાણો બનાવા (Form Cruise Alliances) અને ક્રુઝ ટર્મિનલનું આધુનિકીકરણ કરવું (Modernize Cruise Terminals).
      • તબક્કો 2 (2025-2027): નવા ક્રુઝ ટર્મિનલનો વિકાસ કરવો અને ઉચ્ચ-સંભવિત સ્થળોને સક્રિય કરવા.
      • તબક્કો 3 (2027-2029): સમગ્ર ભારતીય ઉપખંડમાં ક્રુઝ સર્કિટને એકીકૃત કરવું.

One-Liner Current Affairs

  • IL&FS ગ્રુપના નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) તરીકે નંદ કિશોરની નિમણૂક કરવામાં આવી છે, જે 1 ઑક્ટોબર, 2024થી લાગુ થશે. આ નિમણૂક પહેલા તેમણે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી હતી.
  • Hygenco Green Energies કંપનીએ તેના ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ માટે ભારતનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી પ્રોક્યોરમેન્ટ ટેન્ડર (Renewable Energy Procurement Tender) લોન્ચ કર્યું.
  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સિંગાપોર એરલાઈન્સ સાથે કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું.
    • આ કાર્ડ બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: KrisFlyer SBI Card અને KrisFlyer SBI Card Apex.
  • વિરાટ કોહલી, સચિન તેંડુલકરના રેકોર્ડને તોડીને 27,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરનાર સૌથી ઝડપી ક્રિકેટર બન્યો છે.
    • વિરાટ કોહલીએ તેની 594મી ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી, જયારે સચિન તેંડુલકરે 623 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી, જે કરતા 29 ઈનિંગ વધુ ઝડપી હતી.
  • ભારતની મેઘાલય રાજ્ય સરકારે આજીવિકા વિકાસ માટે ધ/નજ સંસ્થા (The/Nudge Institute) સાથે ભાગીદારી કરી છે.
    • મેઘાલય સરકારે 50,000 નબળા પરિવારોને ટેકો આપવા માટે આ સંસ્થા સાથે સહયોગ કર્યો છે, એકલ માતા (Single Mother) અને સામાજિક સમાવેશને પ્રાથમિકતા આપી છે.
  • મહારાષ્ટ્રે દેશી ગાયોને ‘રાજ્યમાતા’નું બિરુદ આપ્યું છે.
    • આ સન્માન દેવાણી, લાલ કંધારી, ખિલ્લાર, ડાંગી અને ગવલાઉ જેવી મૂળ જાતિઓને લાગુ પડે છે, જે વૈજ્ઞાનિક, ધાર્મિક અને આર્થિક પરિબળોની દ્રષ્ટિએ તેમના મહત્વને સ્વીકારે છે.
    • રાજ્યએ એક કલ્યાણકારી યોજના રજૂ કરી છે. જે આ મૂળ જાતિઓની સંભાળ અને સંરક્ષણમાં વધારો કરશે તેવા દેશી ગાયોના માલિકોને ગાય દીઠ ₹50ની દૈનિક ગ્રાન્ટ મળશે.
  • ઉત્તર પ્રદેશ બાગપત, હાથરસ અને કાસગંજમાં ત્રણ નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવા માટે તૈયાર છે, જેમાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP – Public Private Partnership) મોડલ અને કેન્દ્ર સરકારની વાયેબિલિટી ગેપ ફંડિંગ (VGF – Viability Gap Funding) યોજના દ્વારા 300 MBBS બેઠકો ઉમેરવામાં આવશે.
  • ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) 2024નું આયોજન અબુ ધાબી (Abu Dhabi)માં થયું હતું.
  • 61 વર્ષના જસ્ટિસ મનમોહને દિલ્હી હાઈકોર્ટના 32મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા.
  • ગૃહ મંત્રાલય (MHA – Ministry of Home Affairs)1992 બેચના IPS અધિકારી નલિન પ્રભાતને જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિર્દેશક પોલીસ (DGP – Director General Police) તરીકે નિયુક્ત કર્યા છે.

Leave a Comment

error: Content is protected !!