13 June 2024 Current Affairs: List of Important Days

  1. International Albinism Awareness Day (IAAD)
    • International Albinism Awareness Day દર વર્ષે United Nations દ્વારા 13 જૂનના આલ્બિનિઝમ પ્રત્યે જાગૃત્તિ લાવવા માટે ઉજવવામાં આવે છે.
    • ઉદ્દેશ: આલ્બિનિઝમ અને રંગ અંધત્વ વિશે જાગૃત્ત કરવાનો અને આનાથી પીડિત લોકોના માનવ અધિકારો વિશે જાગૃત્તિ ફેલાવાનો છે.
    • United Nations General Assembly દ્વારા 18 ડિસેમ્બર, 2014ના રોજ વિશ્વમાં આલ્બિનિઝમ ધરાવતા લોહઓ સાથે થતાં ભેદભાવ સામે જાગૃતતા ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે 13 જૂનને ‘International Albinism Awareness Day’ તરીકે જાહેર કર્યો.
    • આલ્બિનિઝમએ જન્મ સમયે હજાર એક દુર્લભ અને આનુવંશિક રીતે વારસાગત રોગ છે. તે એક બિનચેપી રોગ છે. તે માનવ શરીરમાં મેલેલિનના ઉત્પાદનમાં સામેલ એન્ઝાઈમના અભાવના કારણે ત્વચા, વાળ અને આંખોમાં રંગદ્રવ્ય અથવા રંગની સંપૂર્ણ તથા આંશિક અભાવ દ્વારા ચિન્હિત થયેલ જન્મજાત વિકૃતિ છે.

13 June 2024 Current Affairs

>PM મોદી ઇટાલી (Italy)માં G7 Outreach Summitમાં હાજરી આપશે

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 13 જૂને G7 Outreach Summit માટે ઇટાલી જશે. તેમજ બ્રિટિશના વડા પ્રધાન ઋષિ સુનાક (Rishi Sunak), ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) અને પોપ ફ્રાન્સિસ (Pope Francis) સહિત વિશ્વના અનેક નેતાઓ સાથે મુલાકાત કરશે.

ભારત ઉપરાંત આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના 11 વિકાસશીલ દેશોના નેતાઓને G7 સમિટમાં હાજરી આપવા ઈટાલીએ આમંત્રણ આપ્યું હતું.

G-7 વિશે

  • G-7 એક આંતરસરકારી સંસ્થા છે જે 1975માં રચાઈ હતી. જે global economic governance, international security, અને energy policy જેવી સહિયારી ચિંતાઓને સંબોધવા માટે વાર્ષિક બેઠક યોજે છે.
  • સભ્ય દેશ: G7 માં યુકે, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુએસનો સમાવેશ થાય છે. બધા G7 સભ્ય દેશો પણ G20નો ભાગ છે.
  • G7એ અન્ય સંસ્થાઓથી વિપરીત ચાર્ટર અથવા સચિવ વિના કાર્ય કરે છે.
  • જાપાનના હિરોશિમામાં 49મી G7 સમિટ યોજાઈ હતી.
  • ભારત G7 સમિટનો સભ્ય દેશ ન હોવા છતાં 2019, 2021 અને 2022 G7 સમિટ અનુક્રમે ફ્રાન્સ, યુકે અને જર્મનીના આમંત્રણથી અતિથિ તરીકે ભાગ લીધો હતો.

>Global Gender Gap Index 2024

તાજેતરમાં વર્લ્ડ એકોનોમિક ફોરમ (World Economic Forum)એ વર્ષ 2024 માટે વાર્ષિક ‘Global Gender Gap Index’ની 18મી આવૃત્તિ બહાર પાડી હતી. આ રિપોર્ટમાં 146 દેશોમાંથી ભારતને 129મું સ્થાન આપ્યું છે. WEF મુજબ સંપૂર્ણ લિંગ સમાનતા પ્રાપ્ત કરવામાં વર્તમાન ગતિએ બીજા 134 વર્ષ (પાંચ પેઢીના સમકક્ષ) લાગશે.

Global Gender Gap Index 2024 શું છે?

  • તે વાર્ષિક ધોરણે લિંગ સમાનતાની વર્તમાન સ્થિતિ અને ઉત્ક્રાંતિને measure કરે છે.
  • The World Economic Forum દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે.
  • તે ચાર મુખ્ય પરિણામોમાં લિંગ સમાનતા તરફ થતી પ્રગતિ પર દેશોનું મૂલ્યાંકન કરે છે:
    • આર્થિક ભાગીદારી અને તકો (Economic Partnerships and Opportunities)
    • શૈક્ષણિક પ્રાપ્તિ (Educational attainment)
    • આરોગ્ય અને સર્વાઇવલ (Health and Survival)
    • રાજકીય સશક્તિકરણ (Political empowerment)
  • તેનો મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્ય, શિક્ષણ, અર્થતંત્ર અને રાજકરણમાં મહિલાઓ અને પુરુષો વચ્ચેના સાપેક્ષ અંતર પર પ્રગતિને ટ્રેક કરવા માટે દિશાસૂચક તરીકે કાર્ય કરવાનો છે.

Global Gender Gap Index 2024: India Ranking

  • ભારતે આ વર્ષે 129મા ક્રમે છે, જે ગયા વર્ષ કરતા બે ક્રમ નીચો સ્કોર છે.
  • India is set to close 64.1% of its gender gap 2024. ગયા વર્ષના 127માં સ્થાનેથી બે સ્થાનનો ઘટાડો થયો છે.
  • શ્રેણીઓમાં ભારતનું રેન્કિંગ (India’s ranking in categories)
    • આર્થિક ભાગીદારી અને તકો – 142
    • શૈક્ષણિક પ્રાપ્તિ – 112
    • આરોગ્ય અને સર્વાઇવલ – 142
    • રાજકીય સશક્તિકરણ – 65

Global Gender Gap Index 2024: Global Rankings

  • Global Gender Gap Index 2024 ટોચના પાંચ સ્થાન ઉપર અનુક્રમે આઈસલેન્ડ, ફિનલેન્ડ, નોર્વે, ન્યુઝીલેન્ડ અને સ્વીડન આ દેશ આવેલ છે.
  • ટોચના 10 સૌથી વધુ લિંગ-સમાન મોટાભાગના યુરોપના દેશો છે , જેમાં આયર્લેન્ડ અને સ્પેન આ વર્ષે ફરીથી ટોચના 10માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે યુકે 14મા અને યુએસ 43મા સ્થાને છે.
  • વૈશ્વિક સ્તરે 146 દેશોના indexમાં સુદાન સૌથી છેલ્લા ક્રમે છે, જ્યારે પાકિસ્તાન 145મા સ્થાને છે.
  • આ વર્ષે નોંધપાત્ર પ્રગતિ કરનાર પ્રદેશ લેટિન અમેરિકા (Latin America) અને કેરેબિયન (Caribbean) હતા.
    • આ પ્રદેશે તેનો અત્યાર સુધીનો સર્વોચ્ચ આર્થિક સમાનતા સ્કોર (65.7%) અને બીજા ક્રમનો સૌથી વધુ પ્રાદેશિક રાજકીય સશક્તિકરણ સ્કોર (34%) નોંધ્યો છે.

Global Gender Gap Index 2024માં અન્ય જુદા જુદા દેશો દ્વારા પ્રાપ્ત કરેલ રેન્ક અને સ્કોર નીચે મુજબ છે:

Rank Country Score
1આઈસલેન્ડ0.935
2ફિનલેન્ડ0.875
3નોર્વે0.875
4ન્યુઝીલેન્ડ0.835
5સ્વીડન0.816
99બાંગ્લાદેશ0.689
100ઈન્ડોનેશિયા0.686
117નેપાળ0.664
122શ્રીલંકા0.653
124ભૂટાન0.651
129ભારત0.641
145પાકિસ્તાન0.570
146સુદાન0.568

Leave a Comment

error: Content is protected !!